બાળપણ અને વેકેશનના દિવસો ! Dhruv Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બાળપણ અને વેકેશનના દિવસો !

બાળપણ અને વૅકેશન ના દિવસો

વેકેશનનો માહોલ જામી ગયો છે ત્યારે મનમા વિચાર આવે છે કે ‘ક્યાં ગયા એ દિવસો !!’ એક પાંજરામાં પુરાયેલ પંખી જયારે બહાર નીકળે ત્યારે એ જેટલું પ્રફુલ્લિત થતું હોય છે, તેટલો જ એક વિદ્યાર્થી શાળારૂપી પાંજરામાંથી પરીક્ષા આપી છુટ્યા બાદ અનુભવે છે. જ્યારથી પરીક્ષા ચાલુ થાય ત્યારથી વેકેશન પડવાની તારીખના દિવસોની ઊંધી ગણતરી શરૂ થઇ જાય છે.

દરેક વિદ્યાર્થી પોતાના માતા-પિતા સાથે વેકેશનમાં અલગ અલગ માંગણીઓ કરતા હોય છે. કોઈ ફરવા જવાની, કોઈ વિડીયોગેમની, કોઈ સાયકલની. અત્યારે પણ વેકેશનમાં માંગણીઓ તો થતી જ હોય છે, પણ તે માંગણીમાં વસ્તુઓ બદલાઈ ગઈ છે. પહેલા વિડીયોગેમ માંગતા હતા જયારે અત્યારે પ્લેસ્ટેશનની માંગણી કરતા થયા છે. વેકેશનમાં મામાના ઘરે જવાના બદલે તેનું સ્થાન આજે હિલસ્ટશન અને પ્રવાસન સ્થળોએ લીધું છે. આજથી લગભગ ૧૫ વર્ષ એટલે કે અમારા વખતના વેકેશનની વાત કરું તો, વેકેશન એટલે મામાના ઘરે જઈ જલસા કરવાના, ત્યાં નવા ભાઈબંધો સાથે રમવાનું, ખાઈ-પીને ફરવાનું.

અત્યારના વિદ્યાર્થીઓ ને વેકેશન માણતા જોઉં તો તરત જ મનમાં વિચાર આવે છે કે જો આ લોકો આજથી ૧૫ વર્ષ પહેલાના વેકેશનમાં હોત તો શું સ્થિતિ હોત ? મને પોતાને એમ થાય છે કે મારે ભગવાનનો (અને મારા માતા–પિતાનો પણ) આભાર માનવો જોઈએ કે મને ૧૫ વર્ષ પહેલા વેકેશન ભોગવવાનો લાભ આપ્યો. એ વખતે કોઈ આટલી સુખ સુવિધા હતી નહિ, તેથી રમતો પણ એવી જ રમાતી. એમાં પણ લખોટીઓ નું આગવું સ્થાન હતું. ભર બપોરે ૩ વાગ્યાના તડકામાં પણ ચાલીઓમાં છોકરાઓ અને છોકરીઓ (હા, છોકરીઓ પણ રમતી હતી.) લખોટીઓના દાવની મજા માણતા હતા. લખોટીઓ તો તે વખતની સૌથી લોકપ્રિય રમત હતી. એમાં પણ જેની પાસે લખોટીઓ સૌથી વધારે હોય તેનું તો તે રમતના જગતમાં મોટું નામ ગણાતું. આવી જ રીતે ગિલ્લીડંડા પણ એટલા જ લોકપ્રિય હતા. મહત્વની વાત તો એ હતી કે આ બધી રમતો ફરજીયાતપણે માટીમાં જ રમાતી. (તે વખતે માટી થી કોઈ ને એલેરજી કે ઇન્ફેક્સેન થતું નહતું કે તડકાની લુ પણ લાગતી નહતી !)

આ રમતો ઉપરાંત ઘરમાં પણ મનોરંજન માટે મોબાઇલ કે લેપટોપ કઈ આટલા હાથવગા નહતા. તેથી ચેનલ ઉપર જે ફિલ્મ બતાવવમાં આવે તે જ જોવી પડતી. (સાલુ તે વખતે તેમાં પણ ખુબ રસ પડતો !) અમારા ઘરે એ વખતે છાપું (પેપર) આવતું નહોતું, તેથી બીજાના ઘરે જઈ, કઈ ચેનલ ઉપર, કેટલા વાગે, કઈ ફિલ્મ આવવાની છે તેનું લીસ્ટ બનાવી લાવતા અને યાદ રાખીને જોતા પણ ખરા. (અત્યારે મોબાઈલ અને લેપટોપ માં ૨૦ થી ૨૫ મનગમતી ફિલ્મો હોય તો પણ જોવા નો સમય નથી.)

