IPC section 366 - 4 Maneesh Christian દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

IPC section 366 - 4

પરિણામ ભયંકર છે એ ખબર હોય પણ તે આવવાવની હજુ રાહ જોવાની હોય તે ઇંતેજાર તેના કરતા પણ વધુ ભયંકર હોય છે.

અત્યારે તેની હાલત પણ આવી જ હતી. આવી રહેલા અજાણ્યા અને ખરાબ પરિણામની લાચારીથી ફક્ત વાટ જોવી.

“મારે પાણી પીવું છે.” તેણે અંધરામાં જ કોઈને કહ્યું. થોડી સેકન્ડો સુધી કોઈ જવાબ ના મળ્યો.

“પાણી” થોડું મોટેથી બોલી.

તેના બંને ગાલ કોઈ ખરબચડા હાથથી દબાણ અનુભવવા લાગ્યા.

“ઓય મહારાણી, તારો ઘોઘરો ઓછો કર નહિ તો દબાવી દઈશ.” રુક્ષ પંજા જેટલી જ આ રુક્ષ ધમકી હતી.

“પણ, મને તરસ લાગી છે. મને એમ કે અહી કોઈ નથી. એટલે મેં તો...” તે રડમસ અવાજે પંજામાં દબાયેલા ગાલે જ અધૂરું બોલી.

“આ કઈ તારા બાપની ફાઈવ ઈસ્ટાર હોટલ નથી.” પેલાએ તેના જડબાને ઝાટકી નાખ્યું.

“બીજી ગાડી આવે છે, સગવડ થઇ ગઈ.” પાછળની બાજુથી બીજો આવાજ આવતો સંભળાયો.

હજુ તેનો ચહેરો જમણી બાજુ ઢળેલો જ હતો.

“શું થયું?” પેલા એ કૈક બન્યું છે એવું જણાતા પૂછ્યું.

“કઈ નહિ રાણીને પાણી પીવું હતું.” બોલતા એ ખંધુ હસ્યો એવું તે પામી શકી.

“બસ હાઈ-વે ઉપર પહોચતા જ પીવડાવી દઈશ.”

પગલા દુર ચાલ્યા હોય તેવું તેને લાગ્યું એટલે પોતાનું મો દબાવી તે ડુસકા ભરવા લાગી. તેણે એકવાર વિચાર્યું કે હાથ તો ખુલ્લા જ છે થોડું કપડું ઊંચું કરી જોઈ લઉં? ના, પણ નજીકમાં જ પેલા ત્રણમાંથી કોઈ તેને જોઈ રહ્યો હોય તો? ફરી માર ખાવો પડશે. એટલે તેણે રાહ જોવાનું ઉચિત સમજ્યું.

લગભગ કલાક તો થઇ ગયો. તે વિચારવા લાગી. અત્યાર સુધી તો પપ્પા રાહ ના જુએ. કૈક તો તપાસ ચાલુ કરી જ હશે. અહી જ પપ્પા આવી જાય તો કેટલું સારું? પોલીસ આવી જાય તો કેવું સારું? કોઈ એ મારું અપહરણ થતું જોયું હોય અને પોલીસને લઈને આવી જાય તો કેવું સારું? અહી આસ-પાસ રહેનારું જ કોઈ મને છોડાવે તો કેવું સારું?

તકલીફમાં હોઈએ ત્યારે કોઈ ચમત્કાર થવાની આશા થઇ આવે એમ જ અત્યારે તે વિચારો કરવા લાગી.

“હે ભગવાન, મારા થી કોઈ પાપ થઇ ગયું હોય તો મને માફ કરી દો, જો હું આ લોકોની ચુંગલમાંથી છૂટી જઈશ તો રોજ હું સમય કાઢીને તમારી સેવા-પૂજા કરીશ.” બીજો એક બચવાની આશાનો વિચાર પણ તેણે કરી જોયો. કદાચ ભગવાન લલચાઈ જાય અને તે છૂટી શકે.

એટલામાં પગલા તેની નજીક આવતા સંભળાયા. તે વિચારોમાંથી ઝબકી ગઈ અને અવાજ તરફ ધ્યાન કર્યું.

તેના બાવડાને ફરી કોઈએ પકડ્યું અને ત્રણમાંથી જ એક અવાજ “ચાલો મેડમ નીકળવાનું છે.”

