અંગરસિયા
“ઈનમેં ઉમંગ હૈ, એક પ્રકૃતિકા... કુદરત કી મહેફીલ હૈ યહા.... કલ્પના હૈ એક દર્દ મિજાજ કી.... સંસ્કૃતિ કી જલક હૈ ઇસમે.... અબ તો પઢીયે જી યે કિતાબ”
-: Author: - Hardik Kapadiya (Civil Engineer) 98794 84642
© Copyright by Hardik Kapadiya. No part of this publication may be reproduced in any member or from without written permission of - HARDIK KAPADIYA.
First Edition : - March 2015
Second Edition : - Julay 2015
By : - Hardik kapadiya
Printed By : - Parth Patel Cont. no : - 81288 31741 Email :
Price: - 80
-: Publication By :-
Hardik kapadiya Email id: -hkapadiya366@gmail.com Addres: - To.Moravada Ta. Bhesan Dist.: -Junagadh (Pin code:-362020)
THANKS TO…………
આ પુસ્તકના નિર્માણમાં મને મારા મિત્રોએ ખૂબ જ મદદ કરી છે. જેને હું દિલથી અભિવાદન આપવા માંગુ છું. “સાકરીયા દિક્ષિત,પોશીયા પાર્થ, ચાંગેલા બ્રિજેશ, બરવાડીયા જયદીપ, કોરાટ હિરેન,ડઢાણીયા સંકેત, વગેરે..., ”
મારા પ્રથમ પુસ્તકને હું પબ્લિશ કરવા જઇ રહ્યો છું. હું ખૂબ ખુશી અનુભવી રહ્યો છુ. જિંદગીના ઉતાર ચઢાવને ભૂલી હું સક્સેસ થવા પ્રયત્ન કરી રહ્યો છું.
…...
આ પુસ્તક હું.....
મારા માતા-પિતા અને દાદા-દાદી
લાડકવાયો ભાઈ દિવ્યેશ કાપડિયા
બધા પ્રેમી જે આ દુનિયામાં હયાત છે અથવા નથી
જિંદગીને હસ્તી રાખનાર મિત્રો
-અર્પણ કરવા માંગુ છું॰
WE CAN CHANGE
ભારતીય સંસ્કૃતિ આધ્યાત્મિક તરફથી જુવા જઈએ ત્યારે એવું લાગે કે, “હિંદુ સંસ્કૃતિ ‘અર્ધભુત્મા’ બની છે”. આજે કલ્પનામાં માનવી કેટલી ગેલેક્સીમાં પહોંચી ચુકયો છે અને કેટલાય માનવી તાબડ તોડ રીતે અંધશ્રધ્ધાંમાં ઘુસી જાય છે.
સાંસ્કૃતીની આંગળી પકડી હિંદુત્વના રસ્તા પર ચાલવાનું હું અધોગત્ય માનવીને નથી કહેતો કે, સંસ્કૃતીનું જતન કરીયે પરંતુ , શું આપણે બદલી શકી શું? –નહી, કેમ કે “જીંદગી વિચારથી બદલે છે અને વિચાર ત્યારે જ બદલશે જ્યારે કશું વિચારનું અર્થઘટન કરશો ,આ મારા હાથમાં નથી ,તમારે વિચારવાનું છે.
જાગો મીત્રો મંદીર પર ના જાવ તો કંઇ નહી, માતા-પિતાને સવારે ઊઠી નમસ્કાર તો કરો. આ પણ ના કરવું હોય તો માત્ર ત્રણ વખત સારી રીતે ભોજન આપી -દો મારા ભાઈ, ન’ જાણે આમાંથી જ શાંતી મળી રહે. મારો વિશ્વાસ છે, તમારા પર, તમારા વિચાર પર, ચાલો બદલીએ –‘WE CHANGE’.
કલ્પનામાં સાત સમુદ્ર મળી ગયા, વિશ્વને જોયું સંસ્કૃતીનું જતન કર્યું, વિશ્વ સંગઠન થયુ, ભારતનું સામ્રાજ્ય બદલાયું ક્યાંક ભાગલા પડ્યા તો ક્યાંક ‘એક જુઠ્ઠું’ થયા વિશ્વના નક્ષા બદલાયા, જોવાનો નજરીયો બદલાયો, દર્દનો રંગ બદલાયો, શ્રુષ્ટીનો અનુભવ થયો, અંધશ્રધાના અવસર બદલાયા, આ તમામ રંગ-ઉજજાશ પાછળ માત્ર માનવી બદલાયો, માનવીના વિચારો બદલાયા.પરંતુ શ્રુષ્ટીની કલ્પના ત્યાંજ છે.
અંગરસિયા-પાત્ર
(અનિરુધ્ધ) રણવીર કપૂર સાગર (વરુણ ધવન)
પ્રિયા ચોહન (પ્રિયંકા ચોપડા) ક્રીતી અલ્લી (દીપિકા પાદુકોમ)
“આપેલ પાત્રની મદદથી પુસ્તકને સમજવાનો પ્રયત્ન કરો”
Part 1
આ રીતે કહાની શરૂ થાય છે. એક અંગરસીયા યુવાનથી, આ યુવાનનું નામ છે અનિરુધ્ધ. જેને આ શ્રુષ્ટીની ઓળખ, મોડર્ન ટાઈપનો આ યુવાન માત્ર મોડર્ન વિચાર જ કરે છે. સંસ્કૃતીની ભાસ જ નથી. દુનીયાંમાં તેનો કોય રંગ પણ નથી અને તે દુનીયાથી તંગ પણ નથી.
અનિરુધ્ધના પિતા ‘TIGER CEMENT’ના ચેરમેન છે. પિતાનું નામ ‘આંકિક’ અને માતાનું નામ ‘મેધા’. પણ અહીં માતા હયાત નથી, માતાનું અનિરુધ્ધના જન્મ સમય પછી અવસાન થઈ ગયું હતું. હાલમાં અનિરુધ્ધ આંકીક સીવાય કોય બીજો પરિવાર નથી. કેટલાય સમય સુધ્ધિ અનિરુધ્ધ અને આંકીક ભેગા પણ નથી થતા. પિતા પોતાના બિજનેશને આગળ વધારવામાં વ્યસ્ત હતા અને અનિરુધ્ધ પિતાની કમાણી ઉડાળવામાં વ્યસ્ત હતો.
અનિરુધ્ધનો એક ખાસ મિત્ર છે. જેનું નામ સાગર છે. આ બંને મિત્રની એક નવી કહાની છે. જેમાં એક રાત્રે અનિરુધ્ધ પોતાની ગર્લફ્રેંડ સાથે આલ્કોહોલના તૃંગ નશામાં બારની અંદર હતો, ત્યારે અનિરુધ્ધની કેટલા લોકો સાથે માર પિટાય થય જાય છે. ત્યારે સાગર તેને બચાવે છે. જ્યાં સાગર બારની અંદર નાની નોકરી કરી રહ્યો છે. અનિરુધ્ધ બે-ભાન થય જાય છે. બારમાંથી સાગર અનિરુધ્ધને શહેરની એક સરકારી હૉસ્પિટલમાં દાખલ કરે છે. મોડી રાત્રે એક પણ દાક્તર હાજર નથી, એટલે પોતાના ખર્ચે પ્રાઈવેટ હૉસ્પિટલમાં દાખલ કર્યો ત્યાં સારવાર પત્યા બાદ અનિરુધ્ધની હાલત સુધરી ગઈ. સાગર એક ગરીબ યુવાન છે, જે આ દુનિયામાં અનાથ છે. તેના માતા-પિતા કે સમાજ કંઇ નથી. આથી અનિરુધ્ધે સાગરને પોતાના મિત્ર તરીકે અપનાવી અને મોટર ચાલક તરીકે નોકરી પર રાખ્યો.
સાગર અભ્યાસ કરતો હોય ત્યારે અનિરુધ્ધ એક નવી મેહફિલમાં વ્યસ્ત હોય. બંનેની દોસ્તી ખુબજ સારી બનતી ગઈ. ક્યારેક સાગર પોતાના વાટ-હુકમની વાતો કરતો. સાગર દરેક અઠવાડીયા પર અનિરુધ્ધને એક સંસ્કૃતી વિશે પુસ્તક ભેટ આપતો. પરંતુ અનિરુધ્ધને આમાં કાય ચશ્કો ના હતો. અનિરુધ્ધને સીગારેટ, આલ્કોહોલ, ગુટખા, છોકરી (ગર્લ-ફ્રેન્ડ) અને બીજી ખોટી લત હતી. આંકીક પણ આ બાધામાં માહિર હતો. કરોડો-અબજો રૂપીયાનું કાળું નાણું વિદેશની બેંકમાં જમાં હતું. તે માત્ર રૂપિયાના પાવરને જુવે છે. એટલે જ “બિગડી હુઈ બાપ કી બિગડી હુઈ ઓલાદ” આ વાક્ય કંઇ ખોટું નથી. અનિરુધ્ધનો જીંદગીમાં કાય પણ દ્રષ્ટીકોણ નથી. વિશ્વ તેને રમોકડું લાગે છે અને સાગર આ વિશ્વને કર્મ દ્રષ્ટીકોણ માને છે. સાગર દ્વારા અનિરુધ્ધ્ને સમજવાની કેટલીય મહેનત વ્યર્થ ગઈ. અનિરુધ્ધનું જીવન આમને આમ ચાલતું ગયું હોત જો આ સંગત ના થઈ હોત તો, સૂર્યનું ઉગવું અને એક નવી કલ્પનો ઉદય.....
આજ સુધ્ધિ ક્યારેય પણ અનિરુધ્ધે મોટરમાં રેડિયો ચાલુ કર્યો ના હતો, પરંતુ આજે અચાનક બહોળા શાંત વિસ્તારમાં મોટર નવા ટ્રેક પર ચાલી રહી છે. તેમાં સાગર રેડિયો ચાલુ કરે છે. પરંતુ અનિરુધ્ધને રેડિયો અથવા ટેલિવિજન જેવા સંદેશા વાહન પસંદ નથી. પરંતુ સાગરના કેહવાથી થોડી રગડધગડ કરવાથી અનિરુધ્ધ માંની ગયો. રેડિયો ચાલુ થયો ને એક રમણીય મિજાજ વાળો અવાજ આવે છે, “Good morning everybody my dear friends તમે સાંભળી રહ્યા છો - 91.2 એફએમ રેડિયો અને હું તમારી સાથે આવારી,અજનબી અને પ્રેમાળ પ્રિયા ચૌહાણ...” આમ ને આમ રેડિયામાંથી સ્તબ્ધ કરનારું અને સુંદર આરાધના કરનારું સંગીત આવી રહ્યું છે. જોત-જોતામાં અનિરુધ્ધને આ રેડીયામાં ખૂબ આનંદ આવવા લાગ્યો, અનિરુધ્ધ મંત્રમુગ્ધ થઈ ગયો છે. એક લાગણીની લગની લાગી ગઈ, અનિરુધ્ધને આવતો અવાજ ખૂબ જ પસંદ થવા લાગ્યો. અનિરુધ્ધની નમી આ રેડિયા પર સ્થિર થઈ ગઈ છે, આંખમાંથી બે-ત્રણ આંસુના ટીપાં નાક પાસેથી સરકી રહ્યા છે. માત્ર આ કલ્પના છે કે બીજું કંઇ તે અનિરુધ્ધને સમજણમાં નહોતું આવતું!
અનિરુધ્ધ જાણે કે નવોનત્તમ દ્રષ્ટી વિહીન થઈ ગયો હોય તેવો ભાસ થઈ રહ્યો છે. પરંતુ સાગર પોતાની ધૂનમાં કાર ચલાવી રહ્યો છે. અચાનક રેડિયો બંધ થઈ જાય છે, મોટર ઊભી રહી જાય છે. તેવામાં સ્તબ્ધ થયેલા અનિરુધ્ધ ઝટકો ખાય પોતાની આંખને બંધ કરે છે-ખોલે છે. અનિરુધ્ધના હ્રદયમાં છલકાતો માધુકય મંથન વાળો અવાજ બંધ થઈ ગયો છે. છત્તા પણ... તે સ્વર, તે અવાજ, તે મિજાજ અનિરુધ્ધની કલ્પનામાં મનરામણ કરી હાલક ડોલક કરી રહ્યો છે, મગજ પર તે મીઠો સ્વર અથડાય રહ્યો છે. પોતાનો મિત્ર સાગર અનિરુધ્ધને કહી, “ જો બકા, હું શાળા પર જાઉં છુ”. આજે હું થોડો જલ્દી આવી જઈશ, ok” જલદીથી ચાલ્યો જાય છે.
સાગરની આ વાત અનહદ નાદની વચ્ચે ફિક્કી લાગે છે એટલે જ અનિરુધ્ધના જ્ઞાન-તંતુ પોતાની નમી સુધ્ધિ નથી આવવા દેતા, હવે નવી રંગીન સ્થીતી શરૂ થઈ છે. રંગમાં ભંગ બની ગયેલ રાજન (અનિરુધ્ધ) પોતાના મિત્ર દ્વારા બંધ કરવામાં આવેલ ચાતુક્ય સંગીતની માફક એફએમ રેડિયાને ફરી પોતાની આંગળીના ટચોકડે ચાલુ કરે છે. પરંતુ આવતો અવાજ બદલાય ગયો હતો, કોઈ નવો અવાજ આવી રહ્યો છે. પરંતુ પે’લી છોકરીના નખરાળા અવાજને રેડિયામાં શોધવા એફએમને બંધ કરવાની દરકાર પણ ના લીધી. હવે, અનિરુધ્ધના ચહેરા પર ચિંતાની લાગણી છવાય ગઈ છે. અંકિત ચહેરો બદલાય ગયો છે. રંગ જામ્યો છે-આ frequency modules રેડિયોનો.
અહીંથી અનિરુધ્ધને પોતે જીવેલી ભૂતકાળની દુનિયા ફિકકી પાડવા લાગી છે. ‘શું થયું હોય?’, ‘કેમ થયું આ?’, ‘પણ, થઈ ગયું ને ભાઈ!’. રેડિયોમાંથી અવાજ આવી રહ્યા છે.
“...કર્મ જોગી તું ભોજક છે. આ રંગીન દુનિયામાં અંકિત છે. દર્દ તેનો સંગ છે... વિશ્વાસ તેની સાથે છે. કલ્પ વૃક્ષ સાક્ષાત છે...અંગ-રંગ આ કલાપીના કર્મ છે. કર્મને શોધવા પથિક સ્વર્ગે ચાલ્યો કપરા પથને જોઈને પાછો વળ્યો....”