આ બધાથી વિશેષ, જયારે અમારી ચાલી માં કોઈનું મકાનનું કામ ચાલુ હોય ત્યારે અમારે જલસા થઇ જતા. (આવો શબ્દપ્રયોગ એટલા માટે વાપર્યો કેમકે હવે રેતી વિષે જે લખું છુ તે લખતા જ મારા મનમાં રોમાંચ ઉઠી જાય છે.) કોઈનું ઘર બનતું હોય એટલે રેતી આવે, અને એ આવે એટલે અમારો બગીચો આયો હોય એવું લાગે ! સાંજે ઠંડક થાય એટલે રેતીના ઢગલા મા ખાડો કરી, ખુરશી બનાવી તેમાં જ બેસતા, રમતા, વળી તે જ રેતીમાં હાથ ખુપી રમત રમતા, ઘર બનાવતા. અત્યારે જયારે જયારે ચાલીમાં રેતી આવે ત્યારે જૂના દિવસો યાદ આવી જાય છે, પણ અત્યાર ના અમારી ચાલીના એક પણ છોકરાઓને એમાં રમતા હું જોતો નથી. ત્યારે મનમાં સવાલ આવે છે કે ‘ક્યાં ગયા એ દિવસો !!’ વેકેશન તો ત્યારે પણ હતા અને આજે પણ છે, બસ નથી, તો એ માટી…. એ રમતો……………

બાળપણ, કિશોરાવસ્થા અને કૉલેજકાળના દિવસોમાં વૅકેશનનો અનેરો મહિમા હતો. ભણતરનો થાક નહોતો તોય વૅકેશન આરામનો ઉત્સવ ગણાતું. ઉનાળાની ગરમીમાં બપોરના સમયે અલસતાનો આનંદ માણવાની મજા ભુલાય તેમ નથી. પહેલાં ગરમી વધુ પડતી હતી કે હવે વધુ પડે છે એની ચર્ચા અસ્થાને છે. સવાલ સહનશક્તિનો છે. મનઃસ્થિતિનો છે. એરકંડિશનર્સની ઓળખ વગરના એ દિવસોમાં લીમડાને પોતાનું વ્યક્તિત્વ હતું. મૉરને એની સુગંધ હતી. શિરીષની સુવાસ ઉનાળાનો વૈભવ હતી. બોરસલ્લી અને લીંબોળીને પોતાના સ્વાદ હતા. ગુલમ્હોરનાં ફૂલો હજી કવિતા નહોતાં બન્યાં ત્યારે પણ એની છાંટદાર પાંખડીના સ્વાદની ખટાશ માણતા હતા. ગરમાળો પીળાં ઝુમ્મરની ઉપમા નહોતી સૂઝાડતો પણ ગમતો તો હતો જ. વૃક્ષોનો છાંયો આંગણાની ને રસ્તાની સમૃદ્ધિ હતો. પગ ઉઘાડા હતા પણ ડામરના રસ્તાની બંને બાજુ ધૂળિયો મારગ સાચા અર્થમાં ‘ફૂટપાથ’ હતો.

બજારમાં કેરી આવે એ જોવાનો આનંદ હતો. ઘરમાં ‘મરવા’નું આગમન થાય ને કાંદા-કેરીની કચૂંબર થાય એ ભોજનના ભાણાનું ઐશ્વર્ય હતું. ગૂંદા-ગરમર ને કેરડાંની રાહ જોવાતી. એ ખીચડી-ભાખરીનો સ્વાદ બદલી દેતાં. કાચી કેરી ઘેર પધરાવાતી, એને પાકતી જોવાનો આનંદ અવર્ણનીય હતો. એ દિવસોમાં ચાખવા કરતાં જોવાથી ય સંતોષ મળતો. ત્યારે ‘વીન્ડો’ વગરની દુકાનો હતી, પણ ‘વીન્ડો શોપીંગ’નો આનંદ તો હતો જ. સ્પર્શીને પોતાનું કરી લેવાની ઈચ્છા પર સંયમનો પહેરો હતો. કોઈની પાસે સારી ચીજ જોઈને ય રાજી થઈ શકાતું.