પ્રતિકારનો તો સવાલ જ નોહ્તો હવે. બીકે એટલી ગહેરી અસર કરી હતી કે હવે તો આંખો ઉપરનો પટ્ટો એ લોકો સામેથી ખોલે પછી જ કોઈ યોજના વિચારવી. એક વાતની તો સાંત્વના હતી કે પેલી રાહ જોનારી વ્યક્તિ સુધી પહોચતા સુધી તો તે સુરક્ષિત હતી. આ લોકો ધમકાવશે પણ કોઈ નુકશાન તો નહિ જ પહોચાડે તે ખાતરી હતી.

તેને માથેથી નીચી નમાવીને બેસાડવામાં આવી અને જે રીતે દરવાજા બંધ થવાના એક પછી એક ચાર અવાજ થયા, સીટની પોચી ગાદી, અંદર ચાલુ થયેલું હીટર, મંદ આવજે ચાલુ થયેલો રેડીઓ.

“હમમ...નક્કી કોઈ સારી કાર છે. એટલે અપહરણકારોનું ગિરોહ થોડું સબદુ હશે.” તે પોતની રીતે ખયાલો બનાવ્યા કરતી હતી.

હવે આંખો પણ બંધ હતી અને બહારનું વાતાવરણ પણ બંધ એટલે ક્યાં લઇ જાય છે કેવો રસ્તો છે કશું જ અનુમાન લગાવવું શક્ય નથી.

તરસની સાથે હવે તેને ભૂખ પણ લાગવા લાગી હતી.

અત્યારે ઘરે હોત તો અત્યારે તો ડાયનીગ ટેબલ ઉપર જમવા બેઠા હોત. હું એ જ પપ્પાની જમણી બાજુ વાળી ખુરશીમાં બેઠી હોત. નાના-ભાઈની મમ્મી સાથે એ જ “શાક નથી ભાવતું”ની ઝીક-ઝીક ચાલતી હોત અને હું અને પપ્પા તેમને અવગણી સામે જ ટી.વી.માં ચાલતો પ્રોગ્રામ જોતા હોત.

ઘરની યાદ આવતા જ તે ફરી થોડી નિરાશ થઇ. હજુ તો ઘરે પહોચવાના સમય કરતા દોઢ કલાક જેટલો જ સમય વીત્યો છે ત્યાં તો તેને વરસોથી દુર હોવાનો અહેસાસ થવા લાગ્યો. જીવવા માટે અવગણેલી નાની-નાની પળો અત્યારે તેને પજવવા લાગી. તેને પોતાની ઉપર ખુબ જ ગુસ્સો પણ આવવા લાગ્યો. એ પળો ના જીવી તેને માટે અને અત્યારે ખોટા સમયે જ એ અહેસાસ થાવ બદલ જયારે તેમાંથી કશું સુધારી શકવાની શક્યતા નથી.

લગભગ બીજો અડધો કલાક જેટલો સમય વીત્યો હશે અને ફરી કોઈ જગ્યાએ કાર ઉભી રહી. આખા રસ્તે ફક્ત ગીતો જ વાગ્યા કર્યા કોઈ કઈ બોલ્યું નહિ. પાછળ મોકળાશ અનુભવાતી હતી એટલે તેને લાગ્યું કે પાછળ તે એકલી જ છે અથવા એક જ વ્યક્તિ બાજુમાં બેઠી છે.

“અમે, અહી ઉભી રાખીએ છે, તું સામેથી કૈક ખાવાનું અને પાણીની થોડી બોટલો લઇ આવ.” તેની એકદમ બાજુમાંથી જ અવાજ આવ્યો.

“શું લાવું?” આગળની સીટ ઉપરથી અવાજ આવ્યો.

“અલા શું એટલે? માણસ શું ખાય? એમનું કૈક પણ લેતો આવ. પેટ ભરાવું જોઈએ, પાર્ટી થોડી કરવાની છે. જા જલ્દી.” બાજુમાં બેઠેલાએ તોછડાઈથી સંભળાવ્યું.

તેની બોલીની છટાથી આ ગેંગ પુરતો તો તે જ સુત્રધાર હતો એ નક્કી હતું. અને તે તેની સાથે ઉદ્ધત વર્તન પણ નોહ્તો કરતો.

આગળ ડ્રાયવરની બાજુની સીટ વાળો દરવાજો ખુલ્યો અને “ધડામ”થી બંધ થયો. કોઈ ઉતર્યું અને તે પણ નારાજગીથી ઉતર્યું.

ગાડી ચાલુ જ રહી, હીટર પણ ચાલુ રહ્યું અને મ્યુઝીક પ્લયેર પણ ચાલુ રહ્યું.

થોડી મીનીટો બાદ પેલો બહાર ગયેલો છોકરો પાછો આવ્યો.

