સોનામાં સુગંધ ભળે Ankit Soni દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સોનામાં સુગંધ ભળે

Soni Ankit

ranpuraankit01@gmail.com

*પ્રસ્તાવના*

માણસ ના જીવન માં યુવાની ની ઋતુ પ્રવેશતા જ જયારે તરુણાવસ્થા પાનખર બની ને ખરી જતી હોય છે,ત્યારે યુવાનો માં નવો જોમ જુસ્સો ઉભરાઈ આવતો હોય છે.કોણ જાણે ક્યાંથી અજાણી આંતરિક શક્તિ નો ધોધ વહેતો થઇ જાય છે.હર કોઈ યુવાન ને પ્રેમ ઓછો ને પ્રણયફાગ ખેલવાનો બહુ ભડભડીયો જાગે છે.મોટાભાગના યુવાનો ને પોતાના આ સુવર્ણ સમય ને યાદગાર બનાવવાના અભરખાં જાગતા હોય છે.

આ સમયગાળા દરમ્યાન ઘણાખરા યુવાનો અપરિપક્વ બની જતા હોય છે અને ક્યારેક ગંભીર ભુલો કરી બેસતા હોય છે,જેને તેઓ પ્રેમ માની બેસતા હોય છે તે પોતાના કુટુંબ માટે વહેમ બની રહેતો હોય છે.કારકિર્દી બનાવવાની ઉંમરે વર્ગખંડ બેસીને ભણવાને સ્થાને તેઓ થીએટર માં કે બગીચા માં બેસી ને પોતાની કહેવાતી હિરોઈન સાથે પ્રણયફાગ ખેલતા હોય છે.તેઓ પોતાનું તન,મન,ધન,અને સમય આ બધા નું જ નુકશાન કરતા હોય છે,જેની તેઓએ ભવિષ્ય માં બહુ આકરી કિંમત ચૂકવવી પડતી હોય છે.

યુવાન કે યુવતી ને ડીગ્રી મેળવવાની ઉંમરે તેઓને દીકરી મેળવવાની ને માં બાપ બનવાની બહુ ઉતાવળ હોય છે,ઉતાવળ કહો કે નાદાની કહો સારી ઢંગ થી પ્રેમલગ્ન કરનારાઓ ની વાત અલગ છે પણ ઘણા ને ભાગવાની બહુ ઉતાવળ હોય છે અને ભાગે પણ છે.પછી તો શું?દોડપકડ ની રમત શરુ થઇ જાય છે.આ કંઇક કરી દેખાડવા ની ઉંમર માં યુવાન કે યુવતી ખરેખર કંઇક કરી દેખાડતા હોય છે.પણ શું સાવ આવું કરવાનું?તેઓ લગ્ન કરે છે કે પછી ચોર પોલીસ રમે છે એજ નક્કી નથી થતું.તો વળી એરેન્જડ મેરેજ માં પણ લગ્નેત્તર સંબંધ નો ભય રહેતો હોય છે,કારણકે જો કોઈ પાત્ર પોતાના પ્રેમી સાથે કોઈ કારણોસર લગ્ન ના કરી શકે તો તેઓ પોતાના લગ્ન બાદ પણ પોતાના પ્રેમી સાથેના લગ્નેત્તર,અનૈતિક સંબંધો જારી રાખતા હોય છે.ખેર મારી દ્રષ્ટી એ વિસ્તાર થી જોઈએ કે એરેન્જડ મેરેજ યોગ્ય છે કે લવ મેરેજ.

* લગ્ન એ દરેક વ્યક્તિ ના જીવન નો અતિ મહત્વ નો અવસર કહી શકાય,કારણકે લગ્ન પછી માણસ એક માંથી બે થાય છે.લગ્ન બાદ વ્યક્તિ માત્ર પોતાની માટેજ નહીં પણ પોતાના જીવનસાથી માટે પણ જીવતો હોય છે,જીવન માં જાણે નવો ઉમંગ ભરાઈ ગયો હોય.જીવન જાણે ધન્ય થઇ જાય છે!

