વ્યક્તિત્વ -૨ Paru Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વ્યક્તિત્વ -૨

વ્યક્તિત્વ વિકાસ – ૨

વ્યક્તિત્વ વિકાસ નું અભિન્ન અંગ તે આર્થિક વ્યવસ્થા. નાણા વગરનો નાથિયો, નાણે નાથાલાલ. પૈસો જ સર્વસ્વ નથી પરંતુ જીવન જરૂરિયાત ના ખર્ચ ને પહોચી વળવા તેમજ પોતાના અને પરિવારના મોજ શોખ પુરા કરવા જેટલા નાણા કમાવાની ક્ષમતા તો કેળવવી જ રહી. ઉપરાંત ભવિષ્ય માટે પણ થોડું આયોજન હોય તો વ્યક્તિ ની સ્માર્ટનેસ અલગ જ તરી આવે. થોડા મુદ્દાઓ ધ્યાનમાં રાખી તેને અનુસરવામાં આવે તો ચોક્કસ મોંઘવારીમાં માં આવક વધી શકે.

 • આવક અને ખર્ચ નું બજેટ બનાવી તે મુજબ શોર્ટ કટ અપનાવ્યા વગર મહેનતથી આવક વધારવા ના પ્રમાણિક પ્રયત્ન કરવાથી આર્થિક પરિસ્થિતિ મજબૂત બનાવી શકાય. પોતાના અભ્યાસ અને આવડત અનુસાર કાર્ય કરવું.
 • સ્ત્રીઓ પણ ઘરની જવાબદારી સાથે હસ્ત કલાની વસ્તુઓ બનાવી તેનું વેચાણ કરી શકે ક્યારેક તેનું મોટા પાયે ઉત્પાદન કરાવી ગૃહ ઉદ્યોગ પણ શરુ કરી શકે.
 • વધતી જતી મોંઘવારીમાં કરકસરનો ગુણ અતિ મહત્વનો છે. A PENNY SAVED IS A PENNY GAINED. ને યાદ રાખી તે મુજબ બચત કરવી. જેની માટે સોલાર કુકર અને સોલાર હીટર નો ઉપયોગ કરી વીજળી અને ગેસ ની બચત થઇ શકે.
 • મોટાભાગના કાર્ય દિવસ દરમિયાન કરવા, ફ્રીઝ ને દીવાલથી છ ઇંચ દુર રાખવું, શક્ય હોય ત્યાં ૮ વોટ ના એલઈડી લેમ્પ વાપરવા. વરસાદના પાણીનો સંગ્રહ કરવો, સોસાયટી કે ફ્લેટ માં રહેતા કુટુંબો જરૂરિયાત મુજબ ની શાકભાજી અને કરીયાણાની વસ્તુઓ જથ્થાબંધ ખરીદી કરી વહેચણી કરી લે તો પણ વાર દરમિયાન ઘણી બચત થઇ શકે.
 • ઋતુના ફેરફાર, ગંદકી ને કારણે થતી નાની નાની બીમારીઓથી દુર રહેવા અજમા,તુલસી, હળદર, આદુ, લસણ, ડુંગળી, અરડૂસી,ફુદીનો ના કાયમ ઉપયોગ કરવો. જેથી સ્વાસ્થ્ય સારું રહેવા સાથે દવા નો ખર્ચ બચાવી શકશે.
 • દર મહિને થતી આવકમાંથી અમુક રકમ બેંકમાં રીકરીંગ ખાતામાં કે સેવિંગ ખાતામાં જમા કરાવવું. ક્યારેક મોટી રકમની બાંધી મુદત માં રોકાણ કરી શકાય. કે પછી પ્રોપર્ટી માં રોકાણ કરી ભવિષ્ય ને સુરક્ષિત કરવું. અકસ્માત કે બીમારી માટે વીમા પોલીસી પણ લેવી જોઈએ. જેથી પોતાની કે કુટુંબી ને જયારે જરૂર પડે ત્યારે તે રકમ મળી શકે. ટુકમાં નાણાનું સ્માર્ટ પ્લાનિંગ કરવાથી વર્તમાન અને ભાવિ બંને ઉજ્જવળ બનાવી શકાય.

