Jeevan drushti trivedi trupti દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Jeevan drushti

જીવન : દ્રષ્ટિ(‌આંખોનો અનુભવ)

તૃપ્તિ ત્રિવેદી

જીવન: દ્રષ્ટિ

(આંખોનો અનુભવ)

અનુક્રમણિકા

કોમન અનુભવ

"અનુભવ" આ અનુભવ એટલે શું? આ શબ્દ જ એવો છે. કાં તો આ સાંભળીને વ્યક્તિ આખી કંપી જાય અથવા તો વ્યક્તિ આનંદીત થઈ જાય છે. અનુભવ તો ઘણાં બધા રોજ થતાં જ હશે. અહિં થોડા અનુભવો આપ્યાં છે. અને એ પણ એક જ સરખા જે બધાને થયાં જ હશે.અને એ અનુભવો પરથી જ આપણે કાંઈક નવું જાણીએ ,વિચારીએ. તો ચાલો તૈયાર થઈ જાઓ આપણાં અનુભવથી આપણે જ કાંઈક નવું શિખીએ.

વે તમે તમારા મનને પૂછો. કે શું હું મારા જીવનમાં ક્યારેય સફળ થયો છું??? જવાબ શું આવ્યો ? હા કે ના ? 50% જ્વાબ હા મા હશે અને 50%ના માં જ હશે. રાઈટ? હવે, એક અનુભવ વાચો અને એ અનુભવ વાચ્યાં પછી પાછો આજ પ્રશ્નનો જવાબ 100% હા માં જ આવશે.તમે ક્યારેય કાર ચલાવી છે? તમે કાયારેય સ્કુટર ચલાવ્યું છે. જો જવાબ હા માં જ હોઈ તો તમને ડ્રાઈવિંગ ફાવે જ છે.રાઈટ? હવે તમે ક્યારેક કાર લઈને,સ્કુટર લઈને ઘરેથી નિકળ્યાં અને ઓફિસ પહોંચવાની જગ્યાએ રોજ 108 માં કે પછી હોસ્પિટલમાં તો નહી જ પહોચતાં હોય. રાઈટ? જો હા તો તમને ડ્રાઈવિંગ પાકું ફાવે છે.આપણાં અહીંનાં રસ્તા પર કોઈ પણ વાહન ચલાવવું એ લોઢાનાં ચણા ચાવવા જેવી વાત થઈ.હવે વિચારો જો તમે આટલા સુંદર રસ્તા પર જો આટલું સરસ રીતે ડ્ર્રાઈવિંગ કરી શકાતા હોય તો તમે પોતે Success છો જ તો આ થયો તમારા જીવનનો અનુભવ.?સાચુ ? તમે જ વિચારો કે હવે તમે તમારી લાઈફમાં સફળ છો ?જવાબ હવે 100% હા માં જ હશે.

હવે, બીજો અનુભવ,તમે તમારી જીંદગીમાં શું કરશો? તો એના માટે પહેલાતો આપણા મગજમાં જે ચિત્રો ક્રિએટ કર્યા હશે એ જ બનવાનો પ્રયત્ન કરીશું.રાઈટ?ઉદહરણ જોઈએ તો જો કોઈ તમને ક્રિકેટ રમવાનું કહે છે.તો તરત જ કેમ ક્રીકેટ રમી શકાય.કેવી રીતે,ક્યાં રમી શકાય. કોની જોડે રમવું આવી ઘણીબધી ઈમેજ તમારા મનમાં પહેલા ઉભી થશે.પછી જ તમે ક્રિકેટ રમવા તૈયાર થશો. બસ આવી જ રીતે જો કોઈ તમને એક સ્માઈલ આપવાનું કહે છે.તો તમે તમારા મગજમાં કેવી રીતે સ્માઈલ આપવી એના વિશે વિચારસો,જેવી ઈમેજ તમારા મગજમાં તૈયાર થશે એ જ સેંકન્ડે તમે સામેની વ્યક્તિને એક સ્માઈલ આપશો.આપણે આપણા મન સાથે સીધો સંબંધ છે. અને મન ને ઇમેજો સાથે. બસ, આવી જ રીતે આપણને ક્યારેક આંતરીક અને બાહ્ય અનુભવો થતાં જ હોય છે. આંતરિક અનુભવો માં સફળતા વધારે રહેલી હોય છે. જયારે બાહ્ય અનુભવોમાં નિષ્ફળતાનું પ્રમાળ વધારે જોવા મળે છે.

