પ્રેમના સ્પંદન Bharati Gada દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમના સ્પંદન

“પ્રેમના સ્પંદન”

બચપણ માં સાથે ઘર ઘર રમતા આગમ અને આકૃતિ ક્યારે યુવાવસ્થા માં આવી ગયા ખબર ના પડી .બચપણ થી કિશોરાવસ્થા સુધીનો નાતો અકબંધ જાળવ્યો હતો . પાડોશી હોવાને લીધે બન્ને ના ઘર પરિવાર વચ્ચે સારી મિત્રતા હતી . સ્કૂલ માં તો સાથે હતાં પણ હવે કોલેજ પણ સાથે જવા લાગ્યા બન્ને ને એકબીજા વગર ગમતું નહીં .એકબીજા પ્રત્યે નો પ્રેમનો અણસાર હવે જોવા મળતો હતો . પ્રેમના લીલાછમ અંકુર પાંગર્યા હતાં .અનોખા મન હૃદયનાં સ્પંદનો ને સ્પર્શ સાથેનું સર્જન અનોખું અને મજેદાર હોયછે .

આગમ ઉચ્ચ પરિવાર નો એકનોએક દીકરો હતો .ગ્રેજ્યુએશન પૂરું થતાં એના ઘર માંથી એને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ મોકલવા માગતાં હતાં . આગમે ઘર માં આકૃતિ સાથેના પ્રેમ સંબંધની વાત કરી ન હતી . આકૃતિ શિડ્યુઅલ કાસ્ટ ની હતી . બચપણ માં ક્યારેય નાતજાત નો ભેદભાવ રાખ્યો ન હતો . પણ લગ્ન માટે ઘરના લોકો રાજી થશે કે નહીં એની આગમ ને ચિંતા હતી . આગમે આકૃતિ ને કહ્યું કે હું વિદેશ ભણી ને આવું પછી ઘરમાં આપણાં લગ્ન ની વાત કરીશું . બે વર્ષ આમ નીકળી જશે . તું ત્યાં સુધી મારી વાટ જો .પ્રેમ એ તડપન નો તહેવાર છે એમાં દૂરતા નાં રંગો ભરીને ઉજવવાનો છે . જેટલા આપણે દૂર રહીશું એટલો પ્રેમ વધવાનો છે ઘટવાનો નથી . ખૂબ રડતાં રડતાં ભારે હૈયે આકૃતિ એ રજા આપી . એનું દિલ હજી આ દૂરતાને સ્વીકારવા તૈયાર ન હતું . એણે કહ્યું કે ત્યાં જઈને આગમ તું મને ભૂલી તો નહીં જાય ને ?રોજ મને ફોન કરવાનો, મેસેજ મોકલવાના એક દિવસ પણ કોરો રહેવો નાં જોઇએ .” ઑ માય સ્વીટ હાર્ટ” નહીં ભૂલું ક્યારેય નહીં ભૂલું એમ કહેતા આગમે આકૃતિને હૈયા સરસી ચાંપી એની ભીતરનાં ઘૂઘવતાં પ્રેમનાં સાગરનાં દર્શન કરાવ્યા .

આગમ અમેરિકા ચાલ્યો ગયો . ત્યાથી રોજ દિવસના બે ફોન સવારસાંજ મેસેજ કરતો . આકૃતિ ફૂલની જેમ ખીલી ઉઠતી એના આત્મબળ માં વધારો થતો . બે વર્ષ આમ નીકળી જશે .પ્રભુ મારી મનોકામના પૂરી કરજે હું આગમ સિવાય કોઈને નહીં પરણું.

