હું એજ તું -03 Sumit - Manasvi. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હું એજ તું -03

હું એજ તું

  • પ્રકરણ -3 ઉકેલ એજ કોયડો
  • બધાં જ સેકન્ડ યરનાં વિદ્યાર્થીઓએ મને ઊંચકી લીધો.. મિશ્રા સરે દોડતાં આવીને મને ગળે લગાવી દીધો,

    "ગુડ જોબ મિત.. તુમને બીચમેં તો મુજે ડરા હી દિયા થા.."

    મારું ધ્યાન સરની કે કોઇપણની વાતોમાં નહોતું લાગી રહ્યું. હું હજુંપણ શોધી રહ્યો હતો.. મારાં એ ફૂલને.. જે પોતાની સુગંધ મારા રોમ-રોમમાં પ્રસરાવી ગયું હતું. આખરે એનાં કારણે જ તો બુઝતો દીવડો ફરીવાર પ્રકાશમાન થયો હતો. ટ્રોફી લીધી પરન્તુ આજે પહેલીવાર હાથમાં ટ્રોફી હોવાં છતાં પણ મારા ચહેરા પર ખુશીનું રાજ નહોતું. મારી આંખો નિરાશ હતી. એ તરસ્યા રણની જેમ મારા આંતર-તંત્રને વધું ને વધું સૂકું બનાવી રહી હતી. મારી આસપાસનાં બધાંની ખુશી ભેગી થઈને પણ મને એકને ખુશ કરી શકતી નહોતી. મારી ખુશીને હું હારી ચુક્યો હતો.. એ નાનકડાં.. ભોળપણથી ભરેલાં ફૂલની આગળ.. હમણાં અડધો કલાક પહેલાં બધુંજ વ્યવસ્થિત હતું.. મારામાં.. પરન્તુ એ બે મિનિટે મારું અડધું અંગ મારી પાસેથી છીનવી લીધું હતું અને એ છતાં પણ હું સાતમાં આસમાન પર હતો. કોઈ દર્દ મને અડી શકતું નહોતું. હું ચાલતો થયો, મારી હોસ્ટેલ તરફ.. એક જીતીને હારેલા ખિલાડીની જેમ.. એ લથડતાં પગમાં હામ્ફેલી અને મરી રહેલી ઈચ્છાઓને જોઈને વેદ એ બૂમ લગાવી,

    "ક્યાં ચાલ્યો દોસ્ત..?? આજ તો પાર્ટી મેં દૂંગ઼ા તુજે.. અપની જીતકે નામ.. ચલ આજા.."

    "નહીં યાર.. મૂડ નહીં હૈ.. તુમ લોગ કર લો પાર્ટી.." મેં પાછળ જોયાં વગર જ પગને થોભાવ્યાં વિના જવાબ આપ્યો.

    "અરે, ઓ મજનૂ.. ક્યા મૂડ નહી હે, મૂડ નહી હે કર રહા હે..?? આજ તો પાર્ટી મેં દે રહા હૂં.. ચલ આજા મેરે યાર.." રેનીશે હાકલ કરીને કહ્યું.

    "ક્યાં બાત હે યાર.. અગર તું પાર્ટી દેગા તો આજ મુર્દે ભી જીન્દા હો જાયેંગે.. હાહાહા.." વેદ રેનીશનાં ખભે હાથ મુકીને એની મશ્કરી કરી રહ્યો હતો.

    "ઔર તુમ્હે પતા હે.. હમ લોગ જહાં પાર્ટી કરતે હે ઉસકે સામને વાલી બિલ્ડીંગ મેં ફ્રેશર્સ કી પ્રેક્ટિસ ચલ રહી હે.." સાંભળતાં જ મારા પગ થોભી ગયાં. કદાચ મારું હૃદય પણ મને ત્યાં જ ધડકતું મળી જાય..!! રેનીશે પાછળ ફરીને બૂમ લગાવી,

    "અબે તુજે અલગ સે કહેના પડેગા ક્યાં..??" હવે મારે મારા પગને એમની દિશામાં વાળ્યા સિવાય કોઈ છૂટકો જ નહોતો. મારા ચહેરા પર થોડી લાલાશ હતી જેને ઢાંકવાનો વ્યર્થ પ્રયત્ન હું કરી રહ્યો હતો. રેનીશ અને વેદ બન્ને આગળ ઉભાં ઉભાં મને આવતો જોઈ રહ્યાં હતાં. હું એમની પાસે પહોંચ્યો,

    "તું તો સાલા કામ સે ગયા.. એક બાર ઉસને બાત ક્યાં કર લી.. લટ્ટુ હો ગ્યાં રે તું.."