યુવાની ના ઉંબરે પહોચતા જ જયારે ઘરમાં આપણા લગ્ન ની વાતો ચાલુ થતી હોય છે ત્યારે જાણે પેટ માં ગલગલીયા થતા હોય એવું અનુભવી છીએ!

ભારતીય સંસ્કૃતિ એ વિશ્વ ની તમામ સંસ્કૃતિ ઓ માં સૌથી અજોડ અને સમૃદ્ધ વારસો ધરાવનાર છે.અહીં માણસ જન્મ થી લઈને મૃત્યુ સુધી સતત કોઈને કોઈ કારણોસર સંસ્કૃતિ સાથે જોડાયેલો રહે છે.

બાળક ના જન્મ્યા પછી થોડા સમય બાદ બાબરી ઉતારવી,ત્યારબાદ યુવાવસ્થા માં લગ્ન કરવા થી માંડી ને મૃત્યુ બાદ અંતિમસંસ્કાર કરવા આ બધુજ ભારતીય સંસ્કૃતિ નો એક અભિન્ન ભાગ છે.

આપણે નિ:શંકપણે આપણી સંસ્કૃતિ નું જતન કરવું જોઈએ અને પેઢી દર પેઢી તેનો વ્યાપ આગળ ધપાવવો જોઈએ.આપણે ભારતીયો જ તો છીએ કે જેઓ આપણી સંસ્કૃતિ ને જીવંત રાખી શકીશું .લગ્ન એ કોઈ પ્રથા નથી પણ એ આપણી સંસ્કૃતિ છે.કોઈ અમેરિકન,બ્રિટીશ,ફ્રેંચ,......આ લોકો થોડા આવવાના છે આપણી સંસ્કૃતિ ને જીવંત રાખવા!?

આમ લગ્નપ્રથા એ ભારતીય સંસ્કૃતિ નો એક અજોડ હિસ્સો છે.પહેલા ના સમય માં એવો રીવાજ હતો કે કોઈ કુટુંબ ના વડીલ કે છોકરા છોકરી ના માતાપિતા સામેના પક્ષે કોઈ સગા સંબંધી ને ત્યાં પોતાના છોકરા કે છોકરી માટે પાત્ર જોવા જતા.(આમ તો પહેલેથીજ બધું નક્કી હોય છે મેચ ફિક્સિંગ ની જેમ !)

એકબીજા પરિવાર ને પસંદ પડતું ને ગોળ ખાઈ લેતા.અહીં છોકરા છોકરી ઓ ને એકબીજા ને મળવા ની વાત તો દુર રહી એકબીજા ને જોવાની છૂટ પણ ન હતી!નક્કી થતી તારીખો અનુસાર સગાઇ અને ત્યારબાદ લગ્ન,બીજી કોઈ લાંબી માથાકૂટ નહીં.પહેલા ના સમય માં ક્યાં મોબાઈલ હતાં કે લોકો ઓનલાઈન ચેટીંગ અને સેટિંગ કરે?

આતો લગ્ન જીવનની પહેલી રાત્રે વહુનો ઘૂંઘટ ઉઠે ત્યારે ખબર પડે કે કાગડો દહીંથરું લઇ ગયો કે વાંદરી સફરજન લઇ ગઈ?! કે પછી એકેય જણા ફાવ્યા નથી કે પછી બંનેય ફાવી ગયા.!!

સમય જતા સમાજ માં થોડુ પરિવર્તન આવ્યું માતાપિતા પોતાના છોકરા છોકરી ને પણ લગ્ન માટે ઠેકાણું જોવા સાથે લઇ જતા થયા, આથી થોડાક આગળ વધ્યા છોકરા છોકરી ને પોતાની પસંદ નાપસંદ, ટૂંકો પરિચય મેળવી શકે તે હેતુ થી કોઈ અન્ય રૂમમાં એકાંત માં મળવાની અથવા બહાર ફરવા જવા દેવાની છૂટછાટ આપવામાં આવી.

