ઇન્ડિયા મેં સિર્ફ તીન ચીજે ચલતી હૈ Kshirap Bhuva દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઇન્ડિયા મેં સિર્ફ તીન ચીજે ચલતી હૈ

એક મશહૂર બોલિવૂડ ફિલ્મનો ડાયલોગ છે કે " ઇન્ડિયા મેં સિર્ફ તીન ચીજે ચલતી હૈ એન્ટરટેઈન્મેન્ટ, એન્ટરટેઈન્મેન્ટ ઔર એન્ટરટેઈન્મેન્ટ" જો કે વાત પણ સાચી છે દરેક ભારતવાસીમાં દર ત્રણ વ્યક્તિ દીઠ એક વ્યક્તિને સિનેમાનો ખૂબ જ શોખ છે એવું તો એક રિસર્ચ દ્વારા પણ સાબિત થયું છે. પણ મુંબઈના સિનેમાની સંસ્કૃતિ ઉપરાંત આંધ્ર પ્રદેશ, આસામ, કર્ણાટક, કેરળ, પંજાબ, તમિલનાડુ, ગુજરાત અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોની સિનેમાની પરંપરાનો સમાવેશ ભારતીય સીનેજગતમાં થાય છે. ભારતીય ફિલ્મો સમગ્ર અને મધ્ય પૂર્વમાં જોવાય છે. સિનેમાને એક માધ્યમ તરીકે દેશમાં લોકપ્રિયતા મળી છે અને દર વર્ષે વિવિધ લગભગ 1000 ફિલ્મનું નિર્માણ થાય છે. બ્રિટન અને અમેરિકા જેવા દેશમાં વસતા ભારતીયોના કારણે હિન્દી ભાષાની ફિલ્મોને આંતરરાષ્ટ્રીય દર્શકો મળી રહે છે. ભારત વિશ્વમાં સૌથી મોટો ફિલ્મ નિર્માતા દેશ છે ભારતમાં સિનેમા દ્વારા પેદા થતી કુલ આવકમાં હિસ્સો લગભગ અડધો છે

જો કે આ સમગ્ર ચર્ચા તો ભારતીય સિનેમાની થઈ પણ ભારતમાં ફક્ત એક્શન, રોમેન્ટિક કે કોમેડી ફિલ્મો જ નથી બનતી ભારતમાં એન્ટરપ્રનોર્સ માટે પણ અનેક ફિલ્મો બની છે અંતરીયાળ ગામડાઓ માંથી કોઈ યુવાને શહેરની કોન્ક્રીટના જંગલો વચ્ચે પોતાનું અસ્તિત્વ ટકાવવા અને કંઈક સાબિત કરવા માટે મથવા લાગે તો એ શું ના કરી શકે ? એક સમયે જમવાના પૈસા ના હોઈ અને પોતે પોલિસ્ટર કાપડનો ધંધો કરી વિશ્વમાં ડંકો વગાડી દે તેવી એક સ્ટોરી પર મણિરત્નમ દ્વારા ફિલ્મ બનાવવામાં આવી અને એ ફિલ્મ એટલે અભિષેકે બચ્ચન અને ઐશ્વરીયા રોયની ફિલ્મ ગુરુ। ઉઘ્યોગ સાહસિક માટે પ્રેરણા મળી રહે તેવી ફિલ્મમાં ગુરુનું નામ મોખરે લેવાય છે વર્ષ 2007માં આવેલી ગુરુ ફિલ્મ લોકો એ ખૂબ જ પસંદ કરી હતી

આવી જ એક મુવી પણ આધુનિક યુગ સાથે આધુનિકતામાં વિકસાવે અને ગ્રાઉન્ડ લેવલ થી શિખર સુધી પોહ્ચવાની પ્રેરણા આપે એટલે બેન્ડ બાજા બારાત, ફિલ્મનું શીર્ષક જ કંઈક એવું છે કે, આપને લાગે કોઈ રોમેન્ટિક ફિલ્મ હશે પણ લવ સ્ટોરી સાથે ફિલ્મમાં ઝીરો થી હીરો કઈ રીતે બનવું તેવી સીખ મળે છે લગ્નના માહોલમાં યોજાતા અસંખ્ય લગ્ન પ્રસંગોમાં ઇવેન્ટ મેનેજમેન્ટ કરતા પણ કંઈક હટકે વ્યાપાર શરૂ કર્યો અને તેમાં અનેક સમસ્યાઓ આવી પણ ગોલ સુધી પોહ્ચવા માટે લાત ખાવી પડે તેવી પ્રબળ શક્તિ આપનાર શીખ આ ફિલ્મમાં મળે છે

