બદલો - વાર્તા Divya Bhanushali દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બદલો - વાર્તા

વાર્તા:- બદલો

  • દિવ્યા ભાનુશાલી
  • (99305 19116)

    bhanushali.divya@gmail.com

    વાર્તા:- બદલો

    “નિમેશ મમ્મી ને બહુ તાવ આવે છે મને લાગે છે આપણે એમને ઘરે લઇ આવવા જોઈએ.”

    “જો રાશિ મમ્મી બિમાર છે તો એમની પાસે બે નોકર છે. અને દિવસ રાત ધ્યાન રાખવા માટે નર્સ છે તું ચિંતા ન કર.”

    “નિમેશ તમે સમજતા કેમ નથી ! એમને નોકર ની નહિ આપણી જરૂર છે. તમે પ્લીઝ એમને ઘરે લઇ આવો”. “જો રાશિ ... જોઈએ તો હજી એક નોકર વધુ રાખી લે પણ બીજી નકામી વાતો ન કર. અને પ્લીઝ મને સૂવા દે મારી સવારે વહેલી મીટીંગ છે મને જલ્દી ઉઠવું છે.”

    “નિમેશ એ મારા નહિ તમારા મમ્મી પપ્પા છે. વહુ ને સાસુ સસરા નું પ્રોબ્લમ હોય પણ અહી તો ઉલટી ગંગા વહે છે ,મને સાસુ સસરા સાથે રહેવું છે પણ તમને તમારા માં બાપ સાથે નથી રહેવું.”

    “જો રાશિ લગ્ન ના ત્રણ વર્ષ માં આ વાત ઉપર થી આપણે ઘણી વખત જગ્ડ્યા છીએ આજે છેલ્લી વખત કહું છું સાંભળી લે ના તો હું મમ્મી પપ્પા સાથે રહેવા જઈશ અને ન એ અહી આપણી સાથે રહેવા આવશે જેમ ચાલે છે ચાલવા દે.’’

    “તમે સમજતા કેમ નથી નિમેશ હું એક સંસ્કારી અને ખાનદાની ઘર ની દીકરી છુ. આજે પણ મારા માવતર નું સંયુક્ત કુટુંબ છે . જેમાં કાકા કાકી સાથે એમના વહુ દીકરા અને મારા ભાઈ ભાભી એમના બાળકો બધા સાથે રહે છે. તમારા આવા વર્તન ને કારણે લોકો મને તાના મારે છે.પીઠ પાછળ મારી બુરાઈ કરે છે. મારા માં બાપ ને પણ ચાર વાતો સાંભળવી પડે છે .કારણ આટલો પૈસો ઘર જમીન જાયદાદ હોવા છતાં એક ની એક વહુ હોવા છતાં હું મારા સાસુ સસરા સાથે નથી રહેતી, એમની સેવા નથી કરતી”. “જો રાશિ મારો નિર્ણય અટલ છે. અને ,....”

    “અને શું.... જુવો નીમેશ તમારો નિર્ણય અટલ છે તો આજે મારો નિર્ણય પણ સાંભળી લો જો મમ્મી અહી નહિ આવે તો હું પણ તમારી સાથે નથી રહેવાની. બસ થયું વગર ગુનાહ ની સજા મારે નથી ભોગવવી હું જાઉં છુ.” રાશિ પોતાના દોઢ વર્ષ ના પુત્ર વિરલ ને લઇ ને પિયરે ચાલી ગઈ. આમ તો એ વાત ઉપર થી બંને જણા ગણી વાર જગ્ડ્યા હતા પણ આ વખતે વાત ખુબ વધી ગઈ હતી એટલી કે વાત છુટ્ટાછેડા સુધી પહોચી ગઈ. રાશિ ના પિતા ખુબ સમજદાર હતા. એમણે નિમેશ ના મામા ને વાત કરવાનું નક્કી કર્યું . નિમેશ ના મામા સમાજ ના ઉચ્ચ પદે હતા .એમણે નિમેશ ના મામા ને બધી વાત કરી.

