ZARUKHE {10}
1.
તોરણ થઈને સ્વાગત કરે બરફ અહીં
તુજ ને મનાવા તુજથી રૂઠે બરફ અહીં
કાચના ફુલો ઉગે જોઈલે બરફ મહીં
તોડ્યા વગરનો ગુલદસ્તો બરફ મહીં
લપસણી વૃક્ષ મહીં કાચનું છે વૄક્ષ અહીં
ઉગ્યો છે જોને કાંચ ડાળી થઈ ને અહીં
બટકબોલી ડાળીઓ લચકી પડી અહીં---
રેખા શુક્લ
અધુરા ઝૂર્યા...લ્યો અધરે ઝાર્યા...
નીલકંઠ ઠર્યા તોયે આખર ઝુર્યા... ---
રેખા શુક્લ
2.
હૈ ફિતરતોં કા જનાજા અજી જાન તો લીજે
ચુપકે સે કેહતે હૈ મેરા તુમ માન તો લીજે
અંદાજ હૈં અપુન કા તુમ છાન તો ના કીજે
સુન લેગા જમાના અપના માન તો લીજે
ઉલ્ઝન બઢેગી ઉલ્ફતમેં ફસેગી જાન લીજે
દસ્તક હૈં ખિદમત ખુશહાલ રહા તો કીજે
રસ્મેંને કહા પુરાના હૈં રિશ્તા રખ તો લીજે
લિખેંગે લહુસે દાસ્તાન પ્યારકી પઢ તો લીજે---
રેખા શુક્લ
3.
પોપચા છે અર્ધબીડ્યાં ને અધર છે અર્ધબીડ્યાં
સુંવાળા મુલાયમ ગુલાબી ગુલાબ છે અર્ધખિલ્યાં---
રેખા શુક્લ
તોફાની નૌકા છે મઝધારમાં તરે છે
સાગરના અસ્તિત્વમાં જઈને સરે છે-----
રેખા શુક્લ
મસ્તીના આંસુઓ પર્વે હસી ખર્યા
પંખીઓના સંસ્કૄતિ મેળે ફુલ ખિલ્યા---
રેખા શુક્લ
4.
હવામાં ઉડી લટો ને આંખો જાય મિંચાય
ભ્રમર તંગ નૈન બાણ અધર ખુલી બિડાય
ખુશખુશાલી નટખટ કાનુડો આવી ભિડાય
ભીંજે જુઈ-ચંપો સાળુડો ચાડી ખઈ ચિડાય---
રેખા શુક્લ
5.
અક્ષર શ્વાસ ના તણખલાં ...!!
કવિતામાં સમાણી લોહી થઈ ભરાણાં અક્ષર
અત્તરદાનીમાં ફેલાણી સુગંધ ખરતાં અક્ષર
બિરાદરીમાં સંતાકૂકડી રમતાં ભમતાં અક્ષર
શિષ્ટાચારીમાં સ્મરણે ભમતાં ફરતાં અક્ષર
વિદેશિનીમાં વિનોદીની ક્ષમતા હસ્તા અક્ષર
શનિ-રવિમાં કાગળે ફુલાણાં રઝળતા અક્ષર ---
રેખા શુક્લ
6.
અંધકારે ઉજાસે સંગ સંગ રહું છું
મહેંક છું ફુલની અંગઅંગ રહું છું
આંખો કહે તુજને આખો ચાહું છું
શમણું થઈ રોજ પાંખો ચાહું છું
દર્પણ છું ના ખોજ સન્મુખ રહું છું
પડછાયો તુજ થી તુજ માં રહું છું
----રેખા શુક્લ
7.
કોતર્યુ છે દિલ અને રેત માં છે પગલાં
કોરી પાનીએ સપના માંડે છે પગલાં !
---રેખા શુક્લ
શિક્ષક વેચે છે વિદ્યા અહીં
વેચાય છે બારાખડી અહીં
માણસ થાય ભક્ષક અહીં
ભક્ષક રક્ષક વેચાય અહીં
---રેખા શુક્લ
8.
રાધા ના પ્રેમ ની ધારા વહે
ખળખળ
ને શ્યામ નો પ્રેમ બુંદ બુંદ....
કરમ કી કસમ યાદ હૈં બુંદ બુંદ
જાન કી કસમ જિસ્મ હૈં બુંદ બુંદ
વાહ તેરી ઠકુરાઈ વાદે બુંદ બુંદ
પ્યાસ કરે વફા પાસ હૈં બુંદ બુંદ
---રેખા શુક્લ
તારી પ્રિત રૂલાયે તોસે નૈના જો લગાયે
અંખિયોસે બરસ પડે કાહે દિલ લગાયે
---રેખા શુક્લ
9.
થાય સપના ભડથું
ખુલ્લી પાંપણ પડખું----
રેખા શુક્લ
સુકુન કા પાના તો ખોના નીંદકા !
મુકામપે ઠહેરના કાફિલા જિંદગીકા
----રેખા શુક્લ
10.
સુગંધ બનકે ફૈલી પંખડી ફિઝાંયો મે
એહ્સાસ બનકે ઢલી જાન સાંસો મે
અદા બનકે રૂકી કદમ યું વાદીયોં મે
ગુલમહોરને લિખા તેરા નામ હવા મે---
રેખા શુક્લ
11.
કરોળિયાની જાત છે અહીં શબ્દના જાળા
શબ્દના માળા મહીં છે શબ્દના મા'ણા
શબ્દના હુલામણા શબ ને બહુ વ્હાલા
કરોળિયાની ભાતમાં ગુંચવાયેલા મા'ણા
અનર્થના થયા કરે અર્થે સ્પર્શમાં જાળા
સ્પર્શના જાળા મહીં અસ્પર્શ છે મા'ણા
ગુંચવાઈ શબ્દમાંથી નીકળે રોટલે મા'ણા---
રેખા શુક્લ
12.
માયુસ હોકે જિંદગી કરતી રહે સવાલ
આ મિલ્લે ખુશી દેતી રહે જવાબ !!!
આજકા સવાલ દિલાવરે અય માલિક
એક કસક રેહ ગઈ કમબખ્ત હૈં સાજીશ
મેહરૂમ હૈ સુર્ખીયાં ઉડાતી હવા હૈં રંજીશ
બિખરે જુલ્ફ સતાયે લટે હવા હૈં સાજીશ
આસમાં પે લિખ્ખા હાથોં સે નિશાં બુખાર
છૂના થા યું હી બુખાર કી હૈં સાજીશ !!
--રેખા શુક્લ
13.
સંવાદ હસે સ્વાદ ભળે સાદ પડધા પાડશે
મંજીલ ની રઝળપાટમાં રાહ કેદ થાશે !
----રેખા શુક્લ
હર વણાંકે અટકીને પાછું જોવાઈ જાય
કૂદી પડે બન્ને ધાર સ્મરણ જોડાઈ જાય
---રેખા શુક્લ
14.
સહેલી કૈંક પૂછીને સતાવી જાય
પેહલી મુલાકાત યાદ કરી જાય
હથેલીમાં શિકાયત થઈ રમી જાય
સૂરજ ધુમ્મસે સોડ તાણી જાય
હા વાદળી તોય નવડાવી જાય
શાંત શું થયો ધરણી સફેદી જાય
---રેખા શુક્લ
15.
કાંઠલા ની જગ્યાયે સ્ટેન્ડ આવ્યું....મટકી જગ્યાયે ગોળી
ઉભું કરાવ્યું રસોડું ત્યારથી દરદ ઘુંટણે આવ્યું ચોળી !!
--રેખા શુક્લ
બે શબ્દની વચ્ચે ધબક્યું કાળજું
કલમ ની ડાળે ટહુક્યું કાળજું !
---રેખા શુક્લ
મૂકી દે તું પ્રણયકથા ડાળખી પર બેસાડી ક્રિશ્ના
ચપટીભર મીઠું છે શું તું?
કે હા તારા વિના સઘળું ફિક્કુ લાગે મુને ક્રિશ્ના
--રેખા શુક્લ
16.
એકાંતમાં વરું મુજ કૄષ્ણને સ્મરૂં છું !
અંગીકાર થાય રોજ ભસ્મમાં ભળું છું
શ્રવણ તુજ ગાન રોજ તુજમાં મળું છું
અક્ષર ને શબ્દ વચ્ચે તુજમાં ખરું છું
વહી ને બુંદ બુંદ શ્વાસ માં જીવુ છું !
જ્ઞાન-ભાન-શામ-દામ-દંડમાં મરું છું
---રેખા શુક્લ
17.