હવે આગમનો ફોન ક્યારેક જ આવતો મેસેજ એકાદ આવતો. આકૃતિ પૂછતી તો કહેતો કે મને બહુ વાંચવાનું છે ટાઈમ નથી મળતો . તું મને હેરાન નહીં કર થોડા દિવસ પછી ફોન સ્વિચ ઓફ આવવા લાગ્યો . હવે શું કરવું કઈ સુજતું ન હતું આકૃતિ હવે તડપતી . ખૂબ રડતી કોને કહે પોતાના મન ની વાત ઘરમાં કોઈને ખબર નહોતી . બે વર્ષ થઈ ગયા આગમ આવ્યો નહીં . એકવખત આગમ નાં ઘરમાંથી જાણવા મળ્યું કે ત્યાની જ કોઈ છોકરી સાથે લગ્ન કરી લીધા છે એ હવે ત્યાંજ રહેવાનો છે . આકૃતિ હવે તૂટી ચૂકી હતી એને સમજાતું નહોતું કે શું કરે ? પ્રેમની નિષ્ફળતા એ એને પથ્થર બનાવી દીધી હતી .એ ઉદાસ રહેવા લાગી કોઈ કામમાં એનું ચિત્ત નહોતું ત્યારે એની મા એ પુછ્યું શું થયું છે ત્યારે એણે પોતાના ઘરમાં આગમ વિષે વાત કરી. માતપિતાએ એને જિંદગીમાં આગળ વધવાનું કહ્યું જિંદગીની કોઈપણ પરિસ્થિતીમાં આત્મબળ ને પૂર્ણ વિરામ નહીં આપવાનું પડકારો ઝીલવાની ખુમારી હોવી જોઈએ . સત્ય નો સ્વીકાર કર સામે આવતી બીજી તક ને અપનાવ . આકૃતિ એ પોતાની જાત સંભાળી લીધી હતી . લગ્ન પરનો એનો વિશ્વાસ ઉઠી ગયો હતો . એણે ભરત નાટ્યમ ની તાલીમ લીધી હતી એટલે એણે પોતાના નૃત્ય ક્લાસ શરૂ કર્યા . એની નૃત્યકલા તરફ ની લાગણી અને શીખવવાની ધગશ ને લીધે એની ખ્યાતિ ચારેકોર વધતી ગઈ . ઘણીવાર એણે આગમની યાદ આવતી પ્રથમ પ્રેમ ક્યારેય ભૂલાતો નથી . હૃદય નાં ખૂણા માં અકબંધ પડ્યો હોય છે . પણ હવે એણે તનમન થી પોતાની જાતને પૂર્ણપણે નૃત્ય નાં સાગરમાં ડૂબાવી દીધી હતી .

આજે સવારે આકૃતિ છાપામાં પોતાને મળેલો શ્રેષ્ઠ નૃત્યાંગના નો એવોર્ડ મળ્યો હતો એનો ફોટો જોઈ રહી હતી . પછી છાપા નાં પાનાં ફેરવી રહી હતી .ત્યાં એની નજર એક જાહેરાત પર પડી . જોયું તો આગમ નો ફોટો અને નીચે લખ્યું હતું કિડની ની જરૂર છે જેની મેચ થતી હોય તેમણે આ હોસ્પિટલ માં સંપર્ક કરવો . આકૃતિ એ ફરી ફરીવાર વાંચ્યું . એનું મન ચકરાવે ચડ્યું એ ભૂતકાળ માં સરી પડી .બચપણ માં જયારે ઘર ઘર રમતાં ત્યારે આગમ કહેતો “હું તને રાણી ની જેમ રાખીશ આપણે બન્ને રાજા રાણી એ રાજા રાણીનાં પ્રેમનો મહેલ કકડભૂસ થઈ તૂટી ગયો .જેણે જીવવા મરવાના કોલ દીધા એનેજ દગો દીધો . એણે મન ને વાળવાની ઘણી કોશિશ કરી પણ વાળી ન શકી . બચપણથી એણે વરી ચૂકી હતી . એ એના પ્રેમ ભૂલી શકી નહોતી . એનો પ્રેમ અપેક્ષા વગર નો નિસ્વાર્થ હતો. એનું મન પીગળી ગયું એ દોડતી હોસ્પિટલે પહોંચી . ત્યાં ડોક્ટર સાથે વાત કરી પોતાની કિડની આપવાની ઇચ્છા વ્યક્ત કરી . આકૃતિ ની કિડનીને મેચ કરી જોઈ અને એ મેચ થઈ ગઈ .બહુજ સારી રીતે કિડનીનું પ્રત્યારોપણ થયું . આકૃતિએ ડોક્ટર ને પોતાનું નામ કોઈને પણ કહેવાની નાં પડી હતી . એને બીજા વોર્ડ માં રાખવામાં આવી હતી ત્યાથી તે પોતાના ઘરે જતી રહી. હવે આગમની તબિયત સારી થઈ ગઈ હતી . એણે ડોક્ટર પાસેથી જાણવાની ઘણી કોશિશ કરી કે મને કિડની આપીને મારો જાન બચાવનાર કોણ છે ? આગમના માતપિતા પણ આ વાત જાણવા માગતાં હતાં પણ ડોક્ટરે કીધું કે જેણે તમને કિડની આપી છે એણે મને ચોખ્ખી નાં પાડી પોતાનું નામ આપવાની .