    આમ તો મામા ખુબ કડક સ્વભાવ ના હતા પણ સાથે ન્યાય પ્રિય હતા. એમણે ફોન કરી ને અર્ધા કલાક માં નિમેશ ને પોતાની ઓફિસે આવવા કહ્યું . અને નિમેશ પણ આપેલ સમય માં એમને ત્યાં પહોચ્યો.

    “આ તે શું માંડ્યું છે નિમેશ ? તારી પાસેથી આ અપેક્ષા ન હતી. કહે છે કે સુખ સંપતિ અને શાંતિ આ ત્રણે વસ્તુ એક સાથે બધા પાસે નથી હોતી પણ તારી પાસે એ ત્રણે છે, દુખ તો કોઈના થી સહન ન થાય પણ તારા થી સુખ પણ સહન નથી થાતું ? . તારી પત્ની રાશિ ખુબ જ સમજદાર અને સંસ્કારી છે. એજ્યુકેટેડ હોવા છતાં વિરલ ના જન્મ પછી એણે ઘર બાળક અને તારી સંભાળ રાખવાનું પસંદ કર્યું. શું એ તને નથી ખબર ? છતાય તું એની કોઈ વાત નથી માનતો . ગામ ની વહુઓ ને સાસુ સસરા દીઠા નથી ગમતા બિચારા પુરુષો માં અને ઘરવાળી વચ્ચે તાલમેળ જોડવા માં જ જિંદગી વાપરી નાખે છે અને તારી પત્ની તારા માં બાપ સાથે રહેવા એમની સેવા કરવા ત્રણ ત્રણ વર્ષ થી તને મનાવે છે . અને તારી માં એટલે કે મારી બહેને શું નથી કર્યું તારા માટે ? અરે જન્મ ની સાથે જ તારા મોઢા માં ચાંદી નો ચમચો મુક્યો . તારી સંભાળ બરોબર રહે એ માટે નોકર ચાકર આયા તારી આગળ પાછળ ફરતા રાખ્યા . તગડી ફી તગડું ડોનેશન આપી ને સારા માં સારું શિક્ષણ અપાવ્યું , ઘર માં નોકર ચાકર ડ્રાઈવર પાંચ માંગે ને પાંચસો મળે , તું ભૂલી ગયો છે કે આજે તું જે કઈ પણ છે એ તારા માં બાપ ના લીધે છે, અને બદલા માં તે એમને શું આપ્યું ? તું શું સમજે છે ?.. તારા બંગલા જેવા બંગલા માં રાખ્યા ત્રણ ચાર નોકર રાખ્યા ઘર ની બહાર ગાડી ઉભી રાખી દીધી એટલે માં બાપ ને સુખી રાખ્યા છે ને ?... અરે દીકરા ઘડપણ માં માં બાપ ને ફેશેલીટી ની નહિ એમના બાળકો ની એમના સમય ની જરૂર હોય છે .''

    મામા નિમેશ ઉપર શબ્દ ની ચાબુક વર્ષાવતા હોય એમ ગુસ્સા માં બોલતા હતા “તું પોતે પણ એક દીકરા નો બાપ છે ને ? રાશિ ના કહેવા છતાં તું વિરલ માટે આયા રાખવા તૈયાર નથી ? આટલો વૈભવ હોવા છતાં પોતાના જ પરિવાર ને માનસિક ત્રાસ આપવાનું કારણ બતાવીશ ?...”