ઉદ્યોગ સાહસિકતા અને પ્રેરણામય ફિલ્મોની યાદીમાં રણબીર કપૂરની ફિલ્મ રોકેટ સિંઘ પણ ખૂબ જ લોકપ્રિય બની. આ ફિલ્મમાં ખાસ કરીને એક સામાન્ય વિદ્યાર્થી સેલ્સમેન બની અને શું કરી શકે છે તે અંગે ઊંડાણ છે ફિલ્મના પાત્રો જ ફિલ્મની સફળતાની નિશાની છે પોતાની આવડત અને કુશળતાના આધારે એક વ્યક્તિ જ્યાં સામાન્ય નૌકરી કરતો હોઈ તે જ કંપનીનો માલિક બને છે આ વાત જ યુવા હૃદયમાં ચિનગારી પોહ્ચાડવા માટે સક્ષમ છે

એક એવી પણ ફિલ્મ છે જેની પાછળ કોઈ પાત્ર એ પોતાના અંગત સ્વાર્થ માટે નહીં પણ દેશને ગુલામી માંથી છોડાવવા માટે જંગ લડી હોઈ અને સફળતાને પોતાના તરફ આકર્ષી હોઈ આ ફિલ્મ એટલે આમિર ખાનની લગાન, ફિલ્મમાં એકતા અને ઈમાનદારી વચ્ચે દેશની રક્ષા કરવા અને ખેડૂતોને પાયમાલી ના રસ્તેથી બે પાંદડે કરવા આખું ગામ બ્રિટિશરો સામે જંગ લડે છે અને આ જંગ એટલે ક્રિકેટની જંગ જેમાં બ્રિટિશ હંમેશાથી મોખરે રહ્યું છે છતાં પણ સંપ અને ધીરજતા દ્વારા ક્રિકેટની જંગ માં વિજય મેળવ્યો

એક શ્રીમંત ઘરનો કુલ દિપક જ્યારે પોતાની જાતે નોકરી શોધે અને ગર્વ સાથે નોકરી કરી અસ્તિત્વ ટકાવી રાખે તેવી ફિલ્મ પણ આ યાદીમાં છે અને એ ફિલ્મ એટલે વેક અપ સીડ ફિલ્મનું શીર્ષક જ નાયક ને જગાડવાનો પ્રયત્ન કરે છે પણ નિંદ્રામાંથી ઉઠેલો સીડ એટલે કે રણબીર કપૂર પોતાના દમ પર મેગેજીનમાં ફોટોગ્રાફર બની સ્વમાનથી જીવે છે આ ફિલ્મમાં એક લવ સ્ટોરી છે પણ ઉદ્યોગ સાહસિક માટે ઉભા થવા અને નિરંતર પ્રયત્નો કરવાની એક સીખ પણ છે

જો કે હિન્દી ફિલ્મો સિવાય ભારતમાં સાઉથ ઇન્ડિયન ભાષામાં બનતી ફિલ્મોમાં લાંબી યાદી ઉદ્યોગ સાહસિકને મદદ અને પ્રેરણા મળે તેવી છે જેમાં મહેશ બાબુની નંબર વન બિઝનેસ મેનનો સમાવેશ કરી શકાય, એક અનાથ યુવક પોતાની હિંમત અને કાબિલિયતથી દેશભરમાં નામના મેળવે છે અને સરકારને પણ હચમચાવી દે છે આવી દમદાર સ્ટોરી હિન્દી ભાષા સહિત સાઉથમાં પણ બને છે

