છેલ્લે તુટ્યો એક સબંધ - ૨ Kshirap Bhuva દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

છેલ્લે તુટ્યો એક સબંધ - ૨

જયારે કોઈ અંગત વ્યક્તિ પોતાની સામે ફરિયાદ કરે અને સબંધમાં તિરાડ પડે ત્યારે શું થાય તેવો માહીને અનુભવ થવા લાગ્યો જે વ્યક્તિ સાથે છેલ્લા શ્વાસ સુધીના સપના જોયા હોઈ તે વ્યક્તિ આવી નજીવી બાબતે મને ફરિયાદ કરશે તેવો માહીને સપને પણ વિચાર ન હતો

શશાંકને મળી માહી પોતાના ઘરે જવા નીકળી મનમાં અનેક સવાલો હતા કે શશાંકને મારી મમ્મી શું કેહ્શે ? હું આ બધી વાત મારી મમ્મીને કઈ રીતે સમજાવું ભલે અમારા બંનેના પ્રેમ સબંધમાં લાંબો સમય ના થયો હોઈ પણ મને શશાંક પર વિશ્વાસ છે તે મને છોડી નહિ શકે આવા અનેક સવાલો અને ગૂંચવતા એના જવાબો વચ્ચે માહી વિચારોની દુનિયા માં મગ્ન થવા લાગી અને ઘરે પહોચી ઘરના દરવાજા પાસે રહેલ ડોરબેલ વગાડી ત્યાં જ માહીના પપ્પાએ દરવાજો ખોલ્યો તરત જ પૂછ્યું બેટા કેમ આટલી બધી વાર લાગી ? આજે પણ શાશાંકે તને રાહ જોવડાવી કે શું ? ના પપ્પા રસ્તામાં ટ્રાફિક નડી ગયો અને એટલે જ મોડું થઇ ગયું , માહીએ જવાબ આપ્યો, ઉતાવળા પગે માહી તરત જ પોતાના બેડરૂમમાં જઇ અને પોતે પેહ્રેલ કપડા કાઢી તે બાથરૂમ ગઈ અને બાથરૂમમાં જઇ શાવર ચાલુ કરી નાહવા લાગી પણ ઠંડા પાણીની ગરમ શરીર પર સહેજ પણ અસર જ ના થતી હોઈ તેમ તે જડ બની શાવર નીચે ઉભી ઉભી શશાંકના વિચારો માં છે શશાંક સાચો છે કે હું ? સાચે જ મારી મમ્મીનો વાંક હશે કે શશાંક ને હવે મારા માં રસ નથી ?

અચાનક પોતાના અસ્તિતનો ખ્યાલ આવ્યો એટલે સફાળી કાર્યરત થઇ હોઈ તેમ શાવર બંધ કરી પોતાના ટોવેલ થી શરીર લુછી નાઈટ ડ્રેસ પેહરી તે બહાર આવી અને બેડપર શરીર લાંબુ કરી શશાંકને ફોન કરવાનું વિચારે છે પણ માહીનું મન નથી માનતું અને એમ થાય છે કે હવે તેની શું વાત કરવા માટે ફોન કરું ? અનેક સવાલો સામે તેના જવાબ શોધવા માહી અડધી રાત ગુમાવી બેસે છે રાતના અઢી વાગી જાય છે માહીને થાય છે કે જીવનમાં એક પ્રેમ તો જરૂરી છે જ કદાચ શશાંક મને છોડી દેશે તો હું કઈ અધુરી નથી થઇ જવાની અનેક તર્ક વિતર્ક પછી માહી વિચારોને આરામ આપી ઊંઘી જાય છે

આ તરફ શશાંકની હાલત તો કઈક જુદી છે તેને તો બધું જેવું હતું એવું કહી દીધું એટલે મનમાં શાંતિ થઇ ગઈ છે. શશાંક એવું સમજતો તો કે જો માહીને આ વાત ના કહી હોત તો મેં આખી જિંદગી પસ્તાવો થાત

હવે માહી શશાંકને મળવાનું ઓછું કરી દે છે. તે એવું સમજે છે. કે કદાચ શશાંકને મારી જરૂર નથી એ પણ બીજા છોકરા જેવો જ નીકળ્યો. અને આ તરફ શશાંક એવું સમજતો તો કે માહી જ્યાં સુધી એની મમ્મીને બધી વાત જણાવી ના દે ત્યાં સુધી મળવાનું કોઈ કારણ નથી.

આવી રીતે ૧૫ દિવસ જેવો સમય નીકળી ગયો. શશાંકને ઓફિસેથી ૩ મહિના માટે ભોપાલ જવાનો ઓર્ડર આવ્યો. એ જતા પહેલા માહીને મળવા માંગતો હતો પણ પોતે પાછો સિધ્ધાંતવાદી. મનોમન નક્કી કરેલું કે હું માહીને બધું ઠીક ના થઇ જાય ત્યાં સુધી નહિ મળું. કદાચ તે એવું સમજશે કે મને હવે કોઈ તકલીફ નથી. છતાં તેણે ભોપાલ જતા પહેલા આગલી રાત્રે માહીને ફોન કર્યો પણ માહીનો ફોન સ્વીચ ઓફ હતો. શાશાંકે મહિના પપ્પાને ફોન કર્યો. જવાબ મળ્યો કે માહી ઘરે નથી. શશાંકને મનમાં થયું કે રાતના ૧૦ વાગ્યા છે અત્યારે તો માહી ઘરે જ હોઈ અને કદાચ ઘરે ના હોઈ તો માહી મારી સાથે હોઈ પણ મેં જ એના ઘરે એના વિષે પૂછ્યું છતાં મને કોઈ આશ્ચર્ય સિવાય એના પપ્પાએ કહી ધીધુ કે માહી ઘરે નથી, અને પાછો એનો ફોન પણ બંધ આવે છે. નક્કી માહી મને મળવા નથી માંગતી અને કદાચ તેણે તેની મમ્મીને વાત કરી હશે તો એની મમ્મીએ મને ભૂલી જવા માટે કહ્યું હશે.

