શાપિત ગામ ભાગ-૨
લેખક- ક્રિષ્ના પટેલ
બાકીના પેસેન્જરો ના મુખમા તો દુમો ભરાયો હતો.તે લોકોએ તો પછી સાલનો ઓધણા થી ઓધુ-મોધુ કરી લીધુ,પણ પેલા બહેનનો જવાબ આપવા માટે કોઈની હિંમત ન હતી.એ બેન થોડા અંધવિશ્વાસી અને પછાત વિચારસરણી ના હતા એટલે જરાક વધારે ડર અનુભવતા હોય, એવું લાગતું હતુ...રામ પણ ચુપચાપ હતો અને પોતાના દીકરાને સુવાડી રહ્યો હતો.સાથે-સાથે પોતાની પત્નીને સમજાવી રહ્યો હતો.
“૨.પાત્રોની ભુમિકા-વાર્તા”
રામની પત્ની થોડી વધારે ભણેલી હતી,મધ્યમ વર્ણની દેખાવડી સ્ત્રી અને રામની હમસફર ,તમે નજર માંડો અને એક સુંદર દૅશ્યની ખુબીઓ જુઓ અને જે આહલાદ્ અનુભવો તેવી અનુભુતિ એને જોઈને થતી,કોલેજના દિવસો દરમ્યાન રામ અને સુરેખા વચ્ચે પ્રીતના તાર મજબુત થયા અને કોલેજના પ્રેમ-પંખીડા એવાં રામ અને સુરેખા એ લગ્ન કર્યા અને ઘર સંસાર વસાવ્યા.અને તેમનો પુત્ર ક્રિષ્ના, જોવા જઈએ તો નામથી જ રામ અને સુરેખાના પ્રેમનું પ્રતીક હતો.
રામનો મુખ્ય વિષય સંસ્કૃત હતો. કોલેજમાં વેદોનુ અધ્યયન કર્યુ હતુ અને પ્રધ્યાપકો પાસેથી, રામના વખાણના બોલ, હંમેશા સાંભળવામાં આવતા હતા.વર્ગનો સૌથી હોશિયાર અને જીજ્ઞાસુ વિદ્ધાર્થીઓમાં , રામ હંમેશા અગ્રેસર રહેતો હતો.રામને ભગવાનની દેન માનો કે એનો અંદરનો સ્વભાવ કે પ્રકૃતિ ,રામ નવું-નવું ,અજાણ્યુ, ખૌફનાક અને રહસ્યમય, વસ્તુઓ જાણવામાં પહેલેથી જ જીજ્ઞાસા વૃતિ ધરાવતો હતો. રામને દૈવી પ્રકૃતિ અને દાનવ પ્રકૃતિ વિશે વધારેમાં વધારે જાણવામાં રસ હતો, હવે એ બાળપણના અનુભવો પરથી કે એની જીજ્ઞાસા વૃતિ પરથી આવુ હતુ એ સમજવુ અઘરૂ હતું.રામના દાદાજી હંમેશા એને દેવતા અને દાનવોના યુધ્ધની વાર્તાઓ કહેતા,અને નાનપણથી જ આમ વાતો સાંભળવામાં રસિયો રામ ભાગવતમમાં આવતી વાર્તા અને પછી એને વટાવીને રામ અઘોરી અને તાંત્રિક શકિત જાણવાનો ઉભરો પણ ધીરે-ધીરે વધી રહ્યો હતો.
સુરેખા,રામની કોલેજની સામેની કોલેજમાં વિજ્ઞાન ક્ષેત્રમાં અભ્યાસ કરી રહી હતી.જ્યાં રામ વેદો અને દૈવી-દાનવ પ્રકૃતિમાં માનતો હતો ,ત્યાં સુરેખાને આ ભુત-પિચાશ,દેવ-દાનવોમાં અજ્ઞ હતી અને આ બધી બાબતે સહેજે, લેશમાત્ર પણ શ્રધ્ધા કે વિશ્વાસ નામની કોઈ પણ વસ્તુ નહોતી. સુરેખાને પહેલેથી જ વૈજ્ઞાનિક શોધખોળો અને સંશોધન ક્ષેત્રમાં પહેલેથી જ રુચિ રહી હતી,એ કોઈ પણ વાતો હોય કે પછી શોધખોળો હોય,એનું બસ એક જ કામ, શું ખબર........?માત્ર એના મગજને કષ્ટ આપીને જાણવાનું કે......આવું કેમ થાય છે!!!?,કેમ આવુ જ થયું?,આ બધા પાછળ ભૌતિકશાસ્ત્રનો કયો સિધ્ધાંત લાગુ પડે છે...?આખા વર્ગની કહેવા જઈએ તો સૌથી વિચારવંત છોકરી........આખો ક્લાસ એને “પશ્ર્નાર્થ ચિહ્ન” નામથી ઓળખતો અને ચીડવતો,એમાં એની પાક્કી બહેનપણી તો ચીડવવા અને હેરાન કરવામાં પહેલા નંબરે આવે,જેનુ નામ હતું “અવંતિકા”.
