Shapit Gaam - 1 books and stories free download online pdf in Gujarati

શાપિત ગામ ભાગ-૧

શાપિત ગામ ભાગ-૧

લેખક- ક્રિષ્ના પટેલ

લેખક પરિચય

મારું નામ પટેલ ક્રિષ્ના છે..મન માં ઘણાં સપના જોયા છે,જેને સાકાર કરવાનો પ્રયત્ન કરી રહયો છું.હુ હાલ ધોરણ 9માં અભ્યાસ કરી રહયો છુ ,.હરવા –ફરવા અને સિંગીંગનો ગાંડો શોખ છે.હું અંકલેશ્વરીયન નવોદિત લેખક છું.ભલે કેવો પણ લેખક હોય કે કથાકાર , વાંચકો અને શ્વોતા ના હુંકારા માટે તરસતો હોય છે ,ભલે એ કેવો પણ હુંકારો કેમ ના હોય.તમારા હુંકારા,ફીડબેક અને મેસેજ નો ભુખો છું.મારો મોટો ભાઈ સ્વપ્નીલ પણ ખુબ સારો લેખક છે,જેની પ્રેરણાથી મેં લખવાનુ ચાલુ કર્યુ છે.આશા રાખુ તમે મારા ભાઈના મોબાઈલ પર ફીડબેક આપશો.

Mobile- 8758807812

Facebook-

પ્રસ્તાવના

ભારતના એવા ઘણા સ્થળો એવા છે જ્યા માણસોના પ્રવેશવા પર પ્રતિબંધ હોય છે.વિજ્ઞાનના વિચારો એના પ્રયોગોની પર પણ એવી દુનિયા રહેલી છે,જેની અનુભૂતિ તો થાય છે પણ માનવું કે નામાનવું એ બે પક્ષ વચ્ચે પલ્લુ ડગુમગુ અને એકબાજુ ઉપર-બીજી બાજુ નીચે થતુ હોય છે.ઘણા લોકોને આનો દેખીતો અનુભવ થતો હોય છે,પણ બોલવા જતા ફાટી જતી હોય છે.એવા સ્થળોને તમે ભુત બંગલો,પિચાશ સ્થળ,શાપિત ઘર,હોરર પ્લેસ કહી શકો.શ્રીમદ ભગવદ્ ગીતા પ્રમાણે ભુત-પિચાશની પણ યોનિઓ હોય છે.યોનિનો અર્થ સમજાવુ તો,તમે હમણા માનવ યોનિમા છો,સીધો-સાદો અર્થ એવો કહી શકુ કે,કોઈ પણ જીવ-આત્માને જે શરીર મળે,તે યોનિમા છે એમ કહેવાય છે.કેટલાક એવા ઘણા સ્થળો છે,જ્યા કહેવામા આવે છે કે આ સ્થળ હોન્ટેડ છે,અહિયા કોઈ સ્ત્રીની,કોઈ માણસની આત્મા ભટકે છે અને રાત્રે તેના રુદનનો અવાજ આજે પણ સાંભળવામા આવે છે,આજે પણ ત્યા આગ લાગે છે અને એ સ્ત્રી આગમા જોહર કરે છે અને એવું કરુણ રુદન કરે છે જે સાંભળનાર ના હદયને ધ્રુજાવી મુકે છે.આવી જ સત્ય અને અસત્યને પર એક યુનિક સ્ટોરી રજુ કરી રહ્યો છુ.”ડરના મના હૈ”

શાપિત ગામ ભાગ-૧

૪૦ વર્ષ પછીની આ એજ કાળી ચૌદશની રાત આવી હતી .....હા આ રાત છે, “શૈતાનના પુજાની રાત,ડાકણોના ધુણવાની રાત,પોતાની કાળી શકિત વધારવા માટે મનતા અઘોરીઓ ની રાત,શૈતાન પ્રત્યે શરીરના અંગોને સમર્પણ ની રાત”.તેજ સમય,તેજ ટ્રેન,તેજ કંપારટમેન્ટ, ,એજ ટ્રેનની સીટો અને એજ ડબ્બો....એજ સમય હતો ૧૧-૩૦ રાત્રિનો,હતી એજ રાતની છેલ્લી મેમુ.....જેમા હમણાં પેસેન્જરો મુસાફરી કરી રહ્યા હતાં.નહોતી એ કોઈ લાઈબ્રેરી જેમા લોકો શાંતિથી ,ઘોંઘાટની શૂન્યતામાં બેઠા હોય..!!!!!!!! આખી ટ્રેનમા સન્નાતો હતો......કોઈ ચું-ચા કરવા પણ તૈયાર નહતુ........પંખો પણ રીઢો પડી આ પેસેન્જરો ને જોયા કરતો હતો.