ત્યારબાદ જો બંને ને એમ લાગે કે ઠીક છે વગર અટકે ગાડી ચાલશે એવું લાગે તો વાત આગળ ચાલે છે,સગાઇ થાય છે અને લગ્ન થાય છે.જો કોઈ પાત્ર ને સામેનું પાત્ર પસંદ ના પડે તો આમાં રીજેક્ટ નું ઓપ્શન આવે છે.ખરેખર તો હાલ ના સમય પ્રમાણે છોકરીઓ ને ચોઈસ મળતી હોય છે,સાંભળ્યું છે કે આજકાલ છોકરીઓની બહુ અછત છે!

આમ જોવા જઈએ તો આપણા સાંસ્કૃતિક રીતિરિવાજ અનુસાર એરેન્જડ મેરેજ ને સમાજ માન્યતા આપતો હોય છે.આમાં કોઈ માતાપિતા નો છોકરો કે છોકરી કુંવારા હોય (વાંઢા નહિ હો!) તો તેમના સમાજ ના કોઈ અન્ય સગાસંબંધી તેજ સમાજ નું તેમને બંધબેસે એવું પાત્ર બતાવતા હોય છે.(આજકાલ માણસો સંબંધ કરાવવા માં બહુ રસ લેતા નથી,ખબર નહિ કેમ?) ત્યારબાદ બંને પક્ષ ને અનુકુળતા હોય તો એકબીજાને જોવાનું ગોઠવ્યા બાદ કેટલાક રીતિરિવાજ પૂર્ણ કર્યાબાદ સગાઇ કરીને થોડાક સમય બાદ લગ્ન ગોઠવતા હોય છે.

અહીં એક પ્રથા ખુબજ સારી છે જે છે સગાઇ.પહેલેથીજ લગ્ન ગોઠવવાના ને બદલે પહેલા સગાઇ કરવામાં આવે છે. આને કારણે બંને પાત્રો એકબીજા ને વધુ સારી રીતે ઓળખી શકે છે. બંને પોતપોતાની પસંદ ના પસંદ, રસ રૂચી ,રહેણી કરણી વગેરે વિશે જાણી શકે છે.

પહેલા લોકો સગાઇ થઇ ગયા બાદ પ્રેમ પત્રો લખીને એકબીજા સાથે વાતચીત કરતા ,ત્યારબાદ હવે મોબાઈલ નો યુગ આવતા હવે તો સગાઇ થઇ ગયા બાદ પ્રથમ પુરુષ પાત્ર દ્વારા મહિલાપાત્ર ને મોંઘા માયલો એન્ડ્રોઈડ મોબાઈલ લઇ દેવાનો રીવાજ આવ્યો છે!બંને પાત્રો સગાઇ દરમ્યાન ૩ કે ૬ મહિના એકબીજા સાથે રહે છે,વાર તહેવારે એકબીજા ના ઘેર આવે જાય છે અને એકબીજા ના સગા સંબંધી ઓ સાથે પરિચય કેળવે છે,આમ આની મજા જ અલગ હોય છે.

આ સમયગાળા દરમ્યાન જો કદાચ એવું બને કે કોઈ પાત્ર ને સામેના પાત્ર નો સ્વભાવ ના ગમે કે મનમેળ બેસે નહિ તો બંને ની મરજી થી સંબંધ તોડી પણ શકાય છે,હવે જો પહેલેથીજ લગ્ન કરી લીધા હોય તો લગ્ન તોડતા બંને પાત્રો ને તથા તેમના પરિવાર ને થોડોક ખચકાટ રહે છે,પરંતુ સગાઇ તોડવામાં બહુ ખચકાટ રહેતો નથી.જોકે અત્યારના સમય ની વાત અલગ છે લોકો હાલતા ને ચાલતા છૂટાછેડા લઇ લેતા હોય છે.કોઈ શરમ સંકોચ વગર જાણે કે પોતે મોટી સેલીબ્રીટી હોય!દિવસે ને દિવસે માણસ બેશરમ બનતો જાય છે.