બાહ્ય અને આંતરિક અનુભવો કેવા હોય એ જોઈએ. પહેલા બાહ્ય અનુભવ જોઈએ તો એક ભાઈ એના દિકરાને ફરજ્યાત મેડિકલ લાઈનમાં જ આગળ વધે. અને એમના દિકરાની એવી બિલકુલ ઇચ્છા જ નહોતી કે એ આ લાઈનમાં પોતાનું ફયુચર બનાવે. છતાં પણ એ એનાં પિતાને પુછે છે, કે પપ્પા તમે મને કેમ મેડિકલ લાઈનમાં જવાનુ કહો છો? ત્યારે એના પપ્પા જ્વાબ આપે છે કે જો પેલા મનુભાઈનો દિકરો આ લાઈનમાં જ આગળ આવ્યો છે. પહેલા તો તેઓ સાવ સામાન્ય હતા.પણ એમના દિકરાના હિસાબે એત્યારે સમાજમાં એમને બધા ઓળખે છે. હું પણ બેટા તારુ સારૂ જ ઈચ્છુ છું.હવે એમનો દિકરો પણ એ જ લાઈનમાં આગળ વધે છે. પણ સમયે સાથ ન આપ્યો.એને નિષ્ફળતા મળી. બાહ્ય અનુભવ કહેવાય .કેમ કે બહારનાં લોકો નું જોઈ ને કે ખોટું અનુકરણ કરીએ તો વધારે ચાન્સ નિષ્ફળતાનો જ મળી શકે . કારણકે એ તો કોઈ બીજાનાં મનની ઈમેજો હતી.એટલે ક્યારેય બીજાનું જોઈને એનું અનુકરણ ન જ કરવું જોઈએ એમાં સફળતાં કરતાં નિષ્ફળતા વધારે રહેલી છે.

હવે, બીજું આંતરમન.જે તમને તમારા વિચારો પ્રમાણે જે ઈમેજો ઉભી કરી છે તમારા મનમાં એ પ્રમાણે તમે કરશો તો ચોક્કસ તમને સફળતાં જ મળશે.એમાં નિષ્ફળતાને ક્યાંય સ્થાન નથી.કારણકે એમાં તમારા સપના હશે. અને આપણે જોયેલા સપનાઓ આપણે જ પુરા કરી શકીએ છીએ.

હવે, તમે જ વિચારો કે શું આવો અનુભવ થયો છે ? શું તમારી પાસે સફળતા છે? અરે હોય જ કેમકે સફળતાં હંમેશા નિષ્ફળતા માંથીજ આવે છે. એટલે યાદ રાખો કે જેટલા પણ ખરાબ અનુભવ વધારે એટ્લી સફળતા વધારે.

જીવનનો દ્રષ્ટિકોણ દરેક વ્યક્તિનો અલગ અલગ હોય છે. અને એને અનુલક્ષીને જ વ્યક્તિનાં જીવનનું ધડતર થાય છે. ’ ધર્મ,અર્થ,કામ અને મોક્ષ અર્થે જીવન છે.’ એ પણ જીવનનો જ એક આદર્શ છે. જ્યારે “ જીવન જીવવા દો “ એ એક અત્યારના અધતન યુગનું મહાસૂત્ર થઈ ગયું છે.

“સૌથી શ્રેષ્ઠ સુવર્ણ, તેની પરિક્ષા આગમા,

સૌથી શ્રેષ્ઠ મનુષ્ય,તેની પરોક્ષા ત્યાગમાં.”

હંમેશા જીવનનો દ્રષ્ટિકોણ શ્રેષ્ઠ રાખો. જો અવીચારી રીતે બોલવાનું રાખશો તો ઘણી ગેરસમજો ઉભી થઈ શકે છે. વિચારપૂર્વકના પ્રોત્સહક શબ્દો સામેની વ્યક્તિને વિશ્વાસ આપે છે. ઉત્સાહ આવે છે. અણગમો અને પૂર્વગ્રહ રાખ્યા વિના ચાલો.કોઈ જ્યારે પણ અયોગ્યરીતે વર્તે ત્યારે જાણો કે આપણું જ આપેલું આપણને પાછું મળી રહ્યું છે. માટે જ તમે જેટલું પણ બોલો સુંદર શબ્દોમાં બોલો,વિચારીને બોલો મીઠા શબ્દોએ સર્જેલું સ્મિત હ્દયમાં સંગીત જગાડે છે.બીજી વાત એકે સારપમાં એ શક્તિ હોય છે જે આપણને 24*7 ખુશી જ આપે છે. જે આપણા વ્યક્તિત્વને નમ્ર બનાવે છે જ સાથે સાથે તે વ્યક્તિનાં જીવનનાં દ્રષ્ટિકોણને સકારાત્મક બનાવે છે. અને ત્યારે જ જીવનને સર્જનાત્મક વલણવાળું બનાવી શકાય છે.

