ટેવ કે કુટેવ Ravi Yadav દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટેવ કે કુટેવ

Name :- Ravi Dharamshibhai Yadav Address :- Dubai, UAE.
Contact No.
:- +91 88 66 53 62 88 (WhatsApp) +971 55 898 1928 (Call)
Email ID :- cardyadav@hotmail.com
cardyadav@gmail.com


કાલે મમ્મી જોડે ફોન પર આ રીતે વાત કરી અને એ પછી મગજમાં આવેલો વિચાર જે નીચે લખ્યો છે જેમાં તમારો અભિપ્રાય જોઈએ છે કે આ વાત સાચી છે કે ખોટી ?

હું :- શું મોમ ? શું કરો ? મોજમાં ને ?
મમ્મી :- હેલો, હા મજામાં. પણ તું ફોન કેમ નથી કરતો ? નવરીના છેલ્લા ૮ દિવસથી ફોન નથી કર્યો.. તારી માં હજુ મરી નથી ગઈ, કે પછી માં ભુલાઈ ગઈ છે ?
હું :- થોડા ચીડાયેલા અવાજે, શું પણ મમ્મી ગમે તેમ બોલો છો. અહિયાં જ છું ક્યાય ગયો નથી.
મમ્મી :- પેલા તો રોજે ફોન કરતો, હવે તો ૨-૪ દિવસે કે અઠવાડિયે કરે છે તો બીજું શું કહું ? અહિયાં પછી મને નો ગમે તારી જોડે વાત નો કરું ને તો.
હું :- હવે તો ૧.૫ વર્ષ થયું ત્યાં નથી એને. હવે આવી ટેવ મુકો કે રોજ વાત કરવી જ પડે એમ. નહિતર દુખી થશો અને હું પણ જો એવી રીતે અહિયાં યાદ કરવામાં રહું ને તો મારે ૨ દિવસમાં બિસ્તરા પોટલા બાંધીને ભાવનગર ભેગું થઇ જાવું પડે. એટલે બોવ યાદ નહિ કરવાના. મોજ કરવાની. હું ક્યાય જવાનો નથી અને કોઈ ભૂલી નથી ગયું. ખાઈ-પીને એકદમ ઘોડા જેવો જ છું.

આવેલો વિચાર :-

જિંદગીમાં અમુક વસ્તુઓ અને વ્યક્તિઓની ટેવ પડી જતી હોય છે જે માણસને ક્યારેક ખુબ વધારે હેરાન કરી નાખે છે. ના ના હું કોઈ દારૂ, સિગરેટ, તંબાકુની ટેવની વાત નથી કરતો, હું તો વાત કરું છું માણસની માનસિકતાની, માણસની વિચારવાની ઢબની…

લોકો ઘણીવાર એમ બોલતા હોય કે મારે આવું નાં ચાલે, મારે તો આ વસ્તુ આવી રીતે હોય તો જ ગમે, મારે તો આ વસ્તુ વિના કામ જ નાં થાય, મને તો આવો સમય હોય તો જ ગમે નહિતર તો હું આમ કરું જ નહિ. – આવા બધા સવાલો તો મોટાભાગના લોકોને આવતા હશે અને કોઈ વગદાર માણસ હોય તો એની માટે માની લઈએ કે મોટો માણસ છે તો સીધી વાત છે કે થોડાક નખરા તો હોવાના જ અને નાનો માણસ હોય એ તો બિચારો દરેક નાની મોટી પરિસ્થિતિમાં જીવી જ લેવાનો છે, એણે નાનપણથી જ શીખી લીધું હોય છે. એ બાબતે મારી પણ એક ટેવ છે કે “મોજમાં રેવું, લોજમાં ખાવું અને જગ્યા મળે ત્યાં સુઈ જાવું”

મારે અહિયાં વાત કરવી છે વ્યક્તિની ટેવની…
ઘણી વાર આવું જોયેલું પણ છે અને પોતે અનુભવ પણ કરેલો છે કે કોઈ વ્યક્તિ આપણી લાઈફમાં એવી રીતે આવી જતી હોય છે કે પછી એના વગરની લાઈફની કલ્પના કરવી મુશ્કેલ થઇ જતી હોય છે. નાના હોઈએ ત્યારે મમ્મી વગર નો ચાલતું હોય, થોડા મોટા થઈએ ત્યારે ભાઈબંધ વગર નાં ચાલે, અને થોડા સમજણા થઈએ પછી ગર્લફ્રેન્ડ વગર નાં ચાલે. ઘણા લોકોનું માર્કિંગ કરેલું છે કે પોતાની ગર્લફ્રેન્ડને કરેલા મેસેજનો જવાબ ૫ મિનીટમાં નાં આવે તો તરત જ ફોન કરીને ખખડાવી નાખતા હોય છે. પણ ભાઈ ! ઉભો તો રે ઘડીક.. શાંતિ તો રાખ.. એ કંઈક કામમાં હશે એટલે મેસેજ નહિ કર્યો હોય. એમાં આટલો બધો અધીરો શું કામ થાય છે ? તારી સાથે પ્રેમ કર્યો છે એનો મતલબ એમ તો નથી કે ૨૪ કલાક તારી સાથે જ રેવાનું અને વાતો કર્યા કરવાની.. પોતાની જિંદગી જેવું પણ કંઈક હોય કે નહિ ? પણ એમાં એનો પણ વાંક હોતો નથી કારણ કે પોતે એના પર નિર્ભર થઇ ગયા હોય છે થોડી વાર માટે વાત નાં થાય તો એની માટે તો દુનિયા ઉંધીચિત્તી થઇ ગયી હોય એવું લાગવા લાગે છે. એવું લાગે કે હમણા જો વાત નહિ થાય તો કદાચ આને ટેન્શનના કારણે હૃદયમાં દબાણ વધી જશે.

