સિનેમાનુ ષડયંત્ર Dharmishtha parekh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સિનેમાનુ ષડયંત્ર

સિનેમાનું ષડ્યંત્ર

આજના કોમ્પ્યુટર યુગમાં માનવમન પર સૌથી વધુ અસર ફિલ્મો જ કરે છે. આમ છતાં એ જ ફિલ્મો શા માટે સમાજને ગેરમાર્ગે દોરે છે?

ટેકનોલોજીની આ દુનિયામાં માનવ મન પર સૌથી વધુ અસર ફિલ્મો તથા સીરીયલો જ કરે છે. માધ્યમોના ક્ષેત્રે સિનેમા સૌથી મોખરે રહ્યું છે. મોબાઈલ ફોનમાં F M રેડિયો હોવા છતાં માણસ ઓનલાઈન વિડીયો સોંગ કે ફિલ્મ જોવાનું વધુ પસંદ કરે છે. ખિસ્સામાં પેન અને કાગળ હોવા છતાં મોબાઈલમાં નંબર સેવ કરવાનું વધુ પસંદ કરે છે. પોતાનું ગણિત સારું હોવા છતાં હિસાબ તો કેલ્ક્યુલેટરમાં જ કરે છે. આજના બાળકની તંદુરસ્તી સારી હોવા છતાં શેરીમાં ક્રીકેક રમવાને બદલે કોમ્પ્યુટરમાં ક્રિકેટની ગેમ્સ રમવાનું વધુ પસંદ કરે છે. આજનું બાળક બાસ્કેટ બોલની રમતમાં બોલને ભલે બાસ્કેટમાં ણ નાખી શકે, પણ કોમ્પ્યુટરમાં બાસ્કેટ બોલની ગેમ્સ ખુબ સારી રીતે રમી શકે છે. અને ફૂટબોલની રમતના નિયમો ભલે તેને ના ખબર હોય પણ કોમ્પ્યુટરમાં ફૂટબોલની ગેમ્સ રમતી વેળાએ તે ખુબ આનંદ અનુભવે છે. ટુકમાં આજનો માનવી પોતાની જાત કરતા ટેકનીકલ સાધનો પર વધુ વિશ્વાસ ધરાવે છે. પોતાના ભૂતકાળના અનુભવો પર વિશ્વાસ કરવાને બદલે ફિલ્મો તથા સિરિયલોની કાલ્પનિક સ્ટોરી અને દ્રશ્યો પર વધુ વિશ્વાસ મુકે છે.

સિનેમા ધારે તો સમાજમાં હકારાત્મક પરિવર્તન લાવી શકે છે. સિનેમા તથા ટેલીવિઝન એક માત્ર એવું માધ્યમ છે કે જેના દ્વારા લોકો સુધી, લોકોને ઉપયોગો મેસેજ પહોચાડી શકાય છે. પરંતુ ફિલ્મો તથા સીરીયલો બનાવનાર પોતાના અંગત સ્વાર્થ માટે સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ફિલ્મો તથા સીરીયલોમાં સ્ત્રી શૃંગાર, સર્જકતા, સાહસ, સમાનતા, સાતત્ય, સત્ય, સંસ્કાર, સહનશીલતા, શિક્ષણનું મહત્વ દેખાડવાને બદલે કામસૂત્ર, ચુંબન, પ્રેમલગ્ન, ગંધર્વવિવાહ અને અનાદર વધુ દેખાડવામાં આવે છે. એમની પાછળ જવાબદાર કોણ? જોનાર કે દેખાડનાર? માન્યું કે જોનારા માણસો જોવે છે માટે દેખાડનાર લોકો આવા બીભત્સ દ્રશ્યો દેખાડે છે. પરંતુ ટીવી સીરીયલો તથા ફિલ્મોમાં આવા દ્રશ્યો પ્રસ્તુત થતા રહે છે. ત્યારે જોનાર લોકોનો વર્ગ વધે છે ને? દરેક વ્યક્તિની અંદરમાં ક્યાંકને ક્યાંક એક રાક્ષસ છુપાયેલ હોય છે. આવા ઉતેજક દ્રશ્યો એ રાક્ષસને બહાર જાગૃત થવા પ્રોત્સાહન આપે છે.