“વીણ્યા વીણાય નહી,ગણ્યાગણાય નહી” ની જેમ જ આજે એવા કેટલાય લોકો હશે જે નશીબનો અને ભગવાનનો જ દોષ કાઢતાં હોય છે.જે પોતાનાં દોષની ટોપલી નશીબ અને ભગવાન પર ઓઢાડી દેતાં હોય હોય છે.એવા પણ લોકો હોય છે જે પોતાનાં પર જ વિશ્વાસ રાખતા હોય છે.જેમ જાતને વધારે ઘસારો આપશો એમ એની ચમક વધારે આવતી જશે .જેમ પારસમણીનાં અડવાથી લોઢુ સોનામાં ફેરવાઈ જાય છે.એમજ અનુભવથી જ સફળતાને પામી શકાય છે.

એ તો ઠીક પરંતુ સાચા અર્થમાં નશીબ સારૂં કે ખરાબ હોઈ શકે ખરૂં? એથીય મોટો પ્રશ્ન એ કે શું આ નશીબ છે ખરૂં??એનાં માટે બે સગાં ભાઈની જ વાત જોઈએ તો ખ્યાલ આવી જ જશે,એક ભાઈ પાસે સરસ મજાનો બંગલો,પોતાની કાર અને આકર્ષક નોકરી છે.જ્યારે બીજા ભાઈ પાસે એક સરસ મજાનું મકાન છે, પોતાનો ધંધો છે અને એક સ્કુટર છે. હવે તમે જ વિચારો કોના નશીબ સારા છે?તમે કહેશો કે જેની પાસે કાર છે એ,રાઈટ ? હવે, પાછો તમારો દ્રષ્ટિકોણ દ્રષ્ટિકોણ બદલાશે. જોવો આગળ,જે ભાઈ પાસે કાર છે.આકર્ષક નોકરી છે.એ ભાઈને એના ઓનરના હિસાબે માનસિક ટેન્શન ખુબ જ વધારે રહે છે.એ ને બીજાની આંગળી પર કામ કરવાનું રહે છે જેના હિસાબે એ એની ફેમિલીને પણ સમય નથી આપી શકતાં અને એ ખૂબ જ ચિંતિત રહ્યાં કરે છે. જ્યારે, જે ભાઈ પાસે પોતાનો ધંધો છે એ ભાઈ પોતાની મરજી મુજબ જ પોતાનો ધંધો ચલાવે છે.જેમ એમને ઠીક લાગે એમ બિંન્દાસ કામ કરે છે. એ ભાએ એની ફેમિલીને પણ સમય આપી શકે છે.કોઈ પણ ટેન્શન વગર શાંતિની જીંદગી જીવે છે. તામારો વિચાર પાછો બદલાયો હશે ? સાચું ને ? કે હવે કોનું નશીબ સારૂ ??

અત્યારે પણ આવું જ છે. મિડલ કલાસ ફેમિલી જ્યારે બહાર પણ પોતાનાં પરિવાર સાથે ક્યાંય ફરવા કે કોઈ ગાર્ડ્નમાં જાય છે.ત્યારે કોઈપણ પૈસાદાર વ્યક્તિની ફેમિલીને જોઈને, તેની પાસે રહેલી કાર જોઈને વિચારે છે કે કેવા આમનાં નશીબ છે.અને એ પૈસદાર વ્યક્તિ મિડલ ક્લાસ ફેમિલીને જોઈને પણ એવું જ વિચારે છે કે આમની પાસે નથી બંગલો કે નથી કાર છતાં પણ આ લોકો કેટલાં ખુશ રહેતાં હોય છે.આ લોકોનાં કેવા નશીબ છે.મારી પાસે બધું જ છે.પણ, આ લોકો જેટલી ખુશી નથી.

કહેવાનો મતલબ બસ, એટલો જ છે કે આપણું નશીબ નહી પણ આપણો દ્રષ્ટિકોણ કેવો છે. આપણાં વિચારો કેવાં છે. તમારી નજર સમક્ષ આ અદ્રશ્ય પરીણામ છે જ, હવે તમે પણ વિચારજો.

નશીબ કોઈનું સારૂં કે ખરાબ નથી હોતું એ માત્ર વ્યક્તિનાં દ્રષ્ટિકોણ પર જ આધાર રાખે છે. માત્ર વ્યક્તિ તેનાં વિચારોથી,વધુ પડતી અપેક્ષાથી જ માણસ અમીર અને ગરીબ હોય છે.હંમેશા હકારાત્મક વિચારમાં રહેનાર માણસ જ જલ્દી આગળ વધી શકે છે.માણસ ગમે એટલો સુખી હશે.પણ જો એનામાં નકારાત્મકતા એની અંદર હશે તો એને એનું જીવન ક્યારેય દેખાતું જ નથી. વિચારહીન મનુષ્ય બુધ્ધિહીનની તોલે આવે છે.સકારાત્મક દ્રષ્ટિકોણ જ આપણા નશીબને સારૂ કરવાની શક્તિ આપે છે,સાથે સાથે જીવનને એક નવી દિશા આપે છે.જિંદગીમાં હ્કારાત્મક એ એક ચમત્કારીક તત્વ છે. હ્કારાત્મક દ્રષ્ટિકોણ ધરાવતી વ્યક્તિ એની વાતોથી , એના વિચારોથી જીવનની તમામ તકલીફોનો સામનો આસાનીથી પાર કરી શકે છે. જેની વાતો ઉત્સાહિત હશે,તેનામાં હંમેશા કંઈક નવું કરવાની અને નવું જાણવાની તમન્ના રહેલી હશે.