શશાંકને થયું સારું થયું ચાલો જેને મારી સાથે રહેવું નથી તેની સાથે જિંદગીભરનો પ્રવાસ કરવો એ શક્ય નથી, શશાંક બીજે દિવસે ભોપાલ પહોચે છે. નવી ઓફીસ નવા કલીગ્સ, ગરમ ભોપાલમાં ઠંડો શશાંક બધાથી અલગ પડે છે કેમકે તે પહેલેથી શરમાળ છે ને એટલે. તેનું શરમાળ હોવું તે માહીને ખુબ જ ગમતું, ભોપાલમાં કંપની તરફથી શશાંકને રહેવા માટે ફ્લેટ આપવામાં આવ્યો. અમદાવાદમાં તો સવારના ૮ થી સાંજના ૧૧ સુધી કામ કરતો શશાંક હવે મોટા ભાગે ફ્રિ હોઈ છે કેમ કે ભોપાલમાં કંપની હજુ પોતાના પાયા મજબુત નો’તી કરી શકી આથી કામનો લોડ ખુબ જ ઓછો હતો. માણસને જે જોઈતું હોઈ તે સમયે તેને તે જ મળી જાય એટલે અગાઉનું ભૂલી જાય કે મેં પહેલા જે વસ્તુ માટે ભગવાન પાસે ભીખ માંગી હતી હવે તો તેની સામે મને નફરત થાય છે તો એવું તો શું થયું હશે. શશાંક માહી અંગે લાંબુ વિચારવા માટે ટેવાયેલો નો’તો એટલે હવે તો ભોપાલમાં તો તેને માહી યાદ પણ નોતી આવતી માહીને છેલે મળ્યો તો એ વાતને એક મહિનાનો સમય થઇ ગયો. શશાંક પર હવે ધીમે ધીમે કામનો લોડ પણ વધવા લાગ્યો એટલે પોતે અગાઉ પ્રેમમાં હતો તે પણ ભૂલાય ગયું. શશાંક માહીને ભૂલી ગયો તેમાં શશાંકનો કોઈ જ વાંક નથી કેમ કે શશાંકે માહીને મળવા માટે ફોન પણ કરેલો પણ સંજોગો વસાત માહી સાથે વાત ના થઇ શકી અને મળી ના શકાયું. અને પોતે પાછો નિયમ વાળો ખરો કોઈ વ્યક્તિ તેને ના બોલાવે તો આ પણ સામે ના જોવે. એટલે કદાચ એવું કહી શકાય કે શશાંકમાં હઠ હતો.

હવે તો શશાંક માહીને મળ્યો નથી એને દોઢ મહિના થઇ ગયા. રવિવારનો દિવસ હતો શશાંક આજે રજા હોવાથી કલીગ્સ સાથે ફિલ્મ જોવા જવાનો હતો લાંબા સમય પછી ફરહાન અખ્તરની ફિલ્મ આવી હતી શશાંકે જ્યારથી આ ફિલ્મનું ટીઝર જોયું હતું ત્યારથી તેની રાહ જોતો હતો. ભોપાલના ચર્ચ રોડ પર આવેલ રાજ મલ્ટીપ્લેક્સમાં બપોરે એક વાગ્યાનો શો હતો હાલ તો ૧૨ વાગ્યા હતા એટલે કેબ બુક કરી થિયેટર સુધી પહોચ્યો ત્યાં તેમના કલીગ્સ તેમની રાહ જોઈને ઉભા હતા. બધા અંદર એન્ટર થયા. લાઈટ્સ બંધ થઇ ફિલ્મ સ્ટાર્ટ થઇ. શશાંક પોતાના ફેવરીટ હીરોની ફિલ્મ હોવાથી ફિલ્મમાં મગ્ન થઇ ગયો હતો ઈન્ટરવલ પડ્યો. શશાંક બધા માટે પોપકોર્ન લેવા માટે બહાર આવ્યો તે પોપકોર્નના કાઉન્ટર સુધી પહોચ્યો ત્યાં તેની નજર એક છોકરી પર ગઈ એ યુવતીએ વેસ્ટર્ન ડ્રેસ પહેર્યો હતો. આંખમાં આગળ ગોગલ્સ. જાણે કોઈ અમીર ખાનદાનની એકની એક દીકરી હોઈ તેવો વેશભૂષા આ યુવતીનો હતો. શશાંક તેને જોઈ ફરી ગયો અને કાઉન્ટર પર ૫૦૦ની કડક નોટ આપી પોપકોર્ન માંગવા લાગ્યો. ત્યાં પેલી છોકરીની નજર શશાંક પર ગઈ. શશાંકને જોઈ તરત જ બોલી ઉઠી. તમે અહિયાં ક્યાંથી ? શશાંકે પણ તેની સામે જોયું બંનેની આંખો મળી શશાંકના હાથમાં રહેલ પોપકોર્નનું પેકેટ પડી ગયું. તું અહિયાં ક્યાંથી ? અને મેં તારા ઘરે ફોન પણ કર્યો તો એ બધું છોડ પહેલા એ કે ટુ અહિયાં ક્યાંથી ? યુવતીએ શશાંકને અધવચ્ચે જ અટકાવ્યો. શશાંકે જવાબ આપ્યો હું કંપનીના કામથી ૩ મહિના માટે અહિયાં આવ્યો છું. પેલી યુવતીએ શશાંકને પોતાના હાથની રીંગ બતાવી.