Dikari mari vhalno dariyo books and stories free download online pdf in Gujarati

દીકરી મારી વ્હાલનો દરિયો

દીકરી મારી વ્હાલનો દરીયો

હિરેન એ. મોઘરીયા


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


દીકરી મારી વ્હાલનો દરીયો

‘‘બની ગુમરાહ અટવાતા જીવનની વાત કરવી છે,

ખીલ્યાની સાથે જ સુગંધિત પૂષ્પની વાત કરવી છે,

ત્યાગની સાથે જેણે પ્રેમનો ધોધ વરસાવ્યો છે,

તેવી વ્હાલસોયી દીકરીના જીવનની વાત કરવી છે.”

દીકરી...!!! કેવો આહ્ય્લાદક શબ્દ... !! સાાંભળતા જ મન-હ્ય્દય પ્રસન્ન થઈ જાય.સમગ્ર શરીરમાાં નવચેતના ફેલાઈ જાય. જેમ સૂયય વગર આપણા રોજજિંદા જીવનની કલ્પના અશક્ય છે તેવી જ રીતે દીકરી વગરના જગતની કલ્પના અશક્ય છે.તેથી જ કહેવાય છે કે -

“ચાંદની જેવી શીતળ ને સ્નેહનું વરદાન છે,

હોય ઘરમાં દીકરી તો તુલસીનું શું કામ છે ?”

દીકરી એટલે પ્રેમ, સમર્પણ અને વ્હાલનો ત્રિવેણી સાંગમ. દીકરી એટલે પ્રેમનો ઘુઘવતો મહાસાગર.દીકરી તો તેના પિતાનો આધારસ્તાંભ છે.તેના ભાઈ માટે જીવનનુાં ભણતર છે.ખરેખર, દીકરીએ મનુષ્યને મળેલી અનમોલ ભેટ છે.

દીકરીના જન્મ પછી તેના પિતાને ત્રીજી અશ્રૃભીની આંખ મળે છે, જે તેના પિતાના દદલમાાં હાંમેશા છૂપાયેલી રહે છે. પ્રકૃતિએ પુરૂષને રડવા માટે ત્રીજી ગોપનીય આંખ છે.દીકરીની વિદાય વખતે હ્ય્દયમાાં છૂપાયેલી આ આંખ ચોધાર આંસુએ રડે છે ત્યારે દીકરીને વિદાયે આપતો બાપ રૂડો લાગે છે !

દીકરી નાની હોય કે મોટી હોય, કે.જી મા ભણતી હોય કે કૉલેજમાાં , કુમાદરકા હોય કે કન્યા , માાં-બાપ માટે દીકરી સદાયે દીકરી જ રહે છે.બાળપણમાાં બબન્દાસ દીકરી ભલે બાપ સામુાં બોલતી હોય , માતાનુાં માન ના રાખતી હોય , ભાઈને

ભાળ્યો ના મુકતી હોય અને બહેન સાથે બાથો-બાથ આવતી હોય , પણ જ્યારે તે યુવાન થાય છે ત્યારે ગાંભીરતા ધારણ કરી લે છે.

ઘરમાાં જુઓ તો પિતાનો ચહેરો દીકરી માટે એક આધાર; એક વિશ્વાસ; એક આદયશ બની જાય છે. દીકરી માટે પિતાના ચહેરાની રેખાઓ લક્ષ્મણરેખા બની જાય છે.પિતાનો ચહેરો વાાંચવામાાં દીકરી જેટલી હોંત્રશયાર બીજી કોઈ વ્યક્તત નથી. દીકરી માટે પિતાનો બોલ એ વેદ,કુરાન કે બાઈબલના વાક્યો બની જાય છે.પપ્પા શુાં બોલ્યા એ સમજ્યા પહેલા જ દીકરીના મોંમાથી શબ્દો સરી પડે છે - “એ...હા પપ્પા...!!! , એ...આવી પપ્પા...!!! ” આનુાં નામ દીકરી. જેમને દીકરી હોય તે પિતાના હ્ય્દયનો એક ધબકારો પોતાને જીવવા માટે છે , જ્યારે બીજો ધબકારો દીકરીનુાં કાયમી સુખ ઝાંખતો હોય છે.