બસ, આવું જ કાઇક ચાલુ છે. આ રેડિયોમાં........
સાગર આવે છે અચરજતા વ્યક્ત કરે છે. પોતાના મન સાથે, હજી સુધ્ધિ અનિરુધ્ધની મોટર ત્યાજ ઊભી છે. સાગર અંદર બેસે છે. પહેલી વખત અનિરુધ્ધ સાગર પર હકારત્મક સ્મિત ફેકે છે. આવું વર્તન જોઈ સાગર તેના મનને થોડા સવાલો કરે છે. હજી ધિમા અવાજે રેડિયો ચાલુ છે. ‘ચાર કલાક સુધ્ધિ અનિરુધ્ધ એક જ જગ્યા પર બેસી રહ્યો... શા માટે?’ આવા સવાલો સાગરના મનને કલ્પવાતી બનાવી દે’ છે.
અનિરુધ્ધ ધિમાં અવાજના હાસ્ય સાથે સાગરને પૂછે છે કે “સાગર આમાં આવેલી છોકરી ક્યારે આવશે..” (થોડા અચકાતાં સ્વભાવે, નમ્રતાથી..., આળશ મવડતા)
સાગર, “ શું, કોણ છોકરી? નહી” અનિરુધ્ધ, “ ભાઇ! રેડિયા પર સવારમાં આવેલી છો’રી” સાગર, “હમમ તે છોકરી દરરોજ સવારે 7:30 થી 9:00” અનિરુધ્ધ, “આભાર” ( બસ આટલું જ બોલ્યો,)
સાગરે અનિરુધ્ધને ઘણી પૂછવાની કોશિશ કરી પણ અનિરુધ્ધે જવાબ ના આપ્યો, ત્તા પણ સાગરને અનિરુધ્ધના હાવ-ભાવથી સાગર સમજી ગયો. સાગરને થયું આ પ્રેમનો મામલો છે. પરંતુ હકીકતમાં એવું કંઇ ન હતું. અનિરુધ્ધને પે’લી છોકરીનો અવાજ ખૂબ જ પસંદ પડ્યો છે. દરરોજની જેમ ફરી અનિરુધ્ધ બારમાં ગયો વ્યસન ચાલુ કર્યું પરંતુ નશો ના થયો. કેટલો આલ્કોહોલ પેટમાં પાણી માંફક ઉતારી જવા છત્તા ચડયો નહીં, જેટલો દરરોજ ચડતો હતો, આ સમયે પણ અનિરુધ્ધ આલોકિક સંગીતના નાદમાં હતો જે સંગીત સવારની છોકરીયે ગાયું હતું. સેવન આલ્કોહોલનું કર્યું છે, પરંતુ નશો સંગીતનો ચડ્યો છે.
બીજો દિવસ, સવારે પહેલી રેડિયો વાળીના સૂર સાંભળવા જીંદગીમાં 7:00 વાગ્યે નિંદર ભગાડી, એલાર્મના થનાગાટની સાથે જ પથારીને પાટુ મારી, તૈયાર થઈ, બરોબર 7:30 વાગ્યે પોતાના મોબાઇલમાં રેડિયો ચાલુ કરી સ્વસ્થ બનેલા નવરંગ શણગારથી ઘડેલા ટેબલ પર મૂકી દિધો. જાહેરાત પૂર્ણ થતાની સાથે જ રેડિયોમાંથી સ્વર નીકળ્યા, “Hello everybody-good morning તમે સાંભળી રહ્યા છો 91.2 એફએમરેડિયો અને હું શું તમારી યાદગાર કલરવ કરતી પ્રિયા ચૌહાણ(સંગીત ચાલુ છે) મને લાગે છે કે મારે આજે નવા ગીતો ગાવાની જરૂર છે, કે નહીં?
કલ્પનામાં હું ચાલી કનૈયાના નાદમાં રમવા, શું સંભળાયું આ જગતમાં.....’ ચાલોને રાસ લીલા રમવા..... મોરલીના સૂરોને ગોતવા.... આથમ, અંજવાસને રવૈયા..... ચાલોને રાસ લીલા રમવા.....”
આમને આમ દરરોજ અનિરુધ્ધનો રેડિયો 9:00 વાગ્યા સુધ્ધિ ચાલુ થવા લાગ્યો, અનિરુધ્ધ જાણે પ્રિયા ચૌહાણના સ્વરને સાંભળવા માટે જ જાગતો ત્યાર બાદ પોતાની આગલી જીંદગી ચાલુ રહેતી વ્યસન...વ્યસન ને માત્ર વ્યસન...અને ક્યારેક સાથે છોકરીઑ પણ આજુ-બાજુ મટકા મારતી. હવે આ નિત્યક્રમ બની ગયો. અનિરુધ્ધને આ છોકરીને સાથે મળવાની ઝંખના જાગી, “કેમ મળવું?, કેવી રીતે મળશે, ક્યાં મળશે? શું કેવું? શું મને મળશે?” આવા અડપણા વિચાર આવવા લાગતા, પરંતુ થોડી વારમાં “મનમેં લાડુ ફૂટા” અને એક જકાસ આઇડિયા આવ્યો.
અનિરુધ્ધે ફેસબુકમાં પહેલી વાર સર્ચ કર્યું પહલાના 773 મિત્ર છોડી ‘પ્રિયા ચૌહાણ’ કેટલીય પ્રિયા ચૌહાણ વ્યસ્ત હશે આ social networking site પર, 25-26 નામ આવ્યા, પરંતુ અનિરુધ્ધે એક નામ પસંદ કર્યું જેમાં તેની પ્રોફાઇલમાં વર્કિંગ તરીકે “91.2 એફએમ રેડિયો, 23 year, rajkot” બસ આટલી જ માહિતિ તેની પ્રોફાઇલમાં હતી 68 મિત્ર હતા તમામ છોકરીઓ.
અનિરુધ્ધને ડર હતો મારી ફ્રેંડ રિક્વેસ્ટ સ્વીકારશે નહીં તો...પરંતુ રિક્વેસ્ટ મોકલી આપી એક...બે...ત્રણ...દિવસ વિતવા લાગ્યા પરંતુ ફ્રેંડ રિક્વેસ્ટ સ્વીકારી નહીં, એટલે મેસેજ કર્યો “hii, hello, how are you?”
પરંતુ શા માટે પ્રિયા ચૌહાણ રીપ્લે કરવાની તસ્તી લે? શા માટે? આવા બેહિતીયાન વાળા શબ્દો પોતાના દીલને સંભળાવતો, લાગે છે કંઇક અજનબી... પહેલી વખત અનિરુધ્ધને પોતાની જિંદગી અને પોતાના ભવિષ્યની ચિંતા થાય છે. હવે તે પોતાના દીલને પૂછતો થયો, નવી રંગીન કલ્પનામાં ખોવાય ગયો છે, રાત્રે પ્રિયા ચૌહાણના સૂરીલા સ્વરને ગોતવા સ્વર્ગની અપ્સરાઓ પાસે જાય છે, નવી દુનિયાની સફર ચાલુ થાય છે.પોતાના મનના પડદા પર પ્રિયા ચૌહાણનો ચહેરો બનાવાનો પ્રયત્ન કરે છે. ક્ષણે-ક્ષણ નવા ચહેરા સમક્ષ આવે છે.
અનિરુદ્ધ એવું મને છે કે બધુ ઇનપોસીબલ છે, પરંતુ આપણે તેને પોસીબલ બનાવું પડે છે. જે બધુ પોસિબલ વિચારે છે તે હમેંશા કઈ કરી નથી શકતો. જેને કઈ કરવું છે તેના માટે બધુ પોસીબલ બની જશે. બધાને સક્સેસ થવું છે™.
ફિકો પડતો જતો અતીથ તેને એ મેણા મારવા લાગ્યો છે, એક પગલું આગળ માંડવું છે પણ અનિરુધ્ધને આ અશક્ય લાગે છે. સમય વિતતો જાય છે. અનિરુધ્ધ માત્ર ૧:૩૦ કલાક માટેજ જીવતો હોય તેવું સાગર અનુભવે છે. સાગર અનિરુધ્ધને સમજાવે છે...કેવી રીતે વાત કરવી, પરંતુ સાગરના આવા ભાષણને એક કાનેથી નાખી, બીજા કાનેથી કાઢી નાખે છે. નમ્રતાથી અનિરુધ્ધ ફરી એક વાર ફેસબુકમાં પ્રિયા ચૌહાણને મેસેજ મોકલે છે...............
“please mem. Reply me, I wait, aap jo mere liye jo singing karengi to fir me aapko Rs.2,00,000 dunga…please”… Priya chauhan, “ why? Aap muje kyu Rs. 2,00,000 denge” Anirudhdha, “ kyuki muje aapka aavaj bahut pasand he ji..” Priya chauhan, “ lekin, me ye mana kardu to.” Anirudhdha, “to phir aapki maraji, me aapke aavaj ke bina nahi ji sakata…..kalpanama hu chali Krishna na nadma ramva…ye me har din sunta hu” Priya Chauhan, “well done! Ok,I meet u.” Anirudhdha: ok, thank you,tace care but pan kyare ???? , kevi rite??,
(આમ અનિરુદ્ધના પ્રસ્નો ખૂટતા ના હતા, પછી પ્રિયા પણ છું કરે.)
કેટલા દિવસ વિત્યા, પ્રિયાનો કોય જવાબ આવતો નથી, અંજવાળાને છોડી હવે અનિરુધ્ધ અંધાળામાં, એક મીણબતીના અંજવાળે, પોતાના ફોનમાં થયેલું રેડિયો રેકોડિંગ ખુલા દરવાજામાં સાંભળી રહ્યો છે. શિયાળાનો સમય છે, દરવાજાઓ એક-બીજા સાથે અથડાય અનિરુધ્ધને કંઇક કહેવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ઘરની બાજુમાં તાપનારા લોકોનો અવાજ અને સાથે મોટી બારીમાંથી આ ધુમાડા અનિરુધ્ધ સુધ્ધિ આવી રહયો છે. પડદાથી ઘેરાયેલો જરમર અવાજ...આ તમામ ઘોંઘાટને અવસારી અનિરુધ્ધના કાનના પડદા પર માધુર્ય ભર્યું સંગીત રેડે છે... મોબાઇલ ચાલુ છે... સવારના 10:15 વાગ્યા છે... ફોનમાંથી રીંગટોનનો અવાજ અવગણી શકાય તેવો આવ્યો.
અનિરુધ્ધ પોતાની અર્ધ સંગીત વાચનામાંથી જાગી જાય છે, ફોનને હાથમાં લે છે. એક મેસેજ મોબાઇલની સ્ક્રીન પર દેખાય છે, Priya chauhan: please your phone number get me. Anirudhdha : 9879****** (facebook નો મેસેજ છે)
(અનિરુદ્ધ ખૂબ ખુશ થાય જાય છે. પોતાના અંધારા જનક મકાન માં નાચવા-કુદવા લાગે છે. જાણે સ્વર્ગની અપ્સરા તેને મળી ગઈ છે. પાગલ બની ચૂકેલા અનિરુદ્ધને હાથ-પગમાં થોડી ધ્રૂજરી ઉપાડી જાય છે, ત્યજ...)
… Call (priya chauhan) - Anirudhdha (અનિરુધ્ધ ફોન ઉપાડે છે.)
અહીં, વાતાવરણ સ્થંભી ગયું હોય તેવો આદ્ર-વિચાર આ શ્રુષ્ટિને (કલ્પનામાં આવતો લેખકનો સંદેહ) આવતો હતો, “ શું થશે? આવા સવાલો જાણે સ્વર્ગલોકમાં ચારે બાજુ ઘૂમી રહ્યા હોય તેવો ભાષ થઈ રહયો છે. કલ્પનામાં ફૂલો વરસી રહ્યા છે,” કોઈક આંગળી પકડવાં પ્રોત્સાહન આપી રહ્યું છે, ફોનમાંથી કોમળ અવાજ આવી રહ્યો છે. “hii.... થી સંવાદ ચાલુ થાય છે. શું વાત કરે છે? એ અનિરુધ્ધ પોતે પણ નથી જાણતો, પ્રિયાનો અવાજ અનિરુધ્ધને જાણે નશો ચડાવી દે છે. આવા કલ્પ-વિવરણ થઈ રહ્યા છે. શું જાણે પહેલી તરફ પ્રિયા શું અનુભવી રહી છે.
પ્રિયા પોતાની વાત અનિરુધ્ધ સાથે અતિથની અવગણ્ય સ્થિતિમાં સંભળાવે છે,“...............”
“...પ્રિયા એક ખબ જ મધ્યમ વર્ગની શાંત છોકરી છે. પર્સનાલિટી ખૂબ સારી છે, સંગીતમાં ખૂબ રસ છે પરંતુ, સંગીત માટે કોય પણ પ્રોત્સાહન આપનારું નથી ભટક્યું, પિતા આ દુનિયામાં નથી, માતાઆ દુનિયામાં છે પણ તેનું સ્વાથ્ય ખૂબ ખરાબ છે, તેને કેન્સર છે. લાખો રૂપિયાની જરૂર છે. એટલે રેડિયોમાં પાર્ટ ટાઇમ જોબ કરી લે છે, સાથે સાથે સંગીતમાં અભ્યાસ ચાલુ રાખે છે. રંગીન દુનિયામાં આજ સૂધી ક્યારેય રંગીન નથી બની શકી... જન્મથી દુ:ખ, માતાએ બીજા લગ્ન કર્યા હોવાથી નવા પિતા દ્વારા દુ:ખ જ મળતું આવ્યું છે. એક ભાઈ હતો પરંતુ તે પણ અવડા માર્ગે ચઢી ગયો અને એક દિવસ માત્ર તેની લાસ ઘર પર આવી શું થયું?... એ આજે પણ પ્રિયાને નથી ખબર,પોલીસે સાચો જવાબ ક્યારેય પ્રિયાને આપ્યો નથી, લોકો વાતું કરે છે મોટા ઘરની સાથે પ્રેમ કર્યો આથી એ છોકરીના પિતાએ પ્રિયાના ભાઈને મરાવી નાખ્યો, પાછળથી પે’લી કરોડપતિ છોકરીએ આત્મહત્યા કરી લીધી.
