Hu aej tu - 2 books and stories free download online pdf in Gujarati

હું એજ તું-૨

મેં સરની જગ્યા પર નજર કરી. સર કરડાકી નજરે મને જ જોઈ રહ્યા હતા.

આમ પણ રેનીશ જ્યારે બાવરો થાય ત્યારે હું સમજી જ જતો કે મિશ્રા સર આસપાસ છે..

અને એમની રડાર આપડા પર છે..

"મિત વો અંગારે જલાને કે લીયે હે, આગ બુજાને કે લિયે નહીં " મિશ્રા સર એ હાકલ કરી.

ટીમમેટ્સ જોર જોર થી હસી પડ્યા..

"વો કલ ભી દેખ સકેગા તું, ફિલહાલ ગેમ દેખો ઓર જીતો યારો.."

મિશ્રા સરે તેમનાં અંદાજને અલગ રીતે જ રેલાવી દીધો.

"જી સર.." મેં હકાર માં માથું ધુણાવ્યું.

જીત તો ઠીક, પણ હું મારું ઘણું બધું હારી ચુક્યો હતો એ નજર પર.. રીતસર અટકી પડ્યો હતો હું ત્યાં..

ત્યાં થી એક કદમ પણ ખસાતું નહોતું ,,,

હું વળી વળી ને ત્યાં જોતો રહ્યો અને એ છુપાવતી રહી.. એ નજર..

એને મારાથી મતલબ હતો કે પછી માત્ર આ ગેમ થી..??

કોણ હતી એ..??

એને મારી તરસની ફિકર શું કામ હતી..??

આખરે શું કામ એણે પાણી આપ્યું..??

એ પણ એવી રીતે કે જે મારી તરસ બુઝાવવાની જગ્યાએ વધું ને વધું તરસાવી ગયું.

હજારો સવાલો મારા મનમાં ઉઠવા લાગ્યા.. અને આ બધા સવાલોનો એક જ જવાબ હતો..

સૂકા ભટ્ટ રણમાંની એ "જલપરી"

એ નજર.. એ અવાજ..

"મિત.." નાજુક હોઠો માંથી કેવા લસરી પડતા હતા એ શબ્દો...

મારા નામનું આટલું સુંદર અને નાજુક ઉચ્ચારણ થાય છે એ મને આજે ભાન થયું.

રેફરી ની સીટી વાગી.

બંને ટીમ કોર્ટની વચ્ચે એકઠી થઈ ગઈ..

એ પાંચ મિનિટ ના વિરામે, મારા મનનો વિરામ હણી નાખ્યો હતો..

સીટી ફરીથી વાગી, ગેમ સ્ટાર્ટ થવા જઈ રહી હતી.

"મિત" વેદ દોડીને આવ્યો, "શું કરે છે યાર, ક્યાં ખોવાઈ ગયો..??"

"અરે વેદ એ પેલી છોકરી યાર.." આટલું જ નીકળ્યું બસ..

"શું છોકરી..??

અરે આ ગેમ જીતી લઈએ, એટલે બધી તો આપડા પાછળ જ..

" કહેતાં તેણે આંખ મિચકારી, "તું આવ જલ્દી.."

એ મારો હાથ પકડી ઘસડીને લઈ ગયો. અમે બધાં ભેગા થયાં. રાઉન્ડ કર્યું. રેનીશે પૂછ્યું,

"કોઈ સ્ટ્રેટેજી..??"

"ખેલો ખુદ કેલીયે.."

બસ આનાથી વધારે કઈ નીકળ્યું નહીં. રાઉન્ડમાંથી બહાર નીકળી તરત જ મેં પાછળ જોયું.

એ એની મસ્તી માં મસ્ત હતી. આટલી ગરમીમાં પણ મારા દિલમાં ઠંડક ફરી વળી.

પોઝિશન લઈ લીધી બધા ખેલાડીઓ એ..

રેફરીએ બોલ ઉછાળ્યો.. ગેમ શરૂ થઈ..