    "યાર.. સહી મે.. ઐસા મુજે પહેલે કભી નહીં હુવા.. મેં જીતની ભી કોશિશ કરતાં હૂં ઉસસે ધ્યાન હટાને કી.. ઉતનાં હી મેં ઉસકે તરફ ખીન્ચા ચલા જા રહા હૂં.." મારા પગ એમનાં પગ સાથે તાલ મિલાવી ચૂક્યાં હતાં. મને એવું લાગી રહ્યું હતું જાણે એ મસ્તીથી ભરેલી ધારદાર આંખો મને જ તગતગી રહી છે. મને અજીબ ખુશીનો અનુભવ થઈ રહ્યો હતો. જાણે મારા પગ જમીન પર ચાલવા માટે બન્યાં જ નહોતા એમ હું હવામાં ચાલી રહ્યો હતો. હવે મને મારા શ્વાસ પણ બહુ અર્થપૂર્ણ લાગતાં હતાં. એ જો ખરેખર ત્યાં સામેની બિલ્ડીંગ માં જ હશે તો એ હવા પણ એનાં પ્રેમમાં ટલ્લી થઈ ગઈ હશે. એને સ્પર્શ કરતી હવા.. એનાં એક એક શ્વાસની હવા મને પણ સ્પર્શ કરીને જશે. આટલું વિચારીને જ મને ગલગલીયાં થવાં લાગ્યાં.

    “અબે ઓયે..-“ અચાનક જ વેદનો અવાજ સાંભળીને મારા વિચારો ડરીને મારી પાછળ સંતાઈ ગયાં અને સામેનાં થાંભલા સાથે અથડાતા બચી ગયાં.

    “જરા અપની જલપરી કે સપનો મેં સે બહાર આ.. ઔર દેખ કે ચલ.. અગર કુછ હો ગયા તો ફિર વોહ ખુદ ભી તુમ્હારે સામને નહીં દેખેગી.. ફિર તુમ ઉસકે સપનો કે કારણ હિ કયું ના ગીરે હો..” વેદના શબ્દો મને હંમેશાં અસર કરતાં પરંતુ ખબર નહિ આજે મને એની કોઈપણ વાત અસર નહોતી કરી રહી. હું સહેજ હસ્યો.. હસ્યાં પછી વિચાર આવ્યો કે આખરે હું કોના પર હસતો હતો..?? એનાં પર કે પછી ખુદ પર જ.. કેન્ટીન આવી ગયું. કાચનો દરવાજો અઢેલીને અંદર પ્રવેશતાં પહેલાં મેં સામેની બિલ્ડીંગ તરફ નજર કરી અને કેન્ટીનમાં પ્રવેશી ગયો. અમારી યુનિવર્સીટીમાં દરેક ડીપાર્ટમેન્ટ મુજબ અલગ અલગ કેન્ટીન્સ હતી. અમારું મિકેનીકલ ડીપાર્ટમેન્ટનું કેન્ટીન અમને માફક નહોતું આવતું. આથી અમે મેડીકલ ડીપાર્ટમેન્ટના કેન્ટીનમાં અડ્ડો જમાવતાં જેનું મોટામાં મોટું એક કારણ એ હતું કે એ આખું કેન્ટીન એ.સી.થી જીવતું. એ વિશાળ હોલની છત સામાન્ય રીતે જેટલી ઉંચી હોવી જોઈએ એનાં કરતાં વધુ ઉંચી હતી. એ આખા હોલની વિશાળતા મારા બાસ્કેટબોલ કોર્ટ કરતાં પણ વધારે હતી. કેન્ટીનમાં પ્રવેશતાની સાથે જ ડાબી બાજુએ કાઉન્ટર હતું અને જમણી બાજુએ દીવાલ પર મોનાલિસાનું વિશાળ ચિત્ર દોરેલું હતું. અમારા સિનિયર્સ કહી રહ્યાં હતાં કે આખી એમ.જી.યુનિવર્સીટીમાં પહેલાં નંબરની કેન્ટીન આ મેડીકલ ડીપાર્ટમેન્ટની હતી જે વાત સો ટકા સાચી હતી. અમે એકોએક કેન્ટીનમાં ફરી લીધું હતું. પરંતુ અહીં જેવો આંખનો સ્વાદ અને જીભનો સ્વાદ ક્યાંય નહોતો મળતો. અહીં ઠેર-ઠેર ગોળ, ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, પંચકોણ અને ષટકોણ ઈમારતી લાકડાંના આંખને આંજે એવી પોલીશવાળાં ટેબલ ગોઠવેલાં હતાં. એ ટેબલની સાથે કોઈપણને બેસીને ગર્વ થાય એવી નકશીથી કોતરેલી લાકડાંની ખુરશીઓ મુકેલી હતી. જમવાની ડીશ લેવા માટે ઓર્ડર કાઉન્ટર પર જવું પડતું પરંતુ જમ્યાં પછીની ડીશ એ લોકો નાની એવી સ્ટીલની ટ્રોલી સાથે આવીને ખુદ લઈ જતા. સાંજના સમયે અહીંની રોનક મેડીકલ ડીપાર્ટમેન્ટના કેમ્પસને ચાર ચાંદ લગાવી દેતી. બેકગ્રાઉન્ડમાં વાગી રહેલું હળવું મ્યુઝીક કોઈને પણ બે ઘડી માટે બીજી દુનિયામાં લઈ ગયાં સિવાય ના રહેતું. દરેક મેડીકલ અને પેરામેડીકલના સ્ટુડન્ટસ ની ધડકન અહિયાં વિશ્રામ લેતી. હજું આટલું ઓછું હોય એમ અહીં આંખને ખીલખીલાવી મુકે એવી એક એકથી હસીન સુંદરતાઓનો મેળાવડો જામતો. ત્રિકોણ, પંચકોણ અને ષટકોણ પર બેસનારાં ગ્રુપ્સ મોટાભાગે ફિક્ષ રહેતાં. જ્યારે ગોળ કે લંબચોરસ પર બેસનારા લોકો હંમેશાં છ કરતાં વધુ અથવા ત્રણ કરતાં ઓછા રહેતાં. અમે ત્રણેય જઈને બિલ્ડીંગ તરફનાં જ એક ખૂણા પરનાં ત્રિકોણ પર ગોઠવાયાં. રેનીશે પૂછ્યું,

