પ્રેમ આંધળો હોય છે પણ દોસ્તી Divya Bhanushali દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ આંધળો હોય છે પણ દોસ્તી

વાર્તા :- પ્રેમ આંધળો હોય છે પણ દોસ્તી ??

 • દિવ્યા ભાનુશાલી
 • (99305 19116)

  bhanushali.divya@gmail.com

  વાર્તા :- પ્રેમ આંધળો હોય છે પણ દોસ્તી ??

  રમેશ અને સુરેશ બંને નાનપણ થી જ મિત્ર હતા. ખાવું પીવું હરવું ફરવું વેકેશન બધુ જ સાથે ,જાણે મિત્ર નહિ પણ સગા ભાઈ હોય. બંને માં રમેશ સમજુ અને હોશિયાર હતો. આમ તો સુરેશ પણ હોશિયાર હતો પણ રમેશ કરતા નહિ. બંને જ્યાં જાય ત્યાં સાથે ને સાથે. બંને મધ્યમ વર્ગ ના સીધા સાદા છોકરા હતા. એક દિવસ કોલેજ ની કેન્ટીન માં ખુબ મોટો જગડો થયો. વાત મારામારી ઉપર આવી ગઈ. બે જણ ની લડાઈ હવે બે ગૃપ ની લડાઈ બની ગઈ હતી. એટલી મારામારી કે કેન્ટીન ના માલિક ને પોલીસ બોલાવવી પડી. પોલીસ ના વચ્ચે પડવા છતાં વાત બની નહિ એટલે ઇન્સ્પેકટર ગાયકવાડ ને આવવુ પડ્યુ. ગાયકવાડ એ ગુસ્સા માં હવાલદાર ને કહ્યું '' પકડો સાલા ઓ ને આમ નહિ સમજે આ બડે બાપ કી બિગડી હુઈ ઔલાદ. પકડો અને નાખો જેલ માં .'' એ હવાલદાર એ બધા ને લઇ જઈ ને જેલ માં પૂરી દીધા.એ જગડા માં સૌથી વધુ જગડો રમેશે કરેલો અને સૌથી વધુ મારામારી પણ.

  કેન્ટીન નો માલિક પણ જેલ માં આવ્યો કારણ f I R લખાવવી હતી. પણ આવી ને એણે ઇન્સ્પેકટર ગાયકવાડ ને રમેશ ને છોડી દેવા કહ્યું. આ વાત ને ઘણા દિવસ વિતી ગયા. એક દિવસ ગાયકવાડ ને ફોન આવ્યો કે વિક્રોલી ના બિયર બાર માં બહુ મોટો જગડો થયો છે. બાર ડાન્સર ઉપર થી થયેલા જગડા એ મોટો સ્વરૂપ લઇ લીધો હતો. બાર માં તોડ ફોડ ગાળગંદ નો માહોલ હતો. દારૂ ની બોટલ કોઈ ના માથા માં તો કોઈ ના હાથ પગ પર તૂટી હતી. આ વખતે પણ બાર માં થયેલા જગડા માં સૌથી વધુ તોડફોડ રમેશે જ કરેલી. પોલીસે બધા ની સાથે રમેશ ને પણ જેલ માં નાખ્યો. જેલ માં પોલીસે બીજા સાથે રમેશ ને પણ ખુબ માર્યો. હવાલદાર મારતા મારતા કહી રહ્યો હતો કે '' પોતપોતાને મીનીસ્ટર ના છોકરા સમજો છો ? મારામારી કરો છો ?” ત્યાં બિયર બાર નો માલિક આવ્યો અને પોલીસ ને રમેશ ને છોડવા કહ્યું.

  પોલીસ ને સમજાયું નહિ કે બધા થી વધારે મારામારી અને તોડફોડ રમેશે કરેલી છતાં છોડી દેવું ? હશે ચાલો આપણે શું આ તો રોજ નું કામ. પોલીસે રમેશ ને છોડી દીધું. આ વાત ને દિવસો વીતી ગયા.

  મહારાષ્ટ્ર સરકાર ની મનાઈ છતાં ગણી જગ્યા એ હુક્કા પાર્લર ચાલતા હતા. એક પાર્લર માં પોલીસે ધાડ મારી અને કેટલાક છોકરા છોકરી ને ગિરફ્તાર કર્યા. એ છોકરા છોકરી ઓ માં કોઈ મીનીસ્ટર ના છોકરા હતા તો કોઈ ઉધ્યોગપતિ ના. પોલીસ ને ખબર પડી કે હોટેલ ના નામ પર પાર્લર ચાલતું હતું. હોટેલ માં દારૂ ની બોટલ સાથે ચરસ ગાંજા જેવો મોટો જથ્થો પોલીસે જપ્ત કર્યો. ગિરફ્તાર કરાયેલા લગભગ બધા છોકરા છોકરી ઓ એ નશો કર્યો હતો. એ ગિરફ્તારી માં રમેશ પણ હતો. ઇન્સ્પેકટર ને પાછી શંકા થઇ. જેલ માં રમેશ ઉંધો પડ્યો હતો. એના મોઢા અને હાથ પગ માંથી લોઈ નીકળતુ હતું. કારણ નાના મોટા જગડા તો ઠીક પણ મોટી ગિરફ્તારી માં પણ રમેશ ની હાજરી રહેતી. બીજા બધા તો ડ્રગ્સ ના નશા માં ધૂત પડ્યા હતા એટલે બધા નો ગુસ્સો ઇન્સ્પેકટરે રમેશ પર કાઢેલો. રમેશ કહેતો રહ્યો કે મેં નશો નથી કર્યો. મેં ડ્રગ્સ નથી લીધો છતાય પોલીસે ન સાંભળતા એના પર મુક્કા અને લાતો નો વરસાદ કર્યો હતો. બધા ના બ્લડ ટેસ્ટ કરાયા કે કોણે કોણે નશો કર્યો છે.