થોડો વાર્તાલાપ થયો, પ્રિયાતેની માતાને અમદાવાદ લઈ અનિરુધ્ધના ઘરે થોડા દિવસ માટેની સારવાર લેવા આવી ગઈ, અનિરુધ્ધ તમામ ખર્ચ આપવા તૈયાર હતો તેના બદલામાં દરરોજ પ્રિયા અનિરુધ્ધને પોતાનું સંગીત સંભળાવતી, દિવસો વિતવા લાગ્યા, પ્રિયાએ અનિરુધ્ધ પર જાદુ કરી દીધું, ન જાણે કોય પણ આજે અનિરુધ્ધે પોતાના તમામ વ્યસન બંધ કરી દીધા છે. અનિરુધ્ધ જિંદગીની સંભાળ લેવા લાગી પિતાને મળવા માંગે છે,પણ અનિરુધ્ધના પિતા આંકીક પાસે અનિરુધ્ધ સાથે વાત કરવાનો સમય નથી. ‘શું કરતાં હશે આંકીક?’ કોણ જાણે બંને બાપ-દીકરો જુદી જુદી ઇમારતમાં ગુજારો કરે છે. આંકીક જરાતના સૌથી ધનવાન વ્યક્તિ છે અને દેશમાં પણ પ્રથમ ક્રમ ધરાવે છે. ન’ જાણે તો પણ બ્લેકમની પણ એટલુજ હશે ને!...’ અનિરુધ્ધને જગતમાં કોઈ નથી જાણતુ, પરંતુ આંકીકને કરોડો લોકો જાણે છે
પ્રિયાની માતાની હાલતમાં થોડો સુધારો આવ્યો સમય ગયો અને પ્રિયાને છોડતી માતા સ્વર્ગ પર ચાલી ગઈ, પરંતુ એક હસ્ત લેખિત પત્ર અનિરુધ્ધના એક બેડ પર મૂકાતી ગઈ,આ પત્ર અનિરુધ્ધે વાંચન કરી,એક ઝટકો લાગ્યો કારણ કે... તેમા પ્રિયા સાથેના લગ્નની વાત પ્રિયાના માતાએ કરી હતી. શું કરવું એ અનિરુધ્ધને ખબર નથી પડતી. પ્રિયા હવે પોતાની ઘરે રાજકોટ) જવા નીકળવના તકમાં હતી. પરંતુ અનિરુધ્ધે તેને રોકી દીધી. ખૂબ પ્રયત્ન કરવાથી પ્રિયા રોકાઈ ગઈ. પ્રિયાને અનિરુધ્ધ પ્રત્યે આદર વધવા લાગ્યો.
અનાથ બનેલી પ્રિયાનો હાથ અનિરુધ્ધે પકડી લીધો. માતાના મૃત્યુનો સદમો દૂર કરવા અનિરુધ્ધે ઘણા પ્રયત્નો કર્યા. હજી સુધ્ધિ પ્રિયાને જેટલું સુખ અત્યાર સુધ્ધિ નહતુ મળ્યું તેટલું સુખ અનિરુધ્ધ સાથે રહીને મળી રહ્યું છે. પ્રિયાને ખુશ કરવા દરરોજ નવા-નવા સ્થળે ફેરવવા પ્રિયાને લઈ જતો. અનિરુધ્ધના મહેલમાં સ્વર્ગનો માહોલ શરૂ થઈ ગયો છે. સમય વિતવા લાગ્યો છે અને પ્રિયાનો દર્દ દૂર થવા લાગ્યો છે. આજથી અનિરુધ્ધ ટીવી જોવા લાગ્યો અને અનિરુધ્ધ આનંદ મય અંકિત બની ગયો છે.
એક દિવસ સાગર દ્વારા પ્રિયાને એક નવું વાક્ય મળ્યું, જેમાં સાગરે પ્રિયા અને અનિરુધ્ધ વચ્ચે સંબંધની વાત કહી છે. સૌ-પ્રથમ આલોચનામાં પ્રિયાએ ના પાડી...પણ શું ખબર આ વાક્ય દર વખતે પ્રિયાના દિલમાં આવી જતું. પ્રિયા અનિરુધ્ધમાં કંઇક ખોજતી હતી. થોડા સમયમાં બંને વચ્ચે પ્રેમ થઈ ગયો, પ્રિયા સંગીતને છોડી દોટ મૂકતી અને અનિરુધ્ધ પ્રિયાના સંગીતને શોધવા પ્રિયા પાછળ ચક્કર લાગવતો (પ્રેમ-વાસણા જગાવવા), ‘અનહદ પ્રેમ થાય છે’. અનિરુધ્ધને શ્રુષ્ટિમાં મોહ જાગે છે. સ્વર્ગમાંથી દેવતા પ્રિયા અને અનિરુધ્ધના પ્રેમની રાસ-લીલા જોઈ રહ્યા છે.
એક દિવસ બંને લગ્ન માટે સજ્જ થાય છે. એટલે સવારના સમયમાં અનિરુધ્ધ અને પ્રિયા આ બંને આંકીક સાથે વાત કરવા આંકીકના ઘર પર જાય છે. અનિરુધ્ધ લગ્ન માટે વાત કરી રહ્યો છે, આંકીક પ્રિયાને જુવે છે... અનિરુધ્ધની વાતને આંતર-વિગ્રોહથી સાંભળી ‘હા’ પાડી ‘દે છે, આંકીક દ્વારા પ્રિયાને કેટલાય સવાલો પૂછવામાં આવે છે.પ્રિયા પોતાના દ્રષ્ટિ-વિજ્ઞ સવાલોના જવાબ આપે છે. પ્રિયાને પોતાના ભોજન માટે આવકારે છે. પ્રિયાને કંઇક અજોગતું થવાનો ભાસ થાય છે... રંગ-ભંગ થયેલી પ્રિયાના મનમાં કેટલાય અનાદર દ્રશ્યોનો ભાષ થાય છે. પરંતુ આવા અભદ્ર-દ્રશ્યને આંખની પાપણ પટાવી તડછોડી મૂકે છે.
સમય વિતવા લાગ્યો, એક સવાર... સૂર્ય ઉગ્યો. ‘શા માટે ઉગ્યો હશે?’ (લેખક નો આંતર વિગરોહથી) માત્ર આ કલ્પના છે જાણે સવારે કલ્પનામાં સૂર્ય દ્રષ્ટિવિહીન ઉગ્યો છે કેમ કે દ્રશ્ય દેખાતું નથી તા-દ્રશ્ય ચિત્રમાં સફેદ-ધૂંધ વાદળો દેખાય છે. કંઇક અંત આવ્યો છે... હજી... સુધ્ધિ પથારીમાંથી અનિરુધ્ધ ઊઠ્યો નથી.
પ્રિયાના આક્રમક અવાજથી અનિરુધ્ધને સ્વપ્ન-ભેદ પોકાર કરે છે ત્યાંજ અનિરુધ્ધ જાગી જાય છે. ટી.વી. ચાલુ કરે છે સાથે સાથે નિત્યક્રમ ચાલુ છે આળસની લોદમાં રહેલા અનિરુધ્ધના કાનમાં અવાજ આવે છે, (અનિરુદ્ધ ના મનમાં પ્રિય વિષે કેટલાક સવાલ મનમાં ઊભા કરે છે. / પરંતુ આવા સવાલો ને કોય આવિસ્કાર નથી એ સમજી પોતાની કાર્યવાહી ચાલુ રાખે છે.) “તાજા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, એક છોકરીની હત્યા થઈ ગઇ છે, પોલિસ તપાસ કરી રહી છે...” પરંતુ આવા સમાચારને અનાદર કરતો હોય તેમ આળસમાં રિમોટથી ચેનલ ફેરવે છે, મોંમાં ટૂથ-બ્રશ છે. ત્યાં અચાનક, “આ છોકરીનું નામ ‘પ્રિયા ચૌહાણ’ છે”.
(આ તરફ ચેનલ પર પ્રિયા ચૌહાણની મૃત હાલતનો વિડીયો રજૂ થાય છે, જેમાં તે દવાખાનામાં સારવાર પર મૃત્યુ પામે છે. પોસમોટમ રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે.)
Part 2
આ તરફ અનિરુધ્ધ તંગ બની આંસુના અસવારે પોતાના ખુલ્લા શરીર પર જરમળ-જરમળ પાણીના બુંદો ટપકી રહ્યા છે, મોં-માંથી ટૂથ-બ્રશ પડી જાય છે ખૂબ વિશાળ, જાણે સાત દિવસનો વાઘ ભૂખ્યો છે, અને જંગલમાં એકલો ત્રાડ નાખે તેના કરતાં બે ગણી ત્રાડ અનિરુધ્ધના સ્વરમાંથી નીકળે છે અને અનિરુદ્ધ નીચે પડી જાય છે. અદ્રશ્યમાન થયેલું આ ઘર જાણે એક દર્દ રજૂ કરે છે. સૂર્યનો કુમળો તડકો બારીમાંથી પસાર થઈ અનિરુધ્ધના મોં પર પડી રહ્યો છે, સાગર દોડતો દોડતો આવે છે અનિરુધ્ધ પાછે અને હાફતા-હાફતા પોતાના મોં માથી થોડા સ્વરો બહાર કાઢે છે., “અનિરુધ્ધ...અનિરુધ્ધ...” બુમો પાડે આંખ અને કપાળેથી ખરાબ (પરસેવો) પાણીના ટીપાં પડી રહ્યા છે. અનિરુધ્ધ ખૂબ આઘાત અનુભવી રહ્યો છે. રડતાં રડતાં.....જાણે લાદી પર પાણી ટપ-ટપ પડી રહ્યું છે.
સાગર અનિરુધ્ધને લઈ મોટરમાં બેસે છે અને બંને મિત્રો હૉસ્પિટલમાં જાય છે. સાગર પોલીસને પૂછવાનો પ્રયત્ન કરે છે પરંતુ કોઈ પોલીસ વાળો જવાબ નથી આપતો. અનિરુધ્ધ ભાંગી ગયો છે, તડપતી આંખો ગમ-ગીનતા અનુભવે છે.દરરોજ સવારે ઊઠી પ્રિયાના સ્વરનો તાજ પહેરતો હતો તેના બદલે મૃત્યુના કંદને જમીન પર તૃગતાથી જુવે છે. એ સ્વર ચાલી ગયો છે. રડી રડી હવે આંખ માંથી આંસુ બંધ થઈ જાય છે જાણે અડધો પાગલ થઈ ગયો છે, સાગર અનિરુધ્ધને શાંત રાખે છે, અગ્નિ- સંસ્કાર કરે છે જ્યાં પ્રિયાના મૃતદેહને સળગાવવા અનિરુધ્ધ સાગર સિવાય કોઈ નથી. અનિરુધ્ધ દહન બાદ જમીન પર પડેલી અસ્મિને પાણીમાં પધરાવાને બદલે તે અસ્મિ તેની પાસે રાખે છે.
અનિરુધ્ધના મનમાં ભણકારા વાગે છે. પોતાને કાબુમાં નથી રાખી શકતો બે-ભાન થય જાય છે...અનિરુધ્ધ અત્યારે પ્રેમના દર્દની એ સ્થિતિમાંથી પસાર થાય છે, જે કેટલાય માનવીના કલ્પના બહારની વાત છે.
દરરોજ જિંદગીને આગળ-આગળ પ્રિયાના મધુર-સ્વરને સાંભળી સાંભળી ધપાવી રહ્યો છે. તન-મનથી ભાંગી ગયો છે... અતિથના પડછાયાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે પરંતુ આ અતિથના સ્વપ્નને ભંગ કરી નાખે છે. આ દર્દ તે વ્યક્તિ વર્ણવી શકે જેને પોતાની જિંદગીમાં કોય સાથે સાચો પ્રેમ કર્યો હોય છે અને તે પ્રેમી પંખીડા કોઈ કારણોસર વિખૂટાં પડી જાય છે.
અનિરુધ્ધને હાથ પકડી દ્રષ્ટિ વિહીન ગંદકીમાંથી રંગીન દુનિયામાં પ્રોત્સાહન આપનારી, અને અનિરુધ્ધના પ્રેમનો રવૈયો બદલી નાખ્યો તે અનિરુધ્ધને છોડી ચાલી ગઈ, આજે પણ અનિરુધ્ધ ફોનમાં કેદ થયેલો પ્રિયાના સ્વરને સાંભળી અનહદ ચાહના અનુભવે છે. થોડા દિવસ વિત્યા. જિંદગી જાણે ફિક્કી પાડવા લાગી છે. અંધકારમાં ચાલ્યો ગયો છે છત્તા પણ હજી દારૂની એક સંદ-બુંદ પણ નથી લીધી. એક પંખીડું ખૂબ દૂર ચાલી ગયું છે.
સમય વિતતાની સાથે સાગર તરફથી પ્રાપ્ત થયેલી બુક ધીમે ધીમે વાંચવા લાગ્યો છે. સમય સાથે આગળ ધપતિ દુનિયામાં જેમ-જેમ આ સંસ્કૃતિ વિશેની બુકનું વાંચન કરવા લાગ્યો તેમ-તેમ અનિરુધ્ધને આ બુકમાં ખૂબ જ રસ પાડવા લાગ્યો છે. આ સમયને જોતા જાણે અનિરુધ્ધનું મન વિચલિત થઈ ગયું છે. કોઇ રસ ના હતો આ જીંદગીમાં જ્યારે તે મુક્ત દુનિયામાં મુક્ત થઈ ફરતો હતો. પરંતુ આજે બંધાઈ ગયો છે ‘પ્રિયાના સ્વર અને સંસ્કૃતિની રચનામાંથી’ કાઈક નવું મેળવી રહ્યો છે. પરંતુ આજે પણ પ્રિયાથી અધૂરો બની રહી ગયો છે. હજી અનિરુધ્ધ પોલીસ પાસે ચક્કર લગાવી રહ્યો છે. કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે પરંતુ કંઇ જવાબ નથી કોઈ પાસે...