નશીબ એ એક એવું ભૂત છે જે વ્યક્તિ ને કે કોઇને ક્યારેય દેખાતુ નથી પણ, વ્યક્તિ જ એની અંદર ખોવાઈ જતી હોય છે.

“જ્યારે તમે એક્લતા રૂપી રહેલાં હિમાલયને પાર કરશો,

ત્યારે જ તમે મહાન વ્યક્તિ તરફ પ્રયાણ કરી શકશો”

આ જીવન જ એવું છે. મનુષ્ય ક્યારેક તો પોતાના જીવનમાં પોતાની જાતને સાવ એક્લો અનુભવે છે.ત્યારે જ ઘણા લોકો એકલતામા ને એકલતામાં જ અસહાય અને નકારાત્મક વિચારસરણી તરફ જતાં હોય છે.આજ કાલ રોજ આપણે ન્યુઝ્પેપર કે ન્યુઝચેનલ હોય આપણે એવાં ક્ર્ટ્લાય સમાચાર જોઈએ જ છીએ કે કોઈએ આત્મહત્યા કરી,યા કોઈ અન્ય ગુના તરફ જતાં હોય છે.તો હવે આ ગુનાઓ અને આત્મહત્યાનું એક જ કરણ છે એકલતા,પોતાની જાતને અસુરક્ષિત મહેસુસ કરવી.કારણ એક જ છે બસ, આત્મવિશ્વાશનો અભાવ.

જો બધાં જ વ્યક્તિ ઈચ્છે તો પોતાની એકલતામાં જ એ ખુબ જ આગળ આવી શકે છે. દરેક મનુષ્યની અંદર એક દિવ્ય આત્મા હોય જ છે. અને એ ત્યારે જ ખબર પડે છે જ્યારે આપણે જ આપણી આત્મશક્તિને જાગૃત કરી શકીએ.

રોજ રોજ મરવુ એટલે એકલા પડી જવું. શારીરિક રીતે સંપૂર્ણ સ્વસ્થ હોવા છતાંય માનસિક રીતે તુટીને ફુલની જેમ કરમાઈ જવું,પતંગીયાની પાંખની જેમ વિખરાઈ જવું. આ દુનિયામાં ભગવાને મનુષ્યને જ વિચારશીલ મગજ આપ્યું છે અને જે મગજ વિચારી શકે એ બધું જ કરી છૂટવાની તાકાત મનુષ્યમાં છે.આપણે આપણા મગજનો 10% ઉપયોગ પણ નથી કરતા હોતા. તમે જ વિચારો કે જો આપણે ખાલી 10% મગજની શક્તિનો ઉપયોગ કરીશું તો દરેક મનુષ્યને નાસામાં વૈ7Fનિક તરિકે સ્થાન પ્રાપ્ત કરી શકે છે.તો હવે તમે જ વિચારો કે આપણા મગજની વિચાર ક્ષમતા કેટલી હશે? એકલતામાં ગૂથાએ જવુ એ મનુષ્યને ન શોભે,પનખરની વસંતની જેમ ખરી પડવું મનુષ્યને ન શોભે.એકલા રડવામાં પણ મજબુર કરી દે એવો ભયાનક અનુભવ તો હશે જ બધાંને, જો થોડુ આગળ આવવું હોય હોય તો તમારી થોડા મજબૂત બનવું પડશે.કેમકે મનુષ્ય એ એક સામાજીક પ્રાણી છે. અને સમાજ જોડે,લોકો જોડે રહેવા ટેવાયેલો છે.

જે લોકોને એકલતાનો અનુભવ હશે અને એકવાર એ એકલતામાંથી જો બહાર આવી જશો તો ભરપુર હિંમતનો અહેસાસની સાથે બધું જ કરી છૂટવાની હિંમત આવી જશે.જેમ પૂનમના દિવસે દરીયામાં ભરતી આવે છે એમા જ તમારામાં એક આત્મવિશ્વાસની ભરતી તમે અનુભવી શકશો.

