ANAMAT JUNCTION
HARDIK KAPADIYA
ગુજરાત 2015
ગુજરાત, શાંત રાજ્યમાં પ્રથમ સ્થાને ભારત દેશમાં ગુજતું ગુજરાત આજે એક ચિંગારીના કારણે ભષ્મ થવાની આડમાં હતું. પૃથ્વીના નાનકડા ભાગમાં લાવાએ તાણ ખેંચ્યું હતું. વિશ્વ તેને નજર આંદાજ કરવા તૈયાર ન હતું. ના પ્રાણ હતા, ના પ્રમાણ હતા, ના શાંતિ હતી કે ના હતી લાગણી બસ માત્ર માનવીઓ ખૂંખાર બની ચૂક્યા હતા.
પ્રેમાળ ધરતીની દશા બેરહેમ બની ચૂકી હતી, ગૌરવ વંતા ગુજરાતની ગમગીનતા જોઈ લીલી-સમ ચુંદડી આકાશમાં નજર ના આવે ત્યાં સુધી ગાયબ થઈ ગઈ હતી. પ્રેમીલા વતનને છોડી સહુ કોઈને આ ધસમચતી ચુંગાલમાથી બહાર નીકળવું હતું. આ આંતક હતો એક ન્યાય મેળવવા આગળ આવેલ ‘જ્ઞાતિના પ્રવાહનો’. સત્ય શું છે કોઈને નહોતી ખબર.
દાંડિયાના નાદે ગુંજતું ગુજરાત ગોળીના ગણગણાટથી ગુંજી ઉઠ્યું હતું. ગુજરાતના લાવારસને કારણે દિલ્હીમાં તાજ-મહેલ કાળો થવા લાગ્યો હતો. બધાને વ્હાલાથી ખવડાવનારૂ ગુજરાત આજે પોતે ભૂખ્યું મારતું હતું. રંગીલું રાજકોટ પોતે પોતાનો કાળો રંગ ચુપવી નહોતું શકતું. જુનાગઢનો ગિરનાર થડ-થડ કંપવા લાગ્યો હતો, સોમનાથનો શાંત સમુદ્ર પોતાના ગુચ્ચાથી ઉછાળા મારતો હતો. ચોટીલાનો પર્વત જમીન ચૂમવાની પર્યાતમા હતો.
જંગ છવાય ગઈ હતી, ના સરકાર પોતાનું વલણ બદલવા તૈયાર હતી કે ના લોકો પોતાનો હક માંગતા અટકતા હતા. ગુજરાતની ધરતી કાળા અને લાલ રંગથી છવાય ગઈ હતી. પ્રજા પ્રાણ આપવા તૈયાર હતી પણ સરકારના એક તરફી વલણથી ગુજરાતને વધુ નુકશાન થવાની સંભાવના ખૂબ હતી.
લોકો એક વિકલ્પની રાહમાં હતા, પ્રશ્ન તો ક્યારનો છવાય ગયો હતો આકાશમાં પણ સરકારને તેનો જવાબ મળતો ન હતો. આ જંગ હતી પાટીદારોની, ‘ પાટીદાર અનામત આંદોલન’ આ આંદોલન આઝાદી પછીનું સૌથી મોટું અહિંસા અને હિંસા ભર્યું આંદોલન હતું.
લેખકોની કલામ ‘અનામત’ શબ્દો લખતા લખતા થળ-થળ કંપી ઉઠી હતી. આ જંગ ગદ્દારોથી ભરપૂર હતી.આ જંગમાં હું પણ હતો. મારુ નામ ‘મહેક આહીર’. “ ટ્રેન રૂપી અમારી જિંદગી અને અમારી જિંદગીના નવા મોડ રૂપી જંક્શન.” મારો ખાસ મિત્ર “સાહિર પટેલ”. અમે બંને ધોરણ ૧૧ થી સાથે હતા. તેની મિત્રતામાં ખૂબ જ મીઠાસ હતી. ઘણી વખત જગડા પણ થયા અને ઘણી વખત વિખૂટા પણ પડ્યા, પરંતુ મિત્રતામાં ક્યારેય ખોટ નથી આવવા દીધી.
અમારી કહાનીમાં બીજું જંક્શન ખૂબ મહત્વનું છે. અમારું પ્રથમ જંક્શન બાળપણ સાથે સમાપ્ત થાય ગયું. હકીકતમાં અમારી ટ્રેન ઉપડી ચૂકી હતી. બીજા જંક્શનમાં નવી ઉડાન, નવી રાહ અને ખૂલ્લીને જિંદગીની મજા માણવાની આશા હવે પ્રગટી હતી. હવે અમારે પણ આ માયાવી દુનિયાને સમજવાની હતી. આ અમારી લાઈફનો ટર્નિંગ પોઈન્ટ આવી ગયો હતો. કોલેજ સ્વપ્નનું ઘર હોય છે. છોકરી પટાવવાની લાગની હોય છે. “Collage Life Is Best Life”
“JUNCTION 2”
11:20 PM 23 July 2013 Trusty Office Parmila Engineering Collage
સાહિર પટેલ, આ કહાનીનો નાયક અને મારો ‘બેસ્ટ ફ્રેન્ડ’. સાહિરને પાર્મિલામાં ACPC દ્વારા સિવિલ એંજીન્યરિંગ ફિલ્ડમાં એડમિશન મળી ચૂક્યું હતું, હોશિયાર છે પણ પુસ્તકિયો કીડો કહેવામાં પણ કોઈ પ્રોબ્લેમ નથી. તેને બિઝનેસ કરવાનો ખૂબ શોખ હતો. જુનાગઢમાં અમે સાથે આભ્યાસ કરેલ. એક જ ક્લાસ અને એક જ રૂમમાં, ૨૪ કલાક સાથેને સાથે. સાહિરે અત્યાર સુધી કાઠીયાવાડથી આગળ કશું જોયું પણ ન હતું, પ્રથમ વખત મારી સાથે જુનાગઢની બહાર વડોદરા આવ્યો હતો. આજે પણ યાદ છે કે તેની પાસે ‘નોકીયાનો’ સાદો ફોન હતો અને તેમાં મારો નંબર ‘Mahek Bhav’ નામે સેવ કર્યો હતો. તેને મેં Facebook વાપરતા મારા ફોનમાથી જ શીખવ્યું હતું. આથી ખબર પડી જાય કે સાહિરને ‘સોશિયલ મીડિયા’ વિષે જરા પણ જ્ઞાન ન હતું અને મને આ બધુ આવડે પણ ભણતા ના આવડે. સાહિરને વિશ્વની તમામ જાણકારી મેળવવાનો શોખ હતો.
