સફર-ટ્રેનથી લગ્નની Hiren Moghariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સફર-ટ્રેનથી લગ્નની

વડોદરાનાં પોશ વિસ્તાર સમાં માંજલપુરનાં રસ્તાઓ પર વ્હાનોની આછી-પાતળી અવર-જવર ચાલુ છે.ડિસેમ્બર મહિનો ચાલુ થઇ ચુક્યો છે.વાતાવરણમાં ઠંડીનું જોર વધી રહ્યું છે.'સ્કાય હાઈટ્સ' ટાવરના પાંચમા માળે આવેલા આલીશાન 4 BHK ફલેટના બેઠકરૂમમાં આવેલી હાર્ટ શેપની ઘડિયાળ હજુ હમણાંજ અગીયાર મધુર ટંકાર કરીને શાંત થઇ છે.ફલેટના બેડરૂમમાં તાજું જ પરણેલું કપલ રોમેન્ટિક વાતોએ વળગ્યું છે.આ કપલ એટલે એક અઠવાડિયા પહેલા જ પરણેલા નિશાંત અને નિયતિ.
નિશાંત કેમીકલ એન્જીનીયરીંગ પૂરું કરીને હજુ એક વર્ષ પહેલા જ એક મલ્ટીનેશનલ કંપની માં જોડાયો હતો.નિયતી નું B.H.M.S પૂરું થયું હતું અને ઇન્ટર્નંશીપ હજુ બાકી હતી.આમ તો બંનેના અરેંજડ મેરેજ હતા પણ બંનેની કેમેસટ્રી એટલી જોરદાર હતી કે જોનાર દરેકને પહેલી નજરે તો એવું જ લાગે કે લવ મેરેજ છે.
બંનેના લગ્નને હજુ એક અઠવાડીયું જ થયું હતું.લગ્નની ભાગદોડ,મહેમાનોની અવર-જવર,લગ્ન પછી ની વિધિઓ આ બધું પૂરું થવામાં એક અઠવાડીયુ નીકળી ગયુ.હજુ સુધીમાં બને પતિ -પત્નીને એકબીજા સાથે સરખી રીતે વાત કરવાનો પણ સમય નહોતો મળ્યો.આજે રાહત થઇ હતી.મહેમાંનો પોતપોતાના ઘરે ચાલ્યા ગયા હતા,બધી વિધિઓ પુરી થઇ ગઈ હતી.
બધા રાતનું જમવાનું પૂરું કરીને નવરા થયા ત્યાં સુધીમાં દસ વાગી ગયા હતા.નિશાંત પોતાની રૂમમાં ગયો ત્યારે નિયતિ પહેલે થી જ નિશાંત ની રાહ જોતી બેઠી હતી.ફ્રેશ થઇ ને નિશાંત અને નિયતિ વાતોએ વળગ્યા.વાતો ધીરે ધીરે રંગીન અને રોમેન્ટિક બનતી જતી હતી.વાત વાતમાં નિયતિ એ નિશાંતને પૂછ્યું-" તમારી મમ્મી સાથે મુલાકાત કેવી રીતે થઇ?"નિશાંત અને નિયતીના લગ્ન નિયાતીના મમ્મી એ જ કરાવ્યા હતા.સગાઇ પછી બંને વચ્ચે આ વિષે ક્યારેય વાત નહોતી થઇ.આજે અચાનક જ નિયતિ એ આ સવાલ પૂછી નાખ્યો.નિશાંત એ કહ્યું - બહુ લાંબી સ્ટોરી છે,તને કંટાળો આવશે.નિયતિ કહે - ભલે ગમે તેટલી લાંબી હોય મારે સાંભળવી જ છે.મી.નિશાંતકુમાર મારા હસબન્ડ કેવી રીતે બન્યા એ તો મારે જાણવું જ પડેને..!!એમ કહીને હળવેથી નિશાંતનું નાક ખેંચ્યું.નિશાંત કહે-“રહેવા દે,પછી કિસ કરતી વખતે વચ્ચે નડશે.”નિયતિ ખોટો ગુસ્સો કરતા બોલી –“જાવને,તમને તો વાતે વાતે મજાક જ સૂઝે છે.હવે આડી અવળી વાતો કર્યા વગર મને સ્ટોરી ઓફ મી.નિશાંતકુમાર ટુ હસબન્ડ ઓફ નિયતિ નિશાંતકુમાર કહો.”
નિશાંત કહે –“સંભાળ સુઈ ના જતી.વાત ત્યાંરની છે જ્યારે હું થર્ડ ઇયરના છઠ્ઠા સેમેસ્ટંર માં હતો.હોળી-ધુળેટી નજીક હતી.આમ તો અમારે હોળી-ધૂળેટીનો બંક પડતો નહિ પરંતુ સળંગ ત્રણ-ચાર દિવસ રજા જેવું હતું એટલે ઘરે જવાનુ વિચાર્યું હતું.આગલા દિવસે રાત્રે ભારત અને બાંગ્લાદેશ ની ટ્વેન્ટી-ટ્વેન્ટી વર્લ્ડકપની મેચ હતી.બાંગ્લાદેશે ટોસ જીતીને ભારતને બેટિંગમાં ઉતાર્યું હતું.ભારત માંડ સાત વિકેટે 147 રન બનાવી શક્યું હતું.જવાબમાં બાંગ્લાદેશે15 ઓવરમાં 5 વિકેટે 105 રન બનાવી લીધા હતા.ખાલી 43 રન બાકી હતા.બાંગ્લાદેશના બે સ્ટાર પ્લેયરો રમતા હતા.બને સેટ હતા.ભારતની હાર નક્કી હતી.અને પછી અચાનક પરિસ્થિતિ બદલાઈ અને છેલ્લી ઓવરમાં અગિયાર રન બાકી રહ્યા.પહેલા ત્રણ બોલમાં જ 9 રન થઇ ગયા.અમે જ્યાં જોતા હતા તેમણે મેચ બંધ કરી દીધી.ફરીથી ચાલુ કરાવી.આપણે તો ઇન્ડિયાના બહુ મોતા ફેન એટલે કીધું ઇન્ડિયા હજુ જીતે અને સાચું પડ્યું.છેલ્લા ત્રણ બોલમાં ત્રણ વિકેટ પડી અને ઇન્ડિયા મેચ જીતી ગયું.મેચ જોવા માં જ 12 વાગી ગયા હવે ઘરે જવાનું હતું એટલે પેકિંગ ચાલુ કર્યું.પેકિંગ કરવામાં ને કરવામાં એક વાગી ગયો.પછી લાઈટ બંધ કરી ને આડો પડ્યો.ઘરે જવાનું હોય અને પથારી માં પડ્યા પછી તરત ઊંઘ કોને આવે?આપડે તો મોબાઈલ મચડવાનું ચાલુ કર્યું.એમાંને એમાં 2 ક્યારે વાગી ગયા એની ખબર પણ ના પડી.સાડા પાંચની ટ્રેન હતી.ઉઠવાનું હતું 4 વાગ્યે.હવે સુવાની ખાલી 2 કલાક રહી.હું તો ફોર્મ માં હતો.ઘરે જવાનું હોય તો ઉઠી જ જવી ને..!!પણ ફોર્મ નીકળી ગયું,એલાર્મ તો પોણાં ચાર થી પોણા 6 સુધીમાં દશ મુક્યા હતા પણ મારી ઊંઘ તો સાડા પાંચ ની ટ્રેનની વ્હીસલ સાથે જ ઉડી.