કોઈવાર દીકરીથી નાનકડી ભૂલ થઈ જાય તો મમ્મીને કહે છે - પપ્પાને ના કહેતી હો..!! આમ , પપ્પાના હ્ય્દય ત્રસિંહાસન પર પ્રેમનો અબભષેક ઝીલવા જીવનભર આતુર રહે છે.એક દીકરી પિતાની નજરે ઉચ્ચ જીવન જીવવા ઈચ્છે છે.તે ક્યારેય પિતાની નજરથી ઉતરતી છે એવુાં બતાવવા નથી ચાહતી.સાસદરયાાંમાાંથી અવારનવાર પિયરીયામાાં આવતી દીકરી કાંઈ લેવા નથી આવતી , પરાંતુ પિતાની ખબર લેવા આવે છે, એમની શારીદરક - આત્રથિક ક્સ્થતિ જોવા આવે છે.આમ, અવારનવાર આવી પપ્પાની ક્સ્થતિ જોઈ ઘરના સભ્યોને પણ સૂચના દેતી હોય છે કે - ‘મમ્મી..!! તુાં પપ્પાને હવે આદુાંવાળી ચા બનાવી આપજે ; એમને કફ રહે છે માટે.’‘ઓ ભાભી..!!તમે પપ્પાને ન્હાવા માટે માફકસરનુાં ગરમ પાણી આપજો.’‘ભઈલા..!! તુાં પપ્પાની ખબર રાખજે ,હુાં તો અદહિંયા નથી , તારા વિશ્વાસે જાઉં છુ.જો જે એમને કોઈ વાતની બચિંતા ના કરાવતો.’આમ, દદવસના હજાર કામ વચ્ચે પણ દીકરી પોતાના પિયરનો - પપ્પાનો વિચાર કરે છે. દીકરીની આંખોમાાં સદાય પ્રેમાળ પિતાનો ચહેરો ચમકતો હોય છે.

કોઈકે યથાથય જ કહ્યુ છે કે : ગમે તેટલો ગરીબ હોય;પણ જો તેના આંગણે દીકરીરૂપી સાગર દહલોળા લેતો હોય, તો તે દુત્રનયાનો સૌથી અમીર વ્યક્તત

છે.દીકરો સારો હોય તો એક જ ઘરનુાં નામ રોશન કરે છે, જ્યારે દીકરી પિયર,મોસાળ અને સાસરૂાં એમ ત્રણ ઘર ઉજાળે છે.તેથી જ કહેવાય છે કે -

‘‘ખુશ્બુ હૈ બાગો કે ફૂલ કી પહચાન

જિસ ઘર મેં બેટી ના હો વહ ઘર રેગિસ્તાન’’

અંતે ઈશ્વરને પ્રાથયના કે કોઈ પણ દીકરીને તેના પિતાથી એટલે દૂર ન મોકલતો કે કોઈ ત્રશયાળાની કાતિલ ઠાંડી સવાર હોય, ચોમાસાની મેઘલી રાત હોય કે ઉનાળાનો બળબળતો બપોર હોય અને દીકરીના પપ્પાના છેલ્લા શ્વાસ હોય, ને દીકરી પોતાના હાથનુાં ચમચી પાણી પણ ન પીવડાવી શકે.છેલ્લે પિતા પણ કહેતા હોય કે મારી દીકરીને તેડાવી લો....મારે એનુાં મોઢુાં જોવુાં છે.....મારી દીકરીને અત્યારે જ બોલાવી લો....અને આમ છેલ્લી ઘડીનુાં રટણ ચાલતુાં હોય ને ત્યાાં જ ....દીકરીના વ્હાલસોયા પિતાના શ્વાસ થાંભી જાય....!!!!

ખરેખર, આ જગતમાાં જેઓ દીકરીના મા-બાપ છે, તેઓ ઈશ્વરની સૌથી નજીક છે.દીકરીના પિતા પ્રત્યેના પ્રેમના કારણે જ દીકરીના પિતાના હ્ય્દયમાાં એક વાક્ય સતત-અવિરત-નિરાંતર ગુંજતું રહે છે અને એ છે......

‘દીકરી મારી વ્હાલનો દરિયો....!!!!’

બીજા રસપ્રદ વિકલ્પો