જે નર્સ આગમની દેખભાળ કરતી હતી એણે હોસ્પિટલના ટેબલ પર નાં મેગેઝીન માં આકૃતિની ભરતનાટ્યમ ની તસવીર છાપેલી હતી એ જોઈ ત્યારે એણે આગમ ને કીધું આજ ડાન્સરએ તમને કિડની નું દાન આપ્યું હતું . આગમે જ્યારે તસવીર જોઈતો કહ્યું કે આતો આકૃતિ છે . જેની સાથે મે આટલો મોટો અન્યાય કર્યો પ્રેમમાં તરછોડી દીધી એણે જ મને જીવત દાન આપ્યું . હું ક્યાં ભવે એનું ઋણ ફેડીશ . પસ્તાવાથી એની હૃદય રડી રહ્યું હતું . જે સૂઝી સાથે લગ્ન કર્યા એ એને આવી અવસ્થા માં છોડી જતી રહી . એને આજે પ્રેમ નો ખરો અર્થ સમજાયો .સુઝી સાથે બાંધેલા કૃત્રિમ અને તકલાદી સંબંધો પરાણે ટકાવી રાખીને ફાયદો થતો નથી અંતે એ તૂટવાના જ હોય છે . જ્યારે આકૃતિનો સંબંધ નિસ્વાર્થ ને સોના જેવો શુધ્ધ હતો . લાગણી અને હૃદયની ઊર્મિઓથી બાંધેલો સંબંધ સદાયે ફૂલો ની જેમ સુગંધ ફેલાવતો હોયછે .

આગમે પોતાના માતપિતાને ને આ વાત જ્યારે કરી ત્યારે તેઓ ગદગદિત થયા તેમના આંખેથી અનરાધાર આંસુઓ વહેવા લાગ્યા . આકૃતિ નાં ઘરે જઈ એની માફી માંગી . આગમ પણ હવે ઘરે આવી ગયો હતો . એને પણ પહેલા જઈ માથું ઝુકાવી પોતાની ભૂલની આકૃતિપાસે માફી માગી . અને પોતાના જીવન માં પાછી આવવા વિનંતી કરી .

આગમે કહ્યું “ન અંગત કશું આજ મારું તમારું , અમે લાગણીની ઈબાદત કરી છે . તમે પ્રેમની ઈંટ થી બાંધજો ઘર, અમે લાગણી ની ઇમારત કરી છે . ત્યારે આકૃતિ એ કહ્યું કે હું તો જલની ધારા છુ તું વાદળ ભલે બેઘર ,આવારા હોય ભલે મારો સહારો નાં બને છતાં હું હંમેશા તારી સાથે રહીશ .આપણો પ્રેમ જન્મો જનમ નાં સથવારા નું અતૂટ બંધન છે નાં તૂટે નાં છૂટે .