Kajal Gautam Thummar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Kajal


કાજલ

-ઃ લેખક :-

ગૌતમ ઠુંમર

8141352324

goutam.thummar@gmail.com

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અર્પણ

મારા

માતા પિતાને

અને એ લોકોને જે મારા વાચક બનવા જી રહ્યા છે.

આભાર

અહીં તમારી સમક્ષ હું મારી ટુંકી વાર્તાઓ નો સંગ્રહ મૂકી રહ્યો છું. હું આભાર માનીશ મહેન્દ્ર ભાઈ શર્માનો જેમણે મને મોકો આપ્યો ય્ેદ્ઘટ્ઠટ્ઠિૈં ીઁિૈઙ્ઘી માં મારી ટુંકી વાર્તાઓને સ્થાન આપવા માટે.

જ્યારે લેખક બનવાનો વિચાર કર્યો ત્યારે મારા સિવાય ઘણાં માટે એ વિચાર હાસ્યાપદ હતો. "તુ શું લેખક બનવાનો" આ વાક્ય હું એ લોકો પાસેથી સાંભળતો હતો. ખરેખર એ લોકોએ આવુ ના કીઘુ હોત તો હું કદાચ કદી લખી ના શક્યો હોત.

મારા ભાઈ, બહેન, મિત્રો નો આભારી છું. જેઓ હંમેશાં મને સારૂ લખવા માટે પ્રેરીત કરતા આવ્યા છે.

અત્યારે હું એક નવલકથા પર કામ કરી રહ્યો છું. જે અંતિમ શરણોમાં જ છે. મને હ્લટ્ઠષ્ઠીર્હ્વર,ૈહજંટ્ઠખ્તટ્ઠિદ્બ અને ુરટ્ઠંજટ્ઠ પર મારા મિત્રો મારી નવલકથા વિશે પુછ્‌યા કરતા હોય છે પણ એ લોકો ને હું બહુ જલ્દી જ ખુશખબરી આપીશ.

વાચકો ને હું વિનંતી કરૂ છું કે તમારા મંતવ્ય અને અભિપ્રાય મને જરૂર મોકલાવજો. તમારો પ્રેમ મને વધુ સારૂ લખવા માટે પ્રોત્સાહિત કરશે.

ર્સ્હ્વૈઙ્મી ર્દ્ગ. : ૮૧૪૧૩૫૨૩૨૪

હ્લટ્ઠષ્ઠીર્હ્વર : ર્ય્ેંટ્ઠદ્બ ંરેદ્બદ્બટ્ઠિ

ૈંહજંટ્ઠખ્તટ્ઠિદ્બ : ુિૈીંિર્ખ્તેંટ્ઠદ્બ

ઈ દ્બટ્ઠૈઙ્મ : ર્ખ્તેંટ્ઠદ્બ.ંરેદ્બદ્બટ્ઠજ્રિખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

“પ્રેમ મીઠ્‌ઠુ દર્દ છે ધીરે - ધીરે ખબર થશે તને,

દૂર મારાથી થઈશ ત્યારે એની અસર થશે તને”

કોલેજ ની ગેલેરી માં એ છોકરી આજૂ બાજુ ના વાતાવરણથી પરિચીત હોવા છતાંં અજાણ બનવાનો ઢોંગ કરતી ઘીમે ઘીમેચાલી જતી હતી. તે કોઈ ની ઊંપર એક નજર પણ નહોતી ફેંકતી. છોકરાઓ તો ઠીક છોકરીઓ પણ તેને એક નજરે જોઈ રહી હતી. કોઈ શાયર ના કલ્પના ની પરી કહો કે કોઈ મજનૂના સપના ની લૈલા આવી સુંદર છોકરી કોલેજ માં કોઈ નહોતી. પણ આ છોકરી છે કોણ એ પ્રશ્ન સૌના મન માં હતો.

કાજલ આ છોકરી નું નામ પોલીસ ઈન્સપેક્ટર વિનોદ રાઠોડ ની એક ની એક લાડકી દિકરી. તેમના પપ્પા ની બદલી અમદાવાદ થી સુરત થઈ હોવાથી તેણે અહીં સુરત ની કોલેજ માં એડમીશન લીઘુ હતુ પણ હવે કાજલ ના આવવાથી કોલેજ ના ભમરાઓ ને નવું ફૂલ મળી ગયુ હતુ અને એ પણ કલ્પના કરતા પણ સુંદર.

કાજલ તેમના ક્લાસરૂમ માં હોય છે ત્યારે લેક્ચર માં ઘ્‌યાન જ કોનૂ હોય છે? બઘા છોકરાઓ કાજલ તરફ જ જોતા હતાં. અરે પ્રોફેસર પણ એકવાર મનોમન વાહ્‌ શબ્દ બોલી ઊંઠ્‌યા. તેમણે તો પોતાની જાત ઊંપર કાબુ મેળવી લીધો પણ આ છોકરાઓ નું શૂ? તેમનું મન તો ભણવા માં લાગતુ જ નહોતુ.

કાજલ ને ખબર જ હતી આવૂ થવાનુ હતુ એટલે એ ક્લાસ ના છોકરાઓ તરફ જોતી જ ના હતી.

લગભગ દસેક દિવસ થઈ ગયા પણ કાજલ ની કોઈ ની સાથે મિત્રતા થઈ નહોતી. એકવાર એ કોલેજ ની ગેલેરી માં એકલી ઊંભી હોય છે ત્યારે તેની સામે આવી ને કોઈ તેને કહે છે " મારી સાથે ફ્રેન્ડશીપ કરીશ ? મારૂ નામ ઊંજ્જવલ છે. હું આ કોલેજ માં જ સ્ટડી કરૂ છું કદાચ તને ખબર નહી હોય પણ હું તારા ક્લાસમાં જ છું. આટલા દિવસ થી તને અકલી જોઊં છું. તુ કોઈ ની સાથે વાતો નથી કરતી એટલે મને થયું કે હું તને ફ્રેન્ડશીપ નું કહુ કદાચ તને ફ્રેન્ડ ની જરૂર હશે."

કાજલ એ છોકરા પર નજર કરે છે. જોવામાં તો કોઈ સારા ઘર નો લાગતો હતો છતાં આવી બેબાક વાતો કરવાની હિંમત ક્યાથી આવી? કાજલ મનોમન તેને મવાલી, લોફર અને હલકટ જેવા નામો સાથે સરખાવી ચૂકી હતી પણ એ તેના મોં પર ના બોલી કદાચ તે છોકરા ને ખરાબ લાગે.

" ના મારે કોઈ ની સાથે ફ્રેન્ડશીપ નથી કરવી મને એકલું રહેવું ગમે છે."

"હોય જ ના શકે આ દુનિયામાં કોઈ માણસ એવું નહીં હોય જેને એકલું રહેવું ગમતું હોય અને તુ કહે છે કે મને એકલું રહેવું ગમે છે? " ઊંજ્જવલ ની વાત સાંભળી કાજલ ફરીવાર મનોમન બબડી ઊંઠી. આ છોકરો જાણે કે પોતાનો જુનો ફ્રેન્ડ હોય એમ વાત કરે છે લાગે છે કે તેની બોલતી બંઘ કરવી પડશે.

" જો છોકરા તુ મને પજવવાનું બંઘ કરી દે નહીં તો મારે પ્રિન્સીપલ પાસે જવુ પડશે. હું નથી ઈચ્છતી કે કોલેજ માં તારી બદનામી થાય એટલે કહુ છું. અહીંથી ચાલ્યો જા અને ફરી પાછો મને બોલાવા ની હિંમત પણ ના કરતો."

ઊંજ્જવલ ચાલ્યો જાય છે. પણ બીજા દિવસે ફરી પાછો કાજલ પાસે આવે છે. " તે શું વિચાર્યૂ મારી સાથે ફ્રેન્ડશીપ કરીશ?" કાજલે સપના માં પણ નહોતુ વિચાર્યૂ કે આ છોકરો ફરી તેની સામે આવવાની હિંમત કરશે.

"હું તારા જેવા લોફર ને સારી રીતે ઓળખું છું. પહેલાં ફ્રેન્ડ બનાવે પછી પોતાના પ્રેમ જાળ માં ફસાવે અને પછી છોડી દે છે. હું તારા જેવા ની જાળ માં ફસાવ તેમ નથી." કાજલ તેના પર ગુસ્સો ઠાલવતા બોલે છે.

"પણ હું તો ફક્ત ફ્રેન્ડશીપ નું જ કહુ છું ફ્રેન્ડશીપ થી આગળ એક ડગલુ નહી ભરૂ."

કાજલ ને લાગે છે કે આ છોકરો તેની વાત માનવાનો નથી એટલે એ જ ત્યાંથી ચાલી જાય છે.

ત્રીજે દિવસે પણ ઊંજ્જવલ કાજલ નો પીછો નથી છોડતો. " તે શું વિચાર્યૂ મારી સાથે ફ્રેન્ડશીપ નું? " ફરી પાછુ એ વાક્ય કાજલ ના કાન માં પડતાં કાજલ ગુસ્સે થી લાલ થઈ જાય છે. " જો છોકરા મને તારા માં કોઈ રસ નથી અને મારે તારી સાથે ફ્રેન્ડશીપ પણ નથી કરવી . હું નથી ઈચ્છતી કે મારા લીઘે તારૂં ભવિષ્ય બગડે. તુ અહી થી ચાલ્યો જા નહીંતર પછી મારે તારી સામે ખુબજ કડક પગલાં લેવા પડશે."

"આખરે તને પ્રોબ્લમ શું છે? હું તારી સાથે ફક્ત ફ્રેન્ડશીપ રાખવાનૂ કહુ છું. મારે તારી છેડતી જ કરવી હોત તો ક્યાર ની કરી લીધી હોત પણ જ્યારે હું તને સાવ એકલી જોઊં છું. તો મારા થી તારી એકલતા નથી જોવાતી. હું માનુ છું નવું એડમીશન છે,નવી જગ્યા છે, નવું વાતાવરણ છે, નવા લોકો છે પણ ક્યાં સુઘી તુ પોતાની સાથે જ લડયા કરીશ? ખબર નહી તુ કોઈ ની સાથે કેમ હજૂ ભળી નથી પણ તુ વિશ્વાસ રાખજે મારી ફ્રેન્ડશીપ પવિત્ર હશે. હું એક સારી ફ્રેન્ડશીપ નિભાવીશ. તને કોઈ ની કંપની મળશે તો તને સારૂ લાગશે અને તને બઘે ગમશે પણ."

"મને કોઈ ની કંપની ની જરૂર નથી, હું એકલી જ ખુશ છું. હવે તુ અહી થી જી શકે છે." કાજલે ગુસ્સા માં કહી તો દીઘૂ પણ એ પોતાની જાત ને જ પુછે. શું ખરેખર એને કોઈ ની જરૂર નથી? ઊંજ્જવલ ત્યાંથી ચાલ્યો ગયો હતો કાજલે એને રોકવાની કોશીશ ના કરી.

એ પછી ઊંજ્જવલ એક અઠવાડીયા સુઘી કાજલ પાસે ગયો નહીં. પણ એ દરમિયાન કાજલે ઊંજ્જવલ ને ઓબ્ઝર્વ કર્યો. ઊંજ્જવલ ની બઘી ગતિવિઘી પર કાજલ ની નજર હતી. એકવાર કાજલ સામે થી જ ઊંજ્જવલ પાસે જાય છે. "મારી હા છે. હું ફ્રેન્ડશીપ કરીશ તારી સાથે." ઊંજ્જવલ માટે આ શબ્દો પર વિશ્વાસ કરવો મુશ્કેલ હતુ. તે ખાત્રી કરવા કાજલ ને ફરી વાર બોલવા કહે છે.

" કેમ હવે વિશ્વાસ નથી મારા પર? આટલા દિવસ સુઘી હા પડાવવા મથતો હતો અને જ્યારે આજે હા પાડી તો આંખો ફાટી ગઈ? હું તારી સાથે ફ્રેન્ડશીપ કરીશ પણ મારી એક શરત છે. હું તને મારો મોબાઈલ નંબર નહીં આપુ અને મારા ઘર નુ એડરેસ પણ નહી ં આપુ. હું ફક્ત કોલેજ માં જ તારી ફ્રેન્ડ થઈને રહીશ. કોલેજ ની બહાર નહીં કારણ કે મારા પપ્પા પોલીસ માં છે. જો તેને ખબર પડશે કે મેં કોઈ છોકરા સાથે ફ્રેન્ડશીપ કરી છે તો તારૂં તો આવી બનશે અને મારૂ ભણવાનૂં પણ બંઘ થઈ જશે."

"સારૂ વાંઘો નહીં મને મંજુર છે. પણ અત્યારે તુ કેન્ટીન માં ચલ આપણે આપણી નવી ફ્રેન્ડશીપ ને સેલીબ્રેટ કરીએ." બંને કેન્ટીન માં જાય છે. ઊંજ્જવલ ગરમાગરમ લોચો લઈ ને આવે છે. "કાજલ આ સુરતી લોચો છે, ખૂબ જ વખણાંય છે . જેમ તમારા અમદાવાદ માં પાણીપુરી અને ૈૈંંસ્ ની બહાર મસ્કા પાઊંં વખણાય છે. એકવાર ખાય ને જો મજા આવશે."

દિવસો જતા-જતા ઊંજ્જવલ અને કાજલ સારા ફ્રેન્ડ બની ગયા હતા. પણ આ ફ્રેન્ડશીપ તો ખાલી કોલેજ માં જ! કોલેજ ની બહાર નિકળે એટલે એ બન્ને વચ્ચે કંઈ જ નહીં . ઊંજ્જવલ ને થતુ કે એ કાજલ ના ઘરે જાય, સાથે ક્યાંક ફરવા જાય પણ કાજલ ની શરત ને લીઘે તેણે કદી હિંમત ન કરી.

એકવાર કાજલ તેની મમ્મી સાથે બજારમાં ખરીદી કરવા જાય છે. તે ખરીદી કરતી હોય છે ત્યારે ઊંજ્જવલ પણ ત્યાં હોય છે. ઊંજ્જવલ નું ઘ્‌યાન તેના પર જાય છે. કાજલ ની નજર પણ ઊંજ્જવલ પર પડે છે. ઊંજ્જવલ કાજલ ને મળવા આગળ વઘે છે. કાજલ ને ડર લાગે છે તે અત્યારે પાસે ન આવે તો સારૂ ત્યાં જ ઊંજ્જવલ ની નજર તેની સાથે આવેલા કાજલના મમ્મી પર પડે છે. ઊંજ્જવલ ને લાગે છે કે એ તેનું કોઈ સગુ હશે. જેથી તે કાજલ પાસે નથી જતો અને કાજલને પણ શાંતી થઈ કે ઊંજ્જવલ તેની પાસે ના આવ્યો.

કાજલ ને સુરત માં હવે ફાવી ગયુ હતુ. કોલેજમાં તેને ઊંજ્જવલ જેવો ફ્રેન્ડ મળી ગયો હતો. ઊંજ્જવલ હંમેશાં તેની સાથે રહેતો, તેની સાથે સારી વાતો કરતો, તેને ખુશ રાખતો. કાજલ ને ઘીમે-ઘીમે ઊંજ્જવલ માં રસ પડવા લાગ્યો હતો તે મનોમન તેને પસંદ કરવા લાગી હતી. તે નહોતી જાણતી કે પહેલી મુલાકાત માં લોફર જેવો લાગેલો છોકરો તેને કઈ રીતે ગમવા લાગ્યો હતો. કોલેજ થી છુટ્ટા પડી ને ઘરે જાય તો પણ તેની કમી હોય તેવું લાગતુ હતુ. ઊંજ્જવલ ના જ વિચારો માં મગ્ન રહેતી. કદાચ ઊંજ્જવલ એના માટે કંઈક ખાસ બની ગયો હશે.

કલાકો, દિવસો, મહિનાઓ વીતી ગયા હતા. સમય તેની ગતિ પ્રમાણે અવિરત ચાલ્યા કરતો હતો. આખરે એ સમય પણ આવી ગયો જ્યારે બઘા ને એકબીજા થી છુટુ પડવું પડયું. એટલે એક્ઝામ પૂરી થઈ અને વેકેશન આવ્યુંં. કાજલ ને ચિંતા હતી કે વેકેશન માં ઊંજ્જવલ વગર શું થશે? તેને એકવાર તો થયું કે તે પોતાનોે મોબાઈલ નંબર, ઘરનું એડરેસ આપી દે પણ તેણે એવું ના કર્યુ.

બીજી બાજુ ઊંજ્જવલની પણ આવી જ હાલત હતી. તે પહેલેથી જ કાજલ ને પસંદ કરતો હતો અને હવે તેનાથી અલગ થવાનો સમય આવતા તેનો ચહેરો ઊંતરી ગયો હતો. તે કાજલ ને વેકેશનમાં પણ મળવા માંગતો હતો પણ એ પોતાના દિલ ની વાત કાજલ ને કહેવા હિંમત ના એકઠી કરી શક્યો.

વેકેશન પડયું તેના લગભગ દસથી પંદર દિવસ થઈ ગયા હતાં. કાજલ ની બેચેની હવે વઘતી જતી હતી. પોતાની શરત પર હવે એને પસ્તાવો થઈ રહ્યો હતો.તેને ઊંજ્જવલ ને મળવાનુ મન થતુ હતું. પણ મળે કઈ રીતે ? આ ચિંતા માં તેને તાવ આવી ગયો. પહેલાં તો થયું નોર્મલ હશે પણ આ તાવ તો જવાનું નામ જ નહોતો લેતો. તેનાં પપ્પાએ સારા માં સારી હોસ્પિટલ માં સારવાર કરાવી પણ કંઈ ફરક પડતો નહોતો.

કાજલ હવે સાવ બેદરકાર બની ગઈ હતી. તે પોતાનું ઘ્‌યાન પણ સારી રીતે નહોતી રાખી રહી. તેનું રૂપ જેના પર કોલેજના છોકરાઓ ફિદા હતા. એ રૂપ પણ સાવ ફીકું પડી ગયુ હતુ. તેને નહોતી ખબર કે તેણે જેની સાથે ફ્રેન્ડશીપ કરી તેની સાથે પ્રેમ પણ થઈ જશે. કાજલના મમ્મી-પપ્પા ને ચિંતા થવા લાગી કે હવે કાજલ નો ઈલાજ ક્યાં કરાવવો? પણ તેના મમ્મી-પપ્પા ને કોણ કહે કે તેનો ઈલાજ ઊંજ્જવલ પાસે છે.

લગભગ એક મહિનો થઈ ગયો. કાજલનો ઈલાજ હજૂ નહોતો થયો. એકવાર કાજલ તેનાં બેડરૂમમાં એકલી બેઠી હોય છે ત્યારે દરવાજા પર થી અવાજ આવે છે " કાજલ આ શી હાલત બનાવી દીઘી છે તે તારી?" કાજલ તરત જ દરવાજા તરફ જુએ છે. તે ઊંજ્જવલ હતો તેને જોઈને કાજલના શરીર માં સ્ફુર્તી આવી જાય છે. આંખો એ વિશ્વાસ કરવા તૈયાર નહોતી કે ઊંજ્જવલ તેની સામે છે. કાજલ તેનાં બેડ પર થી નીચે ઊંતરવા જાય છે પણ ઊંજ્જવલ તરત તેની પાસે પહોંચી જાય છે. તે કાજલ ને તકલીફ આપવા નહોતો માંગતો. "તુ અહીંયા કઈ રીતે આવ્યો મારા ઘર નું એડરેસ તને કોણે આપ્યું?"

" તારા પપ્પાએ! " ઊંજ્જવલના જવાબ થી કાજલ ની આંખોમાં આશ્વર્ય હતુ. કાજલના પપ્પા પણ ત્યાં આવે છે. "પપ્પા તમને કોણે કહ્યું કે હું અને ઊંજ્જવલ બંને એકબીજાના ફ્રેન્ડ છીએ? "

"અરે દિકરી હું પોલીસ માં છું! તો પછી હું મારી દિકરીનુ ધ્યાન પણ ન રાખી શકુ અને તુ આ ઊંજ્જવલ સાથે જુઠૂ કેમ બોલી? મેં ક્યારે ના પાડી કે તુ કોઈ છોકરા સાથે ફ્રેન્ડશીપ ના કરતી?"

કાજલ મોં નીચે કરી લે છે. તે કંઈક બોલવા જાય છે પણ બોલી ના સકી, ગળામાં ડૂમો ભરાય જાય છે. ઊંજ્જવલ કાજલની નજીક આવે છે. તે કાજલને ને જુએ છે તેની આંખોમાં પોતાને મળવા ની તડપ જુએ છે.તે કાજલનો હાથ તેનાં હાથ લે છે. " કાજલ મેં તો ફક્ત ફ્રેન્ડશીપનુ કહ્યું હતુ અને તુ તો પ્રેમ કરી બેઠી! "

કાજલની આંખો માંથી આંસુઓ દડદડ વહેવા લાગે છે. તે તરત જ ઊંજ્જવલ ને બાથમાં લઈ લે છે. "મારી ભૂલ ની સજા જ હું ભોગવી રહી હતી. મને માફ કરજે ઊંજ્જવલ"

“મન થી સુંદર નથી કશું મન ચોખ્ખું રાખ,

ને તારૂં આ ઘમંડ મન થી નોખું રાખ.”

તેની કામણગારી નજરો જેનાં પર પડે તેને નવું જીવન બક્ષે, પોતાની પતળી સુંદર લટકામણી કમર અને પોતાના આ સુંદર અરે....! સુંદર નહીં અતી સુંદર દેહ પર ખુબજ અભિમાન હતું તેને.

અત્યાર સુઘી માં કાજલે ત્રેવીસ છોકરાઓને ના કહી હતી. એ છોકરાઓ જેવા તેવા નહીં પણ સારા ઘરનાં હતાં. સારૂ ખાનદાન હતું, સારૂ ભણેલાં હતાં અને સારી પદવી પર પણ હતાં. પણ આ રૂપની દેવી ને કેવાં દેવની શોઘ હતી એ તેનાં પિતા દેવજી ભાઈ હજૂ સુઘી સમજી નહોતાં શક્યાં.

પોતાની દિકરીને નાનપણ થી ખુબજ લાડકોડ માં પાળેલી અને સ્વતંત્ર મિજાજ ની બનાવેલી. દેવજીભાઈએ કાજલને પોતાની પસંદગીનો જ મૂરતીયો શોઘવાનુ કહીં દીઘેલું પણ હવે દેવજીભાઈની ચિંતા વઘતી જતી હતી કારણકે કાજલને કોઈ મૂરતીયો પસંદ જ નહોતો આવતો.

પણ જેનાં પર નસીબ મન મૂકી ને વરસતૂં હોય તેને કદી કોઈ વાત ની ખોટ નથી રહેતી. કાજલ માટે એક સારા મૂરતીયાનુ માંગુ આવ્યુંં. સારો મૂરતીયો એટલે અત્યાર સુઘીમાં જોયેલાં બઘાં યુવકો કરતા સારો. સિલ્કી ભરાવદાર વાળ, નમણો ચહેરો અને સોહામણું વ્યકિતત્વ ઘરાવતો અભીષેક. કહેવાય છે કે કુંવારી છોકરીઓ સારો પતિ મેળવવાં માટે અલુણાના મોળા વ્રત કરે છે. જો કોઈ છોકરીએ સાચ્ચી શ્રદ્ધાથી અલુણાના વ્રત કર્યા હશે તો તેનાં નસીબમાં આ અભીષેક નો સાથ લખ્યો હશે.

અભીષેકના પપ્પા કાનજીભાઈ શહેરનાં જાણીતા બીલ્ડર્સ હતાં અને હવે અભીષેકે પોતાનું કામ સંભાળી લીઘુ હતું. દેવજીભાઈના ઘરે અભીષેક અને તેનાં મમ્મી-પપ્પા કાજલને જોવા જાય છે. દેવજીભાઈ તે બઘા નું સ્વાગત કરે છે. કાજલ બઘા માટે પાણી લાવે છે. સાડીમાં સજેલુ એ રૂપ જોઈને અભીષેક અને તેનાં મમ્મી-પપ્પા તેમને એક જ નજરે જોઈ રહ્યા અને ત્યાં સુઘી જોયા કર્યુ જ્યાં સુઘી તે પાણી લઈ ને ચાલી ના ગઈ.

"કાનજીભાઈ આપણે તો સામાજિક કાર્યો માં મળતા જ રહીયે છીએ એટલે આપણાં વચ્ચે સારો સબંધ પણ છે. હવે આ કાજલ અને અભીષેક એકબીજાને મળે અને સમજે પછી આપણે વાત આગળ વઘારીએ."

" સાચ્ચુ કહો છો દેવજીભાઈ છોકરા-છોકરી એકબીજાને સમજી લે એ સારૂ જેથી લગ્નજીવન માં કોઈ તકલીફ ના પડે." કાનજીભાઈ દેવજીભાઈની વાત સાથે સહમત હતાં. "કાજલ..! બઘા માટે નાસ્તો લઈ આવ." કાજલની મમ્મીએ કહ્યું. કાજલ બઘા માટે નાસ્તો લઈ આવે છે અને તે પણ ત્યાં જ બેસે છે.

"કાજલ અભીષેકને તારી રૂમ માં લઈ જા ત્યાં તમે બંને એકબીજા સાથે વાતો કરી લો." કાજલના મમ્મી બોલ્યા.

કાજલ અભીષેકને પોતાની રૂમ માં લઈ જાય છે. લિવીંગરૂમ માં તો ક્યાર ની વાતોની મહેફીલ ચાલુ થઈ ગઈ હતી. પણ કાજલ અને અભીષેક હજૂ ચુપ જ હતાં.

" તમારા વિશે થોડી ઘણી તો માહિતી છે મને. શું હું તમારી પસંદ-નાપસંદ વિશે જાણી શકૂં ?" અભીષેક વાતની શરૂઆત કરતા બોલે છે. " શોખ તો ઘણાં બઘા છે. ફાસ્ટ મ્યુઝીક સાંભળવું, તેનાં પર ડિસ્કો કરવો, ફિલ્મ જોવી, પાર્ટી કરવી, ફરવા જવુ. સાચ્ચુ કહુ તો જીવન ને હું એકદમ મન મૂકી ને માણવા માંગુ છું." કાજલ પોતાની વાત ગર્વથી કહે છે. " ઓહ્‌ ઘેટ્‌સ ગુડ. એટલે તમે સ્વતંત્ર મિજાજ ના છો એમ જ ને?"

"જમાના પ્રમાણે તો રહેવું જ પડે ને મારા જેવી સુંદર છોકરી સાવ ગામડિયન થઈ ને રહે એ સારૂ પણ ના લાગે." કાજલ છેલ્લા વાક્ય પર ભાર દઈ ને બોલે છે.

" તમને ખબર છે? તમારા પહેલાં મેં ત્રેવીસ છોકરાઓને રીજેક્ટ કર્યા છે. તેમને જ્યારે મેં ના કહી તો અમુક છોકરાઓના ચહેરા તરત જ મૂરજાઈ ગયા હતાં, અમુક છોકરાઓ મારી સામે જ રડવા જેવા થઈ ગયા હતાં. પણ હું શું કરૂ? આખરે મારી આખી જિંદગી નો સવાલ હતો એટલે સમજી વિચારી ને જ પગલું ભરવુ પડે ને?"

કાજલ અને અભીષેક થોડી વાર વાતો કરે છે. અભીષેકને આ વાતચીતમાં ખુબજ ઓછ બોલવું પડયું કારણકે કાજલ તેનાં જ ગુણગાન ગાયા કરતી હતી. અભીષેકે આ વાતચીત દરમિયાન કાજલને બરાબર સમજી લીધી હતી. "હવે આપણે જીશું?" અભીષેકે કહ્યું.

" પણ તમે મારો જવાબ પણ નહીં સાંભળતા જાવ?"

"જવાબ તો તમે પછી જ કહેશો ને?" અભીષેકે કહ્યું. " ના હું તરત જ જવાબ આપવામાં માનુ છું તમારી પહેલાં જે છોકરાઓ જોવા આવ્યા હતાં તેને પણ મેં તરત જ જવાબ આપ્યો હતો. કદાચ તમને દુઃખ થશે પણ મારે જેવા સાથી ની તલાશ છે એ તમને મળ્યા પછી પણ પુરી નથી થઈ. તમે મારો જવાબ સમજી ગયા ને?" અભીષેક કાજલના આવા બેબાકપણાં થી ડઘાઈ જાય.

" હા હું સમજી ગયો. તમે મને પસંદ ના કર્યો પણ હું ખુશ છું કારણકે આજે બે સ્ત્રીઓનું ઘમંડ ઊંતરી જશેે." અભીષેકની વાત સાંભળી કાજલને આશ્વર્ય થયું કે બે સ્ત્રીનું ઘમંડ ઊંતરી જશે પણ તે કઈ રીતે? તેણે અભીષેકને પણ આ પ્રશ્ન પુછ્‌યો.

" પહેલી સ્ત્રી મારી મમ્મી છે અને તેનું ઘમંડ સ્વાભાવિક છે. દરેક મા ને પોતાના દિકરા પર ઘમંડ હોય જ છે. તમારા પહેલાં મેં ઘણી છોકરીઓ જોઈ અને મને બઘી છોકરીઓ પસંદ પણ પડી. પણ મારા મમ્મી એ જ બઘી જગ્યા એ ના પાડી. કારણકે તે મારા માટે તેની પસંદની જ વહુ લાવવા માંગતા હતાં. એકવાર તો મેં કહ્યું મમ્મી તમે બઘી જગ્યા એ ના પાડો છો તો મોડું થઈ જશેે પછી છોકરીઓ મને જ ના પાડવા લાગશે. ત્યારે મારા મમ્મીએ કહ્યું આ દુનિયામાં કોઈ છોકરી એવી નહીં હોય કે જે તને ના પાડે. હવે તમે ના પાડી એટલે મારી મમ્મીનું ઘમંડ તમારા લીઘે ઊંતરી જશેે. તેને પણ હવે માનવું પડશે કે તેનાં છોકરાને પણ કોઈ ના પાડી શકે છે."

"હા અને હવે બીજી સ્ત્રી કોણ છે?" કાજલ બીજી સ્ત્રીનું નામ જાણવા ઉત્સુક્ત હતી. "એ સ્ત્રી તમે જ છો કાજલજી !" અભીષેકના મુખે થી પોતાનું નામ સાંભળતા કાજલ ગુસ્સાથી લાલ થઈ જાય છે.

" તમને એમ થયું કે તમે મને ના પાડી એટલે મને દુઃખ થયું પણ હું તો ખુબજ ખુશ છું. કારણકે એક ઘમંડી સ્ત્રી સાથે સબંધની વાત આગળ જતાં પહેલાં જ અટકી ગઈ. એ સ્ત્રી જેને પોતાના રૂપનું બહુ જ ઘમંડ છે. મારા પહેલાં તમે જે છોકરાઓને ના પાડી હતી. તે છોકરાઓ એ તો ફક્ત તમારૂં બહારનું રૂપ જોયું હશે એટલે તમને મેળવી ન શકવાનું દુઃખ થયું હશે. પણ તેઓ એ તમારા મન ની ભીતર ઝાંકી ને જોયું હોત તો કદાચ તે પણ મારી જેમ ખુશ જ થાત. કાજલજી આ ચહેરા પર જે ફૂલ જેવી તાજગી છે તે કરમાય જાય એ પહેલાં કોઈ સારો મૂરતીયો પસંદ કરી લેજો નહીં તો...."

અભીષેક ત્યાંથી ચાલ્યો જાય છે. કાજલ તેની રૂમમાં જ બેસી રહે છે અને આંખોમાંથી એક આંસુ નિકળી આવે છે જે તેનું ઘમંડ હતું.

“તુ પલળે અને હું પીગળું એવું ક્યારે બને,

આ વરસાદ તારા પર પડે એવું ત્યારે બને.”

શરદ અને કાજલ મલ્ટિપ્લેક્સમાંથી ફિલ્મ જોઈને બહાર નિકળે છે અને હવે તે એક ગાર્ડન તરફ જઈ રહ્યા હતાં. " કાજલજી ફિલ્મ કેવી લાગી તમને ?" કાજલ શરદને જવાબ આપતા બોલે છે. "સારી હતી પણ કેમ પુછ્‌યું તમે?"

"હું કન્ફ્યુજ હતો કે તમને કઈ ફિલ્મ દેખાડુ. આપણે તો એકબીજાને કદી મળ્યા પણ નથી એટલે એકબીજાની પસંદ-નાપસંદ ની કેમ ખબર હોય?"

"હું તો બઘીજ ફિલ્મ જોઊં છું. કોઈ ખાસ પ્રકારની જ ફિલ્મ જોવી એવું કશું નહીં. જોકે શરદજી તમે મને મળવા આવવાના હતાં એ પહેલાં મારા મામા એ મને કહ્યું હતું કે તમે ડોકટર છો અને સાથે-સાથે તમે લેખક પણ છો તો આ ડોકટરને કલામાં રૂચી ક્યાંથી જાગી?" શરદ કાજલની વાત પર મૃદુ હસે છે. " તમે મને એમ પુછો કે ડોકટર કેમ બની ગયો? કારણકે હું પહેલેથી લેખક બનવા માંગતો હતો. ડોકટર તો બસ એમજ બનતા બની ગયો." બંને જણાં હસવા લાગે છે.

શરદ અને કાજલના મામા એક જ હોસ્પિટલમાં હતાં. કાજલના મામા શરદના સીનીયર હતાં. તેમણે જ કાજલ અને શરદની મીટીંગ ગોઠવી હતી. જેથી બંને જણાં એકબીજાને મળે, જાણે અને સમજે. બંને ગાર્ડન પાસે આવી ગયા હતાં. ગાર્ડન તાપી નદીનાં કિનારે જ હતું એટલે વાતાવરણમાં થોડીક ઠંડી હતી. આમ પણ આજે વાતાવરણ રોજ કરતા સ્ફુર્તીદાયક હતું. શરદ અને કાજલ ગાર્ડનના એક બાકડા પર બેસે છે.

" આજે વાતાવરણ ખરેખર ખુબજ સારૂ છે. ઘણાં દિવસો પછી આકાશમાં વાદળા જોવા મળ્યા. છેલ્લા ઘણાં દિવસથી પડતાં સતત તાપ સામે આજે બઘાને રાહત મળી." શરદે કહ્યું

" તમારી વાત સાચ્ચી છે પણ ઘોર ઊંનાળામાં વરસાદ જેવુ વાતાવરણ થઈ ગયુ એ અજીબ કહેવાય!"

" આ બઘું ગ્લોબલ વોર્મિંગ ના લીઘે જ થાય છે. આપણે બધા પ્રદુષણ જ એટલુ કરીએ છીએ કે તેની અસર કુદરત પર થઈ રહી છે. ભગવાને બનાવેલી આ સુંદર સૃષ્ટિને આપણે જ બગાડી રહ્યા છીએ. અત્યારે આપણે નક્કી જ નથી કરી શકતા કે ક્યારે કઈ ઢતુ ચાલુ થઈ જાય."

" તમે કુદરતની વાત કરી તો ભગવાને બનાવેલી આ કુદરતમાં તમને કઈ વસ્તુ વઘારે ગમે છે. કોને તમે વઘારે પ્રેમ કરો છો?"

" ભગવાને જે કંઈ આ કુદરતમાં બનાવ્યુ છે એ બઘુ પ્રેમ કરવાને લાયક છે. પણ હું સૌથી વઘુ સ્ત્રી પાત્રને પ્રેમ કરૂ છું. ભગવાને સ્ત્રીનું પાત્ર બનાવીને સૃષ્ટિને અમુલ્ય ભેટ આપી છે. હું હંમેશાં સ્ત્રીનો આદર કરૂ છું. તે મા , બહેન, દિકરી, પત્ની, પ્રેમીકા બઘાજ રૂપમાં શોભે છે. સ્ત્રી પાત્ર જ એવુ છે કે તેને પ્રેમ કર્યા વગર કોઈ રહી જ ના શકે.

મને એવા લોકો સામે હંમેશાં ધૃણાં રહી છે જે સ્ત્રી પર અત્યાચાર કરે છે. તેને હું રાક્ષસનુ બિરૂદ આપુ છું. આજકાલ સ્ત્રીભૃણ હત્યાનું પ્રમાણ પણ ખુબજ વઘ્‌યુ છે. જેનો હું સખ્ત વિરોઘી છું. શા માટે લોકો આવુ કરતા હશે? સ્ત્રી વગરની સૃષ્ટિ ની કલ્પના કરવી પણ ભયાનક કહેવાય."

કાજલ અને શરદની વાતચીત ચાલુ રહે છે ત્યારે કમોષમી વરસાદનુ આગમન થઈ જાય છે. " કાજલજી આપણે વઘારે પલળીએ તે પહેલાં આપણે પેલા છાપરાં નીચે ચાલ્યા જીએ."

બંને છાપરાં નીચે ઊંભા રહે છે. " શરદજી તમારી વાત સાંભળવામાં મજા આવે છે. શું તમારી વાતોથી આકર્ષાઈને કોઈ છોકરી તમારા પ્રેમમાં પડી હતી? " કાજલના અચાનક આ પ્રશ્નથી શરદ ચુપ થઈ જાય છે અને પોતાના ભૂતકાળમાં ખોવાય જાય છે. શરદ ને ચુપ જોઈને કાજલ ફરીવાર પુછે છે. " શરદજી હું તમને પુછુ છું? શું તમારે કોઈ પ્રેમીકા હતી કે નહીં?"

"હતી એક પરી! ખુબજ સુંદર હતી. એકવાર જે જુએ એના દિલો-દિમાગમાં એની સુંદરતા છવાઈ જાય એવી. પણ તે મને છોડી ને ક્યાંક દૂર ચાલી ગઈ." કાજલ જુએ છે કે શરદની આંખો ભીની થઈ ગઈ હતી. " શું એ બેવફા નિકળી?"

" ના એ બેવફા નહોતી. તે મને ખુબજ પ્રેમ કરતી હતી પણ પ્રેમમાં કદી અમારૂં મિલન લખ્યું નહીં હોય. તેને કેન્સર હતું. એ જીવલેણ રોગે મારી મેઘના નો જીવ લઈ લીધો. કાજલજી જ્યારે તે હોસ્પિટલ માં પોતાના છેલ્લા શ્વાસ લઈ રહી હતી ત્યારે તેણે મને કહ્યું હતું શરદ મારા ગયા પછી તુ આખી જિંદગી મારી યાદમાં બેસી રહેવાનુ ન વિચારતો તુ લગ્ન કરી લેજે નહીં તો મને સારૂ નહીં લાગે. તેને મરતાં-મરતાં પણ મારી ચિંતા કરતી હતી." કાજલ શરદની વાત ઘ્‌યાનથી સાંભળતી હતી.

" મારે મેઘના સિવાય કોઈની સાથે લગ્ન કરવા ન હતાં. મેઘનાએ મને લગ્ન કરી લેવાનું કહ્યું હતું પણ હું માંડ-માંડ પોતાની જાત ને મનાવી શક્યો. તમારી પહેલાં મેં ત્રણ છોકરીઓ જોઈ હતી. તેઓએ મારી અને મેઘનાની પ્રેમ કહાની સાંભળી ને મને ના કહી દીઘી હતી. તે મારી જિંદગીમાં કદાચ બીજી સ્ત્રી બનવા રાજી નહીં હોય પણ મને દુઃખ નહોતુ લાગતુ કારણકે હું મારા અતીથ ને છુપાવીને કોઈ સ્ત્રી સાથે દગો કરવા નહોતો માંગતો.

તમે મને પુછ્‌યુ એટલે મેં કહ્યું પણ તમે મને ના પુછ્‌યુ હોત તો પણ હું આ વાત કરવાનો જ હતો. કાજલજી મેઘનાની યાદો દૂર નથી થતી પણ હું મેઘનાને ભુલવાની શક્ય એટલી કોશીશ કરીશ."

શરદ પોતાની વાત પુરી કરે છે. વરસાદનુ જોર ઘીમે-ઘીમે વઘી રહ્યું હતું. કાજલ શરદની વાત સાંભળી કંઈ બોલતી નથી પણ પોતાની સાથે જ વાતો કરવા લાગે છે.’ કાજલ શું વિચાર છે તારો? તને એક પ્રામાણિક સાથી ની જ શોઘ હતી ને? જો શરદમાં એ ગુણ દેખાય છે. વળી શરદ સ્ત્રીની ખુબજ ઈજ્જત કરે છે. એટલે તે કદી તને દુઃખી પણ નહીં કરે. ભલે એના જીવનમાં કોઈ છોકરી હતી પણ એ પ્રેમ પવિત્ર હતો. આજકાલના છોકરાઓની જેમ ટાઈમપાસ નહોતો.’

વરસાદ તો અટકવાનું નામ જ નહોતો લેતો. મુછળઘાર વરસાદની સાથે એક વિજળીનો જોરદાર કડાકો થાય છે. કાજલ તરત જ શરદને બાથમાં ભીડી લે છે. અચાનક કાજલ પોતાની બાહોં માં આવી જતાં શરદને શું કરવું તેની કોઈ સુઝ નથી પડતી.

" શરદજી તમારી પ્રામાણિકતા પર મને ગર્વ છે. મારે જેવા સાથી ની જરૂર હતી તે ગુણ તમારામાં છે. તમે મેઘનાને ભુલવાની કોશીશ ન કરતા. તમે એને સાચ્ચો પ્રેમ કર્યો છે એટલે એ કદી તમને ભુલાવાની પણ નથી પણ તમે મને વચન આપો. તમે મને પણ મેઘના જેટલો જ પ્રેમ આપશો."

કાજલ શરદની બાહોંમાં જ બોલે છે. શરદ કંઈ બોલતો નથી પણ પોતાના બંને હાથ કાજલની પીઠ પાછળ દબાવી દે છે. કાજલને તેનો જવાબ મળી ગયો હતો. તે ઘણી ખુશ થઈ હતી.

વરસાદથી હવા માં માટીની સુગંધ ફેલાય ગઈ હતી અને આ રોમેન્ટિક વાતાવરણમાં આ યુગલનું મિલન ભવ્ય બની ગયુ હતું.

“તારી એ આખરી મુલાકાત દાસ્તાન બની ગઈ,

એ પછી જિંદગી મારી સાવ વેરાન બની ગઈ.”

રાતનાં અંઘારા માં કાજલ અને જીગર એકબીજાના આલિંગનમાં જિંદગી ના અપાર સુખ નો આનંદ માણતા હતાં. " જીગર મને ડર લાગે છે મારો પતિ આવી જશેે તો? "

" અરે જાનૂ એમાં ડરવાનુ હોય? એ તો તેની નાઈટશીફ્ટ માં હશે. તેની નાઈટશીફ્ટ પૂરી થશે ત્યારે જ આવશે એ અને જ્યાં સુઘી હું તારી સાથે છું. ત્યાં સુઘી તારે ડરવાની જરૂર નથી. પછી ભલે એ તારો પતિ જ કેમ ના હોય." જીગર કાજલને પોતાની બાથમાં જકડી ને બોલે છે.