સાડા પાંચે ઉઠીને ઘડીક તો વિશ્વાસ જ ના થયો.થોડીવાર તો શૂન્યમનશ્ક થઇ ને ઉભો રહ્યો.બે-પાંચ સેકન્ડ પછી લાઈટ થઇ કે ટ્રેન છૂટવાની પછી ભાગ્યો.જેમ લંગડા પાછળ હડકાયું કૂતરું પડે ને ભાગે એમ મેં સ્પીડ પકડી.જેવું તેવું બ્રશ કર્યું.આવી ફાટી હોય ત્યારે નાહ્ય કોણ? નાહ્યા વગર ફટાફટ કપડાં બદલ્યા.બૂટની દોરી બાંધવાનો પણ સમય નહોતો.શર્ટના છ માંથી ખાલી ત્રણ બટન જ બંધ કર્યા હતા,બેલ્ટ પણ પેન્ટના ત્રણ નાકમાંથી જ પસાર કર્યો હતો.મારો દેખાવ જોઈને પહેલી નજરે કોઈને આવું જ લાગે કે કોઈ મેન્ટલ હોસ્પિટલમાંથી ભાગેલો દર્દી રખડે છે.જેવું તેવું બેગ ભર્યું ને પછી ત્રણ થેલા લઈને મૂકી દોડ.હોસ્ટેલનો ગેટ બંધ હતો.ઉપરથી થેલા બહારની તરફ ફેંક્યા અને ગેટ પર ચડવા જ જતો હતો ત્યાં તો બે-ત્રણ કૂતરાં ભસતા ભસતા આવ્યા.હવે થોડી ઉપર ચડાય?ચડીએ તો કૂતરાં મારી ઉપર ચડી જાય.” આ સાંભળીને નિયતિ જોર જોર થી હસવા લાગી.નિશાંત કહે –“ચુપ થા...બધા જાગી જશે.હું સ્ટોરી નથી કહેવાનો જા..!!”નિયતિ પ્રેમ થી નિશાંતની છાતી પર માથું મૂકી ને કહે-“માય ડિયર હબી ને ખોટું લાગ્યું ?સોરી..!!”નિશાંત કહે –“બસ હો...ખોટી કાલુડી ના થા..નથી સારી લાગતી.” અને નિયતિ ના રેશમી -મુલાયમ વાળમાં આંગળીઓ ફેરવતા ફેરવતા ફરીથી વાત કહેવાની શરુ કરી.