અવંતિકાનું નામ ક્લાસના મસ્તીખોરોમાં પણ મહામસ્તીખોર એમાં એનું નામ આવે,એની પ્રકૃતિ એવી કે મસ્તી કર્યા વગર રહી જ ન શકે,કદાચ સૂર્ય પશ્ર્વિમ દિશામાંથી ઉગી નીકળે તોય એની મસ્તીતો એમની એમજ રહે,પણ એનુ મોઢું ભુત-પિચાશ કે કોઈ ભુતિયા ગામનું નામ સાંભળતા જ બંધ થઈ જતુ,એ હરામખોર-મસ્તીખોર સાથે મસ્તીનો બદલો વાળવાનો એક જ વિકલ્પ ,દુખતી નસ કહેવાય ને તેમ,આ નસ સુરેખા અને બીજી એની બહેનપણી સારી રીતે જાણતી,આખો ક્લાસ ભલે અજાણ હોય પણ સરલા અને બીજી બહેનપણીને તો બધાય રહસ્યો ખબર હોય,અવંતિકાના ......!!! અને ખાસ કરીને તો સુરેખાને......!!!! આમ થવા પાછળનું કારણ એ હતુ કે,”અવંતિકા ના ગામમાં કંઈક અજુગતુ અને આશ્ર્ચર્યજનક ઘટના તેના ભાઈ સાથે થઈ હતી,એ ગામનુ નામ સાંભળતા જ એ ચોંકી જતી અને ભયભીત થઈ જતી,અને હદયે ધ્રાસ્કો અનુભવતી હતી.
સુરેખાના ક્લાસમાં ,એક છોકરો જે સુરેખાના પ્રેમમાં ઘેલો બનીને પોતાનુ સુધ-બુધ ખોઈ બેઠો હતો,અને ક્લાસનો સેમેસ્ટર ૧ નો ટોપર હવે સુરેખાના પ્રેમમાં પહેલો નંબર લાવવાની તૈયારી કરી રહ્યો હતો. સુરેખાને બધુય ખબર હતુ કે આ પાગલ મારા રૂપને કારણે જ મારી પાછળ લટ્ટુની જેમ ભાગી રહ્યો છે , પણ એનેય ગમતુ,આખરે કંઈ છોકરીને એની ખુબસુરતાના વખાણ ના ગમે!?
શાયર બની ગયો હતો ,સુરેખાના પ્રેમમાં........એનું નામ હતુ વૈભવ. શાયરીબાજ હંમેશા પોતાની શાયરી ઠોકી અને સુરેખાને નિર્દેશ કરી બોલતો,” વર્ષોથી આમ ગોળ ગોળ ભમું છું,એક વાર તો કહી દે કે હું તને ગમું છું....!!!” અને સુરેખા હસી કાઢતી.......અને વૈભવ , સુરેખાની હસીને જોઈ વધારે ઘેલો બની જતો.
અવંતિકા આ લાગ ક્યારેય પણ છોડતી નહી , અને સુરેખાને ચીડવતી કે,સુરેખા બહુ થયુ હો....હવે....એ કેટલાય દિવસનો મારો જીવ ખાય છે,કે મારું કંઈ સેટિંગ.. પાડ......મારુ સેટિંગ પાડ સુરેખા જોડે...... પણ તારી લીધે આખા ક્લાસ વચ્ચે મારી ઈમેજ ખરાબ થાય છે કે, આખા ક્લાસનું સેટિંગ પાડવા વાળી અવંતિકા, વૈભવનું સેટિંગ પાડી શકતી નથી. હવે તો આ હેન્ડસમ વૈભવ તારો જ હો........,બાકીની છોકરીઓ ને હુ ના પાડી દઉં છું , હવે તુ મારી ઈજ્જત ની ભાજી-મૂળા નહી કરતી, હવે વૈભવ સાથે તારુ મેળ પાડીને જ રહુ છું ,જો હવે.......હા.....હા.....હા....... અને અવંતિકાની હસાહસ ચાલુ થઈ જતી.
