સરસ્વતીચંદ્ર - 1 - પ્રકરણ - 9 Govardhanram Madhavram Tripathi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

સરસ્વતીચંદ્ર - 1 - પ્રકરણ - 9

સરસ્વતીચંદ્ર

ભાગ : ૧ : બુદ્ધિધનનો કારભાર

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ ૯

ઉન્મત્તપણાનું પરિણામ

લીલાપુરથી પાછા આવ્યા પછી રાણાની ઉદારતાને લીધે બુદ્ધિધન સારું અને વિશાળ ઘર બંધાવ્યું હતું. દરવાજા અંદર મોટી ખડકી હતી એ ખડકી પાછળ મોટો ચોક હતો. ચોકની બે પાસ મોટા ખંડ હતા તેમાં ખંડના ભાગ કરી રસોડું, પાણિયારું જમવાનો ખંડ વગેરે કરાવ્યું હતું. બીજી

પાસના ખંડમાં જુવાન સ્ત્રીવર્ગની કચેરી ભરાતી. ચોક પાછળ પરસાળ, ઓરડો, ગજાર વગેરે હતું. પરસાળમાં સૌભાગ્યદેવી બેઠસ રાખતી. ચોક અને ખડકી વચ્ચે પાટિયાં ભરી દીધાં હતાં. ખડકીમાં અંગ્રેજોની ‘વેઇટિંગ રૂમ’ જેવી ગોઠવણ હતી અને બહારના ઓટલા ઉપર અમાન્યતા સિપાઇઓ તથા ચાકરો બેસતા અને રાત્રે ખડકીમાં સૂૂતા. સ્ત્રીવર્ગના ખંડમાંથી જોડેથી ગલીમાં બારી પડતી. એ ખંડ ઉપરની મેડીમાં પ્રમાદધનનું શયનગૃહ હતું.

ખડકીની મેળી વિશાળ હતી. તેમાં બુદ્ધિધને પોતાનું દીવાનખાનું રાખ્યું હતું. પ્રમાદધનના શયનગૃહ ભણીથી દીવાનખાનાનો થોડો ભાગ નિરાળો રાખ્યો હતો અને તેમાં મિત્રમંડળ સાથે એ બેસતો. બીજી પાસના ખંડ ઉપર બુદ્ધિધનનું શયનગૃહ હતું. તેમાંથી પણ દીવાનખાનાામાં બારી પડતી હતી.

ચારે પાસેની મેડીઓ ઉપર બીજો માળ હતો અને ચોક ઉપર રવેશોાળી ફરતી અગાશી હતી. તેમાં ચારેપાસની બધી મેડીઓમાંથી જુદી જુદી બારીઓ પડતી હતી. નવીનચંદ્રને પ્રમાદધનવાળા દીવાનખાનામાં સૂવાનું રાખ્યું હતું. એની પથારી કરાવી પ્રમાદધન અમાત્યના દીવાનખાનામાં બારણું અટકાવી ગયો. નવીનચંદ્ર દીવો હોલવી સૂવાની તૈયારી કરે છે એટલામાં બે પાસેથી સ્વર સંબળાયા. એક પાસ દીવાનખાનામાં અમાત્ય, નરભેરામ

અને પ્રમાદધન વાતો કરતા હતા. બીજી પાસ પ્રમાદધનનું શયનગૃહ હતું અને પ્રમાદધન પિતા પાસે બેઠો હતો એટલી વાર નણંદ ભોજાઇ પાસે બેઠી બેઠી ગપાટા મારતી હતી. મુંબઇથી મંગાવેલાં પુસ્તકો એકબે દિવસ થયાં આવ્યાં હતાં અને તે વાંચ્યાથી એકલપેટો આનંદ ભોગવતાં સંતોષ ન વળતાં નણંદ પાસે ભાભી વાંચી બતાવતી હતી અને અંગ્રેજી તથા સંસ્કૃત પુસ્તકોના રમણીય ભાગોનું ભાષાંતર કરતી હતી તે અલકકિશોરી એકાગ્ર ચિત્તે સાંભળતી લીન-અને દીન બનતી હતી.

‘અલકાબહેન ! સાંભળો. આ એક રસિક વાત છે. એક બાયડીને

મૂકીને એનો ધણી જતો રહ્યો તે ઉપરથી એ બિચારી એકાંતમાં મનમાં ને

મનમાં રુએ છે ને કહે છે તે બોલ રોજ યાદ આવે એવા છે. સાંભળો :

‘બધાંને તો દુઃખ ખમતાં ખમતાં નિરાંતની ઘડી આખરે મળે છે.

કારણ કોઇક વખત પણ ખોળ્યું હાથ આવે છે અને ખરેખરાં તોફાન મચી રહે છે તે પણ કાંઇ જન્મારો રહેતાં નથી. ગમે તેવું પાપ કર્યું હોય તેવાંને પણ ઇશ્વર ગઇ ગુજરી વિસરાવે છે-’

‘એનો અર્થ શો ?’

‘એટલે એમ કે આપણે ગમે તેવું પાપ કર્યું હોય ને તેથી જીવ તો બળ્યાં કરે પણ એયે રોજ નથી રહેતું. આખરે ભૂલી જવાય અને ભૂલ ગયાં તે તો ઇશ્વરે જ પશ્ચાત્તાપ બંધ કર્યા જેવું કની ?’

‘હાસ્તો.’

‘ત્યારે કહે છે કે પાપી માણસોનેયે આવું થાય છે તો આ મારે જે દુઃખ ભોગવવું પડે છે તેનો છેડો ઇશ્વર ક્યારે આણશે ? હું તો નિર્દોષ છું.

તો મારી ભિક્ષા કદીયે કાઢી નાંખશે કે નહીં ? મારે તો કાંઇ વધારે નથી જોઇતું. માત્ર એટલું માગું છું કે અનિષ્ટમાં અનિષ્ટ મારું થવાનું હોય તે મને

માલૂમ પડે - કે, બહેન, પછી આટલેથી તો હદ. પછી તો કાળજું ફાટી જાય એટલું જ બાકી રહે તે ઇશ્વર આપે.’

‘એ શું કહ્યું ?’

‘એટલે એવું કહે છે કે મારો ને એનો એટલે મારા વરનો મેળાપ ન થવાનો હોય તો તે પણ શું કશુંયે મને માલૂમ પડે એટલે બસ. આ ફરી

મળવાની આશા રહે છે તે છોડાતી નથી ને આશા પ્રમામે થવાનું નતી એટલે મન ચણચણ્યાં કરે છે તેને ઠેકાણે એક વખત સાથે લાગી જ આશા જતી રહે તો નિરાંત કે કાળજું ફાટી જાય એટલે થયું !’૧ કુમુદસુંદરીને કાંઇક વિચાર થયા ને મનમાં નિઃશ્વાસ મૂક્યો. અલકકિશોરી બોલી :

‘ઠીક, આવું આવું સમજીએ છીએ તે કેવું લાગે છે ? પણ તમે કાલે ગાતાં’તાં તે આનાથી સારું હતું. અર્થ તો હું સમજું છું. તમે કહ્યો’તો પણ જરા ગાઓ.’ ભાભીએ ગાવા માંડ્યું :

રુરુદિયા વદનામ્બુરુહશ્રિયઃ સુતનું સત્યમલંકરણાય તે । તદપિ સંપ્રતિ સંનિહેત મધાવદિગમં દ્યિગમં ગલમશ્રુણ ।।

‘કહેવતા જ જો હતે કહ્યું, ભલે સાંભળે ખસી ઊભી પાસે : કહ્યું તોય કાનમાં આવી લલિત તુજ મુખસ્પર્શની આશે; થયું સુણવું અશક્ય જ એવું - પ્રિય એ કાજ આંખ શીદ તલ્પે ?