એરેન્જડ મેરેજ એ કોઈ બે પાત્રો ની સગાઇ નથી,એરેન્જડ મેરેજ એ બે કુટુંબ વચ્ચે થતી સગાઇ છે.કોઈ નિશ્ચિત સમાજ નું કોઈ પાત્ર તેનાજ સમાજ કે જ્ઞાતિ ના પાત્ર સાથે લગ્ન કરે છે,મારા મતે આ પ્રથા ખરેખર તંદુરસ્ત પ્રથા છે.(થોડા વરસો પછી આ પ્રથા ઈતિહાસ બની જશે.)સમાજ માં કેટલીય જ્ઞાતિઓ ના લોકો વસે છે,આપણા સમાજ ના વડીલો એ જે રીતી રિવાજો બનાવ્યા છે તે એકદમ વાજબી જ હતાં.યુવાપેઢી આજે દોઢડાહી થઈને હોશિયારી વાપરી ને આ રીવાજો નું સરાજાહેર ખૂન કરી રહ્યા છે.જે તંદુરસ્ત સમાજ ના બળાત્કાર સમાન છે.

આજે મનફાવે તે છોકરી મનફાવે તે સમાજ ના છોકરા સાથે મનફાવે ત્યારે મનફાવે તે જગ્યા એ ભાગીને જતી રહે છે.આમાં તેના માતાપિતા ને શું સમજવાનું???

ખેર એરેન્જ્ડ મેરેજ માં બંને પાત્રો ને ઉત્સાહ હોય છે,ઉમંગ હોય છે.એ સગાઇ અને લગ્ન વચ્ચે નો સમયગાળો અમૂલ્ય હોય છે,દરરોજ ફોન પર પ્રિયપાત્ર સાથે વાતો કરવી (રાતના ૨-૩વાગ્યા સુધી ,અને ક્યારેક તો સવારો સવાર!!)ક્યાંક વાર તહેવારે કટકે કટકે થતી મુલાકાતો.એની મજા જ કંઇક અલગ હોય છે.તો વળી ક્યારેક તો સાળી,કે કોઈ મિત્ર ,સહેલી ની મદદ થી થોડુંઘણું એકાંત માણવાની તક દરેક યુગલ ઝડપી લેતું હોય છે.

આમતો લગ્ન અને સગાઇ વચ્ચે નો સમયગાળો જેટલો આનંદ અને ખુશી આપે છે,તેટલો આનંદ અને ખુશી લગભગ લગ્ન બાદ મળતી નથી.સગાઇ દરમ્યાન એકબીજા થી દુર રહેનાર પાત્રો લગ્નબાદ એકબીજા ને મળી જતા એ એકબીજા ની વાટ જોવાની આતુરતા જોવાનો સુખદ કહો કે દુ:ખદ અંત જરૂર આવે છે,કારણ કે પ્રિયતમા ની વાટ જોવી એ પણ એક લ્હાવો છે સાહેબ!

એરેન્જડ મેરેજ બાદ આવતી પ્રથમ રાત્રી માં જે મજા હોય છે તે મજા ખરેખર જોવા જઈએ તો લવમેરેજ માં હોતી નથી.આમ જોવા જઈએ તો લવ મેરેજ માં મેરેજ જેવું કઈ હોતું નથી,કારણકે મેરેજ પછી કેટલીક આનંદ ની પળો માણવાની હોય છે તે આનંદની પળો લવમેરેજ કરનારા યુગલો તેઓના મેરેજ પહેલાજ માણી લેતા હોય છે.

લવ મેરેજ માં સગાઇ નામના તત્વ ને લગભગ સ્થાન હોતું નથી.આમતો લવમેરેજ ના બે ભાગ પાડી શકાય છે.એક તો પરિવાર ની સંમતિ થી લવ મેરેજ અને બીજું પરિવાર ની અસંમતી છતાં લવ મેરેજ.

જો કોઈ યુગલ પરિવાર ની સંમતિ થી લવમેરેજ કરે છે તો તે થોડેઘણે અંશે સફળ થઇ શકે છે,જયારે પરિવાર ની વિરુદ્ધ જઈને લવ મેરેજ કરવા એ પરિવાર સાથે સંઘર્ષ નોતરે છે.

