વ્યક્તિત્વ વિકાસ - ૧ Paru Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

વ્યક્તિત્વ વિકાસ - ૧

વ્યક્તિત્વ વિકાસ 1

વ્યક્તિત્વનો વિકાસ – પર્સનાલીટી ડેવલપમેન્ટ. મતલબ કે પ્રતિભાનો વિકાસ. વ્યક્તિ માત્રને પોતાની ઓળખ જોઈએ છે. તેના દ્વારા સમાજમાં પ્રિય બનવાનું સપનું પણ હોય છે, જે માટે જાત જાતના પ્રયત્નો થતા રહે છે. હકીકતમાં જોઈએ તો દરેક ને પોતાનું આગવું વ્યક્તિત્વ હોય જ છે જરૂર હોય છે માત્ર તેને ઉજાગર કરવાની. તે માટે સજાગ બની રહેવું જોઈએ. સંપૂર્ણ વ્યક્તિત્વ વિકાસ કરવા અમુક બાબતો જેવી કે બાહ્ય દેખાવ, વાતચીતની કળા, આર્થિક સમતોલન, કુટુંબી અને મિત્રો સાથે ના સંબંધો, સહ કર્મચારી કે સહાધ્યાયી સાથે નું વર્તન નો સમાવેશ થાય છે.

બાહ્ય દેખાવ : Out look. First impression is the last impression. વ્યક્તિ ગમે તેટલી કાર્યક્ષમ અબે સદગુણી હોય પરંતુ જો દેખાવ લઘરવઘર હશે તો તે પોતાની છાપ ઉપસાવી શકતી નથી કારણ બાહ્ય દેખાવ જ સૌ પ્રથમ નજરે પડે છે. રવીન્દ્રનાથ ટાગોર કહેતા કે આપણો દેખાવ એ સામેની વ્યક્તિનો અરીસો છે કારણકે સામાપક્ષે જ આપણને જોવાના છે. એનો મતલબ એ નથી કે સતત સુંદર દેખાવાની કોશિશ માં આપણી કાર્યક્ષમતા ખોઈ દેવી કે માત્ર દેખાવના પ્રભાવ દ્વારા ‘કામ’ કઢાવી લેવું. પરંતુ સુઘડ વસ્ત્ર પરિધાન તથા સ્વચ્છ દેખાવ દ્વારા પ્રથમ મુલાકાતે જ કોઈ પણ સ્ત્રી કે પુરુષ પોતાની ચોક્કસ ઓળખ ઊભી કરવામાં સફળ થઇ શકે છે.

દરેક સ્ત્રીએ સામાન્ય સૌદર્ય પ્રસાધનની ઓળખ અને ચહેરાને અનુરૂપ તેનો ઉપયોગ કરી જાતે જ ત્વચાની સંભાળ રાખવી જોઈએ. નોકરી –વ્યવસાય ના સ્થળે સાદી ડીઝાઇનના સાડી કે સલવાર કમીઝ- શર્ટ- ટ્રાઉઝર પહેરી શકાય. સાથે હળવી જવેલરી પહેરવી. જયારે લગ્ન-પ્રસંગો કે તહેવારમાં પરંપરાગત વસ્ત્રો જ શોભે. તેની સાથે મેચિંગ આભુષણ પણ પહેરવા. ગૃહિણી પણ ઘરકામ પૂરું કરી વ્યવસ્થિત વસ્ત્રો પહેરે તો તેણી મહારાણી લાગશે અન્યથા નોકરણી બની રહેશે. જેમાં પણ આરામ અનુભવાય અને પોતાના શારીરિક બાંધાને શોભે તેવા વસ્ત્રો ને ‘ફેશન’ બનાવી દઈ વસ્ત્રો ની પસંદગી કરવી. સાદગી થી સૌંદર્ય નિખરે છે તે વાત યાદ રાખવી.

પુરુષો એ પણ પોતાના બાહ્ય દેખાવ માટે સજાગ રહેવું જોઈએ. પેન્ટ-શર્ટ ઓફીસ અને પાર્ટી કે પ્રસંગો અનુસાર રંગ અને સ્ટાઇલ ના પસંદ કરવા. વળી તેની સાથે પગ માં ચપ્પલ ન પહેરવા પણ બૂટ-મોજા જ પહેરવા. મોજા ઢીલા કે ફાટેલા ન હોવા જોઈએ. ઝભ્ભા ચૂડીદાર સાથે ફેન્સી ચપ્પલ, ફ્લોટર્સ કે કોલ્હાપુરી ચપ્પલ પહેરવા. વાળ- દાઢી-મૂછ નું સેટિંગ સારું હોવું જોઈએ. અમુક પ્રસંગો કે મીટીંગ માં તો ક્લીન શેવ્ડ લુક જ સારો લાગે છે. કોલેજીયન લાંબા વાળ રાખી શકે પણ જો કોઈ એક્સીક્યુટીવ કક્ષાની વ્યક્તિ એમ કરે તો તેનો પ્રભાવ સારો પડશે નહિ. ચશ્માં પહેરતી કોઈ પણ વ્યક્તિ એ ફેશનને અનુસરવા કરતા પોતાના ચહેરા ને અનુરૂપ હોય તે મુજબ જ ફ્રેમ પસંદ કરવી.

