Premnu Pratibimb books and stories free download online pdf in Gujarati

પ્રેમનું પ્રતિબિંબ

પ્રેમનું પ્રતિબિંબ

આજના આ યુગમાં દરેક સંબંધ સ્વાર્થના તાંતણે બંધાયેલ હોય છે. માણસ જ્યાં સુધી કામનો હોય છે, ત્યાં સુધી જ સર્વને સારો લાગે છે.કામના માણસને ચાહનાર અનેક હોય છે. દરેક માણસના મનમાં ક્યાંક ને ક્યાંક તો એવો ડર ચોક્ક્સ હોય છે કે જો હું સામેની વ્યક્તિ સમક્ષ પ્રેમનો દેખાવ યોગ્ય રીતે નહીં કરી શકું તો તેમના દ્વારા મારો અંગત સ્વાર્થ પોષવો દુર્લભ બની જશે. તદ ઉપરાંત તે વ્યક્તિ તરફથી મળતા લાભો બંધ થઈ જશે. આવા સ્વાર્થી સંબંધોમાં સાચો પ્રેમ હોવો કે ભવિષ્યમાં પાંગરવો અશક્ય બની જાય છે. આજે તો લોહીના સંબંધોમાં પણ સાચો પ્રેમ અદ્રશ્ય થઈ ગયો છે..

માણસનું મન અવાર નવાર અશાંત રહે છે તો તેની પાછળનું એક જવાબદાર પરિબળ પ્રેમ છે. આજનો માનવી સાચો પ્રેમ પામવા ઝંખે છે પણ બદલામાં સાચો પ્રેમ આપવાની ભાવના શેવી શકતો નથી. માણસ વધુ પૈસો કમાવવાની લાલચમાં એવો તે દોડે છે કે જીવનમાં પ્રેમ નામના અમૃતનું રસપાન કરવાનુ કે કરાવવાનું ભૂલી જાય છે. માણસ જે રીતે મિલકત્તમાં ગણતરી કરે છે, એ જ રીતે પ્રેમમાં પણ ગણતરી કરવા લાગ્યો છે. જો પ્રેમમાં માણસનો હિસાબ કાચો હોય તો તેમના જીવન માંથી પ્રેમનો કોઈ જ રણકાર સંભળાતો નથી...

આજકાલ પ્રેમમાં પણ બ્લેકમેઇલ થવા લાગ્યું છે. છોકરો કે છોકરી એકબીજા તરફ આકર્ષાયને પ્રેમ તો કરે છે પણ ભવિશઃયમાં લગ્ન કરતી વેળાએ અમુક પ્રકારની શરતો મૂકે છે અને જ્યારે બંને માંથી કોઈ એક એ શરતો સ્વીકારવાની ના પાડે છે ત્યારે એ સંબંધ પર હંમેશને માટે પૂર્ણવિરામ મૂકાય જાય છે...

ટેકનોલોજીના આ યુગમાં માણસ પણ યંત્ર સમાન બનવા લાગ્યો છે. પરિણામે પોતાની આસપાસ પ્રેમનો મહાસાગર હોવા છતા એ મહાસાગર તેને ખારો લાગે છે. પ્રેમ હોવા છતા તે આ અમૃતનું રસપાન નથી કરી શકતો. સાચો પ્રેમ હંમેશા ગળાડુબ હોય છે તેમા ગેરસમજ કે નકારાત્મક વિચારોનું કોઈ જ સ્થાન હોતું નથી. જે માણસના વિચારો સંકુચિત નહીં પરંતુ વિશાળ હોય તે જ માણસ પ્રેમની સાચી વ્યાખ્યા સમજી શકે છે. સાચા પ્રેમમાં શંકાને કોઈ જ સ્થાન મળતું નથી. સંબંધોમાં એકમેકના બોલાયેલ શબ્દોને જો સતત શંકાથી જોયા કરીશુ તો એક દિવસ એવો આવશે કે સંબંધોમાં પ્રેમ હોવા છત ગેરસમજને લીધે એ પ્રેમ નફરતમાં પલટાય જશે. પ્રેમમાં જ્યારે ’હું’ અને ’મારુ’ શબ્દ વચ્ચે આવે છે ત્યારે પ્રેમનું અસ્તિત્વ જોખમાય છે તથા સંબંધોમાં અહંમનો પ્રવેશ થતા સાચો પ્રેમ દિલ છોડીને હંમેશાને માટે વિદાય લે છે....

