દીકરી trivedi trupti દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દીકરી

દીકરી

“દીકરી”આ શબ્દમાંજ એવી શક્તિ છે જે ભલભલા વ્યક્તિને લાગણીવશ કરી દે છે. ઐતિહાસિક સમયથીજ દીકરી વિશે ઘણું બધું સાંમભળતાં જ આવ્યાં છીએ. દીકરી વહાલનો દરીયો,દીકરી એટલે તુલસીનો ક્યારો ,દીકરીને ગાય દોરે ત્યાં જાય.અરે! મિત્રો આ શબ્દ જ એવો છે જેના વિશે ઘણું કહેવાનું મન થયા વગર ન જ રહી શકે.

ઇતિહાસ સાક્ષી છે ભારતમાં ઘણી એવી વિરાંગનાઓ થઈ છે. જેઁમણે ઈતિહાસ રચ્યો છે. ગંગાજળ જેવો પવિત્ર શબ્દ એટલે દીકરી જે બોલતાની સાથે જ હૈયું ગદ્દ્ગદીત થઈ જાય છે. જે માનવ ઈતિહાસનું મજબૂત પાત્ર છે.

પોતાનાં પિતાને પણ મા જેવો જ પ્રેમ આપી શકો. અને પોતાનાં નાનાં ભાઈ-બહેનને પણ માતાનો પ્રેમ આપી શકે છે. એવી શક્તિ જેનામાં કુદરતે જ આપેલી છે તે દીકરી.આજ સુધી આ પાત્રને કોઈ સમજી નથી શક્યું. કે કોઈ જાણી નથી શક્યું. લેવાને બદલે આપવાની જ ભાવના રાખતું આ પાત્ર જેમાં, તમામ દીકરીઓ આવી જાય છે.

સમાજનાં બધં જ લોકોને ખબર જ છે કે દીકરી એક નહીં પણ બે ઘરને તારે છે. દીકરી માન-સન્માન આપો.જેટલું તમે આપશો તો તેનાંથી બમણું માન-સન્માન તમને આપશે.

જે ઘરમાં દીકરી હશે તે ઘરનું વાતાવરણ આનંદ-ઉલ્લાસ અને મસ્તી ભર્યહશે.એ ખુદ એક વરદાન છે. જે ઘરોમાં દીકરી નથી. ત્યાં કાયમ અફ્સોસ હશે કે મારે દીકરી હોત તો સારૂ હોત દીકરીના જન્મ પછી જ્યારે તે ચાલતાં શીખે છે. ત્યારે પગમાં પાયલ પહેરી છમ-છમ કરતી આખા ઘરમાં દોડ-દોડી કરી મુકશે. અને પછી જો કોઈ ગુસ્સો કરશે તો તરત જ એક મીઠાં સ્મિત સાથે કંઈપણ બોલ્યા વગર ત્યાંથી બીજે જતી રહેશે.અને પરાણે વહાલી લાગશે.અને પ્રેમથી સામાવાળાનું દીલ જીતી લેશે.

જેમ-જેમ મોટી થતી જશે તેમ તેમ એ ઘરનાં બધાં જ સભ્યોનું ધ્યાન રાખતી થઈ જશે. એને ક્યારેક કોઈએ કાંઈપણ શીખડાવ્યું નહીં પડે. એ કેળવણી આપોઆપ જ કુદરતી રીતે જ એનામાં આવી જતી હોય છે. જો ઘરે કોઈ મહેમાન આવશે કે તરત જ તે દોડીને પાણી લાવી આપશે.નાના ભાઈ બહેનનું ધ્યાનરાખશે. કે જો કોલેજ કરતી હશે તો પણ ભલે જીન્સ પહેરે,વાળ ખુલ્લા રાખતી હોય.પણ થોડી ઘણી મદદ તો કરશે જ ,કેમકે એ એનાં સ્વભાવમાં છે.

આ બધાં જ સંસ્કારોનું સિંચન એનામાં આપો આપ થઈ જતું હોય છે. તોફાની, નટખટ અને મસ્તીમાં મશગુલ રહેતી ક્યારે ચંચળ ,ધીરગંભીર બની જાય છે. તેની કોઈને ખબર નથી પડતી.