વ્યક્તિની ચાલવાની રીત પણ ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. તેથી જ હંમેશા ટટ્ટાર – સામે જોઇને જ ચાલવું. નીચું જોઇને કે આડું અવળું જોઇને કે પછી આગળની બાજુએ ઝૂકીને ન ચાલવું. વળી, ખુબ ઝડપથી કે અતિ ધીમે ન ચાલતા મધ્યમ ગતિએ પુરા પગ ઉપાડીને ચાલવાની ટેવ પાડવી. કારણકે આ ચાલવાની રીત જ તમારો આત્મવિશ્વાસ દર્શાવે છે. સ્ત્રી એ સાડી પહેરી ચાલતી વખતે નજાકતથી અને પગ થોડા ભેગા રાખી ચાલવું. કોઈપણ વ્યક્તિ જો થોડો સમય પણ પોતાના સ્વાસ્થ્યની દેખરેખ માટે ફાળવે તો તે હંમેશ ચુસ્ત-તંદુરસ્ત રહી શકે. દરરોજ ચાલવાની કે દાદરા ચડવા –ઉતરવાની કસરતો કરવી. ઓફીસ નજીક હોય તો ચાલીને જઈ શકાય. લીફ્ટને બદલે સીડી નો ઉપયોગ કરવો. પ્રાણાયામ અને ડોક-કાંડા, હાથ પગ, આંખ ની સામાન્ય કસરતો ને દિનચર્યાનો ભાગ જ બનાવી કોઈ પણ સ્થળે કરવી. દિવસમાં ૧૦-૧૨ ગ્લાસ પાણી અને એક ગ્લાસ પાણીમાં તાજું લીંબુ નીચોવી એ પીવું. સમતોલ અને તાજો પુરતો આહાર લેવો. થોડો સમય હળવું સંગીત સાંભળવું, રોજ એકાદ મોટીવેશનલ લેખ કે ૩-૪ પાના વાંચવા. આ ઉપરાંત એકાદ કોમેડી સીરીયલ જોવી જેથી માનસિક શારીરિક થાક દુર થશે. સારા વિચારો દ્વારા કાર્યશક્તિનો વિકાસ થશે.

આમ બાહ્ય દેખાવ સારો બનશે જે પ્રથમ મુલાકાત માં જ વ્યક્તિત્વ ની આગવી ઓળખ ઊભી કરવામાં મદદરૂપ બનશે.

વ્યક્તિત્વનો વિકાસ કરવા આત્મવિશ્વાસ કેળવવાની જરૂર રહેછે. સામાન્ય રીતે અંતર્મુખી વ્યક્તિત્વ ધરાવતા લોકો એકાંતપ્રિય હોય છે, શાંત અને ઓછુ બોલનારા હોય છે. જયારે બહિર્મુખ વ્યક્તિત્વવાળા સમાજ સાથે વાતોડિયા હોય છે. ગમે તેવું વ્યક્તિત્વ હોય, સંપૂર્ણ વ્યક્તિત્વ વિકાસ માટે પ્રથમ મુલાકાતે દેખાવ દ્વારા આગવી ઓળખ ઊભી કરનારા માટે અન્ય મહત્વની બાબત વાતચીતની કળા છે. તેથી ખુબ જ ઓછુ બોલી મીંઢા ની છાપ ન પડે તેમજ વધુ પડતું બોલીને બકબકીયો કાગડો ન બની જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વળી સતત આત્મશ્લાધા કરતા રહી અહમ દર્શાવનારા ન બની જવાય તેનું ધ્યાન રાખવું.

ક્યા સ્થળે, પ્રસંગે અને કોની હાજરીમાં કેટલું, શું અને કઈ રીતે બોલવું તે જાણી લઇ આ કળા માં પારંગત બની શકાય. વાત કરતી વખતે ટટાર ઉભા રહી ને હાથ વાળેલા રાખવા. નખ કરડતા કે હાથ મસળતા ક્યારેય ન રાખો. દાતો થી હોઠ ન કરડવા. બેસીને વાત કરતી વખતે પણ ટટાર બેસવું. કોઈ પણ સાથે વાત કરતા સમયે ભાષા પર પ્રભુત્વ હોવું જરૂરી છે. ખુબ જ ઝડપથી કે ખુબ ધીરેથી વાત કરનાર કંટાળા જનક બને છે. વળી, ખુબ મોટા અવાજે ના બોલતા ધીમે તથા નમ્રતા થી વાત કરવી. વાત કરનાર વ્યક્તિ ની ઉમર, હોદ્દો અને સ્વભાવ પ્રમાણે વાત કરવાની આવડત કેળવવી જરુરી છે. સામેની વ્યક્તિની વાત માં રસ લઇ તેની વાત સાંભળી, સમજી પછી યોગ્ય જવાબ આપો. વચ્ચે ના બોલવું. ઉત્સાહ થી વાત કરતા હા અથવા જી નો ઉપયોગ કરતા રહેવું સાથે જ વાતચીત દરમ્યાન જરૂર મુજબ કાર્યની કે વસ્ત્ર પરિધાન વિગેરેના વખાણ કરવાની આદત કેળવવી પરંતુ ખુશામત કરવાનું ટાળવું. પીકનીક પાર્ટી જેવા સ્થળ-સમય અનુસાર થોડી રમુજી વાતો સાથે વાતાવરણ હળવું બનાવાથી અન્ય ને તમારી હાજરી ગમશે.

