Love Junction Part-14 Parth J Ghelani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Love Junction Part-14

Love Junction

Part-14

By.Parth J. Ghelani

j. ghelani

Dedicated to

My parents and my family

Disclaimer

ALL CHARECTERS AND EVENT DEPICTED IN THIS STORY IS FICTITIOUS.

ANY SIMILARITY ANY PERSON LIVING OR DEAD IS MEARLY COINCIDENCE.

આ વાર્તા અને તેના દરેક પાત્ર કાલ્પનિક છે,તથા કોઈ પણ જીવિત અથવા મૃત વ્યક્તિ સાથે તેઓનો કોઈ સંબંધ નથી.અને અમારો મુખ્ય ઉદેશ્ય દર્શકો(વાંચકો) ને મનોરંજન પૂરું પાડવાનો છે.

આગળ જોયું,

પ્રેમ ઓફીસ પર જાય છે પરંતુ જેવો ત્યાં પહોંચે છે કે તરત જ દિવ્યા નો મેસેજ આવે છે ત્યારબાદ ફરી વાર લંચ ના સમય માં તેનો મેસેજ આવે છે,આ બધા થી કંટાળીને પ્રેમ તેના જ મિત્રો ને આ ના વિષે પૂછે છે અને ત્યારબાદ આરોહી ની વાત કરે છે અને તેના બીજી રીતે કરવાની વાત કરે છે..

હવે આગળ,

તને તો ખબર જ હશે ને કે પ્રેમ હું હમેંશા તારી સાથે જ હોવ છુ.પ્રિયા બોલી

હમમ,મને પણ ખબર જ છે કે તને પણ મારી જેમ કંઇક હટકે અને જુદું કરવામાં મજા આવે છે પરંતુ..એટલું કહીને હું અટકી ગયો એટલે પ્રિયા બોલી,

પરંતુ શું??પ્રિયા બોલી

પરંતુ અજય ને કેયુર ને મનાવવા પડશે.મેં પ્રિયા ને કીધું

એ જવાબદારી મારી ઓકે.ચાલ હવે કામ પર લાગી જા એટલું કહીને પ્રિયા તેના ડેસ્ક પર જઈને બેસી ગઈ અને પોતાના કામ માં લાગી ગઈ અને ત્યારબાદ હું પણ મારા ડેસ્ક પર જઈને બેસી ગયો અને મારા કામ માં પરોવાઈ ગયો.

જેવા સાંજ ના ૬:૦૦ વાગ્યા એટલે અમારી ઓફીસ પર થી રજા પડી અને અમે બધા દરરોજ ની જેમ બહાર આવ્યા.બહાર આવતા હતા એટલે કેયુર બોલ્યો,

પ્રેમ,આજ ની કોફી તારા તરફ થી છે એ તો યાદ છે ને તને??

યાર,તું તો આ કોફી ની પાછળ પડી ગયો.ચાલ જલ્દી તને તારી કોફી આપું.મેં કેયુર ને કીધું

હાં તો જલ્દી તો હોઈજ ને કેમ કે આજ ની કોફી તારા તરફ થી છે.કેયુર બોલ્યો

વાત કરતા કરતા અમે લોકો ક્યારે કોફી શોપ પર પહોંચી ગયા એ અમને લોકો ને ખબર જ ના પડી અને દરરોજ ની જેમ અમે બધા એ કોફી પીધી અને બપોર ની શરત મુજબ બીલ મારે ચૂકવવાનું હતું એટલે હું બીલ આપવા ગયો તો શોપ વાળા એ કીધું બીલ તો કેયુર એ આપી દીધું છે અને આ સાંભળીને હું ફરી મારા ટેબલ પર આવી ને બેસીને બોલ્યો,

કેમ કેયુરયા તે બીલ આપ્યું??