સાચા પ્રેમની વ્યાખ્યા શું? જો પ્રેમ વિશે લખવા બેસીએ તો એક ભવ પણ ઓછો પડે કારણ કે પ્રેમની વ્યાખ્યા વિશાળ છે. જેનો કોઈ જ અંત નથી. ’પ્રેમ એટલે પૂજા, પ્રેમ એટલે ત્યાગ, પ્રેમ એટલે સમર્પણ, પ્રેમ એટલે બલિદાન’..

પ્રેમ એટલે નાભિ માંથી નીકળતું અને ગળાના હૈડીયામાં રૂંધાઈ જતું ડુંસકું. પ્રેમ એટલે રૂવે રૂવે થતી આનંદની અનુભૂતી, પ્રેમ હ્રદયના કાગળ ઉપર પ્રગટીને અરિસાની માફક સમજણ તથા શાણપણ બંન્ને છે. લાગણી અને સંવેદના પ્રેમનો સંતોષ છે. જ્યારે સહકાર એ પ્રેમની તૃપ્તી છે. પ્રેમ એક એવું તત્વ છે જે માણસના જીવનની નૌકાને ઇચ્છિત કિનારે પહોંચાડવામાં મદદરૂપ બને છે...

પ્રેમ જીવનને ફૂલોની સુહાસથી મહેકાવે છે પરંતુ જો એ પ્રેમ એક તરફી હોય તો જીવનને વેરાણ રણ સમાન બનાવે છે. બાહ્ય સુંદર્તા વ્યક્તિના તનને આકર્ષે છે, જ્યારે આંતરિક સુંદરતા અને મનની પવિત્રતા વ્યક્તિના આત્માને આકર્ષે છે. આતંતરિક સુંદરતા અને મનની પવિત્રતા એટલે જ પ્રેમ. જીવન જીવવાની શ્રેષ્ઠ જડીબુટ્ટી એટલે પ્રેમ. જીવનનું અમૃત એટલે પ્રેમ. જીવનનું મૂલ્યવાન ઘરેણું એટલે પ્રેમ. જીવનમાં જીતેલી બાજી એટલે પ્રેમ, લાગણી, સંવેદના, સહનશિલતા અને ત્યાગની મીઠી વિરડે એટલે પ્રેમ. સ્વર્ગની અનુભૂતી એટલે પ્રેમ...

પ્રેમ સાકરથી મીઠો, કેસરથી કેસરીયો અને પારેવાની પાંખથી પણ હલકો હોય છે. સાચો અને પવિત્ર પ્રેમ ઇશ્વરીય વરદાન છે. પ્રેમ એ ઘુઘવાતો મહાસાગર છે અને લાગણી એ સાગરમાં તરતુ જહાજ છે. અભિમાન અને સ્વાર્થનો આવેશ લાગણીના જહાજમાં છેદ કરી પ્રેમના મહાસાગરમાં સુનામી ન લાવે એ વાતું ખાસ ધ્યાન રાખવુ. લાગણીનું જહાજ મધ રરિયે હાલ ડોલક ન થાય એ માટે જીવનમાં અમુક પ્રકારનું નિયંત્રણ અનિવાર્ય છે. જીવનની યાત્રામાં પ્રેમનો પંથ લાંબો જરૂર છે પરંતુ એ જ પંથ પર આપણને જીવનની સાચી ખુશી અને મનની શાંતિ મળે છે. જીવનમાં દુ:ખના સમયે પ્રેમ પર ધ્યાન કેન્દ્રીત કરવાથી દુ:ખ માંથી પણ સુખ શોધવાની ઉર્જા મળી રહે છે. જેને પ્રેમ કરો એમના મનની વાત સમજવાની કોશિશ પણ કરો. પ્રેમમાં જીતવાનો આગ્રહ રાખવાને બદલે હારવાનો આગ્રહ વધુ રાખો...