બધાજ લોકો,જેમા સ્ત્રીઓ હોય, પુરૂષા હોય, કોલેજીયન વિધ્યાર્થીઓ હોય,ઘરડા માણસો અને સ્ત્રીઓ હોય,નાના બાળકો હોય, ટ્રેનનો ડ્રાઈવર હોય કે ટ્રેનના છેડેના ડબ્બામા બેઠેલો રેલ-ગાર્ડના હૈયા ઘોડાના વેગે ધક-ધક કરી રહ્યા હતા.બધાનુ શરીર કોઈકના ખૌફના કારણે ધીરે –ધીરે ગરમ થઈ રહ્યુ હતુ.કોઈનેય સહેજ પણ ઉંઘ આવતી ન હતી,તેમની આંખ ન ઉંઘવાને કારણે લાલઘૂમ થઈ ગઈ હતી,પણ સહેજે ઝબકી લેવા કોઈ તૈયાર ન હતુ,કોઈ ડર હતો જે ,તે બધાને સતાવી-સતાવી ને મનથી મારી રહ્યો હતો. તે બધા માટે એકે-એકપળ એક વર્ષ જેવી લાગી રહી હતી.બધા લોકોના હાસ્યને તાળુ વાગી ગયુ હતુ અને મુરઝાયેલા મોઢે લોકો સુનમુન બેઠા હતા. ટ્રેનમા બેસીને મોટી ભુલ કરી એવું લાગી રહ્યુ હતુ. ટ્રેન ચાલક એટલે, ટ્રેનનો ડ્રાઈવર નસીબ અને સંજોગો અને કુદરતની પ્રકૃતિની બદલાતી મોસમને કોસી રહ્યો હતો.મોટાભાગના નુ તો માથું જ ચકરાવા લાગ્યુ હતુ .

ટ્રેનમા બેથેલો દરેક વ્યકિત બીજી વ્યકિતના ચહેરાને જોયા કરતો હતો,દરેક ના ચહેરા પર ડરના એટલો ખૌફ ભરેલો હતો કે શુ કરવુ અને શુ કરી રહ્યા છે તેનુ ભાન પણ રહ્યુ ન હતુ.કોઈ કામમા જીવ લાગતો નહતો......દરેકમો જીવ ટાળવે ચોટી ગયો હતો.ડરના કારણે તેમના ચહેરા સફેદ થઈ ગયા હતા.કોઈક ભવિષ્યમા ઘટવાની ઘટના કે પછી કોઈક સ્થાનનો ડર સૌના ચહેરા પર આસાની થી જોઈ શકાતો હતો. લોકોના મુખને જોઈને પણ ડરી જવાય એટલી હદ સુધી ડર,તે સૌના રોમ-રોમ મા છવાય ગયો હતો.તેમના ભેજા એ તો કામ કરવાનુ બંધ કરી દીધુ હતુ.મનમા કઈ મેળવવાની આકાંક્ષા અને મહત્વકાંક્ષા નાશ પામી હતી.મનમા ડર અને ડરથી ડબાયેલા ગુસ્સા સિવાય કાંઈ નહોતુ.એમનુ આખુય શરીર કાપી રહ્યુ હતુ.કરોડરજજુ ના દુખાવાના કારણે તેમનુ શરીર દુખી રહ્યુ હતુ. તે બધાએ પોતાના શરીરને સીટ સાથે ટેકો નાખ્યો હતો અને આકાશ તરફ જોઈ મનમાં જાણે ભગવાનને પ્રાથના કરી રહ્યા હોય એવું લાગી રહ્યુ હતુ.