મુજ મુખ એ કહાવે આમ, વળી આતુર, જોડી પદ, જલ્પે.’૧

આ છેલ્લું તો કાલે મેં ન્હોય મેઘદૂતની વાત કરી હતી તેમાંથી મેં

આજ ભાષાંતર કરી કાઢ્યું. એમ કહી તેનો અર્થ સમજાવ્યો.

‘ઓત્‌ તમારું ભલું થાય. તમે તો રંગીલા દેખાયો છો.’ એમ કહી અલકકિશોરી કુમુદસુંદરીને બાઝી પડી અને તેને જોરથી દાબી.

ભાભીના મોં સામું જોઇ - ગાલ ભણી ઓઠ ધરી - બોલી : ‘કરું અટકચાળું - તમે ગાયું એવું જ ? જો તમે ભાયડો હોત કની તો નક્કી તમને જ પરણત ને એક દિવસે પિયર રહેત નહીં.’

‘ભાભી ! આવું આવું વાંચો ને સમજો તે પછી રંગીલાં કેમ ન હો

? અમારા જેવું મોંએ બોલો તો નહીં, પણ સમજો વધારે. બા, શાણી બગલી જેવાં છો. વારું, તમે ગાજો ને અમે સાંભળીશું.’

નવીનચંદ્રને પ્રમાદધનના દીવાનખાનામાં સૂવાનું રાખ્યું હતું અને દીવો ઘેર કરી સૂતો. પણ એક પાસના દીવાનખાનામાં બુદ્ધિધન અને નરભેરામની વાતો ઉઘાડા અંતઃકરણથી ચાલતી હતી, અન બીજી પાસની

મેડીમાં નણંદભોજાઇ ધીમે ધીમે પણ તેમની જોડેેથી મેડીમાં સંભળાય એમ

વાતો કરતાં હતાં; અને બેમાંથી એક પાસનાં તેમની જોડેની મેડીમં સંભળાય

એમ વાતો કરતાં હતાં; અને બેમાંથી એકે પાસનાં એટલું ધીમે બોલવું એવું કોઇને સૂઝ્‌યું ન હતું. બારણામાંથી કાંઇ નજરે પડે એમ ન હતું પણ કાનનો પરિચિત હતા. બે પાસના આકર્ષણથી તેના કાન ઘડી ઘડી ચમકતા હતા.

પથારીમાંથી ઊઠી ઘડીકમાં આ બારી આગળ જાય અને ઘડીકમાં આ બારી આગળજાય અને બારણાં સરસા કાન માંડે. સાંભળેલી વાતો કોઇને કહી દેવાનો અથવા તેનો ખોટો ઉપયોગ કરવાનો હેતું ન હતો પરંતુ માત્ર કુતૂહલને લીધે આ છાની વાતો સાંભળવી એ ક્રિયા એને નિર્દોષ લાગી.

નણંદભોજાઇની વાતો સાંભળી તે ખુશ થતો હતો અને વિનોદ

પામતો હતો. અમાત્યની વાતો સાંભળી તે અદ્‌ભૂત આશ્ચર્યમાં પડતો અને

ચમકતો હતો. કુમુદસુંદરીની કવિતાથી - રાગથી - અને તેના બોલબોલમાં સ્ફુરી આવતી મનોવૃત્તિથી - અને બીજા પણ કાંઇક અકથ્ય હેતુથી નવીનચંદ્રનું અંતઃકરણ દ્રવતું હતું અને જો દીવો તથા દીવો વડે એની મુખાકૃતિની કલ્પના કરનાર હોત તો તેને તર્ક કરવાનો હેતુ મળે એવું એનું મુખ થતું હતું. પરંતુ એ સ્થિતિ થોડી જ વાર ટકતી અને કારભારની ખટપટ જાણવાની વૃત્તિ તેને બીજી પાસ દોરતી હતી.

સુખી અને નિશ્ચિત દેખાતા બુદ્ધિધનને આટલી ચિંતાના ઊંડાં પાણીમાં ગળા સુધી ડૂબેલો જોઇ તેને નવાઇ લાગી તેના કરતાં વાંચેલું વધારે સાંભળી આવ્યું. નરભેરામના કહેલા સમાચાર અને બાપદીકરાની વાતો સાંભળતાં જ - તેણે શબ્દપ્રમાણથી જ જાણ્યું હતું કે રાજાઓના મુગટ ચિંતાની ગાદીથી ભરેલા હોય છે, કારભારીનાં દુઃખ કારભારી જ જાણે, સોનામાં કલિયુગ છે, ઇત્યાદિ એને પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ થયું. બુદ્ધિધનને અમાત્યપદવીમાં સંતોષ ન મળતાં કારભાર શોધવો પડે છે, લોભ વિના તેનું બીજું કારણ નથી દેખાતું, કારભારને સારુ આટલા શત્રુ, આટલી યુક્તિઓ અને આટલી

ચિંતા કરવી પડે છે, આવાં માણસોમાં ભળવું પડે છે એવા એવા વિચારમાં નવીનચંદ્ર ડૂબી ગયો અને,

અતિલોભાભિભૂતસ્ય ચક્ર ભ્રમતિ મસ્તકે ।

એનું હાર્દ બુદ્ધિધન એકલો પડ્યા પછી બોલતો હતો તે ઉપરથી

પ્રત્યક્ષ સમજાવું. રાજબાની વાત સમજાઇ નહીં. સૌભાગ્યદેવીનું બોલવું સાંભળી નવાઇ લાગી, વિષયવાસના આટલી વય સુધી જતી નથી અને આવી અવસ્થામાં પણ કહે છે એવો વિચાર સૂઝ્‌યો, અને મોટાઇ અને વ્યવહારની જંજાળમાં પલોટાતો પુરુષ ઘરસંસારનાં સુખ ભોગવી શકતો નથી તથા પૈસાનો પરણતો પુરુષ ઘરની સ્ત્રીનો ત્યાગ કરે છે એવા એવા તર્ક મનમાં ઊભરાવા લાગ્યા.

‘અરરર ! આ કારભાર ! આ ખૂન શાં ? આ ખટપટ ! આ સૌ શાને માટે ? આ ભાર માણસનું મગજ કેમ ખમતું હશે ? આ તો બહાર વ્હાઇટવોશ અને અંદર કચરો ! ઇશ્વર સર્વ રચનાઓ એવી જ કરે છે.

સુંદર શરીરમાં માંસ જવું જ ભરે છે. ઉદયકાળની સૃષ્ટિ અંધારી રાત્રિમં ડૂબી પૃથ્વીમાંથી જ સ્ફુરે છે. મોટાઇનો પાછલો ઇતિહાસ જ ન પૂછ્યો -

કંઇ કંઇ ભોપાળાં નીકળે. ભણેલાઓને અસંતોષ રહે છે એ આટલી આટલી

મહેનત કરતાં કાંઇ પ્રમાણમાં દ્રવ્ય મળતું નથી અને કારભારીઓ અને બીજાઓ અમસ્તા દ્રવ્યમાં લોટે છે. પણ એ વિચાર ખોટો છે. આ ચિંતા, આ ખટપટ, આવા નીચ રસ્તા, આવાં અઘોર કર્મ અને આ ‘વ્હાઇટવોશ’

એ બધાની છે તો મળો ! કારભારીઓ, તમારું સુખ તમને જ હજો !

‘પણ વિદ્ધાન કારભારીઓને આવું નહીં હોય.’

‘અરે જવા દેને ! જાત એક - ભાત જુદી, તેને તેના જેવું.

સુધારેલા કારભારીનાં સુધરેલાં દુઃખ !’

‘અને આ સૌભાગ્યદેવી જેવી ફરિયાદ તો બધી કારભારણોની.

મજૂર બિચારા કારભારીઓ - અને મુંબઇના શેઠિયાઓ - એ પણ એવા ને એવા જ !

