બોર્ડ ટોપર Bhatti Naishadh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બોર્ડ ટોપર

બોર્ડ ટોપર

નૈષધ ભટ્ટી ‘નભ’

ગામના ચૌક માં રાકેશ પાનની દુકાન ચલાવતો.તે ગામમાં બે કારણે ઓળખાતો.પહેલું તો તેના હાથ નું પાન અને બીજું તેની મહેનત.વહેલી સવારમાં ઊઠીને તે છાપાં વહેચવા નીકળી પડતો.સાંજે દુકાને થી ઘરે આવીને પણ ખેતરોમાં મોડી રાત સુધી રખેવાળી કરવા ચાલ્યો જતો.આ તેનો નિત્યક્રમ બની ગયો હતો.

દુકાને પાન ખાવા માટે આવતા લોકો માંથી કોઈ ક્યારેક પૂછી લેતુ , “રાકેશભાઈ, આટલી બધી મહેનત શા માટે ? રૂપિયા માટે જ ને ? ભાઈ આ રૂપિયા ભેગા કરીને શું મળવાનું છે.”

આવા ફિલસુફી વાળા પ્રશ્નો નો રાકેશભાઈ પુરી વિનમ્રતા સાથે જવાબ આપતા ; કહેતા કે “મારો આર્યન દસમા ધોરણ માં છે . હમણાં તેની સ્કૂલ ની ફીઝ ભરવાની છે અને તમે તો જાણો જ છો કે હવે મોંઘવારી કેટલી વધી ગઈ છે .એટલે આટલી મેહનત તો કરવી જ પડે ને.”

આર્યન ની વાત નીકળતા પાસે ઊભેલા એક ભાઈ બોલ્યા “પણ કે’વું પડે હોં રાકેશ ભાઈ તમારા આર્યન ના વખાણ તો આખા જિલ્લા માં થાય છે.”

“ હા હોં આર્યન નાનો હતો ત્યારથી અમે જોતા આવીએ છીયે તે પણ રાકેશભાઈ ની જેમ જ મહેનતુ અને હોંશિયાર છે.” રાકેશભાઈ ની પાડોશ માં રહેતા વિનોદકાકા બોલ્યા .

“હા મારે તેને મોટો ઓફિસર બનાવવો છે.” આમ કહી રાકેશભાઈ આર્યન પ્રતિ તેમના સપનાઓ જાહેર કરતા.

રાકેશ માટે આર્યન જ તેનું સર્વસ્વ હતું . આર્યન જે માંગે તે હાજર કરી આપે . તે જે કઈ પણ મેહનત કરતો તે બધી આર્યન માટે જ હતી . આર્યન કહે કે “પપ્પા,આ વખતે ગાઈડ ના ભાવ અઢી સો રૂપિયા છે ખરીદુ કે નહિ ?” તો રાકેશ કહે “ભલે તારે જરૂર હોય તો ખરીદી લે જે.”

આર્યન જ્યારે નાનો હતો ત્યારે જ ભગવાને તેની પાસે થી માતાનું સુખ છીનવી લીધું . આ આઘાત આર્યન થી વધુ સહન ના થઇ શક્યો અને તે હસતો રમતો આર્યન ગંભીર અને ઓછાબોલો થઇ ગયો . આ માં વિહોણા બાળક માટે રોકશે તેનું માં બનીને પાલન કર્યું હતું.ભરપૂર મહેનત કરીને પણ તે આર્યન ને જિલ્લાની સૌથી બેસ્ટ સ્કૂલ માં ભણાવતો.અને આર્યન પણ તેના પિતાની લાગણીઓ ને માન આપી ભણતર માં દર વર્ષે નવા નવા શિખરો સર કરતો હતો.

★★★

હવે તો બોર્ડ ની પરીક્ષા ને માત્ર એક મહિનો જ બાકી રહ્યો છે .ગુજરાત ના દરેક પરીક્ષા કેન્દ્ર માં રણશિંગું ફૂંકાવાની તૈયારી હતી . અને પરીક્ષાર્થીઓ માં ગંભીરતા ચરમ સીમાએ પહોંચી હતી .પરીક્ષા માટે ની તૈયારીઓ પુરા જોરશોર થી ચાલતી હતી . આ મહિનો હતો પુરા વર્ષ ની મેહનત નો નિચોડ લેવાનો અને આજ ગંભીરતામાંથી આર્યન પણ બાકાત નહોતો .

