Love Junction Part-12 Parth J Ghelani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Love Junction Part-12

Love Junction

Part-12

By.Parth J. Ghelani

j. ghelani

Whatsapp:08866872302

Dedicated to

My parents and my family

Disclaimer

ALL CHARECTERS AND EVENT DEPICTED IN THIS STORY IS FICTITIOUS.

ANY SIMILARITY ANY PERSON LIVING OR DEAD IS MEARLY COINCIDENCE.

આ વાર્તા અને તેના દરેક પાત્ર કાલ્પનિક છે,તથા કોઈ પણ જીવિત અથવા મૃત વ્યક્તિ સાથે તેઓનો કોઈ સંબંધ નથી.અને અમારો મુખ્ય ઉદેશ્ય દર્શકો(વાંચકો) ને મનોરંજન પૂરું પાડવાનો છે.

આગળ જોયું,

પ્રેમ અને આરોહી પોતાના મેરેજ વિષે વાતો કરતા હોય છે જેમાં વચ્ચે વચ્ચે પ્રેમ ને કોઈ અજાણ્યા નંબર પર થી વોટસેપ પર વારંવાર મેસેજ આવ્યા કરે છે તેથી પ્રેમ તેને રીપ્લાય આપે છે અને તેના રીપ્લાય ની રાહ જોયા વગર જ સુઈ જાય છે.

હવે આગળ,

આગળ ના દિવસ ની સવાર એટલે રવિવાર ની સવાર અને મારા માટે તો લગભગ કોઈ જ રવિવારે સવાર થઇ જ ના હતી તેનું એક જ કારણ હતું કે હું દર રવિવારે બપોરે જ ઉઠતો પરંતુ આજે એવું થયું કે હું સવારે વહેલો ઉઠી ગયો હતો તેનું એકમાત્ર કારણ હતું આરોહી,ઉઠીને તરત જ મેં ફેસબુક મેસેન્જર ઓપન કર્યું અને આરોહી ને મેસેજ કર્યો”Happiness is Never Perfect until it is share with special one.. Good Morning Dear”.ખરેખર કોઈએ સાચું જ કહ્યું છે કે “Everything is Possible with Love”,નહીતર રાત્રે ૯:૦૦ વાગ્યે સુઈને બપોરે ૧૧:૦૦ વાગે ઉઠવા વાળી વ્યક્તિ રાત્રે ૪:૦૦ વાગે સુઈને સવારે ૭:૦૦ વાગે ઉઠી જ ના શકે.

આજે મેં માત્ર ત્રણ કલાક જેટલી જ ઊંઘ કરેલી હોવા છતાં મારા માં ફુલ્લ ઉર્જા ભરેલી હતી,કોઈ જ થાક પણ ના હતો અને એકદમ સ્વસ્થ અને સારું ફિલ થઇ રહ્યું હતું.અને આ બધા પરથી મને એક વાત તો ખબર પડી ગઈ કે જો કોઈ માણસ પોતાના મન થી એકદમ જ સવ્સ્થ હોય તો તે ને ક્યારેય થાક લાગતો જ નથી.

સવાર ના ૮:૦૦ જેવા વાગ્યા ત્યાં સુધી માં તો હું તૈયાર થઇ ગયો અને મેં મારો બ્રેકફાસ્ટ પૂરો કર્યો ત્યારબાદ મેં ન્યુઝ પેપર વાંચવાનું નક્કી કર્યું અને એક પછી એક ફટાફટ ન્યુઝ વાંચવા લાગ્યો અને મારી નઝર એક ન્યુઝ પર આવીને અટકી અને વાંચ્યું “ફેસબુક પર બનેલા પ્રેમી યુગલ જયારે રૂબરૂ મળ્યા તો પોતાના જ પતિ-પત્ની નીકળ્યા.”

આ ન્યુઝ વાંચીને હું મારા મન માં જ વાત કરવા લાગ્યો કે આ લોકો વચ્ચે એવી તો શું પ્રોબ્લેમ હશે કે બંને એ પ્રેમ ની શોધ કરવા માટે બહાર જવું પડ્યું.અરે તમારા બંને વચ્ચે જો કોઈ પ્રોબ્લેમ હોય તો ખુદ સાથે બેસીને સોલ્વ કરો હજુ હું આવું જ વિચારતો હતો એટલામાં તો મારા ફોન ના “INBOX” માં મેસેજ આવ્યો ગુડ મોર્નિંગ પ્રેમ ......