રસ્તા પરથી પસાર થતા આપણને ‘શીલા કી જવાની’, ‘જલેબી બાઈ’ જેવા આઈટમ સોંગ અચૂક સંભળાય છે. પણ લોક ગીતો ભાગ્યે જ સંભળાય છે. ત્રણ કે ચાર વર્ષના બાળકને ‘માજી સટકલી’, લુંગી ડાન્સ’ જેવા ફિલ્મી ગીતો યાદ રહે છે પણ રાષ્ટીય ગીતની એકાદ કડી પણ તેમને યાદ રહેતી નથી. ફિલ્મ સ્ટારની પસંદ ના પસંદ આપણને ખ્યાલ હોય છે પણ પરિવારના સભ્યોની પસંદ નાપસંદનો ખ્યાલ આપણને રહેતો નથી. ફિલ્મ સ્તરને રડતા જોયને આપણી આંખમાં આંસુ આવે છે પણ આપણા પોતાના માણસનું રડવું આપણને નાટક સમાન લાગે છે. આજનો યુવાવર્ગ સેલીબ્રીટીનો ઓટોગ્રાફ લેવા ગાંડી દોડ મુકે છે પણ એક નિવૃત શિક્ષક કે આર્મિ ઓફિસરની સંઘર્સ ગાથા સાંભળવા તૈયાર નથી. મોટાભાગના યુવાનો સેલીબ્રીટીને પોતાના આદર્શ માને છે. પણ વડીલોના અનુભવોને આદર્શ માનવા તૈયાર નથી. આજની સ્ત્રી કરીના, કેટરીના કે કરિશ્મા બનવા ઈચ્છે છે. તો આજનો યુવાન શાહરૂખ, સલમાન કે ઋતિક બનવા ઈચ્છે છે. ફેસબુક પર સૌથી વધુ ફોટા હીરો-હિરોઈનના જ અપલોડ કરવામાં આવે છે. તથા ફિલ્મી ડાયલોગની પોસ્ટ સૌથી વધુ મુકાય છે. હદ તો ત્યારે થાય છે કે માણસ પ્રોફાઈલ ફોટો પોતાનો મૂકવાને બદલે પોતાના ફેવરીટ ફિલ્મ સ્ટારનો મુકે છે. રાજકારણમાં પણ ફિલ્મ સ્ટારની જીત વધુ જોવા મળે છે. એક સમય એવો હતો કે માનસ પોતાની લાગણીને શબ્દમાં વ્યક્ત કરતો જયારે આજે માણસ પોતાની લાગણીને ફિલ્મી ડાયલોગ દ્વારા વ્યક્ત કરે છે. યુવાનો રસ્તા પર ધૂમ બાઈક સ્પીડમાં ચલાવે છે તો યુવતીઓ અભિનેત્રીઓ જેવા સોર્ટ કપડા પહેરી યુવકોને પોતાની તરફ આકર્ષે છે. બાળકો માટે બનાવવામાં આવતી ફિલ્મોમાં પણ અમુક અંશે અશ્લીલ દ્રશ્યો તથા સંવાદોનો ઉપયોગ થવા લાગ્યો છે. ટેન્સનની આ દુનિયામાં માણસને હસાવવા કોમેડી ફિલ્મો તો બને છે પરંતુ હવે તેમાં પણ દ્રશ્યો તથા સંવાદોનું પ્રમાણ સૌથી મોખરે હોય છે. સમાજમાં વધી રહેલ બળ ક્રાઈમનું એક કારણ ફિલ્મો જ છે. પ્રોડ્યુસર, ડાયરેક્ટર, અભિનેતાઓ તથા ફિલ્મી દુનિયા સાથે સંકળાયેલ તમામ લોકો માટે આ એક વ્યવસાય છે. જયારે આપણા માટે તો તેમનો આ વ્યવસાય જીવનને નર્ક બનાવવાનો સૌથી સરળ માર્ગ છે.

યુવાધન ફિલ્મો તથા સીરીયલોમાં મુગ્ધ બની પૈસા, શિક્ષણ તેમજ સમયનો બગાડ કરી રહ્યા છે. છોકરા છોકરીઓ ગર્લફ્રેન્ડ, બોયફ્રેન્ડ વિવાના જીવનને સાવ નીરસ માને છે. પરિણામે યુવાનીમાં સમાજમાં પોતાનું એક આગવું સ્થાન બનાવવાને બદલે ચોતરફ પ્રેમ શોધતો ફરે છે. માન્યું કે પ્રેમ એ તો જીવનનો મર્મ છે. પરંતુ એ પ્રેમમાં વાસનાની એક લહેર પણ ના હોવી જોઈએ.