અરે આજે તેનો જ વારો હતો એટલે.અજય બોલ્યો

ઓહ એવું??તો પછી અત્યાર સુધી મને કેમ હેરાન કરતા હતા??મેં તે બધા ને પૂછ્યું

અમે તો બધા મજાક કરતા હતા.ખુશી બોલી

યાર,આ થઇ શું રહ્યું છે મારી સાથે???હું બોલ્યો

કેમ??હવે શું થયું પાછુ??પ્રિયા બોલી

આજકાલ બધાજ મારી જોડે કેમ મજાક કર્યા કરે છે?? પેલી દિવ્યા એક બાજુ મારી સાથે મજાક કર્યા કરે છે અને આ અજય અને કેયુર કે જેને મજાક નો સ્પેલીંગ પણ આવડતો ન હતો અને આજે વાત વાત માં મજાક કરે છે.થયું છે શું તમને બંને ને??મેં કેયુર અને અજય તરફ જોઇને પૂછ્યું

ચેપ લાગ્યો છે તારો પ્રેમ.પ્રિયા બોલી

યાદ કરો તમે પણ ખુબજ ધમાલ મસ્તી કરી છે,પરંતુ હમણાં થી તારી જોડે મજાક થયા કરે છે.ખુશી બોલી

પેલી લેડી સ્ટારે પણ તારી જોડે મજાક નથી કરીને??કેયુર બોલ્યો

એટલે??મેં કેયુર ને પૂછ્યું

એટલે એમ કે સાચેજ જ એ તને પસંદ કરે છે કે પછી એમજ મજાક માં તને પ્રપોજ કરેલું??અજય બોલ્યો

યાર,આરોહી ની બાબત માં મજાક નહી.હું બોલ્યો

ઓહહહહહહહ!!!!એવું??ખુશી બોલી

કોફી પીવાઈ ગઈ ને??તો ચાલો હવે.મેં ઉભા થતા થતા કહ્યું

બેસ ને હમણાં જઈએ થોડી વાર માં.અજય બોલ્યો

પ્રેમ,તું પાર્ટી ક્યારે આપે છો??કેયુર બોલ્યો

શાની પાર્ટી???ભાઈ.મેં કેયુર ને પૂછ્યું

અરે,ભાઈ અમને આરોહી જેવી ભાભી આપવા માટે.ખુશી બોલી

એમાં શેની પાર્ટી??મેં પૂછ્યું

ના,ભાઈ અમને તો પાર્ટી જોઈએ જ.કેયુર બોલ્યો

તો તો પછી તમારે લોકો એ પણ મને પાર્ટી આપવી પડશે.હું બોલ્યો

કેમ અમે શા માટે આપીએ??કેયુર બોલ્યો

અબે,લંગુર તને અને આ ખજુર ને અંગુર મળી ગઈ ને એટલે.મેં અજય અને કેયુર ને કીધું

ઓકે,તો એક કામ કરીએ આપણે બધા સાથે મળીને પાર્ટી કરીશું.અજય બોલ્યો

એ બધું પછી વિચારીશું અને હવે આપણે લોકોએ ઘરે જવું જોઈએ એવું નથી લાગતું.ખુશી બોલિ

અમે બધા એ ખુશી ની સાથે સહમત થયા અને કાલે મળીશું એવું કહીને છુટ્ટા પડ્યા.

***

સાંજે ઘરે પહોંચીને પહેલા ફ્રેશ થઈને દીવાબત્તી કર્યા અને ત્યારબાદ થોડો સમય ટીવી જોઈ ત્યારબાદ સાંજ નું ભોજન પૂરું કરીને નીકળી પડ્યો મારી દરરોજ ની જગ્યા પર એટલેકે તાપીકિનારે.ત્યાં બેઠા બેઠા મેં મારા ફોન માં ઈન્ટરનેટ ચાલુ કર્યું અને હજુ ચાલુ કરી જ રહ્યો ત્યાજ પેલી દિવ્યા ના બે મેસેજ આવેલા બતાવતા હતા પરંતુ મેં તેના માં કઈ ધ્યાન ન આપ્યું અને બીજા આવેલા મેસેજ વાંચ્યા.તે બધા જ મેસેજ વાંચીને જેવો હું વોટસેપ બંધ કરવા માટે જતો હતો એટલામાં તો ફરી વાર દિવ્યા નો મેસેજ આવ્યો,

શું થયું છે જાનું??કેમ મને રીપ્લાય નથી આપતા.