આમ જોવા જઈએ તો લવ મેરેજ નું જમા પાસું એ છે કે તમે જે પાત્ર ને પ્રેમ કરો છો તેની સાથે જ આખી જિંદગી વિતાવવાની છે!પણ આપણે એ પણ ના ભૂલવું જોઈએ કે ઈતિહાસ ચાડી ખાય છે કે મોટાભાગે લવ મેરેજ લાંબાગાળે સફળ રહ્યા નથી.તેના ઘણા બધા કારણો હોઈ શકે છે.ખેર આપણે એમાં પડતા નથી,તેમાં ઘણાબધાં વ્યક્તિગત કે કૌટુંબિક કારણો હોઈ શકે છે.

આપણા સમાજ માં પણ ઘણા વર્ગો છે.(પહેલેથી ચાલ્યા આવે છે.)ઉચ્ચ જ્ઞાતિ અને નિમ્ન જ્ઞાતિ.મોટે ભાગે લવ મેરેજ માં મોટો વાંધો ત્યારે આવે છે જયારે કોઈ નિમ્ન જ્ઞાતિ ની છોકરી કે છોકરો કોઈ ઉચ્ચ જ્ઞાતિ ના છોકરા કે છોકરી સાથે લગ્ન કરે છે.સમાજ આ લગ્ન ને ક્યારેય માન્યતા નહિ આપે.અહિયાં સવાલ જે તે કુટુંબ ની આબરું નો હોય છે જે ગુમાવવી બહુ સરળ છે પણ કમાવવી ખરેખર અઘરી છે.

આપણે સમાજ માં ઘણીવાર જોતા હોય છીએ કે કરોડપતિ,સારાઘરની ,સુસંસ્કારી કુટુંબ ની છોકરી જયારે કોઈ અન્ય જ્ઞાતિ ના છોકરા સાથે લગ્ન કરવાની જીદ પૂરી કરે છે,ત્યારે તેના માતાપિતા નું દિલ તૂટી જતું હોય છે.ખરેખર તેઓ ભાંગી પડતા હોય છે.એમને ક્યારેય જેવી આશા ઓ નથી હોતી તેને તેનુજ લોહી વાસ્તવિકતા માં ફેરવી નાખે છે.

ઘણીવાર આવી ઘટનાઓ બનવાના કારણે જે તે છોકરા કે છોકરી ના માં બાપ સમાજ માં મેળવેલ પ્રતિષ્ઠા ગુમાવતા હોય છે,ઘણીવાર તો તેઓના માતાપિતા ના વિરોધીઓ તેમને આ અંગે જાહેર માં જેમતેમ બોલી ને ઉતારી પડતા હોય છે.(ભૂતકાળ ની કોઈ દાઝ રાખી ને!) ત્યારે માતાપિતા પાસે દલીલ કરવા પુરતો એક શબ્દ પણ હોતો નથી.તેઓ પણ શું કરે જયારે પોતાનો જ સિક્કો ખોટો હોય?

સમય ની સાથે સમાજ ના વિચારો થોડેઘણે અંશે બદલાયા જરૂર છે.આજકાલ માતાપિતા અગર પોતાનું બાળક પોતાના કોઈ પાડોશી મિત્ર સાથે કે કલાસમેટ સાથે કે અન્ય કોઈ મિત્ર સાથે પ્રેમલગ્ન કરવાનો પ્રસ્તાવ મુકે ત્યારે જો સામેનું પાત્ર સારા પરિવાર નું,સારી નોકરી કે ધંધો કરતુ હોય અને પોતાની જ્ઞાતિ ની કોઈ સમકક્ષ જ્ઞાતિ નું પાત્ર હોય તો માતાપિતા થોડીઘણી બાંધછોડ કરીને રાજી ખુશી થી બંને ના મેરેજ કરાવી આપતા હોય છે.જોકે ઘણીવાર મેં જોયું છે કે આવા લગ્ન પણ બહુ લાંબો સમય ટકી શકતા નથી.આવી પરિસ્થિતિ માં પણ છોકરી ૬ કે ૧૨ મહીને રીસામણે પિયર માં પાછી આવતી હોય છે!