મેં ફોન ને હાથ માં લીધો અને મેસેજ ના નોટીફીકેશન ને સ્વાઈપ કર્યો એટલે મેસેજ ઓપન થયો જેમાં લખ્યું હતું ગુડ મોર્નિંગ ડીયર પ્રેમ.મને જે નંબર પરથી મેસેજ આવ્યો તે મારા માં સેવ હતો જ નહિ એટલે મેં તે નંબર ને જોયો અને મારું મગજ વિચારે ચડી ગયું કારણ કે આ એજ નંબર હતો જેના પરથી કાલે રાત્રે મને વોટસેપ પર મેસેજ આવતા હતા.મને કઈ ખબર જ પડતી હતી નહી કે આ છે કોણ??અને હવે મારી ધીરજ પણ પૂરી થઇ અને મેં તેના વિષે જાણવા માટે તે નંબર પર કોલબેક કર્યો અને રીંગ ના બદલે તેને સેટ કરેલી ”you’re my love” કોલરટયુન નો અવાજ સંભળાયો રીંગ પૂરી થઇ ગઈ પરંતુ ફોન રીસીવ જ ના કર્યો એટલે મેં ફરીવાર કોલ કર્યો પરંતુ ફરીવાર રીસીવ ના કર્યો અને આવી રીતે મેં ચાર થી પાંચ વાર ફરી પ્રયત્નો કર્યા પરંતુ પરિણામ શૂન્ય ને શૂન્ય જ રહ્યું.

ભલે ફોન રીસીવ ના કર્યો પરંતુ મેં પણ નક્કી કર્યું હતું કે આજે તો તેના વિષે જાણવું જ છે એટલે મેં true caller પર આ નંબર ને સર્ચ કરવાનું નક્કી કર્યું પરંતુ true caller એપ મારા ફોન માં દેખાતી જ ન હતી અને મને યાદ આવ્યું કે મેં બે દિવસ પહેલા ફોન ને ફોરમેટ કરેલો ત્યારે બધી જ એપ ફોન માંથી આપોઆપ અનઇન્સ્ટોલ થઇ ગયેલી.પરંતુ મેં હાર ના માની અને પ્લેય સ્ટોર માંથી તરત જ ડાઉનલોડ કરી અને રજીસ્ટ્રેશન કરીને તે નંબર ને સર્ચ કર્યો અને પરિણામ આવ્યું”Sorry no Matches found”.

આટઆટલી મહેનત કર્યા પછી પણ મને પરિણામ શૂન્ય જ મળ્યું અને મને એવા લોકો ની યાદ આવી એ જે લોકો કહેતા હતા કે મહેનત કરને વાલો કે કદમો મેં તો દુનિયા જુક્તિ હૈ પરંતુ મને એવું લાગે છે કે મહેનત ની સાથે સાથે થોડા ઘણા નસીબ ની પણ જરૂર પડે છે.

હજુ હું વિચારો માં જ ખોવાયેલો હતો એટલા માં તો અજય નો ફોન આવ્યો એટલે મેં રીસીવ કર્યો અને હું બોલ્યો,

બોલ ભાઈ.

પ્રેમ અમે લોકો આજે બપોરે બહાર જવાના છીએ તો તારે આવવું છે??અજયે મને પૂછ્યું

ના,ભાઈ તમે ચારેય જઈને મઝા કરો,મારે નથી આવવું.મેં અજય ને કીધું

પરંતુ,શા માટે??અજયે મને પૂછ્યું

મેં કબાબ મેં હડ્ડી નહિ બનના ચાહતા.મેં કીધું

અરે,યાર હમણાં થી તો તારા નાટકો પણ વધી ગયા છે.ખુશી બોલી

અરે,એવું નથી.મેં ખુશી ને ફોન પર સમજાવતા કીધું

તો??ખુશી એ તરત જ સામો સવાલ કર્યો

મારી તબિયત થોડી ખરાબ છે.મેં ખુશી ને કીધું

કેમ,ફરી પેલી લેડી સ્ટાર સાથે વાત નથી થઇ.ખુશી એ કીધું

અરે,ના યાર તેના સાથે તો કોઈ જ નથી પ્રોબ્લેમ નથી.મેં ખુશી ને કીધું

ઓક્કે..તો કાલે મળીયે.ખુશી એ મને કીધું

સ્યોર,એન્ડ એન્જોય યોર હોલીડે...મેં કહ્યું અને ફોન મૂકી દીધો

મેં ઘડિયાળ માં નઝર કરી તો તેમાં સવાર ના ૯:૪૫ થયા હતા અને હવે શું કરવું એ મનેં ખબર જ પડતી ન હતી અને કંટાળો આવતો હતો હવે મારે શું કરવું એ મને ખબર જ પડતી ન હતી,એટલે મેં મારી અને આરોહી ની ગઈ કાલે કરેલી વાતોને વાંચવાનું ચાલુ કર્યું કે મારા વોટસેપ પર ફરી પેલા નંબર પર થી મેસેજ આવ્યો એટલે મેં તે મેસેજ ઓપન કર્યો અને વાંચ્યો,

બોલો,મેરે પ્યારે પ્રેમ ક્યાં બાત હૈ,કેમ આજે સામેથી આટલા બધા ફોન કર્યા મને??