આ મેસેજ વાંચીને મારે તેને શું જવાબ આપવો તે મને ખબર પડતીજ ન હતી અને કેટકેટલી વાર તેને મેસેજ ન કરવા માટે કીધું તેમ છતા પણ તે મેસેજ કરવાનું બંધ નથી કરતી હજુ હું વિચાર કરતો જ હતો એટલામાં તો મારા ફોન માં આરોહી નો મેસેજ આવ્યો એવું નોટીફીકેશન આવ્યું.એટલે મેં તે મેસેજ ઓપન કર્યો અને વાંચ્યો,

હાય,પ્રેમ.આરોહી નો મેસેજ આવ્યો

હાય,ડીયર.મેં પણ સામે રીપ્લાય કર્યો ત્યાતો ફરીવાર પેલી દિવ્યા નો મેસેજ આવ્યો એટલે મેં મનોમન નક્કી કરી લીધું કે હવે તો આનું કંઇક કરવું જ પડશે નહીતર આ મારી અને આરોહી ની વચ્ચે ની વાતચીત માં વચ્ચે વચ્ચે મેસેજ કરીને હેરાન કર્યા જ કરશે.આવું વિચારીને મેં તેના નંબર ને વોટસેપ ના બ્લોક લીસ્ટ માં નાખી દીધો.અને મન માં જ બોલ્યો હવે કર મેસેજ.

શું કરો છો??આ બાજુ ફરી આરોહી નો મેસેજ આવ્યો

બસ,ચાલવા માટે નીકળેલો છુ.મેં આરોહી ને રીપ્લાય કાર્યો

ઓહ્હો..સારી વાત કહેવાય.આરોહી નો મેસેજ આવ્યો

હમમ.પરંતુ આજે તું કેમ ઓનલાઈન??મેં આરોહી ને મેસેજ કર્યો

કેમ???હું ફેસબુક ના વાપરી શકું??આરોહી નો મેસેજ આવ્યો

ના,એવું નથી પરંતુ તારા નિયમ મુજબ તું તો માત્ર ને માત્ર શનિવારે જ ફેસબુક વાપરે છો અને આજે તો સોમવાર છે એટલે.મેં આરોહી ને રીપ્લાય આપ્યો

હવે નિયમ બદલી નાખ્યો.આરોહી નો રીપ્લાય આવ્યો

કેમ??મેં સામે સવાલ પૂછ્યો

જાનું,તેરે લિયે.આરોહી નો રીપ્લાય આવ્યો

ઓહ,બટર લગાવે છો.કેમ??મેં આરોહી ને રીપ્લાય આપ્યો

ના,ખરેખર હું આજે તારા માટે જ ઓનલાઈન થઇ છુ.હું સવાર ની પ્રયત્નો કરું છુ તારી સાથે વાત કરવાની પરંતુ આખો દિવસ માં ક્યારેય મને સમય જ ના મળ્યો એટલે અત્યારે વાત કરું છુ.આરોહી નો મેસેજ આવ્યો

સારું કહેવાય,તમને સાંજે તો સમય મળ્યો.મેં આરોહી ને કીધું

હમમમ.અને હાં હવે હું દરરોજ જ સાંજે આ સમયે વાત કરવા માટે આવી જઈશ,તો તમારા જે કઈ પણ સીરીયલ જોવાના કે બીજા કોઈ પ્લાન હોય તે બધા ને બાજુ પર મૂકી દેવા.આરોહી નો રીપ્લાય આવ્યો