હવે તમેજ વિચારો કે તમે કોઈ અન્ય જ્ઞાતિ ની યુવતી કે યુવક સાથે લગ્ન કરો છો,હવે જો બંને પાત્ર ના પરિવાર ફોરવર્ડ હોય અને તેઓ આ લગ્ન ને મંજુરી આપે તો કોઈ મોટો વાંધો રહેતો નથી,પરંતુ જો આજ લગ્ન બંને પરિવાર ની અસંમતિ વચ્ચે થાય તો.....?

ફિલ્મમાં જેમ હીરો હિરોઈનને તેના ઘેર જઈ પાછલી બારીએથી ઉઠાવીને મંદિરે જઈને લગ્ન કરી લે છે તેવી જ રીતે હિરોપંતી તમે કરો તો...?

આવી પરિસ્થિતિમાં બીજી બે પરિસ્થિતિ માંથી કોઈ એક નું નિર્માણ થાય છે.પહેલું તો છોકરી ના માતાપિતા તેની છોકરી સાથેના તમામ સબંધ તોડી નાખે છે, અથવા બીજું તો બંને ના પરિવારો વચ્ચે સંઘર્ષ થશે. આપણે અવારનવાર જાહેર ખબરોમાં વાંચતા હોઈ છીએ કે ફલાણી છોકરીને ઢીકણો છોકરો લલચાવી ફોસલાવી ભગાડી જતા ઢીકના ના માતાપિતા પર ફલાણીના પિતા, પુત્ર અને કાકા દ્વારા જીવલેણ હમલો.

કેવી કરુણતા કહેવાય કે ભાગેડુ બંને પ્રેમી પંખીડા દુનિયાના કોઈક ખૂણે મજાથી રહેતા હોય છે અને પરિણામ તેના કુટુંબી ઓ ભોગવતા હોય છે,થાય છે સમાજ માં આવું જ થાય છે.

વળી બન્ને પરિવાર ની સંમતી થી જો તમે પ્રેમલગ્ન કરો તો એમાંય કોઈ સારા વાટ નથી.તમારા બંને કુટુંબ ની મરજી હોય છે પણ સમાજ ક્યારેય તેને મંજુરી નહિ જ આપે.પ્રેમલગ્ન કરેલ યુવક જયારે તેના સસરા ને ત્યાં પ્રસંગોપાત જાય છે ત્યારે બને છે એવું કે યુવક ક્યાંક ખૂણા માં એકલો એકલો ઘોઘા ની જેમ બેઠો હોય છે.ના કિસીસે જાન ના પહેચાન ની જેમ.

આતો કોઈ અજ્ઞાત વ્યક્તિ ભીડ માં આવી ચડી હોય એમ.યુવક ને જ ખ્યાલ નથી હોતો કોણ તેના કાકાજી કોણ તેના કાકીજી કોણ મામાજી કોણ મામીજી...વગેરે વગેરે અરે ક્યાં મોઢે તેની પત્ની પોતાના સગાવહાલા સાથે પોતાના પ્રેમી કમ પતિ નું ઇન્ટ્રોડંક્શન કરાવે? ભાગીને લગન કરનાર છોકરી ને કદાચ કુટુંબ કે સમાજ સ્વીકાર કરતો નથી અને કરે તો પણ એક દીકરી હોવાને નાતે .બાકી સંબંધ માં એક વાર ગાંઠ પડી જાય પછી એ ગાંઠ ખુલી જાય તો પણ તેમાં દાંતી રહી જતી હોય છે.

પ્રેમલગ્ન માં જો સૌથી વધુ નુકશાન ભોગવવું પડતું હોય તો તે છે સ્ત્રી પાત્ર.ઘણીખરી વાર દીકરી ના આવા પગલા ને કારણે પિતાને હાર્ટ એટેક આવી જતો હોય છે,બની શકે છે કારણકે પિતા એ તેની દીકરી માટે કેટલાય ઉચ્ચા સપનાં ઓ જોયા હોય છે ,તે સપના ઓ ને તેમની કહેવાતી લાડકવાયી દીકરી એક જ દિવસ માં ભસ્મીભૂત કરી નાખે છે.લવ મેરેજ ને મંજુરી આપવી ના આપવી એ જેતે પરિવાર ની અંગત બાબત હોય છે,જે તે કુટુંબ નું વલણ લવ મેરેજ પ્રત્યે અલગ અલગ હોય છે.