પોતાના માણસને ખૂશ કરવા માટે વધુ મહેનત કરવાની જરૂર નથી, માત્ર પ્રેમની મીઠી હુંફ આપવાની જરૂર છે. પ્રેમની મીઠી હુંફ તો સ્વાર્થ અને શત્રુતાને પણ ભુલાવે છે. આંબો આપણને મીઠા ફળ આપે છે છતા હંમેશા ઝુકેલો રહે છે. પ્રેમમાં પ્રશ્નાવલીની જરૂર નથી પરંતુ લાગણીથી તરબોળ કોઢાસુઝની જરૂર પડે છે. સાચા પ્રેમનો સૂર્ય કદી આથમતો નથી...

જે રીતે મન પાસે શરિરના અંગોને નિયંત્રીત કરવાની શક્તિ છે એ જ રીતે પ્રેમ પાસે ગુસ્સો અને અભિમાનને નિયંત્રીત કરવાની અલૌકિક શક્તિ છે. જે રીતે ડૉક્ટર હંમેશા દર્દની દવા કરે છે એ જ રીતે પ્રેમ પોતાના પ્રેમીની ખામીની દવા કરી તેને ખૂબીમાં પલટાવી જાણે છે. જે રીતે દિપક પોતાના પ્રકાશગુણથી અંધકારમાં રોશની ફેલાવે છે એજ રીતે પ્રેમ કરનાર વ્યક્તિ પોતાના પ્રેમીના જીવનમાં સંવેદનાનો પ્રકાશ પાથરી જીવનને સ્વર્ગ બનાવે છે. જે રીતે બ્રહ્માંડ અનંત ઉર્જાથી ભરપૂર હોવા છતા પ્રેમને લીધે સંતુલીત રહે છે. તે જ રીતે જીવન પણ અનંત સંઘર્ષોથી ભરપૂર હોવા છતા પ્રેમને લીધે સંતુલિત રહે છે.જેમ જેમ સાચો પ્રેઅમ અનુભવાતો જશે તેમ તેમ જીવનમાં છુપાયેલ અમૃતનું મધુર રસપાન મનને તરબોળ કરી દેશે...

જ્યાં મધપુડો હોય ત્યાં મધમાખીઓ આપોઆપ ખેંચાય આવે છે. જ્યાં જળાશય હોય ત્યાં પાછલીઓ ખેંચાય આવે છે, જ્યાં સદાવ્રત ચાલતો હોય ત્યાં ભિક્ષુકો આપોઆપ આવી ચડે છે, જ્યાં લોહચુંબક હોય ત્યાં લોખંડ ખેંચાય આવે છે, જ્યાં મનને શાંતિ મળતી હોય ત્યાં જીવ આપોઆપ ખેંચાય આવે છે. એજ રીતે જ્યાં સાચો પ્રેમ અનુભવાય ત્યાં વ્યક્તિ આપોઆપ તણાતી રહે છે. પ્રેમનો જાદુ જ અનોખો છે. પ્રેમ આપનારની વાણીમાં મીઠાસ હોય છે. તેમના હ્રદયમાં લાગણી અને સંવેદનાનું ઝરણું વહેતુ રહે છે. પ્રેમના પ્રભાવથી હિંસક માનવી પણ અહિંસક બની જાય છે. ખુંખાર લુટારો પણ સેવા ભાવી બની જાય છે. લુંટારો જેસલ જાડેજા અને સતી તોરલ આનું જ એક પ્રતિક છે. પ્રેમ કરવો સહેલો છે પણ તેને સમજવો ખૂબ મુશ્કેલ છે...

