અધુરો પ્રેમ પુરો થઇ ગયો ! Dhruv Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધુરો પ્રેમ પુરો થઇ ગયો !

અધુરો પ્રેમ પુરો થઇ ગયો !

* આપણે સૌ જાણીએ છીએ કે પ્રેમ એ આપણા જીવનનું એવું પગથીયું છે કે જેના પર થી માનવીએ સમયે-સમયે પસાર થવું પડે છે. અને આ પગથીયા પરથી દરેક માનવી વારે ઘડીએ પસાર થવાનું પસંદ કરે છે. અને આવા જ પગથીયા પર પોતાના સાથીને મેળવવા માટે ચડનાર એક છોકરો જૅક કે જેની વાત અહિં રજુ કરવામાં આવી છે.

* એક છોકરો જૅક નાનકડો હતો અને તે ઉંમર વધતા અભ્યાસ માટે બાલ-મંદિરમાં જતો . ધીમેધીમે સમય જતા એ છોકરો જૅક શાળા એ જવા લાગ્યો અને તેમના જીવનની શરુઆત થઇ. આમ સમય પસાર થતા એ છોકરા જૅક ના મનમાં ધીમે ધીમે સમજણ બેસવા લાગી અને જીવનની અવનવી વાતો , જીવનના ઘસ તત્વો તેમજ અવનવી લાગણીઓ તેના જીવનમાં પ્રવેશવા લાગી. અને જૅક પોતાના જીવનને આકાર અને સુખ , દુ:ખ , પ્રેમ , ભાવ વગેરેથી શણગારતો થયો અને જૅક ના જીવનની સારી શરુઆત થઇ.

* આમ, આગળ જતા તેમજ અભ્યાસ માટે જ્યારે જૅક શાળાએ જતો ત્યારે વર્ગ માં અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ સાથે તેના સંબંધોની પાળ બંધાવાની શરુ થઇ. તેમાં એક છોકરી જિલ

કે જે તેમની સાથે જ અભ્યાસ માં જોડાયેલી હતી અને પેલા છોકરા જૅક ને તે છોકરી જિલ

પ્રત્યે લાગણીઓની નદીઓ વહેવા લાગી અને વરસાદ ના સમયમાં વીજળી તેમજ વાદળો ના ભડાકા અને મોરનાં આનંદિત અવાજ અને કળાઓ થી ખિલ-ખિલાટ લાગી ઉઠતું વાતાવરણ ની જેમ જ પેલા છોકરા જૅક નું મન પેલી છોકરી જિલ માટે ખિલખિલાટ કરવા લાગ્યું. તે છોકરો જૅક પેલી છોકરીને પસંદ કરવા લાગ્યો .

* તે છોકરો જૅક પેલી છોકરી જિલ ને જોઇ અને ખુબજ ખુશ થતો અને તેમને જોવા ખુબજ આતુર રહેતો અને તે છોકરી જિલ

નું ખુબજ ધ્યાન રાખતો , તેમની વાતો ને યાદ રાખતો અને તેમની વાતો ને સમજતો અને ખુબજ ખુશ થતો અને તે છોકરી માટે છોકરાની લાગણીઓ ખુબ ઉંડી થતી ગઇ અને તે છોકરો જૅક તે છોકરી જિલ

ને પ્રેમ કરવા લાગ્યો અને છોકરા જૅક નો પ્રેમ છોકરી જિલ

માટે એટલો વધારે હતો કે પેલી છોકરી જિલ ની દરેક હરકતો ને ધ્યાન માં રાખતો અને તેને જોવા ની અેક પણ તક તે ખાલી જવા ન દેતો અને જૅક નો પ્રેમ પેલી છોકરી જિલ

માટે ખુબજ વધતો ગયો .

* જ્યારે સમય મળે ત્યારે પેલી છોકરી જિલ

સાથે વાતો કરવી , તેમને ખુશ રાખવાના અવનવા પ્રયત્નો કરવા અને તેમની નજીક રહેવા માટે પેલો છોકરો જૅક રાહ જોતો . અને તે છોકરી જિલ

ને પ્રેમ કરતો હતો પણ કંઇજ કહેવાની હિંમત પેલા છોકરા જૅક ની ચાલતી નહિં તે પોતાના દિલ ની વાત પેલી છોકરી ને કરવાથી ડરતો અને તે હંમેશા અેવું જ વિચારતો કે જો તે પોતાના દિલની વાત પેલી છોકરી ને કરે અને પેલી છોકરી જિલ

તેને બોલાવાનું બંધ કરીદે તો ? , ક્યાંક પેલી છોકરી જિલ

પેલા છોકરા જૅક વિરુદ્ધ કોઇ ખરાબ પગલા લે તો ?, અથવા તો પેલી છોકરી જિલ

છોકરાને જવાબ માં નકારાત્મક પ્રતિભાવ વ્યક્ત કરે તો ? આવા અનેક સવાલો પેલા છોકરાના મનમાં તે છોકરી વિશે આવતા.

* જૅક છોકરાનો પેલી છોકરી જિલ

માટે નો પ્રેમ અને લાગણીઓ દરિયાના મોજાની જેમ ઉછળવા લાગી પરંતુ પેલા ડરના કારણે છોકરો કંઇજ વાત આગળ ચલાવી શકતો ન હતો અને હંમેશા પોતાને જે જોઇતું હતું તેની વાટ જોતો રહેતો . છોકરાના મનમાં અેવાજ વિચારો આવતા કે ક્યારે પેલી છોકરી જિલ

સાથે તેમના પ્રેમ ની શરુઆત થાય અને તેમની આ બ્લેક & વ્હાઇટ દુનિયા કલરફુલ બની જાય ! પરંતુ તે જૅક ના પ્રયત્નો ક્યારેય અટકતા નહિં . કોઇ એક સમયેજ નહિં પરંતુ શાળામાં રિસેસ ના સમય માં , વર્ગ માં શિક્ષકની ગેરહાજરી માં વગેરેમાં અેટલે કે જ્યારે જ્યારે સમય મળતો ત્યારે પેલો છોકરો જૅક તે છોકરી જિલ

નું દિલ જીતવાના પ્રયાસ કરતો અને છોકરી જિલ

ની નજીક પહોંચવાના રસ્તાઓ શોધી કાઢતો .

* પેલી છોકરી જિલ

એ પેલા છોકરા જૅક ના મનમાં અેવી રીતે સ્થાન મેળવી લિધું હતું કે તે છોકરાને આ છોકરી સિવાય કંઇજ સુઝતું ન હતું. જ્યારે સમય મળે ત્યારે તે છોકરો જૅક પેલી છોકરી જિલ

ને મેળવવા ખુબજ પ્રયાસો કરતો અને તેનું દિલ જીતવા તત્પર રહેતો આમ, તે જૅક કોઇ પણ તક અધુરી ન મુકતો . પેલીને મેળવવા માટે તે છોકરો જૅક થોડાજ ડગલાં દુર હતો પરંતુ પેલો ડર તે છોકરા જૅક ને વારંવાર સતાવતો હતો . જ્યારે પોતાના દિલની વાત કરવા ના પ્રયાસો કરે અને કંઇક ખાસ વાત કરવાનું વિચારે તો પેલો ડર તરતજ સામે આવી ઉભો રહી જતો અને તે વાત અધુરી રહી જતી .

* ક્યારેક રસ્તા પર આવતા કે જતા સમયે જો જૅક તે છોકરી જિલ

ને જોવે તો પણ તેમના પ્રેમ ને વહેવા માટે તરત જ મંજુર કરીદેતો અને કોઇ પ્રસંગમાં ભેગા થાય તો વધુ ને વધુ સમય તેની સાથે પસાર કરવાના પ્રયત્નો કરતો અને ઘણીવાર જૅક તે ડર ની ગણકાર્યા વગર પોતાના દિલની ખાસ વાત કહેવા તૈયાર થઇ જતો પણ જરાક આગળ ડગલું ભરતા જૅક તે હિંમત હારી જતો અને નિષ્ફળ બનતો પણ પેલી છોકરી જિલ

ને મેળવવાનું તો જાણે વચન કેમ આપેલું હોય તેમ હાર-જીત ની ચિંતા વગર જૅક પોતાના પ્રયત્નો ને ગતિશિલ રાખતો અને કોઇ પણ સંજોગોમાં પેલી છોકરી જિલ

ને જીતીલેવા માટે તે જૅક ખુબજ ઉત્સુખ હતો જાણે પોતાના જીવન નો "તાજમહેલ" નો તાજ પેલી છોકરી હોય તેમજ પોતાના જીવનના તાજ થી દુર થયેલા મહેલ ને "તાજમહેલ" બનાવવા અનેકવીધ પ્રયત્નો કરતો .

* પરંતુ આ જ "તાજ" પેલા મહેલ પર આવવો મુશ્કેલ બન્યો અને પેલો છોકરો જૅક પોતના અભ્યાસ દરમિયાનના સમય માં ક્યારેય પણ જૅક પેલી છોકરી જિલ

ને પોતાની વત કહી ન શક્યો અને સય ચાલ્યો ગયો . શાળાના છેલ્લા દિવસે જ્યારે છોકરો જૅક પેલી છોકરી જિલ

ને કંઇક કહિ દેવાનો વિચાર કર્યો પણ, નજર કરતા ક્યાંય પેલી છોકરી જિલ

જોવ મળતી ન હતી અને તેને ગોતવાના ઘણાં પ્રયાસો બાદ પણ તે છોકરી જિલ

ને ગોતવી મુશ્કેલ બન્યું અને અંતે પેલો છોકરો જૅક નિરાશ થઇ ગયો .

* આવી નિરાશાઓ ને સાથે લઈ તે છોકરો જૅક પોતાના ઘર તરફ ચાલતો થયો . અને રસ્તામાં પેલો છોકરો જૅક નીરશા થી ભરેલા મોઢે નીચું જોઇ ચાલતો હતો . અને રસ્તામાં તે જૅક ની નજર એક ફોટા પર પડી અને તે ફોટા ને છકરો જૅક હાથમાં લઇ જોવા લાગ્યો . તેને ખબર પડી કે તે ફોટો પેલી છોકરી જિલ

નો હતો જેને તે ખુબજ પ્રેમ કરતો હતો પણ તે ફોટો જોઈ જૅક ખુબજ ખુશ થયો અને ફોટો સાચવવાનું નક્કિ કરી અને તે જૅક ઘરે અાવ્યો અને ફોટો તેમની કોઇ પ્રાઇવેટ જગ્યા પર મુકી દિધો અને હંમેશા તેને જોઇ પેલી છોકરી જિલ

ને યાદ કરતો અને તેને મેળવવાના જ સપના જોતો .

** કોઇએ કહ્યું છે ને,

* યાદ આવી ગઈ ફરીથી આજ જૂની વારતા, ઊડતી આવી પરી ને બાળપણ બેઠું થયું

* આમ , ધીમેધીમે તે છોકરો જૅક મોટો થયો અને સારી પ્રગતી થી નોકરી મેળવી અને ઉચ્ચ સ્થાન પર પહોંચ્યો અને સમય જતા તેના જીવનસાથી ને મેળવવાનો સમય આવ્યો. પરંતુ પેલી સાથે ભણતી છોકરી કે જેની સાથે પ્રેમ થયો હતો તેને આ છોકરો જૅક હજી પણ ભુલી શક્યો ન હતો અને તેમછત્તા પણ તે છોકરા જૅક ની યોગ્ય પાત્ર સાથે સગાઇ થઇ અને ત્યારબાદ લગન ! આમ , તેના નવા જીવન ની સારી અને નવી શરુઆત થઇ ગઇ અને પત્ની સાથે તે જૅક પોતાનુ જીવન ગુજારવા લાગ્યો .