“લો પાણી.” બાજુ વાળો છોકરો બોલ્યો એટલે તેણે અંધારામાં જ એ બાજુ હાથ લંબાવ્યો. તેના પંજામાં ભીની ઠંડક અનુભવાઈ. પાણીની બોટલ. તેણે ત્વરાથી બોટલનું ઢાંકણ ઉઘાડ્યું અને મો એ લગાવી દીધું.

તેની પાણી પીવાની ઉતાવળને કારણે બંને ખૂણેથી એક-એક નાની નહેર ઉતરી જે અલગ-અલગ ગતિએ હડપચીથી ગરદન પર લસરી અને ટોપની અંદર સરકી ગઈ. છાતી ઉપર ઠંડક અનુભવતા તેણે એક હાથ છાતી ઉપર લગાવી ટોપને છાતી સાથે ઘસી દીધું.

ચોક્કસ ત્રણમાંથી કોઈ તો જોઈ જ રહ્યું હશે.

પણ જેમ ભૂખ હોય ત્યારે સુકો રોટલો પણ પકવાન લાગે એટલે ભાન ભૂલી જઈએ એમ તરસમાં પણ ગરદનની અંદર પાણી પહોચાડવાની જ ઉતાવળ રહે. ગરદનના ઉપરવાસમાં ભલે નહેરો નીતરતી જાય.

જેવું તેણે ઢાંકણ બંધ કર્યું કોઈએ બોટલ છીનવી લીધી અને હાથમાં કોઈ પડીકું પકડાવી દીધું. તેને સ્પર્શથી ખ્યાલ આવ્યો કે કોઈ વેફર્સ હશે. તેણે ફાડીને અંદર હાથ નાખ્યો. હા, વેફર્સ જ હતી.

આમ તો બહારનું ખાવા નહિ ટેવાએલી પણ આજે કોઈ ચારો નોહ્તો. છટકવા માટે દિમાગ, અને દિમાગ માટે ભરેલું પેટ તે કનેક્શન તે સારી રીતે જાણતી હતી.

ઘરે પહોચવાના સમય ઉપર ત્રણ કલાક જેવું થઇ ગયું હશે. હવે તો ઘરે ઉધામા શરુ થયા જ હશે. પપ્પા કેટલી ચિંતા કરતા હશે? મમ્મીએ તો રડવાનું શરુ જ કરી દીધું હશે. આમ પણ મોમ તો બહુ ઢીલી છે. અને ભાઈ તો બિચારો નાનો એ તો કશું સમજી જ નહિ શકતો હોય કે પોતે આમાં કેવી રીતે મદદ કરી શકે.

પોલીસને જાણ કરી હશે? મારી બધી મિત્રોને તો ફોન થઇ જ ગયા હશે. મારું પર્સ અને ફોન આ લોકોએ ક્યાં મુક્યો હશે? ફોન તો ચાલુ જ હતો પણ રીંગ સંભળાતી નથી.

અમુક કુદરતી ક્રિયાઓ સામે તમે લાચાર જ રહો છો. તમારું શરીર કુદરત સાથે તાલ મેળવીને એક ઘડિયાળની જેમ કામ કરતુ હોય છે. એટલે સમય પ્રમાણે તેને ઝોકા આવવાના શરુ થઇ ગયા. તેના મનમાં ચાલી રહેલી ગરબડ કે તેની પરાણે જાગતા રહેવાની કોશિશ પણ કામ ના લાગી શકી. તે ઊંઘી ગઈ.

ગાડી અચાનક ફસડાઈ પડી. ઝટકો લાગવાથી તે પણ જાગી ગઈ. પળના અડધા ભાગમાં તો તે પોતાની પરિસ્થિતિથી વાકેફ થઇ ગઈ હશે એટલે ટોપ સરખું કર્યું અને ટટટાર થઇ પાછી બેસી ગઈ. જાણે તે ઊંઘી જ નથી અને સંપૂર્ણ ભાનમાં છે એવો દેખાવ કરવા લાગી. પણ તે કેટલું ઊંઘી? કેટલો સમય પસાર થયો? તેનો કોઈ જ અંદાજ તેને હવે નોહ્તો. રસ્તો કેટલો અને જગ્યા કઈ હતી તેનો તો અંદાજ લગાવવો જ મુશ્કેલ હતો. આટલી ઊંઘમાં પણ મજબૂતીથી આંખ ઉપર બાંધેલો પટ્ટો જરા સરખો પણ ખસ્યો હોય તેવું લાગ્યું નહિ.

પણ હજુ રાત જ હશે અથવાતો વહેલી પરોઢ એવું તેને ગાડીની અંદરના હુફાળા વાતાવરણથી અનુમાન લગાવ્યું. ધીમું સંગીત હજુ ચાલતું હતું.