મેસેજ વાંચ્યો અને મેં તરત જ તેને સામે એક બીજો મેસેજ કર્યો કે,આજે બપોરે ૨:૦૦ વાગે એટલે વોટસેપ પર ઓનલાઈન થઇ જવું.મારે તમારી સાથે વાત કરવી છે.

મેસેજ કરીને મેં ફોન ને ઘરે ચાર્જ માં મુક્યો અને ક્રિકેટ રમવા માટે ચાલ્યો ગયો.ક્રિકેટ રમતા રમતા મારા મગજ માં બસ એક જ વિચાર આવ્યા કરતો હતો કે આ છે કોણ??કારણ કે મારી આજ સુધી ની જિંદગી માં મેં માત્ર ને માત્ર આરોહી સાથે જ પ્રેમ કર્યો છે,અને બીજી અક્ષરા જેમાં પણ એક્લા મારા તરફ થી જ પ્રેમ હતો એટલે આ તે પણ ના હોઈ શકે.તો છે કોણ આ???આજે આ અજાણી છોકરી ના મેસેજ ના લીધે મારા મન માં જે પણ ગુસ્સો હતો એ મેં ક્રિકેટ પર કાઢી નાખ્યો.

આ ઘટના જો મારી સાથે, મારી જિંદગી માં આરોહી આવી તે પેલા બની હોત તો ચોક્કસ હું તેમાં આગળ વધવાની ઈચ્છા રાખી શકું.કારણ કે મને અને તમને બધા ને જ ખબર જ હશે જે જયારે કોઈ અજાણી છોકરી કોઈ છોકરા ને આવી રીતે મેસેજ કરે ત્યારે એક છોકરા ની અંદર જે ફીલિંગ હોય છે એતો તમને પણ ખબર જ હશે અને વધુ તો જયારે ફિલ કરો ત્યારે જ ખબર પડે.

ખેર છોડો એ બધું કારણકે હવે તો મારી પાસે આરોહી છે,પરંતુ હવે મને રાહ છે તો માત્ર ૨:૦૦ વાગવાની જ કારણ કે હું પણ જાણવા ઈચ્છુક છું કે મને આવી રીતે બેઈન્તેહા પ્રેમ કોણ કરે છે?ક્રિકેટ રમી ને હું ઘરે આવ્યો અને મેં મારું બપોર નું ભોજન પૂરું કર્યું એટલામાં તો ૧:૩૦ જેવા વાગી ચુક્યા હતા.

હવે માત્ર ૩૦:૦૦ મિનીટ ની જ વાર હતી આ છેલ્લા બે દિવસ થી આવી રહેલા મેસેજ મોકલનાર ની સાથે વાત કરવામાં.સાચું કહું તોં આ ૩૦:૦૦ મિનીટ પણ મને વધારે લાગી રહી હતી અને હું એવી રીતે ઘડિયાળ માં જોઇને બેઠો હતો કે હમણાં આરોહી ઓનલાઈન થવાની હોય.

આખરે ૨:૦૦ વાગ્યા એટલે મેં વોત્સેપ ચાલુ કર્યું અને જોયું તો હજુ તેનું લાસ્ટ સીન ૧૨:૩૦ વાગ્યા નું બતાવતું હતું અને તેણે મેં મોકલેલો મેસેજ પણ રીડ કરી લીધો હતો એટલે હું તેના મેસેજ ની રાહ જોવા લાગ્યો,૨:૦૦ ના ૨:૦૫ થઇ ૧૦ થઇ ૧૫ થઇ ૨૦ થઇ ૨:૨૫ થઇ તેમ છતા પણ તેના તરફ થી કોઈ જ રિસ્પોન્સ ના આવ્યો.ખરેખર હવે મને પણ તેના પર ગુસ્સો આવતો હતો કારણ કે એક તો મને કારણ વગર ના મેસેજ કરીને હેરાન કર્યા કરે અને હવે હું મેસેજ કરું તો રીપ્લાય પણ નથી આપતી,ફોન કરું તો ફોન પણ રીસીવ ના કરે.આખરે ૩:૦૦ વાગવા આવ્યા ત્યારે મેં નક્કી કર્યું કે હવે હમણાં વાત નથી કરવી.