ગઈકાલ સુધી મનોરંજન માટે જે મેદાની રમતો રમવામાં આવતી હતી આજે તેનું સ્થાન ફિલ્મ, મોબાઈલ અને ઈન્ટરનેટ તથા કોમ્પ્યુટર કે મોબાઈલ પર રમાતી ગેમ્સે લઇ લીધું છે. એક સમય એવો હતો કે જયારે માં પોતાના બાળકને ચંદ્રમાં સામે બેસાડી પરીઓની વાર્તા સંભળાવતા જમાડતી હતી. જયારે આજની સ્ત્રી મોબાઈલમાં કાર્ટુન દેખાડતા, મોબાઈલમાં બાળગીતો સંભળાવતા તથા મોબાઈલમાં ગેમ્સ રમાડતા જમાડે છે. ફિલ્મોની સરુવાત તો મૂંગી ફિલ્મોથી થઇ હતી. સમય જતા ફિલ્મોએ બોલવાનું તો શરુ કર્યું પણ શું શું બોલવું અને કેટલું બોલવું એ વિચાર્યા વિના જ સંવાદો લખાવ લાગ્યા. એક સમય એવો હતો કે જયારે પતિ પત્નીના સંબંધને પ્રેમ અને લાગણીના રૂપમાં દર્શાવાતો હતો. જયારે આજની આધુનિક ફિલ્મોમાં લગ્ન પહેલાના શારીરિક સંબંધો, અંગ પ્રદર્શન અને ચુંબનો દ્વારા દર્શાવામાં આવે છે. વાસ્તવમાં એ પ્રેમ નહિ પણ એક પ્રકારનું આકર્ષણ જ છે. ભૂતકાળમાં ફિલ્મની સ્ટોરી સારી હોય, સંવાદો તથા દ્રશ્યો સારા હોય તો જ ફિલ્મ હીટ જતી. જયારે આજે સ્ટોરી સાવ સામાન્ય હોવા છતાં અભિનેત્રીઓનું અંગ પ્રદર્શન અને ચુંબન દ્રશ્યો તથા બીભત્સ સંવાદો ફિલ્મને હીટ બનાવે છે.

હા એ વાત સો ટકા સાચી છે કે, પરિવર્તન એ કુદરતનો નિયમ છે. પરંતુ આમ છતાં એ પરિવર્તન માનવ જીવનને યોગ્ય રસ્તે દોરનાર તો ણ જ હોવું જોઈએ. ભૂતકાળમાં ગુજરાતી ફિલ્મોમાં આપણી માટીની મહેક અનુભવાતી હતી. જયારે આજની ફિલ્મોમાં પશ્ચિમી દેશોના પરફ્યુમની ગંધ આવે છે. પણ એક વાત યાદ રાખવી કે કુદરતી સૌંદર્ય આંખોને તૃપ્ત કરે છે, માટીની સુગંધ તન મનને પ્રફુલિત કરે છે. પરંતુ પરફયુમની ગંધ તો થોડીવાર જ સારી લાગે છે. પણ લાંબે ગાળે તો માથાનો દુખાવો જ કરે છે.

ગુજરાતમાં પ્રાદેશિક ફિલ્મોની સફર ૧૯૩૨ થી શરુ થઇ હતી. ત્યારથી ગુજરાતી ફિલ્મોએ પણ ભારતીય સિનેમાને પુષ્કળ યોગદાન આપ્યું છે. પ્રારંભમાં ગુજરાતી ફિલ્મો ધાર્મિક અને પૌરાણિક કથાઓ પર બનતી હતી. શરુઆતમા ગુજરાતી ફિલ્મોની સ્ક્રીપ્ટ અને વાર્તા માનવ સંવેદનાઓ પર આધારિત હતી. ફિલ્મોમાં પ્રેમ, લાગણી, સહનશીલતા, સંવેદના, સંસ્કાર તેમજ ચારિત્ર મોખરે રહેતું. તદ ઉપરાંત ભારતીય સંસ્કૃતીનું આહલાદક વર્ણન કરવામાં આવતું હતું. પ્રથમ ધાર્મિક ગુજરાતી ફિલ્મ ‘નરસિહ મહેતા’ ૧૯૩૨માં રીલીઝ થઇ હતી. જેમનું નિર્દેશન નટુભાઈએ કર્યું હતું. આ ફિલ્મમાં કોઈ ચમત્કારોનું વર્ણન કરવામાં આવ્યું ન હતું. માત્ર નરસિહ મહેતાનું જીવન ચરિત્ર જ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. ૧૯૩૫માં અન્ય એક ફિલ્મ ‘ઘર જમાઈ’ રીલીઝ થઇ હતી. જેમના નિર્દેશક હોમી માસ્ટર હતા. આ ફિલ્મમાં ઘર જમાઈ અને તેના દુ:સાહસી કારનામા પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. ફિલ્મ કોમેડી તેને અદભુત સફળતા મળી હતી. ‘લીલુડી ધરતી’ ફિલ્મમાં ફળદ્રુપતાની વાતો અને ગ્રામીણ જીવનશૈલીનું પ્રતિબિંબ જોવા મળ્યું હતું. ૧૯૭૫માં ચંદ્રકાંત સંગાણી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘તાનારીની’માં અકબરનું બુદ્ધિ ચાતુર્ય પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. ૧૯૭૬માં રીલીઝ કરવામાં આવેલ ‘સોનબાઈની ચુંદળી’ ફિલ્મ ગુજરાતી સિનેમાની પ્રથમ સીનેમાંસ્કોપ ફિલ્મ હતી. આ ઉપરાંત ૧૯૮૦માં કેતન મહેતા દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ભવની ભવાઈ’ રીલીઝ થઇ હતી. આ ફિલ્મમાં ઉત્કૃષ્ટ અભિનય અને કુશળ કેમેરા વર્ક જોવા મળ્યું હતું. આ ફિલ્મે બે એવોર્ડ પણ જીત્ય હતા. તેમાં બેસ્ટ ફીચર ફિલ્મ ઓન નેશનલ માટે નેશનલ એવોર્ડ તથા ફ્રાન્સમાં નેશનલ ફ્રેસ્ટીવલમાં અન્ય એક એવોર્ડ મળ્યો હતો.