આર્યન ની તૈયારીઓ સાતમા આસમાને પહોંચી હતી ક્યારેક તો તે વાંચતા વાંચતા સવારના પાંચ પણ વગાડી દેતો . હવે તો રાકેશે પણ રખેવાળી કરવા જવાનું બંધ કરી દીધું હતું .એ પોતાના થી બનતી બધી પ્રકારની મદદ કરતો .ગરમાગરમ ઇલાયચી વાળી ચા બનાવી આપતો અને જ્યાં સુધી આર્યન જાગતો રહે ત્યાં સુધી રાકેશ પણ જાગી રહે .

★★★

આવી તૈયારીઓ , ખુશીઓ , ઉત્સાહ , ચિંતા અને ગંભીરતા જેવી લાગણીઓ થી ભરેલી પરીક્ષા ની અંત આવ્યો. દસમા ધોરણ થી મળેલ છુટકારો અને આવનારું ત્રણ મહિના નું વૅકેશન બાળકોને ખુશીઓ થી ભરી દેતું હતું .

પરીક્ષા પુરી થયાને હજુ બે જ દિવસ વિત્યા હતા .આજે સવાર માંજ આર્યન પોતાના મિત્ર ને વાંચવા માટે આપેલી બુક લેવા પોતાની રેંજર સાઇકલ લઇ ને નીકળ્યો અને રાકેશ દુકાને જવા નીકળ્યો.

આજે પણ રોજ ની જેમ જ રાકેશે દુકાન નું શટર ખોલીને અંદર જઈ દીવાબત્તી કરવા માટે અગરબત્તી હાથ માં લીધી. ત્યાં જ દૂર થી કોઈ એની દુકાન તરફ દોડતું આવતું નજરે ચડ્યું .

“ રાકેશભાઈ…....રાકેશભાઈ…….જલ્દી ચાલો ત્યાં હાઈવે પર…….” તે ભાઈ હાંફતા હાંફતા એકીશ્વાસે આટલું બોલી ગયા .

“ હા બોલ ને શું થયું ? શું થયું ત્યાં હાઈવે પર ?”

“ ત્યાં…..એકસીડેન્ટ……આર્યન નો ઍક્સિડેન્ટ .’

માત્ર આટલું સાંભળતા જ રાકેશે હાઈવે તરફ દોટ મૂકી . ચપ્પલ પહેર્યા ન પહેર્યા એનું તો ભાન જ ના રહ્યું. એ ચૌકથી થી હાઈવે સુધીનો રસ્તો આમતો માત્ર દસ મિનિટ નો હતો પણ આજે એ દશકો નો લાગતો હતો .

થોડીવાર માં તે હાઇવે પર પહોંચ્યા; બસ !પછી જે દ્રશ્ય જોયું તે જોવું અસહ્ય હતું .

આર્યન ની રેંજર સાઇકલ રોડ ની સાઈડ માં ફંગોળાઈ ને પડી હતી તેના મોટાભાગના સ્પેરપાર્ટ વળી ગયા હતા. રસ્તા પર એક ટ્રક ઉભેલી હતી. એ ટ્રકના આગળ ના ભાગ પર લોહી ના લાલ રંગ ના ડાઘાઓ હતા ટ્રક થી થોડે દૂર ઘણા લોકો ટોળે વળી ને ઉભેલા હતા.કેટલાક નબળાં હૃદય ના લોકો તો ટોળાની અંદર જોઈને મોં ફેરવી લેતા હતા. રાકેશ આ બધા લોકો ની વચ્ચેથી જગ્યા કરી ને અંદર ઘૂસ્યો. અંદર પ્રવેશતા જ તેની આખો એ ન જોવાનું જોઈ લીધું એ ટોળાની વચ્ચે જ આર્યન પડ્યો હતો .શરીર ના મોટાભાગના અંગો માંથી લોહી ની ધાર વહી રહી હતી . સવાર માં પહેરેલો સફેદ શર્ટ લોહી ના લાલ રંગ માં રંગાઈ ગયો હતો . તેના માથા નો અડધો ભાગ કપાઈ ગયો હતો . એ જગ્યા એથી તેના માથા ના અંગો બહાર આવીને રોડ પર વિખેરાઈ ગયા હતા જેની સાથે લોહી નું પણ વહેણ ત્યાંથી ચાલુ હતું .જરા નીચે નજર નાખી ત્યાંતો તેના પગ ની ત્રણ આંગળીઓ કપાઈ ચુકી હતી .એની એ હાલત જોઈને તો કદાચ યમરાજા પણ પેહલી વાર માં ડરી જાય એમ હતું .