ખોબામાં પાંદડા ખર્યા કવિતાના
ને ઉગ્યા ચોટલે ફુંમતા અક્ષરના
એકાંત કરે અરજી મલકે રાધાના
સહેવાસે મળજોને શ્યામ રાધાના
---રેખા શુક્લ
18.
બિજ બોયે યાદો કે ફૂલ ખિલે હર જગહ
ફિર ગિરી પંખડીયા બોયે ફુલ હર જગહ
ચલે તો કટ હી જાયેગા સફર હર જગહ
આહિસ્તા સતાયે કા'ન પુકારે હર જગહ
છૂયે ફૂલોસે સાંસ થામે નજર હર જગહ
સોનેરી ચિડિયાં પ્રિયે તેરીહી હર જગહ
ભીગા સૂરજ તુજ સે સજીલી હર જગહ
સપનોંને આંખે ખોલી તુમસે હર જગહ
----રેખા શુક્લ
19.
ઠુઠું ગણિત ફૂટવાની કૂંપણ જેવું તારું-મારું
ગોઠવાઈ કતાર બિંદુથી રેખા જેવું તારું-મારું
અવકાશી નકશા લોક જુવે જેવું તારું-મારું
શ્વાસ આવી કરાર કરે જીવન જેવું તારું-મારું
----રેખા શુક્લ
20.
ખમી જા્ને ઘસારો ઝળકવું તને છે
પંથ જ મંજીલ તોય ભટકવું તને છે
જિંદગી ઝેરીલ પરખવાનું તને છે
ડૂબે શબ્દો કિનારે તરસવાનું તને છે
.....રેખા શુક્લ
હાથ મે રેત સા ઇસક તેરા...
ઝરા ઝરા જલાયે ઇસક તેરા...
મુજ મે હી ભાગા હૈ કોઈ, ઇસક તેરા...
યે આગ કા દરિયા હૈ ડુબકે જાના હૈ ઇસક તેરા.....
.....રેખા શુક્લ
21.
પંડ પાથરી પ્રિત પોઢી'તી પરિણિત એ પદમણી
સૈયરું વીંઝણે પવન ચરખો શયને નાર નમણી ! ************************
યે જુદાઈ કા રંગ હૈ તો બેરંગ હી મુજે રેહના હૈ..
ઔર લોગ સમજતે હૈ સતરંગી મુજે રેહના હૈ..!
---રેખા શુક્લ
22.
અક્ષર અક્ષર થઈ ગયું દિલ કાવ્ય થઈ ધબકી ગયું
કૄષ્ણ કૄષ્ણ ભજી ગયું તન ભાવ્ય થઈ મહેંકી ગયું !
...રેખા શુક્લ
બાલ કૄષ્ણ વળગી ગયો મુજ હૈયે આવી ઇ વસી ગયો
વિઠ્ઠલ નું નામ દઈ યાદમાં ખોવાણી ને ઇ હસી ગયો
ભાલમાં તિલક ને આંખમાં નૂર વ્હાલમ ઈ રસી ગયો
પીળું પિતાંબર અકબંધ પાટલીએ કંદોરો ખોસી ગયો
અધરો માખણ ને ભોળવતી આંખે મુજમાં વળગી ગયો
પાલવ પકડી ને ઉભો નટખટ કાનમાં હસી ગયો...!!
...રેખા શુક્લ
23.
આજ ને સાંજ છે વક્તમાં રાઝ છે
ભાગી લે પાંખ છે આશમાં સાઝ છે
...રેખા શુક્લ
દાડમ ને ફોલતા વિચાર આવી ચઢ્યો એક રસદાળ
ઉપરથી સુંવાળું અંદરથી દાણેદાણા એના રસદાળ
અંદરબહાર સુંવાળપ ને ઢગલો કચરો એક રસદાળ
કામ વધ્યું ભરપુર તોયે ગુણ રહે એક એનો રસદાળ
...રેખા શુક્લ
24.
નાળિયેળી ચૂમે આકાશે મૌન અડે
આભલિયાં ચૂમે તરંગે રંગો ઉડે
પારેવડાં ચૂમે ગગને નજરે ચડે
અધર ચૂમે આંખલડીને ઉત્તર જડે
કાવ્ય ચૂમે પંક્તિ અક્ષરે સીમા નડે
----રેખા શુક્લ
25.