સરસ સપનાં આવતાં. સપનાંમાં સુખી થઈ શકાતું. મમ્મીની વાર્તામાં ચાંદામામાને ત્યાં હરણનું બચ્ચું પહોંચી જતું. ચાંદામામાના મહેલમાં કેટલા બધા ઓરડા ! અને એમાં વૈભવ શેનો ? એક ઓરડામાં મીઠાઈઓ, એકમાં બિસ્કિટ, એકમાં ચોકલેટ, એકમાં જાત જાતનાં રમકડાં, એકમાં રંગબેરંગી કપડાં, એકમાં વાર્તાની ચોપડીઓ, એકમાં બૂટ ચંપલ, એકમાં તો નાની સાયકલો પણ ખરી…. જે જે અહીં નહોતું તે બધું ત્યાં હતું. એટલે જ ચાંદાને ‘મામા’ કહ્યો છે. ત્યાં જે હોય તે બધું ભાણેજડાંનું ! અને એ જ સિદ્ધાંત પ્રમાણે મોસાળમાં પણ બધી વાતે ભાણાભાઈ પહેલા ! હરણના બચ્ચાને ચાંદામામાને ત્યાં ખૂબ મજા આવતી. પણ પછી એને મમ્મી યાદ આવી ! આટલી બધી સગવડ વચ્ચે ય મમ્મી ના ભુલાઈ એનું અમને પણ આશ્ચર્ય નહોતું થયું. સાધન સગવડની ગેરહાજરી ચાલશે, મમ્મીની હાજરી તો જોઈએ જ. માંગેલી વસ્તુ ન મળવાનું, અને લાવી ન શકવાનું દુઃખ બંને કાંઠે વહેતું. ને એટલે જ એ સહ્ય પણ રહેતું. પરિણામે, વસ્તુઓના વિકલ્પ શોધતા શીખ્યા. જાતે બનાવતાં શીખ્યા. કલ્પનાશક્તિ વિકસી. માન્યતાઓનું વિશ્વ રંગીન બની ગયું. મમ્મી માનતા માને, બાળકો માન્યતાઓમાં રાચે.

બાળકો ગરમીથી બચવા ઘરમાં રહે. એક કે બે ઓરડાનું ઘર નાનું તો હશે જ, પણ લાગતું નહોતું. આજે બધા જ ખંડને એની ઉપયોગિતા પ્રમાણે નામ છે. તે વખતે રસોડું જ શયનખંડ પણ બની જતું, ને માળિયામાં અભ્યાસખંડ રચાતો. અને આખું ઘર રમતનું મેદાન પણ ગણાતું. નદી કે પહાડ રમી શકાતું. ગમે ત્યાં ચઢાય. ગમે ત્યાં કુદાય. બપોરના સમયે બારીમાં બેસવાની મજા. ઓછા ટ્રાફિકવાળા રસ્તા ને આંગણમાં ડોલતું બદામનું ઝાડ. હમણાં ઘણા સમય પછી પાછી વાનરટોળી શહેરમાં દેખાઈ છે. તે સમયે એને પકડવા પાંજરા મુકાતાં ! શેરીના કૂતરાને ચીપીઆથી પકડતા કે ઝેરી લાડવા ખવડાવતા… એમને બચાવી ને ભગાડી દેવા આખી બાળટોળી સક્રિય રહેતી.