‘કારભારીઓ ! તમે રાજ્ય ચલાવો તો તેમાં શાં શાં પરાક્રમો કરો છો મૂખર્વગને નચાવવાની કળા વાપરો છો અને લુચ્ચાઓમાં લુચ્ચા થઇ

ફાવતાં શીખો છો. તમે બુદ્ધિવાળા અથવા સારા અંતઃકરણવાળા નથી જ એવું કહેનારાઓ બેવફૂક છે. પણ તમારા સંસારનાં હવાપાણી મલિન છે અને તેનો મેલ તમારાં અંતઃકરણને અને બુદ્ધિને કેમ નહીં લાગતો હોય ?

ઇશ્વર જાણે. એ મેલનો પટ ભણેલાઓને કેટલો ચોંટતો હશે ? ઇશ્વર જાણે.

હું એવા અનુભવમાં બાળક છું - અને આજ જોયેલું તે પણ અનુભવ

માળાનો પ્રથમ પાઠ છે. ઇશ્વર જાણે, પાછળથી શાં નાટક જોવાનાં હશે ?

‘પણ કુમુદસુંદરી ! ગમે તે હો પણ આ તો ખરું કે તારું દર્શન આ દેશમાં ન જોઇએ. કમળ ! તું તો સરોવરમાં જ જોઇએ. વિદ્યાચતુરની બાળકી - તું કોણ ? આ માણસો કોણ ? કારભારે ચડેલાં આ ક્ષુદ્રમાનવો તારી આગળ શું મોટાં થઇ ગયાં ?’

ગિરિશિખવગતાપિ કાકપંત્કિર્ન હિ તુલનામુપયાતિ રાજહંસૈઃ ।।

‘રાજહંસિની ! તું બાળક છે સ્ત્રી જાત છે - પણ

ગુણાઃ પૂજાસ્થાનં ગુણિષુ ન ચ ડિઙ્ગગં ન ચ વયઃ ।

‘રાજહંસિની ! તારા દિવસ અહીં કેમ જાય છે ? વિશુદ્ધ પવિત્ર સુંદરી ! મલિન અપવિત્ર દેશમાં તું ! અરેરે ! દિવ્ય ઉત્કર્ષભરી રાજહંસિની

!

માનસ-સરમાં ઊછરેલી તું દિવસ કેમ અહીં કાઢે ? (ધ્રુવ) સારસ૧ શુદ્ધ તારે વિકસેલાં, અલિકુલ ગુંજા માંડે; માનસ૦

માંડી ગુંજા એ સરી જાતાં સુરભિ પરાગનો માંહે, સુરભિ પરાગ કરે સુરભિ ખરી, પ્રસરે સલિલપ્રવાહે ! માનસ૦

એ માનસ-સરમાં ઊછરેલી ! પડી અહીં તું આજ !

મલિન દેડકાંભર્યા જ ખાડામાં પડી હંસિની : હાય !

માનસસરમાં ઊછરેલી ! તુજ દિવસ કેમ અહીં જાય ?૨

‘અરેરે ! સ્વાર્થમાં પરમાર્થ ડૂબ્યો. નહોતી ખબર કે આમ થશે -

સરસ્વતીચંદ્ર ! બહુ ખોટું કર્યું ! ધૂળ પડી તારી સરસ્વતી પર !’

ઊછળતા અંતઃકરણે મગજને વીજળીના સંચાનો સ્પર્શ કરાવ્યો હોય

તેમ આવેશવાળું મગજ થઇ ગયું અને આવેશમાં ને આવેશમાં રઝળતો પરદેશી વટેમાર્ગું નવીનચંદ્ર સુવર્ણપુરમાં - સુવર્ણપુરના અમાત્યના દીવાનખાનામાં, અંધારામાં મોટી પથારીમાં, - ટાઢે થરથરતો, ગોદડું ઓઢી ટૂંટિયાં વાળી નિદ્રાવશ થઇ ગયો. અમાત્યના ઘરમાં સર્વ સૂઇ ગયાં અને સુવર્ણપુર શાંત થઇ ગયું હોય એમ એ ઘરમાં લાગવા માંડ્યું. કુમુદસુંદરીનું શરીર શરીરના પતિ સાથે સૂતું અને શરીર જોડે ઘસડાતું મન ક્લિષ્ટ નિદ્રા પામ્યું. અલકકિશોરી પરસાળીની મેડીનાં બારણાં વાસી પથારીમાં ચતીપાટ પડી, પગથી માથા સુધી ઓઢી, ઘોરણ બોલાવવા લાગી અને સ્વપ્નમાં ‘તું આજ કેમ ત્યાં સૂતી હતી.’ એમ બીતો બીતો પતિ પૂછતો હતો તેને કાંઇ

ચિંતા વગર રહેતી હતી કે ‘તું આ જ રહેતી હતી કે ‘વારું વળી ત્યાં જ સૂતાં હતાં; ત્યાં ને અહીંયાં, જ્યાં સૂતાં ત્યાં ખરાં, એમાં તમારે શું ?’ કરી જવાબ દેતી હતી અને એ સ્વપ્ન પૂરું થતાં પહેલાં બીજું સ્વપ્ન જોતી હતી તેમાં કૃષ્ણકલિકા સાથે મેઘદૂતમાંથી સાંભળેલાં અટકચાળાં કરતી હતી અને એ સામાં અટકચાળાં કરે એટલે કોપાયમાન થઇ ધમકાવતી હતી.

અમાત્યના ઘરમાં કલાકેક સુધી આ શાંતિ ટકી. એના ઘરમાંથી જોડે ગલીમાં બારી પડતી હતી ત્યાં આગળ રાતના આઠનવ વાગ્યાથી બેચાર માણસો ફર્યાં કરતાં હતાં. તેમાં સૌથી અગ્રેસર જમાલખાન હતો.

અલકકિશોરીને કૃષ્ણકલિકાએ બીતે બીતે શિખામણ દીધી હતી પણ તે શિખામણનો એ અમાત્યકુમારીએ અભિમાનમાં તીરસ્કાર કર્યો હતો. નાની બાબતમાંથી મોટાં પરિણામ થાય છે તેની એ બાળકીને ખબર ન હતી.

ખલકનંદાન તથા રૂપાળીને તેમના યારોની સાથે ચાલતાં જોઇ એણે મોં

મરડ્યું હતું અને શા વાસ્તે મરડ્યું હતું તેને ખુલાસો પણ બેચાર બૈરાં વચ્ચે આપી ચૂકી હતી. હાલ એ વાત એ સમૂળગી ભૂલી ગઇ હતી પણ ખલકનંદા વીસરી ન હતી. એ પણ કારભારીની દીકરી હતી અને સૌભાગ્ય દેવીનાથી વયમાં ઝાઝી નાની માએ દીકરીને શીખવ્યું અને તેથી એણે મોં મરડ્યું.

ખલકનંદાને મોંએ કોઇ એની વાત કરી શકતું નહીં પણ એક જમીને કહ્યું કે અલકકિશોરી તારી આવી આવી વાતો કરે છે. અમાત્યને કારભાર મળવાનો છે એવી ફુલાશનાં વચન પણ કિશોરીના મોંમાંથી નીકળી જતાં અને કારભારી તથા અમાત્યનું એકબીજા સાથેનું વેર તેમનાં બૈરાંછોકરાંમાં પણ આવ્યું હતું.

સૌભાગ્યદેવી પવિત્ર હતી તેમ તેનો પટ તેની પુત્રીમાં પણ હતો.

પરંતુ ફેર એ હતો કે અલકકિશોરીને પવિત્રતાનું ગુમાન હતું અને કારભારીનાં અપવિત્ર બૈરાં પર દેખીતો તિરસ્કાર આમ ઘણી વાર બતાવતી. વરને દાબમાં રાખતી તેમ બીજા કોઇ પુરુષને પણ લેખામાં ગણતી ન હતી.

રૂપાળીએ સુઝાડ્યું અને ખલકનંદાએ કબૂલ કર્યું મિયાંભાઇએ બીડું ઝપ્યું.