સાહિરના પિતા ‘હવલદાર’ની પોસ્ટ ઉપર સરકારી નોકરી કરે છે. તેના પિતા ખૂબ સત્યવાદી. ક્યારેય કરપ્શનના કરે અને મારા પિતાની પાસે ‘ત્રીસ વીઘા’ પાણીવારી જમીન.મને સરકારી કોલેજમાં એડમિશનના મળ્યું. ACPCના ત્રણેય રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યા હતા છત્તા જોઈએ તેવી કોલેજમાં એડમિશન ના મળ્યું. અંતે મેં સાહિર સાથે પર્મિલામાં કોલેજ કરવાનું વિચાર્યું. આમ પણ અમારા પ્રદેશમાં પાર્મિલા કોલેજનું નામ ખૂબ પ્રખ્યાત હતું. ઘણા લોકોએ મારા પિતાને ચાવી પણ ભરી કે ‘ આ કોલેજમાં ભણવો, તે કોલેજમાં ભણવો’ ત્યારે મને લાગ્યું કે મારા ભવિષ્યની ચિંતા મારા કરતાં મારા સગાવલાને છે.
હું અને સાહિર પાર્મિલા કોલેજના ટ્રસ્ટીની ઓફિસ અંદર બેઠા હતા. ત્યારે પણ સાહિર પોતાના જૂના કાઠિયાવાડી આવતારમાં, મોટા-મોટા વાળ, તેલથી ચમકતું માથું અને કપડાની તો વાત જ કરવી બેકાર છે. એકદમ ખૂલતો શર્ટ અને અમિતાભ બચ્ચન પહેરે તેવું નીચેથી ખૂલતું પેન્ટ. બિલકુલ અભણ ગવાર જેવો દેખાતો હતો, પરંતુ હકીકતમાં અભણ ગવાર ન હતો.
‘આ કપડાં કેમ મેલા થઈ ગયા છે?’ મેં પૂછ્યું.
‘અરે! યાર, હું બહેનને મળવા ગયો હતો, તેણે B ગ્રૂપ રખવાનું નક્કી કર્યું છે’ સાહિર બોલ્યો.
અમે બંને અલગ-અલગ વડોદરા આવ્યા હતા, હું ભાવનગરથી અને સાહિર જુનાગઢથી. સાહિરની એક બહેન પણ હતી.
‘એ તો મને પણ ખબર છે, પણ આ કપડાં કેવા ખરાબ લાગે છે, તું પહેલા હતો તેવોને તેવો જ રહ્યો. જરા પણ શરમ નથી આવતી’ મેં સાહિરને મોં બગાડતાં કહ્યું.
‘ચૂપ રે ને!, ક્યારનો લગર-વગર કરે છે તે, મહીને શા માટે શરમ આવે?, મેં કોઇની આબરૂ લૂંટી છે’
‘તને ભલે શરમ ના આવે પણ મને જરૂર શરમ આવે છે’
‘શરમ આવતી હોય તો ઘરે રહેવાય, આવડા મોત સિટિમાં ભણવા આવ્યા છે અને વળી પછી શરમની વાત કરે છે’ સાહિર બોલવા લાગ્યો ‘શરમ આવતી હોય તો બાપાના રૂપિયા નો વેડફાય’
મેં મારો બચાવ કર્યો, ‘તું સમજતો કેમ નથી, તને ખબર છે આપણે ચાલ્યા આવતા હતા ત્યારે છોકરીઓ તારા પર કેવી હસ્તી હતી, તને થોડી પણ ભાન છે કે કોલેજમાં આવા કપડાં ના ચાલે’
‘મને કાંઇ ફેર ના પડે, તે હસે તેમાં હું છું કરું’, પોતાના કપડાં વ્યવસ્થિત કરતાં બોલ્યો.
‘પણ મને પડે છે ને’
‘તો એમાં હું શું કરું?’ સાહિર એટલે સાહિર હો!
‘તારે કશું નથી કરવું પણ તારે આવા કપડા હવે કોલેજ લાઈફમાં પહેરવા ના જોઈએ’
સાહિરે આખી વાત બદલી નાખી, ‘કપડા-બપડાને છોડ અને અહિયાં જો કેવી સુપર-ડુપર ઓફિસ બનાવી છે જો’
હું મારા પર થોડો પ્રાઉડ ફિલ કરતાં બોલ્યો, ‘આ તો સામાન્ય ઓફિસ છે, અમારા ભાવનગરમાં આનાથી પણ ખતરનાખ ડિઝાઇન વાળી છે, તું તે જોઈ જા એટલે ગાંડો થાય’
‘શું ભાવનગર-ભાવનગર ચોટી પાડ્યો છે, મને ખબર છે કે બધુ જ તમારા ભાવનગરમાં જ છે ને!, ભાવનગર આટલું બધુ સ્માર્ટ હોય તો જુનાગઢમાં ભણવા શા માટે આવ્યો?’, સાહિરે કહ્યું.
હકીકતમાં હું મારા ભાનગરના વખાણ કરતાં નહોતો ઠાકતો અને સાહિર જૂનાગઢનાં વખાણ કરતાં ક્યારેય નહોતો ધરાતો. ક્યારેક તો આમરા વચ્ચે જંગ પણ છેડાય જતી. આમ પણ કોને પોતાના વિસ્તારનું માન ના હોય.
‘મને મારા વડીલોએ કીધુંથૂ, એટલે હું જુનાગઢ ભણવા આવ્યો બાકી તો ભાવનગર જેવી ક્યાંય મજા પણ ના આવે’, મેં કહ્યું.
‘યાર હજુ તું કિધૂથું-કિધુથૂ નથી ભૂલ્યો’ સાહિરે શાંતિથી મને નકારાત્મક ભાવેથી કહ્યું.
હકીકતમાં જ્યારે હું શબ્દની પાછળ “થૂ” લગાડું ત્યારે સાહિર મને ટોકયા કરતો હતો. આમ પણ હું આ ભાષાથી જ ટેવાયેલ હતો. જો કે સાહિરના ટોકવાને કારણે મેં તે ભાષા શુધ્ધ કરી નાખી હતી પરંતુ આ તો જીભ છે કઈ પણ બોલી દે. સાહિરને “થૂ” વાળી ભાષા જરા પણ પચંદ ન હતી. આ ઉપરાંત મારા શબ્દો ‘ગ્યો થો, ખાધુંથૂ, અને માર્યુથું વગેરે...’
‘મહેરબાની કરી અહી શાંતિ રાખ’, મને હવે તેની વાતો પળ કંટાળો આવતો હતો.
‘શું શાંતિ રાખું?, કેટલી વખત સમજાવ્યો છે કે શબ્દની પાછળ “થૂ” નહીં લગાડવાનું પણ નહીં તારે તો શબ્દનો બળાત્કાર કરીને જ બોલવાનું’
‘ટેવ છે તે થોડી જાય, તું તારું કામ કારને. તારી કેવી ખરાબ ટેવ પડી ગઈ છે કે વાત વાતમાં ટોકયા કરે, તારું કાર, કેવા કપડાં પહેરીને આવી ગયો છે. કેટલી વખત કહ્યું કે, આમરા ભવનગરમાં આ ભાષા...’ હું વધારે ગુચ્ચે થવા લાગ્યો હતો ત્યાં...
સાહિર જોરથી અને ઝડપથી બોલ્યો, ‘ભાવનગર-ભાવનગર ક્યારનો ચોંટી પાડ્યો છે, સમજાતું નથી. હું ગમે તેવા કપડાં પહેરું તારે શું?.’ અમારી સામે બધાએ ધ્યાન દોર્યું.ટ્રસ્ટીની કેબિન બહાર બેઠેલ સિક્યુરિટીએ અમને ઈસારામાં શાંતિ જાળવવા કહ્યું.
