એક સાંજ Misu Chavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક સાંજ

એક સાંજ

આજે શનિવાર છે બધા જ પોત-પોતાના કામે લાગેલા છે કેમકે આવતી કાલે ‘ સેવા નારી સસ્થાન ‘ સ્થાપના દિન ની ઊજવણીની તૈયારી ચાલી રહી છે. માધુરીને આ સંસ્થાનમા આવ્યનૅ સાત વર્ષ થઈ ગયા છે. હવે તે પણ આ સંસ્થાનનો એક મહત્વનો ભાગ બની ગઇ છે. કોઈપણ કાર્યક્રમ હોય તેને સંભાળવાની બધી જ જવાબદારી માધુરીની રેહતી, આમ તો માધુરી દસ સુધી જ ભણેલી પણ કુશળતા ને સૂઝ-બૂઝ ક્યારેય ચોપડીના મોહતાજ નથી હોતા. માધુરી પોતાનું દરેક કામ પૂરી કાળજી અને ચીવટથી કરતી એ વાતમાં કોઈને જરા પણ શંકા નહોતી. કામ બસ પૂર્ણ થવાના આરે હતું.

બપોરનું જમીને બધાં જ પોત-પોતાનાં રૂમમાં આરામ કરવા જતાં રહ્યા હતાં.જ્યારે માધુરી પણ એ જ સંસ્થાનના એક ખૂણામાં નાનકડી દસ બાઈ દસની રૂમ તરફ ચાલી રહી હતી, રૂમ તો નાની હતી પણ ખૂબ ચીવટથી અંદરનો સામાન ગોઠવાયેલો હતો, ખાસ તો કાઈ હતું નહી બસ એક પલંગ, નાની પાણી ની માટલી,થોડાં કપડાં બસ…પણ ખૂબ ચીવટથી મૂકેલા હતા. થોડા આરામ પછી ફરી તે ઊભી થઇને બહાર ચોઞાનમા આવી લગભગ ત્યાં તો 6: વાગવા આવી ગયેલા, માધુરી જરા રોકાઈને પગથિયાં પાસેના થાંભલાને ટેકે બેસી ગઇ. લાગતું હતું એ આજે કોઈ ઊડા વિચારમાં છે તેનું મન કંઈક બીજે જ છે. થાંભલાનો ટેકો લઈ બેઠેલી માધુરી પાંત્રીસ ની થઈ ગઇ છે પણ જુઓ તો કોઈ સોળ વર્ષની કન્યાને શરમાવે તેવી સુંદરતા આજે પણ હતી. શ્યામવર્ણી કાયા સફેદ સાડીમાં વીંટળાયેલી નમણી નાગરવેલ જેવી કોઈ પણ પુરુષને મોહીત કરી દે એટલી આકર્ષક લાગતી હતી. આજે એની આંખો ઘણુંબધું બોલી રહી હતી જાણે કે પોતાના વર્તમાનના પડદાને ચીરીને અતિતના અંધકારમાં સરી પડી. એની આંખો સામે તેનું નિર્દોષ બાળપણ નાચવા લાગ્યું. માધુરી માંડ પાંચ વર્ષેની હશે ત્યારે જ પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. એની માં ના ઘરકામોથી ગુજરાન ચાલતું હતું. સમયની સાથે એ દૂ:ખ વિસરાય ગયું. માધુરીની માં મનુભાઈ મેહતા નામના સભ્ય માણસને ત્યાં ઘરકામ કરતી, માધુરી પણ ત્યાં જ રહેતી.મનુભાઈ માધુરીને દીકરી ની જેમ દસ સુધી ભણાવેલી, હવે માધુરી સોળ વર્ષની થઈ ગયેલી. ત્યારે જ કોઈ અસાધ્ય રોગના લીધે મનુભાઈ અવશાન પામ્યા,જાણે માધુરી ફરીવાર અનાથ બની ગઇ. મનુભાઈને સંતાનોમાં બે દિકરા અલ્કેશ અને મયંક, જે માધુરી સાથે જ મોટા થયેલા, માધુરીને મયંક બાળપણથી જ સાથે રમતાં ભણતા બસ….આટલો નિખાલસ પ્રેમ કે કશું બોલવું જ ના પડે.ક્યારેક ઞગડો થાય કોઇ રમકડાંને લીધે પણ એ’ય માવઠા જેવો બસ…આ બધું મનુભાઈના ધર્મપત્ની શુસીલાબેનને જરા પણ ન ગમતું પણ પોતે પતિ પરાયણ એટલે મનુભાઈ આગળ કશું બોલતા નહી.