  રમેશ નો રીપોર્ટ હાથ માં આવ્યો ત્યારે સાબિત થયું ક એણે નશો નોહ્તો કર્યો ,બધું નોર્મલ હતું. ત્યારે ઈન્સ્પેક્ટરે હોટેલ ના માલિક ને બોલાવી ને પૂછ્યું “શું આ રોજ તમારા પાર્લર માં આવે છે ?” હોટેલ ના માલિકે કહ્યું “ના સાહેબ આ તો પહેલી વાર આવેલો.જોકે જગડા ની શુરુઆત પણ આ છોકરા એ નોહતી કરી”. “ઠીક છે ત્યાં બેસી જાઓ બોલઉં ત્યારે આવજો.'' ઈન્સ્પેક્ટરે મુંજાતા કહ્યું . ત્યાર પછી હવાલદાર ને રમેશ ને બહાર લઇ આવવા કહ્યું . ઈન્સ્પેક્ટરે એને પૂછ્યું,“તું કોણ છે ? દરેક વારદાત પર તારી હાજરી અચૂક હોય છે .છતાં તું નીર્દોસ સાબિત થઇ ને છુટી જાય છે. આજે તને બતાવવું જ પડશે તુ કોણ છે . બદનામ જગ્યા ઉપર હાજર હોવા છતાં તું નીર્દોસ !! ત્યારે રમેશ એ કહ્યું “સાહેબ હું મિત્ર છુ સાચો મિત્ર”. “ના હું કઈ સમજ્યો નહિ ? કેવી રીતે મિત્ર.?”

  “સાહેબ તમે પહેલી વાર મને કોલેજ ની કેન્ટીન માંથી પકડ્યો ત્યારે મારા મિત્ર સુરેશ નો બીજા છોકરાઓ સાથે પોતાની ગર્લ ફ્રેન્ડ ના લીધે જગડો થયો અને એ મારા મિત્ર ને મારવા લાગ્યા ત્યારે મારે એને બચાવવા વચ્ચે પડવુ પડ્યુ . બીજી વાર તમે મને બિયર બાર માં પકડ્યો. ત્યારે પણ મારા મિત્ર નો બીજા શરાબી ઓ સાથે જગડો થયેલો કારણ તેઓએ મારા મિત્ર ની ગર્લ ફ્રેન્ડ ની છેડતી કરી હતી. જગડો વધી ગયો ને બધા હાથાપાઈ પર ઉતરી ગયા ત્યારે પણ સુરેશ ને બચાવવા વચ્ચે પડવુ પડ્યુ.”

  “પણ તુ શરાબ નથી પીતો છતા તુ બાર માં શું કામ ગયો ?” ઇન્સ્પેકટર એ આશ્ચર્ય થી પૂછ્યું. “સાહેબ હું સુરેશ ને ત્યાંથી લેવા ગયો હતો એને સમજાવવા”. “શું એની ગર્લ ફ્રેન્ડ બાર માં હતી ?!” “હા... સુરેશ ની ગર્લ ફ્રેન્ડ મોટા ઉદ્યોગપતિ ની એક ની એક દીકરી છે. બડે બાપ કી બિગડી હુઈ ઔલાદ”.રમેશ એ ગુસ્સા માં કહ્યું “એની મિત્રતા પણ એવાજ મોટા મોટા માણસો ના છોકરાઓ સાથે છે જેના કારણે જ એને ખરાબ આદતો છે. સુરેશ એ છોકરી થી પ્રેમ કરે છે. એ છોકરી પોતે તો બગડેલી છે જ પણ ગરીબ માં બાપ ના એક ના એક દીકરા ને પણ બગાડી રહી છે .સુરેશ નો એ છોકરી ના ગૃપ ના છોકરા ઓ સાથે હંમેશા જગડો થાય છે. એ ટપોરીઓ થી છોડાવવા મારે હંમેશા સુરેશ ની સાથે રહેવુ પડે છે. ગણુંએ સમજાવ્યું છોડી દે એ છોકરી ને ખુલ્લી આંખે કુવા માં ન પડાય પણ એ માનતો જ નથી.”

  “પણ આટલુ બધુ જાણવા છતાય એ છોકરી ને સુરેશ છોડવા તૈયાર નથી ? અને તે એ છોકરા ની દોસ્તી કેમ રાખી છે. તે તારા ભવિષ્ય નો વિચાર કર્યો છે.” પોલીસે સમજાવાનું પ્રયત્ન કર્યો. તને તારા ફ્યુચર નું પરિવાર નું પણ વિચાર વું જોઈએ ને ?

  ''સાહેબ દોસ્તી તો હું નહિજ છોડું. કારણ પ્રેમ આંધળો હોય છે દોસ્તી નહિ. સુરેશ ને એ કીચડ માંથી બહાર લાવી ને જ રહીશ પછી ભલે ને કેટલીએ વાર મને જેલ માં જવું પડે હું તૈયાર છુ.’’

  સમાપ્ત

  લી :- દિવ્યા ભાનુશાલી ( 9930519116 )

  Email id : bhanushali.divya@gmail.com