જે વ્યક્તિ આપણને સખત વહાલું હોય અને એ જ વ્યક્તિ કયારેક કોઈ કારણસર આપણાથી અલગ થઈ જાય,ત્યારે આપણુ,આપણી હિંમત,આપણી નબળાઈ શું છે? એનો ખ્યાલ આવી જ જતો હોય છે.ત્યારે મનમાં કેટલાંય પ્રશ્નોનું ધોડાપુર આવતું હોય છે.કે મને કોઈ સમજ્નાર ન મળ્યું?મારા તો કેવા નશીબ? સાવ આવી મારી જિંદગી?અને ત્યારે જીંદગીમાં જીવીએ ઓછું અને શ્વાસે શ્વાસે મરતાં હોય એવું જ લાગ્યા કરતું હોય છે.અને ત્યારે જ મનુષ્યના મન પર એકલતા હાવી થઈ જતી હોય છે.અને આ જ એકલતામાં મનુષ્ય પોતાનાં ધરથી,સમાજથી ખુબ દુર જતો રહેતો હોય છે.પોતે ભલે રોજ્નાં100 લોકોને મળે,વાતો કરે પણ એની અંદર એકલતા જ એટલી હાવી થઈ ગઈ હોય છે કે એને બધી જ જગ્યાં એ એકલું જ લાગ્યા કરતું હોય છે.અને ત્યારે જ કોઈ નકારાત્મક પગલું લોકો ભરી લેતા હોય છે.

આજ એકલતામાં જો વ્યક્તિ પોતાની અંદર રહેલાં આત્મવિશ્વાસને,આત્મશ્ક્તિને ઓળખે તો એ જ વ્યક્તિ સાત સમુદ્રને પણ પળભરમાં પાર કરી શકે એટલો આત્મવિશ્વાસ આવી જાય છે. બસ,જરૂરછે એટલી કે આ એકલતાનાં હિમાલયને કેમ પાર કરી શકાય તે સમજવાની,જાણવાની અને ખુબા જ શાંતિથી,ધૈર્યથી એ સરળતાથી પાર કરી શકાય છે.

થોડી,જરૂર છે આ નવી જીંદગીને પહેલાં કરતાં પણ વધારે સારી બનાવવી.એકવાએ પાછા આ નવી જીંદગીની રેસમાં ફરી નવાં જ આત્મવિશ્વાસ સાથે જોડાઈ જાવ.તમે અનુભવશો કે આ જીંદગી તો એની જાતે જ ફ્રેશ થઈ ગઈ.અને તમને પહેલાં જેવી જ જીંદગી જીવવાની મજા આવશે.આતો ઈન્ટરનેટ્નો યુગ અહીંતો રોજ ડેટા ડીલીટ અને અપડેટ થયા કરે છે.એવી જ રીએ આઅણી જીંદગીનાં ડેટા ક્યારેય ડીલીટ થતાં જ નથી. પણ, અહીંતો રોજ નવાં નવાં ડેટા અપડેટ થતાં જ રહે છે.અને એ આપણાં હાથની વાત છે કે આપણે કેવા પ્રકારનાં ડેટા ને અપડેટ કરતા રહેવું જોઈએ.

એકલતાનાં સમયને સુંદર રીતે જીવી શકો છો. એનાં માટે તમારી એકલતાને સુંદર રીતે સ્વીકારી લો. અને એ જ દિવસોમાં તમે તમારું ટાઈમ-ટેબલ બનાવી લો. રોજ બે નવા વ્યક્તિને મળવાનું રાખો.રોજ ક્યાંક ને ક્યાંક બહાર જવાનું રાખો.જ્યારે તમે આ દુનિયાની ભીડમાં ખોવાઈ જશો.ત્યારે જ તમને પણ એવો અહેસાસ થશે કે આ દુનિયામાં તમે એક જ એકલા નથી.તમને જે લોકો આ દુનિયાની ભીડમાં મલ્યાં એ બધાં જ ક્યાંક ને ક્યાંક,કોઈ પણ રીતે એકલાં જ છે. અને ત્યારે જ તમારામાં આપો આપ નવી શક્તિનો સંચાર થશે. પછે જે રીતે તમે તમારી જીંદગી જીવવાં માગો છો. એ રીતે જીવવનો પ્રયાસ કરશો.એટલું ક્યારેય ન ભુલો કે “જ્યાં સુધી મનુષ્ય પોતાની સાથે છે. ત્યાં સુધી એ ક્યારેય એકલો હોતો જ નથી.”

હવે,તો તમે પણ વિચારી શકો છો કે જીંદગીમાં આપણે કેવી રીતે ફ્રેશ રહેવું? કેવી રીતે ખુશ રહેવું.?સમય કેવો પણ હોય સારો કે ખરાબ એ પસાર થતો જ રહે છે.તો આપણે પણ આપણા જીવનમાં સમયનું ઉદાહરણ લઈને આગળ વધવું જ જોઈએ.સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે જે વ્યક્તિ સમયને ઓળખી શકે,સમજી શકે છે,એ વ્યક્તિને એનાં જીવનમાં આગળ વધતાં કોઈ જ રોકી શકશે નહી.તો ચાલો ઊઠો,જાગો અને શ્રેષ્ઠ ધ્યેય માટે સતત પ્રયત્નશીલ રહો.