* આમ , અેક વખત પતિ જૅક અને પત્ની પોતાના રુમ માં હતા ત્યારે પત્ની તે બંન્ને ની કોઇ વસ્તુઓ શોધતી હતી અને અચાનક તેના હાથમાં તેમના પતિ જૅક એ લાંબા સમયથી સાચવેલો પેલી છોકરી નો ફોટો મળ્યો અને આ ફોટો પત્નીએ તેના પતિ જૅક ને બતાવી અને પુછવા લાગી કે આ કોણ છે ? ત્યારે પત્નીને પતિ જૅક એ પુરી વાત સંભળાવી અને ક્હયું કે આ છોકરી મારી સાથે અભ્યાસ કરતી અને હું આને ખુબજ પ્રેમ કરતો હતો અને હજી પણ હું એને ખુબજ પ્રેમ કરું છું અને મારો અત્યાર સુધી નો સમય મે તેને મેળવવાની શોધમાં પસાર કર્યો છે. અને આ છોકરી ને હું ખુબજ પ્રેમ કરું છું પણ તે સમયે ડર ના લીધે હું કંઇજ તેમને કહી શક્યો ન હતો અને આ ફોટો મને રસ્તામાંથી મળ્યો હતો ત્યારથી મે આ સાચવીને રાખ્યો છે.

* પરંતુ તેની પત્ની ને તો કોઇ વાત નું ખોટુ પણ ના લાગ્યું અને કહેવાય છે ને કે ,

* “ GOD HELP REAL LOVERS IN ANY CONDITIONS AND ANY SIETUATION.”

* " સાચો પ્રેમ કરવા વાળા ને ભગવાન પણ મદદ કરે છે."

* આવું જ કંઇક પેલા પતી જૅક સાથે બન્યું. જ્યારે પત્નીએ તેના પતિની વાતો સાંભળી ત્યારે તેમણે તેના પતિ જૅક ને પુછ્યુ કે તમને ખબર છે આ કોણ છે ? આ મારો જ ફોટો છે. મારો નાનપણનો આ ફોટો છે. અેક દિવસ આ હું જ્યારે તને આપવા જતી હતી ત્યારે અે ફોટો રસ્તા માં ક્યાંક પડી ગયો અને શાળાએ તું મોડો પડ્યો હતો અેટલે હું તારી વાટ જોઇ જોઇ ને જતી રહી હતી . આ મારો જ ફોટો છે. અને હું પણ તને અેટલોજ પ્રેમ કરું છું જેટલો પ્રેમ તને મારી સાથે થયો છે. અને આજ સુધી હું આ વાટ જોઇ રહી હતી અને મને જે જોઇતુ હતુ એ મળી જ ગયું.

* પછી પતી જૅક ને તેમની પત્નીએ તમામ વાતો કરી અને કહ્યું કે હું પણ તને મારી દિલની વાત કહેવાની ખુબજ મહેનત કરી પણ સંજોગો , સંકોચ , શરમ અને ડરના લીધે હું પણ કહી ન શકી અને તને મેળવવાની રાહ જોઇ અને સદનસીબ ના કારણે આપણે બંન્ને આજે એકબીજાના થયા છે. અને આમ સાંભળતાની સાથે જ પેલો ગદગદ થઇ ગયો. અને તેમની ખુશીઓનો પાર ન રહ્યો અને તે જૅક પોતાની પત્ની ને જોઇ તેમના જુના દિવસો ને યાદ કરવા લાગ્યો અને ખુબજ ખુશ થયો .

* પત્ની ની વાત થી જાણે જૅક પોતાને ખુબજ નસીબદાર મહેસુસ કરવા લગ્યો અને ભગવાન નો મોટો આભાર માનવા લાગ્યો . આ સાંભળતા આપણને પણ વિચાર આવે કે શું ખરેખર આવું થતું હશે ? પણ હા ! જો કોઇ વ્યક્તિ નો પ્રેમ ખરેખર સાચો હોય તો તે સામેની વ્યક્તિ ને પણ અસર કરે છે તેવુ આપણે આ વાત પર થી જાણી શકીએ.

* પ્રેમ એ એવો દરીયો છે કે જેમાં કોઇપણ ભીંજાયા વગર રહેતું નથી . આ દરીયો ખુબ ઉંડો છે કે જેમાં લોકો તરવા કરતા ડુબવાનું વધારે પસંદ કરે છે. માટે જ આ બંન્ને આ દરીયા માં ડુબ્યા હતા અને તેઓની આ દરીયાની જીવનભરની મુલાકાત ખુબજ યાદગાર બની ગઇ હતી અને તેઓનો "તાજ" પેલા "મહેલ" ને મળ્યો અને તેઓના જીવનનો સુંદર "તાજમહેલ" બની ગયો .