કૂતરાનો ભસવાનો અવાજ સાંભળીને હૉસ્ટેલનો વૉચમેન ત્યાં આવ્યો. મને કહે-" ગેટ ખુલ્લો જ છે જો...!"પછી ગેટ ખોલીને રસ્તા પર આવ્યો.થોડાક નસીબ સારા કે તરત જ રીક્ષા મળી ગઈ.રિક્ષાવાળા કાકાને કીધું-"કાકા,સાત નંબરના ગેટ પાર ઉતારોને મારી ટ્રેન ઉપાડે એમ છે.ભાડું તો રીક્ષા માં બેઠો ત્યારે જ કાઢી ને રાખ્યું હતું.બરાબર રીક્ષા માંથી ઉતારતો હતો ને ટ્રેન લાગી ચાલવા.રિક્ષાવાળા કાકા કહે-"ભાઈ,તારી ટ્રેન તો ઉપાડી".મારી તો ફાટી.ફટાફટ બંને થેલા એક એક હાથમાં પકડયા અને કોલેજ બેગ ખભે નાખી મૂકી દોટ.પ્લેટફોર્મ પર એક ભાઈ કહે-"દોડ,જલ્દી ચડી જા...." મેં કીધું-" જનરલ છે ?" તો કહે -" હા..હવે...જનરલ જ છે.ચડ ને હવે નહિ તો રહી જઈશ".ટ્રેનમાંથી એક બારી પાસે બેઠેલા માસી બોલ્યા-"પેલા થેલા ચડાવી દે પછી તું ચડ."આ માસી એટલે તારા અને હવે આપડા બંનેના પ્રેમિલા માસી.નિયતિ તો આશ્ચર્યથી નિશાંત સામે જોઈ જ રહી."પેલા ત્રણેય થેલા ડબ્બા માં ફેંક્યા અને પછી ચાલતી ટ્રેને ચડયો.કર્મની કઠણાઈ જ હવે ચાલુ થતી હતી.હું જેવો ચડયોને તરત જ ટ્રેન થોડે આગળ જઈને ઉભી રહી.આવી દોડાદોડીમાં ટિકિટ કોને લીધી હોય? જો આ ટ્રેન ચૂકાઈ જાય તો બીજી ટ્રેન સીધી સાંજે ચાર વાગ્યે મળે એટલે હું તો કઈ વિચાર્યા વગર ચડી જ ગયો હતો.અત્યારે ટ્રેન ને સિગ્નલ નહોતું મળ્યું એટલે ઉભી હતી.કોને ખબર કેટલો સમય ઉભી રહે? વળી પાછી ટિકિટ બારી પણ ઘણી દૂર હતી.એટલે વિચાર્યું કે આણંદથી જ ટિકિટ લઈશ.સવાર સવાર માં ટી.સી. પણ સૂતો જ હશે એટલે કોઈ ચેકીંગવાળું નહિ આવે .ગાડી ઉપાડી.ચડ્યા પછી થોડીવાર તો શ્વાસ પુનર્વત થવામાં લાગી.પેલા માસી મને કહે-"તારો સામાન તો આવી ગયો ને ?"પછી આમની સાથે બીજા બેન હતા આમને મારી સામે જોયું.જોઈને જ ખબર પડી ગઈ આતો આપડા કાઠિયાવાડી ..!! એ બીજા બેન એટલે બીજું કોઈ નહિ પણ તારા મમ્મી અને મારા હાલ ના મમ્મીજી.ગાડીએ થોડી સ્પીડ પકડી એટલે પેલા તો બાથરૂમમાં જઈ ને પહેલા તો કપડાં વ્યવસ્થિત કર્યા,વાળ ઓળયા અને પછી દરવાજા પાસે આવી ને ઉભો રહ્યો.બુટની દોરી બરાબર બધી અને ઉભા ઉભા વિચારતો હતો કે આણંદ આવે કે ટી.સી. આવે ફટાફટ નીચે ઉતરી જવાનું.