“જ્યાંસુધી તમે તમારી સાથે છો,

ત્યાં સુધી તમે એકલા તો નથી જ.”

“મારા દીલ સાથે તો મારે આજે વ્યવહાર નથી,

દુ:ખનો મને આજે જરીકેય ભાર નથી,

તારા વગર મે જીવતા શીખી લીધું છે,

પણ, હા તારી મને જરીકેય ખબર નથી.”….(સંકલન)

શબ્દ ને સથવારે આજ

રામ અને શ્યામ જેવા દેવતાઓ જે ભારત ભૂમિ પર પૂજાય છે. જ્યાં શ્યામવર્ણ ને ગૌરવર્ણનો ભેદ રહેલો છે. જ્યાં આજે પણ ગૌરવર્ણને જ વધુ મહત્વ અપાય છે.ગૌરવર્ણ ને જ સુંદરતાની નિશાની ગણવામાં આવે છે જ્યાં એવાં આપણા ભારતવર્ષનાં ભારત દેશ ની આજકાલની થોડી વાતો કરીએ જોવો આજકાલનો કેવો ટ્રેન્ડ છે.

આજકાલ તમે જોતાં જ હશો કે લગ્ન વિષયક માટેની વાત હોય તો તરત જ પુછવામાં એ પહેલાં આવે છે કે છોકરી ગોરી છે?? છોકરો શ્યામ તો નથીને?? અને આજકાલ ટી.વી માં પણ અસંખ્ય જાહેરતો આવે છે. ગોરી ત્વચા માટેની.રોજ રોજ કેટલાય ઘરગથ્થુ ઉપાયો થતાં જ હશે.આવું તો ઢગલાબંધ જાણવા મળશે.આજકાલ યુવતીઓ નહી પણ યુવનો પણ આવી ગૌરવર્ણ પમવા માટેની લોભામણી જાહેરતોથી લલચાઈ જાય છે.એક સર્વ મુજબ ભારતમાં ફેરનેસ ક્રીમનો વેપાર વર્ષે 43 કરોડ ડોલર જેટલો થાય છે. અને આજકાલ સૌથી વધારે આવક હોયતો તે આજ છે. બ્યુટીપાર્લેરની આવી ખર્ચાળ સારવાર વડે ગોરા થવાની કવાયત ચાલી રહી છે.આતો થઈ ગૌરવર્ણ અને શ્યામવર્ણની વાત .આમાતો કેટલાય લોકોનાં જીવન બરબાદ થઈ ગયા હશે.

આવી જ રીતે તાજેતરમાં જ એક ગુજરાતી મૂવી આવેલી "છેલ્લો દિવસ" ખુબજ સુપરહિટ રહી.એ મૂવીમાં એક પાંચ મિનિટ્નાં કકળાટ વાળા સીને તો લોકોને ખુબ હસાવી નાખેલા. કકળાટ એક કળા છે.એ કળાને આ મૂવીમાં ખુબ સરસ રીતે દર્શાવી છે. આ મૂવીમાં લગભગ એક જ પ્રશ્ન ને અનેક રીતે પૂછીને લોકોને ખુબ જ હસાવ્યાં એ પ્રશ્ન હ્તો કે "તે કોફી કેમ મંગાવી??"માત્ર આજ પ્રશ્નનાં હિશાબે બિચારા એનાં બોયફ્રેંન્ડ જોડે બ્રેકઅપ થઈ ગયું.આ તો થઈ મૂવીની વાત રીઅલ લાઈફમાં આવું તો ન પોસય ને?? નહિતર તમે પણ લોકોનાં હસવાનું કારણ બની શકો છો.પણ અત્યારે મોટા ભાગના ઘરોમાં આવું જ બનતું હોય છે.કોઈપણ પતી કે પત્ની સાથે વારં વાર આવું જ થતુ હશે.એક ને એક સવાલ અનેક રીતે પુછતો હશે.ત્યારે પણ કચકચ જ લાગ્યાં કરતું હોય છે .પણ, એવું નથી હોતુ કોઈપણ સ્ત્રી કે પુરૂષ એનાં પ્રેમને સ્થાપિત કરવા માટે કે એવા કોઈ હેતુથીજ આવું બનતુ હોય છે.આ એક સાહજીક ધટના છે,મૂળભુત પ્રતિક્રિયા છે,મનસિક પ્રક્રિયા છે.સંબંધોને જકડી રાખવા માટેની કેટલીક પ્રતિક્રિયા છે.એવું નથી કે આવુ થાય તો એ વ્યક્તિને ઘરની બહાર ફેકી દેવું જોઈએ.પણ એ તો સમજવું જ જોઈએ કે આવું થવા પાછળનું કારણ આપળે ખુદ તો નથી ને .આ માટે ક્યારેક ખોટા નિર્ણય પણ લેવાઈ જતા હોય છે. આ માટે વિચારવું ખૂબ જરૂરી છે.