થોડીક જ વારમાં આખો બાસ્કેટબોલ કોર્ટ હિલોળે ચડી ગયો. મારા દિલના પણ કંઈક એવા જ હાલ હતાં.

તડકો કે પછી થાક ખબર નહીં એ "બુસ્ટર ડોઝ" થી માત ખાઈને ક્યાં છુપાઈ ગયા હતા..

સિનિયર ખબર નહીં આજે કઈ અલગ જ મિજાજ માં હતાં.

હોઈ જ ને પણ.. આખરે ઈજ્જત પર વાત આવી ગઈ હતી..

જે જુનિયર, જે પાણીની બોટલમાં પાણી પીવડાવતા એ જ પાણીની બોટલને ભરવાનો સવાલ હતો..!!

બે મિનિટમાં કોઈ ગોલ ના થયો. સ્કોર 6-11 યથાવત હતો.

"ભાગો.. ભાગો.. મુજે ગોલ ચાહિયે" દર્શકોના આટલાં અવાજ વચ્ચે મને મિશ્રા સરનો અવાજ સંભળાયો.

ત્યાં જ સામે વાળી ટીમના શૂટરે 3 પોઇન્ટર અટેમ્પટ કર્યો..

મિશ્રા સર અને આખા સેકન્ડ યરના વિધાર્થીઓને નિરાશ કરી ગયો એ 3 પોઇન્ટર..

હું હવે મારી રમતથી ખુશ નહોતો. ખબર નહીં પણ એ નજર મારી સામેથી હટતી નહોતી.

એનો અવાજ.. એની મારી સામે જોવાની અદા..

કેમ મને ધોમ ધખતા તાપમાં પણ વરસાદના વાદળની જેમ ઠંડો છાંયડો આપી જતાં હતાં.

મેં વેદને બોલાવ્યો અને મેં એને મારી પોઝિશનથી રમવા કહ્યું કેમકે હું નહોતો ચાહતો કે મારા લીધે રમત બગડે.

"પણ મિત સ્કોર ઓલમોસ્ટ ડબલ થઈ ગયો છે.. તારું રમવું જરૂરી છે.." તેં ચિંતામાં હતો.

"વેદ મને ઠીક નથી.. તું રમ.. હું અહીજ છું..

" હું અચાનક જ અવેજીની પાસે જઈને બેસી ગયો. સેકન્ડ યરનાં સ્ટુડેન્ટ ઘણા નિરાશ થયા હતા મારા આ નિર્ણયથી.. મિશ્રા સર બરફની થેલી લઈને દોડતા આવ્યાં,

"ક્યાં હુવા મિત..??

" કંઈ જ બોલાયું નહીં મારાથી. હું એ ભીડમાં પણ એ જ નજર ને શોધતો હતો.

એ અવાજ ને સાંભળવાની કોશિશ કરતો હતો.

"મુજે પતા હી થા બોલા થા ના રાત કો સો જાના ટાઈમ પે" મિશ્રા સર ખીજાયા,

"જોર્ડન કે વિડિઓ દેખ કે ખુદ ભી નહીં સોતાં પૂરી રાત ઓર કોર્ટ કો ભી નહીં સોને દેતા બોલ કે સાથ..

" હંમેશ ની રીતે મારો એ જ જવાબ,, " સોના હી હોતા તો ઇતના દૂર નહીં આતા સાબ, ઘર પે હી સો લેતા

"તુમ્હે પતા હે યે ગેમ કી ફિકર મુજે ભી નહીં સોને દેતી.."

"સર એસા કૂછ નહીં હે.. મરીજ હુવા જિસ નજર સે, વો ડોક્ટર ઢૂંઢ રહા હું મેં.."

"ક્યાં??

" મિશ્રા સર સમજી નાં શક્યાં અથવા તો મારા શબ્દોને માની ના શક્યાં.

"કુછ નહીં સર, મેં આયા અભી..