‘ટોકન તારી પાસે છે કે’ સાહિરે શાંત પડતાં પૂછ્યું.
‘હા, મારી પાસે જ છે.’
‘કેવડુ મોટું ટીવી છે, એલા જો તો ખરા’
‘LCD છે, પ્લાઝમાનું’ જાણે હું આઇનસ્ટાઇનનો બાપ હોય તેમ બોલી ગયો.
‘જો તેમાં કેવું ચોખુ દેખાય છે’
‘એંજીન્યરિંગ તો બનવા દે પછી આપણાં ઘરમાં પણ આવું જ LCD હશે’, મેં કહ્યું.
‘પે’લા બ્લેક એન્ડ વ્હાઇટ T.V. તો લે’
‘મારી પાસે કલર ટીવી છે, સમજ્યો.’
‘અહિયાં તો વિધ્યા બાલન પણ આવી ગઈ છે’ સાહિરે ટીવીની સ્ક્રીન તરફ જોઈ કહ્યું.
‘ઈમરાન ખાન પણ’ મને થોડો ગર્વ થયો અને મેં ઉમેર્યું, ‘ગામમાં જઈને બધાને કહેવું છે.’
સાહિરે ટીવીની સ્ક્રીન પર ધ્યાન એકત્રિત કરીને રાખ્યું હતું, ‘અહિયાં કાળીયા વિદેશી પણ ભણતા લાગે છે’ અમે આવું બધુ પહેલી વખત અનુભવ્યું હતું. આપની સાથે વિદેશી અભ્યાશ કરતાં હોય તો થોડો ગર્વ તો થાય જ ને.
‘કોલેજ ખૂબ પ્રખ્યાત લાગે છે, વિદેશના વિધાર્થી અહિયાં ભણવા આવતા હોય તો કાંઈક તો હશે જ’
સાહિરે બળાય મારી, ‘પ્રખ્યાત તો હોય જ ને, બાકી કોલેજ કોની છે ખબર છે ને’ સાહિરે પોતાના પગ ઉપર પગ ચડાવ્યા.’
‘પગ નીચે કાર નહિતર તારી ગુફા દેખાય જશે’ મે સહીરને ટોક્યો.
‘છોડને ભાઈ, આજથી હું કસમ ખાઉં છુ કે આજ થી હું આવા કપડા બિલકુલ નહીં પહેરું, આવા કપડાનો હું આજ થી ત્યાગ કરું છું’ ઓફિસમાં આમે બે જ વાતો કરતાં હતા.
‘અને વાળ પણ કાપી નાખજે’ મેં ઉમેર્યુ ત્યાં સિક્યુરિટી વાળો બોલ્યો, ‘ચાલો ત્રીસ નંબર હોય તે અહી આગળ આવી જાય’
ઊભો થઈ સાહિર મોટા અવાજે બોલ્યો, ‘અમરે ત્રીસ નંબર છે’
‘શાંતિ રાખો નહિતર બહાર કાઢી નાખીસ’ સિક્યુરિટી વાળો ડોળા કાઢી બોલ્યો.
અમે બંને આગળ ગયા.
‘બંને અહી ઊભા રહો અને મોબાઈલ અહિયાં મૂકી દો, બેગ પણ અહિયાં જ બહાર રાખી દો’ સિક્યુરિટી બોલ્યો.
‘ હા, જરૂર સાહેબ’ સાહિરે સિક્યુરિટીની કાપી નાખી. સાહિર દિલનો સાફ માણસ હતો. અમે લોકો મસ્તી પણ એટલી જ કરતાં. સાઇન્સના બે વર્ષ કેમ નીકળી ગયા તે ખબર પણ ના પડી. “ખાસ મિત્રમાં” જેવા ગુણ હોય તેવા ગુણ સાહિરમાં હતા. મારા મતે હું સાહિર જેટલી મિત્રતા ના નિભાવી શકું.
સાહિરે ખીંસા માથી મોબાઈલ કાઢ્યો અને લોક ખોલ્યો, ‘ અરે યાર, મારા પપ્પાના 5 મિસ કોલ આવી ગયા છે.’
‘અત્યારે ફોન મૂકી દે પછી ફોન કરી લેજે’ બોલતા મેં સાહિરના હાથમાઠી ફોન લઈ લીધો. અને સિક્યુરિટીએ સૂચવ્યા પ્રમાણે મેં ફોન અને બેગ મૂકી દીધા. અમે બિલકુલ દરવાજાને અડીને જ ઊભા હતા. સાહિર મારી આગળ ઊભો હતો. અંદર થોડું ઝાંખું-ઝાંખું દેખાય આવતું હતું પરંતુ મે બધુ નજર અંદાજ કરી દીધું. દરવાજો ખૂલ્યો, બે મુછાળ ભાઈ બહાર નીકળ્યા, ત્યાર બાદ એક લાલ કલરના આખા ડ્રેસમાં દરવાજો બંધ કરતાં ઊભી રહી, ગુલાબની સુગંધવાળા પરફ્યુમની સુગંધને કારણે મારા નાક પાસે ગરમાવો આવ્યો હતો, ખુલ્લા વાળ તેના સૌંદર્યની નજાકત, માસુમિયત છલકાવી દેતા હતા. સૌંદર્યનો ભંડાર હતી આ રૂપવતી છોકરી. હું તે છોકરીને જોઈ ભાન ભૂલી ચૂક્યો હતો ત્યાં જ સાહિરે હાથ મારી મને દાખલ પહોચાડતા સાહિર બોલ્યો, ‘અહી તો જુનાગઢ કરતાં પણ વધુ હરિયાળી લાગે છે!’
‘આ બધા મેકઅપના કમાલ હોય’
તે છોકરી નો ધીમો સ્વર, સુંદરતાનું આલેખન કરાવામાં વધુ મદદરૂપ બની ગયું હતું, ‘મારો ફોન’, તે બોલી. (સિક્યુરિટી વાળાને કહી રહી હતી)
ફોન આપતા ગાર્ડ બોલ્યો, ‘આ તમારો ફોન’ તે છોકરીએ ફોન લઈ લીધો. ગાર્ડે ઉમેરતા પૂછ્યું, ‘તમારું નામ શું છે?’
‘મહિરા’ તે બોલી
‘આખુ નામ?’ ગાર્ડ પોતાની નોધ એક બૂકમાં કરી રહ્યો હતો.
‘મહિરા કમાલિયા’
‘ઓકે, તમારે એડમિશન ફાઇનલ લેવાનું છે?’
“હા, લેવાનું છે” માહિરની આ એક ‘હા’ અમારી દોસ્તીને વિખૂટી પાડવા પાટે કાફી હતી.
આ સમયે સાહિરે મને તે નામ ફરીથી સંભળાવી દીધું હતું, ‘માહિરા કમાલિયા, યાદ રાખી લેજે’
‘હા, તું શાંત રહે તો સારું હવે’
‘મને શાંત રાખી તું શું મહિરા સાથે સાત ફેરા ફરવાનો વિચાર કરે છે એમ’ સાહિરે ફરી એક વખત મને કોણી મારી. વધારે વાત કરવાનો મારી પાસે સમય ન હતો આથી મેં જવાબ આપવાનું માંડી વળ્યું.