સમયનું ચક્ર ફરતા ગુજરાતી ફિલ્મોમાં પણ પશ્ચિમી સંસ્કૃતિનો પવન ફૂકાતા બીભત્સ સંવાદોનો ઉપયોગ થવા લાગ્યો. ૨૦૧૫માં રીલીઝ થયેલ ‘છેલ્લો દિવસ’ ફિલ્મે અદભુત સફળતા મેળવી હતી. અને કરોડો રૂપિયાનો વ્યાપાર કર્યો હતો. એકંદરે ફિલ્મની સ્ટોરી સાવ સામાન્ય હતી. પણ સંવાદો ખુબ જ બીભત્સ હોવાથી યુવાધન તે ફિલ્મ જોવા આકર્ષાયું હતું. અંગપ્રદર્શન તો ણ હતું. પણ પહેરવેશ પાશ્ચાત્ય હોવાથી લોકોને ફિલ્મ આધુનિક તથા મોર્ડન લાગી હતી.

જો આવું જ ચાલશે તો એક સમય એવો આવશે કે બાળક દુધની બોટલમાં પણ દારૂ પીવા લાગશે. તદ ઉપરાંત નિર્લજતા અને અશ્લીલતામાં વધારો થશે. પ્રાત:કાળ અને સંધ્યા સમયે ઘર માંથી ઘંટડીનો નાદ સંભળાવવાને બદલે પોપ સોંગ જ સંભળાશે. તથા કથકનું સ્થાન બીભત્સ ડાન્સ લેશે

ફિલ્મ એક સક્ષમ મીડિયા છે. અને તેનો સારો કે માઠો પ્રભાવ એક યા બીજી રીતે સમાજ પર પડે જ છે. પછી એ હોલીવુડ હોય, બોલીવુડ હોય કે ઢોલીવુડ હોય. ફિલ્મો પર બતાવવામાં આવતી હકારાત્મક બાબતોની અસર સમાજ પર અમુક અંશે જ થાય છે. પણ નકારાત્મક બાબતોની અસર તો વાયુવેગે થાય છે. જે લોકો શિક્ષિત છે અને સ્વતંત્ર વિચારસરણી ધરાવે છે. તેમના પર નકારાત્મક બાબતોની અસર થતી નથી. પરંતુ ગામડાઓ તથા શહેરના નિમ્ન વિસ્તારોમાં કેટલાક લોકો પોતાની જાતને શાહરૂખ, સચિન કે સહેવાગ અથવા તો નરેશ કનોડિયા જ સમજતા હોય છે. આવા વિસ્તારોમાં લોકોને એ પણ ખબર હોતી નથી કે દેશના પ્રધાનમંત્રી અને રાષ્ટીયપતિ કોણ છે. ફિલ્મોને લીધે જ સમાજમાં ધુમ્રપાન તથા તમાકુનું સેવન વધ્યું છે. ઝુપડપટ્ટી વિસ્તારમાં જશો તો જાણી શકાશે કે ફિલ્મોએ સમાજ પર કેવી અસર ઉપજાવી છે.