    “કારણ છે મામા અને એ કારણ એ છે ક જન્મતા જ મારા માં બાપે મારા મોઢા માં ચાંદી નો ચમચો મુક્યો. એ જ દિવસ થી મારી સંભાળ રાખવા આયા પણ રાખી પણ મામા મને ચાંદી ના ચમચા ને આયા ની નહિ મને મારી માં ની એના પ્રેમ ની એના હુંફ ની જરૂર હતી. જયારે મને માં ના ખોળા ની જરૂર હતી ત્યારે આયા નો ખોળો મળ્યો. માં ના દૂધ ની જરૂર હતી ત્યારે ચાંદી ના ચમચા અને બોટલ નું દૂધ મળ્યું. ચાલતા શીખ્યો ત્યારે આંગળી મારા પપ્પા ની નહિ અમારા ઘર ના નોકર ઘનશ્યામ કાકા ની મળી. ચાલતા રમતા પડી જતો હતો ત્યારે રડતો અને એ વખતે આંસુ લુછવા પાલવ મારા મમ્મી નો નહિ પણ આયા નો હતો. એક દિવસ આયા નહિ આવતી તો હું ખુશ થતો આજે મમ્મી મારી સાથે રમશે ,પણ મમ્મી સહેલીયો ને ફોન કરી ને તરત જ નવી નોકરાણી ને બોલાવી લેતી. કારણ મારી સાથે રમવા એની પાસે સમય જ ન હતો. સ્કુલ ના પહેલા દિવસે બધા બાળકો ના મમ્મી પપ્પા એમને મુકવા આવેલા પણ મને મુકવા પપ્પા નહિ પણ ડ્રાઈવર અંકલ આવેલા. સ્કુલ માં કોઈ મીટીંગ કે કોઈ કમ્પલેટ હોય અથવા ફી ભરવી હોય તો પપ્પા નહિ પણ કંપની ના મેનેજર મનોજ અંકલ આવતા. સ્પોટ્સ ડે ના હું જીતતો ત્યારે પીઠ થાબડવા હાથ પપ્પા ના નહિ પણ મનોજ અંકલ ના હતા . એમની પાસે સમય જ ક્યાં હતો , પપ્પા તો ભલે પણ મમ્મી પાસે પણ સમય ન હતો. મમ્મી ને તો સમાજ સેવા , કીટી પાર્ટી અને શોપિંગ માંથી જ સમય નોહ્તો મળતો. એટલું જ નહિ નાનપણ માં માંદો પડતો ત્યારે મમ્મી નહિ આયા રાત્રે જાગી ને મારું ધ્યાન રાખતી. હું મારા બચપન ને યાદ કરું છું ત્યારે કોઈ પણ યાદ માં મારા મમ્મી પપ્પા દેખાતા જ નથી દેખાય છે તો ફક્ત નોકરો આયાઓ અને ડ્રાઈવરો. મને પણ બાળપણ માં માં બાપ ની જરૂર હતી જ ને ??.....એટલે જ મેં રાશિ ને ઘર કામ માટે નોકરો રાખવાની છુટ આપી પણ આયા રાખવાની નહિ . હું નથી ઈચ્છતો કે મારો દીકરો પોતાના બચપન ની યાદ માં નોકરો ને જુવે. મધ્યમ વર્ગ ના નોકરી કરતા માં બાપ ની તો મજબૂરી હોય છે એટલે એ પોતાના બાળકો આયા ના હવાલે અથવા ઘોડિયાઘર માં રાખે છે એ નિર્ણય એમને ના છુટકે લેવો પડેછે કારણ એમને પોતાના બાળકો નું ભવિષ્ય ઘડવું હોય છે જેના માટે રૂપિયા ની જરૂર પડે છે. પણ પોતાની પર્સનાલીટી ,સોસાયટી ,દેખાદેખી ,હરવા ફરવા પોતાની જિંદગી માણવા બાળકો ને આયા ના હાથ માં કે ઘોડિયાઘર માં મુકવા એ ક્યાં નો નિયમ છે? એમણે મને જે આપ્યું એજ હું એમને આપું છુ એમાં શું ખોટું કરું છુ મામા ?.....જવાબ આપો હવે કેમ ચુપ છો ?.....''

    મામા મનમાં જ વિચાર કરવા લાગ્યા કે દુનિયા માં ઘડપણ ઘર ની શરૂઆત ઘોડિયાઘર થી તો નથી થઇ ને ??

    સમાપ્ત

    લી દિવ્યા ભાનુશાલી ( 9930519116)