  આપણું વ્યક્તિત્વ વિકાસ પામે તે માટે અન્ય એક બાબત તે સેવાકાર્ય. આર્થિક સ્થિતિ અનુસાર વ્યક્તિગત રીતે તેમજ સામાજિક સંસ્થા સાથે જોડાઈને જરૂરિયાતમંદ ને મદદ કરવી. સ્ત્રીઓને નવી રોજગારી આપવા તેમજ બાળકોના શિક્ષણ અને પોષણ માટે નાની મોટી વસ્તુઓ નું દાન કરવું. બાળકોને અંગ્રેજી અને સામાન્ય જ્ઞાન શીખવી સમાજમાં તેનો ઉત્કર્ષ થાય તેવા પ્રયત્નો કરવાથી આપણા વ્યક્તિત્વ નો વિકાસ થતો રહે છે.

  વ્યક્તિના કુટુંબીઓ, મિત્રો, સહાધ્યાયીઓ કે સહકર્મચારીઓ સાથેના સંબંધો પણ મહત્વ ધરાવે છે. જે માટે અમુક બાબતો ધ્યાન માં રાખવી.

 • કોઈ પણ સ્ત્રી કે પુરુષ પરિણીત હોય કે અપરિણીત, ઉચ્ચ શિક્ષિત હોય કે સામાન્ય શિક્ષણ મેળવેલ હોય પણ તેઓના કુટુંબી સાથેના તેમજ સસરા પક્ષ સાથેના સંબંધો સુમેળભર્યા હોવા અતિ મહત્વની બાબત છે.
 • પોતાના પતિ કે પત્ની કે અન્ય કુટુંબીઓ વિષે ફરિયાદ કે બુરાઈ કરતા રહી ઘણીવાર સહાનુભૂતિ મેળવવાના પ્રયત્નો થતા હોય છે. પરંતુ હકીકતે આવું કરવાથી કુથલીયો સ્વભાવ છત્તો થાય છે. તેમજ જેના વિષે ફરિયાદ કરી હોય ત્યાં વાત પહોચતા સંબંધ માં કડવાશ પણ આવી શકે.
 • સહકર્મચારીઓ કે સહાધ્યાયી સાથે પણ નિખાલસ અને સત્યવક્તા બની રહેવું. વળી, પ્રગતિ કરવા અન્યને પરેશાન ન કરવા કે ટાંટિયાખેંચ કરવી નહિ.
 • અન્યની ઈર્ષા કરી તેની પીછેહઠ થાય તેવા વિચારો થી પણ દુર જ રહેવું. પ્રેમ –લાગણી, નમ્રતાભાવ સાથે આવકાર ભરેલો હોય તો સંબંધો પણ રિચાર્જ થતા રહે છે. પોતાની સંસ્કારિતા નબળી સાબિત થાય એવું પણ બને. માટે જ માન-સન્માન મેળવવું હોય તો આપતા પણ શીખવું જરૂરી છે. માટે જ હંમેશા એવી કોશિશ કરવી કે જેથી તમારાથી અન્યને તકલીફ ન પડે અને સંબંધો એવી રીતે નિભાવો કે તે જિંદગીભર સારી રીતે ટકી શકે. સંબંધો ને પ્રેમ અને વિશ્વાસ થી જ નિભાવો તેમાં બુદ્ધી નો ઉપયોગ કરી ફાયદો કે લોભવૃત્તિ ન રાખવી.
 • ખુશી આપવાના પ્રયત્નો કરી ખુશ રહેવાનું જાણનાર ની પ્રતિભા જ અનોખી હોય છે. માત્ર આટલું યાદ રાખવું - TO HAVE A SWEET AND SOBER RELATIONS WOTH ALL, ONE SHOULD KEEP NATURE LIKE A THEATRE SCREEN. IT ACCEPTS ALL CHARACTERS BUT REMAINS PEACEFULL WHITE.

  આધુનિક ભાગદોડભરી જીંદગી સાથે તાલમેળ મિલાવવા માટે સ્ત્રી કે પુરુષ બંને પાસે આસપાસની દરેક બાબતનું સામાન્ય જ્ઞાન હોવું જરૂરી છે. આનાથી સાચી સ્માર્ટનેસ ઝળકે છે. પ્રદુષણ ને કારણે થતી બીમારીઓ થી બચવા ઘરગથ્થુ ઉપચારની સૂઝ અને સમજદારી હોવી, નવા ગેજેટ્સ નો ઉપયોગ, તેની વિવિધ એપ્સ વિશેની જાણકારી હોવી જોઈએ. એ જ રીતે સ્ત્રી ને ઇલેકટ્રોનીક વસ્તુઓના ઉપયોગ વિશેની માહિતી હોવી જોઈએ. દેશ વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ વિષે પણ સામાન્ય જાણકારી તો હોવી જ જોઈએ. નવી પ્રોડક્ટ્સ બજારમાં આવી હોય તો તે ખરીદીએ નહિ પણ તેની માહિતી મેળવી લેવી. જે માટે ટીવી માં દરરોજ સમાચાર ચોક્કસ જોવા. કોઈ એક અખબાર વાચવાની તે પાડવી. સમયાંતરે ગુગલ પર નવી વસ્તુઓ વિશેની જાણકારી પ્રાપ્ત કરવા સર્ફિંગ કરવું.