અનિરુધ્ધ સાગર તરફથી પ્રાપ્ત થયેલી પ્રણાલી ગત પુસ્તકમાં તન, મન અને કર્મથી ગમ-ગીન થઈ ગયો. દર્દ છે, યાચના છે, ધર્મ છે, કલ્પના છે, મર્મ છે વિરાસત છે સંત-સાધુ સમગ્ર અનુકરણ વેદ છે. ભક્તિ તરફ તેનું હ્રદય પરાક્રમીક રીતે આગળ વધી રહ્યું છે. આ પુસ્તકોમાં દરેક જ્ઞાતીના ઈશ્વરની રીત-વ્યાંક્યટ સ્વરૂપે રજૂ કરવામાં આવેલ છે. અનિરુધ્ધને સંસ્કૃતિમાં મોહ જાગે છે, પુસ્તકની કલ્પનાના મોહજાળમાં કલ્પવિહીન ફસાતો જાય છે, ખુશી અને દર્દ છે.
આ પુસ્તકમાં આપણા ઋષિ-મુનિના કામવાસનામાં તડપતા ચિત્રો, ની:વસ્ત્ર ફરતા જંગલમાં એકલા ઋષિના મન-ડગ કર્તા-વૃતિ, આવા અનેક સ્થિત દ્રશ્યો વાસ્તવિક તાદ્રશ્ય પોતાના મનનાં પ્રાકંદ પડદા પર જુવે છે. મન અસ્થિર છે. આ ચિત્રો નથી એક કલ્પના છે,એક કલ્પનાનો સાગર છે,પરંતુ આ સાગરમાંથી અનિરુધ્ધ બહાર નથી આવી શકતો. વાંચન ચાલુ રાખે વસ્ત્રહરણ, મહાભારત, રામાયણ, રાજા રવિરામ વર્માની પુસ્તિકા, અપ્સરાઓની માધુર્યભરી મોહ માયા (કામવસના)માં ફસાયેલી વાત આ પુસ્તકમાં કરવામાંઆવી છે. કેટલીક પ્રેમ કહાની આ પુસ્તકમાં દર્શાવવામાં આવી છે. જિંદગી એકલિ સ્મરણના રટથી બેડોળમાંથી સુડોળ બની ગઈ છે. હવે તેને સમાજથી દ્રોહ થવા લાગ્યો છે. સંસારથી દૂર રહેવું છે.
અનિરુધ્ધની કલ્પના અસ્ત-વ્યસ્ત છે. “ક્યાંથી શરૂ થાય છે? - ક્યાં પૂર્ણ થાય છે? શા માટે થાય છે?” આવા સંપ્રાત સંવાદોનો જવાબ નથી આપી શકતો, માત્ર એક કલ્પના છે. આ કલ્પનામાં પ્રિયા તેનાથી કામ-વાસનામાં તડપતી-તડપતી દૂર થઈ રહી છે. અનિરુધ્ધ તેના દ્રશ્યાંકિત વાયુ સ્વરૂપી શરીરની પાછળ દોડે છે, મુખમાં ખુશી છે,ધીમું હાસ્ય છે,આંખે આસુ છે....પરંતુ થોડીવારમાં અદ્રશ્ય થઈ જાય છે. ત્યાં દર્દ હતો અનિરુધ્ધનો પવનના ફૂંકથી ધીમી ગતિથી તડપતી મીણબતી બુજાય જાય છે... અંધકાર છવાય ગયું છે.
સવાર થાય છે, અનિરુધ્ધને પોતાનું ઘર મહેલ રૂપી લાગવા લાગ્યું છે. કારણ કે...નવી રાહ જોય છે અનિરુધ્ધ દર્દને ભુલી કર્મના પગલે ચાલવા લાગ્યો છે. પોતાના સમતોલન શરીરને સફેદ પાઘડીના વસ્ત્રોથી ઢાકી લીધા છે. હાથમાં એક પણ વસ્તુ નથી શરીર પર બીજું કંઇ નથી માત્ર સફેદ વસ્ત્રો સાર-માફક બાંધેલા છે. થનગન-થનગન ડંકા વાગી રહ્યા છે આવો ભાષ પોતાના મનને થાય છે. ફૂલદા ઉડે છે, ચારે બાજુ માતમ છવાય જાય છે.
પોતાના સુવર્ણ મહેલની બહાર નિકળી દુકાન પરથી દસ રૂપિયાના દાણા ખરીદી પહેલી બાજુ જાણે, ભૂખથી તડપતા. આ કબૂતરની કોઈ દરકાર લેતું નથી ત્યાં જઇ દાણાનો છંટકાવ કરે છે... માધુર્ય અવાજ સાંભળી તેને ખૂબ શાંતિ પ્રાપ્ત થાય છે. આગળ વધતો જાય છે... ‘બે પતિ-પત્ની જગડી રહ્યા છે’. ગાય-માતાને ઘરની બહાર કાઢવા પ્રયત્ન કરી રહેલા માનવીને જુવે છે. માનવી પોતાની દુકાન ખોલી રહ્યા છે. ભીખ માગી રહ્યા છે.
અનિરુધ્ધ મસ્જિદમાં ગયો પરંતુ અંદર નથી આવવા દેતા મંદિર ગયો એટલે ઈશ્વર પાસે જવા માટે મોટી લાઇન લાગેલિ હતી. બધાના હાથમાં એક દૂધનો લોટો હતો, થોડા ફૂલ હતા અનિરુધ્ધને લાગ્યું કે કંઇક નવીનતા ભર્યું છે. આ લાઇનની બંને બાજુ કેટલાય માનવી ઠંડથી ધ્રુજી કંઇક ખાવાની વસ્તુ માંગી રહયા છે. કેટલાય અપંગ, અંધ, નાના છોકરાઓ છે. પરંતુ લાઇનમાં લાગેલા વ્યક્તિ આ બેઠેલા વ્યક્તિની દરકાર પણ નથી કરતાં. હું પણ દૂધનો લોટો લઈ ઊભો રહ્યો.
અનિરુધ્ધે કેટલાય લોકોને પૂછ્યું તમે શા માટે અહીં આવ્યા છો, ‘કેટલાય અનિરુધ્ધને અપશબ્દ કહ્યા, કેટલાય લોકો પૂન્ય માટે, પરીક્ષામાં વધુ ગુણ માટે, સારી છોકરી મળે, સ્વર્ગમાં સ્થાન મળે, છોકરો આવે, માતાનું મૃત્યુ (જ્યારે માતા મરણ પથારી પર હોય ત્યારે) થઈ જાય. ભગવાન પાસે જવાના નવા નવા નાટગડા અપનાવી રહ્યા છે. અનિરુધ્ધ આગળ ચાલી ગયો, બધા દાન-પેટીમાં રૂપિયા અર્પિત કરે છે. નાળિયેર વધેરે છે, શિવલિંગ પર દૂધ રેડે છે. આ દૂધ પાછળની ગટરમાં ભેગું થઈ જાય છે. લાઇનમાં ધક્કા-મુક્કી થઈ રહી છે જ્યાં ખૂબ અપ-શબ્દોનો પ્રયોગ થઈ રહ્યો છે.
અનિરુધ્ધે દૂધનો લોટો પહેલી એક ભીખ માગતિ છોકરીને આપ્યો, આ જોય તમામ ભિખારી અનિરુધ્ધ પાસે આવી ગયા એક-બે-ત્રણ કેટલાય અવાજ આવી રહયા છે. “હું દસ દિવસથી ભૂખ્યો છું, હું પાંચ, બે, ત્રણ…” ચાલુ જ રહે છે. લાઇનમાં લાગેલા વ્યક્તિ જાણે અનિરુધ્ધ સામું ત્રીજી આંખથી કોપાયમાન રહ્યા હોય એવું લાગતું હતું.
Part 3
અનિરુધ્ધ આગળ ચાલતો હતો, ત્યાં અચાનક એક છોકરીમાં તેણે પ્રિયા જોય. આ છોકરી પાછળ અનિરુધ્ધ ભાન-ભુલી દોડવા લાગ્યો અચાનકથી છોકરીનો હાથ અનિરુધ્ધે પકડી લીધો,છોકરી એક સામાન્ય વર્ગની લાગતી હતી. મોટા ગ્લાસ વાળા ચશ્માં પહેર્યા હતા. સાદો ડ્રેસ પહેરયો હતો, હાથમાં પુસ્તક હતા, આ પુસ્તક અનિરુધ્ધ દ્વારા હાથ પકડવાથી પડી જાય છે. આજુ-બાજુના કેટલાય લોકો આ તા-દ્રશ્ય પ્રક્રિયા જોય રહ્યા છે. તેથી તેનો હાથ છોડી દે છે. આ છોકરીની ઉંમર 23 વર્ષની હશે આવું અનુમાંન લાગી રહ્યું છે. આ છોકરી અજુકતું અનુભવી ચાલી જાય છે.
થોડા દિવસ આમને-આમ પેલી છોકરીનો હાથ પકડીને છોડી ’દે છે. લોકો આવું દ્રશ્ય જોઈ અનિરુધ્ધને મારવા લાગે છે. બીજી તરફ અનિરુધ્ધ પોલીસ સ્ટેશનના ધક્કા ચાલુ રાખે છે. અનિરુધ્ધના શરીર પર માત્ર સફેદ વસ્ત્ર જ છે. આજે પણ પ્રિયાનો દર્દ અનિરુધ્ધથી દૂર નથી થયો પોતાને દંડ આપવા માંગે છે, “શા માટે પ્રિયા અનિરુધ્ધથી દૂર થઈ ગઈ હશે?, શા માટે?” આ છોકરીનું નામ ક્રિતી છે. જેની પર્સનાલિટી કંઇ પણ નથી, સાદી છોકરી છે. રંગે રૂપાળી છે, સ્વભાવે નમ્રતા ધરાવે છે.
એક સમય ક્રિતી નાનકડા રસ્તામાંથી પસાર થઈ રહી છે. આજુ-બાજુ કંઇ નથી. કોઈ લોકો દેખાતા નથી. પક્ષિનો કલરવ નથી, માત્ર ચારે બાજુ ઇમારાત ઊભી છે. માત્ર ક્રિતીના પગનો અવાજ આવી રહ્યો છે. ક્રિતી અનિરુધ્ધને જોઈ લે છે. તેવામાં અનિરુધ્ધ ક્રિતી સમક્ષ જઇ તેનો રસ્તો રોકી લે છે. ક્રિતિના ચહેરા પર ડર છે, અનહોની ઘટનાનું કલ્પવૃક્ષ પોતાના મનમાં ઊભુ કરે છે. હ્રદયના ધબકારાનો અવાજ જાણે કેટલાય કિલોમીટર કાપી લેતો હશે. સૂમસામ જગ્યાએ બંને સ્થિત છે. બંનેની આંખો મળી ગઈ છે, ધ્રુજતિ ક્રિતી કંઇક અનિરુધ્ધની બાજુમાંથી નીકળવાનો પ્રયત્ન કરી રહી છે. પરંતુ આજુ-બાજુ કેટલી જગ્યા છે તેનો અનાદર કરી રહી છે. બાકીનો વિસ્તાર જોઈ પણ નથી શકતી. ( અનાદર પૂર્વક )
અનિરુધ્ધનો સ્વર ફેંકાય છે ક્રિતીના હ્રદય પર," ’ના ડર મારાથી હું તને કંઇ પણ નહીં કરું મહેરબાની કરી મારી વાત સાંભળ” ક્રિતી કંઇ પણ બોલી શકતી નથી, પરંતુ હ્રદયને થોડું શાંત જરૂર પાડે છે, નમ્ર બની ગયેલી ક્રિતી થોડો વિચાર કરવાની ઉણપ અનુભવી રહી છે. આ માનવી કોણ છે?, શા માટે એ મારી પાછળ પડ્યો છે?, આવા અસ્ત-વ્યસ્ત સવાલો ક્રિતિના મનમાં કંપ-વિઘ્નથી દોડી રહ્યા છે, સમજવાનો સમય નથી ક્રિતી પાસે. પરંતુ ક્રિતી કંઇ બોલ્યા વગર ચાલી જાય છે, અનિરુધ્ધના ચૂંગાલ માંથી.
અનિરુધ્ધ બપોરના સમયે એક ઠંડક આપનારા વૃક્ષની નીચે બેઠો છે. આજુ-બાજુ કેટલીય દુકાન છે. અહીં અનિરુધ્ધ સિવાય બીજા પણ વૃધ્ધ વ્યક્તિ બેઠા છે. બીજા લોકો અનિરુધ્ધને જોઈ અચરજતા અનુભવે છે. બીજા લોકોમાંથી એક વ્યક્તિ સમાચારનું ગઠન કરે છે. જેમાં બળાત્કાર જેવી અતિ-રેક વિશિષ્ટ ઘટના બની છે.
આ ઘટનામાં એમ છે કે, “એક હિન્દુ સમાજની છોકરી જૈન સમાજના છોકરા સાથે પ્રેમ લગ્નના બંધનમાં બંધાઇ ગઈ અને બંને પરિવારથી દૂર ચાલ્યા ગયા. છોકરીના પિતાએ માણસો મોકલી અને છોકરીને ઘરે ઉપાડી લાવ્યા તદુપરાંત છોકરી પર તેના પિતાએ બળાત્કાર કર્યો. પિતાએ પોલીસને જણાવ્યું કે ‘મારી દીકરી એક બીજા જ્ઞાતીના છોકરા સાથે લગ્ન કર્યા છે. જે આ સમાજ માટે બહુ શરમ-જનક ઘટના કહેવાય, જેથી મેં આ છોકરીને દંડ દેવા અને તેને સમજાવવા તેના પર બળાત્કાર કર્યો છે. જેનો મને કોઇપણ પ્રકારનો સંકોચ નથી થતો. હું ખુશ છું કે, તેણે આત્મહત્યા કરી લીધી, મને કાનૂન જે કંઇ પણ સજા આપસે તે હું સ્વીકારી લઇશ. બીજી તરફ જૈન છોકરાએ પણ આત્મહત્યા કરી લીધી.” [REAL STORY]
આવું સાંભળી અનિરુધ્ધ ખૂબ દુ:ખથી તડપે છે. તે ત્યાંથી પોતાના ઘરે ચાલ્યો જાય છે. અનિરુધ્ધ ખૂબ જ ક્રૂરતા અનુભવે છે. પોતાને મારવા લાગે છે જાણે તે પાગલ બની ગયો છે. સમાજના આવા કૃત્યો જોઈ પોતાની જીંદગીમાં વિઘ્નતા અનુભવી રહેલો અનિરુધ્ધ પોતાની જિંદગીના એક કહાની પોતાના હાથે બુકમાં ટપકાવાનું ચાલુ કર્યું. દરેક દર્દનો કિસ્સો દરેક લાઇનમાં કટકટી ભર્યા અવાજનું નિર્દેશન કરે છે. આલોચનાથી કંપી રહેલો આ યુવાન આજે સમાજની કલ્પના નથી કરી શકતો.
અનિરુધ્ધ ટીવી સમાચાર ચાલુ કરે છે જેમાં દર્શાવવામાં આવેલ છે કે “એક યુવાન અને એક યુવતીએ લગ્ન કર્યા જેના 20 વર્ષ પછી બંનેને ખબર પડી કે બંને ભાઈ-બહેન છે. આજે તેને 10 વર્ષનો છોકરો છે...એક યુવતી સાથે ગેંગ રેપ, છ આરોપી લા-પત્તા... નવી ઇમારાતનું બાંધ કામ ચાલુ હોવા છત્તા તે ભાંગી પડી ૧૨ના મોત, ૨૬ ઘાયલ આ સાંભળી અનિરુધ્ધે ટીવી બંધ કરી દીધી અને રડવા લાગ્યો...” [REAL STORY] અને દરેક સમાચારને આંસુ સાથે જમીનમાં છૂમંતર કરી નાખ્યા.
અનિરુધ્ધ રંગ વિહીન છે,પરંતુ તે આ સમાજના કાળા રંગથી દૂર થઈ નથી શકતો. ચારે બાજુ કાળો રંગ છવાયેલો છે, “આ દુનિયા ફિક્કી બનાવી છે - આપણે જ” આવા સંદેહ અનિરુધ્ધના મનમાં કોપાયમાન થાય છે. માનવીના હાડપિંજર સમાન છે પણ માનવી અલગ છે. લોહીનો રંગ સમાંન છે પણ માનવીનો ધર્મ અલગ છે. માનવીના મગજ સમાન છે પણ તેના વિચાર અલગ છે. આત્મા એક જ છે પરંતુ તેના કર્મ અલગ-અલગ છે. કોઈ પ્રકાશ આપે છે આ દુનિયાને તો કોઈ પ્રકાશ આપતા દિવડાને બુજવી નાખે છે. રંગ સમાન છે પણ તેના પર વસ્ત્રો અલગ છે. ધર્મ એક છે છત્તા પણ તેના ભાગલા પાડ્યા છે. શ્રુષ્ટિમાં જીવનાર અનેક છે પરંતુ તેને જીવાડનાર એક જ છે.
અનિરુધ્ધની સમસ્યા વધતી જાય છે. ફરી એક વાર ક્રિતિને મળવા માટે તેની સમક્ષ ઉપલબ્ધ રહે છે. ફરી આંખો મળી, જ્યાં સાથે સાગર પણ હોય છે. અહીં ક્રિતિને અનિરુધ્ધ પર પ્રેમ થવાની આસઙ્કા સાગરના મનમાં છે. અનિરુધ્ધ ક્રિતિને બદલવા માગે છે. ક્રિતિના પગમાં પડી અનિરુધ્ધ તેને વીંનતિ કરે છે ‘મહેરબાની તું ગાયિકા બની જા.’ ક્રિતી ના પાડે છે,પરંતુ અનિરુધ્ધ તેના પર ભરોસો રાખવા જણાવે છે. અધ્યાયની નવી શરૂઆત થાય છે. ક્રિતી મુસ્લિમ વર્ગમાંથી આવેલ એક યુવાન સાક્ષર શિક્ષિતા છે.
પહેલી બાજુ ક્રિતિના ઘર પર ક્રિતિના લગ્ન માટે એક ઇજનેર જોવા આવે છે. ક્રિતિને આ વાતની ખબર પણ નથી. શું જાણે અનિરુધ્ધે ક્રિતી પર શું જાદુ કરી દીધું હોય તેમ અનિરુધ્ધની પાછળ-પાછળ તે અનિરુધ્ધના ઘર સુધ્ધિ આવી જાય છે. ક્રિતિના મનમાં કંઇ પણ વિચાર નથી. સાગર પોતાની શાળા પર ચાલ્યો જાય છે.
અનિરુધ્ધના મહેલમાં ક્રિતિની અનિરુધ્ધ દ્વારા આરતી ઉતારવામાં આવે છે. જાણે ઘર ફરી એક વાર પવિત્ર બની ગયું છે. અબીલ-ગુલાલ છાટે છે, ચારેય બાજુ ધુમાંડો થઈ રહ્યો છે, જાણે સ્વર્ગની અપ્સરા આ મહેલમાં આવી છે. પહેલા તો અનિરુધ્ધ ક્રિતિની પર્સનાલિટી ડેવલપ કરે છે. પ્રિયાના મેકઅપ રૂમ તરફ લઈ જાય છે. જ્યાં ક્રિતિને સૌંદર્યતાનો સ્વાદ ચખાડે છે. બાંધેલા વાળ છોડી ખુલ્લા કરી નાખે છે. નવા કપડાં, આભૂષણ વગેરે શરીરના નમ્ર-કોમળ ભાગમાં સજાવે છે. ક્રિતિના ચહેરાને કદરૂપૂ બનાવનાર ચશ્માંને દૂર કરી દે છે. ક્રિતિને આભલામાં જુવા વીંનતિ કરે છે. સૌંદર્યથી આકર્ષયેલી ક્રિતિના મનમાંથી સરરરર શબ્દો પડી જાય છે, “અતિ... સુંદર.....”. આમ ક્રીતિને પ્રિયાની જેમ સજાવી ધજાવી, ઘરમાં પ્રિયાનું સ્થાન આપે છે.
શહેરમાંથી એક તજજ્ઞ શિક્ષિકાને ક્રિતિને સિંગર બનાવવા માટે બોલાવે છે. કેટલાય દિવસો વીતી ગયા, ક્રિતિના લગ્ન નજીક આવવાનો સમય થઈ ગયો છે. ક્રિતિને સિંગર બનાવી દીધી અનિરુધ્ધે. કેટલાય દિવસો વીતી ગયા. અચાનક ક્રિતિએ અનિરુધ્ધને કહ્યું કે, "હું તને પ્રેમ કરું છું." પરંતુ અનિરુધ્ધ કશું પણ બોલ્યો નહીં. શું ચાલતું હશે અનિરુધ્ધના મનમાં?, શું થયું હશે ક્રિતિને?, આમને આમ બસ ક્રિતી પોતાની દુનિયાને ભુલી ચુકી હતી. સમયની પરવાહ નથી કરતી ‘પ્યાર તુને ક્યાં કિયા’ હવે ચાલુ થઈ ગયું છે. "શું આ ફિલ્મ છે?, શું છે આ?" એક કલ્પના !!! આવા પ્રશ્નો પૂછી રહી છે. પરંતુ કોઈ પાસે જવાબ નથી.
હજી સુધ્ધિ ક્યારેય અનિરુધ્ધ અને ક્રિતી કામવાસનામાં બંધાયેલા નથી. કેટલીય વાર અનિરુધ્ધ દોડી ક્રિતિને ગળે લાગી જાય છે. ધમ-ધમ નગારા વાગે છે. ઘડ-ઘડાટ અવાજો આવી રહ્યા છે. જિંદગી કોપાયમાન બની ગઈ છે. અનિરુધ્ધનો પડછાયો ધીમે-ધીમે તેનાથી દૂર ભાગી રહ્યોછે. તેવો ભાષ થાય છે. ક્રિતી પાછળ દકમક-દકમક દોટ મૂકી અંગ-રંગ દૂર થઈ ગયો છે. એક મહેલમાં ચાર દીવાલની વચ્ચે બંને જાણે રાધા-કૃષ્ણ રાસ રમી રહ્યા હોય તેમ રંગ-ગુલાલથી રમી રહ્યા છે. ક્રિતિનો ખડ-ખડાટ માધુર્યભર્યું હાસ્ય અનિરુધ્ધ જીલી લે છે.
દરવાજાની બીજી બાજુથી સાગરની ડગમગ-ડગમગ દોટની પરવાહ પણ નથી કરતો અનિરુધ્ધ,સ્વંતત્ર્ય મહેફીલમાં હાલક જોલક કરતાં અનિરુધ્ધનો સાગર હાથ પકડીને બહાર લઈ જાય છે,ક્રિતી અવાજ કરે છે. અનિરુધ્ધની પાછળ દોડે છે પરંતુ બંને મોટરમાં બેસી ચાલ્યા જાય છે.
Part 4
કોર્ટમાં આજે પ્રિયા ચૌહાણના મૃત્યુ માટે કેસ લડવાનો છે. કોર્ટનો સમય ચાલુ થાય છે. અનિરુધ્ધ અને સાગર દોડતા દોડતા કોર્ટમાં આવી બેસી જાય છે પરંતુ આવ્યા પહેલા જ કોર્ટમાં કેસ બંધ થઈ જાય છે. અનિરુધ્ધ કેટલીય દલીલ કરે છે છત્તા પણ કોઈ તેની એક વાત સાંભળતા નથી. પોલીસ દ્વારા અનિરુધ્ધને ધક્કા મારી કોર્ટમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે. એટલે સાગર અનિરુધ્ધને લઈ બહાર આવે છે.
અનિરુધ્ધ રડી રહ્યો છે. એક દર્દ રહેલો છે. વ્યંગ બની ગયેલા દર્દથી ઘેરાયેલા અનિરુધ્ધના શરીરના એક કોમળ સ્વસ્થ અંગ એટલે કાનમાં ધીમો સ્વર પાછળથી આવે છે, “ઊભા રહો” પાછળ ફરી જુવે છે,તો એક વૃધ્ધ પોલીસવાળો ઊભો છે.
અનિરુધ્ધ અને સાગરને વૃધ્ધ સમજવાની કોશીશ કરે છે. વૃધ્ધ પોલીસનું કહેવું છે કે, "પ્રિયા ચૌહાણની આત્મહત્યા નથી પરંતુ તેની હત્યા કરવામાં આવી છે." જેણે આ વાત બીજા બે પોલીસ અધિકારીની વાત પરથી ખબર પડી. એટલે અનિરુધ્ધ અને સાગર બંને પહેલા પોલીસ અધિકારી પાસે પહોંચ્યા. બંનેએ વાત કહી છતાં પણ તેણે કોઈ જવાબના આપ્યો.
બંને અધિકારી ડરિ રહ્યા હતા. પરંતુ સાગરે Rs.5૦૦ બંનેને આપી દીધા, એટલે વાત કરવા સક્ષમ થયા ડરતા ડરતા જણાવે છે. “પ્રિયા ચૌહાણનો બળાત્કાર થયો છે. પ્રિયાને અનિરુધ્ધના રૂમમાંથી ઉપાડી જઈ એક બીજી બિલ્ડિંગમાં બળાત્કાર થયો હતો...જેનું નામ છે, આંકીક-જેઓ અનિરુધ્ધ તમારા પિતા છે.”
આ સાંભળી અનિરુધ્ધ પડી ગયો. તે કેવો દર્દ અનુભવતો હશે તે માત્ર અનિરુધ્ધ જ સમજી શકતો હશે. ખામોસીમાં આ બનેલી વાર્તાલાપ ઘટનામાં દરેક શબ્દને કારણે અનિરુધ્ધ નીચવાય ગયો છે. આંખમાંથી આંસુ પડે છે, પરંતુ મોંમાંથી અવાજ પણ નથી આવતો. ડૂમો ભરાઈ ગયો છે. અનિરુધ્ધની સ્વર-પેટીમાં, કાનમાંતમ-તમ તમરા બોલ્યાનો અવાજ આવી રહ્યો છે, જાણે અનિરુધ્ધનું અંદરથી મગજ ફાટી જશે, એટલે અનિરુધ્ધ બંને હાથ વડે માંથાને દબોચવાનો પ્રયત્ન કરી રહ્યો છે. સાગર અનિરુધ્ધને શાંત પાડવા જતા પોતે જ રડવા લાગ્યો. માત્ર જીવ જીવવાના રાહમાં છે અનિરુધ્ધ. માઁ વિનાના આ દીકરાને આજે તડબોળ કરી નાખે એવા શબ્દો સાંભળવા મળ્યા છે,ધીમેથી સાગર અનિરુધ્ધને લઈ અનિરુધ્ધના મહેલમાં ચાલ્યો જાય છે. ત્યાં તેને નિંદરની ટીકડી પિવડાવી સૂવાડી ’દે છે. સાગર પોતે પણ ત્યાંજ રોકાય જાય છે.
દરવાજા પર ક્રિતી આવી મોટા અવાજથી અનિરુધ્ધને બોલાવવાનો પ્રયત્ન કરે છે. દરવાજો ખખડાવે છે. પરંતુ સાગર આ ઘટનાને વિહોણી બનાવી નાખે છે. આ દ્રશ્ય જોઈ જાણે સાગરના ધબકારા વધવા લાગ્યા છે. જાણે સાગરનું હ્રદય હમણાં જ વિસ્ફોટ કરશે. ક્રિતી ત્યાંથી અવાજો કરતી કહે છે, “દરવાજો ખોલ... મારા લગ્ન મારા માતા-પિતા કરાવવાના છે, મહેરબાની કરી..." પરંતુ અનિરુધ્ધ શું સાંભળી શકે.....તે તો નિદ્રામાં વ્યસ્ત છે. અનાદર કરે છે સાગર...અને થોડા સમય બાદ ક્રિતી ચાલી જાય છે.
વહેલી સવારે અનિરુધ્ધ નિંદરને છોડી પથારીમાંથી ઊભો થાય છે સીધો જ બહાર નીકળી જાય છે. મોટરમાં બેસવાનો પ્રયત્ન કરે છે ત્યાં સાગરને ખબર પડે છે તે પણ અનિરુધ્ધની પાછળ દોડે છે અનિરુધ્ધ તૃંગ અવસ્થામાં મગ્ન બની સાગરના અવાજને સાંભળતો પણ નથી, બંને મોટરમાંબેસી ચાલ્યા જાય છે. ક્રોધિત અવસ્થામાં અનિરુધ્ધ પોતાના પિતાના ઘરમાં જાય છે. જેની પાછળ સાગર પણ આવે છે. દરવાજા પરનો પગી અંદર આવેલા અનિરુધ્ધને અટકાવવાનો પ્રયત્ન કરે છે પરંતુ અનિરુધ્ધની લાલચોર ચમકતી આંખો જોઈ તે પણ ડરિ જાય છે.
દરવાજાને ધક્કો મારી અનિરુધ્ધ અને સાગર અસંતોષનીય વિઘ્ન રૂપી દ્રશ્ય જુવે છે કે,આંકીક એક યુવતી સાથે બળજબરી પૂર્વક શારીરિક સંબધ બાંધવાનો પ્રયત્ન કરે છે, આંકીક ઊભો થઈ જાય છે અને અનિરુધ્ધને બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે. પરંતુ ખૂબ ક્રોધિતે ભરાયેલ અનિરુધ્ધ ધક્કો મારી અને ની:વસ્ત્ર પિતાને અસ્વસ્થ પથારી પર સાદર વડે ઢાંકી ’દે છે. આ દ્રશ્ય અનિરુધ્ધને અકલ્પનીય લાગે છે. અનિરુધ્ધ પોતાના ગુસ્સાને કાબુમાં નથી કરી શકતો. અનિરુધ્ધ દ્વારા પૂછવામાં આવેલા પ્રિયાના બળાત્કાર વિષે આંકીકને પિતા કહેવામાં પણ શરમ અનુભવે છે. આવી વાત કરતાં આંકીક અનિરુધ્ધને વેસ્યાનો પુત્ર ગણાવે છે.
આંકીકના આકરા પ્રહારો અનિરુધ્ધ પર થાય છે. તું એક વેસ્યાનો પુત્ર છે. મારા સિવાય તું અલગ અલગ સાત રાજકારણીનો પુત્ર છે. તારી માઁ’નો ઉપયોગ કરી મેં એક મોટી ફેકટરી સ્થાપિ. રાજકારણીઓને તારી માઁ પસંદ આવી ગઈ અને મને આ સિમેન્ટ ફેકટરી પસંદ આવી ગઈ. તારી માઁ સાથે જેમ કર્યું તેમ તારી પ્રેમિકા સાથે પણ કર્યું. મારી ભૂલ હતી કે મેં તને મારીના નાખ્યો (અનિરુદ્ધને કહે છે). મારા તો હજારો છોકરાઓ થાય. શું તેને હું મારો વારસદાર બનાવી લઉ એમ, આથી મેં તને મારાથી દૂર જ રાખ્યો.
આંકીકની વાત ચાલી જ રહી હોત પરંતુ સાગરે આગળ આવી ટેબલ પર પડેલી બંધુકમાંથી પાંચ ગોળી આંકીકના શરીરમાં મારી દીધી અને ગોળી પોતાના જ માંથામાં મારી દીધી. અનિરુધ્ધ ત્યાંજ દંગ રહી ગયો. અનિરુધ્ધે પણ બંધુક ઉપાડી પોતાને ગોળી મારવાનો પ્રયત્ન કર્યો પરંતુ બંધુકમાં ગોળી ના હતી. ગોળીના અવાજથી લોકો જમા થઈ ગયા પરંતુ અનિરુધ્ધને પોલીસે પકડી લીધો. લેબોરેટરી થઈ જેમાં આંકીકની હત્યા સાગરે કરી હતી તેનો ખુલાસો જલ્દી થઈ ગયો. અનિરુધ્ધ જેલની બહાર આવી ગયો. જાણવા મળ્યું કે ક્રિતિના લગ્નની પાંચ દિવસની જ વાર છે.
Part 5
અનિરુધ્ધે ફરી એક વાર સફેદ વસ્ત્રો પહેરી લીધા. આજે પણ તેના હ્રદયમાં બમણો દર્દ છે. અચાનક ક્રિતિ ત્યાં આવી જાય છે અને અનિરુધ્ધને ભેટી પડે છે તેવામાં બંને વચ્ચે પવિત્ર સંબંધ બંધાય છે. અનિરુધ્ધ આલોચના અનુભવે છે. બંને કામવાસનમાં બંધાય જાય છે અને થોડો સમય વીતી જાય છે એટલે ક્રિતિને અનિરુધ્ધ પોતાના ઘરે જવા કહે છે. ક્રિતી દ્વારા કહેલાં ફરી એક વાર ‘I LOVE YOU’ નો જવાબ પણ અનિરુધ્ધ નથી આપતો અને અનિરુધ્ધ ક્રિતિને બહાર કાઢી નાખે છે.
અનિરુધ્ધ પોતાના ફોનમાં રેકોર્ડ થયેલું પ્રિયાનું સંગીત અને સ્વર ક્યારેય નાશ ન પામે તે માટે ફોન, પ્રિયાનો અમુક સામાન અને પોતે લખેલી બુક તેની બેગમાં ભરી દીધી. આ બેગ પર ક્રિતી અલી લખીને એક સલામત જગ્યા પર મૂકી દીધી, જે જગ્યા વિષે કોઈને નથી ખબર. સફેદ વસ્ત્રમાં અનિરુધ્ધ સજ્જ થઈ મહેલમાં આગ લગાડી દીધી.
અનિરુધ્ધ આ સ્થળ મૂકી ચાલ્યો ગયો. રખડતો-રખડતો ક્યાંય રોકતો નથી અને આ શહેરમાં આંટા માર્યા કરે છે. એક વૃક્ષ નીચે મંદિર છે. જ્યાં આ નાનકડા મંદિર પાસે જઇ બેસે છે. માત્ર ઈશ્વરના નામ જ સ્મરણ કર્યા કરે છે અને પ્રિયાની યાદ ઝંખના ઉત્પન કરાવ્યા કરે છે. અનિરુધ્ધને આ સંસારથી દૂર થવા ભગવાં સફેદ વસ્ત્રો પહેર્યા એટલે આ સમાજમાં તે કોઈને તકલીફ રૂપી ના બની શકે.
અનિરુધ્ધ જ્યાં બેઠો છે તેની બાજુમાં શાળા છે. આ શાળામાંથી છૂટતા કેટલાય બાળકો અનિરુધ્ધને સાધુ માની પગે લાગતા જાય છે. બાજુમાં એક-બે રૂપિયા મૂકતાં જાય છે. પરંતુ અનિરુધ્ધને કંઇ પણ નથી ખબર. અનિરુધ્ધ અતિથની યાદને વળગેલો છે. ક્રિતી અનિરુધ્ધના મહેલને આગ લગાડવાની ઘટના સાંભળી મહેલ પાસે આવી જાય છે. પરંતુ અનિરુધ્ધ ત્યાં નથી. ક્રિતિની મુશ્કેલી વધતી જાય છે,સાંજ થઈ ગઈ હતી. અનિરુધ્ધ વૃક્ષ નીચે બેઠો છે તે દ્રશ્ય ક્રિતિ અચાનક સામેના રસ્તા પરથી જુવે છે.
ક્રિતિના ઝાંઝરના અવાજ સાથે પોતાના માધુર્ય સંગીતને કારણે અનિરુધ્ધ વ્યંગ થઈ ઊભો થઈ જાય છે. શ્રુષ્ટિથી તંગ થઈ ગયેલો આ અનિરુધ્ધ ક્રિતિની આલોચના ભરી કાયાને જોઈ કામવાસનામાં તડપતો ક્રિતિના મોહક સૌંદર્યથી ભરપૂર અવતારની પાછળ-પાછળ દોડતો એક સૂમસામ વિસ્તારમાં આવી જાય છે. અને બંને શારીરિક સંબંધનું નિર્દેશન કરે છે.
સવારે ક્રિતી જાગે છે, અને જુએ છે તો આજુ-બાજુમાં કોઈ નથી, અનિરુધ્ધ ક્યાંક ચાલ્યો ગયો છે. ફરીથી ઊભી થઈ અનિરુધ્ધને ગોતવા શહેરમાં ભટકવાનું ચાલુ કરી ’દે છે. ક્રિતિને ગોતવા કેટલાય માણસો આંટા-ફેરા મારાવા લાગ્યા છે.
અનિરુધ્ધ ફરી શહેરમાં ભટક્યા કર્યો અને સામેના માનવી અનિરુધ્ધને સાધુ સમજી પગે લાગવા લાગ્યા. અનિરુધ્ધને ગોતવા પાછળ ક્રિતી પણ રખડવા લાગી. ક્રિતી જેટલી અનિરુધ્ધથી દૂર થવા લાગી તેટલો વધારે પ્રેમ ક્રિતિના હ્રદયથી ઉભરાવા લાગ્યો છે. જાણે બે પ્રેમની કાયા અલગ થઈ ગઈ છે.
એક દિવસ અનિરુધ્ધે એક બાળકને મૃત્યુના મોહમાંથી બચાવી લીધો, જ્યાં બાળક ખૂંટીયાની હડફેટમાં આવવાની તૈયારીમાં હતો. ક્રોધે ભરાયેલ આ ખૂંટિયો કેટલાય લોકોને નુકશાન પહોંચાડી રહ્યો હતો, પરંતુ પેલા બાળક અને ખૂંટીયાની વચ્ચે અનિરુધ્ધ આવી ગયો શું જાણે ઈશ્વરનો સંદેહ હશે કે તે ખૂંટિયો એક પણ ડગલુ આગળ મૂકી જ ના શક્યો અને મિડિયાની મારફતે અનિરુધ્ધ ખૂબ પ્રખ્યાત થઈગયો.
બધા લોકો અનિરુધ્ધને ઈશ્વરનું રૂપ માનવા લાગ્યા પરંતુ અનિરુધ્ધના મનમાં એવો કોઈ સંદેહ નથી કે બધા લોકો તેને સાધુ કહે છે. મીડિયા દ્વારા ફેલાયેલી આ જળહળ ઘટનાથી અનિરુધ્ધ ખૂબ પ્રખ્યાત બની ગયો છે જેથી વિજ્ઞાનના કેટલાય લોકો તેને ઢોંગી માને છે અને કેટલાય લોકો તેને ભગવાન માની રહ્યા છે, ‘સાંઇબાબા પોતે આ ધરતી પર આવી ગયા છે,’ આવી વાતો થવા લાગી છે.
પરંતુ અનિરુધ્ધને આવી સામાજીક વાતથી કોઈ પણ પ્રકારનો ફરક નથી પડતો. દિવસો વિતવા લાગ્યા છે. અનિરુધ્ધ માત્ર સાદા સફેદ વસ્ત્રમાં વૃક્ષ નીચે સુતો છે. સવાર પડે છે, ત્યાં ખૂબ આજુ-બાજુ ઘોંઘાટ છે, એટલે જાગી જાય છે.અનિરુધ્ધ જોવે છે કે તેની આજુબાજુ કેટલીય ચાદરો પડી હોય છે. જાત-જાતના ભોજન,દૂધ, ઘીથી લથબથતી રોટલી, અનિરુધ્ધ આ દ્રશ્ય જોય આશ્ચર્યતા અનુભવે છે.
અચાનક અનિરુધ્ધને ડર લાગ્યો અને તેણે સંતાડેલી બેગ લેવા માટે તે જગ્યા પર ચાલ્યો ગયો, અનિરુધ્ધના ભક્તો પાછળ-પાછળ આવી રહ્યા છે. બધાને પ્રશ્ન થાય છે કેમ આ મહાત્મા ભાગવા લાગ્યા. લોકો એક બીજા સાથે વાર્તા-લાપ કરવા લાગ્યા છે, "શું થયું હશે?"
અચાનક ક્રિતી સામે આવી જાય છે. અનિરુધ્ધ કંઇ વિચાર્યા વગર તેનો હાથ પકડી તેને સાથે લઈ જવા નીકળ્યો છે. સામેથી આવનારા લોકો અનિરુધ્ધને પગે લગતા જાય છે. ચંપલ વગર દર્દની સાથે દોટ મૂકી રહ્યો છે. જ્ગ્યા પર આવી, બેગ બહાર કાઢે છે. જે દ્રશ્ય લોકો જોઈ રહ્યા છે. બેગ અંદરથી પ્રિયાના સૌંદર્યતાની સામગ્રી ક્રિતિને આપે છે. અંદરથી એક મોબાઇલ બહાર કાઢે છે. તેમાંથી અનિરુધ્ધ પ્રિયાએ ગાયેલ સંગીત વગાડે છે. અનિરુધ્ધ શું કરે છે તે પોતાને પણ નથી ખબર. મિડિયાવાળા આવી જાય છે. લોકોની ભીડ લાગી જાય છે. ક્રિતિને આપેલા સૌંદર્યથી સજ્જવાનું અનિરુધ્ધ દ્વારા કહેવામાં આવે છે.
ચારે બાજુ રસ્તા પર ભીડ જમાં થઈ ગઈ છે. લોકોનો પ્રવાહ વધતો જાય છે. શું હશે આ કલ્પના, 'જ્યાં અનિરુધ્ધ આ લોકોના પ્રવાહને જોઈ પણ નથી શકતો, દ્રશ્યવિહીન બનેલી ઘટના જાણે લોકોના સંદેહમાં આવી ગઈ છે.’ દર્દથી ઘેરાયેલો આ અનિરુધ્ધ પ્રિયાના સ્વરને માફક તન-મન હ્રદય સાથે પોતાનું શરીર ડગ-મગ ડગ-મગ ડોલવી રહ્યો છે. બધા લોકો આ દ્રશ્ય જોઈ રહ્યા છે. મિડિયાની મારફતે સીધું પ્રસારણ ચાલી રહ્યું છે.
બીજા સાધુ-સંતો અનિરુધ્ધ પર હલ્લા-બોલ કરે છે. અનિરુધ્ધને ઢોંગી ગણી રહ્યા છે. અનિરુધ્ધ જાણે ઠંડને અસહ્યમાન રીતે દંડ આપી રહ્યો છે. અત્ર-તત્ર-સર્વત્ર જાણે અનિરુધ્ધની જ વાતો થવા લાગી છે. લોકો તેના પર ફૂલનો વરસાદ કરે છે. અનિરુધ્ધ જર્મળ વરસાદની માફક પ્રિયાના સુરની સંવેદના માફક શરીર ડોલવી રહ્યો છે. અંગ-દંગ-રંગ દૂર કરી પોતાના હ્રદયને જાન આપવામાં લાગી ગયો છે. થોડી વારમાં પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ. કેટલાય લોકો ભીડને કારણે વિ-દ્રોહ કરી રહ્યા છે. અનિરુધ્ધના મુખ પર સ્મિત છે. એ દ્રશ્યની, જે દ્રશ્ય સવારના સૌંદર્યમાં પ્રિયાની સામે બેસી પ્રિયાના સૌંદર્ય અવતારને માણી સ્વરની મહેફીલ લેતો હતો. લોકોના અવાજથી પ્રિયાના સૂર ધૂંધળા સંભળાય છે.