ઉનાળાની રજાઓ માળિયામાં માણનારા ઘણા હશે. હવેના બાંધકામના સ્થપતિઓએ માળિયાં દૂર કર્યા છે. અભેરાઈ પણ નથી રહી. હવે વસ્તુઓનો સંગ્રહ કરવાનો રિવાજ નથી. ઘઉં ભરાતા નથી. તેલના ડબ્બા ને તુવેરની દાળ ને મસાલા ય જરૂર પ્રમાણે આવે છે. એટલે માળિયાં ય નકામાં થઈ ગયાં. અસલ તો ભંગારવાળા નિરાશ થતા. સામાનને વર્ષોનાં વર્ષો લાગતાં. ભંગારવાળાના હાથમાં જઈને પાછી આવેલી વસ્તુઓ માળિયામાં રાજ કરતી. એ બધી વસ્તુ સાથે સ્મૃતિનું ય અનુસંધાન રહેતું. વૅકેશનમાં માળિયામાં રમવા બેસનારા આ વસ્તુઓનો વૈભવ પણ આનંદતા. જૂની વસ્તુ સાથે ‘જડ્યાનો’ રોમાંચ જોડાયેલો રહેતો. ઉપયોગમાં લઈને ભૂલી ગયા હોઈએ તેવી વસ્તુઓ પાછી હાથમાં લેવાનો આનંદ અનેરો હતો. આ માળિયાં વૅકેશન માણવાનું આદર્શ સ્થાન હતું. ઘરનાંને છોકરાંની, ને છોકરાંને ઘરનાની અડચણ જોઈએ નહિ. બેઉને નિરાંત. માળિયામાં કેરી પાકવા મૂકી હોય તો વળી વિશેષ લાભ. ઉનાળાના વૅકેશનની સૌથી મહત્વની વાત એ કે એમાં લેસન ના હોય. વાર્ષિક પરીક્ષા પૂરી કરી હોય. હજી પરિણામ આવ્યું ન હોય. જૂના ચોપડા દફતરમાં મુકાઈ ગયા હોય. ભણવાની કોઈ ફિકર નહિ. ઉનાળાની સાંજ સર્વોત્તમ સમય. આઈસ્ક્રીમનો વિકલ્પ બરફના ગોળા હતા. ઘરમાં ફ્રીજ નહોતાં એટલે બરફ લાવવાની તક શોધાતી. શરબતના શીશા કોઈક ઘેર રહેતા. ફાલસા અને કેરીનું શરબત બને એની મજા માણતા. ઉનાળાની રાતે ધાબે સૂવા જતા. ધાબે પાણી છંટાતું ને પથારીઓ ઠંડી થવા પાથરી દેવાતી. મોડે સુધી વાતો થતી. તારાની ઓળખ ન આવડે તો ય આનંદ તો આવતો જ. ઉનાળાની રજાઓ પિત્રાઈ ને માસિયાઈ ભાઈબહેનો સાથે મણાતી. ત્યારે નાના કુટુંબનો રિવાજ નહિ એટલે ઘરમાં જ ચાર-પાંચ ભાઈબહેન હોય ને બીજા મામા-ફોઈના આવે. બધાં સરખેસરખાં હોય. સરખું જમે. તોફાન પણ ‘સરખાં’ કરે ! ઝઘડા ય થાય ! રડવું ય આવે. ભાણેજ – ભત્રીજાને કહેવાય નહિ એટલે પોતાનાને માર પડે ! પણ સરવાળે વૅકેશનમાં મજા પડે !

વૅકેશન એ સમૂહજીવનની તાલીમ છે. પોતાનું ગમતું, પોતાનું ધાર્યું ન ય થાય. અન્યના ગમા-અણગમાને ય સ્વીકારવા પડે. જે છે એમાંથી આનંદ શોધી લેવાનો, અને સહુ સાથે વહેંચીને માણવાનો. ફરિયાદ હોય તો ય ન સંભળાય એવું બને. કજિયાખોર, ઝઘડાળુ, સ્વાર્થી, ઈર્ષાળુ, રોતલ કે બીકણની છાપ ન પડે એ રીતે સહુ સાથે રહેતાં શીખવાની આ તાલીમશાળા છે. વૅકેશન એ સર્જનાત્મક દ્રષ્ટિકોણ ખીલવે છે. કલ્પનાશક્તિ વિલસાવે છે. વૅકેશન એ સમજાવે છે કે સુખ સાધનમાં નથી, જીવનમાં છે. જીવન જીવવાની દષ્ટિમાં છે. શૈલીમાં છે. જે નથી એના કરતાં જે છે એનો મહિમા કરવામાં છે. અને સહુથી વધુ તો ઉનાળાની રજાઓ છે, માબાપ અને બાળકના સંબંધને સમૃદ્ધ બનાવનારી. એ માટે માબાપે ખાસ આયોજન કરવું રહ્યું. આ આયોજનમાં પૈસો મહત્વનો છે જ નહિ.

માબાપની રુચિના જુદા જુદા વર્ગોમાં ફરજિયાત હાજરી પુરાવવી યોગ્ય નથી. આ રજાઓ, બાળકને માત્ર લેવા-મૂકવા જવાની ફરજ બજાવવા નહિ, બાળકની સાથે સમય આનંદવા માટે છે. બાળઉછેર જવાબદારી માત્ર નથી, આનંદ પણ છે. બાળકો જાતે તો બધું જાણી જ લે છે, પણ માબાપની સાથે જે જુવે છે ને જાણે છે એ કદી ભૂલતાં નથી. બાળકોને માબાપની હાજરીની નહિ, એમના સાનિધ્યની ઈચ્છા હોય છે. એમની સ્મૃતિમાં આવા પ્રસંગો માબાપની સુગંધ બનીને મ્હોરે છે. ડ્રાઈવર સાથે ગાડીમાં ફરવામાં, ને પિતાની આંગળીએ ચાલવાના આનંદમાં ફેર છે. બાળકની આ જરૂરિયાતને માબાપે સમજવી જોઈએ. આ બાળપણના દિવસો માબાપ બનવાની તાલીમ શિબિરના દિવસો છે