આ ઉપરાંત ફોન પર વાતચીત કરવામાં ધ્યાન રાખો. તમે ફોન કરો ત્યારે સામે છેડે બોલનાર વ્યક્તિ એ જ છે કે નહીં તેની જાણકારી મેળવી તમારું નામ કહો કારણકે જો રોંગ નંબર લગાવાય ગયો હોય તો જરૂરી વાત અન્ય ને ન કહેવાય જાય તે માટે આ બાબત ખુબ જ જરૂરી છે. ફોન-મોબાઈલ પર અવાજ ન ઓળખી શકાય તો નમ્રતા થી નામ પૂછો તથા ટીવી અથવા ટેપ રેકોર્ડરથી દુર જતા રહો. ફોન એ ઝડપથી સંદેશા ની આપ-લે કરવા માટે છે તેથી વાતચીત મુદ્દાસર અને ટુકી કરો.

વિજાતીય વ્યક્તિને પ્રથમવાર મળો ત્યારે ઉમરને ધ્યાનમાં લઇ ‘નમસ્તે’, હોય કે હલ્લો થી શરુઆત કરો. હંમેશા ઔપચારિક વાતથી શરુ કરી ‘તમે’ સંબોધન જ કરો. તેમાં વધુ પડતી આત્મીયતા ન હોવી જોઈએ. વર્તન વલણમાં મર્યાદા રાખો. આછકલાઈ થી વાત ન કરવી. મનમાં ડર કે શરમ ન રાખવા તેનાથી ક્યારેક અર્થ નો અનર્થ સર્જાય છે. મુદાસરની વાત શાંતિથી સ્પષ્ટ રીતે કરવી. સ્ત્રી અને પુરુષ મિત્રને માનથી જ બોલાવવો. ગમે તેટલો નજીકનો સંબંધ હોય પણ અમુક મર્યાદા ન ઓળંગવી. જો મિત્રતા પરિણીત સખીના પતિ સાથે હોય તો હંમેશા સખી ની હાજરીમાં જ મળો, તેની ઓફીસ કે રેસ્ટોરન્ટ કે અન્ય સ્થળો એ મળવાનું ટાળો.ઔપચારિક સંબંધો જ રાખો. તમારું મન સાફ હશે પણ ક્યારેક સામે પક્ષે ગેરસમજણ ઊભી થઇ શકે અને સંબંધોમાં અણબનાવ થઈ શકે. તમારી સખી સાથે ગાઢમિત્રતા હોય તેવા સંજોગોમાં પણ પતિની કે સસરા પક્ષની બુરાઈ કરતા અટકવું કારણકે તમારી પ્રતિભા ઝંખવાશે, પુરુષે પણ સ્ત્રી મિત્ર સાથે નમ્રતા થી વર્તવું. અન્યની માન આપવું. પત્ની ની સખી સાથે વાતચીત કરતી વખતે અમુક મર્યાદા રાખવી. એ જ રીતે મિત્રની પત્ની સાથે પણ સન્માન પૂર્વક વાત કરવી.

મિત્ર મંડળ ની હાજરીમાં પતિની કે પત્ની ની ખામીઓ-ખરાબીઓ ન દર્શાવવી. તેનાથી તમારા અંગત સંબધો વણસી શકેછે. સાથે જ અન્ય ને માટે તમાશો બનશે. કુટુંબીજનો સાથે નમ્રતા થી વાત કરવી. બાળકોની હાજરી માં ખોટી દલીલો થતા રોકવી.

લગ્ન લાયક યુવતી જયારે અજાણી વ્યક્તિને લગ્નની વાતચીત કરવા મળે ત્યારે નમ્રતાથી ઓછા સમયમાં તેના વિષે માહિતી મેળવવા પ્રયત્ન કરવા. તે વખતે શોખ,ટેવ કે અમુક ખાસિયતો જણાવવા કહી શકાય પરંતુ આર્થીક સ્થિતિ કે આવક ક્યારેય ના પૂછો. આ જ રીતે યુવક પણ પોતાની પસંદગી દર્શાવી અમુક શોખ, ટેવ વિષે જાણી શકેછે, આ રીતે વ્યક્તિના સ્વભાવ રૂચીનો થોડો ખ્યાલ આવી શકે અને નિર્ણય લેવામાં સરળતા રહે.

આમ, વાતચીતની કળા દ્વારા પ્રતિભામાં નિખાર લાવી શકાય છે.

વ્યક્તિત્વ વિકાસ ના બાકીની બાબતો આવતા અંકે જાણશું.

પારુલ દેસાઈ

૯૪૨૯૫૦૨૧૮૦

parujdesai@gmail.com