ઓહ હેલ્લો,હું સીરીયલ જોતો જ નથી.એ બધા કામ છોકરીઓ ના હોય છે.મેં આરોહી ને કીધું

પરંતુ હું જુદાજ પ્રકાર ની છોકરી છુ,મને આ સીરીયલ માં ને એવામાં કોઈ જ રસ નથી.આરોહી નો રીપ્લાય આવ્યો

તો,પછી કઈ બાબત માં રસછે??મેં આરોહી ને પૂછ્યું

મને તો તારી સાથે વાત કરવામાં જ રસ છે.આરોહી નો રીપ્લાય આવ્યો

સાચે??મેં આરોહી ને પૂછ્યું

હમમમ.આરોહી એ ટૂંક માં જ જવાબ આપ્યો

પ્રોફાઈલ પીક્સ ખુબજ સારું છે ને તારું તો?શું વાત છે??આરોહી નો ફરી મેસેજ આવ્યો

પરંતુ હમણાં થોડું ફિક્કું પડી ગયું હોય એવું લાગે છે.મેં અઆરોહી ને રીપ્લાય આપ્યો

કેમ?તરત જ તેનો રીપ્લાય આવ્યો

અરે,તે તેને જોઈ જોઈ ને ફિક્કું પડી દીધું છે.જો પેલા જમણી બાજુ થોડું ઝાંખું થઇ ગયું છે.મેં આરોહી ને રીપ્લાય આપ્યો

એ વાત તો સાચી છે તારી કારણ કે હું દિવસ માં કેટલી વાર તારો તે ફોટો જોવ છુ એ મને જ નથી ખબર.આરોહી નો રીપ્લાય આવ્યો

પરંતુ અહિયાં હું એકદમ જ કોરો છુ.મેં આરોહી ને રીપ્લાય કર્યો

કેમ??આરોહી એ મને પૂછ્યું

તારો તો તે એક પણ પીક્સ ફેસબુક પર રાખ્યો નથી,અને મને જયારે પણ તારી યાદ આવે ત્યારે તારો ચેહરો પણ માંડ માંડ યાદ આવે છે.હવે તો એ પણ ભૂલી જવાશે એવું લાગે છે મને.મેં અઆરોહી ને મેસેજ કર્યો

તો હું શું કરું??આરોહી નો રીપ્લાય આવ્યો

એક કામ કર મને તારો એક સારો ફોટો મોકલ જેને જોઇને બસ હું આજુબાજુ નું બધું જ ભૂલી જાવ.મેં આરોહી ને મેસેજ કર્યો

ના.હું શા માટે મોકલું?આરોહી નો મેસેજ આવ્યો

કેમ??મેં મેસેજ કર્યો

અરે.તે ફોટો જોઇને તમે મને જ ભૂલી ગયા તો મારું શું થશે??આરોહી નો મેસેજ આવ્યો

અરે,પાગલ તુમ કોઈ ભૂલને વાલી ચીઝ નહિ હો.મેં આરોહી ને રીપ્લાય આવ્યો

ઓહ,રીયલી??આરોહી નો મેસેજ આવ્યો

હમમમ.મેં ટૂંક માં જવાબ આપ્યો

ઓકે,હું તને મારા બધા જ સારા ફોટા મેઈલ કરી આપીશ.ખુશ??આરોહી નો મેસેજ આવ્યો

બહુત હી જ્યાદા ખુશ.મેં તેને મેસેજ કર્યો એટલામાં તો મારા ફોન માં ટેક્સ્ટ મેસેજ આવ્યો અને તે ફરી પેલી દિવ્યા નો હતો જેમાં લખ્યું હતું કે,

તને શું લાગે છે?તું મને વોટસેપ પર બ્લોક કરીશ તો હું તને મેસેજ નહિ કરી શકું??મેં પણ ટેક્સ્ટ મેસેજ ફ્રી કરાવેલા છે.