એને તો એક પંથ ને દો કાજ થયાં. અલકકિશોરીની ધમક જોઇને અંજાઇ

ગયો હતો અને તે ખલકનંદા જેવી પોતાની થાય એમ બહુ ઇચ્છતો.

એવામાં આ લાગ મળ્યો. એને સાસરે જતાં પકડવાના મૂર્ખ હેતુથી બુદ્ધિધનના ઘર આગળ બેચાર મિત્ર સાથે રાખી હેરાફેરા કરતો હતો. સાસરે તો ગઇ

નહીં. બાર વાગ્યા, એક વાગ્યો, અને મિત્રો પાછા ગયા એટલે પોતે એકલો પડ્યો અને ઘેર જવાનો વિચાર કરે છે એટલામાં સૂઝ્‌યું !

‘સાળું હવે ઘેર જઇએ તે તો ખોટું. આટલી બધી તાલમેલ લગાવી તે ધૂળ જાય. આજ ફક્કડ બન્યો છું અને એ ગોરી ગોરી ન મળે તો તો થઇ જ રહ્યું. ચલોબે. રોજ ફોજદાર સાથે ચોરમાં ભળીએ છીએ. આજ બંદા જ ચોર.’ વિચાર કર્યો કે બુદ્ધિધનના ઘરમાં ચડી ઊતરવું. ઘરની પછીતમાં ગયો, ઊંચું જોયું, તો એક ઓરડી ઉપર થઇ છાપરે છાપરે થઇ

જવાય એવું લાગ્યું. મિયાંએ મૂછ પર હાથ નાંખ્યો અને ચડવા માંડ્યું.

‘સાલા સબ દોસ્તો લૂંડીયાં જેસા - મારી સાથે રહ્યા હોત તો એ પણ ચમન કરત.’

‘સાલા નસીબ ઉનકા ગયા એહી અચ્છા હુવા.’ રાત અંધારી હતી અને હળવે હળવે ચતુષ્પાદ પશુ બની છાપરેથી વંડે ને વંડેથી છાપરે ચડ્યા અને એક જણના મોભ ઉપર ઊભા રહ્યા.

ઘુવડ બોલ્યું અને સામું મળ્યું. અપશુકન થયા માની એક નળિયું તેના ઉપર રીસ ચડાવી ફેંક્યું.

‘ચલ, ચલ, મિયાંભાઇકુ અપસુકન ક્યા ?’ બુદ્ધિધનનું છાપરું આવ્યું અને તેની પાંખ ઉપર ઊભા. આકાશ સામું જોયું. ચારે પાસ જોયું - કોઇ

દેખાય નહીં. આઘે એક છાપરા પર કોઇ દેખાયું.

‘સાલા, ચોર હોયગા, પકડ સાલેકુ. સાલે, ક્યા મિલેગા તેરેકુ ?

બંદાકુ તો અલકકિશોરી મિલેગી. સાલીને ક્યા નામ રખા હે ! અલકકિશોરી

! દેખો તોે સઇ અલકકિશોરી ! અલકકિશોરી !’

‘ઓ સબ તો અચ્છા - લેકિન આપન જાવે કિધરસે ?’ હળવે રહી અગાશીમાં ઊતરવા માંડ્યું. પરસાળ પરની મેડીની એક બારી ઉગાડી રહી ગઇ હતી તેમાં વાંકા વળી દાખલ થઇ ગયા. દાદર પણ ઇશ્વરે ઉઘાડો રાખ્યો હતો. પોતાનું જ ઘર હોય એમ જમાલખાન ઊતર્યો અને અમાત્યપુત્રીના પલંગ આગળ દુષ્ટ હલકો મુસલમાન ઊભો રહ્યો.

એક ચાડા પર દિવેલનો દીવો કોડિયામાં બળતો હતો. નદીકિનારે

મસ્ત વાઘણ પડી રહી હોય તેમ પલંગ ઉપર ‘પરછંદ’ (પ્રચંડ) ઉન્મત્ત યૌવના ચતીપાટ પડી હતી. તેણે ઓઢેલું ગોદડું આઘું પડ્યું હતું - જાણે કે ટાઢ તેના શરીરમાં પેસી શકતી ન હોય ! પહેરેલું લૂગડું સંભાળથી રાખ્યું હતું તોપણ આઘુંપાછું થયું હતું અને બે પાસ પડેલી તીરની ઊંચી ભેખડો જેવા પહોળા પડેલા પગની વચ્ચે પર્વત પરથી ઊતરતી નદીના પાણીના પટ પેઠે પાટલનો પટ વેરાઇ જઇ પથરાઇ ગયો હતો. પલંગની ભમરીઓમાં થઇને દીવાનું ઝાંખું અજવાળું ઠેઠ છાતી ઉપર અને મોં ઉપર આવતું હતું.

દીવાના કંપ સાથે એ તેજ પણ હાલતું હતું અને પડછાયાથી ઢંકાયેલી સુંદરતા ઉઘાડી કરી આપી, જોનારની કલ્પનાને મહક સૂચનાઓ અને દૃષ્ટિને ઉલ્લંઘાય નહીં એવી સાનો કરતું હતું. લાંબી પથરાયેલી પાંખો પેઠે બે પાસ હાથ લાંબા નાખ્યાં હતાં અને પગની પણ જુદી અવસ્થા ન હતી. મહિષાસુરનો વધ કરવા ઊભેલી ચંડીનું પલંગપાટી ઉપર કોતરેલું સ્વરૂપ હોય તેમ અલકકિશોરી સૂતી સૂતી પણ ઉગ્ર દેખાતી હતી અને તેને સ્પર્શ કરવા દુષ્ટ અસુરની હિમ્મત સરકી ચાલી નહીં. સ્ત્રીજાતિ ! તું રાખે તો તારો પ્રતાપ અમાપ છે.

પુરુષનું ગજું નથી કે તારા અબળાપણાનો લાભ ળઇ તારી ઇચ્છાવિરુદ્ધ

તારી પવિત્રતા ઉપર ધસી શકે. તારો એક પવિત્ર ભ્રૂભંગ પુરુષોની દુષ્ટતાને આઘેથી રોકી રાખવા - પાસે ન આવવા દેવા - બસ છે. એ બળ તારું છે. તેને અજમાવવુંં એ કેવળ તારી વૃત્તિની વાત છે. અલકકિશોરીનીઆંખ

મીંચેલી હતી પણ તેનાં પોપચાં ઉપર પતિવ્રતાપણાના રત્નભંડારની ચોકી કરવા ભમરરૂપી સાપ ફણા માંડી બેઠો હતો, અને પોતે ઊભો હતો તેથી જરા પણ ખસી પાસે જવા ક્ષુદ્ર તરકડાના પગ ચાલ્યા નહીં અને તેના અંતઃકરણે આ પગ ઉપર હુકમ કરવો મૂકી દીધો. પવિત્રતા પર હુમલો થતાં પણ વાર લાગે છે.

મુસલમાને ફક્કડ પોશાક પહેર્યો હતો અને ચોરીમાં પણ અડચણ ન પડે એમ તેને રાખ્યો હતો. માથે એક કાળી પણ દેખાવડી દિલ્હીશાહી ટોપી પહેરી બુકાની બાંધી દીધી હતી. દાઢીમૂછોની ટાપટીપ કરી હતી અને સુગંદી તેલ વાપર્યું હતું. શિયાળાને લીધે બનાતનો રૂપાના બટનવાળ કબજો પહેર્યો હતો અને તેને છેલબટાઉના જેવા કાપ મૂક્યા હતા. કેડે એક ધોતિયું કસકસી બાંધ્યું હતું અને અંદર નાની સરખી કટાર રાખી હતી. પગે અંગ્રેજી

દેખાવનાં પણ દેશી બૂટ ચડાવી દીધાં હતાં અને પોતાની ખૂબસૂરતી ઉપર એકદમ અલકકિશોરી મોહી પડે એવી આશા રાખી હતી અને આંખોમાં સુરમો, કાનમાં અત્તર અને ખીસાના રૂમાલમાં ગુલાબજળ, એ સામગ્રી રાખી હતી. મોં પણ ધોઇ કરી સાફ બનાવ્યું હતું અને આવા ‘જુવાન’ને જોઇ ‘લુગાઇ’ આશક થશે એમ તેના મનમાં નક્કી હતું. પણ ખલકનંદાએ તને ચેતાવ્યો હતો અને કહ્યું ન માને તો બળાત્કાર કરવા પણ મન તૈયાર હતું. ‘મરદ આગે રંડીકા જોર કયા’ એ બુદ્ધિમાં સંશયનો અંશ ન હતો.