આવું વિચારીને મેં તેને મેસેજ કર્યો કે હવે સાંજે ૫:૦૦ વાગે ઓનલાઈન રહેવું...ભૂલ્યા વગર ઓકે.

અરે સાંજે ૫:૦૦ વાગે શા માટે તમારી દિવ્યા હમણાજ તમારી સમક્ષ હાજર છે.પેલા અજાણ્યા નંબર પર થી મેસેજ આવ્યો.

તો તમારી ઘડિયાળ માં હવે ૨:૦૦ વાગ્યા એમ ને ??મેં તેને મેસેજ કર્યો

હમમમ,પરંતુ તમને કેવી રીતે ખબર પડી??દિવ્યા નો મેસેજ આવ્યો(હવે મને તેનું નામ ની ખબર થઇ ગઈ હતી)

જો,દિવ્યા હું હમણાં કોઈ જ મજાક ના મુડ માં જ નથી સો પ્લીઝ જે કઈ પણ હું પુછુ તેના મને સાચા જવાબ આપજે ઓકે?મેં દિવ્યા ને મેસેજ કર્યો

ઓકે,શ્યોર પરંતુ જે વાત હસી મઝાક થી થઇ શકે છે તેમાં આવી રીતે સીરીયસ થવાની શા માટે જરૂર છે??દિવ્યા નો મેસેજ આવ્યો

શું આપણે બંને એક બીજાને ઓળખીએ છીએ કે નહિ???મેં તેને મેસેજ કર્યો

અરે “we love with each other” અને તું મને ભૂલી પણ ગયો..??દિવ્યા નો મેસેજ આવ્યો

હે,ભગવાન તને કેટલીક વાર સમજવું કે હું તને ઓળખતો જ નથી અને હું તને પ્રેમ પણ નથી કરતો સમજી કે નહી???મેં તેને થોડા ગુસ્સા વાળા ભાવ થી મેસેજ કર્યો

મને ખબર છે કે તું મને ક્યારે પણ પ્રેમ નહિ કરે પરંતુ હું તને પ્રેમ કરવાનું ક્યારેય પણ બંધ નહિ કરું.દિવ્યા નો મેસેજ આવ્યો

અરે,પણ હું તને શા માટે પ્રેમ કરું??મેં તેણી ને મેસેજ કર્યો

કેમ??હું કઈ માણસ નથી??મારી અંદર પણ હાર્ટ છે મારી પણ કોઈ ને પ્રેમ કરવાની ઈચ્છા છે.તેનો રીપ્લાય આવ્યો

હાં તો કોઈ બીજાને પ્રેમ કરને આ પ્રેમ ને છોડી ને.મેં તેને રીપ્લાય કર્યો

ના,હું પ્રેમ કરીશ તો માત્ર ને માત્ર તને જ કરીશ બીજા કોઈ ને નહી.તેનો નાટકીય રીપ્લાય આવ્યો

તું પ્રેમ તેનો કોઈ પ્રોબ્લેમ નથી,પરંતુ તું મને કોઈ પણ પ્રકાર ના ખોટા મેસેજ ના કર અને પ્રેમ પણ ના કર.મેં તેને મેસેજ કર્યો

હું તને મેસેજ થોડી કરું છુ.હું તો મારા પ્રેમ ને વ્યક્ત કરું છુ.તેણી નો રીપ્લાય આવ્યો

કોઈ જ જરૂર નથી,તું મને પ્રેમ વ્યક્ત નહિ કરે તો પણ ચાલશે,અને હાં મને પ્રેમ કરવાનું જ બંધ કરીદે તો પણ ચાલશે.મેં તેને રીપ્લાય કર્યો.

