શું તુ પણ યાર Gautam Thummar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શું તુ પણ યાર

શું તુ પણ યાર

( શોર્ટ સ્ટોરી )

લેખક- ગૌતમ ઠંુમર

8141352324

"અરે આકાશ તુ મારી અસાઇમેન્ટ લઇ આવ્યો કે નહીં?" ઊમંગે આકાશને કહ્યું. " ના ઊમંગ હજૂ તો મારે અસાઇમેન્ટ તૈયાર કરવાની પણ બાકી છે."

"તો પછી તે કાલે રાતે શું કર્યુ?"ઊમંગ ગુસ્સામાં બોલે છે."યાર કાલે તો મહેક સાથે લોંગ ડ્રાઈવ પર ગયો હતો. એમાં પણ સુપર રોમેન્ટિક મોષમ હતું, મજા પડી ગઇ, છેક રાતે બે વાગ્યે ઘરે ગયો! "

"આ વળી મહેક કોણ છે?"

" એ મહેક તો આપણી કોલેજની જ છોકરી છે. યાદ છે, તે દિવસે તે કેન્ટીનમાં મારી સાથે અથડાઇ હતી.? વાંક તેનો હતો છતાંં માફી મેં માંગી હતી. કંઇ યાદ આવ્યુ કે નહીં?" આકાશ છેલ્લા વાક્ય પર ભાર દેતા બોલ્યો. " તુ એની સાથે લોંગ ડ્રાઈવ પર જઇ આવ્યો? આકાશ હવે તારી હદ થાય છે. આજે પંક્તિ, તો કાલે તૃપ્તિ વળી પછીનાં દિવસે બીજી કોઇ! તુ આ બઘાં લફરામાં પડવાનું રહેવા દે, ક્યારેક તને ભારે પડશે"

આકાશ ઊમંગથી કંટાળ્યો હોય એમ બોલે છે." ઓ અઢારમી સદી ના માનવ. હું અત્યારે તારું ભાષણ સાંભળવા નથી માંગતો, હું તને આ કોલેજ..... સોરી આ વિશ્વ વિદ્યાલયના દ્વાર પાસે જે ભોજન ખંડ છે. ત્યાં લઇ જવા માંગુ છું. જ્યાં એકવીસમી સદીનું ભોજન મળે છે એટલે કે ફાસ્ટફૂડ મળે છે."

"આકાશ તુ મારી અસાઇમેન્ટ ક્યારે આપીશ?" ઊમંગ બર્ગર હાથમાં લેતાં બોલે છે. " આજે કાં તો પછી કાલે ચોક્કસ આપી દઇશ." આકાશે કહ્યું.

" જોજે આજે પાછો કોઇ સુંદરી ને પકડતો નહીં!"

"પણ યાર હું શું કરૂ? આ છોકરીઓ જ મારી પાસે સામે ચાલી ને આવે છે, તો મારાથી કેમ રહેવાય બોલ?" આકાશ આંખ મારતાં બોલ્યો." હા હવે ખબર છે સલમાન ખાન જેવો દેખાય છે, પણ વાંક તારો જ છે કોઇ સારી છોકરી જોઇ નથી ને ભાઇ લટ્ટૂ થયાં નથી !" ઊમંગની આંખોમાં મીઠ્ઠો ગુસ્સો હતો.

" ઊમંગ, શું તુ પણ યાર! ભગવાને સુંદર વસ્તુઓને નિરખવા માટે આપી છે.હું સુંદર છોકરીઓને જોઊં છું એમાં ખોટું શું છે? જિંદગી તો મોજ મસ્તી કરવા માટે છે જ્યાં સુઘી થાય ત્યાં સુઘી કરી લેવાની."

" આકાશ આ બધું તારા લગ્ન પછી પણ ચાલુ રહ્યું તો તારી મોજ મસ્તી વાળી જિંદગીને બગડતા વાર નહીં લાગે! મારી એક સલાહ માન તુ કોઇની સાથે લફરુ કરવા કરતા સાચ્ચો પ્રેમ કરી જો તને વઘારે મજા પડશે."

ઊમંગ જાણતો હતો કે આકાશ સારો છોકરો છે, સારા ઘરમાંથી આવે છે. પણ તેની આ આવારગી તેની ઇમેજ ને ઝાંખી પાડતી હતી. ઊમંગે ઘણી વાર તેને સમજાવ્યો પણ પરીણામ ઝીરો જ આવ્યુંં.

એક દિવસ ઊમંગ આકાશને ફોન કરે છે. " આકાશ મારી ઘરે આવ આપણે એક્ઝામની તૈયારી સાથે જ કરીએ." " હા શ્યોર હું હમણાં જ આવુ છું. આમ પણ મને એકલા કંટાળો આવતો હતો."

આકાશ ઉમંગના ઘરે જાય છે. આકાશ જુએ છે કે ઘરમાં કોઇ નથી. " ઊમંગ તારા મમ્મી નથી ઘરે?" " ના એ બહાર ગયા છે, એટલે જ મેં તને બોલાવ્યો. મને પણ એકલા કંટાળો આવતો હતો." આકાશ અને ઊમંગ વાંચવામાં મશગૂલ થઈ જાય છે, ત્યારે એક છોકરી ત્યાં આવે છે. " ઊમંગ આન્ટી ઘરે નથી?" આકાશ અને ઊમંગ તે છોકરી તરફ જુએ છે. " અરે આવ જ્યોતી! મારા મમ્મી બહાર ગયા છે. થોડી વારમાં આવી જશે. ત્યાં સુઘી બેસ તુ." આકાશ તે છોકરીને જોઇને ફરી બુકમાં ધ્યાન ન આપી શક્યો. આકાશ તે છોકરી તરફ આકર્ષાઇ રહ્યો હતો.

" ના, તો હું પછી જ આવીશ. બાય!" આકાશની ઇચ્છા હતી કે તે છોકરી થોડી વાર બેસે પણ તેની ઇચ્છા પર પાણી ફરી વળે છે. તે છોકરી ચાલી જાય છે. તે છોકરીના ગયા પછી આકાશ નુ ધ્યાન વાંચવા માંથી ખસી ગયુ હતું. તે પેલી છોકરી માં જ ખોવાયેલો હતો. આકાશ થી રહેવાયુ નહીં એટલે એ ઊમંગને પુછે છે. " તે છોકરી મસ્ત હતી, કોણ હતી એ?" ઊમંગ આકાશનો પ્રશ્ર્ન સાંભળી સ્તબ્ઘ થઈ જાય છે. તેનો ગુસ્સો તરત જ સાતમે આસમાને પહોંચી જાય છે. તે ગુસ્સામાં જ આકાશને લાફો મારી દે છે.

" ચાલ્યો જા અહીંયા થી મેં તને પહેલાં જ કહ્યું હતું, તારી આદત સુધારજે. તે છોકરી મારા રીલેશન માં થાય છે,અને તે એનાં પર જ નજર બગાડી? તે મારા ઘર ની મહેમાન હતી, શરમ ના આવી તે છોકરી વીશે મને પૂછતાં?"

" ઊમંગ એવુ કશું નહોતું મારા મનમાં હું તો...." " તને કહ્યું ને જા અહીંયાથી હું તારૂ મોઢુ પણ જોવા નથી માંગતો." ઊમંગ આકાશને વચ્ચે જ બોલતા રોકી દે છે. આકાશ ત્યાંથી ચાલ્યો જાય છે.

ચાર થી પાંચ દિવસ થઈ ગયા, આકાશે કોલેજ જવાનું માંડી વાળ્યુ હતું. તે બનાવ પછી ઊમંગે આકાશની સંભાળ પણ લીધી નહોતી, પણ આકાશ ફરી પાછો કોલેજ આવે છે. તેનાં ચહેરા પર ઊદાસી હતી. ઘણી છોકરીઓ આકાશને "હાય" કહે છે પણ આકાશ તેનાં પ્રત્યુત્તરમાં કોઇ જવાબ નથી આપતો. ઊમંગ દુરથી તેને નિહાળી રહ્યો હતો. આકાશ ઊમંગ પાસે આવે છે.તેની પાસે માફી માંગે છે.

" હું તારી જુઠ્ઠી માફી થી છેતરાવાનો નથી. મેં તને પહેલાં જ કહ્યું હતું પણ તુ એક નો બે ના થયો."

"આજ થી તુ કહીશ તેમ કરીશ, હું તારો સારો ફ્રેન્ડ બની ને દેખાડીશ, પણ યાર મને તારી જરૂર છે. તારા વગર નહીં ચાલે, શું સાચ્ચે જ તુ તારા ફ્રેન્ડને માફ નહીં કરે?" ઊમંગ જુએ છે, આકાશની આંખોમાં સાચે જ પચ્યાતાપ નો ભાવ હતો.

"આકાશ હું તારા સારા ભવિષ્ય માટે તને ટકોર કરતો હતો. તે જોયું ને તારી એક ભુલ ને લીઘે તુ તારા બેસ્ટ ફ્રેન્ડને ખોઇ બેઠો પછી બીજા કોઇની સાથે પણ સંબંધ બગડત! હું માનું છું, આપણે જુવાન છીએ, અત્યારે મોજ-મસ્તીનાં દિવસો છે પણ, મોજ-મસ્તી એટલી પણ સારી નહીં કે એ બઘાને આપણાં થી જુદા કરી દે." ઊમંગ આકાશને ગળે મળે છે. આકાશ ખુશ થાય છે એનો ફ્રેન્ડ પાછો મળી ગયો હોવાથી.

" આકાશ તે છોકરી જેનાં વિશે તુ પુછતો હતો એ સાચ્ચે જ તને સારી લાગી હતી?" " હવે હું ફરી એ વાત કરવા નથી માંગતો."

" અરે તારે બોલવું જ પડશે એ તારી ભાભી થવાની છે!"

"શું બકે છે તુ?" આકાશને આશ્વર્ય થયું ઊમંગની વાત સાંભળીને. " એ જ જે તે સાંભળ્યું. મારા જ્યોતી સાથે લગ્ન થવાનાં છે. અત્યારે નહીં પણ જ્યારે આપણી સ્ટડી પતી જાય અને જોબ લાગી જાય પછી અને આ પ્લાન તારી જ્યોતીભાભીનો જ હતો. તને સીઘા રસ્તે લાવવા માટે." ઊમંગની વાત સાંભળી આકાશ ફરી આશ્વર્યમાં પડી જાય છે.

" હવે બોલ કેમ લાગી તને તારી ભાભી?" "શું તુ પણ યાર! " આકાશ હસતાં-હસતાં બોલે છે.