આણંદ તો આવ્યું પણ દશેરાના દિવસે પણ નસીબે સાથ નથી આપ્યો તો આજ ક્યાંથી આપવાનું?ટ્રેન ત્રણ નંબરના પ્લેટફોર્મ પર આવી ને ઉભી રહી.બે નંબરના પ્લેટફોર્મ પર બીજી ટ્રેન ઉભી હતી હવે ટિકિટ લેવા જવું તો કેવી રીતે જવું ?તોય વિચાર્યું ઉતારું તો ખરા જે થશે તે જોયું જશે.ઉતારવા જ જતો હતો ત્યાં માસી આવી ને કહે-"બીટા,અત્યારે ના જતો..ગાડી ઉપાડી જશે."હું તો વીલ મોંએ સીટ પર આવી ને બેસી ગયો.બરાબરની ફાટી હતી.ટી.સી. આવશે તો લેવા દેવાના થઇ પડશે એટલે ફરીથી બારણા પાસે ગયો અને કોઈ જુવે નહિ એ રીતે પાકીટમાં ખાલી 110 રૂપિયા રાખીને બાકી ના એક ખિસ્સામાં સંતાડી દીધા.જેથી ટી.સી. આવે ટી કહેવા થાય કે ખાલી 110 જ છે.ફરીથી સીટ પર જઈને નીચું માથું રાખીને બેઠો.માસી કહે-" ક્યાં જવાનું ?" મેં ટૂંકમાં જ જવાબ આપ્યો-"સુરેન્દ્રનગર".પછી મને કહે-" ચિંતા ના કરતો,આગળ થી ટિકિટ લઈ લેજે."નડિયાદ આવતું હતું.દરવાજા પાસે જઈને ઉભો રહ્યો.એક કોલેજીયન ઉતારતો હતો અને પૂછ્યું-"ટિકિટબારી કઈ બાજુ છે ?"પેલા એ પગ થી માથા સુધી એક નજર નાખી જાણે કે મેં એના કરોડો રૂપિયા લઈ લીધા હોય..!!પછી કહે-"બહુ દૂર છે."અડધી હિમ્મત તો ત્યાં જ ખલાસ થઇ ગઈ.ટ્રેન ફરીથી બે નંબર પર ઉભી રહી.માસી ફરીથી મારી પાસે આવીને કહે ના જતો.ફરીથી સીટ પર આવી ને બેસી ગયો.

આહ......શું વાતાવરણ હતું...!!!ફાગણ મહિનો ચાલતો હતો.ધીમે ધીમે સૂર્યનારાયણ બહાર આવતા જતા હતા.સવારનું વાતાવરણ મસ્ત ઠંડુ હતું.ધુમ્મસ ના સામ્રાજ્ય પર સૂર્યનારાયણ ના કિરણોરૂપી સિપાઈઓ એ ચડાઈ કરી દીધી હતી.ઝાકળનો મિજાજ સવાર સાથે સત્સંગ કરતો હતો.આખી રાત બંધ પોપચાંનાં નીરવ સંવાદ પછી પાંપણના દ્રશ્યોને વાચા ફૂટતી હોય એમ પંખીઓ નવી સવારનો લાભ લેવા માટે આકાશમાં ઉડા-ઉડ કરી રહ્યા હતા.આવી ફાટી હોય ત્યારે વાતાવરણમા કોને રસ હોય ?બેગમાં 'સફારી',દિવ્ય ભાસ્કરની બુધવારની પૂર્તિ-કળશ,આર.કે.નારાયણ ની નોવેલ હતી.વાંચવાનું તો કોને સૂઝે ? અત્યારે તો બસ એક જ વાત સૂઝતી હતી-ટી.સી. ના આવવો જોઈ એ બસ.!!કેટલીય વાર ભગવાન ને પ્રાર્થના કરી ચુક્યો હતો.બે-ત્રણ વાર તો હનુમાન ચાલીસા પણ બોલી નાખી હતી.માથું નીચું નાખીને બેઠો હતો.સામેની સીટ પર બેઠેલા ભાઈ દિવ્ય ભાસ્કર વાંચતા હતા.સ્પોર્ટ્સ પેજ ખુલ્લું હતું અને ટાઇટલ હતું-"ભારતની બાંગ્લાદેશ સામે એક રને રોમાંચક જીત."કાલની મેચ જોતી વખતે જેટલો રોમાંચ હતો એ બધો અત્યારે ટેન્શન મા કન્વર્ટ થઇ ગયો હતો.