    “બોલો અબ.. ક્યાં ખાના હૈ..??” મારું ધ્યાન તો સામેની બિલ્ડીંગ પર જ હતું. મને જોઇને વેદ બોલ્યો,

    “હમ યહાં પાર્ટી કરને કે લિયે આયે હૈ જનાબ..” સાંભળીને મેં ત્યાંથી ધ્યાન હટાવી લીધું અને જાણે અચાનક જ કોઈ અદ્રશ્ય ચીજે મને શક્તિ આપી હોય એમ હું બોલી ઉઠ્યો,

    “પહેલે યેહ બતાઓ કિ પાર્ટી કૌન..-“ અને મારું મોં એમનું એમ ખુલ્લું જ રહી ગયું. શબ્દો એમના એમ જ સુકાઈ ગયાં. મારા વિચારો જાણે અચાનક જ જાદુથી જીવતાં થઈ ગયાં. હું હેરી પોટર કરતાં પણ વિશિષ્ટ જાદુઈ દુનિયામાં પ્રવેશી ચુક્યો હોઉં એવો એહસાસ મને થવાં લાગ્યો. એ જોઇને વેદે અને રેનીશે પણ મારી નજરની દિશા તરફ પોતાનું માથું ફેરવ્યું. મારી એ નમણાશથી મઘમઘતી કૂમળી કળી અને એની જ ડાળનું સુંદર પાન બન્ને એકસાથે કેન્ટીનમાં પ્રવેશ્યાં. અને મારા બન્ને ગંઠોડા બોલી ઉઠ્યાં,

    “યાર.. ક્યાં નસીબ પાયે હૈ તુને..”

    “અબે ચુપ કરો સાલો.. જબ ભી ઐસા કુછ બોલતે હો.. બાત બિગડ કે રેહ જાતી હૈ..” મેં એ બન્ને ના મોઢા બંધ કરાવ્યાં અને મેં મારા તરફ જોઈને મારો કોટ અને વાળ સરખા કર્યા. તે બન્ને એ અમારા ટેબલથી થોડે દુરના ટેબલ પર આસન જમાવ્યું. હું ગમે તે રીતે તેનું ધ્યાન મારા તરફ દોરવા માંગતો હતો. હું તેને બોલાવવા માંગતો હતો. તેનું નામ પુછવા માંગતો હતો. પરંતુ એની નજર મારા પર પડી કે એવી તરત જ એ એની ફ્રેન્ડને લઈને ત્યાંથી ઉભી થઈ ગઈ. મને એમ હતું કે એ મારી પાસે આવશે પણ હું ખોટો હતો. એ આંખના પલકારામાં જ ત્યાંથી બહાર નીકળી ગઈ. હું એ કાચમાંથી એની કોયડો બનીને ચાલી જતી પીઠ તરફ.. કોઈ બાળકને ચોકલેટ બતાવીને એ આપ્યા વગર જ જતું રહે એમ દિન થઈને જોતો જ રહ્યો પરંતુ એ ના અનુભવી શકી.. મારી ગમગીનીને.. મારા એના વગરના સુકાતા હૈયાને..

    *કોણ હતી એ સુંદરતા..??

    *શા માટે ટ્રોફી લેવાના સમયે જ અચાનક ત્યાંથી ગાયબ થઇ ગઈ હતી..??

    *કેન્ટીનમાં પણ અચાનક મીતને જોઈને શા માટે ત્યાંથી ચાલી ગઈ..??

    વાંચો મનસ્વી અને સુમિતની સાથે..

    ક્રમશઃ..

    “’