  સંપૂર્ણ વ્યક્તિવ વિકાસ માટે અન્ય એક બાબત કે કોઈપણ કાર્ય પૂરા સમર્પણ ભાવ થી કરવું. તેમાં સફળતા મેળવવા એકાગ્રતા રાખવી. ચાહે તે રસોઈ હોય કે કોઈ સેવાકીય કાર્ય હોય કે પછી નોકરી કે કોઈ પ્રોજેક્ટ પર કામ થતું હોય. જે માટે કાર્ય પૂરી ઈચ્છા થી, આશાવાદ સાથે જવાબદારી લઈને કરવું. તેના માટે પહેલા થી જ પુરતી માહિતી મેળવી લઇ શરૂઆત કરવી. તમારી કાર્યદક્ષતા થી અનોખો પ્રભાવ પાડી શકાય છે. કોલેજીયન હોવ તો અભ્યાસ સાથે રમતગમત અને ઈતર પ્રવૃતિઓ માં પણ ભાગ લેવો. હિંમત રાખી પોતાની કારકિર્દી નું આયોજન કરવું. પોતાના ધ્યેય ને નક્કી કરી તે પાર પાડવા કટિબદ્ધ બનવું.

  વ્યક્તિત્વ નો પ્રભાવ બાહ્ય દેખાવ સાથે આપણી વસ્તુઓ ની સજાવટ, સાચવણી અને સ્વચ્છતા દ્વારા પડી શકે છે. કોઈ પણ સ્ત્રીનું પર્સ કે પુરુષોનું વોલેટ તેની આવડત ને છત્તી કરે છે. પર્સ કે વોલેટ માં પરચુરણ નાના પાઉચ માં અને ૧૦૦૦-૫૦૦-૧૦૦-૫૦-૨૦-૧૦-૫ એમ વ્યવસ્થિત ગોઠવીને રાખવી. એ જ રીતે પર્સ માં તરતજ મળી જાય તે રીતે જરૂરી ચીજ રાખવી. દરેક એ લાયસન્સ, પાનકાર્ડ, આધારકાર્ડ ની ઝેરોક્ષ રાખવા. પોતાના ATM કાર્ડ અને જરૂરી અન્ય કાર્ડ્સ ને સાચવી ને દેખાય નહી એમ રાખવા. સ્ત્રીઓ પોતાના પર્સમાં નાનું સ્ટેપલર, બેટરી, કાંસકો, રૂમાલ, ફેસવોશ, નાની થેલી પણ રાખી શકે. આ બધી જ વસ્તુઓ અલગ અલગ ખાના માં રાખવી જેથી જરૂર પડે ત્યારે શોધવામાં બહુ સમય ન જાય. ઘરમાં પણ નકામી ચીજવસ્તુઓ નો સંગ્રહ કરી ઘરને ‘ગોડાઉન’ ન બનાવવું. જરૂરી ફર્નીચર સુઘડ અને સ્વચ્છ રાખવું. ઘરના સભ્યોની પ્રતિભા તેમજ બાળકોને મળેલી ટેવો એ અંતે તો પરિવારના વડીલોની જ પ્રતિભા દર્શાવે છે.

  ટુંકમાં, વ્યક્તિત્વ વિકાસ એ આંતરિક અને બાહ્ય બંને રીતે થયેલો હોય તો દરેક કાર્ય માં સફળતા મળવા સાથે આત્મ સંતોષ પણ મળતો રહેશે. દરેક ની ઈચ્છા ‘બડે બડે નામો મેં અપના ભી નામ ઓ નિશાન તો હો’ એવી હોય છે અને હોવી પણ જોઈએ જ. માનવ અવતાર મળ્યો છે તો તેને શોભવવા આપણે પૂરતા પ્રયત્નો કરવા જ રહ્યા.

  પારુલ દેસાઈ

  9429502180

  parujdesai@gmail.com