સવારમાં સાત વાગ્યાની આસપાસ આછી પ્રસરેલી ગુલાબી ઠંડીમાં બેઠકખંડ ના કોર્નરમાં મુકેલો ફોન રણકી ઉઠ્યો .સાત વર્ષની ખુશીએ ફોન ઉપાડતા સામેથી હેતાળ અવાજ તેના કાને પડ્યો .બેટા .હું તારા નાનાજી બોલું છું.કેમ છો બધા ?ખુશી બોલી હું મજામાં છું નાનાજી દાદીમાં નહાવા ગયા છે અને બીટુ હજી ઊંઘી રહ્યો છે.અને બેટા તારા પપ્પા ક્યાં ગયા છે ?નાનાજી પપ્પા તો આજે રોજ કરતા વહેલા ઉઠી ગયા અને નહાઈ -ધોઈ ચા - નાસ્તો કર્યાં વગર જ ગાડી લઈને નીકળી ગયા છે .કઈ કીધું નથી કે ક્યાં ગયા છે પણ હા !કહેતા હતા કે આજે ખાસ દિવસ છે અને ક્યાંક વહેલું પહોચવાનું છે.સામે ફોનમાં ખુશીની વાણી સંભાળતા ઉમેશભાઈ હસતા હસતા બોલ્યા.તો આજે પણ સંજય હંમેશની જેમ મારા કરતા વહેલો પહોચવા નીકળી જ ગયો.એમ ને ?સારું બેટા ફોન મુકું છું આવજો.સાચવીને રહેજો.શહેરમાં યંત્રવત જીવનથી ઘેરાયેલા દિવસની શરૂઆત થય ચુકી હતી.પોતાના કામધંધે પહોચવા ઉતાવળે જઈ રહેલા લોકોથી ઘેરાયેલી વ્યસ્ત સડક પર સંજયની ગાડી ઝડપથી આગળ વધી રહી હતી.એની આમતેમ ફરતી નજર તાજા ફૂલોની લારી શોધી રહી હતી .તેની નજર ફૂલોથી ભરેલી નાની દુકાન રૂપી લારી પર પડી અને તે ગાડીને ત્યાં જ થોભાવી ફૂલો વેચતા ભાઈ પાસે પહોચી ગયો તેને જોતા જ ફૂલો વેચતો ભાઈ બોલ્યો.આવો સાહેબ .બોલો 'શું આપું ?સંજય બોલ્યો.મારે તો શ્વેત રજનીગંધા ના મહેકતા ફૂલો જોઈએ છે .મારી રજનીને તો માત્ર રજનીગંધા ના સોડમ વેરતા ફૂલો જ પસંદ છે.તે હંમેશા કહ્યા કરતી કે લોકો ગુલાબને લાખ વખાણતા હોય.પણ તે મહેકતી રજનીગંધા ના તોલે તો ના જ આવે.તેના શ્વેત મહેકતા ફૂલોને હાથમાં લેતા તો વ્યક્તિનું સમગ્ર વ્યક્તિત્વ જ મહેકી ઉઠે છે.ભાઈ 'તેને તો રજનીગંધા ના ફૂલ જ પસંદ છે.ગાંડી છે મારી રજની આ રજનીગંધા પાછળ'તેની મહેક સુગંધ પાછળ.તેના શ્વેત રંગની સાદગી પાછળ'એટલે જ પોતાનું સાચું નામ રીમા હોવા છતાં પોતાને હંમેશા રજની જ કહેવડાવવાનો આગ્રહ રાખતી.મારી રજનીના મનગમતા શ્વેત રજનીગંધા ના ફૂલોનો રેપર વગરનો ખુલ્લો બુકે ઝડપથી બનાવી આપો .કેમ કે તેને મહેકને અવરોધતા પારદર્શક પ્લાસ્ટીકથી બંધાયેલા ફૂલો પસંદ નથી.ફૂલવાળો બોલ્યો.'સાહેબ'હું એવો બુકે બનાવી આપીશ કે તમારી રજની જોતી જ રહી જશે'