લવ મેરેજ માં પણ જો યુગલ વિધિવત સગાઇ,ત્યારબાદ લગ્ન કરતા હોય તો કોઈ મુશ્કેલી રહેતી નથી,બાકી આગળ કીધું એમ ફિલ્મીઢબે છોકરી ને તેના ઘરે થીજ ઉઠાંતરી કરવાની હોય તો તે બાબત ક્યારેક સંઘર્ષપૂર્ણ બનતી હોય છે.ક્યારેક તો પોલીસકેસ સુધી પણ મામલો પહોચતો હોય છે.એકબીજા પર આક્ષેપમારી,નહિ લેવા નહિ દેવા પરિવાર ને ઘણુંખરું સાચું ખોટું સાંભળવું પડતું હોય છે.પડોશીઓ માટે એકાદ અઠવાડીયા માટે ચર્ચા નો મુસદ્દો મળી જતો હોય છે.(અને એમાંય જે પાડોશી સાથે આપણે બનતું નથી હોતું તેઓને તો મજા પડી જાય છે...)

લવ મેરેજ માં શાસ્ત્રોક્ત વિધિ દ્વારા લગ્ન ને સ્થાન હોતું નથી,અહીં તો કોઈ મંદિર અને ત્યારબાદ કોર્ટ માં (બે જામીન સાથે) જઈને લગ્ન કરવાના હોય છે.સ્નેહી સગાવહાલા ઓ ની ઉપસ્થિતિ માં જે રંગેચંગે ઘોડે ચડી ને એય ને તમારા લગ્ન માં તમારા લંગોટિયા મિત્રો કે તમારા કાકા બાપા ના પોળિયા ઓ!,સહેલીઓ,તેમજ તમારા જન્મદાતા માતા પિતા બેન્ડવાજા ના તાલે ઠુમકા લગાવી ને નાચતા હોય ને ટેટા ની રેલ ફૂટતી હોય, આવા સુખદ અમૂલ્ય દ્રશ્યો કદાચ લવ મેરેજ માં જોવા ના પણ મળે.

લગ્નજીવન ની સૌથી સુખદ પળ હોય તો તે છે તમારી મધુરજની ! આમ લવ મેરેજ માં મધુરજની જેવું કઈ હોતું નથી,કારણકે લગભગ પ્રેમીયુગલો એ લગ્ન પહેલાજ પોતાની તમામ મર્યાદા તોડી નાખી હોય છે,જયારે એરેન્જડ મરેજ માં કેટલીક મર્યાદા રાખવી પડતી હોય છે.

લવ મેરેજ ની વ્યાખ્યા મારા મતે મોબાઈલ આવ્યા પછી જ સિદ્ધ થઇ છે,મોબાઈલ આવતા તો માણસ ને જાણે પાંખો આવી ગઈ છે.હજી હમણાં જ થોડાક દિવસો પહેલા જાહેરખબર માં વાચ્યું હતું કે અમદાવાદ ના એક ૨૮ વરસ આસપાસ ના બેરોજગાર યુવાને અમેરિકાની ૪૩ વરસ ની (છૂટાછેડા વાળી યુવતી!!) સાથે લગ્ન કર્યા.લો બોલો અને એ પણ ફેસબુક ચેટીંગ દ્વારા.ના કોઈ જાન ના પહેચાન માત્ર ફેસબુક ફ્રેન્ડ બન્યા પછી પહેલા ચેટીંગ પછી સેટિંગ ને પછી સીધું વેડિંગ! આમને મોંઘવારી નડે!? બાય ધ વે જેને વિદેશ જવું હોય અને વિઝા ના મળતા હોય તેમના માટે આ આઇડિયા સારો છે.આવા તો કેટલાય પ્રેમલગ્ન થતા હોય છે.