વળી એક નાનો સરખો કાળો જાડો ડંડૂકો મિયાંએ બગલમાં માર્યો હતો. આ વેશ હાથે ‘અદબ’ વાળી પહોળે પગે મિયાં ઊંઘતી અલકકિશોરીના પલંગ આગળ ઊભા રહ્યા અને સ્તબ્ધ બની ગોરા અને ઉજ્જવળ, નિદ્રાયમાન ચિત્તવેધક ઉચ્ચાવચ અવયવો જોતા જોતા શું કરવું તેના મોહક વિચારાં પડ્યા. સ્થળ, સમય અને સત્તાનું ભાન (એ ત્રિપુટીના સંભાર મસાલા)થી વિષયાભિલાષ ધમધમાટ થઇ ગયો, તેના તીખટથી લંપટ મગજ પ્રફુલ્લ

થતું હોય તેમ સૂજવા લાગ્યું અને તીવ્ર અસહ્ય મદનવેદનાએ આનંદ-

અનુભવનો આભાસ ધરવા માંડ્યો. ‘આહા ! ક્યા ખૂબસૂરતી ! એ મુખડા

- એ ગુલાબકા જૈસા ગાલ... યા અલ્લા ! અજબ તેરા ખેલ દેખા નહીં

જાતા હૈ - ખલકાનંદા ઉસકી પાસ બિસાતમેં નહીં. આ જા મેરા માશૂક’

કરી વિષયકિંકર હાથ લાંબો કરવા ગયો, પલંગ પર ચડવા ઇચ્છા કરી -

પણ તાકાત માલૂમ ન પડી. વધારે વધારે જોઇ રહ્યો, વધારે તર્ક કરવા

લાગ્યો, તેમ તેમ ઇચ્છાઓ-વૃત્તિઓ-વધારે પ્રબળ થઇ, સુખ લાચાર બની ગયું, મસ્તિકમાં - કામાસક્તિ પ્રસરી ગઇ, નયનમાં ઘેનના જેવો આભાસ થયો, પણ ધ્રૂજવા લાગ્યા અને નખથી શિખ સુધી શરીર દ્રવવા લાગ્યું. એમ

ઇચ્છા થઇ કે એક ફાળ ભરી - ફલંગ મારી - પલંગ પર ચડી બેસું. તેને રોકનાર કોઇ હતું નહીં. પણ ઊંઘતી કિશોરીના મુખ પર પ્રતાપ તીવ્ર હતો. તેનું તેજ દુષ્ટથી ખમાતું નહિ - તે અગ્નિની પાસે જતાં હિમ્મત અટકી. અલકકિશોરીએ જાગ્રત અવસ્થામાં કોઇ વખત જમાલ ઉપર હુકમ

બજાવ્યો હશે અને ચાલ્યે ન ચાલ્યે જ તેને તે પાળવો પડ્યો હશે.

‘ખુદા માલૂમ ! ક્યાં હોતા હે ! ઉસકી પાસ જાનેકી હી મેરી

મગદૂર નહીં !’

પારકા ઘરમાં - વસ્તીભર્યા ઘરમાં - સુવર્ણપુરના અમાત્યના મહેલમાં એકલો આવ્યો હતો.

‘અમાત્યકુ માલૂમ હોયગા ! મેરા ક્યા હોયગા ?’

ઊંઘમાં ને ઊંઘમાં અલકકિશોરીએ પાસું ફેરવ્યું અને તેનું મુખ બીજી

પાસ ગયું. મિયાંનો ક્ષોભ મટ્યો. એકલી વિષયવાસના નિષ્કંટક રહી અને ખલકનંદાનો હુકમ મન આગળ આવવા પામ્યો. બૂટ કાઢી મુસલમાન પલંગ પર ચડ્યો અને સૂતેલીની સાથે સૂતો, પણ સ્પર્શ કરતાં જરીક ખચક્યો -

સચેત થયો - અને દુષ્ટ હાથ - દુષ્ટ પગ - પવિત્ર શરીર પર પડ્યો.

ચકોર કિશોરી - બુદ્ધિધનની કિશોરી - શરીરને અગ્નિ અડક્યો હોય તેમ ચમકી જાગી ઊઠી. જાગ્યા પહેલાં ચમકી - ચમકની સાથે સફાળી

- સડક લઇ ઊઠી, દુષ્ટના કરચરણ તરછોડી નાંખ્યા અને કૂદકો મારી પલંગ બહાર જઇ ઊભી. કીકી આમથી તેમ ખસી જાય - પોપચું મીંઆઇ ઊઘડે એટલી વારમાં, પોતે પૂરેપુરી જાગી તે પહેલાં, આટલો બધો બનાવ થઇ

ગયો અને તેની ઊંઘ ઊડી ગઇ. કેડે છેડો ખોસી સજ્જ થઇ રોષભરી આંખે જોતી આભા બનેલા નિશાચર ભણી ત્રાડી : લોકો ફાટો થઇ ગયો.

‘કોણ છે આ ! જાગજો ! જાગજો ! પ્રમાદધનબાઇ ! જાગજો !

જાગજો ! ચોર ! ચોર !’

ભય અને કોપ કિશોરીમાં પેઠાં - મિયાં સજ્જ થયો અને બેઠો થઇ

બોલ્યો :

‘માશૂક ! એ તો મેં જમાલ. બીઓ મત. એ તો તમારા પર આશક થયો છું તે આ અંધારી રાત્રે પણ તમારી પાસે આવ્યો.’

કિશોરીનો ભયત્રાસ ઓછો થયો પણ પગ થરથરતા બંધ ન થયા.

‘અલ્યા જમાલિયા ! લુચ્ચા ! તું અહીંયાં ! ઊઠ, નીકળ, નીકર જોઇ લઇશ. આ તે તારી ખલકીબલકી દીઠી કે શું ?’

‘બાઇસાહેબ - ધીરાં પડો - માશૂક !-’

‘લુચ્ચા ! જીભ કાપી નાંખીશ જો બોલ્યો ઝાઝું તો - બોલાવું છું

મારા ઘરમાંથી બધાંને.’ કહી બારી ભણી ચાલી અને કાંઇક હિમ્મત આવી.

ભય પાસે જોઇ મિયાં સજ્જ થયા, ઊઠ્યા અને સામધર્મ છોડી જોર અજમાવવા વિચાર કર્યો. પલંગ પરથી હેઠે ઊથરી અલકકિશોરીનો હાથ ઝાલ્યો અને બારી ભણી જતી અટકાવી.

‘અબે ઊભી રહેને !’

‘છોડ હાથ !’ કહી કિશોરીએ હાથ વછોડ્યો. મિયાંએ ફરી ઝાલ્યો અને પાસે જઇ દુષ્ટ સ્પર્શ કરી ગળે હાથ નાખ્યો. ‘અરે એમ શું કરે છે

- જો - એક વાર-’

પવિત્ર કિશોરી પળવાર તેની આંખ સામું જોઇ રહી. એની આંખમાંથી જાણે અગ્નિ ઝરશે એમ થઇ ગયું. આમ પળવાર જ જોઇ રહી ડોકું નીચું કરી દુષ્ટ હાથમાંથી છૂટું કર્યું, અને સામે ઊભી રહી ઊંચી થઇ ઓચિંતી કુમળા પણ જોસભર્યા હાથની મુક્કી જમાલના મોં પર ઓઠ પર મારી ઓઠ

પીસી ઊભી રહી. નજર પૃથ્વી ભણી ગઇ - જાણે કે પૃથ્વીમાતા ‘વાહ !

વાહ ! શાબાશ !’ એમ કંઇ કહે છે ! જમાલ મોં ચંચળાવતો ઊભો રહ્યો, જરીક દિગ્મૂઢ થયો, અને આખરે ગુસ્સે થઇ પેલી નીચું જોતી હતી એને પાછળથી જોરથી બાઝી પડ્યો. ગમે તેટલું પણ સ્ત્રીજાત : તેને વળી કાયા સાચવી - સંભાળી - લડવું. પાછળથી બાજેલો અને પુરુષનું જોર - તેનાથી છૂટાં ન થવાયું, પણ હિંમત ન મૂકી અને બૂમેબૂમ પાડવા લાગી. જમાલ

તેનું મોં દાબવા લાગ્યો અને ઘડીક ફાવે પણ ઘડીક હાથ ઢીલો પડે એટલે કિશોરી બૂમ પાડે :

‘ઓ ભાઇ ! પિતાજી ! દેવી ! ધાજો ! ધાજો !’

બાઝાબાઝી જબરી થઇ. કોણ જાણે ક્યાંથી જોર આવ્યું તે અલકકિશોરી થાકી નહીં અને આખી મેડીમાં ચકરડીભમરડી થવા માંડી. એક બીજાથી હારે નહીં. ઊંચું કરી કરી કિશોરી જમાલની હડપચીમાં, ડાચામાં, અને નાકમાં માથું આરતી હતી તે કોઇક વખત વાગતું હતું, કોઇક વખત માત્ર શિથિલ થયેલો અંબોડો જ વાગતો, અને કોઇક વખત જમાલ સંભાળી

લેતો. આમથી તેમ કિશોરી તેને ખેંચતી હતી અને તે ખેંચાતો હતી.

અલકકિશોરીની પહેલી જ બૂમે ઘરમાં સૌ જાગી ઊઠ્યાં અને અવાજ કેણી પાસથી આવે છે તે જાણવા સૌ કાન માંડવા લાગ્યાં. બુદ્ધિધનના

મનમાં એમ આવ્યું કેે શઠરાયનું કોઇ માણસ મારા ઘરમાં ખૂનબૂન કવા ભરાયેલું. નવીનચંદ્રે ‘ચોર’ શબ્દ સાંભળ્યો. કુમુદસુંદરીએ સફાળી ઊઠી અને પ્રમાદધનને ઉઠાડ્યો. તેમણે જાણ્યું કે ઘરમા આગ લાગી. સૌભાગ્યદેવીે અલકકિશોરીનો અવાજ ઓળખ્યો અને એકદમ અગાશીનાં બારણાં ઉઘાડી બહાર ધસી. નીચે ચાકરો માંહોમાંહે પૂછાપૂછ કરવા લાગ્યા અને ચોકમાં આવી ઊંચું જોવા લાગ્યા. ઉપર સૂતેલાં સૌ અગાશીમાં ભેગાં થઇ ગયાં.

પ્રમાદધને દાદર ઉઘાડી સૌને ઉપર બોલાવ્યાં. અલકકિશોરીવાળી મેડીની બારી આગળ સૌ અગાશીમાં ભેગાં થયાં અને ‘ઉઘાડો’ ‘ઉઘાડ’ એમ જુદી જુદી બૂમો પાડવા લાગ્યાં. સૌભાગ્યદેવી સૌથી મોખરે ઊભી રહી બારી હચમચાવતી હતી. જોડે બુદ્ધિધન ઊભો ઊભો ‘બ્હીશ નહીં, આ આવ્યો’

કરી બૂમો પાડતો હતો. સૌની પાછળ એકલી ધ્રૂજતી ધ્રૂજતી કુમુદસુંદરી ઊભી હતી અને ચાકરો વચ્ચેથી ધક્કા મારી અગાડી જવા નવીનચંદ્ર યત્ન કરતો હતો. ઘરમાં કોલાહલ મચી રહ્યો. બુદ્ધિધન અને એકબે ચાકરો બારણું ઉતારવા યત્ન કરવા લાગ્યા. પ્રમાદધન નીચે પરસાળમાં જવાય તો વજા એકબે ચાકરો લઇ નીચે ઊતર્યો. એટલામાં કુમુદસુંદરીએ બૂમ પાડી : ‘આ ઉપલી બારી ઉઘાડી છે - એમાં થઇ પેઠેલો.’ નવીનચંદ્રે તે સાંભળ્યું. એણે કસરતશાળામાં ચડી ઊતરવાની પણ કળા અનુભવી હતી. કુમુદસુંદરીનો બોલ સાંભળી, પાછો ફરી તેના ભણી જોઇ, ઊંચુ બારી ભણી જોઇ, કચ્છો

માર્યો અને થોડીક વારમાં પરસાળ પરની મેડીના ઉપરના માળમાં દાખલ

થયો ઇને નીચે ઊતરવાનો દાદર, તેમાંથી અજવાળું અને અવાજ આવતાં આવતાં હતાં તેથી શોધી કાઢ્યો.

અંંદર બાઝાબાઝી ઘણી ચાલી રહી હતી. અલકકિશોરી પુરુષ આગળ

થાકી ગઇ, હાંફી ગઇ અને ફેંફેં થઇ. તોપણ બળ અજમાવતાં અજમાવતાં દીવા આગળ જમાલને ઘસડી લાવી. દુષ્ટ તરકડાએ માણસો આવી પહોંચ્યો જાણ્યાં. પોતાને બહાર જવાનો માર્ગ નથી. હવે તો થાય તે થવા દો એમ

નિશ્ચય કર્યો અને તેમને અંદર આવવાનો માર્ગ સૂઝતો નથી જાણી નિરંકુશ થયો. બિચારી અબળા પર બળ કરતાં કંઇ કંઇ વિકાર અનુભવતો અને કંઇ

કંઇ ભ્રષ્ટ વ્યવહાર અજમાવતો. એવામાં દીવા પાસે આવતાં અબળાના

મગજમાં ઇશ્વરે તર્ક મૂક્યો. અંધારામાં દીવો સળગે તેમ એ કેડના ધોતિયાની ફડક અચિંતી દીવા પર ધરી. ધોતિયું સળગ્યું અને ભડભડ લાગવા માંડ્યું

મુસલમાને અમાત્યપુત્રીને પડતી - છૂટી - મૂકી અને મનમાં જય પામી અબળા બારી ભણી દોડી, પણ નિષ્ફળ થઇ. કેડેથી ધોતિયું છોડી બળતું ને બળતું જમાલે જમીન પર નાંખી દીધું, પણ નાંખી દીધું, કટાર પડવા દીધી, અને બારી આગળ પહોંચી તે પહેલાં ફાળ ભરી સામે મોંએ અલકકિશોરીને બાઝ્‌યો. દુષ્ટતાની - મર્યાદાની - મર્યાદા આવી રહી તે લાચાર નથી એમ

સમજી મોં વિકાસી પરાધીન થઇ અને શું થઇ છે તેની વિચાર કરવા ભાન ન રહ્યું. ઘણે સ્થળેથી પવિત્ર સુંદરતા સ્પર્શદૂષિત થઇ. છાતી પરથી તાણાતાણામાં છેડો નિકળી ગયો હતો. અને પૃથ્વીમાતાને ખોળે પથરાતો હતો કે કાંઇ

આશ્રય આપ. ધક્કો મારી અબળાને જમાલે ચત્તીપાટ પાડી નાંખી, ગાય

જેવી પર વાઘ પેઠે ચડી બેઠો, અને હાથ ઝાલી દુષ્ટે અતિ દુષ્ટ વચન કહ્યું

- ‘માશૂક, બી મત.’