રોજે કોઈ જોડે રેગ્યુલર વાત કરવાની ટેવને કારણે તકલીફ એ થતી હોય છે કે આપણે એના પર નિર્ભર બની જતા હોઈએ છે કે એનો મેસેજ નાં આવે તો મૂડ ખરાબ થઇ જતો હોય છે. બેચેન બની જતા હોઈએ છીએ કે આજે શું થયું હશે ? પણ ક્યારેક એવો દિવસ આવી જાય કે જે તે વ્યક્તિનો સંપર્ક કોઈ કારણસર થઇ શકે એમ નાં પણ હોય. પરંતુ આ સમજ ફક્ત ત્યારે જ આવતી હોય છે જ્યારે એ વ્યક્તિની ટેવ નથી હોતી. ત્યારે એવા વિચારો આવે છે કે સાલું કોઈ માણસની ટેવ નહિ પાડવાની, પછી તકલીફ થાય છે કે કોઈ વ્યક્તિ વગર ચાલે નહિ. અને જ્યારે કોઈ વ્યક્તિ વગર ચાલતું નથી હોતું ત્યારે સૌથી વધારે ચાન્સીસ એ વ્યક્તિના ફાયદો ઉઠાવવાના વધી જતા હોય છે. કારણ કે કોઈ એક માણસની નબળાઈ એ બીજા માણસની તાકાત હોય છે. કદાચ તમને જો કોઈ વ્યક્તિની ટેવ પણ હોય ને તો એને બતાવવા નાં દેવું જોઈએ કે એની આદત પડી ગઈ છે. જેથી ઘણી ખરી તકલીફો નિવારી શકાતી હોય છે.

હું તો છેલ્લા ૩ વર્ષથી એક જ વાત મગજમાં રાખું છું કે “કોઈ કોઈના વગર મરી નથી જતું, દરેક પોતપોતાની જિંદગી જીવતા જ હોય છે તો પછી શું કામ કોઈના આધારે બેસવું કે કોઈના વગર મને ગમશે નહિ કે કોઈના વગર મારી જિંદગી અધુરી લાગશે” ઘણીવાર લવ અફેર્સ વાળા લોકો પણ બોલતા હોય છે કે હું તારા વગર જીવી નહિ શકું વગેરે વગેરે.. પરંતુ બ્રેકઅપ થઇ ગયા પછી એ જ લોકો આરામથી પોતપોતાની જિંદગીમાં ઘણા આગળ નીકળી ગયા હોય છે, અને બીજા સંબંધો પણ બંધાય ગયા હોય છે.

સમય અને સંજોગો માણસને બધું જ શીખવી દેતા હોય છે. અને એના કારણે જ માણસ લાગણીશીલ મટીને પ્રેક્ટીકલ બનતો હોય છે. અત્યારના સમયમાં લાગણીશીલ માણસો સૌથી વધુ દુઃખી થાય છે. એનું કારણ છે કે તેઓ પ્રેક્ટીકલ રીતે નથી વિચારતા અને લોકોની ટેવ પાડે છે. એવા લોકોની કે જેઓ ફક્ત પોતાના સ્વાર્થ માટે જ બધું કરતા હોય છે. પોતાનો સ્વાર્થ પૂરો થઇ જતા લોકો પોતપોતાના રસ્તે ચાલતા થાય છે. અને પાછળ રહી જાય છે પેલા લાગણીશીલ માણસની વેદનાઓ.

પોતાની આસપાસ રહેલા વ્યક્તિઓની આવી પડી ગયેલી ટેવને દુર કરવા માટે માણસે પોતાનું મગજ બીજા કામમાં પરોવવું જોઈએ. સતત કામ કરતા રહો, કામ કરશો એટલે તમારી સફળતા છાપરે ચડીને પોકારશે અને ત્યાર બાદ સમજાઈ જશે કે દુનિયા હમેશા ઉગતા સુરજને પૂજે છે. અને જો ભૂલથી પણ માણસ પોતાની એ જૂની ટેવને લઈને બેસી રહેશે તો પછી એ કશા કામનો રહેતો નથી. કોઈ આવે કે જાય કશો ફર્ક નથી પડતો આ વિચારધારા જ્યારે મગજમાં બંધાઈ જાય ત્યારે માણસ પોતાની સફળતાનું પહેલું પગથીયું ચડી જતો હોય છે.

જિંદગીમાં એક જ વસ્તુ યાદ રાખવાની કે કોઈની ટેવ નહિ પાડવાની…. બાદમેં દર્દ હોતા હે યાર.