એક એવી ફિલ્મ પણ યાદીમાં છે જે ઉદ્યોગ સાહસિક સિવાય અન્ય સર્વેને પ્રેરણારૂપ સાબિત થઈ છે નામ છે ચક દે ઇન્ડિયા ફિલ્મમાં ભારતની એકતા વિશે પૂર્ણરૂપે ભાર આપવામાં આવ્યો છે ફિલ્મ કોઈ ઉદ્યોગ સાહસિક પર આધારિત નથી પણ એકતા અને મેહનતનું પરિણામ વિજય જ હોઈ તે ચક દે ઇન્ડિયા ફિલ્મમાં સાબિત કરી બતાવ્યું છે

કોઈ અભણ વ્યક્તિ એક શિક્ષિત વ્યક્તિની આંખને જાગૃત કરે અને તેને સાહસ ખેડવાની હિમ્મત આપે એવી પણ ફિલ્મો ભારતમાં બને છે ફિલ્મનું નામ છે માંઝી આ ફિલ્મ એક સત્ય ઘટના પર આધારિત છે જેમાં દશરથ માંઝી નામક એક ઈસમે જોકે આમ તો તેના જીવનમાં બે વખતની રોટી પૂરતું કમાવા સિવાય બીજું કોઈ લક્ષ્ય જ નહોતું, પણ ૨૪ વર્ષની ઉંમરે તેના જીવનમાં એક ઘટના બની, જેના કારણે તેણે એક અશક્ય લાગતું કામ હાથ પર ધરી લીધું.

એક દિવસ ગેહલોર હિલની એ જોખમી અને સાંકડી કેડી પરથી પસાર થઈને દશરથ માંઝીની પત્ની દશરથને ભાતું આપવા જતી હતી. એ જોખમી કેડી પસાર કરતી વખતે તેનો પગ લપસ્યો અને તે સાંકડી ખીણમાં પટકાઈ. દશરથની પત્ની ફાલ્ગુનીદેવીને ગંભીર ઈજા થઈ અને તેને સમયસર સારવાર ન મળી શકી એટલે થોડા દિવસ રીબાઈને તે મૃત્યુ પામી. એ ઘટનાને કારણે દશરથ માંઝી અંદરથી હચમચી ગયો અને તેણે અત્રી અને વઝીરગંજ વચ્ચેની એ જોખમી કેડીની જગ્યાએ ગેહલોર હિલ કોતરીને મોટો રસ્તો બનાવવાનો નિશ્ર્ચય કર્યો. તેણે ત્રણેય ગામના લોકોને એ માટે સમજાવ્યા. પણ ગેહલોર, અત્રી અને વઝીરગંજના લોકોએ તેની વાતને હસી કાઢી અને તેને ગાંડો કહ્યો. ત્રણેય ગામના લોકો એ વાત માનવા જ તૈયાર નહોતા કે ગેહલોર હિલ કોતરીને રસ્તો બનાવવાનું શક્ય છે. દશરથ માંઝીએ છેવટે બાવીસ વર્ષની કાળી મજૂરી કરીને ૪૮ વર્ષની ઉંમરે ગેહલોર હિલ કોતરીને ૧૬ ફૂટ પહોળો રોડ બનાવી નાખ્યો. ૧૯૬૦ થી ૧૯૮૨ સુધી તેણે સતત એ જ કામ કર્યું હતું. દશરથ માંઝીના બાવીસ વર્ષના પરિશ્રમને અંતે અત્રી અને વઝીરગંજ વચ્ચેનું અંતર ૭ કિલોમીટરથી ઘટીને દોઢ કિલોમીટર જેટલું થઈ ગયું. જે લોકો દશરથ માંઝીને બેવકૂફ ગણતા હતા એ લોકો તેને માન આપવા માંડ્યા. પત્રકારો તેની મુલાકાત લેવા તેના ગામ સુધી લાંબા થવા માંડ્યા અને દશરથ માંઝીનું નામ ‘માઉન્ટનમેન’ પડી ગયું.‘સાધુબાબા’ અને ‘માઉન્ટનમેન’ તરીકે ઓળખાવા માંડેલા દશરથ માંઝીને પછીથી જાતભાતના એવોર્ડસ અને માનઅકરામ મળ્યાં. ૧૭ ઓગસ્ટ, ૨૦૦૭ના દિવસે દિલ્હીમાં તેનું મૃત્યુ થયું ત્યારે બિહાર સરકાર દ્વારા રાજકીય સન્માન સાથે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.શાહજહાંએ પત્ની મુમતાઝની યાદમાં હજારો મજૂરો પાસે ૨૦ વર્ષ સુધી કાળી મજૂરી કરાવીને તાજમહાલ બંધાવ્યો એની દશરથ માંજી સામે કોઈ વિસાત ન કહેવાય. દશરથ માંઝીએ એકલા હાથે પત્નીની યાદમાં પર્વત કોતરી નાખ્યો.દશરથ માંઝીએ સાબિત કરી આપ્યું કે માણસ દૃઢ નિશ્ર્ચય કરીને કોઈ લક્ષ્ય માટે મચી પડે તો કશું પણ અશક્ય નથી. જે કામ હજારો લોકો સાથે મળીને થોડા સમયમાં પતાવી શક્યા હોત એ કામ થયું નહીં કારણ કે અત્રી, વઝીરગંજ અને ગેહલોરએ ત્રણ ગામ અને આજુબાજુના બીજા ગામના લોકો પણ એ કામ અશક્ય ગણતા હતા, પરંતુ દશરથ માંઝીએ માત્ર હથોડો, ખીલા અને દોરડાને સથવારે એકલા હાથે બાવીસ વર્ષમાં અશક્ય ગણાતું કામ કરી બતાવ્યું. માણસને જીવનમાં કોઈ કામ અશક્ય કે અતિશય કપરું લાગે ત્યારે દશરથ માંઝી જેવા એકલવીર માણસના જીવન પરથી પ્રેરણા લેવી જોઈએ.