પડતાં પડતાં નિરાશ નિરુપાય બાળકીએ મોટે સાદે કારમી ચીસ પાડી - હાય હાય રે ! ઓ માડી ! મારી નાખી રે !’ કરી ઠૂઠવો મૂક્યો.

આવી ચીસ કોઇએ કરી સાંભળી ન હતી. સૌનો ત્રાસ અત્યંત સીમાએ પહોંચ્યો અને બારી બહાર તેમના ધમપછાડા વધ્યા. પણ નિરર્થક ! અંદર આવવા કોઇની તાકાત ન હતી અને તે વાત દુષ્ટ નિશાચર જાણતો હતો.

તેનો દુષ્ટાચાર વધવા લાગ્યો. અને અબળાના થાકેલા હાથ અને રાક્ષસનો જયવંત હાથ, એ બેની લડાઇ નીવિબંધ પાસે થવા માંડી. એક પળ વધારે જાત તો પતિવ્રતાપણું છેદાઇ જાત અને ઇશ્વરને માથે છલંક રહેત. બહાર સૌભાગ્યદેવી ગાંડી બનતી હતી અને માતાને બાધા ઉપર બાધા માન્યાં જતી હતી. નિરાધારનો આખર બેલી ઉપર છે -

યાદૂશી ભાયના યસ્ય સિદ્ધિભવતી તાદૂશી ।

આ પ્રમાણે બુદ્ધિધનની દૃઢ શ્રદ્ધા હતી અને ગમે તો એનાં પુણ્ય

આડે આવ્યાં ગમે તો સૌભાગ્યદેવીની બાધાઓ સંભળાઇ કે કોણ જાણે શાથી પણ બરાબર અણીને સમયે દાદર ઉપરથી ધબ ધબ કરતો નવીનચંદ્ર

ઊતર્યો, રોષથી જમાલના વાંસામાં લાત મૂકી અને હાથ આવતાં તેને બુકાનીનો ઉપલો ભાગ પકડી એવો તો પાછો ખેંચ્યો ખેંચાયો અને સાવધ

બની ગળા અને બુકાની વચ્ચે હાથ ઘાલી ફાંસો દેવાતો અટકાવી પાછો ફર્યો અને નવીનચંદ્રના પંજામાંથી જોર કરી છૂટી ગયો. નવીનચંદ્રે બહારના

માણસોને બૂમ પાડી ‘ફિકર ન કરશો - મેં નવીનચંદ્રે બહેનને છોડાવ્યાં છે.’

સૌના જીવમાં જીવ આવ્યો. પણ એણે બૂમ પાડી એટલામાં તૈયાર થવાનો વખત મળતાં મુસલમાન ઊભી થયેલી અલકકિશોરી તરફ દોડ્યો. મહા થવાનો વખત મળતાં મુસલમાન ઊભી થયેલી અલકકિશોરી તરફ દોડ્યો.

મહા મહેનતે સજ્જ થયેલી બાળા બીની-ત્રાસી, અને દુષ્ટને દેખી છળી જઇ, ‘ઓ નવીનચંદ્ર - મને સાચવી લ્યો રે’ કરી દોટ મૂકી એની પાછળ

જઇ, હતી એવી ને એવી પાછળથી બાઝી પડી અને અશરણ અબળા તથા દુષ્ટ તરકડાની વચ્ચે રહેલો નવીનચંદ્ર આમથી તેમ ફરતો ફરતો પોતાની ભીરુને - ભીરુ હરિણાક્ષીને - વાઘની ફાળ બહાર રાખવા લાગ્યો. મુસલમાન નિરાશ થયો. ઉપાય ન સૂઝ્‌યો. એવામાં જમીન પર પડેલી કટાર દીઠી-લેવા દોડ્યો. તે તેમ કરવા જાય છે એટલામાં કાંઇક સૂઝી આવતાં નવીનચંદ્રને છોડી પાછી ફરી અલકકિશોરીએ બારીની સાંકળ ઉઘાડી દીધી અને બહાર સૌ ધક્કા તો મારતાં જ હતાં એટલે ફડાક લઇને બારી ઊઘડી ગઇ. તરકડાદાદર પર ચડી ગયો. તેનો પગ નવીનચંદ્રે ખેંચ્યો અને જમાલ જમીન પર પડ્યો પણ પડતાં પડતાં નવીનચંદ્રના ખભામાં કટાર મારી.

બારી ઊઘડતાં સૌ હડુડુડુ અંદર ભરાઇ ગયાં. સૌથી અગાડી સૌૈભાગ્યદેવી હતી. તેના ઉપર - તેના હાથમાં - દીકરીએ ‘ઓ મારી મા રે !’ કરી પડતું મૂક્યું. અને રોવું માતું ન હતું એવી છળેલી દીકરીને માએ છાતી સરસી ચાંપી લીધી. બુદ્ધિધન અને પ્રમાદધન તેની આસનાવાસના કરવા મંડી ગયા. ચાકરોએપડેલા જમાલને પકડ્યો. ઉશ્કેરાઇ લાતે લાતે

માર્યો, અને ચસકે નહીં એમ ઝાલી ઊભો રાખ્યો અને મુક્કાબાજી તથા ગડદાપાટુ અજમાવ્યાં. તે એણે ચૂપકીથી સહન કર્યું. કટાર વાગવાથી નવીનચંદ્ર

જમીન પર પડ્યો હતો; લોહી ઘણું નીકળવાથી આંખે અંધારાં આવ્યાં હતાં અને બેશુદ્ધ થયો હતો તેના તરફ કોઇની નજર ન હતી. માત્ર મારા ખાતો ખાતો પણ જમાલ તેના ભણી એકલો એકીટશે જયવંત નજરે જોઇ રહ્યો હતો અને માર ન ગણતાં મનમાં કહેવા લાગ્યો કે ‘જખ મારે છે - સાલા તું તો લેતો જા.’ અલકકિશોરીને જોતો જોતો ખિજાઇને ઓઠ કરડતો કરડતો

મનમાં ધુવડને ગાળો દેવા લાગ્યો. અને આખરે દિલાસો લીધો કે ધૂળ

નાંખી - આટલો સ્પર્શ તો થયો છે ! ઉચ્ચનીચની લડાઇમાં નીચે કાંઇ

ખોવાનું નથી, હારે તો કાંઇ જતું નથી, અને એ જેટલું જીતે એટલું ઉચ્ચને બેવડું હારવાનું, પાણીને કચરાનો સંગમ થતાં કચરો ધોવાશે નહીં અને ધોવાશે તોયે પાણી તો મેલું થવાનું જ ! અ ઇશ્વરની લીલા છે.

જમાલને સૌ અગાશીમાં ખેંચી ગયાં અને ત્યાંથી નીચે ચોકમાં આણ્યો. પૂછતાં પૂછતાં કહે કે, મને તો અલકકિશોરીએ બોલાવ્યો હતો. એ વચન તેના મોંમાંથી નીકળ્યું અને કોઇના કોપનો પાર રહ્યો નહીં. ઘણો

માર ખાતાં ખતાં મુસલ્લો ઠેકાણે આવ્યો અને પોતે શા કારણથી કોનો

મોકલ્યો આવ્યો હતો તે ખરી વાત કહેવા માંડી. ઉપર મેડીના ઉપર સૌભાગ્યદેવી બેઠી હતી અને ખોળામાં અલકકિશોરી ડૂસકાં ખાતી બેભાન જેવી પડી હતી. કુમુદસુદરી તથા પ્રમાદધન આસનાવાસના કરતાં હતાં અને બુદ્ધિધન વિચારમાં ગરક થઇ અગાશીમાં હેરાફેરા કરતો હતો. બેભાન અવસ્થામાં પણ જમાલના હેઠળથી ઉચ્ચારેલા શબ્દ અલકકિશોરીના કાનમાં જતાં હતાઅને આ સૌ તોફાન એક ઉન્મત અટકચાળામાંથી થયું એવું ભાન આણી તેના

મનની વેદના વધારતા હતા. આ વખત સુધી પરાયા ઘરમાં બિચારો પરદેશી નવીનચંદ્ર કોઇને સાંભરતો ન હતો અને તે બેભાન પડ્યો રહ્યો હતો તથા

લોહી નિરંકુશ વહેતું રહેવાથી ભાન આવવાનું સાધન ન હતું. અલકકિશોરી પાસે બેઠેલી કુમુદસુંદરી ચારે પાસ જો જો કરતી હતી પણ તેને એ જડતોન હતો. આખરે તેના શબ જેવા શરીર પર નજર પડી. કાંઇ બહાનું કાઢી ઊઠી અને ફરવા લાગી. ‘એ જ આ’ એમ નિશ્ચય થયો અને તેની અવસ્તા જોઇ અમંગળ શંકાથી અંતરમાં ઊંડો ત્રાસ પડ્યો પણ કોઇને કહેવાયું નહી.