જે દીકરીનું જીવથીય વધારે કાળજીપૂર્વક જેનું જતન કર્યુ.એ આખોનાં રતન સમી દીકરી પળભરમાં પોતાના માં-બાપ ને પારકા માનીને પારકાને પોતાનાં બનાવવાં માટે એક દિવસ વિદાય લે છે. પારકા વ્યક્તિને પોતાનાં કરવા સહેલાં નથી હોતા, “લોઢાનાં ચણા ચાવવા જેવી વાત છે”.

‘દીકરી’પોતાનું ઘર જ્યાં બાળપણથીજ મોટી થઈ હોય જ્યાં પોતાનું બાળપણ,મિત્રો અને સ્નેહીજનોની મીઠી યાદો,પોતાનાં ભાઇ-બહેન બધાને પારકા માની ને પારકાને પોતાનાં બનાવવા માટે વિદાય લેવી જ પડે છે. અને આ આપણા સમાજનો રિવાજ છે.

હવે,વિચારો કે જો આવો જ રિવાજ છોકરાઓ માટે હોય તો શું થાય ? શું દીકરો સાસરે જાય? શું દીકરો પારકાને પોતાનાં કરી શકે? આ રિવાજ ખાલી દીકરીઓ માટે જ કેમ બન્યોહશે??

આપણા પૂર્વજો ખુબ જ વિદ્યાન અને હોશિયાર હતાં.દીકરીનાં તમામ ગુણોથી પરિચીત હતાં. માટે જ આવો રિવાજ બનાવ્યો હશે.કે આ આવો ત્યાગ તો ખાલી દીકરી જ કરી શકે.દીકરો નહી.

હું પોતે એક દીકરી છું. અને એક દીકરીની માં પણ છું. માટે જ ‘હું’ દીકરીની લાગણીને સારી રીતે સમજી શકુ છું.સાથે એક વિચાર પણ આવે છે કે.....દીકરીમાં આટલા બધાં લક્ષણો હોવા છ્તાં પણ આ ‘દીકરી’ શબ્દ પ્રત્યે ધૃણા કેમ? એ આજ સુધી નથી સમજાતું કે દીકરીને જન્મ લેતાં જ કેમ રોકવામાં આવે છે. અરે! દીકરીને એક્વાર તો આ દુનિયામાં આવવાતો દો.એને આ દુનિયા જોવા તો દો.દીકરી માટે આપણાં સમાજનો દ્ર્ષ્ટિકોણ બદલવાની જરૂર છે. દર વર્ષે હજારોની સંખ્યાઓમાં બાળકીઓની ખુદનાં માતા-પિતા વડે જ હત્યા કરવામાં આવે છે. શ્વાસ લેતાં પહેલાં જ એનો શ્વાસ રોકી લેવામાં આવે છે. આ એક કડવું સત્યછે . અત્યારે બધાં જ ક્ષેત્રોમાં મહીલાઓ આગળ વધી રહી છે. પુરૂષ સમોવડી થઈ રહી છે. અને પોતાની એક અલગ જ અને આગવી ઓળખ ઉભી કરી છે.બાળકીની ‘ભૃણ-હ્ત્યા’ કરતાં પહેલા મા-બાપે એટલું તો વિચારવું જ જોઈએ કે .... તમે એક દીકરીની નહી. પણ, એક બહેન, એક પ્રેમિકા,એક પત્ની,એક માં…..આવા અનેક સ્ત્રી પાત્રોનો વધ કરી રહ્યાં છો. એટલું જરૂર યાદ રાખવું કે મને જ્ન્મ આપનાર મારી ‘માં’ પણ એક ‘’દીકરી’’ જ હ્તાં.