આપ જાઓ.. ટીમ કો જરૂરત હે આપકે ચીયર અપ કી.." કહીને મેં સરને મોકલી દીધાં.

હજુ તો મન ભરીને જોયો પણ નહોતો એ ચહેરા ને.. અને એ આમ જતો રહ્યો..

હું ત્યાં બેઠો હતો, અવેજી ખેલાડી એ આવીને મને રૂમાલ ઓઢાડ્યો. જેની મને જરૂર જ ના હતી.

મારો છાંયો તો ત્યાં દૂર ખુદ તપી રહ્યો હતો તડકામાં..

સેકેન્ડ હાલ્ફ ની પાંચ મિનિટ પૂરી થઈ ચુકી હતી.

સ્કોર 8-18..!!

અમારા તરફથી 4 મિનિટ પર રેનીશે એ 3 પોઇન્ટર લીધું હતું.

ગેમ આખી સિનિયર તરફ ઢળતી જતી હતી. અમારી ટીમ ના ખેલાડી સંઘર્ષ કરી રહ્યા હતા.

અટેક તો દૂરની વાત, ડિફેન્સમાંજ અસહાય નજરે પડતા હતા..

ટીમ ને મારી જરૂર હતી અને મારે એની..

એ જલપરીની..!!

મેં એની તરફ જોવા ઘણી કોશીશ કરી,પણ એ દેખાતી નહોતી.

હું નીચે માથું નમાવીને વિચારી રહ્યો હતો..

યાદ કરી રહ્યો હતો એ મિલન ની પળો..

જે પલકવારમાં જ વીતી ચુકી હતી. એવા માં રેનીશ દોડતો આવ્યો,

"મિત..મિત.. "

મેં એને ધમકાવ્યો,

"તું આમ દોડીને ના આવ્યા કર, ડરાવી દે છે તું..

બોલ શું થયું..?? તેંણે ખાલી ઈશારો કર્યો.. મેં તેં તરફ જોયું..

કોર્ટ તરફ આવવાના રસ્તા પર એ જલપરી આવતી દેખાઈ.

સૌથી પહેલાં તો મેં રેનીશને નજીક બોલાવ્યો અને લાત મારી પહેલા તો..!

"સાલા ઝીંદગીમાં પહેલી વાર તું ભાગતો આવ્યો ને સારી વાત લાવ્યો યાર.."

જલપરી અને એની સાથે કોઈ બીજી પણ અજાણી છોકરી હતી.

તેં બન્ને પાણીની બોટલ લઈને આવતા હતાં. એ જોઈને મારું ગળું અચાનક જ સુકાઈ ગયું.

એ આવીને એની જગ્યા એ ગોઠવાઈ ગઈ. એની નજર આકૂળ-વ્યાકુળ હતી..

એ આમતેમ કોર્ટ માં જોઈ રહી હતી અને એની સાથે આવેલી છોકરીને કંઈક પૂછી રહી હતી..

મને એવું લાગી રહ્યું હતું કે કદાચ એ મને જ શોધતી હશે..!!

હું માત્ર એટલું વિચારીને પણ ખૂબ જ ખુશ થતો જતો હતો.

સેકન્ડ હાલ્ફ ની આઠ મિનિટ થઈ ચુકી હતી. સ્કોર હવે 10-19 હતો..

જુનિયર રીતસર ઘસડાઈ રહ્યા હતા મિશ્રા સરનો ગુસ્સો સાતમા આસમાન પર પહોંચી ચુક્યો હતો. પરન્તુ હું સતત એને જ નિહાળી રહ્યો હતો. એવામાં જ અચાનક એણે અવેજી ખેલાડીઓની બેઠક તરફ નજર કરી..

એ નજર પસાર થવા જઈ રહી જ હતી અને ત્યાં જ થોભાઈ ગઈ.. મારા પર.. અને જાણે હું એને વર્ષોથી જાણતો ના હોવ એમ મેં એને સ્માઈલ પાસ કરી.