આખરે અંતરના સગપણે લોકલજ્જાને જીતી અને નસાડી મૂકી.

‘અરે - આ નવીનચંદ્ર કે કોણ પડ્યું છે અહીંયાં ?’ પાછું જોઇ

એકદમ ઊભી થઇ કુમુદસુંદરી બોલી ઊઠી. પોતાની અવસ્થા ભૂલી એકદમ

અલકકિશોરી પણ જાગી ઊઠ્યાં જેવી થઇ ઊભી થઇ. પરદેશીએ પોતાના ઉફર કેટલો બધો ઉફકાર કર્યો હતો તે તેના મનમાંથી પળવાર પણ ખસ્યું

માટે પસ્તાઇ અને નવીનચંદ્ર ભણી દોડી.

‘ઓ દેવી - ઓ દેવી ! આમને કટાર વાગી છે તે લોહી નીકળે છે. વહેલી આવ, વહેલી આવ.’ સૌ ચમક્યાં અને ગયાં. સૌથી અગાડી અલકકિશોરી બેઠી આસપાસ સૌ ભરાઇ ગયાં. કુમુદસુંદરી દીવો લાવી અને બેભાન થયેલાના શરીર આગળ ધરી ઘવાયેલી જગા જોઇ લીધી. તેના હોસક્રોસ ઊડી ગયા. આંખમાં આવેલાં આંસુપાછું જોઇ લોહ્યાં. નિસરણી પર સૌ બેઠાં હતાં. ત્યાં અજવાળું આવે તેમ દીવો ગોઠવ્યો, ગભરાયેલી પાછી ફરી, નવીનચંદ્રના મોં જોયું અને કોઇ દેખે નહીં એમ કપાળે હાથેળી

મૂકી અલકકિશોરીના સામી નવીનચંદ્રના શરીરની બીજી પાસ બેઠી.

બુદ્ધિધન અગાશીમાંથી આવ્યો. પ્રમાદધનને ઉતાવળે હુકમ કર્યો કે

‘ઝટ, જા, એક ચીંથરાનો કટકો અને ઘાતેલ લાવ.’ સિપાઇને હુકમ કર્યો કે ‘જા વૈદ્યને બોલાવ.’ મુંબઇથી ઘાતેલ આણી ઘરમાં મૂક્યું હતું. પણ તે

માહિતી પ્રમાદધનને ન હતી. તે આમતેમ ફાંફાં મારવા લાગ્યો.

‘ક્યાં છે ઘાતેલ ? કેવું છે એ ?

એકદમ અલકકિશોરી ઊઠી. ઘરનો કારભાર તેનો હતો. ઘાતેલ

શોધી કાઢ્યું અને ભાઇ પાસે નામ વંચાવી શીશી આણી, પણ ચીંથરું ન

મળે. મોટાનાં ઘરમાં ચીર હોય, ચીંથરાં શોધ્યાં ન જડે; ખોળાખોળ થઇ

રહી. બુદ્ધિધન ચિડાયો.

‘લાવોને, એક ચીંથરું ખોળતાં કેટલી વાર ?’ તેણે પોતે ઓઢેલા ઘોતિયા સામી નજર કકરી અને ફાડવાનો વિચાર કર્યો. તે પહેલાં તો કુમુદસુંદરીએ પોતે પહેરેલા સાળુમાંથી ચીંદરડું કાઢ્યું અને તેના ચરકડા ભણી કાન જતાં બુદ્ધિધને એણીપાસ નજર કરી. બાકીના ઉપચાર બુદ્ધિધન અને પ્રમાદધને મળી કર્યા. વૈદ્ય પણ આવી પહોંચ્યો. સવાર સુધી આ જ ઉદ્યોગ ચાલ્યો. નવીનચંદ્રને ભાન આવતા ઝાઝી વાર ન લાગી, પરંતુ એ નક્કી થયું કે અમાત્યના ઘરમાં કેટલાક દિવસ સુધી એણે પથારીવશ રહેવું.

તેને ઊંચકીને સૌ તેનાવાળી મેડીમાં લઇ ગયા. તેની બરદાસ સ્વાભાવિક રીતે કિશોરીને માથે પડી.

જમાલનો ભેદ વધારે જાણવા - તેનો વિશેષ ઉપયોગ કરવા -

અવસર આવ્યો. એણે કરેલું કામ એને એ રૂપમાં પ્રસિદ્ધ કરવું એ પોતાની ફજેતી કરવા જેવું હતું. સમરસેન રજપૂત બુદ્ધિધનનો વિશ્વાસુંં સિપાઇ

હતો. એજંસીમાંથી એનો અને બુદ્ધિધનનો પ્રસંગ થયો હતો અને બસ્કિન્‌

સાહેબના ખરેખરા કોપમાંથી ઉગારી લેનારનો રજપૂત અંતઃકરણથી બદલો વાળવા ઇચ્છતો. સુવર્ણપુરમાં એક મોટું દરબારી મકાન સચવાય કરી તેની એક ઓરડી રહેવાને સમરસેનને અપાવી હતી. આ મકાનમાં એક ભોંયરું હતું. તેમાં છાનોમાનો જમાલને લઇ જઇ પૂરવો એવાં હુકમ થયો.

કુમુદસુંદરીએ દ્રોપદીનું કામ કર્યું. હજી નવીનચંદ્ર તે સરસ્વતીચંદ્ર કે બીજો જે બાબત તેની ખાતરી થઇ ન હતી, પરંતુ બળવાન કલ્પનાને

મનોવૃત્તિ અનુસરી. ફાટલું લૂગડું તેણે જુદું રાખી મૂક્યું - સાચવી મૂક્યું.

‘ભાભી, જાઓ, સૂઇ જાઓ ! હું ને દેવી આ ખટપટ કરીએ છીએ.’

પરપુરુષ થયેલા પર પક્ષપાત જ જણાવવો એ કર્તવ્ય હતું. બળાત્કારે પાછી ફરી કુમુદસુંદરી પોતાની મેડીના બારણામાં જઇ ઊભી.

‘હવે બધાં છે. આપણે હવે શું કરવાનાં હતાં ?’ કરી પ્રમાદધન ઊઠ્યો. સૌની નજર ચૂકાવી બારીમાં ઊભેલી કુમુદસુંદરીને ગળે હાથ નાંખી

મેડીમાં ખેંચી લીધી અને બારી અટકાવી દઇ બાકી રાતનો પ્રહાર પલંગ પર ગાળ્યો. તેની સાથે સૂતેલીનું ચિત્ત જોડેની મેડીમાં હતું અને જે કાળ પતિએ નિદ્રા-વિલાસમાં ગાળ્યો તે જ કાળ પત્નીએ ગુપ્ત ઇશ્વરપ્રાર્થનામાં આંખો

મીંચી ગાળ્યો. કાંઇક ઊંઘ આખરે આવી તેમાંથી, પ્રાતઃકાળ થયો ત્યારે, ગજેન્દ્રમોક્ષ ગાતી ગાતી ઊઠી અને નવીનચંદ્રને સાવધાન જોઇ રાજી થઇ.