મહેમદાવાદ આવ્યું.એક કાકા ઉતારતા હતા મેં પૂછ્યું-"ટિકિટબારી કેટલે દૂર છે?" મને સીધું જ કહી દીધું-"ભાઈ,ઉતારવાનું રે'વા દે.અમદાવાદથી લઈ લેજે.ટિકિટ લેવા જઈશ તો ટ્રેન ચૂતી જશે."હારેલા યોદ્ધા જેવું મોઢું કરી ને પાછો સીટ પર બેઠો.ડબ્બામાં સૌ પોત પોતાની વાતો મા વ્યસ્ત હતા.બે કલાક થવા આવ્યા હતા પણ ડબ્બા મા શું ચાલે છે એનું કઈ ભાન નહોતું.નડિયાદથી છોકરીઓનું એક ગ્રુપ ડબ્બામાં ચડયું હતું પણ આજે એવા કશામાં રસ નહોતો.મહેમદાવાદથી ગાડી ઉપાડી.બે ડબ્બા દૂર કોઈ ટાઈ-સૂટ વાળું ચડયું હોય એવું લાગ્યું.બાથરૂમમાં જઈને પાકીટ ફરીથી જોઈ લીધું.વધારે રૂપિયા તો નથી રહી ગયા ને ? એન્ડ ખિસ્સામાં રાખેલા રૂપિયા વધારે અંદર સંતાડી દીધા.જેથી ખિસ્સા તપાસે તો સહેલાઇ થી હાથમા ના આવે અને આવી ને સીટ પર બેસી ગયો.જેમ રાત્રે કોઈ ડારેલો માણસ રસ્તા ની બાજુ મા રહેલા ઝાડ પર ફરકતું કપડું જોઈ ને ડરી જાય આવી જ હાલત મારી હતી.ઘણી વાર થઇ છતાં પણ કોઈ ના આવ્યું એટલે રાહત થઇ.

ડબ્બામાં નજર ફેરવી તો એક પ્રેમિલા માસી હતા જેમને મને બે-ત્રણ વખત નીચે નહીં ઉતારવાની સલાહ આપી હતી,તેમની સાથે મારા થનાર મમ્મીજી હતા.એક નિવૃત સરકારી કર્મચારી હોય એવા અંકલ ઉંમર લગભગ 65 ની હશે.તેમના પત્ની હતા અને સાથે 12 થી 14 વર્ષ ના એક છોકરો ને એક છોકરી,જે એમના પૌત્ર -પૌત્રી હશે એમ માની લીધું.મારી બાજુની સીટ પર નડિયાદ થી ચડેલું એક કપલ હતું.સાથે ત્રણેક વર્ષ નો જોતાજ રમાડવાનું મન થઇ જાય એવો છોકરો હતો.બધા ને જોતા જ લાગતું હતું કે કાઠિયાવાડી છે.થોડી રાહત થઇ કે-આખે આખો ડબ્બો જ કાઠિયાવાડી છે. થોડીક હિમ્મત પણ આવી.બાકી સામાન્ય રીતે પરપ્રાંતીય મજૂરો સિવાય આ ટ્રેન મા બીજા લોકો ઓછા જોવા મળતા.પ્રેમિલામાસી એ કીધું-'ચિંતા ના કરીશ.અમદાવાદ થી ટિકિટ લઈ લેજે.અમે બધા છીએ તારી સાથે."એમની સાથે જે બીજા બેન હતા એ કહે-"બિચારો સાચો છોકરો છે.બધા સ્ટેશન એ ટિકિટ લેવા ઉભો થાય છે,પણ મેળ નથી પડતો."પેલા અંકલ ના પત્ની કહે-"આપડે બધા ટી.સી.ને વાત કરીશું.આટલા બધા કહે તો માને જ ને.આવું બધું સાંભળી ને થોડીક હિમ્મત વધી.

મણિનગર આવતું હતું.પ્રેમિલામાસી મારી પાસે આવ્યા અને કહે-"ઉતારીને ટિકિટ લઈ લેજે,તારા સામાન ની ચિંતા ના કરતો.ગમે તે ડબ્બામાં ચડી જજે અને પછી આગળ ના સ્ટેશનથી અહીં આવી જજે."મણિનગર આવ્યું.એક ભાઈ ઉતારતા હતા.મેં પૂછ્યું-"ટિકિટબારી ક્યાં છે?" મને કહે-બહુ દૂર છે.દોડીને જઈશ તો પણ નહિ પહોંચી શકે."ફરી પાછું ઉતારવાનું માંડી વાળ્યું.માસી એ કીધું-"અમદાવાદ 20 મિનિટ ઉભી રહેશે.સાચવીને જ જે અને ટિકિટ લઈ આવજે.તારો સામાન આમે સાચવીશુ.