હવે તમે જ મને કહો કે આ નું સોલ્યુશન શું હોઈ શકે??હું તો તે બલા થી થાકી ગયો છુ હવે.હજુ વિચારતો જ હતો એટલામાં તો આરોહી નો મેસેજ આવ્યો,

આજે શું જમ્યો???આરોહી નો મેસેજ આવ્યો

અરે,શું તું પણ આરોહી?આવા બધા સવાલ નહિ પૂછવાના.મેં આરોહી ને મેસેજ કર્યો

પરંતુ,શા માટે??આરોહી નો રીપ્લાય આવ્યો

આ બધા સવાલ તો કોમન ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ ના હોય છે,અને તને પણ ખબર જ હશે કે આ સવાલ દરરોજ પૂછે પાછા,પેલું તને ખબર હોય તો દરરોજ સવાર માં કેમ gm અને રાત્રે gn ના મેસેજ કરતા હોય તેવી રીતે દરરોજ જ જમવાના અને પોતાની આસપાસ ના લોકો ના જગડા ઓ બસ આવું બધું જ પૂછ્યા કરે. મેં આરોહી ને રીપ્લાય કર્યો

ઓહ,તો આપણી વચ્ચે કેવા સવાલ પૂછવાના??આરોહી એ મને પૂછ્યું

આપણી વચ્ચે આપણી વાતો જ હોવી જોઈએ.મેં આરોહી ને રીપ્લાય આપ્યો

આજ નો દિવસ કેવો રહ્યો??આરોહી એ મને પૂછ્યું

મતલબ??મેં આરોહી ને પૂછ્યું

મતલબ કે આજ ના દિવસ માં તું કેટલો ખુશ હતો અને કેટલો ઉદાસ હતો.આરોહી એ મને કીધું

હવે તેનો પણ થોડો કોઈ સ્કેલ્માપ છે,કે હું કઈ શકું કે આજે હું ૧૦ કિલોગ્રામ જેટલો ખુશ હતો અને ૨ ગ્રામ જેટલો દુખી.મેં આરોહી ને જવાબ આપ્યો

ઓકે,આપણે એક કામ કરીએ અને એક સ્કેલ્માપ બનાવીએ કે જેનાથી આજ ના દિવસ માં તું કે હું કેટલા ખુશ હતા અને કેટલા દુખી હતા એ જાણી શકીએ તેનો દરરોજ નો રીપોર્ટ આપણે એકબીજાને આપીશું.

પછી રીપોર્ટ નું શું કરવાનું??મેં આરોહી ને પૂછ્યું

તે રીપોર્ટ જોવાનો અને તેમાં જો કોઈ દુખી હોય તો તેને સાથે મળીને તે દુખ ને દુર કરવાનું અને રીપોર્ટ ને દુખ મુકત રાખવાનું કામ કરવાનું.આરોહી એ મને કીધું

ઓકે,તો બોલો સ્કેલ્માપ કેવો વિચાર કર્યો છે તમે ??મેં આરોહી ને પૂછ્યું

1 થી 10 વચ્ચે માંથી મને કહે કે આજ ના દિવસ માં કેટલો ખુશ હતો તું???આરોહી એ મને પૂછ્યું

આજ ના દિવસ માં હું ૬૦% જેટલો ખુશ હતો.મેં આરોહી ને જવાબ આપ્યો

કેમ??બાકીના ૪૦% કેમ દુખી હતો??આરોહી એ મને પૂછ્યું

અરે,બસ એમજ.મેં આરોહી ને જવાબ આપ્યો

હમણાં આપણે બંને એ શું નક્કી કર્યું??આરોહી નો મેસેજ આવ્યો...