મનુભાઈની સાથે જ માધુરીનું ભણવાનું પણ જતું રહયુ વળી તેની માં પણ બિમાર રહેતી ઘરકામ બધું જ હવે માધુરીના માથે આવી ગયેલું આખા દિવસનુ કામ એકલી કરે પણ રાતે બેસી મયંક કયારેક તેને ઘણું ખરૂ શીખવતો પણ સમય જતાં એ પણ તેનામાં વ્યસ્ત થઈ ગયેલો, અને આવા સમયમાં તેની માં પણ મરણ પામી,માધુરી પર આભ તૂટી પડ્યું, હવે શું કરવું? તેણે બહારની દૂનિયા જોઈ જ નહોતી તેના માટે તો સાહેબનું ઘર એવળી જ દૂનિયા,બસ…પણ શુસીલાબેનને હદયે રામ વશ્યા હોય તેણે માધુરીને ઘરના ખૂણામા જગ્યા આપી.અને બદલામાં ઘરકામ કરવાનું, માધુરી તો રાજી થઈ ગઇ. દિવસો વિતતા ગયાં,મયંક વધુ અભ્યાસ માટે શહેરમાં જતો રહ્યો. હવે માધુરીને બોલાવવા વાળું પણ કોઈ નહોતું ઘરમાં.પણ સમય સમયનું કામ કરે છે.બિચારી માધુરી કામના ચકકામા પિસાઈને કોઈ જમીનથી ઉખડી ગયેલી વેલી જેવી થઈ રહી ગઇ હતી એકલતાની ઓરડી એને ગળી જવા આવી છે સમય વિત્યો થોડો અને મયંક વકીલાતની પદવી લઈને ઘરે પાછો ફર્યો.. આજે ઘણા જ આનંદનો દિવસ હતો. મયંક સાથે શહેરથી તેનો એક મિત્ર તૃષાર પણ આવેલો, બન્ને બધાને મળ્યા એટલામાં તો સાંજ થવા આવેલી હતી. અને તુરતજ રાત પડી ગઇ. બન્ને મિત્રો આજે ખુલ્લી અગાશી પર સુતા હતા. સૂતા-સૂતા તૃષારે કહ્યું, માધરીને તો હું મળ્યો જ નહી?ક્યાં છે એ જેની સુંદરતના તું વખાણ કરતાં નહિ થાકેલો આટલા વર્ષો સુધી માત્ર વખાણ જ સાંભળ્યા દર્શન કયારે કરાવશે? મયંક મલકાયો શાન્તિ રાખ મલાવું છું મારી આંખો પણ સવારથી એને જ ખોડી રહી છે આટલું બોલતા તો મયંક ઊભો થઈ નીચે ચોગાનની ઓરડી તરફ ચાલવા માંડ્યો,સવારે જ્યારે તે આવ્યો ત્યારે આ તરફ નજર કરેલી પણ માધુરી દેખાય નહોતી અને પછી બધાની સામે કાઈ બોલી કે પૂછી નહોતો શક્યો. પણ અત્યારે હવે તેની આંખો માધુરીને જોવા જાણે ફરાયેલા હરણાં જેવી થઈ ગઇ હતી, તેણે ધીરેથી બારણાં પાસે ટકોરો માર્યો આ ટકોરો જાણે માધુરીના બારણે નહિ પણ હદયે માર્યો હોઈ તેમ એ પણ સફાળી ઊભી થઈ ગઇ,તેને લાગ્યું ધોળા દિવસે જેને કોઇ બોલાવતું ના હોય તેને અત્યારે કોણે બોલાવી?પણ ત્યાં જ બીજો ટકોરો વાગ્યો,તે ઊભી થઈ બારણાં તરફ ગઇ ને દરવાજો ખોલ્યો, તો સામે મયંક છે તેણે તુરંત જ નજર નીચી કરી ધીમા અવાજે પૂછી લીધું કે સાહેબ શું કામ છે?બોલો હું કરી આપું, આ સાંભળી મયંકના હદયના બધા જ તાર તૂટુ-તૂટુ થઈ ગયા, એ તુરંત જ બોલી ગયો કેમ સાહેબ કહીને બોલે છે?હું તારો મિત્ર મયંક છું, વળતા જવાબે તેને અડધો જ કરી નાખ્યો, ધીમા અવાજે બોલી હું અત્યારે યાદ આવી?