અમદાવાદ આવ્યું ને ટ્રેન હજુ ઉભી જ રહેતી હતી,ત્યાં જ મેં રીતસરની દોડ મૂકી.બે-ત્રણ સાથે અથડાતા-અથડાતા રહી ગયો.આ વખતે નસીબે થોડો સાથ આપ્યો કે ટ્રેન એક નંબરના પ્લેટફોર્મ પર જ ઉભી રહી.ટ્રેનમા ત્રણ વર્ષ થી આવતો જતો હતો પણ કોઈ દિવસ કાલુપુર રેલવે-સ્ટેશન ઉતાર્યો નહોતો.તો પછી ટિકિટબારી ક્યાં છે ? એ થોડી ખબર હોય?પણ નસીબ સારા કે થોડીવારમા જ મળી ગઈ.હવે ફટાફટ ટિકિટ લેવાની હતી.આમ-તેમ નજર નાખી ,દરેક બારી આગળ મોટી લાઈન હતી.એક બારી પાસે જઈને ઉભો રહ્યો. એક 21-22 વર્ષનો યુવાન ટિકિટ લેતો હતો.મેં વિનંતી કરી કે -" મારી ટ્રેન ઉપડે એમ છે.ટિકિટ લાવી આપોને.!"મને કહે-"ક્યાંની ?"મેં કીધું-"સુરેન્દ્રનગરની "તો કહે-"સોમનાથવાળી ટ્રેન ની ?"મેં હા પાડી.તેમણે વિન્ડો ઓપરેટરને એકે રાજકોટ અને એક સુરેન્દ્રનગરની ટિકિટ આપવા કહ્યું.રાજકોટ સાંભળીને હું પાછો ચમક્યો.વધુ એક કાઠિયાવાડી..!!નસીબ સાથે નહોતું પણ ભગવાન સાથે હતા.કાઠિયાવાડી બનીને સામે આવતા હતા.મેં પૂછ્યું-"તમારે રાજકોટ જવાનું છે? મારી બાજુ મા સીટ ખાલી છે."દોડીને બંને ડબ્બામાં આવ્યા અને જોયું તો ડબ્બામાં ધમાલ મચેલી હતી.માસીએ મારા માટે એમની પાછળ જ વિન્ડો સીટ રોકી લીધી હતી.હવે ડબ્બો ફૂલ થઇ ગયો હતો.પગ મુકવાની પણ જગ્યા નહોતી.પેલા ભાઈ હજુ ઉભા જ હતા.મેં અમને મારી બાજુમાં બેસી જવા કહ્યું.થોડીવારે એ ઉભા થયા એન્ડ આંટો મારીને આવ્યા.માને કહે-"પેલી બાજુ જગ્યા છે ત્યાં જાવ છું."મેં સ્માઈલ કરીને મૂક સંમતિ આપી.

મારા આત્માને ત્યારે શાંતી થઇ હતી.ટિકિટ પાકીટમા મૂકી અને બે મિનિટ માટે આંખો બંધ કરીને ધબકારા નોર્મલ થવા દીધા.ટ્રેન હજુ ઉપાડી નહોતી.સવારનો કઈ પણ ખાધા વગરનો નીકળ્યો હતો.ભૂખ પણ લાગી હતી પણ ભૂખ તરફ ધ્યાન અત્યારે ગયું.બેગમાંથી ક્રેકઝેકનું એક પેકેટ કાઢીને એક બિસ્કિટ મોમાં મૂક્યું.માસીને બિસ્કિટ લેવા કહ્યું.પહેલા તો ના પડી પણ પછી મને ખોટું ના લાગે એટલા માટે એક બિસ્કિટ લીધું.બિસ્કિટ ખાઈ ને પાણી પીધું આટલી વાર મા ટ્રેન ઉપડી.ઈલેકટ્રીક એન્જીન નું સ્થાન ડીઝલ એન્જીને લીધું હતું એટલે એન્જિન નો અવાજ વધુ મોટો થઈને ઘોંઘાટ ફેલાવતો હતો.પણ આજે આ ઘોંઘાટ ની કાંઈ અસર ના થઇ.આંખો બંધ કરીને હજુ શરીરને લંબાવ્યું જ હતું ત્યાં ક્યારે ઊંઘ આવી ગઈ એ ખબર જ ના પડી.સીધું જ વિરમગામ આવ્યું ત્યારે -"ગરમા - ગરમ પૂળી-ભાજી...!!.....ચાય પીઓ ચાય...ગરમા ગરમ ચાયય.....!! વડા પાવ બોલો ભાઈ વડા પાવ....!! દસ કે ટીન સમોસે....ગરમ ગરમ સમોસે લે લો....ઠંડા પાનીય......."ના અવાજો થી ઊંઘમાં ખલેલ પહોંચી અને આંખ ઉઘડી.પાણી પી ને થોડીવાર બેઠો.માસી એ ભજીયા લીધા હતા. મને કહે-"લે.. ખા...!!" મેં ના પડી તો માને કહે એક તો લે.હું એક લેવા જ જતો હતો ત્યાં કહે -"બે લઈ લે "કાઠિયાવાડની માનવતા ફરી દેખાઈ આવી.તે પેલે થી જ બે જણા હતા અને ભજીયા હતા પાંચ એમાં પણ એ બે ભજીયા માને આપતા હતા.હું તો મનોમન વંદી રહ્યો બંને ને...!! ટ્રેન ફરીવાર એક ધક્કા સાથે ઉપડી.હજુ સુરેન્દ્રનગર આવવાને લગભગ એક કલાકની વાર હતી.મેં પાછી અડધા કલાકની ઊંઘ ખેંચી લીધી.હવે સુરેન્દ્રનગર આવવાને થોડીક જ વાર હતી એટલે હું બેઠો -બેઠો વિચારતો હતો કે માસીની આટલી મદદનો બદલો વાળવો કે વી રીતે ? ગાડી ધીમી પડી.સુરેન્દ્રનગર આવામાં જ હતું.હું ઉભો થયો.થેલા ખભે લગાવ્યા.પપ્પાને ફોન કરીને કહી દીધું કે- ઉતારવાની તૈયારીમાં છું.ફરીથી ફોન કરું એટલે લેવા આવજો.પ્લેટફોર્મ આવ્યું અને ગાડી ઉભી રહી.મેં બંને ના આશીર્વાદ લીધા.માસી કહે -"સાચવીને જજે.."