યુવાનીમાં ઉકળતા લોહીમાં કદાચ કોઈ યુવાન ખરાબ રસ્તે લપસી પડતો હોઈ છે પણ એ જ યુવાન યોગ્ય સમયે હિંમત હાર્યા વગર જો લક્ષ્ય પાછળ દોટ મૂકે તો સફળતા તેના ચરણોમાં હોઈ છે આવી જ એક ફિલ્મ એટલે મુઝામ બેગ ની 2012માં આવેલી ફિલ્મ એટલે સડ્ડા અડ્ડા આ ફિલ્મમાં યુવાન અવસ્થામાં હિંમત હારી ગયેલા વ્યક્તિ અને હિંમત ના હારેલા વ્યક્તિ વચ્ચે શું તફાવત હોઈ છે તે સ્પષ્ટ પાને દેખાય આવે છે

આ યાદી માં એક ફિલ્મ તો એવી છે કે જે સત્ય ઘટના પર આધારિત તો છે જ સાથે એ ફિલ્મની હકીકતથી લગભગ દરેક ભારતવાસી માહિતગાર હશે વાત છે રંગ રસિયા ફિલ્મની આ ફિલ્મમાં રાજા રવિ વર્મા ભારતમાં પ્રિન્ટિગ ક્ષેત્રે નવી ક્રાંતિ લાવ્યા તેની કહાની વર્ણવામાં આવી છે કોઈ પણ બિઝનેસ સ્ટાર્ટ કરો એટલે સમય જતા તેમાં પરિવર્તન લાવવું જ પડે એ વાત પણ રંગ રસિયામાં સાબિત થઈ છે પરિવર્તન ને સ્વીકારી રાજા રવિ વારમાં એ પહેલા પ્રિન્ટ અને પછી ચલ ચિત્રો દ્વારા ભારતમાં એક ક્રાંતિ કરી

ઉદ્યોગ સાહસિકોને પ્રેરણા મળે અને તળેટીએથી શિખર સુધી કઈ રીતે પહોંચવું જોઈએ તેવી આલ્હાદક ફિલ્મો ભારતીય સીને જગતમાં ઘણી છે અને દરેક ફિલ્મો અંતે કંઈક ખૂબ જ પ્રેરણામય સીખ છોડીને જાય છે આવી અનેક ફિલ્મો ભારતમાં હાલ પણ બની રહી છે એ એક ખુશીની વાત છે