તમે તમારી દીકરીને જો છોકરા જેવી જ કેળવણી અને સંસ્કાર આપવામાં આવશે તો એ જ દીકરી તમારા દીકરા કરતાં પણ આગળ નીકળી શકે છે. ભવિષ્યમાં તમારૂ નામ રોશન કરશે જ. દીકરીમાં ખુબ જ ચંચળતાં અને ગંભીરતા રહેલી છે. એનાં નિર્ણય ક્યારેય ખોટાં તો સાબિત નહી જ થાય. આપણાં સમાજમાં એવી ઘણી દીકરીઓ છે. જે ને પોતાનાં પગ પર ઉભા રહીને પોતાનાં કુટુંબનાં નામ રોશન કર્યા છે. એવાં રાણી લક્ષ્મીબાઈ કે પછી આજની જ નારી સુનિતા ક્રિશ્રન હોય એ કોઈ સામાન્ય તો નથી જ. એ એક વિરાંગનાં જ કહી શકાય. પોતાનાં પર રેપ થયો છતાં પણ એ એનાં માટે નહી પણ અન્ય દીકરીઓ માટે અત્યારે આ સમાજ સામે લડી રહી છે.એવી જ રીતે સાવ સામાન્ય પરિવારમાં જન્મેલા ‘મેરીકોમ’ જેમણે ભારતમાં સ્પોર્ટસ ક્ષેત્ર માં રોશન કર્યુ છે. દીકરીમાં એ શક્તિ રહેલી છે.કે જે એધારે એ કરી શકે છે. એ દરેક ક્ષેત્રમાં આગળ આવી શકે છે. જો દીકરીને યોગ્ય કાળજી આપવામાં આવશે તો એક પુત્રી પણ સવાયો મર્દ બનીને બતાવી જાણે છે. જો ચૌદ વરસની ચારણ કન્યા સિંહને મારી શકવાની હિંમત ધરાવી શકે છે. તો અત્યારની આધુનિક યુગની સ્ત્રીઓ પણ બધું જ કરી શકવા સક્ષમ છે જ.

આપણા સમાજમાં પુત્રીને લઈને એ દ્રષ્ટીકોણ છે. તેમાં ખરેખર પરિવર્તન લાવવું જોઈએ. કોઈપણ ક્ષેત્ર હોય પોતાની પુત્રી ને આગળ વધવાની પ્રેરણા આપવી જોઈએ. જો કોઈ ભુલ થાય તો તેનાં વિશે સમાજમાં જાત-જાતની વાતો કરવાની જગ્યાએ એક સારૂ આશ્વસન આપવું જોઈએ. દીકરીઓ જોડેનાં અમુક પ્રકારનાં વાણી-વર્તન માં પરિવર્તન લાવવું જોઈએ.

અત્યારનો આધુનિક યુગ છે. કોઈપણ ક્ષેત્ર હોય તમે તમારી દીકરીને એક વાર આગળ વધવા માટે જરૂરી પ્રોત્સાહન આપશો તો એ દીકરી એ ક્ષેત્રમાં પોતાનું પ્રેઝન્ટેશન વધારે સારી રીતે કરી શકશે. કોઈપણ પરિસ્થિતી હોય એક્વાર ખાલી તમે તમારી દીકરીને સાથ આપો. પછી જો વો એ દીકરી આખી જિંદગી તમારો સાથ નહી જ છોડે. કેમકે ક્યારેક પુત્રીનાં માં-બાપે વૃદ્ધાશ્રમ માં નથી જવું પડ્યું.વૃદ્ધા વસ્થામાં જેટલાં મા-બાપ રડતાં હશે. એ એ વસ્તું ને ઝંખે છે કે અમારે એક દીકરી હોત તો સારૂ હોત......કેમકે વૃદ્ધાવસ્થાનું ડોકિયુ એટલે દીકરી. અને જેમને માત્ર એક સંતાન દીકરી જ હશે એ મા બાપ વૃદ્ધાવસ્થામાં કહેશે ....કે...સારૂ અમારે દીકરો નથી. આટલો દીકરી અને દીકરામાં ફર્ક છે,

મિત્રો, દીકરીતો એનું નસીબ જાતે જ બનાવી જાણે છે. એ ક્યારેય કોઈની ઉપર ભારરૂપ કે બોજરૂપ નથી જ. માટે જ તમે ખાલીતમારીદીકરીને યોગ્ય જતન કરો.યોગ્ય કેળવણી આપો.પછી તમે જ ગર્વ થી કહેશો સમાજમાં કે, ‘ આ મારી દીકરી છે’.