જો આ અંગે સમાજ માં જાગૃતતા ના આવી અને માતાપિતા જાગૃત ના થયા તો આપણા દેશ માં પણ એ દિવસો દુર નથી કે ૨૩ વરસ ની યુવતી ૪૨ વરસ ના યુવાન (આધેડ!) સાથે ઘર માંડશે.લોકો પોતાના જીવન દરમ્યાન ૨ થી ૩ લગ્ન કરશે,જોકે સેલીબ્રીટીઓ એ તો આ દોર ના શ્રી ગણેશ માંડી દીધા છે બસ હવે ધીરે ધીરે આ રોગ સમાજ માં પણ ફેલાય તો નવાઈ નહિ.હે માતાપિતા ઓ ! છોકરાઓ ને છૂટ આપો પણ મર્યાદા માં રહી ને.

રહી વાત એરેન્જડ મેરેજ ની તો તમારા માતાપિતા ક્યાં તમને કોઈ જેવું તેવું પાત્ર બટકાવી દેવાના છે,તેઓ તમને સામેનું પાત્ર જો સંપૂર્ણપણે પસંદ પડતું હોય તોજ તમને મેરેજ કરવા માટે કહેશે,તમને સામેનું પાત્ર ગમે તોજ તમેં હા પાડવાના કે નહીં??? એરેન્જડ મેરેજ માં પણ તમને લવ મેરેજ ની જેમ જ પસંદગી નું પાત્ર જ મળવાનું છે ને,તમે ગમે તેટલો સાચો પ્રેમ કરો પણ સમાજ અને કુટુંબ ની દ્રષ્ટીએ તમારો પ્રેમ લગ્ન પહેલા તો લફરું જ કહેવાવાનો.હરકોઈ બાબત ના હકારાત્મક અને નકારાત્મક પાસા ઓ જરૂર હોવાના,તેમ છતાં મારા મતે લવ મેરેજ કરતા એરેન્જડ મેરેજ વધુ સફળ રહેતા હોય છે.પછી તો બધા ના વિચારો અલગ અલગ હોય છે.

સો વાત ની એક વાત તમે ચાહે લવ મેરેજ કરો કે એરેન્જડ મેરેજ,જો બંને પાત્રો વચ્ચે વૈચારિક પરિપક્વતા અને સામ્યતા હોય,થોડુંઘણું જતું કરવાની ભાવના હોય,એકબીજા પ્રત્યે હંમેશા વફાદારી નિભાવવાની નિષ્ઠા હોય,બંને પ્રત્યે મન સમ્માન હોય,પોતાના જીવનસાથી નું દુ:ખ પોતાનું દુ:ખ અને પોતાના જીવનસાથી નું સુખ પોતાનું સુખ માની જયારે અહીં પાર્ટનર ની ભાવના નહીં પરંતુ અર્ધાંગીની ની ભાવના જન્મ લે તો સોનામાં સુગંધ ભળે સાહેબ!

*લાસ્ટ બટ નોટ લિસ્ટ *

આજકાલ લવ મેરેજ ની વાત તો દુર રહી પણ સમાજ માં સજાતીય સંબંધો ની તરફેણ કરનારાઓ ની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે,આ વાહિયાત ખત્રે કી ઘંટી (વિકૃતિ) સમાન પ્રથા વિશે પણ વિચારવું પડશે હો ........ભલે તો આવજો અને આના પર જરાક વિચારજો...

એક કવિતા વાચક મિત્રો માટે.....

પેણું પેણું કરતો તો હું ,કે દાડા નું કેતો તો.

ગામેગામ ફરતો તો હું,એકલ દોકલ રહેતો તો.

મિત્રો કહેતા લવ શવ કરી લે,આપણે ભોળા નોખા ફરીએ.

મારે જોઈતો પાક્કો પરવાનો,લફરું કરી ઘેર નોતો ગરવાનો.

ગોરભા કહે આને મંગળ નડવાનો,તમારો લાલો બત્રીસ નો થવાનો.

હુંય ઘણો ઢીલો જવાન,કોક ની દીકરી ઉપાડી ક્યાં જવાનો???