“હવે ના નીકળે, રેતીમાં ફસાઈ છે.” બહારથી કોઈનો આવાજ તેણે સાંભળ્યો. હવે તેને અંદાજ આવ્યો કે ગાડીએ કેમ ઝટકો ખાધો હતો. ગાડી ક્યાંક રેતીમાં ફસાઈ હતી. પણ હમણાં તો મુખ્ય રોડ ઉપર હતી. એવી તે કઈ જગ્યા આવી જ્યાં આટલી બધી રેતી હોય? નદી કરનારો, સ્મુદ્રકીનારો કે પછી રણમાં જ હોય.

ફરી તેણે આછો અવાજ સાંભળ્યો.

“હા, યમુનામાં ફસાઈ છે, તું બાઈક લઈને આવ, મહેમાન છે સાથે.” તેણે બહુ દુરથી આવતો આ ધીમો અવાજ સાંભળ્યો.

“હમ...યમુના નદીના કિનારા ઉપર છીએ. મતલબ, બહુ દુર નીકળ્યા નથી.” પોતાની બુદ્ધી પર થોડી પોરસાઈ પડી.

થોડીવારમાં કોઈ આગળની સીટમાં બેઠું અને ચાલુ જ રાખેલી ગાડીને ફરી આગળ કે પાછળ ધપાવવા પ્રયત્ન કરી જોયો.

સંગીત કરતા ગાડીના એન્જીનનો ઘોંઘાટ અંદર પણ વધારે સંભળાય તે હદે તેનું ગતિવર્ધન વધાર્યું પણ લાગ્યું નહિ કે ગાડી તેની જગ્યા ઉપરથી આગળ-પાછળ થઇ હોય.

થોડા સમયના પ્રયાસ બાદ કદાચ તે થાક્યો હોય અથવા તો પેટ્રોલ કે ડીઝલ ખતમ થઇ જવાની ચિંતા થઇ હોય એટલે તેણે એન્જીન બંધ કરી દીધું અને ગાડીની બહાર નીકળી ગયો તે દરવાજો પછ્ડવાના આવાજથી તેને માલુમ થઇ શક્યું.

થોડી વારમાં તેને અંદર ગુંગણામણ થવા લાગી પણ દરવાજો ખોલવાની હિમ્મત તે ના કરી શકી. કદાચ એ લોકો તેને પલાયન થવાનો પ્રયાસ સમજી તેની ઉપર પ્રહાર કરી દે તો?

થોડી જ વારમાં કોઈએ તેની બાજુનો જ દરવાજો ખોલ્યો. અંદર ધસી આવેલા નદીકિનારાના ઠંડાગાર પવને તેના ગરમીથી અનુકુળ થયેલા સ્વેદ વાળા શરીરને થથરાવી નાખ્યું.

ફરી કોઈ રુક્ષ પંજાનો તેના બાવડાને સ્પર્શ. તે જાણતી હતી કે સૂચન આપીને પણ તેની પાસેથી કામ કરાવી શકાય પણ આ સ્પર્શ તેમને મજા આપતો હશે. અને તે પણ કાંડાની જગ્યાએ બાવડેથી પકડવામાં. કારણ તે સમજી શકતી હતી.

“મેડમ નીચે ઉતરો, અહીંથી વાહન બદલવાનું છે.” અપહરણકાર હોવા છતાં આ અવાજ તેની સાથે ઉત્તરો-ઉત્તર થોડો નરમ થઇ રહ્યો હતો.

હું પ્રતિકાર ના કરું એટલે? એમના ઈરાદાઓનો અનુમાન ના લગાવી શકું એટલે? કે પછી સ્ત્રૈણ આકર્ષણ?

જે હોય તે પણ આ એક વ્યક્તિથી તેને થોડી સુરક્ષાત્મકતા અનુભવાઈ રહી હતી.

બહાર પગ મુકીને તે ઉભી થઇ ત્યાં તો મધ્યમ એડીની તેની મોજડી જે હમેશા સમતલ સપાટી ઉપર ચાલવા ટેવએલી હતી તે રેતીમાં ફસડાઈ પડી અને તેણે પોતાનું સંતુલન સહેજ ખોયું. ત્યાતો એક હાથ તેની કમરમાં વીટળાઈ ગયો અને એક થોડું પાતળું એક તૈલી પરસેવાની ગંધ વાળું શરીર તેની એકદમ નજીક આવી ગયું.

પ્રતિકાર કરવાનો તો સવાલ જ નોહ્તો.....એટલે હળવેથી તેણે પોતાને છોડાવી લીધી....