રાકેશ આર્યન ની પાસે જઈને તેને પોતાની બાહો માં લઇ ને મોટે મોટે થી રાડો નાખવા લાગ્યો, ચીસો કરવા લાગ્યો, રડવા લાગ્યો “ આર્યન દીકરા શું થયું આ તને ? બેટા એકવાર ઉઠીજાને આર્યન….આર્યન ઉઠને દીકરા” પણ રાકેશ ની આવી ચીસો સાંભળવા માટે આર્યન ત્યાં હાજર નહોતો . આ પિતાની ચીસો એ વાતાવરણ ને કંપાવી દીધું . આ સમયે રાકેશ ની આંખ માંથી દડદડ પડતા આંસુઓ આર્યન ના લોહી સાથે ભળી રહ્યા હતા . દુનિયામાં આનાથી મોટું ક્યુ દુઃખ હોય શકે કે એક માતા પિતા એ પોતાનાજ સંતાન ની લાશ ને જોવાનો વારો આવે .

★★★

આ ઘટના ને હવે ત્રણ મહિના વીતી ચૂક્યા હતા . આર્યન નું મોત અખબારો ની એક દિવસ ની જાહેરખબર બનીને લોકો ના માનસપટ પર થી ભૂંસાઈ ગયું હતું . રાકેશે હવે ઘરે-ઘરે છાપાં આપવા જવાનું અને રખેવાળી નું કામ છોડી દીધું હતું.

આજે સવાર થી જ રાકેશ તેના રોજ ના નિત્યક્રમ પ્રમાણે સાત વાગ્યે ઉઠી ગયો હતો . ઉઠીને તૈયાર થઇ બંને ફોટાઓ પર થી હાર બદલ્યા અને દુકાને જવા નીકળ્યો .

સવાર સવાર માં રસ્તા પર લોકો ની અવરજવર ઓછી હતી. તે અડધે રસ્તે પહોંચ્યો હશે એટલા માં ગામ નો છાપાવાળો રાકેશ ની પાસે આવી પહોંચ્યો.

“રાકેશભાઈ આ છાપું તમારી દુકાનની સામે ફરસાણવાળા રામણિક ભાઈ નું છે . તેમને આપી દેજોને મારે ત્યાં સુધી ખોટો ધક્કો નઈ.” તેણે છાપું રાકેશ ના હાથ માં પકડાવતા કહ્યું .

“ હા કંઈ વાંધો નહિ હું રામણિકભાઈ ને છાપું આપી દઈશ.”

“ તમારો ખુબ ખુબ આભાર,રાકેશ.” આમ કહી પેલો છાપવાળો બીજે છાપાં વહેચવા નીકળી ગયો .

આ તરફ રાકેશે છાપાંમાં નજર ફેરવી . અચાનક ! હાથ માં રહેલું છાપું નીચે પડી ગયું . રાકેશ જ્યાં ઉભો હતો ત્યાંજ ઘૂંટનભર બેસી ગયો .આંખો માંથી આંસુ નીકળી ને નીચે વહેવા લાગ્યા . અસહ્ય વેદના ચેહરા પર ઉપર ઊપસી આવી .રાકેશ ની આ પરિસ્થિતિ જોઈને રસ્તાની બીજી બાજુ રમી રહેલા એક છોકરાએ છાપામાં લખેલું વાંચ્યું . –

‘બોર્ડ ટોપર – જિલ્લા નું ગૌરવ-આર્યન રાકેશભાઈ શાહ’

●●●


તમારા પ્રતિભાવો મને મારા નીચેના કોન્ટેક્ટસ પર જરૂર થી મોકલજો .

Call or massage – 9537494472

Facebook/google+/Instagram - Bhatti Naishadh

Twitter-@naishadhbhatti

Email- bhattinaishadh@gmail.com