શું??મેં તેને પૂછ્યું

આપણા બંને માંથી જો કોઈ દુખી હોય તો એકબીજાને તે દુખ શેર કરવાનું અને એનું નિરાકરણ સાથે મળીને કરવાનું.આરોહી નો રીપ્લાય આવ્યો

પરંતુ,શું મારે તારી સાથે આ વાત શેર કરવી જોઈએ કે નહી?એ મને ખબર નથી પડતી.મેં આરોહી ને રીપ્લાય કર્યો

કેમ?તને મારા પર વિશ્વાસ નથી??આરોહી એ મને કીધું

અરે,એવું કઈ જ નથી.મેં આરોહ ને રીપ્લાય આપ્યો

તો??આરોહી એ મને પૂછ્યું

અરે,એ વાત એટલી બધી અગત્ય ની નથી.મેં આરોહી ને રીપ્લાય આપ્યો

તો પછી શા માટે દુખી થાય છે તે વાત ને લઈને?આરોહીએ મને પૂછ્યું

વાત શું છે એ બોલ??આરોહી નો ફરી મેસેજ આવ્યો

વાત એમ છે ને કે મને છેલ્લા ૩-૪ દિવસ થી એક અજાણ્યા નંબર પર થી મેસેજ આવ્યા કરે છે.મેં આરોહી ને કીધું

કેવા મેસેજ??આરોહી એ મને પૂછ્યું

અરે જે મને હેરાન પરેશાન કરી મુકે છે.મેં આરોહી ને મેસેજ કર્યો

પરંતુ,મને કઈ ખુલીને વાત કર તો ખબર પડે ને.આરોહી નો મેસેજ આવ્યો

આરોહી નો આ મેસેજ વાંચી ને મેં આજ સુધી દિવ્યા તરફ થી આવેલા બધા જ મેસેજ ના સ્ક્રીનશોટ લઈને આરોહી ને મોકલી દીધા.

પ્રેમ,હું આ દિવ્યા ની સાથે કાલે જ વાત કરું છુ અને તેને આપણા બંને વિષે વાત કરું છુ.આરોહી નો મેસેજ આવ્યો.

To Be Continue..

શું લાગે છે મિત્રો તમને??શું આરોહી દિવ્યા ની સાથે વાત કરશે??જો તે બંને વચ્ચે વાત થશે તો પ્રેમ નું શું થશે??શું પ્રેમ અને દિવ્યા નું ખરેખર કોઈ ચક્કર હશે??અને જો બંને વચ્ચે ખરેખર કોઈ ચક્કર હશે તો પ્રેમ અને આરોહી ની આ કહાની આગળ વધશે??પ્રેમ અને આરોહી ની પ્રેમ-કહાની આગળ વધે કે ના વધે પરંતુ એક વાત તો કન્ફર્મ છે કે તમને લોકો ને આ Love Junction બોર તો નહી જ કરે અને હા, મિત્રો તમારા મગજ માં સવાલો તો ઘણાય છે પરંતુ તે સવાલો ના જવાબ જાણવા માટે તમારે દર શુક્રવારે Love Junction ની મુલાકાત લેવી પડશે.

મારા પ્યારા વાંચક મિત્રો ,જો તમને મારુ અને તમારુ એવુ આ Love Junction... ખરેખર મઝા કરાવતું હોય,તો તેને વાંચીને તેના પર મને તમારા સારા કે ખરાબ પ્રતિભાવ આપવાનું ચુકતા નહી.

મિત્રો તમને અહીં દરેક સ્ટોરી ના અંત માં એક સવાલ પૂછવામાં આવશે જેનો જવાબ તમારે આપવાનો છે,અને આ રહ્યો આજ નો સવાલ,

સવાલ : શું આરોહી એ દિવ્યા સાથે વાત કરવી જોઈએ??

(A)YES

(B)NO

તમે આ સવાલ નો જવાબ અને તમારા ફીડબેક,matrubharti app પર પણ આપી શકો છો તથા,

facebook.com/parth j ghelani ,

,

,

instagram.com/parth_ghelani95

પર મોકલી શકો છો....