આટલું સાંભળતાની સાથે મયંકની નજર માધુરીના માથાથી લઈ પગ સુધી ફરી વળી, એ શું જવાબ આપે એ જ શોધતો રહ્યો,આટલી ચોપડીઓનુ ભણતર પણ એક જવાબ ન મળે?ઘડીભર ભાન ભૂલી એની સામે જોતો જ રહ્યો, એટલામાં તૃષાર આવી ગયો, જાણે પરિસ્થિતિ પર કાબૂ મેળવી લોધો હોય તેમ મયંક કહે ચાલ અગાશી પર,માધુરીને સંકોચ થતો હતો પણ મયંક પરના વિશ્વાસના લીધે ના ન બોલી શકી,અને તેઓ ઉપર ગયાં, મયંક તો જાણે આટલા વર્ષોની તરસ એકજ વખતમા બૂઝાવવા માગતો હોય તેમ એકીટસે ધારી-ધારીને માધુરી સામે જોઈ રહ્યો છે, પણ સામે વિપરીત પરિસ્થિતિ છે માધુરી નજર જ ઊચી નથી કરતી કારણ કે એણે આટલા વર્ષોમાં વાસ્તવિકતાના પાઠ જ શીખ્યા છે એટલે એ પોતાની જગ્યા બરાબર જાણતી હતી. વચ્ચે જ તૃષાર બોલ્યો ઓળખાણ તો કરાવ? મયંક ભાનમા આવ્યોને બોલ્યો માધુરી આ મારો મિત્ર તૃષાર છે માધુરી નિર્દોષ નાજુક સ્મિત સાથે એક પલ નજર ઊચી કરી જય શ્રી કિષ્ના બોલી, બસ ધીમો પણ કોયલના ટહૂકા જેવો અવાજ રાતના સન્નાટામા ચોમેર રણકી ઊઠ્યો.આકાશ નો ચન્દૃ પણ હવે શું થશે એ જોવા જાણે રોકાઈ ગયો હોય તેમ સ્થિર હતો. જ્યારે ધરતી પરના મયંકના હદયમા આજે તોફાન ઊઠ્યુ હતું, મયંક આગળ કાઈ બોલે તે પેહલા જ માધુરી બોલી હું જાઉં છું રાત ખૂબ થઈ ગઇ છે, આટલું બોલતા-બોલતા તો એ સીડી ઊતરી પણ ગઇ, અને મયંક તેને જતી પણ જોતો જ રહ્યો જ્યાં સુધી ઓરડીનુ બારણું બંધ ન થઈ ગયું.વાત તો ખાસ કંઈ થઈ નહોતી પણ કેહવા જેવી એક પણ બાકી રહી નહોતી, તૃષાર એક માત્ર સાક્ષી હતો આ “એક સાંજ” નો કે જેણે લાગણીના તોફાનનુ આટલું સાંન્ત સ્વરૂપ જોયું હતું.ચાલ સૂઈ જા એટલે વહેલી સવાર પડે, એટલે મયંક પથારીમાં પડ્યો પણ એનું મન એની કાબુમાં નહોતું, એ વિચારોમાં ખોવાઈ ગયો અને આખ બંધ થઈ ગઇ.માધુરીની પણ આજ દશા હતી, પણ માધુરી કંઈ વિચારે તે પેહલા કુદરત તેના માટે કંઈક જૂદુ જ વિચારીને બેઠી છે જેની કસોટી કુદરત કરે તેને કદી કિનારો ના મળે,અને એવું જ થયું સવાર પડી પણ? આ શું?ઘરમાં આજે પૂજા પાઠના શ્લોક ની જગ્યાએ રોકકડ સંભળાય છે,મયંકની તબિયત અચાનક ખરાબ થઈ એને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે માધુરી તો બસ ઈશ્વરની સામે જોઈ રહી કોઈ ફરિયાદ પણ ન કરી આજે ઈશ્વર એનાથી આંખ નહોતો મિલાવી શકતો, એવા વખતે જ તૃષાર હોસ્પિટલથી કોઈ કામે ઘરે આવ્યો છે તેને જોતાં જ એકાંત નો લાભ લઈ માધુરીએ સાત મને પૂછી જ લીધુ કે ‘તેને’કેમ છે?તૃષાર માટે પણ આ સવાલ અઘરો હતો, પણ એણે હિમ્મતભેર બધી જ હકીકત માધુરીને જણાવી દીધી કે મયંકની બન્ને કીડની ખરાબ થઈ ગઇ છે તેની પાસે જાજો સમય નથી બોલતાં -બોલતાં તો એ જમીન દોસ્ત થઈ ગયો, ને બોલ્યો એની કિડની ક્યાંથી લાવવી?કોણ આપે પોતાના શરીરનો ટુકડો?માધુરી બેસુધ્ધ અવસ્થામાં પણ બધું જ સાંભળતી હતી ,અચાનક જ કોઈ ચમત્કાર થયો હોય તેમ તેની આંખો ચમકી તે તૃષાર તરફ વળી બે ખોફ બોલી હું આપીશ,આ સાંભળતા તૃષાર ઊભો થઈ ગયો કહે શું વાત કરે છે?હા હું કોઈ નવાઈ નહિ કરતી જે જેનું છે તેને જ આપું છું આટલું કેહતા તો એ નીકળી પણ ગઇ, તૃષાર તો સ્તબ્ધ થઈ ગયો તેનો જવાબ સાભળીને,મનમાં બોલી ઊઠ્યો કે આટલો પ્રમ ને આવો સંયમ?એણે આજે માધુરીમા મયંક માટે ત્યાગ અને પ્રેમ બન્ને જોઈ લીધા હતાં એ પણ નિ:સ્વાર્થ! અને જોત જતામાં બધું છાને ખૂણે પતિ ગયું, ઓપરેશન પણ સફળ રહ્યું, તૃષાર આ વાતનો સાક્ષી હતો કે માધુરી વિશે મયંક કદી આ વાત ન જાણે બસ…..આટલી જ કિંમત લીધેલી માધુરીએ એના પૅમની! ત્રણ માસ પછી આજે સ્વસ્થ થઈ મયંક ઘરે આવ્યો આજે પણ તેણે પેહલી નજર ઓરડી તરફ કરી પણ આજે તેમાં લાગણી નહિ ગુસ્સો હતો નફરત હતી,એથી’ય વધારે દૂ:ખ હતું કે આવા સમયે પણ માધુરી તેને મળવા ન આવી સાથે જ પોતાની નજર વાળી લીધીને અંદર જતો રહ્યો, કોઈ કશું બોલ્યું નહિ પોતાના કામે લાગી ગયા, કોઈએ દરકાર ન લીધી કે માધુરી ક્યાં ગઇ?જ્યારે તૃષારને ખ્યાલ હતો કે શરત મુજબ માધુરી ક્યારેય મયંકની સામે નહિ આવે દૂર ક્યાંક જતી રહેશે.અને એવું જ થયું બસ……માધુરી આ સંસ્થાનનો હિસ્સો બની ગઇ એટલા માં જ કોઈએ અવાજ કર્યો, માધુરીબેન ચાલો જમવાનું તૈયાર છે માધુરી અચાનક જ અતિતની યાત્રા માંથી વર્તમાનમાં પાછી ફરી, ઘડીભરમાં તો કેટકેટલું’ય બની ગયું, એ વિચારો થી સ્વસ્થ તો નહોતી પણ ડોળ કરી ઊભી રહી અને એ રાતે અંધકારની ચાદર ઓઢી સુઈ ગઇ. સવાર પડી બધા જ ભેગા થયા છે પણ મુખ્ય મહેમાન કોણ છે એ વિશે કોઈ પાસે માહીતી નથી,એવામાં જ સંસ્થાના વડાએ જણાવ્યું કે મુખ્ય મહેમાન ખૂબજ જાણીતા વકીલ શ્રી મયંકકુમાર મેહતા છે. તેમના સ્વાગતમા કોઈ ખામી ન રહે તે જવાબદારી તારી છે માધુરી આટલું સાભળતા જ પોતાના મનની વિહવળતા સમજી ગઇ, તે જાણી ગઇ કે આ તોફાન પેહલાની શાન્તિ છે. એટલા માં તો સફેદ ગાડી દરવાજા ને પાછળ રાખી પૂરપાટ ઝડપે ચોગાનમા આવી પણ ગઇ, ત્યાં સ્ટેજના પગથિયાં પાસે માધુરી ફૂલોની માળા લઈ ઊભી છે ગાડીનો દરવાજો ખૂલ્યો સફેદ વસ્ત્રોથી સજ્જ મયંક ઉતર્યો,જાણે કે આકાશ માં થોડા સમય માટે કાળા વાદળો એ ચંદ્રને ઢાંકી દીધા પછી તે વધુ સુંદર દેખાતો હોય તેવો દખાતો હતો,તેની નજર સીધી માધુરી સામે ચોટ ગઇ, સાથે તૃષાર હતો જ તેણે મયંક ને સમય જતાં બધી હકીકત થી અવગત કરી દીધો હતો, એવા સમયે જ તૃષારને કોઈ એ પૂછ્યું શું થયુ?તૃષારે આટલું જ કહ્યુ કંઈ જ નહિ બસ….ફરી એ “એક સાંજ” યાદ આવી ગઇ…..