સાચો પ્રેમ વરસાદ જેવો નથી હોતો કે આવે અને જાય પરંતુ સાચો પ્રેમ તો પવની મીઠી લહેર સમાન હોય છે. જે રીતે પવનની એક લહેર મનને પ્રફૂલ્લીત કરે છે, એ જ રીતે પ્રમનો નાજુક તાંતણો મનને પ્રફૂલ્લીત કરે છે..

માનવ હ્રદયમાં છુપાયેલ લાગણી અને સંવેદનાનું પ્રતિબિંબ પ્રેમમાં જોવા મળે છે. આખો દિવસ મહેનત કરી માંડ માંડ બે છેડા ભેગા ન કરી શકતો અત્યંત નિચલા મધ્યમ વર્ગના માનવીને પણ દુનિયાનો સૌથી ધનવાન માણસ હોવાનો અહેસાસ પ્રેમ કરાવે છે. પ્રેમના દર્પણમાં જીવનની વાસ્તવિકતા સહેલાયથી જોઈ શકાય છે. જીવનના મધ્યગાળાને અને અંતિમ ગાળાને પણ મન મૂકીને ભરપૂર ખુશીથી જીવવાની શક્તિ, પ્રેમ અર્પે છે. આકર્ષણ સ્વપ્નમાં માત્ર તનને જોવે છે. જ્યારે સાચો પ્રેમ પ્રોઢાવસ્થાની સંધ્યાને જોવે છે. ઘણી વખત માનવ મન સમજણની સરહદ બહાર પહોંચી જાય છે. પરંતુ પ્રેમ એ વિચલીત મનને ત્યાંથી પાછુ વાળી જીવનની વાસ્તવિકતા તરફ ખેંચી લાવે છે પરંતુ પ્રેમ એ કલ્પનાની દુનિયામાં પણ ખુશીનો તાજ મહેલ ખડકી દે છે...

ઘણી વખત આપણે યોગ્ય માણસ સાથે હોવા છતા અયોગ્ય રીતે જીવન જીવતા હોઈએ છીએ. એનો અર્થ એ થયો કે એ સંબંધમાં પ્રેમનો કોઈ જ રણકાર કે પ્રતિબિંબ નથી. જીંદગી એક એક ટીપાની માફક દિવસે દિવસે ગળતી રહે છે. પરંતુ પ્રેમ એ એક એક ટીપા માંથી ખુશીની તલાવડી બનાવે છે...

દિવ્ય પ્રેમનો અહેસાસ થત હ્રદયમાં ધરબાયેલ લાગણી આંખોના અશ્રુ બની ગાલ પર નીતરી આવે છે. શક્તિ તનને બલવાન બનાવે છે, જ્યારે પ્રેમ મનને મજબુત બનાવે છે. સાચો પ્રેમ કદી સમજાતો નથી અને જે સમજાય છે એ કદી સાચો પ્રેમ હોતો નથી. આજનો માનવી પૈસો અને જાહોજલાલી દેખાડીને પ્રેમ ખરીદવા નિકળે છે પણ જ્યારે જીવનમાં પ્રેમની સાચી કિંમત સાંભળે છે ત્યારે તેના તમામ શિક્કા નિર્થક બની જાય છે. જે રીતે કઠોર નાળીયેરની અંદરમાં મીઠુ અને નરમ કોપરું છુપાયેલ હોય છે અને તે કોપરાને યોગ્ય સાધન દ્વારા જ બહાર લાવી શકાય છે, તે જ રીતે કઠોરમાં કઠોર વ્યક્તિના દિલમાં છુપાયેલ લાગણી અને સંવેદનાને પ્રેમના સાધન દ્વારા જ બહાર લાવી શકાય છે...

શંકા પ્રેમનો શત્રુ છે અને વિશ્વાસ પ્રેમની જનની છે. પ્રેમને વિશ્વાસરૂપી માતાની ગોદમાં આશરો આપી તેનું આયુશઃય વધારી શકાય છે. પ્રેમ એક કલ્પવૃક્ષ છે, તેની નીચે બેસીને સુવિચાર થઈ શકે, કુવિચાર નહીં...

ધર્મિષ્ઠા પારેખ

૮૪૬૦૬૦૩૧૯૨

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED