તારા વગર નો અધુરો વેલેન્ટાઈન - Latter To Your Valentine Anand Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તારા વગર નો અધુરો વેલેન્ટાઈન - Latter To Your Valentine

તારા વગર નો અધુરો વેલેન્ટાઈન

આનંદ ગજ્જર

આજ નો આખો દિવસ મને કંટાળાજનક જ લાગ્યો. આખો દિવસ ઓફિસ ના કામ માં વ્યસ્ત રહ્યો. અરે પાગલ..મને ખબર જ નહોતી કે આજે 14 ફેબ્રુઆરી હતી. 14 ફેબ્રુઆરી એટલે કે આજે વેલેન્ટાઈન ડે હતો...પણ જવા દે...ક્યાં ફરક પડે છે કે આજે વેલેન્ટાઈન ડે હતો..આ તો બીજા કપલ્સ માટે હતો..મારા માટે તો ફક્ત એક સામાન્ય 14 ફેબ્રુઆરી નો દિવસ જ હતો. તારા વગર તો મારા માટે વેલેન્ટાઈન ડે નો કોઈ અર્થ જ નથી. વેલેન્ટાઈન ના બધા જ ડે પુરા થઈ ગયા પણ આ એક પણ દિવસ માં મને જરા પણ રસ નહોતો. એનું કારણ એ હતું કે તું નહોતી ને મારી પાસે. ઘણા બધા કપલ્સ ને જોયા પણ મને એ દરેક માં ફક્ત તારો જ ચેહરો દેખાતો હતો. આપણી એ સાથી વિતાવેલી બધી જ પળો મારી આંખો સામે છવાઈ જવા લાગતી હતી. આપણે પણ કેવા આવી જ રીતે એક બીજા ની આંખો માં આંખો પરોવી ને બેસી રહેતા નહીં ? આપણે પણ કેવી રીતે આવી રીતે એક - બીજા ના હાથ માં હાથ નાખી ને આવી રીતે ચાલતા.!!! કેવો સરસ હોય છે નહીં એ અનુભવ...પહેલા પ્રેમ નો અનુભવ???? સાચે જ પ્રેમ એવો જ હોય છે. મને લવ ની ભવાઈ મુવી નો મલ્હાર નો ડાયલોગ યાદ આવે છે કે "જ્યારે તમને કોઈ ગમે છે ને ત્યારે તમને બધું જ ગમવા લાગે છે ". સાચે જ દિકુ.... જ્યારે તું મને પ્રેમ કરતી હતી ને ત્યારે મને બધું જ ગમતું હતું. આમ તો મારા માં હિંમત નથી કે તારી સામે આવી શકું અને તને કહી શકું કે હું તને આજે પણ કેટલો પ્રેમ કરું છું. હું આજે પણ તને કેટલી મિસ કરું છું. મારા માં એટલી પણ હિંમત નથી કે હું તને મારી ફીલિંગ્સ સામે ચાલી ને તને કહી શકું એટલે જ મારી બધી જ ફીલિંગ્સ અને તારી સાથે વિતાવેલી એ બધી જ યાદો આ પત્ર માં વ્યક્ત કરી રહ્યો છું. ખબર નહિ તારી શુ ફીલિંગ્સ હશે મારા માટે અને તું મને ભૂલી ગઈ છે કે નહીં..પણ હું તને આજ સુધી નથી ભૂલી શક્યો. પાગલ મને તો આજે પણ યાદ છે એ 3 માર્ચ 2016 નો દિવસ..એ દિવસ જે દિવસે આપણે બંને મળ્યા હતા..કેટલો ખાસ હતો એ દિવસ..અને સ્ટુપીડ એટલા માટે કે તે મને થપ્પડ મારેલી..પણ એ થપ્પડ માં કાંઈક તો ખાસ હતું..જે મને તારી તરફ આકર્ષિત કરી ગયું હતું..