ફૂલનો વરસાદ થઈ રહ્યો છે. અંકિત બનેલા અનિરુધ્ધ આ સૌંદર્યથી ઢંકાઇ રહ્યો છે. એક બાળક અનિરુધ્ધ પાસે આવે છે. અનિરુધ્ધ આ બાળકને જોઈ દુનિયાની પરવાહ કર્યા વગર, હાલક-જુમક થયેલા અનિરુધ્ધે કમરના ઉપરના ભાગમાં બાંધેલ સફેદ વસ્ત્ર તેને આપી ’દે છે. એટલે આ દ્રશ્ય જોઈ બીજો બાળક આવે છે અને તેને અનિરુધ્ધના શરીરને ઢાંકેલ બીજો ટુકડો ખેચી ચાલ્યો જાય છે. ભાન ભુલી ચૂકેલા અનિરુધ્ધ ની:વસ્ત્ર અવસ્થામાં શરીર ડોલવી રહ્યો છે. અનિરુધ્ધને શ્રુષ્ટિ વિશેનું ભાન નથી રહ્યું.
પહેલી બાજુ ક્રિતી આવી પહોંચી છે. ક્રિતિને પ્રિયાના આવેશમાં જોઈ અનિરુધ્ધ કામવાસનામાં તડપી ઊઠ્યો છે. લોકોના ધક્કા-મુક્કીના કારણે ક્રિતિનું પલડું જરા જમીન તરફ નીચે પડે છે અને ક્રિતી અનિરુધ્ધ તરફ દોડી ભેટી જાય છે. બંનેના આંખમાં આંસુ છે. ફૂલનો વરસાદ ચાલુ છે. અબીલ-ગુલાલ ઊડી રહ્યા છે. જાણે આભાત રંગીન બની આ પ્રેમવાસના જોઈ રહ્યું છે. ક્રિતી પણ અનિરુધ્ધને જોઈ તડપી ઊઠી છે. બંને કામવાસનામાં તડપી રહ્યા હોય તેમ નાચે છે. આદ્રશ્ય તમામ લોકો ટીવી પર જોઈ રહ્યા છે. વાતાવરણ રંગોથી ધૂંધળું બની ગયું છે. અચાનક પ્રેમના દર્દને દૂર કરવા કામવાસનાના સૌંદર્યમાં લીન થઈ જાય છે. શ્રુષ્ટિની ભાન નથી રહેતી. ક્રિતી અનિરુધ્ધને તન-મન અર્પિત કરી દે છે.
લોકો જાણે તેને શ્રુષ્ટિ વિરૂધ્ધનું કાર્યગણી રહ્યા છે, તો કેટલાય તેને લીલા બતાવી રહ્યા છે. બધાના વિચાર અલગ-અલગ છે. ક્રિતિના પરિવાર આ દ્રશ્ય જોઈ સ્થળ તરફ નીકળી જાય છે. આ તરફ લોકોની રમજટ બોલી રહી છે. પોલીસ લોકોને કાબુમાં રાખી રહી છે.
અનિરુધ્ધને ની:વસ્ત્ર અવસ્થામાં પોલીસ જેલમાં નાખી ’દે છે. વાતાવરણ શાંત પડી ગયું પરંતુ આ દ્રશ્ય હજી મીડિયામાં દેખાડવામાં આવે છે. હિન્દુ-મુસ્લિમ વચ્ચે તાબડ તોડ ખૂંખાર ઝગડો થઈ જાય છે. તેને કારણે શહેર બંધનું એલાન થઈ જાય છે.શહેરની ગલીમા લોકો નથી દેખાતા પરંતુ દેખાય છે તેના મૃત શરીર.
કેટલાય લોકો અનરુધ્ધ તરફથી બોલે છે તો કેટલાય તેની વિરુધ્ધમા બોલે છે. પરંતુ અનિરુધ્ધ કંઇ પણ નથી બોલતો. ક્રિતી પોતાના ઘરે જાય છે. પરંતુ અભાગણી કહી બધા લોકો તેને જાકારો આપે છે. ક્રિતિના શરીરને ઢાંકવા માટે માત્ર એક જ કપડું છે. આજુ-બાજુના લોકો ગંદી-ગંદી ગળો આપે છે. ક્રિતીને વારંવાર વેસ્યા કહે છે બધા લોકો.
યુધ્ધ હજુ પણ ચાલી રહ્યું છે. આ તરફ ખૂબ સુરક્ષામાં અનિરુધ્ધને સુપ્રિમ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો છે. કોર્ટમાં મુસ્લિમ વર્ગ, હિન્દુ, સાધુ-સંતો અને ક્રિતી હજાર છે. બધા લોકો અનિરુધ્ધ તરફ કાર્યરત થવા અને તેમણે ત્રીજી જ્ઞાતિનો વ્યક્તિ બનાવી સજા સંભળાવવા બધા માથા પછાડી રહ્યા છે. પરંતુ અનિરુધ્ધ કંઇ પણ બોલવા તત્પર થતો નથી કારણ કે અનિરુધ્ધને મોતથી કોઈ પણ ડર નથી, ડર છે આ સમાજથી. આ અસ્વસ્થ્ય લોકોથી જે લોકો મનથી ગંદા છે, તેનાથી ડર લાગી રહ્યો છે.
કેટલાય લોકો “હિન્દુ સંસ્કૃતિની લાજ દજાડતું કૃત્ય છે”, ‘નરકમાં જગ્યા મળશે’. ‘આ હિન્દુ પુત્ર નથી’, ‘કોણ છે આ દુષ્ટ માનવી?’ "નરાધમ,પાપી,દૃષ્ટ,વિદ્રોહી, જેવા અપશબ્દો લોકો બોલી રહ્યા છે", "તેલમાં ડૂબાડીને દાનવને ખવડાવશે", "કુતરાં-બિલાડીનો જન્મ આવશે". આવા મેણા બધી જગ્યાએથી ગુંજવા લાગ્યા છે. અનિરુધ્ધ બધા સાથે નમ્રતા અનુભવી રહ્યો છે. જાણે તેણે કોઈ પણ પ્રકારનું કૃત્ય જ નથી કર્યું. પરંતુ આ કૃત્યમાં રાજનીતિ પણ ચાલુ થઈ ગઈ છે. શહેરમાં હુલ્લડ ઉપડી ગયું છે.
ક્રિતિને અનિરુધ્ધ સાથે પ્રેમ છે અને તે બંને લગ્ન કરવાના હતા, એમ ક્રિતિ કોર્ટમાં જણાવે છે. બંને પ્રેમી પંખીડા હોય તો પણ આ કૃત્ય ના થવું જોઇયે પરંતુ અહીં બંને લગ્ન કરી લેશે તો અનિરુધ્ધને સજા ઓછી કરવામાં આવશે. આમ ન્યાયાધીશનું કહેવું છે.
અનિરુધ્ધને કંઇક પોતાના તરફથી બોલવા કોર્ટમાં ન્યાયાધીશ તરફથી હુકમ કરવામાં આવે છે. અનિરુધ્ધ તરફથી કોઈ પણ વ્યક્તિ અથવા વકીલ લડવા સક્ષમ નથી જેથી અનિરુધ્ધ પોતાનો બચાવ જાતે કરવા માગે છે. અનિરુધ્ધ ક્રિતી સાથે લગ્ન કરવાની મનાય કરી ’દે છે. બધા જ લોકો અચરજમાં આવી જાય છે. કોર્ટમાં ઘોંઘાટ ચાલુ થઈ જાય છે. કેટલાય સાધુ-સંતો અપશબ્દોનો પ્રયોગ કરે છે.
અનિરુધ્ધ કોર્ટમાં ન્યાય સામે લડવા થોડા શબ્દો પોતાના મોંમાંથી બહાર કાઢે છે, “હું ક્રિતી સાથે લગ્ન નહીં કરું, નહીં કરી શકું, કારણ કે હું ક્રિતિને પ્રેમ કરતો જ નથી અને ક્યારેય નહીં કરી શકું”. ક્રિતી મારી કલ્પના છે અને હું કલ્પનામાં કેવી રીતે પ્રેમ કરી શકું! માફ કરજો. પણ હું ક્રિતી સાથે લગ્ન નહીં કરી શકું અને જ્યાં સુધ્ધિ ધર્મની વાત છે તો આપણી સંસ્કૃતિમાં જ આ દર્દનો મેં અનુભવ કર્યો છે. આપણા ઋષિ-મુનીઓ કામસૂત્રમાં ખુલ્લે આમ યોગ-મિલાપ કરી રહ્યા હતા. એક કવચ તૈયાર કરી. આથી કેટલાય વર્ષો પહેલા કામસૂત્રમાં સાથે બંધાવું તે કંઇ ખરાબ કાર્ય નથી, મેં કાઈ ક્રિતી વિરૂધ્ધ જઇને તો કૃત્ય નથી કર્યું. તેણે મને ભાંગી નાખ્યો, હું વિવંશ બની ગયો, મને ભાન ન’હતી રહી કે હું શું કરું છું. માત્ર મારી કલ્પના હતી, ક્રિતી એક કલ્પના છે અને હું ક્રિતી સાથે લગ્ન નહીં કરી શકું આ સમાજ અમને સાથે નહીં રહેવા ’દે, મને પ્રિયા નજર આવે છે આ સૌંદર્યધૃત ક્રિતિમાં".
કોર્ટમાં પ્રિયા વિષે સવાલો ઊઠવા લાગ્યા છે “કોણ છે આ પ્રિયા?” પહેલી તરફ અનિરુધ્ધના હસ્તાક્ષરે લખાયેલું એ પુસ્તક એક સજજન રિપોર્ટરના હાથમાં આવે છે. તેણે આ પુસ્તકની નકલ કરવી અને સાચી બુક કોર્ટમાં પહોંચાડવા માટે પોલીસને અર્પિત કરી દીધી. જ્યાં સુધ્ધિમાં અદાલતના સોપાનમાં પ્રિયાની વાત ચાલતી હોય છે. પ્રિયા પર સવાલ ઊભા થયા હોય છે, ત્યાંજ એક પોલીસ કર્મચારી આવી ન્યાયાલયમાં આ પુસ્તક અર્પિત કરે છે.
આ પુસ્તકમાં પોતાની જીવનરેખા ઉકેલી હોય છે. પોતાના દર્દનો અનુભવ ટપકાવ્યો હોય છે. બગડી રહેલા સમાજ સામેનો અવાજ આ પુસ્તકમાં લખાયેલ છે,દરેક પાનું દર્દથી ભારે બની ગયું છે. એક કલ્પના-ગત કહાનિનું આલેખન થયું હોય તેવા દરેક શબ્દમાં ગમગીનતા છે. એક આભાષ છે, મૌલિકતા છે, કર્મ છે. આ પુસ્તકમાં દૂ:ખનું અમૃત છે. તમામ સાંભળતા જ રહી ગયા, જેમ-જેમ આ પુસ્તકનું આગળ-આગળ વાંચન થતું ગયું તેમાં પ્રિયાને હયાત દેખાડેલ છે, જે ક્રિતિના સૌંદર્યને સુપ્રિમ છે.
પુસ્તક વાંચન કર્યા બાદ બધાના આંખમાં આંસુ છે, દર્દ-ખામોસી છે, કોઈ વ્યક્તિ કંઇ પણ બોલી શકતું નથી. એટલામાં અનિરુધ્ધના મુખમાંથી થોડા અવિસ્ત શબ્દો પડી જાય છે, “આ દુનિયા ગોળ છે, આપણે ગોળ છીએ શું?” નથી ને, કલ્પના છે, પરંતુ બધુ ગોળ નથી. દરરોજ બળાત્કાર, દરરોજ આંતકી હુમલાઓ, પ્રેમ કરનારને દંડ, મહિલાઓની મુશ્કેલી શા માટે? કારણ કે આ વસ્તુ ગોળ છે,ગોળ છે એટલે આ વસ્તુ અડધી જોઈ શકીએ છીએ અને બાકીની અડધી વસ્તુ જુવા આપણે તડપી રહ્યા છીએ. આ જ વસ્તુને સિધ્ધિ કરી ’દો... કંઇ નહીં થાય લોકો તેને જોશે પણ નહીં! શું દરરોજ આપણે એક વસ્તુ ખાઈ શકીશું? ખૂબ પાણી ‘પિ શકીએ છીએ? દરેક ઘડી પર આપણે અલગ કામ કરીએ છીએ. જે નથી તે જોવાનો પ્રયત્ન કરીએ છીએ.
આદિવાસી લોકોમાં બળાત્કાર નથી થતા, સંપૂર્ણ સમાજ ની:વસ્ત્ર બની જાય એટલે થોડા દિવસમાં બળાત્કાર થતા બંધ થઈ જાય, બધાને સમાન અંગ આપેલ છે, કુદરતે છે. આ એક ખોજ ભર્યું કામ છે. ચાલો બધા લોકો ની:વસ્ત્ર બની જઈએ...મન થી નહીં, કર્મથી... ક્યારેય બળાત્કાર નહીં થાય. આ મારા વિચાર છે બધાના વિચાર અલગ-અલગ હોય. શું ખબર તમારામાંથી હું ખરાબ લગતો હોય પરંતુ હું સત્ય કહું છું. એક સ્ત્રીને તમે વેસ્યા કહો છો અને શા માટે તમે તેની સાથે શારીરિક સંબંધ બાંધો છો? શું માત્ર સ્ત્રી જ વેસ્યાં હોય, શું બળાત્કારી પુરુષ વેશ્યાં નથી હોતો? આ શારીરિક સંબંધમાં એક સંસ્કૃતિ છુપાયેલી છે, દૂરથી સંસ્કૃતિના સૌંદર્યને જોવું જોઇયે. તેને વિખરેવા જાશો તો એ સૌંદર્ય પણ તળબોળ થઈ ભાંગી જશે, વિકૃતિ આપણામાં છે, પ્રેમીઓ વિષે ખરાબ આપણે જ બોલીએ છીએ.હું ન્યાયાધીશને વિંનંતી કરીશ, મને કોઈ સજા વગર મુક્ત કરવામાં આવે જય હિન્દ."