કડકડતી ઠંડીના કારણે ટ્રેનની બધી બારીઓ બંધ કરવામા આવી હતી. એ બધાના મસ્તિષક પર આશાનુ એકેય કિરણ દેખાતુ ન હતુ.....હતી તો માત્ર નિરાશા.જેમ-જેમ ટ્રેન આગળ વધતી હતી તેમ તેમ-તેમ મુસાફરોના મસ્તિષક નો દુખાવો વધી રહ્યો હતો. ભયના કારણે તેમનુ પેટ થોડુ દુખી રહ્યુ હતુ.કેટલાકને તો ઝાડા થઈ જાય એવી હાલત હતી.

હતા બધા પાસે નવા સ્માર્ટ ફોન પણ એ પણ શાંત પડ્યા હતા.કોઈ એક નો મોબાઈલ રણકતો ,તો ઘણા તો ચોકી જતા અમુકને તો હદયે અચાનક આંચકો આવ્યો હોય એમ ચોંકી જતા.....કેટલાક તો આવા ડરને કારણે બેભાન થઈ જતા હતા,કેટલાક હદયથી થોડા મજબુત લોકો સીટની ઉપર રહેલા બાંકડા પર પોતાનુ પેટ નાંખી સુઈ જતા અને હાશ ભરતા પણ તેમના હદયનો ધડકવાનો અવાજ બંધ થતો ન હતો.કેટલાય ને રડવુ પણ આવી રહ્યુ હતુ પણ ગળામાં ભરાયેલા ડુમાના કારણે રડાતુ ન હતુ.

પ્રેમી પંખીડા એવા પતિ-પત્ની એકબીજાને જોરથી ઝપ્પી આપી પોતાના હદય તથા મનમા રહેલા ડરના દુખાવાને શાંત કરી રહ્યા હતા.એક માતા પોતાના ૧૦ વર્ષના પુત્રને ,જાણે એને ગુમાવવાનો ડર હોય એમ એ તેનો પુત્રને વહાલ કરી રહી હતી,પુત્રના સફેદ ગાલો પર ચુંબન કરી રહી હતી અને પોતાની બાહોમા એ વહાલસોયા ને લઈ ,જાણેપોતાના પુત્રને કોઈને આપવા તૈયાર ન હોય એમ એ રડતી રડતી એમા પુત્રને કહી રહી હતી....કે ,દીકરા તને ,મારાથી કોઈને છીનવવા નહી દઉં,ભલે એના માટે મારે કોઈનીય સામે કેમ ના થવુ પડે.....કેવીય શકિત સામે કેમ ના લડવુ પડે!!!! ફરીથી પાછી એના ગાલ પર ચુંબન કરતી એને ગલે મળતી તથા એના રૂ કરતા પણ નરમ સિલ્કી વાળોમા વહાલથી હાથ ફેરવતી.પુત્ર બોલતો મમ્મી હુ તારી સાથે જ છુ ! હુ તને છોડીને ક્યાં જવાનો હતો....લાડકા અવાજે બોલ્યો........ક્રિષ્ના, પોતાની માની આંસુ વરસાવતી આંખમાથી આંસુ, પોતાના કોમળ હાથે લુછીને બોલ્યો.....,”પપ્પા મમ્મી કેમ રડે છે??

રામ બોલ્યો,”કંઈ નહી બેટા”.....એ પણ થોડા ડરેલા અવાજે બોલ્યા.અને ક્રિષ્નાને કહાની સુનવવા લાગ્યો. દુમો ભરાયો હતો,ગળામા તોય બોલવાનુ શરુ કર્યુ.રામે પછી એના લાલને કહ્યુ બેટા તુ તારા મિત્રો સાથે રમ,એ ડબ્બામાં ૩ ક્રિષ્નાની ઉંમરના છોકરા હતા,એક હતો રાહુલ,બીજો નીરવ,ત્રીજો હતો નીલ. ત્રણેય જણા સાથે ક્રિષ્ના કોઈ વાતની પડી નહોય એમ જોકસ પાસ કરવાનુ ચાલુ કર્યુ અને એમની ધુનમા રમવા લાગ્યા.ડર નામની વસ્તુ શુ હોય એમને ખબર જ ન હતી.છાકરાઓની મસ્તીને કારણે ,એમની નજીક બેથેલા અને એમને નજરો-નજર જોઈ રહેલા લાકોને એ કિશોરો પર દયા આવી રહી હતી અને આવનાર કાળ પર ગુસ્સો આવી રહ્યો હતો.