પ્લેટફોર્મ પર ઉતાર્યા પછી મેં આવજો કહેવા પાછા જોયું તો માસીએ એટલે કે તારા મમ્મી એ મને બોલાવ્યો.મને કહે-"તું બરોડા રહેશ ?" મેં કીધું-"હા..ફતેહગંજ સર્કલ પાસે હોસ્ટેલ છે ત્યાં રાહુ છું." મને કહે -"હું માંજલપુર રહુ છું.તારો મોબીલે નંબર આપી દે.હું કોલ કરીશ.કાંઈ કામ હોય તો ઘરે આવજે."હું તો જોઈ જ રહ્યો.શું માણસાઈ છે?આવી માનવતા તો કાઠિયાવાડમા જ જોવા મળે.હું એક ઉપકારનો બદલો વાળવાનું વિચારતો હતો ત્યાં માસીએ બીજા ઉપકારની તૈયારીઓ કરી રાખી હતી..!!

હોળી-ધુળેટીની રાજાઓ પતાવીને હું પાછો વડોદરા ગયો.સેમેસ્ટર ના અંતિમ દિવસો હતા,સિનિયરોને દેવાની ફેરવેલ પાર્ટી અને સબમીશન ની દોડધામમાં આ ઘટના કોરાણે રહી ગઈ.પાછો રીડીંગ વૅકેશનમાં ઘરે ગયો ત્યારે ટ્રેન મા એ ઘટના યાદ આવી ગઈ.પણ માસી નો ફોન નહોતો આવ્યો એટલે થયું કે માસી ભૂલી ગયા હશે.ત્રીજા વર્ષની એક્ઝામ પણ અપાઈ ગઈ,વેકેશનમાં ટ્રેનિંગ કરી,જલસા કર્યા.આ બધામાં ન તો માસીનો ફોન આવ્યો ન તો મને કોન્ટેક્ટ કરવાનું સૂઝયું.

એન્જીનીયરીંગનું છેલ્લું વર્ષ ચાલુ થઇ ગયું હતું.પ્રોજેક્ટ અને સેમિનારની માથાકૂટ ચાલુ થઇ ગઈ હતી.હું પણ કેમ્પસની તૈયારીમાં વ્યસ્ત હતો.એક દિવસ સવારે કોઈ અજાણ્યા નંબર પર થી મિસ્ડ કોલ આવ્યો.સામાન્ય રીતે જ્યારે જ્યારે કોઈ અજાણ્યા નંબર પર થી મિસ્ડ કોલ આવે એટલે હું તરત સામે કોલ કરું.મને થાય કે કોઈ છોકરીનો હોય તો મજા આવી જાય.કારણકે આવી મિસ્ડ કોલથી પ્રેમ સુધીની બે-ત્રણ સ્ટોરીઓ મેં વાંચી હતી.એટલે હું પણ એવા જ આશાવાદમાં હતો.પણ મારે ક્યારેય કોઈ છોકરીનો મિસ્ડ કોલ આવ્યો જ નહીં.આજે પણ કોઈનો મિસ્ડ કોલ આવ્યો હતો.મેં કોલ લગાવ્યો.સામ છેડે તારા મમ્મી હતા.મને કહે-"ઘણા દિવસ થી તારો નંબર શોધતી હતી પણ મળતો નહોતો.આજે મળ્યો.કાલે અમારા લગ્નની 25 મી મેરેજ એનિવર્સરી છે હું તને એડ્રેસ મેસેજ કરી દવ છું. સાંજે આવી જજે."મેં કહ્યું -"માસી,મારે કાલે કેમ્પસ ઇન્ટરવ્યૂ માટે રિલાયન્સ આવે છે.એટલે હું જયારે ફ્રી થઈશ તરત આવી જઈશ."સામેથી જવાબ આવ્યો-"કઈ વાંધો નહીં અને ALL THE BEST "મેં પણ થેન્ક યુ કહીને ફોન રાખી દીધો.