પણ આ વખતે એ હસી નહીં. ખબર નહીં કેમ..??

મારે જાણવું હતું એ.. પણ એની પાસે જવાય એમ નહોતું. આથી મેં એને ઈશારો કર્યો.. ત્યાં થી જ,

"શું થયું??"

એણે એના નાજુક હાથોથી ઈશારાનો જવાબ આપ્યો,

"કેમ ત્યાં..?? બધું બરાબર..?? રમતો કેમ નથી..??"

એના ઈશારા કરી રહેલાં હાથના વળાંક સાપુતારા જવાના રસ્તા કરતા પણ વધારે જટિલ હતાં. પણ એ જટિલતા, મારામાં રહેલી એને સમજવાની તરસની સામે કંઈજ ના હતી. મેં એને ઈશારા માં જ સમજાવ્યું કે બધું બરાબર છે. પણ મને તરસ લાગી છે,,, અને મારાથી હસી પડાયું...

એણે મને ઈશારા માં જ પૂછ્યું,

"કઈ તરસ..??" અને એ વહેતા ઝરણાં ની જેમ હસી પડી..

એનું એ હાસ્ય મને ત્યાં જ તાજગીનો સ્પર્શ કરાવી ગયું.

એણે મારી સામે મોઢું બગાડ્યું. મેં પૂછ્યું,

"કેમ..??

" એણે કોર્ટ તરફ ઈશારો કર્યો અને ટ્રોફી તરફ નજર કરી. બસ મન તો કરતું હતું કે જ્યાં જ્યાં એની નજર રોકાઈ એ બધું જ એના હવાલે કરી દઉં..

હું ઉભો થયો અને મેં વેદ ને બોલાવ્યો.

અવેજી ખેલાડીને કોલ આપ્યો એણે મારી પોઝિશન મને ઓફર કરી.

એનો આભાર માની ને હું મેદાનની લાઈન પર જુક્યો..

કઈ જ નહોતું નીકળતું ત્યારે..

બસ મનમાં (" જો ભોળિયા બાપુ, આજે નહીં તો ક્યારે નહીં" ખબર નહીં પણ ભગવાન શંકર મને મારા દોસ્ત જેવા જ લાગતા હંમેશા..અને લાગવા પણ જોઈએ લોકો તો કહે છે એને પણ બે હાથ ને બે જ પગ હતા)

મારી અને જલપરી વચ્ચે માત્ર મેદાન હતું અને રમત હતી..

એ ખુશ હતી મને રમતા જોઈને..

એવું મને લાગતું હતું. એના ધૂપમાં ઓર ખીલેલા ચહેરા પરથી મને અજીબ શક્તિ નો સંચાર થતો હતો.

એ ચીયર અપ કરી રહી હતી.

મારું પાવરબુસ્ટર હવે આવી ચૂક્યું હતું. મેં ડ્રીબલ ચાલુ કર્યું..

જોત જોતામાં સામા કોર્ટમાં મેં બોલ રેનીશ ને પાસ કર્યો.

રેનીશ પણ એનો જ વેઇટ કરતો હોઈ એમ એને ડંક માર્યો જેના માટે એ ટીમ માં હતો.

અને 2 પોઈન્ટ ખાલી 45 સેકેન્ડ માં..!!!

મેદાન જુમી ઉઠ્યું. મિશ્રા સર ના હૈયે હામ આવી. મેં તરત જ પાછળ વળીને જોયું. મારી જલપરી તરફ..

એણે મને થમ્સ અપ બતાવ્યું..અને જાણે મેં પુરી દુનિયા જીતી લીધી હોય, મને એવો એહસાસ થયો અને મારા પગ તો જમીનથી ઉપર જ ઉઠી ગયા.

જમીન તો આપડા માટે છે જ નહીં એવું લાગવા માંડ્યું મને..

અજીબ રોમાંચ હતો એ..

બળબળતી બપોર પણ શાંત પડી જતી હતી એની લહેરાતી જુલ્ફનાં છાંયડા આગળ..