આજકાલ એક નવો જ ટ્રેન્ડ ઉભો થયો છે "સ્ટેટસ".ક્યારેક તો આ સ્ટેટસ પાછળતો લોકો ગાંડા થતા હોય એવું લાગે છે.અત્યારનું જ જોવો તો 31 ડિસેમ્બેર ઉજવવાનો ટ્રેન્ડ. અમદાવાદનાં લોકોમાં આ ટ્રેન્ડ વધારે જોવા મળ્યો. એમાંય સી.જી.રોડ પર તો જાણે એવું કે લોકો વર્ષોથી આ દિવસની જ રાહ જોતાં હોય.અંગ્રેજો ગયાં પણ આ લોકો ને 31 ડેસેમ્બેર ઉજવવા અહી છોડતાં હોય.જો દિવાળીનાં દિવસોમાં કોઈનાં ઘરે બેસવા જવાનું આમંત્રણ હોવા છતાં બેસવા જવામાં સરમ આવશે. પણ 31 ડિસેમ્બેર ઉજવવામાં વગર આમંત્રણે અને એ પણ રોડ પર લોકોનાં ટોળે ટોળાં ઉમટી પડે છે.

આજકાલ આ સ્ટેટસ સિમ્બોલ મેનિયાનો લોકો શિકાર બનતાં જાય છે. એ પોતાનાં સ્ટેટસ માટે ગમે એ કરતાં હોય છે.સાધારણ પરિસ્થિતી વાળા લોકો પણ આમાથી બાકાત નથી.

દુનિયાનો છેડો ધર એ કહેવત ખૂબજ પ્રખ્યાત છે. અને સ્ત્રીને માટે પ્રથમ કાર્યક્ષેત્ર તેનું ઘર છે. 'એક માતા સો શિક્ષક્ની ગરજ સારે છે' એ સિધ્ધાંત અનુસાર માતા પોતનાં બાળકોને શિક્ષણ આપવામાં અને ચારિત્ર્યધડતર કરવામાં પોતના જીવનની શક્તિ ખર્ચે ઇષ્ટ છે. કારણ કે જે કર ઝુલાવે પારણું તેનું જગત પર શાસન છે.

પુરૂષપ્રધાન સમાજ હોવા છતાં સ્ત્રીઓને સમાજમાં વધારે આદર સન્માન અપાય છે. ‘ladies first‘ એ ભાવના આ સત્યનું ઉદાહરણ છે. જાહેર વાહન-વ્યવહારના પરિવહનો બસ,ગાડી વગેરેમાં સ્ત્રીઓ માટે એક આખો ડબ્બો જ અલયદો જોડવામાં આવે છે. આ શું દર્શાવે છે? સ્ત્રીઓ માટે આ સમાજમાં પ્રવર્તતી લાગણીનું જ આ પ્રતિબિંબ છે.

સમાજમાં સ્ત્રીનાં અનેકવિધ સ્વરૂપો છે. માતા,પત્ની ,પુત્રી અને બહેન .આ તમામ સ્વરૂપોમાં માતા સ્વરૂપે તો સ્ત્રીઓની પૂજા કરાય છે. ‘માતૃદેવો ભવ:’ એ ઉપદેશ આધુનિક નથી ,છેક વેદકાળથી ભણાવવા માં આવતો આ ઉપદેશ છે. જે ‘સ્ત્રી’ નું સમાજમાં પહેલું સ્થાન દર્શાવે છે.

સમાજને ‘રામ’ ની જરૂર છે. તો તેથી પહેલી જરૂર સમાજને ‘’કૌશલ્યા’’ જેવી માતાની છે , તેવી જ રીતે ‘સીત’ ની પણ જરૂર છે. જો આપણા સમાજનાં સ્વ્છતા , સુંદરતા,સરળતા અને સહજતા જોઇતી હોયતો પહેલી જરૂરીયાત આગળ જણાવ્યું તેમ કૌશલ્યા જેવી અનેક માતાઓની જરૂર છે.જેના થકી અત્યારે આપણે અનેક “રામ” ને પામી શકીશું.એવીજ રીતે શિવાજી વીર અને પ્રતાપી હતા. તેમની વિરતા તેમની માતા જીજાબાઈ નેજ આભારી છે. આપણા સમાજમાં એક તાસીર છે કે બાળકનો પહેલો ગુરૂ તેની માતા છે. માતા જેવા અને જેટલા સંસ્કારો નું સિંચન કરશે તેટલોજ આદર-સત્કાર તે પોતાના બાળક થકી પામી શક્શે.આ વાત આપણા સમાજમાં દરેક સભ્યને લાગું પડે જ છે .”નારી તુ નારાયણી ” સ્ત્રીનું જીવન ,સ્નેહ, સહનશીલતા,ત્યાગ અને બલિદાનનું છે. કુટુંબ,સમાજ કે દેશના હિત માટે ધૂપસળીની જેમ બળી જઈને સુવાસ ફેલાવવામાં નારી(સ્ત્રી) સન્માનને પાત્ર જ છે.