* કોઇએ કહ્યું છે ને,

* અહિં આ વાત ને અલગ જ અંદાજ થી રજૂ કરવામાં આવી છે. જે રસપ્રદ રીતે રજુ થઇ છે. જેવો પ્રેમ લૅલા - મજનું , શાહજંહાં - મુમતાઝ , હિર - રાંજા , સોહની - મિહવાલ , શીરી - ફરાન વગેરે વચ્ચે થયેલ પ્રેમ એ આજે વિશ્વ પ્રસિદ્ધ છે જેના નામ ઇતિહાસ માં પણ સુવર્ણ અક્ષરે લખાયેલા જણાય છે અને આવો જ પ્રેમ નો કોઇ અંશ રુપે આ વાત ને પણ રજુ કરવી અે ખુબજ સુંદર ગણી શકાય.

* આજે હું કે તમે ગંમે તે જગ્યાએ , ગંમે તે સમયે કે ગંમે તે સ્થળે જઇએ તો જો આપણાંમાં પ્રેમ ક્યાંક રહેલો હોય તો એ આપણાં વ્યક્તિત્વ ની સારી ઓળખ કરાવવા માં સફળ બને છે. પ્રેમ એ માત્ર પતિ - પત્ની કે કોઇ છોકરો - છોકરી વચ્ચે થવો અેવું નહિં પણ પ્રેમ માતા નો બાળક પ્રત્યે , ભાઇ નો બહેન પ્રત્યે , પિતાનો બાળક પ્રત્યે , મિત્ર નો મિત્ર પ્રત્યે આમ આવો પણ પ્રેમ જોવા મળે છે. જે જીવન માં ખુબ ઉપયોગી અને મદદરુપ સાબીત થાય છે. માટે પ્રેમ અને લાગણીઓ ને સાથે રાખી ને જીવન જીવવાની મજા કંઇક અલગ જ હોય છે. તેથી પ્રેમ ને વહેંચતા રહેવું જોઇએ અને પ્રેમ થી રહેવું જોઇએ.

* પણ આજના સમય માં આવુ બનવું તો લગભગ શક્ય ન જ ગણી શકાય કારણકે કોઇ ના કામ , સમય અને સંજોગો ક્યારે કેવું સ્વરુપ મેળવે તે ચોક્કસ કહી શકાય નહિં પણ કોઇએ કિધું છે ને કે,

" NOTHING IS IMPOSIBLE."

* અેટલે કે,"કંઇજ અશક્ય નથી આપણાં માટે." અને સાથે અેટલું જરુર કહિ શકાય કે ,

" FOR ALL , I M(am) POSSIBLE "

* "અેટલે કે બધાજ માટે અથવા મારા માટે બધું જ શક્ય છે."

* અેટલે જ તો હું અેટલું જરુર કહી શકું કે આજ નો સમય ભલે જે હોય અે પણ પ્રેમ સમય ને જોઇ કે ગણી ને નહિં પણ પોતાની ગણતરી થી ચાલે છે. અેટલે ક્યારેય પણ પ્રેમ થવો અે કોઇ અસાધારણ વાત ન ગણી શકાય અને પ્રેમ અે તો જીવનનું અવિભાજ્ય તત્વ પણ ગણી શકાય અેટલે કે પ્રેમ તો આજે બધેજ અને બધાજ દ્વારા સરળતાથી સ્વીકારવામાં આવે છે. માટે પ્રેમ તો જીવન માં હોવો જરુરી છે. અને ‍આજ પ્રેમ ઘણી વાર જીવન રુપી રૅલગાડી નું અૅન્જિન બની જાય છે. અને ક્યારેક પડછાયા ની જેમ સાથે રહી જાય છે તો ક્યારેક જીવનનો આધાર બની જાય છે.

* અહિં આ વાતમાં જૅક અને જિલ નો આ નાનકડો પ્રસંગ રજુ કર્યો છે જે પ્રેમ ની ઓળખ કરાવે છે.