ક્રિતિનું માનવું હતું કે જેણે આ સમાજમાં અવનવું સ્થાન આપ્યુ એને ભીંતરી દુનિયામાં સ્થાન આપી દીધૂ. જેણે મને સંગીતકાર બનાવી દીધી. મને સૌંદર્ય આપ્યું. એક કૃતિમાં સ્થાન આપ્યું, જેણે મને માત્ર કલ્પનામાં વિખોડી નાખી આટલું કહી..... અદાલતમાંથી ભાગી ગઈ પરંતુ લોકો વેસ્યા કહેવા લાગ્યા, હાથ પકડવાં લાગ્યા. આથી આવેશમાં આવી કૃતિએ પોતાના વસતો ઉતારી નાખ્યા આથી આવા દ્રશ્યો જોય દરેક લોકો દૂર ભગવા લાગ્યા. આવા સમયે ક્રીતીને કેવા અડપલા થતાં હશે તે કોણ જાણી શકે. એજ થયું જે અનિરુધ્ધે અદાલતમાં કહ્યું હતું, ક્રિતીનોએ દર્દ કોઈ પણ સમજી શક્યું નહીં અને સાથે લાવેલી દવા ગટગટાવી ગઈ.અચાનક ક્રિતી ત્યાં ચૂંદડીની માંફક ધીમેથી રસ્તા પર પડી ગઈ. તેનું મૃત્યુ થઈ ગયું. મીડિયા દ્વારા અનિરુધની કહાની પ્રચાર કરવામાં આવી.
અદાલતમાં અનિરુધ્ધને મુક્ત કરવામાં આવ્યો. અનિરુધ્ધને એમ હતું કે હવે સમાજ સુધરી જશે, પરંતુ આ દર્દ ક્યારેય નહીં દૂર થાય. અનિરુધ્ધ પોતાના વસ્ત્રો શરીર પરથી ઉતારી ફેંકે છે. શરીરે નગ્ન અવસ્થામાં રસ્તા પર ચાલતો જાય છે.
મીડિયા દ્વારા સવાલો પૂછવામાં આવે છે, પરંતુ અનિરુધ્ધ એક પણ સવાલનો જવાબ નથી આપતો. એક માણસ આવી અને અનિરુધ્ધની આંખોમાં ખૂબ વિઘ્ન રૂપી દ્રષ્ટિથી જુવે છે. ત્યાર બાદ તે અનિરુધ્ધને ચાકુ મારી તેને મારી નાખે છે. જે વ્યક્તિ ક્રિતી સાથે લગ્ન કરવાનો હતો.
અનિરુધ્ધને પત્રકાર દ્વારા પૂર્ણ રીતે આલેખવામાં આવ્યો અને સમાજમાં તેની કહાની પ્રેરણા રૂપી પ્રસિધ્ધ કરવામાં આવી પરંતુ આજે પણ હુલ્લડ ચાલુ જ છે. દર્દ ક્યારેય મૃત્યુ ના પામ્યો, મૃત્યુ તો હજારો માનવીના થયા. આજે પણ બળાત્કાર થઈ રહ્યા છે. કેટલા સમય સુધ્ધી માત્ર અનિરુદ્ધની જ વાતો થવા લાગી. રાજકારણ કરતાં અનિરુદ્ધ વધુ પડતો લોકોના મનમાં ગરમાયો હતો. શું ખબર અનિરુધ્ધ ક્યાંથી આવ્યો હશે અને ક્યાં ચાલ્યો ગયો? કેટલાય લોકો ભુલી પણ ગયા.
અનિરુધ્ધ દ્વારા બચાવવામાં આવેલા છોકરાના માતા-પિતાએ અનિરુધ્ધનું પ્રેરણા રૂપી મંદિર બનાવ્યું આજે પણ તે અનિરુધ્ધને ભગવાન માને છે. મંદિરને લઈ કેટલીક બાજુ રાજનીતિ ચાલુ છે તો કેટલીય બાજુ અંધશ્રધામાં અનિરુધ્ધ પર વસ્ત્રો ચડાવે છે. પરંતુ મંદિર રહ્યું નહીં તેનો વિનાશ હુલ્લડ દ્વારા કરી નાખવામાં આવ્યો. દુનિયા ગોળ છે... વિશ્વાસ નહીં..........
અચાનક જ હાર્દિક કાપડિયા આ ઘોર સ્વપ્નના નિંદ્રામાંથી જાગી જાય છે અને આ વિસ્તૃત કહાની પોતાની આવિષકારિક ડાયરીમાં ટપકાવી દીધી...... માંફ કરજો પરંતુ હાર્દિક કાપડિયા હું જ છું. નમસ્કાર.....................
આવી કેટલી કહાની દરરોજ આપણી આજુબાજુ બનતી હશે. કેટલી યુવતી સાથે બળાત્કાર થાય છે. પરંતુ થોડા સમય માં આપણે આ ઘટના ભૂલી જાઈએ છીયે.માત્ર મીડિયા વાળા આવી ઘટના પર ફોકસ કર્યા કરે પરંતુ ત્યાર બાદ હતું તેમજ. દિલ્હીમાં દામિની ગેંગરેપ થયો એક વર્ષ પૂર્ણ થાઇ ગયું પરંતુ શું થયું,- બધા આરોપી ઉપર કોર્ટમાં કેચ ચાલી રહ્યો છે. આજે પી.કે ફિલ્મ નો વિરોધ બધા કરે છે બીજી તરફ ભ્રષ્ટાચાર ચારે બાજૂ વધી રહ્યો. જે ભ્રષ્ટાચાર રોકવાની વાત કરે છે તેને આપણે જ નીચે બેચાડી દઈએ છીયે.
અજબ ગજબનો પ્રેમ
પ્રેમ ખૂબ નાનો શબ્દ છે, પરંતુ તેના વિષે કહેવું અથવા બોલવું તે ખૂબ વધુ છે. માઁ અને પ્રેમ બન્ને પર્યાય શબ્દ જ છે. જીવન પ્રેમથી ચાલે છે. પ્રેમ વગરની કાયા પણ નારાજ લાગે છે. જીવનમાં પ્રેમ આપનારા ઘણા હોય છે. દુનિયા પ્રેમની લાગણીથી ચાલે છે. પ્રેમની એક કહાની આવી પણ.......
લગભગ સોમવારના રોજ સાંજે 5:૦૦ વાગ્યે હું અને મારા 5 ફ્રેન્ડ વડોદરા ની નામાંકિત બેંક એટલે કે બેંક ઓફ બરોડાની ઓફિસ અંદર માત્ર કર્મચારીને પરેશાન અને આનંદની મહેફીલને માણવા ગયા. પરંતુ મારૂ મન માન્યું નહીં એટલે હું ડાઇરેક્ટ બહાર આવી ગયો અને બહાર બાકડા પર બેસી ગયો. હું ખૂબ જ હતાસની સ્થિતીમાં છું, એટલા માટે ત્યાં હું મારી આંખ બંધ કરી કાંઈક વિચારવાનો પ્રયત્ન કરી રહ્યો છું.
અચાનક જ ગુલાબવાળા પરફ્યુમની સુંગંધ આવી પરંતુ મેં કાંઇ આ દ્રશ્ય જોવાની તસ્તીના લીધી. આંખ ઉપર રૂડો સુંગાંધીદાર કપડાનો ટુકડો ઘસાતો ગયો. આથી મારી સ્વપ્ન ઘેલી આળસને છોડી આંખને ખોલી દ્રશ્ય જોવા ની દરકાર કરી. આંખ ખોલી હું જોવ શું ત્યાં એક છોકરી મારી નજીક થી ચાલી જાય છે. હું તેને જોતો જ રહી ગયો. મારા બીજા વિચાર ચાલ્યા ગયા છે. ઈઈ... છોકરી ને જોય મને કઈક થાવા લાગ્યું. મારા મનમાં કઈ ખરાબ વિશાર નથી. તે છોકરી સિવાય મને હાલમાં કાંઇ નથી દેખાતું. જાણે સ્વર્ગની અપ્સરા પૃથ્વી પર મારા ચૈતન્ય ને જગાડવા માટે આવી પહોંશી છે.
સફેદ વસ્ત્રો પહેરેલા છે, સુકાની કાંફો ગળે વીટેંલો છે. ઠૂમક-ઠૂમક ચાલ ચાલતી જાય છે. મારૂ મન તેના વાળ પર આવી ગયું છે. હવાના લહેર ને કારણે તેના વાળ ઊડી રહ્યા છે. સામેની બાજુ લગભગ તેનું સ્કૂટર છે, આવું અનુમાન હું લગાડી રહ્યો છું. તે છોકરી ચાલી જાય તે પહેલા હું તેને મળવા ઈશુ છું. બાજુમાં બેઠેલા ડોચી મને તાકી-તાકીને જોય રહ્યા છે. મેં મારી આંખ બંધ કરી લીધી કારણ કે હવે તેને ભૂલવાની વાત મારા મનમાં ચાલી રહી છે. લગભગ મને પ્રેમ થાય ગયો છે, આ છોકરી સાથે.
અચાનક તે છોકરી મારી તરફ અવવા લાગી. તેની પાછળ ચાર છોકરા હતા. તે છોકરી મારી પાસે આવી મારો હાથ પકડી લિધો, મને કાંઈક કહેવા નો પ્રયત્ન કરી રહી છે, પરંતુ મને શું કહે છે તે કાંઈ સમજાતું નથી. તે પેલા છોકરાની તરફ જોય ઇશારા કરી રહી છે, પરંતુ હું બરોબર તેના મોં પર જોય ધીમું હાસ્ય કરી રહ્યો છું. થોડું સમજણમાં આવ્યું કે આ છોકરા તેની છેડતી કરી રહ્યા છે, આથી હું ઉત્ષાહમાં આવી તે ચાર છોકરાને ફિલ્મમાં મારે તેમ ઉછાડી-ઉછાડીને મારવા લાગ્યો, બધા છોકરાઓ ભાગી ગયા. જો કે હું કાબૂ માં રેવા લાયક પણના હતો. તે છોકરી પાસે ગયો. તેણે મને “THENK YOU” કહ્યું. થોડા સમય માટે અમે બંને થોડી વાતો કરતાં રહી ગયા. તેણે મને તેના Phone Number આપ્યા. આજથી અમે બંને દરરોજ ફોન પર વાતો કરવ લાગ્યા. સમય વિતાવા લાગ્યો તેમ-તેમ પ્રેમ થવા લાગ્યો.....
અચાનક જ મને મારી પીઠ પાછળ એક ધબો પડ્યો, એટલે મેં મારી આંખ ખોલી નાખી. જોયું ત્યાં મારા મિત્રો હતો. મને આ સ્વપ્નમાં આવતું હતું, પરંતુ તે સફેદ વસ્ત્ર વળી છોકરી તેનું સ્કૂટર લઈ ચાલતી થય. મારા મિત્રો મને હાથ પકડી ઊભો કરવા લાગ્યા. હું ઊભો થાય ગયો. જોવ શું ત્યાં તે છોકરી થોડું અંતર કાપી ચૂકી હતી. મને કાય સમજણમાં નહોતું આવતું કે હવે મારે શું કરવું જોઈએ. તે છોકરી મને ખૂબજ પસંદ આવી ગઇ છે.
શરીરમાં શું થયું હોય તે કોને ખબર પણ હું અહીથી છોકરીની પાછળ દોડવા લાગ્યો. દોડતો-દોડતો હું આગળના એક સર્કલ પાસે આવી ગયો. ત્યાં જોવ શું તો ખૂબ ભીડ જામી ગાય છે, પણ મને આ ભીડમાં કોઇ રસ નથી. હું નીકળવાનો પ્રયત્ન કરી રહ્યો શું ત્યાં અચાનક ખૂબ ગમ-ગિનતા ભર્યું દ્રશ્ય જોયું. તેજ છોકરી- જે સફેદ વસ્ત્ર પહેરી સ્કૂટર ચલાવી રહી હતી તેનું અકસ્માત થય ગયું છે, આ દ્રશ્ય જોય મને લાગ્યું તે મૃત્યુ પામી છે. હકીકતમાં તે મૃત્યુ પામી ચૂકી છે. હું ત્યાંને-ત્યાં રડવા લાગ્યો. ખૂબ દુ:ખ થયું મને. આ હકીકત છે કે, દુનિયા પ્રેમ વગર નથી ચાલતી પણ દર્દ વગર પણ નથી ચાલતી.
આ સ્ટોરી પરથી હું માત્ર એટલુજ કહેવા માંગુ છું કે, કોલેજની ગર્લફ્રેંડ અને રાજકારણીઓયે કરેલા વાદા માત્ર થોડા સમય માટેજ હોય છે. કેટલાય પ્રેમી હકીકતમાં પ્રેમ કરતાં હોય છે,પરંતુ તે સાકર કરવા માટે ખૂબ મહેનત કરવી પડે છે. પ્રેમમાં દર્દ, ખામોશી, ખુશી…. વગેરે જરૂર પડે છે.આપણે LOVE શબ્દને ખૂબ ગંભીર રીતે લીધો જ નથી. LOVE ને આપણે ટૂંકાવી નાખ્યો છે.
આજે પ્રેમ કરનારાઓને મૃત્યુ મળે છે. દરરોજ સમાચારમાં બળાત્કાર, પ્રેમી પંખિડા ઊડી ગયા, છોકરીની છેડતી કરી.... આમ દરરોજ આવ્યા કરે છે. જિંદગી જીવવાનો આનંદ ચાલ્યો ગાયો. પ્રેમ લુપ્ત થતો જાય છે. કેટલીય ઘટના આપણી આસપાસ બનતી હોય છે. આપણે પ્રેમને આવકારવને બદલે તેને જાકારો આપી રહ્યા છીયે. કહેવાય છે પ્રેમ કહાની અમર હોય છે, પરંતુ આપણે કેટલી પ્રેમ કહાનીને યાદ કરીયે છીયે?
વિચાર બાધાના અલગ-અલગ હોય છે. કેટલાય માનવી ચાર-પાંચ બાળકો પેદા કરવાની સલાહ આપી રહ્યા છે.દુનિયા દિવસે-દિવસે બદલાતી જાય છે.પ્રેમ કરનારાઓને આત્મહત્યા કરવી પડે છે. “વિદેશની સંસ્કૃતિ ને આપણે ખુબજ ખરાબ કહીયે છીયે કારણ કે, આપણે તેની સંસ્કૃતિ વીશે જાણતા જ નથી. પ્રેમ કોઇ પણ સાથે થય શેકે છે.