10 મિનિટ ના અંતે સ્કોર 12-19 હતો..!!!

સિનિયર ટીમે સ્ટ્રેટેજિક બ્રેક લીધો હતો.

અમે બધા ટીમમેટ્સ ભેગા થયા. સ્ટ્રેટેજી પ્લાન કરી,

"કોઈ સેલ્ફ શૂટ નહીં કરે પાસિંગ ગેમ રમો બસ.." મેં એવું સ્ટ્રિક્ટ ઇન્સ્ટ્રકશન આપ્યું.

સીટી વાગી ગેમ સ્ટાર્ટ થઈ.

રેનીશ ટુ વેદ.. અને વેદ એ મને બોલ પાસ કર્યો. મેં ડંક લીધો.. અને બોલ રિંગ ના ઉપર ભાગ માં ભટકાઈ ને નીચે પડ્યો..!!

તરત જ સિનિયર ટીમે ફાયદો ઉઠાવીને અટેક કર્યો અને ગોલ..!!!!

"શીટટટ.." મિશ્રા સર ચિલ્લાયા,"ડોન્ટ મિસ, ઇટ્સ ક્રિટિકલ નાવ."

સ્કોર 12-21..!!

મારી ગ્રીપ લુસ થતી જતી હતી. મેં પાછળ જોયું.

એ શાંત બેઠી હતી. મેં ઇશારાથી માફી માંગી. એણે પોતાના દિલ પર હાથ મુક્યો અને સ્માઈલ પાસ કરી. મને બૂસ્ટ અપ મળ્યું.

વેદએ બોલ એટેન કર્યો આ વખતે, પાસ કર્યો રેનીશને..

રેનીશે વિકાસ ને અને,

વિકાસે મને રિંગ પાસે જ શૂટ બનાવી આપ્યો.

મેં મારી ઊંચાઈ નો ફાયદો ઉઠાવતા ડંક અને બોલ સીધોજ રિંગ ની અંદર ગોઠવી આપ્યો.

વિકાસ એ હાઈ ફાઈવ કર્યું.

સ્કોર 14-21..!!

આખરી 3 મિનિટ, અમારા માટે અગ્નિ પરીક્ષા ની ઘડી..!!!

વેદ થી રેનીશ.. રેનીશ મને પાસ આપે અને મેં આ વખતે રેનીશને બેક પાસ આપ્યો ને એણે 3 પોઇન્ટર શૂટ કર્યો.

એન્ડ ઇટ્સ ઈન..!

"ગ્રેટ.." મિશ્રા સરએ બૂમ લગાવી.

સ્કોર 17-21..!!

મેં પાછળ જોયું. જયાં મારી પરી હતી.

એ મને જોઈને હસતી અને હું ભાન ભૂલી જતો.

2 મિનિટ બાકી હતી ત્યાં જ સામે ની ટીમ માંથી ઈન..!

કોર્ટ શૂટ કર્યું ને અમે પાંચ ક્રિટીકૅલ કંડિશન માં આવી ગયા

સ્કોર 17-23..!!! હવે માત્ર 1 મિનિટ બાકી હતી.

અમે સ્ટ્રેટેજિક ટાઈમઆઉટ માંગ્યો.

મિશ્રા સરએ અમને બોલાવ્યા,

"સિર્ફ 3 પોઇન્ટર.. 2 સે કામ નહીં ચલેગા.. વેદ.. રેનીશ તુમ એટેન લો.. મિત તૂ પાસ કર.. શૂટ મત લેના તૂ"

પહેલીવાર મને મિશ્રા સર એ શૂટ લેવાની ના પાડી.

ઘણું વિચાર્યા બાદ મને સમજાયું કે એ બધું નોટિસ કરતા હતા. તે સમજી ગયા હશે કદાચ મને..!!!

"અબ ક્યાં ડરના..અપની રાની જો સાથ હે.."