એ શક્ય જ નથી,અને મને ખબર છે કે તું મને પણ પ્રેમ કરે જ છે પરંતુ તું મારી સમક્ષ બોલી શકતો નથી.કારણ કે તું છે જ સાવ ફટટ્ટ.તેણી નો રીપ્લાય આવ્યો

બસ કર મારી માં હવે બસ કર ખુબજ થઇ ગઈ મજાક અને હવે મારી તને વિનંતી છે કે હવે મને મેસેજ ના કરવો.મેં તેને વિનંતી પૂર્વક મેસેજ કર્યો

પરંતુ શા માટે???તેણી નો રીપ્લાય આવ્યો

જો બહેન હું ગર્લફ્રેન્ડ વાળો માણસ છું અને જો આ વાત તેને ખબર પડે તો અમારી વચ્ચે ખોટા જઘડા થાય,પ્રોબ્લેમ થાય અને તે વસ્તુ હું નથી ઈચ્છતો.મેં તેને મેસેજ કર્યો

કેમ તારી ગર્લ્સ ફ્રેન્ડ સાવ એવી છે??તેણી નો રીપ્લાય આવ્યો

જો તેના વિષે કઈ પણ ના બોલ.મેં તેને મેસેજ કર્યો

એક કામ કર તું મને તેનો કોન્ટેક્ટ નંબર આપ હું તેની સાથે વાત કરું અને આપણા બંને ની વાત કરું.તેણી નો રીપ્લાય આવ્યો

હું શા માટે તેનો કોન્ટેક્ટ નંબર તને આપું??(ખરેખર મારા પાસે જ તેનો નંબર હતો જ નહી તો ક્યાંથી આપવાનો અને હોય તો પણ હુ કોઈ અજાણી વ્યક્તિ ને શા માટે નંબર આપું આવું વિચારતા વિચારતા મેં તેને મેસેજ કર્યો)

ઓકે,ના આપ મને શું ફર્ક પડવાનો.કારણકે મારી પાસે તારો તો નંબર છે જ એટલે મારે બીજા કોઈ ની જરૂર જ નથી.પેલી નો મેસેજ આવ્યો

તારા પાસે ભલે મારો નંબર હોય પરંતુ આજ પછી મને ક્યારેય પણ મેસેજ કરવો નહી.મેં તેને મેસેજ કર્યો અને ઓફલાઈન થઇ ગયો.

ઓફલાઈન થઈને હું ટોઇલેટ માં ગયો અને વિચારવા લાગ્યો કે આ છે કોણ દિવ્યા??શું હું તેને ખરેખર ઓળખું છુ??કોઈ મારા ફ્રેન્ડસ સર્કલ માંથીમને બીજા નંબર પરથી મેસેજ કરતુ હશે???કાલે એક વાર ઓફીસ પર જઈને બધાને પૂછી લઈશ પછી જ આગળ કઈ કરું..અને બસ આમજ ટોઇલેટ માં બેઠા બેઠા વિચાર કરવા લાગ્યો..

To be Continue…

મિત્રો,શું લાગે છે તમને દિવ્યા હવે પ્રેમ ને મેસેજ કરશે કે નહી????શું પ્રેમ ના મિત્રો બીજા નંબર પર થી પ્રેમ સાથે મઝાક કરતા હશે??શું પ્રેમ આ વાત આરોહી ને જણાવશે??જો પ્રેમ આ વિષે આરોહી ને જણાવશે તો બંને ની રીલેશનશીપ આગળ વધશે??કે પછી અહિયાં જ પુરીથી જશે??મિત્રો પ્રેમ અને આરોહી ની પ્રેમ-કહાની આગળ વધે કે ના વધે પરંતુ એક વાત તો કન્ફર્મ છે કે તમને લોકો ને આ Love Junction બોર તો નહી જ કરે અને હા, મિત્રો તમારા મગજ માં સવાલો તો ઘણાય છે પરંતુ તે સવાલો ના જવાબ જાણવા માટે તમારે દર શુક્રવારે Love Junction ની મુલાકાત લેવી પડશે.

મારા પ્યારા વાંચક મિત્રો ,જો તમને મારુ અને તમારુ એવુ આ Love Junction... ખરેખર મઝા કરાવતું હોય,તો તેને વાંચીને તેના પર મને તમારા સારા કે ખરાબ પ્રતિભાવ આપવાનું ચુકતા નહી.

મિત્રો તમને અહીં દરેક સ્ટોરી ના અંત માં એક સવાલ પૂછવામાં આવશે જેનો જવાબ તમારે આપવાનો છે,અને આ રહ્યો આજ નો સવાલ,

સવાલ : મિત્રો,શું લાગે છે તમને ખરેખર દિવ્યા નામ ની છોકરી હશે કે પછી કોઈ તેની સાથે મઝાક કરતુ હશે????

તમે આ સવાલ નો જવાબ અને તમારા ફીડબેક,matrubharti app પર પણ આપી શકો છો તથા,

facebook.com/parth j ghelani ,

,

,

instagram.com/parth_ghelani95

પર મોકલી શકો છો....