“ યત્ર નાર્યસ્ત પૂજ્યન્તે , રમન્તે તત્ર દેવતા “

જે ઘરોમાં નારીની પૂજા થાય છે, જે ઘરોમાં નારીને સન્માન મળે છે. ત્યાં અને તે ઘરો માં દેવતા નો સદાય વાસ રહેતો હોય છે.

સ્ત્રીઓ માટે આજે અનેક વ્યવસાયોનાં દ્વાર ખૂલ્યા છે. ખાસ કરીને વૈદકીય અને આરોગ્યને લગતાં ક્ષેત્રમાં તેઓ ધણુંજ સુંદર કામ કરી શકે તેમ છે . તે ઉપરાંત આજે તો જીવનના લગભગ અનેક વ્યવસાયોમાં સ્ત્રીઓને સાંકળી લેવામાં આવી છે.

ભલે સ્ત્રી ગમે તેટલી આગળ આવે ,પણ સ્ત્રીની લાગણીઓ તો એજ રહેશે જ એમા કોઈ શંકા ને સ્થાન નથી . આટલી વાત નીકળી જ છે તો એક પ્રેરક પ્રસંગ મને યાદ આવે છે એ લખ્યા વગર કેમ રહી શકીશ .

એક્વાર એક રાજાની રાજકુમારીનાં લગ્ન હતાં. રાજકુમારી તૈયાર થઈ ને લગ્ન મંડપ માં બેસી ગ્યા હતા. લગ્ન ની બધી જ વિધી પંડિત કરી રહ્યા હતા .

હવે, એક વિધી આવે છે લગ્ન મા કે પતી નાં ચરણો માં જ રહીશ અને પતીની તમામ આ7Fનું પાલન કરવું હવે,પંડિત મનમાં જ મૂજાય છે કે આતો રાજકુમારી આમની આ7Fનું પાલન અમે કરીએ છીએ અને એ આવી વિધિ મા કેમ માનશે .

પછી, પંડિતે ધીમે રહીને રાજકુમારીનાં કાન માં કહ્યું કે આવી રિતે એક વિધિ છે . જો તમે આ7F આપો તો હું મારી રિતે એ વિધિ ને ટુંકમાં જ પતાવી દઈશ.

ત્યારે,રાજકુમારી એ ખૂબજ શાંતીથી એક્દમ નમ્રતાથી પંડિત ને જવાબ આપે છે કે તમે વિનાસંકોચે એ વિધિ કરજો અત્યારે લગ્નમંડપ માં કોઈ રાજકુમારી નથી બેઠી અત્યારે તો હું એક “સ્ત્રી” જ છું .અને જે એક “સ્ત્રી” નું કર્તવ્ય હશે ,એ જ કર્તવ્ય મારું પણ હશે જ અને જે હું મારા પુરા જીવન દરમ્યાન નિભાવિશ .

જો ,દરેક ક્ષેત્રમાં આગળ આવે અને તો પણ પુરી નિષ્ટાથી જે પોતાનું કર્તવ્ય નિભાવે એનુ જ નામ “સ્ત્રી”.

પૂરૂષ સમોવડી બનવા માટે ધણું કરવાની જરૂર રહે છે.પ્રથમ તો સ્ત્રીઓએ પોતાનાં વર્ષોજુના કેટલાય ખ્યાલો છોડી દેવા જોઇએ .સ્ત્રી એ એક અબળા મટી ને સબળા બનવાની જરૂર છે. હવે એ સમય આવી ગયો છે.

આઝાદી આવતાં જ આપણા માટે જે અનેક નવાં કાર્યક્ષેત્રો આવીને ખડા થયાં છે.તેમાં સમાજ ના મુલ્ય – પરિવર્તનનું કાર્ય મુખ્ય છે. તેનો જીવનનો અધિકાર છે .તેને શ્રમ કરવાનો પણ હક્ક હોવો જ જોઇએ .એટલે શ્રમ પ્રત્યેની સૂગ કાઢી નાખવી જોઇએ અને શ્રમ નું ગૌરવ વધારવુ જોઇએ. બસ હું છેલ્લે એટલું જ કહી શકું કે આધુનીક સ્ત્રી બધું જ સમજે છે જ ,હવે તો બધીજ જવાબદારી ઉપાડવામાં તે સક્ષમ છેજ ,બસ જરૂર છે થોડા આત્મવિશ્વાસ ની . જો સ્ત્રી ની પ્રગતી થશે તો દેશ ની પણ પ્રગતી થશે જ એમાં શંકા ને કોઇ સ્થાન નથી.