રમત શરૂ થઈ. બધાની ધડકન અટકી ગયેલી હતી. નિર્ણાયક ઘડી આવી ગઈ હતી.

રેફરી એ બોલ ઉછાળ્યો..

વેદ એ પાસ આપ્યો. લગભગ 3 પોઇન્ટર થી વધારે ડિસ્ટન્સથી મેં બોલ શૂટ કર્યો કેમ કે મિશ્રા સર ની વાત સિનિયર સાંભળી ગયા હતા અને એને મને ખુલ્લો છોડ્યો હતો.

અને રિંગ તો જાણે જન્મો જન્મ ની પ્યાસી હોઈ એમ બોલ ને સમાવી લીધો..!

મારી પરી હવે હિલોળે ચડી હતી.. મેં આસ-પાસ નજર કરી.. જુમી રહ્યું હતું ઑડિયન્સ..

સ્કોર 20-23..!!!

ફરીથી વિકાસે રેનીશ ને પાસ કર્યો,

રેનીશ ટુ વેદ.. અને વેદ એ શૂટ D ની અંદર હતો એટલે એક પોઈન્ટ..!

હવે માત્ર બે જ પોઈન્ટ જોતા હતા.. અને 27 સેકેન્ડ બાકી હતી..

બોલ મેં જ કલેક્ટ કર્યો, પાસ કર્યો વિકાસ ને.. રેનીશને બનાવવા કહ્યું રિંગ પર.. એણે એનું કામ કરી બતાવ્યું અને બસ,

બોલ પકડ્યો, અઢી ડગલાં જમ્પ..

અને ઈન..!!! એની પાસે છટકવાનો રસ્તો જ ના હતો..

કેમકે જ્યારે બધા ઊંઘતા ત્યારે અમે બે જ જાગતા આ કોર્ટ પર "એક હું અને બાસ્કેટબોલ"

કંઈક ઋણ મારા હતા એના પર જે એ કદાચ ચૂકવી રહ્યો હતો ...

સેકેન્ડ યરનાં બધાં જ સ્ટુડન્ટસ કોર્ટ માં આવી ગયા.. અને નાચવા લાગ્યા.. એટલી ભીડની વચ્ચે હું ગોતવા લાગ્યો.. મારા જળ ને..

પણ ખબર નહીં એ ક્યાં જતું રહ્યું, મૃગજળ ની જેમ..!!! મેં વેદ ને બોલાવ્યો,

"ક્યાં ગઈ એ?"

"કોણ.?? જલપરી.??"

"હા.."

"છોડ એ બધું, ચાલ ટ્રોફી લે..!!" પણ આજે પહેલીવાર મને ટ્રોફીમાં કોઈજ રાસ નહોતો. મારે એની નજીક જવું હતું. એનું નામ જાણવું હતું. અત્યાર સુધી તો એ અહીં જ હતી. હવે ખરેખર ટ્રોફી લેવાનો સમય આવ્યો તો ખબર નહીં ક્યાં જતી રહી હતી એ..

મારી વ્યાકુળ નજર એનું જ પગેરું શોધી રહી હતી ...

કોણ હતી એ જે મારા અંદર ના "હું" ને ખેંચી ગઈ ,,,,

ક્યાંથી આવી એ ??

હું કંઈજ જાણતો ના હતો ....

સિવાય કે શરીર ના ઉપરી ડાબી બાજુ ના હિસ્સા માનું કંઈક મારું એની પાસે જતું રહ્યું હતું ,,

એ પણ બધા સવાલો વચ્ચે ,,, મને ત્યાંજ ઉભો મૂકીને,,, આમ અચાનક...

★ અચાનક ક્યાં ગઈ એ જલપરી? કોણ હતી એ ?? મિત ની જેમ શું એનું પણ કશુક છૂટ્યું હતું આ રમત માં?

માણતા રહો યાદ કરતા રહો કોલેજ ના પ્યાર તરંગ..

મનસ્વી અને સુમિતની સાથે..

બીજા રસપ્રદ વિકલ્પો