રામની કોલેજમાં સંસ્કૃત અને વેદિક શાસ્ત્રો અને ઘણા માનવના બેઝિક સ્વભાવને જાણવા માટે ઘણું જાણવા લાયક એ ગ્રંથોમાંથી જાણવા મળતુ,તથા રહસ્યમય અને જીવનનો મુખ્ય ધ્યેય,વિવિધ પ્રકૃતિઓ તથા આ લોક અને પરલોકના કેટલાય વિષયોનું અધ્યયન કોઈ ચોકકસ કારણસર રામ એની રુચિ પ્રમાણે કરતો હતો,તથા કોઈ ચોકકસ દાર્શનિક તત્વજ્ઞાનની શોધમાં હંમેશા એ લાગેલો રહેતો.
રામ ક્લાસનો સારો વિધ્યાર્થી હતો, તેથી રામનુ મિત્ર વર્તુળ ક્લાસમાં ખુબ સારુ હતુ, એ ઘણા મિત્રોમા પણ રામ, એના પાકકા મિત્રો માનસી અને દિવ્ય સાથે વધારે સમય ગુજારતો,માનસી મનોવિજ્ઞાનની માસ્તર માઈંડ હતી અને રામને એ વિષય વિષેની દરેક વસ્તુ જાણવાનો શોખ હતો તેથી માનસી એની પાક્કી મિત્ર બની ગઈ હતી અને માનસીને રામ થોડો વધારે ગમતો એટલે માનસી રામ સાથે વધારે રહેતી. માનસીને , મન રામ એનો બોય ફ્રેંડ બને એવી ઈચ્છા હતી. હવે દિવ્યની વાત કરીએ તો, દિવ્ય અને રામ એક જ બેંચ પર બેસીને ભણતા તેથી અને સ્વભાવથી જ સમાનતા ધરાવતા બંન્નેની દોસ્તી થઈ ગઈ હતી.
દિવ્ય અને રામ એક જ ગામના રહેવાસી હતા પણ કોઈક કારણસર બંનેના પરિવારોએ શહેર તરફ પ્રયાણ કર્યુ હતુ , રામ અને દિવ્યને એ ગામ વિષે વધારે પુછવામાં આવતુ તો પહેલા તો બંનેને ડરના માર્યા ગુસ્સો આવી જતો અને દિવ્ય તો ડરના માર્યો જાતથી જ ભાંગી પડતો અને એના ચહેરા પર એવાં ભાવો છવાય જતા કે એ અજાણ્યા અને ભયાકૃત ભાવોને જોઈને ,જોવા વાળાને ચોકકસ સમજાતુ કે કોઈક તો બનાવ કે ઘટના એ ગામમાં એની સાથે થઈ હતી જેના વિષય પર દિવ્ય કંઇ સાંભળવા અને વિચારવા પણ માંગતો નથી ,આ બાબત પર માનસી એ કેટલીય વખત દિવ્ય અને રામ સાથે ચર્ચા કરી હતી કે,”ઓ મારા ડીઅર ફ્રેન્ડસ, મને તમે એકવાત કહો કે,” આખા ક્લાસમાં હુ તમારી બંન્નેની બેસ્ટ ફ્રેન્ડ છું કે નહી....!?” દિવ્યએ જવાબ આપ્યો “હા.........છે......”અને સાથે-સાથ રામે પણ એ વાત પર હકારમાં ધુણાવ્યુ. દિવ્યએ પુછ્યુ ” પણ આજે અચાનક તુ આવું કેમ પુછે છે?? આપણે તો બે વર્ષથી સાથે અભ્યાસ કરીએ છીએ અને મજાક મસ્તી પણ કરીએ છીએ.
પછી માનસીએ મુદ્દાની વાત પર આવતા કહ્યુ કે,”તમે મારા પાક્કા ફ્રેન્ડ છો અને રહેશો જ”,પણ આપણા વચ્ચે જો મિત્રતા હોય તો એ મિત્રતા નિભાવવી પણ પડે........!!
અમે બધી રીતે મિત્રતા નિભાવી જ છે,રામ બોલ્યો.
માનસી રામના જવાબમાં બોલી કે,” રામ તમે બંનેએ મને તમારી મિત્ર સમજી મને હેલ્પ કરો જ છો તો મને મિત્રતા નિભાવવામાં, આમ અડચણ કેમ બનો છો.......”
દિવ્ય વચ્ચે બોલ્યો,તુ કેમ આજે આમ બોલે છે.......!!!?
માનસી , દિવ્ય પર તાડુકતા બોલી,”વચ્ચે ના બોલ........!!!! મને મારી વાત પુરી કરવાં દે.........,
માનસી ત્યાં બોલી,” તમે કોઈ ચોકકસ ઘટના કે બાબત મારાથી છુપાવી રહ્યા છો, અને તમે મને મિત્ર કહો છો........!!! મિત્ર સાથે સુખ-દુખ બધુજ શેર કરી શકાય અને તમે જરાયે વાત સમજતા નથી.
વધુ આવતા અંકે..............................................................
Mobile- 8758807812