બીજા દિવસે સાંજે કેમ્પસ ઇન્ટરવ્યૂ નું પરિણામ પણ આવી ગયું.હું સારા પેકેજથી સિલેક્ટ થઈ ગયો હતો.બહુ જ ખુશ હતો.ફટાફટ તૈયાર થઈને માસીએ આપેલા એડ્રેસ પર પહોંચી ગયો.માસીને મળ્યો અને શુભેચ્છા પાઠવી.માસીએ કેમ્પસ વિશે પૂછ્યું અને જયારે મેં કીધું કે સિલેક્ટ થઈ ગયો ત્યારે બહુ જ ખુશ થઈ ગયા.માસીએ બધા સાથે મારી ઓળખાણ કરાવી.ફંક્શનમાં જ તું મને ગમી ગઈ.ફંક્શન પતાવીને હું હોસ્ટેલ પહોંચ્યો .કેમ્પસ સિલેક્સનની ખુશીમાં અને તારા વિચારોમાં ક્યારે ઊંઘ આવી ગઈ એની ખબર જ ના પડી.

હવે તો ફુલ્લી જલસા હતા.કોઈ જ જાતનું ટેંશન ન હતું.લગભગ દરરોજ તારા સપના આવતા હતા.થોડા દિવસો પછી તારા મમ્મીનો ફરીથી કોલ આવ્યો.મનેસીધું જ પૂછ્યું કે-"નિયતિ તને ગમે?" મારે શું બોલવું? હું તો મૂંઝાઈ ગયો.કઈ બોલી ના શક્યો.મને કહે-"મૂંઝાઈશ નહીં.અમે નિયતિ માટે છોકરો શોધીએ છીએ.ફંકશનમાં તું નિયતિ સામે જે રીતે વારંવાર જોતો હતો તેના પર થી જ મને લાગ્યું હતું કે તને નિયતિ પસંદ છે.નિયતિને મેં પૂછી લીધું છે.જો તારી હા હોય તો તારા મમ્મી-પપ્પાને પૂછીને વાત આગળ વધારીએ."મને તો ભાવતું હતું ને વૈધે કહ્યું એવું થયું.જે મારી ડ્રીમ ગર્લ હતી એ જ મારી લાઈફ પાર્ટનર બનાવ જઈ રહી હતી.મમ્મી-પપ્પાને પણ તું પસંદ આવી ગઈ.ગોળ-ધાણા ખવાઈ ગયા.દિવાળી પછી લગ્નની વાત પણ થઈ ગઈ અને અત્યારે જો આપડે બંને પતિ-પત્ની પણ બની ગયા.હવે તારા મમ્મીને મારે માસી નહીં મમ્મીજી કેહવું પડશે.

નિયતિ તો આશ્ચર્યથી જોઈ રહી.નિશાંતને કહે-" ખરેખર આવી સ્ટોરી છે?" મેં કીધું-"હું થોડો તને ખોટું કહેવાનો હતો?"તો નિયતિ કહે-"તે દિવસે મોડું ઉઠાયું એમાં બહુ મોટો ફાયદો થઈ ગયો.બાકી તમારા નસીબમાં મારા જેવી સુંદર,સુશીલ,સંસ્કારી પત્ની ક્યાંથી ? " એમ કહીને નિશાંતને ચીડવવા લાગી.નિશાંતે નિયતિને કમરેથી પકડી અને પોતાની પાસે ખેંચી અને નિયતિના ગરદન અને કપાળ પર ચુંબન કરવા લાગ્યો.પછી ધીરે રહીને નિયતિના રસથી તરબોળ હોઠો પર પોતાના હોઠ મૂકી દીધા અને રસપાન કરવા લાગ્યો.ધીરે-ધીરે બે નવપરણિત દેહો એકબીજામાં ખોવાઈ ગયા.

સવારે ઉઠીને નિશાંત મનોમન વિચારતો હતો.ખરેખર, તે દિવસે મોડું ઉઠાયું એમાં બહુ મોટો ફાયદો થઈ ગયો.નિયતિ જેવી સુંદર અને સંસ્કારી પત્ની મળી ગઈ.તે વિચારતો હતો કે તે દિવસે ખરેખર નસીબ તેની સાથે હતું કે નહોતું???