ફોર્મ લઈ મહિરા પાછળ ફરી અને બારોબાર સાહિરના મોં સમક્ષ, આ ઉપરાંત હું પણ જવાનો રસ્તો રોકી સાહિરની પાછળ ક્રોસમાં ઊભો હતો. તે હસીન ચહેરો મારા મગજમાં ફિટ થઈ ગયો. મારી આબરૂ ઉતારવા સાહિર ભાભળ ભૂતડાની જેમ દેખાતો હતો અને વળી પાછો તે મારી સાથે હતો અને સામે એક સૌંદર્યથી લથ-બાથ મરાથી લાગભાગ એક ઇંચ ઊંચી છોકરી ઊભી હતી. આ દ્રશ્ય થોડી વખત પણ અટકવા નામ નહોતું લઈ રહ્યું. સાહિરે મહિરાને સીધો જ રસ્તો આપી દીધો, પરાણે મારે પણ રસ્તો આપવો પડ્યો. મને થયું કે બહાર જઈને તેને સીધું “આઇ લવ યુ” કાહી દવ પરંતુ ગાર્ડે અંદર જવાનું કહેતા સ્વપ્ન ઉપર પાણી ફરી ગયું.
‘એ ચાલને હવે, ઊભો રહી ગયો છે સાલો’ સાહિરે મને ખેંચતા કહ્યું. હું ઓફિસ અંદર પહોસ્યો. મસ્ત ડેકોરેટેડ ઓફિસ હતી. ત્યારે ઓફિસને સારી રીતે નીરખી પણ ના શક્યો. A.C. હતું પરંતુ ચાલુ ન હતું એવો અહેસાસ મને થયો. સામે મેડમ હતા અને પ્યોર ગુજરાતી વેશમાં. અંદરથી વધુ પડતી ગભરહટ પણ હતી. એડમિશન મળસે કે નહી તેનો ભય પણ થતો હતો. આજે તે ગભરાહટ નહિવત યાદ છે.
‘શું બોલો?’ મેડમે અમને ગુજરાતીમાં જ પૂછ્યું.
‘એડમિશન લેવાનું છે, અહિયાં’ મારા પહેલા સાહિર ડોઢો થઈ ગયો.
‘ક્યાં ફિલ્ડમાં એડમિશન લેવાનું છે તમારે?’
‘સિવિલ’ ફરીથી સાહિર બોલી ગયો.
‘ઓકે, બંનેને લેવાનું છે?’
સાહિર બોલે તે પહેલા જ હું બોલવા લાગ્યો, ‘ના ના, આ મારી સાથે આવ્યો છે, એડમિશન તો મારે જ લેવાનું છે’
પરંતુ સાહિરથી બોલ્યા વગર ના રહેવાયું, ‘મેં પહેલાથી જ ACPC દ્વારા અડમિશન અહિયાં લઈ લીધું છે’
‘સારું, શું નામ છે તમારું’ મેડમે મને પૂછ્યું.
‘મહેક આહીર મેમ’ હું થોડો મોડર્ન થવા ગયો. આમ પણ ‘મેડમ’ બોલવા કરતાં ‘મેમ’ શબ્દ કેવો સારો લાગે અને ફિલિંગ પણ જોરદાર આવે.
મેડમે ફરી એક સવાલ પૂછ્યો, ‘ડિપ્લોમામાં લેવાનું છે કે ડિગ્રી?’
‘ડિગ્રી’ સાહિર બોલ્યો.
‘સો સોરી, સિવિલમાં ડિગ્રીની અંદર તમને એડમિશન નહીં મળી શકે કારણ કે તમામ સીટ ફુલ છે.’
‘પણ, આજે સીટ તો ખાલી હતી હું ઘરેથી જોઈને આવ્યો છું.’
‘માત્ર બે સીટ ખાલી હતી તેમાં પણ એક સવારે ભરાય ગઈ અને એક તમારી આગળ પે’લી છોકરી ગઈ તેણે સીટ લઈ લીધી’
‘પણ મેડમ કઈ મેળ નથી થઈ શકે તેમ’,હું કશું બોલી ના શક્યો.
‘હા એક રસ્તો છે’
‘ શું, કહો ને’ મે કહ્યું.
‘એક કામ કરો તમે વેઇટિંગમા નામ લખવી દો જો સીટ છોડી કોઈ જશે હું તમારો વારો આવી જશે’
‘થેંક્યું મેમ’
‘વેલકમ, ડોનેશન રુપી રૂપિયા દોઢ લાખ ભરવાના રહેશે’
‘કેમ દોઢ લાખ?’ હું બોલ્યો, થોડો ગભરાયેલો હું હતો, ‘ડોનેશન કેમ આપવાનું મારે તો 60 ટકા આવ્યા છે.’
‘તમારે સમજવું પડશે, હવે અત્યારે ડોનેશન વગર સીટ ના મળે, તમારે ડોનેશન તો આપવું જ પડશે’
‘પણ મેડમ, મારા પપ્પાની વાર્ષિક આવક માત્ર એક લાખ જ છે’
‘હું સમજી શકું છું, પણ આ અમારી કમિટી ઉપરથી હોય છે, આમાં હું કશું ના કરી શકું’ મેડમે પણ ઉપર ભાર આપતા બોલ્યા.
થોડી વારમાં મારા મગજમાં એક વિચાર આવ્યો આ શું કોઈ કંપની છે કે લાખોમાં ડીલ કરવી પડે. મને થોડીક ગભરાહટ થઈ કે દોઢ લાખ રૂપિયા ડોનેશન ક્યાથી કાઢવું. શું પિતા મને દોઢ લાખ રૂપિયા ખીજાયા વગર આપી દેશે પરંતુ આ તો એક મનનો વ્હેમ જ હતો હકીકતમાં મારે ડોનેશન ભરીને એડમિશન મેળવવું જ ન હતું.
‘કઈક તો કરી શકશો ને, આ તમારી કોલેજ છે, તમે તો આ કોલેજના ટ્રષ્ટિ છો.’ સાહિરે વિનંતી કરી.
‘સોરી, હું આમાં કશું નહીં કરી શકું’
‘ડોનેશન વગર બીજો કોઈ રસ્તો નથી’ મે કહ્યું.
‘આની પરિસ્થિતિ પણ ખુબજ ખરાબ છે’ ત્યારે સાહિર ખોટું બોલ્યો. હકીકતમાં મારે રૂપિયાનો કોઈ પ્રોબલમ ન હતો.
‘તમે બીજા કોઈ ફિલ્ડમાં એડમિશન લઈ લો તો લગભગ તમારે ડોનેશન ભરવાનું ન થાય’
‘બીજા ક્યાં ફિલ્ડમાં, માતલબ કે વિના ડોનેશનમાં’ હું બોલ્યો.
‘ECમાં લઈ લ્યો, તેમાં તમને મળી જસે અને બ્રાન્સ પણ સારી છે.’ મને પણ ખબર હતી કે ECમાં સ્ટુડન્ટની સંખ્યા ખૂબ ઓછી હોય છે. એંજીન્યરિંગમાં મેઇન બે બ્રાન્સ ‘સિવિલ અને મેકેનિકલ’ અને આ જ બે બ્રન્સનો ફુગાવો પણ ખૂબ વધુ.
‘પણ મેડમ આને એડમિશન કિવિલમાં જ લેવું છે’ સાહિર બોલ્યો.
‘તે મારો પ્રશ્ન નાથ, મેં તમને ઘણા રસ્તા દેખાડયા અને આમ પણ ECની અત્યારે ખૂબ માંગ છે.’
‘તો હું ECમાં જ એડમિશન લઈ લવ છું’ મેં કહ્યું. પહેલા મારે B.sc. કરવું હતું ત્યથી મેકેનિકલ,સિવિલ અને અંતે EC.’
‘તો તમે બહારથી ફોર્મ લઈ લ્યો અને ફિલપ કરી દો, ત્યથી તમને તમામ વિગત મળી જશે’ મેડમ બોલ્યા. મી બહાર નીકળવાની તૈયારી કરી પણ મૂર્ખ સાહિરી મેડમને હાથ મિલાવવા ઊભો થઈ હાથ આગળ કર્યો, મેં કશું જોયું ના જોયું હું પાછળથી નીકળી ગયો, થોડો ગુચ્ચે પણ હતો, ફોર્મ બહારથી લઈ લીધું અને પાછળથી સાહિરે બંને મોબાઈલ લીધા અને અમે બંને ત્યાંથી નીકળી ગયા.
ત્યારે ખૂબ દુખ થયું હતું, કારણ કે એડમિશન મારે લેવાનું હતું અને સાહિર વચ્ચે દોઢ ડાહ્યો થતો હતો. થોડા પ્રશ્નો પણ સાહિરની મિત્રતાને કારણે તે પ્રશ્નો પણ સમયની સાથે ગાયબ થતાં ગયા. હું ક્યારેક વધુ પડતો મિત્રતા તોડવાના તરફેણમાં આવી જતો. કોલેજ વાળા જેમ જેમ કહેતા ગયા તે પ્રમાણે આમે એડમિશન પ્રક્રિયા પૂર્ણ કરતાં ગયા.
આજ સાંજ સુધી મારા એક મિત્રને ત્યાં રહેવાનુ હતું, સાંજે ફરી ઘરે જવાનું હતું. કારણ કે રેગ્યુલર કોલેજ 15 ઓગસ્ટથી ચાલુ થવાની હતી. અમે બંને મારા મિત્રને ત્યાં પહોચી ગયા, બધા કોલેજ ગયા હતા તે એકલો જ હતો. ‘હેલ્લો, હાવ આર યુ.’ થયું પૂર્ણ. આમ પણ એક-બે વર્ષ પછી મિત્રને મળીયે તો આનંદ પણ કઈક અલગ રંગ લઈને આપણાં ચહેરા પર આવ્યો હોય છે.
‘શું હોસ્ટેલમાં રહેવાનુ છે’ સમિરે પૂછ્યું. (સમીર સૂચિયારા, મારો ખાસ અને જૂનો મિત્ર, દસમાં ધોરણમાં તે બારમાં ધોરણમાં અભ્યાસ કરતો હતો. જ્યારે અમે બંને મિત્ર બન્યા ત્યારે તે ‘સૂચણીયા’ નામે ઓળખતો.
‘ના હો ભાઈ, હવે હોસ્ટેલથી થાકાય ગયું છે’ હું બોલી ગયો.
‘સારું કર્યું, આમ પણ હોસ્ટેલમાં ખૂબ પ્રોબ્લેમ પડે, ખુલ્લી રીતે કોલેજ લાઈફ માણી જ ના શકાય’
‘એટલે જ રૂમ રાખીને રહેવું છે’
‘રૂમ મળ્યો?’
‘તારે જ કશો મેળ કરવાનો છે’
‘તમારે કેટલાને રહેવાનુ છે?’
‘અમે બે જ છીયે’ મેં જવાબ આપતા કહ્યું.
‘તો યાર પ્રોબ્લેમ પડશે, બેમાં રૂમ નહીં મળે અને જો મળી પણ જાય તો રૂપિયામાં નહીં પરવડે’
‘કેટલા છોકરા હોવા જોઈએ?’ ખૂબ સમય પછી સાહિર બોલ્યો. થોડો સમય માટે મારો મિત્ર પણ સાહીરને જોઈ આશ્ચર્યમાં પડી ગયો હતો પણ અમે બંનેએ ઈશારાથી સમજી લીધુ હતું.
‘ઓછામાં ઓછા ત્રણ, ચાર તો હોવા જ જોઈએ’
‘તો શું કરશું બોલ, બધુ તારે સંભાળવાનું છે.’
‘એક કામ કરો થોડા દિવસો મારા રૂમ પર અહિયાં રહી જાજો’ મારે જેવુ સાંભળવું હતું તેમ સમીર બોલ્યો. ક્યારેક આપણે સામેના કોઈ વ્યક્તિ પાસેથી કોઈ પણ વસ્તુ જોઈતી હોય છે પણ નબળા અથવા તો શરૂઆતી સબંધોને કારણે ડાઇરેક્ટ માંગી નથી સકતા, તેના માટે આપણે તેને તે પ્રોબ્લેમ વિષે જણાવીએ છીયે. તેને મન થાય તો તે આપણને મદદ જરૂર કરે.
‘પણ અહિયાં જગ્યા છે ખરા?’ મેં આ પ્રશ્ન અમસ્થા જ પૂછી નાખ્યો.
‘તે તમારે ક્યાં જોવાનું, હું મેનેજ કરી લઇશ’ આમ જોવા જઇયે તો અંગ્રેજી શબ્દો બોલવા કેટલા સારા લાગે. આપણાં સમાજની ખાસિયત છે કે જે આભણ માણસ હોય તે એક જ ભાષા સારી રીતે બોલે અને જે પ્રોફેશનલની ઠોકતો હોયને તે બે-ત્રણ ભાષા મિક્ષ કરીને બોલે.
‘થેન્ક્સ યાર, તમે કેટલા રહો છો અહિયાં?’
‘અમે છ જાણ છીયે’
‘બધા તારી સાથે જ છે’ મેં પૂછ્યું.
‘કોલેજ એક જ છે પણ અલગ અલગ ફિલ્ડમાં છે.’
‘ચાલો ત્યારે કઈક નવીનમાં કહો’ સમીર સમજી ગયો હતો કે, આ વાત વધુને વધુ ખેંચતી રહેવાની છે એટલે તે વાતને કાપી બીજી વાત કરવા તરફ ઈશારો કરતાં બોલ્યો.
‘નવીનમાં તો ભાઈ કાઇ નથી’ મેં જવાબ આપ્યો. આમ પણ માણસ પાસે જ્યારે કઈ પણ વાતના હોય ત્યારે આવા પ્રશ્નો અને જવાબ મળ્યા રાખે છે.
ફોનમાં રિંગ ટોન વાગી, ‘એક મિનિટ, ફોન આવ્યો’ ફોન હાથમાં લેતા લેતા સમીર આંગળીના ઇશારા સાથે કહ્યું.
‘ઓહ!..., મારે મારા પપ્પાને ફોન કરવાનો છે’ સાહિર બોલ્યો અને મને પણ યાદ આવ્યું કે પપ્પાને એડમિશન વિષે માહિતી આપવાની બાકી રહી ગઈ છે.
જ્યારે મિત્રો સાથે વાતો કે ગપ્પાં મારવાનું ચાલુ હોય ત્યારે આપણે ઘણું બધુ કાર્ય ભૂલી જતાં હોઈએ છીયે અને ક્યારેક તો સમયનું ભાન પણ નથી રહેતું. ફોન ત્રણેયે મૂક્યો એટલે ઝડપથી સાહિર બોલી ગયો, ‘મારે લેવાના છે’
‘કેમ અત્યારે જ લઈ લેવા છે?’ મેં સાહિરની કાપવાના ભાવે કહ્યું.
‘કેમ અત્યારે હવે તને પ્રોબ્લેમ પડે તેમ છે’ સાહિરે કહ્યું.
‘શું મોલમાથી લેવા છે કે પછી..?’ સમિરે પૂછ્યું.
‘ના ભાઈ, મોલમાં તો ખૂબ મોંઘા કપડાં મળે, તે રહેવા દે’ મેં સાહિરની પરિસ્થિતીને નજરમાં રાખીને કહ્યું.
‘હં..., અહિયાં મંગળ બજાર છે, માંડવીમાં પાણી ગેટ પાસે ત્યાંથી લેવા હોય તો બોલો, સંપૂર્ણ સસ્તા’ સમિરે પોતાના ફોનમાં ઘૂસતા મારતા-મારતા બોલ્યો.
‘મતલબ કે, એક જોડી કેટલામાં પડે?’ સાહિરે પૂછ્યું.
‘૭૦૦-૮૦૦ માં પતિ જાય’
‘હા, તો ત્યથી જ ખરીદી લઈયે’ ઝડપથી સહિર બોલી ગયો.
‘મારે આવવું પડશે કે તમે લઈ આવશો’, સમીર
સહિર, ‘તારે કામ હોય તો ના આવે તો ચાલશે’
‘એ તું ચૂપ બેસને, ભાઈ તારે તો આવવું જ પડશે, અમને થોડી ખબર છે કે મંગળ બજાર ક્યાં આવેલ છે’ મેં કહ્યું. આમ પણ સાથે આપણાં જૂના મિત્રો હોય તો મજા આવે.
સમીર હસવા લાગ્યો એટલે મેં પૂછ્યું , ‘કેમ હસે છે?’
‘હું તમારી સાથે ખરીદી કરવા આવીશ ત્યારે જ ખબર પડી જશે કે અહીં ખરીદીમાં કેવી મજા આવી’
‘હકીકતમાં’, સાહિરે કહ્યું.
‘તો ચાલને, ઊભો થા જલદી જઇયે’, સાહિર બોલ્યો કે તરત જ હું બોલી ગયો.
‘સાંજે પાંચ વાગ્યે જાશું, તે સાંજે ખૂલે છે’
‘ગમે ત્યારે જવું હોય ત્યારે’ સાહિરે બોલ્યો.
અમે ચાર વાગ્યા સુધી સૂતા રહ્યા અને ધીમે ધીમે તૈયાર થતાં પાંચ વાગ્યે સમયસર મંગળ બજારમાં પહોચી ગયા અને સમીર અમને એક દુકાનમાં લઈ ગયો. હકીકતમાં ત્યાં દુકાન અને રેકડી સાથે કોંબો વેચાણ થતું હતું. ત્યાં જતાં હતા ત્યારે વચ્ચે ઘણા લોકો અમારો હાથ પકડી ખેંચતા હતા અને પોતાના દુકાનની ઓફર કહેતા હતા.
સમિરે અમને પહેલાથી જ સાવચેતી રૂપે અમને કહ્યું હતું, ‘કોઇની સાથે જઘડો કરવા પ્રયત્ન નહીં કરવો અને કોઈને જવાબ પણ ના આપવો’ મને લાગ્યું કે વડોદરાનો આ ડેંજર વિસ્તાર છે.
‘આવો... આવો..., બોલો શું જોઈએ છે’ દુકાનદારે આમરું સારી રીતે સ્વાગત કર્યું. સાહિર પાસે માત્ર બે હજાર રૂપિયા જ હતા એટલે માત્ર બે જોડી જ માત્ર ખરીદવાની હતી.
‘આના માટે કપડાં લેવા છે’ સાહિર તરફ મોં ફેરવતા સમિરે કહ્યું.
‘જીન્સ, કોટન દેખડું કે પછી અત્યારે જે બલૂનનો દોર ચાલે છે તે દેખડું’
‘કેવા લેવાના છે?,’ સમિરે સાહિર તરફ ઘ્યાન કેન્દ્રિત કરતાં બોલ્યો.
‘જીન્સ કે ગમે તે સારું હોય તે ચાલસે’ સાહિર બોલ્યો ત્યારે મને મનમાં વિચાર આવ્યો કે, “આને શું ફેશનમાં ખબર પાડવાની, બલૂન કેવા આવતા હશે તે પણ નહીં ખબર હોય”
‘તમારી કમર કેટલી છે?’, દુકાનદારે પૂછ્યું.
‘૨૮ની હશે’ સાહિરે કમર જોતાં બોલ્યો.
’૩૦ તો મારી છે તો તારે કેવી રીતે ૨૮ની હોય શકેડ’ મેં કહ્યું કારણ કે મને લાગ્યું કે સાહીરને પોતાના યોગ્ય માપની ખબર નહીં હોય.
‘એક કામ કરો તમે સાઈજ માપી લ્યો’ અંતે સમિરે કહ્યું અને તેની સાથે મેં સહમતી જાતવી. આમ પણ જ્યારે આપણાં સિનિયર કઈ કહેતા હોય તેમાં આપણે જલદીથી સહમતી જાતવી લેતા હોઈયે છીયે.
દુકાનદારે સાહિરની કમરનું માપ લીધું, ’૩૦ની કમર છે’ મેં પણ સાહિરની કમર ઉપર લગાડેલી ટેપ પર ધ્યાન કેન્દ્રિત કર્યું.
જેને કારણે મેં મેરા મનમાં મારી ખાસિયત મજબૂત કરતાં સાહીરને કહેવાનો પ્રયન્ત કર્યો, ‘મને ખબર જ હતી કે તારી કમર ૩૦ની છે.’
‘તું શું દરરોજ મારી કમર માપે છે!’ સાહિરના ટોનથી મારા સિવાય બધા હસવા લાગ્યા.
‘દુકાનદારે જીન્સના પેંતનો થપ્પો બારોબર સાહિરની સામે મૂક્યો અને બીજા પેન્ટ બહાર કાઢવા ફરી દુકાનદાર કામે લાગી ગયો. મને ખબર હતી કે સહીરને કપડાં સિલેક્ટ કરતાં નહીં આવડે. મને યાદ છે ત્યાં સુધી સાહરની તે પહેલી જીન્સની જોડી બની હશે. પહેલા તો સાહિરે પેન્ટના થપ્પા પર નજર ફેરવી અને હાથની આંગળીઓથી પેન્ટનું કાપડ કેવું છે એ જોવા આંગળીઓથી રફ કરતો રહ્યો, સાથે સાથે પેન્ટના સ્ટિકરમાં કિમત પણ જોતો ગયો. સમિરે પણ હાથમાં લઈ કપડાં જોયા.
‘બોલ ક્યૂ પેન્ટ જોઈએ છે’ સમિરે પૂછ્યું.
‘તમામ નવી વેરાઇટી છે, જે પસંદ આવે તે.’ દુકાનદારે ઉમેર્યું. દુકાનદારની મીઠયું અમારા પર ખાસ અસરના કરી પરંતુ કપડાં ખરીદવામાં કન્ફ્યુજ સાહિરે અંતે બે જોડ પસંદ કરી લીધી હતી. સમિરે સહીરને ચોખી ના પાડી હતી કે દુકાનમાં કશું બોલવું નહીં અને ભાવ-તાલ હું નક્કી કરી લઇશ. દુકાનદારે બે જોડના ભાવ અમને જણાવ્યા, ‘ટોટલ થાય છે, તમારા... ૨૫૦૦ રૂપિયા અને અમારી સ્પેશિયલ ઓફર પ્રમાણે ૨૦% લેસ કરીયે તો ફાઇનલ હિસાબ થાય છે, ૨૦૦૦ રૂપિયા’ સાહિર વધુ પડતો નરવસ થઈ ગયો હતો અને તેના સહેરા પર ટેન્શન સીધું દેખાઈ આવતું હતું. સાહિરે મારા તરફ નજર ફેરવી અને એક કરોડની પ્રોપર્ટિ દાવ પર લાગી હોયને તેવું મોં કર્યું.
‘મોટા ભાઈ આ તો વધુ ભાઈ થાય જાય હો’ સમિરે વિનંતીના અર્થમાં કહ્યું હશે.
‘વધુ ભાવ કઈ નહીં, બે જોડના માત્ર ૨૦૦૦ રૂપિયા જ છે યાર’
‘એ તમારી વાત સાચી છે, પણ ભાવ તો વધુ જ થાય છે’ થોડું હાસ્ય સાથે સમીર બોલ્યો.
‘તમે જુઓ તો ખરા આ Appleના કપડાં છે, ભાવ તો વધુ જ હોય ને’
‘Apple મોબાઈલ અને લેપટોપની કંપની છે, કપડાની નહીં’
દુકાનદારે વાતનો પલટો કરી નાખ્યો, ‘તમે સમજતા નથી, તમે બીજી કોઈ દુકાને ભાવ પૂછો અમારા કરતાં ક્યાય સસ્તું નથી’
‘તમે શું વાત કરો છો, અમે દરેક વખતે તમારી ત્યથી જ કપડાં ખરીદીએ છીયે અને તમે એટલી વાત પણ નહીં માનો’
‘હં.....’ દુકાનદારે પોતાના કેલ્ક્યુલેટરમાં ઘૂસતા મારતા-મારતા ફરી એક વાર, ‘ચાલો ૧૦૦ રૂપિયા ઓછા કરું છું, ૧૯૦૦ આપી દો’
‘ફાઇનલ ભાવ કહો, આ પણ વધુ છે’
‘આ થોડો વધુ થાય, તમે જુવો ૬૦૦ રૂપિયા ઓછા કરી આપ્યા’
‘૧૧૦૦ રૂપિયા ફાઇનલ ભાવ, હવે બોલો’ સમિરે ખૂબ મોટો કટકો લગાવ્યો.
‘૧૮૦૦ રૂપિયામાં તો અમારે પણ કપડાં નથી આવતા’
‘મારા પપ્પા પણ કપડાનો ધંધો કરે છે’ સમીર અટકવા તૈયાર જ ના હતો અને અમારે તો જેટલા ઓછા થાય એટલુ વધારે સારું.
‘પણ ૧૧૦૦ રૂપિયા તો ૨૫૦૦ના અડધા કરતાં પણ ઓછા છે, તમે એક જોડીના ભાવ બોલી ગયા’
‘હું બધુ સમજી શકું છું પણ આ અમારો ફાઇનલ ભાવ છે’
‘તમે કહો તો તમારા બજેટના કપડાં દેખાડી આપું, આ જુવો ૬૦૦ રૂપિયાની જોડી બને એમ છે’ એક ખાનામાં બહાર કાઢતા દુકાનદાર બોલ્યો. આ સાંભળી મને લાઇટ થઈ કે તે જે ૬૦૦ રૂપિયાની જોડી બોલતા હતા તે તો ૨૫૦૦ વાળી જોડીના થપ્પામાં જ પેન્ટ પડ્યાં હતા.
‘ના અમારે બજેટ પણ આ કપડાની જોડીનું જ છે, અમારે બીજી નથી લેવી’ સમિરે કહ્યું એટલે ફરીથી દુકાનદારે કેલ્ક્યુલેટરમાં હીસાબ કર્યો,‘૧૭૫૦ ફાઇનલ ભાવ છે,ચાલો બિલ બનાવી આપું છું’
‘ના, ૧૧૦૦ રૂપિયા મેં તમને સાચો ભાવ કહ્યો છે તેનાથી આગળ હું એક પણ રૂપિયો નહીં આપું’ પહેલા જ્યારે સમીર ૧૧૦૦ રૂપિયા ભાવ બોલ્યો ત્યારે મને પણ સમીર થોડો મૂર્ખ છે તેવું લાગ્યું પણ પછી ખબર પડી ગઈ...
‘મને આમાં કશું નહી મળતું, ૧૭૦૦ રૂપિયાનું બિલ બનાવી આપું’, બુકાનદારે બિલબૂકમાં લખવાની શરૂઆત કરવા ગયો.
‘ના, બિલ નહીં બનાવતા, ૧૧૦૦થી વધુ કે ઓછો નહીં આપું’
‘ચાલો બંનેનું માન રાખી લીયો અને ૧૫૦૦ રૂપિયા આપી દો’
‘ના, બ્રધર સોરી’
‘તમે તો ખૂબ જીદ કરી રહ્યા છો’
‘હું તમને સાચો ભાવ કહી રહ્યો છું’
હવે મરાથી રહેવાયું નહીં,’૧૧૦૦માં આપી દો ને, અમે દર વખતે તમારે ત્યથી જ કપડાં ખરીદીયે છીયે’
‘૧૪૦૦ ફાઇનલ બસ’ દુકાનદારે ફરી એક વખત ભાવ ઘટાડી નાખ્યો. અત્યાર સુધી ટોટલ ૧૧૦૦ રૂપિયા અત્યાર સુધીમાં ઘટી ગયો.
‘૧૨૦૦, તમારું પણ મન જળવાય જશે અને મારુ પણ માન જળવાય જશે, બિલ કરી દો ૧૨૦૦નું’ સમિરે પહેલી વખત ભાવ વધાર્યા.
‘આટલું બધુ ઓછું અમને ના પરવડે’ દુકાનદારે અમને કહ્યું.
‘સમિરે ચોખ્ખી રીતે કહી દીધું, ‘નો પ્રોબ્લેમ, તો તમે આ કપડાં રાખી લો, અમે અમારા પૈસા રાખી લઈએ’ અમે દુકાનની બહાર જવાનો પ્રયત્ન કર્યો.
અમે બારોબાર દુકાનના દરવાજા સુધી પહોસ્યા હતા ત્યાં પાછળથી અવાજ આવ્યો, ‘અમારે ત્યાથી કોઈ ગ્રાહક નારાજ થઈ ને નથી જતાં, ૧૨૦૦નું બિલ બનાવી આપું છું’ બોલતા-બોલતા માલિકે કપડાં થેલીમાં ભરી દીધા હતા.
‘ચાલો તો હવે બિલ બનાવી આપો’ સાહિર હતાશામાથી બહાર આવ્યો અને મોં પર થોડું હાસ્ય રેડયું. દુકાનદાર અમારા જેવાને ઉલૂ બનાવી ના શક્યો. સાહિરે પૈસા આપી અને થેલી હાથમાં લીધી.
અમે નીકળ્યાં એટલે મેં સમીર તરફ જોઈને કહ્યું, ‘ગજજબનો છે યાર તું, અડધી કીમતથી પણ ઓછામાં અમને કપડાં અપાવી દીધા’ સમીર અમારી બંનેની વચ્ચે ચાલતો હતો.
‘હવે સમજાયું કે હું રૂમમાં હસતો કેમ હતો તે, જો તમે એકલા આવ્યા હોત અને હું ના આવ્યો હોત તો તમે ૧૯૦૦-૨૦૦૦માં કપડાની ખરીદી કરી હોત’ મેં મનમાં કહ્યું કે, ‘જો તું ના આવ્યો હોત તો સાહિર લાગભગ એક જ જોડી ખરીદીને આવ્યો હોત’ બધાની જેમ સમીર પણ હવામાં આવી ગયો.
આવી રીતે બીજી જગ્યાએથી પણ ૫૦૦ રૂપિયાની જોડી ખરીદી.
‘બૂટ લેવા હોય તો પણ કહી દેજો’ સમિરે કહ્યું.
‘કેટલામાં મળશે’ સાહિરે પૂછ્યું. અમે ખૂબ ભીડમાંથી પસાર થઈ રહ્યા હતા.
‘એ તમારે શું છે, હું સાથે છું ટેન્શન નહીં લેવાનું’ અમે લગભગ બૂટની રેકડી પાસે પહોચી ચૂક્યા હતા.
‘અમારે બીજું કઈ નહીં પણ રૂપિયા તો અમારે જ આપવા પડે ને’ મેં મસ્તીમાં કહ્યું.
‘રૂપિયા હું આપી દઇશ’ સમિરે કહ્યું.
સાહિર થોડો સારો થવા ગયો, ‘ના ભાઈ ના, પૈસા તો અમે આપી દઈએ, મારે લેવા છે’ અંતે મેં પવ વિચાર્યું, આજે નહીં તો કાલે બૂટ તો લેવા જ પડસે અને અહી સુધી આવી ગયા છીયે તો લેતા જ જઇયે. અમે બે જોડી બૂટ નક્કી કર્યા, મને થોડા સમયમાં મળી ગયા પણ સાહિરે બૂટ પસંદ કરવામાં ખૂબ સમય લગાવ્યો. રેકડી વાળા ભાઈએ બંને બૂટનો ભાવ ૧૮૦૦ રૂપિયા જણાવ્યો.
‘૫૦૦ રૂપિયામાં આપવા છે’ સમિરે હસતાં હસતાં કહ્યું એટલે રેકડીવાળો ગરમ થઈ ગયો, ‘હું અહી મજાક કરાવવા નથી બેઠો, લેવા હોય તો...’ બોલતા-બોલતા અટકી ગયો.
સમીરે શાંતિથી કહ્યું, ‘ભાઈ હું મજાક નથી કરતો, લેવા છે એટલે અહી આવ્યા છીએ, આમ મજાક કરવાનો સમય અમારી પાસે પણ નથી’
‘૫૦૦ રૂપિયા કહો એટલે અમને તો મજાક જ લાગેને’ તે નરમ પડ્યો.
‘તો ૧૮૦૦ રૂપિયામાં આવે એમ’ સમિરે કટાક્ષમાં કહ્યું, ‘૧૮૦૦માં કંપનીના મળે છે, સમજ્યો’
‘આ કંપનીના જ છે ને’ તે ભાઈ બોલ્યા.
‘ટોમી નામની કંપની છે એમ તે કહે છે’
‘હા અમે અહી બધો માલ કંપનીમાથી જ મંગાવીયે છીયે’
‘તો અમારે નથી લેવા, ૫૦૦માં આપવાનું મન થાય તો ઊભા રાખજે’ સમિરે કડક શબ્દોમાં કહી દીધું. રેકડીવાળની હાલત બોલવા જેવી પણ નહોતી રહી.
‘અમારે ત્યાં આવેલા ગ્રાહક ક્યારેય પણ પાછા નથી જતાં એટલે ૫૦૦માં આપું છું’ એટલું રેકડીવાળો બોલ્યો એટલે તરત જ મેં ૫૦૦ની નોટ કાઢી આપી દીધી. સાહિર પાસે આમ પણ રૂપિયા નહોતા.
‘કઠિયાવાડી છો?’ તે ભાઈએ બૂટ પેકિંગ કરતાં-કરતાં પૂછ્યું. વડોદરામાં બધા અમને કાઠિયાવાડી છો કે નહીં તેમ ખૂબ પૂછાતા.
‘ના, અમે તો સુરતના છીયે’ સમિરે ખોટો જવાબ આપ્યો, અમે બધા કઠિયાવાડના જ હતા. મને રેકડીવાળા ઉપર દયા પણ આવી પરંતુ કોઈ ગ્રાહકને ખોટી રીતે લૂંટવો તે પણ ગુનો છે.
મેં કેટલાય અનુભવો કર્યા પછી મને એવું શીખવા મળ્યું કે, ‘બધા જ ગરીબ પર ક્યારેય દયા નહીં ખાવાની અને દયા ખાવી પણ હોય તો તે ગરીબ છે કે અમીર છે તે ધ્યાનમાં નહીં લેવાનું. તમને પણ ક્યારેક અનુભવ થયા `હશે કે આપે ક્યારેય કોઈ ગરીબની મદદ કરી હશે અને પછી તે વ્યક્તિએ તમને દગો આપ્યો હોય. મદદ કરવાની હું ના નથી પડતો પરંતુ જે મદદથી નુકશાની પત્ર પરિણામ આવે ત્યાં મદદનાં કરવી જોઇએ. ઉદાહરણ તારીકે જો આપણે આંતકવાદીને મદદ કરીયે તો તેનું નુકશાન આપણે પણ ભોગવવું પડે.
***