ત્યાં અચાનક એક અવાજ આવ્યો....”તક!....તક!......તક!.....તક!.....તક!........” ડબ્બાના લોકો ચોંકી ગયા.શાનો અવાજ હશે આ.......!!! બધા ને નજર એ અવાજ તરફ નાંખવી ન હતી પણ, સૌની નજર એ દિશામા હતી જે દિશામાં થી અવાજ આવી રહ્યો હતો.તે દરેકને પોતાના હૈયા સંભાળવા મુશકેલ હતા.જેમ-જેમ એ અવાજ પોતાની તરફ આવતો વધી રહ્યો હતો....તેમ-તેમ ડર વધતો જતો હતો........ધીરે-ધીરે પડછાયો પોતાની તરફ વધી રહ્યો હતો....કોણ હશે!!!? એ સવાલ દરેકના મનમા ચાલી રહ્યો હતો....કારણકે ટ્રેનમા બેઠેલા દરેકને કોઈ સ્થળનો ડર એવો ઘર કરી ગયો હતો...કે કોઈ પણ ઉભા રહેવાની હાલતમા ન હતુ.હવે એ છાંયો આકાર લેવા જઈ રહ્યો હતો.અચાનક ડબ્બાની લાઈટો ચાલું-બંધ થવા લાગી.બધાય કાંપવા લાગ્યા હતાં.જોયુ તો હતા એ નરીમ કાકા,બધાએ એમને જોઈને હાશ ભરી.નરીમ કાકાએ સફેદ કલરનુ સફારી સુટ પહેર્યુ હતુ. માથા પર ટોપી અને પગે બાબા આદમના જમાના ના જૂતા પહેર્યા હતા.નરીમ કાકા આંધળા હતા,તેમની આંખ પુરી સફેદ હતી(કોઈ પહેલી વખત એમને જોઈને ડરી જાય એવી હતી એમની આંખો).રોજે અલ્લાહ કે નામ દે દે આચરતા આજે તેમણે પોતાના સુર બદલ્યા હતા.આજે અજુગતા કાળી ચૌદશના અજુગતા સમયગાળામાં એ અજુગતુ આલાપી રહ્યા હતા,જેને સાંભળી લોકોને ડર સાથે ગુસ્સો આવીરહ્યો હતો,”આજ ઉસકો ખુશ નહી કરોંગે, તો સબ મરેંગે........ સબ મરેંગે........હા....હા....હા....હા......હા.”....અને આકાશ તરફ આંગણી ગોળ ફેરવી હસી રહ્યા હતા.કાકાએ બોલવાનુ ચાલુ રાખ્યુ,”ઉસકો બલિ દેની પડેગી........ઉસકો દારૂ અર્પણ કરના હોંગા......નહી દોંગે તો સબ મરેંગે........હા!....હા!....હા!....હા!....હા,શૈતાન કો ખુશ કરના હોંગા!”

નરીમ કાકાની વાણી મા ઉદાસી,નિરાશા અને ગુસ્સો હતો જે તેમના પાગલપન ઔર કોઈ બીજા કારણસર હાસ્ય મા ફેરવાય ગયુ હતુ.લોકોને નરીમ કાકાની વાતો સાચી છે,એ અનુભવી ડેઈલી પેસેન્જરો જાણતાં હતા....પણ ૩-૪ નવા પરિવાર જે પહેલીવાર બેઠા હતા તેમને ખબર ન હતી....પણ બાકી લોકોના ડરવાથી અને નરીમ કાકા એ એમના મનમા રહેલા ભયને સાર્થક કરતા.....આ પરિવારો તેમની પાસે બેસેલા લોકોને પુછવા લાગ્યા કે “તમને શાનો ડર સતાવી રહ્યો છે?!!,તમે આમ કેમ ધ્રુજી રહ્યા છો....આગળ શુ આવવાનુ છે? કંઈ ઘટના ઘટવાની છે જેના કારણે તમે ડરના માર્યા કાંપી રહ્યા છો.અરે !! અમને કાંઈ તો બોલો આવું કહેતા કહેતા....એક મા રડી પડી........ લોકો આટલા કેમ ડરેલા હતાં?શુ રાઝ હતો?જોઈએ આવતા અંકમાં.....................................

બીજા રસપ્રદ વિકલ્પો