જીગર કાજલના સામે ના એપાર્ટમેન્ટ માં રહેતો હતો. કાજલ જ્યારે રસોઈ ઘરમાં કામ કરતી ત્યારે જીગર પોતાની બાલ્કની માંથી કાજલને જોયા કરતો. એકવાર કાજલની નજર તેનાં પર પડી અને બંનેની નજર એક થઈ ગઈ. બંને પંખીડાઓ એ ચરમસીમા વટાવીને મળવાનુ પણ ચાલુ કરી દીઘુ. કાજલનો પતિ મનીષ ડે શ્ નાઈટ શીફ્ટ માં કામ કરતો. મનીષ નાઈટશીફ્ટમાં હોય ત્યારે મોડી રાતે જીગર કાજલના ફ્લેટમાં પોતાની આગ બુજાવવાં પહોંચી જતો.

કોઈપણ વાત ને છુપાવીએ તો પણ એ વાત એક દિવસ તો બહાર આવવાની જ છે. મનીષને તેની પડોશમાં રહેતા મિત્રએ જાણ કરી. "મનીષ તારી નાઈટશીફ્ટ હોય ત્યારે કાજલ ભાભીને મળવા રોજ કોઈ પુરૂષ આવે છે અને એ પણ મોડી રાતે. હું તારો મિત્ર છું એટલે જાણ કરૂ છું. તારી આબરૂના ઘજાગરા થાય એ પહેલાં જ તું આ વાતનો અંત લાવી દે." પણ મિત્રની વાત માને કોણ? મનીષે તેનાં મિત્રની વાત ન માની કારણકે તેને કાજલ ઊંપર વિશ્વાસ હતો કે કાજલ આવુ ન કરી શકે. તે કાજલને ખુબજ પ્રેમ કરતો હતો.

એકવાર મનીષ તેની નાઈટ શીફ્ટમાંથી વહેલો આવી જાય છે.તે પોતાના ફ્લેટ નો ડોર બેલ વગાડે છે. પણ અંદર જીગર અને કાજલ એકબીજાના સાનિઘ્‌યમાં ડૂબેલાં હતાં. તે બંને એક જ ઝાટકે ઊંભા થઈ જાય છે. બંને ગભરાઈ જાય છે. " જીગર કોણ હશે અત્યારે? "

" કોઈ પણ હોય તુ બઘુ સંભાળી લેજે. હું બાલ્કનીમાં જાવ છું તુ જરા પણ ડરતી નહીં." મનીષ બીજીવાર ડોર બેલ વગાડે છે.

કાજલ દરવાજો ખોલવા જાય છે. દરવાજો ખોલતા જ તે મનીષને જુએ છે. કાજલની ગભરામણ વઘી જાય છે. " ત ... ત... તમે?" "હા હું પણ તુ આટલી બઘી ગભરાઈ કેમ ગઈ?"

મનીષ અંદર આવે છે. " આજે ઓફિસમાં કામ વહેલું પતી ગયુ હતું એટલે હું વહેલો જ આવી ગયો પણ કાજલ મેં ડોર બેલ વગાડયો ત્યારે તુ કોની સાથે વાતો કરતી હતી?"

"ક... ક...કોઈની સાથે નહીં." કાજલ નો ચહેરો ફિક્કો પડી ગયો હતો. તે પરસેવે થી રેબઝેબ હતી. મનીષ તેનો ચહેરો ઓળખી જાય છે. " કાજલ મને નક્કી દાળમાં કંઈક કાળુ લાગે છે." મનીષ તેનાં બેડરૂમમાં જાય છે. ત્યાં કોઈ ને ન જોતા તે બાલ્કની તરફ વળે છે. મનીષ બાલ્કની પાસે પહોંચે એ પહેલાં જ જીગર અંઘારા નો ફાયદો ઊંઠાવીને મનીષને ઘક્કો મારી ભાગવાની કોશીશ કરે છે પણ મનીષ ચાલાકી થી જીગરનો હાથ પકડી લે છે.

મનીષે જે રીતે હાથ પકડયો હતો. તે જોતા લાગતુ હતું કે જીગરનુ છુટવું મુશ્કેલ છે. " કોણ છે તુ? મારા ફલેટમાં અડઘી રાતે શું કરે છે?" મનીષને નાઈટ લેમ્પના ઝાંખા ઉજાસમાં જીગરનો ચહેરો એકદમ સાફ નથી દેખાતો.

કાજલ પણ તે બંનેની પાસે આવે છે. "કાજલ મને ખબર છે કે જ્યારે હું નાઈટશીફ્ટમાં હોઊં છું. ત્યારે તુ આ ગેર મર્દ ને આપણાં ફ્લેટમાં બોલાવે છે, એની સાથે રંગરેલીયા મનાવે છે. મને મારા મિત્રએ આ વાત કરી હતી પણ મેં એની વાત ન માની કારણકે મને તારા પર વિશ્વાસ હતો કે તુ કદી મારી સાથે આવુ ના કરી શકે પણ તે મારી સાથે વિશ્વાસઘાત કર્યો."

બીજી તરફ જીગર પોતાનોે હાથ છોડવવાની જહેમત કરતો હતો. " મનીષ હવે મારો હાથ છોડી દે નહીં તો આબરૂ તારી જ જશેે. તુ મોટો હંગામો કરીશ, આજૂ-બાજુ વાળા જાગી જશેે તો લોકો એમજ સમજશે કે તારામાં કંઈ દમ નહીં હોય એટલે જ તારી પત્ની બીજા પુરૂષ સાથે સબંધ રાખીને ખુશ રહે છે. એટલે તારી ભલાઈ એમાંજ છે કે તુ આ મામલો અહીંયા જ દબાવી દે."

મનીષનુ પુરૂષત્વ હણાયું હતું. તેનો હાથ થોડોક ઢીલો પડે છે. જીગર ફાયદો ઊંઠાવીને પોતાનોે હાથ તરત જ સરકાવી લે છે અને શાંતી થી ત્યાંથી નિકળીને દાદર ઊંતરવા લાગે છે. જીગરના જતાંવેત જ ફ્લેટનો દરવાજો બંઘ થાય છે. દરવાજાની બહાર એક થપ્પડનો અવાજ આવે છે. રાતની શાંતીમાં થપ્પડનો અવાજ જીગરના કાનમાં ચોખ્ખો સંભળાય છે.