હું તને નહોતો ઓળખતો અને તું પણ મને નહોતી ઓળખતી. મને ખબર પણ નહોતી કે મારી શુ ભૂલ હતી કે તે આવી ને સીધા જ જોયા કે જાણ્યા વગર મને ગાલ પર એક થપ્પડ મારી દીધી. હું તો મારા ફ્રેન્ડ્સ જોડે ત્યાં બેઠો હતો મારા ગ્રુપ માં. પછી તારી ફ્રેન્ડ આવી અને એને ખાલી એટલું જ કહ્યું કે...એ ક્રિષ્ના આ એ નહોતો...ખરેખર તારું ફેસ જોવા જેવું હતું એ સમયે..પહેલા તો થપ્પડ મારી ત્યારે ગુસ્સા માં લાલ - પીળું હતું અને જ્યારે ખબર પડી કે એ હું નહોતો ત્યારે શરમ ના કારણે સાવ કરમાઈ ગયેલા ગુલાબ જેવું હતું. તું કેટલી ક્યૂટ દેખાતી હતી ને જ્યારે તું તારા મીઠા અવાજ માં મને સોરી બોલી રહી હતી..બસ એ મીઠડો અવાજ અને એ ક્યૂટ ફેસ જોઈને હું પાગલ થઈ ગયેલો..મને તારી નશીલી આંખો જોઈને જ તારી સાથે પહેલો પ્રેમ થઈ ગયો હતો. તે દીવસે મને ખબર પડી હતી કે એક તરફી પ્રેમ નો અનુભવ કેવો હોય છે. તને યાદ છે પછી મેં શુ કરેલું ? મેં તારી પાસે થી સીધુ જ તારું પર્સ લઈ લીધેલું અને અગત્ય ના આઈડી પ્રૂફસ લઈ લીધા હતા..કેવો સ્ટુપીડ હતો ને હું. કોઈ છોકરી મને એક થપ્પડ માર્યા ના ભૂલ ની માફી માંગી રહી હતી અને એમ વચ્ચે આઈડી પ્રૂફસ ની વાત જ ક્યાં આવતી હતી..પણ તું જેવી કાતિલ અને ખતરનાક દેખાતી હતી અંદર થી એટલી જ ભોળી હતી..મેં ગુસ્સા માં તારી પાસે આઈડી પ્રૂફસ લઈ લીધા અને તે વગર કાઈ બોલે આપી પણ દીધા. હા એ વાત અલગ છે કે તારા મન માં આના કારણે ઘણા બધા સવાલો પણ ઉઠ્યા હશે. પણ શું કરું દિકુ..તારી અદા એ મને પાગલ કરી નાખ્યો હતો અને મને એ એક જ રસ્તો સુજયો તારી સાથે ફ્રેન્ડશીપ કરવા માટે નો..કારણ કે જો હું સામે થી તને ફ્રેન્ડશીપ માટે પૂછું તો મારી તું શું હાલત કરે એ તો મને પેલી એક થપ્પડ માં જ સમજાઈ ગઈ હતી. મને ખબર છે એ રાતે તને ઊંઘ પણ નહીં આવી હોય..મેં તને કીધું તુ કે મને અમદાવાદ માંથી ગમે ત્યાં થી શોધી લેજે અને તારા આઈડી પ્રૂફસ લઈ જજે.. મારી પાસે તારી બધી ડિટેઇલ્સ હતી અને મને એ પણ ખબર હતી કે મેં તને 2 દિવસ સુધી આઈડી પ્રૂફસ ના આપ્યા એટલે તારી કેવી હાલત થઈ હશે. એટલે જ ત્રીજા દિવસે હું તારા ઘેર આવ્યો હતો તારા આઈડી પ્રૂફસ આપવા માટે. અને તારો નેચર પણ ખૂબ સરસ હતો. તે મારા પર સહેજ પણ ગુસ્સે થવાના બદલે કેટલો પ્રેમ થી મને ઘર માં મીઠો આવકાર આપેલો અને સામે થી મને તારી ભૂલ માટે બીજી વાર સોરી કીધેલુ. પછી આપણી વચ્ચે થોડી વાત-ચિત થઈ અને એક બીજા નો પરિચય આપ્યો..મને યાદ છે કે બસ એ દિવસ થી આપના બે ની વચ્ચે ફ્રેન્ડશીપ ની શરૂઆત થઈ હતી. ખાલી એક થપ્પડ ના કારણે આપણે મળ્યા હતા અને ફ્રેંન્ડશિપ થઈ હતી...પછી યાદ છે આપની ફ્રેન્ડશીપ કેવી ગાઢ બનતી ગઈ હતી. આપણે કેવા કોલેજ માંથી બંક મારી ને ફરવા જતા..બહુ જ મજા આવતી હતી નહિ એ સમયે..એક બીજા વિશે કેર કરતા નહિ...? અને આ દોસ્તી એક પ્રેમ માં ફેરવાઈ ગઈ ખબર જ ના પડી નહિ..તને યાદ છે એ દિવસ 30 જૂન 2016 નો દિવસ...એ દિવસ મારા માટે તો ક્યાંથી ભુલાય ? કારણ કે કેટલો ખાસ હતો એ દિવસ મારા માટે...જે દિવસે મેં તને મારી લાઈફ પાર્ટનર બનાવવાનો નિર્ણય કરેલો. હું તને રિવર ફ્રન્ટ લઈ ગયેલો અને સાંજ ના સૂર્યાસ્ત ની હાજરી માં ઘૂંટણિયે થઈ ને તારા સામે મારી લાઈફ પાર્ટનર બનવાનો પ્રસ્તાવ મુકેલો...અને તે...કેટલા મીઠડો અવાજ માં અને હલકું શરમાઈ ને મને હા પાડી હતી અને આપણે એકબીજા ને હંમેશા માટે સાથ આપવાનું વચન આપ્યું હતું અને આપણી પહેલી કિસ કરી હતી...કેટલી બધી ખાસ અને પળો હતી નહિ...આજે પણ યાદ કરી ને આંખો માંથી હરખ ના આંસુ આવી જાય છે...એ હસીન પળો.... એ પહેલી કિસ.......અને એને પછી ની આપણી બેય ની જિંદગી કેવી બદલાઈ ગઈ હતી...અડધી રાત સુધી જાગીને એક બીજા સાથે ફોન માં વાતો કરવી, એક બીજા ના ફોટોસ શેર કરવા, તું જમ્યો કે નહીં એવું પૂછવું, વાત વાત માં એકબીજા ને આઈ લવ યુ કહેવું, ક્યાંક બહાર ગયા હોય કે કોઈ સાથે હોય તયારે એક બીજા સાથે વાત ના થાય તયારે બેચેન રહેવું....અને એ પછી ના વર્ષ ના વેલેન્ટાઈન ડે કેટલા સરસ રીતે ઉજવ્યા હતા નહિ આપણે..બધા જ દિવસો આપણા માટે કેટલા બધા ખાસ હતા નહિ..કેટલો પ્રેમ કરતા હતા નહિ આપણે એક બીજા ને...પણ ખબર નહિ એવું તો શું બની ગયું આપણી વચ્ચે કે આ પ્રેમ પર પૂર્ણવિરામ આવી ગયું...તારું અચાનક જ મારી સાથે નો કોન્ટેક્ટ તોડી નાખવો અને અચાનક જ આવી રીતે મારી જિંદગી માંથી ચાલ્યા જવું...કેવું અજાણ્યું હતું નહીં..? ખબર નથી પડતી મને કે આ એક હકીકત હતી કે ફક્ત એક અધૂરું સ્વપ્ન હતું...ખરેખર કિસુ...બહુ જ ખાસ હતી મારા માટે એ પળો જે મેં આ પત્ર માં વ્યક્ત કરી છે...પણ આજે મને કાઈ નથી ગમતું....કારણ કે જ્યારે તું મને ગમતી હતી ને ત્યારે મને બધું જ ગમતું હતું......

લી. તારા વગર અધુરો...

અંશ