વાયરો જો વાયો પડઘાયો માત્ર લેશ
તોફાની રમખાણ અડકી ગયો મેશ
કેહજો ઉભા કરેલ પર્વત ને જઈ શેષ
વરસતી અસ્પર્શ વાદળી ધરીને વેશ
---રેખા શુક્લ
એને મળવા હું આખી જિંદગી તડપતો હતો,
એ આવી ત્યારે હું લાકડું થઈ સળગતો હતો..
---રેખા શુક્લ
26.
મુજકો કરું મૈં યાદ તો આહ નિકલતી હૈં
રબ્બા કરે અબ ખૈર કે જાન નિકલતી હૈં
તુજકો કરું મૈં યાદ તો વાહ નિકલતી હૈં
બેવફાઈ કરતી જાન રાહ નિગલતી હૈં
---રેખા શુક્લ
શમ્મા બુઝતી હૈં ચિરાગ ના જલાયા કરો તુમ
યે દર્દ કી ના દવા કોઈ ના દુઆ કરો તુમ !
---રેખા શુક્લ
27.
ચલવી ચલવી ને થકવી નાંખે આ જિંદગી
પલળ્યા ના પલળ્યા પગ ને ડૂબે જિંદગી
સલાહ દે સૂરજ આજવાળોને આ જિંદગી
ઉઠો જાગો સની ડીસ્પોઝીશન છે જિંદગી
----રેખા શુક્લ
28.
સંચર્યા કરે આંખોમાં
ધારણાઓ પાંખોમાં
કિનારાના ભીના પથ્થરો ભીનાશમાં
કસાયેલી પાંખ વિહરે અવકાશમાં !
સુખ ની દોડ આંખોમાં
ચિંતાની ચિતા પાંખોમાં
નિરાશી દરિયાના ટીપા ખારાશમાં
નદી પર્વતી ભાષા છે ગુંજાશમાં !
----રેખા શુક્લ
29.
મળવા આવે ખુદ થઈ ખુદા ને આવ-જાવ દઈ ગયો
સપાટી એ સ્પર્શ થઈને ખુદ હાવ ભાવ દઈ ગયો !!
થોડો પ્રભાવ ને થોડો લગાવ નોખો ઉઠાવ દઈ ગયો
લેવા ને દાવ થોડો ઉતાર કપરા ચડાવ દઈ ગયો !!
---રેખા શુક્લ
30.
શ્વસુ ક્રિયા થકી લીલુછમ પ્રિતમ થકી
દિવ્ય પ્રિયા થકી વહું છું શિવમ થકી
---રેખા શુક્લ
માટી ની દાઝ પાર વરસ્યો હરખાઈને
ફળિયાને સાંજ પડી લપટ્યો અકળાઈને
---રેખા શુક્લ
31.
રોને સે ના આયે આંસુ લો હસ લિયા કરેંગે
ખુશી હો યા ગમ આંખોસે બયા કરેંગે...!!
---રેખા શુક્લ
બિછડકે તુમસે મિલના હૈ મિટકે ફિર હમે બનના હૈ....
જલાતે રહે હમસે હમે તો જયોત ફિર ભી બનના હૈં....
---રેખા શુક્લ
દૂર રહી મળતા રૂબરૂ રહ્યા !!
સંગમ અહીં શબ્દે હાજર રહ્યા
---રેખા શુક્લ
32.
આદત જુની છે સૂરજ
અદા સમજે છે રમૂજ
સારી ભરી તેતો સમજ
બતાવી દેતો તું ફરજ
કેટલી રાખવી ધીરજ
ખબર લાગે છે સહજ
ભરતા જ રહો કરજ
આ તે કેવી છે ગરજ
---રેખા શુક્લ
33.
પોટલી માં યાદ ભરી સ્વાદ સુગંધ મીઠડી
સાડલો આંગળી વ્હાલ અમી ભરી આંખડી
સંવાદ મંદિર પ્રભાતિયું ઓટલો ને લાકડી
દાદાજી કરતા વાતો તસ્વીર વાળી ભાતડી
----રેખા શુક્લ
34.
શ્વાસને કેમ કરી ને ભૂલાય વિંધી લીધી પાંખો ખોલી
પોટ્રેઈટ અટકી હસ્યા ને પછી સ્થગિત વિચાર ચોળી
શમણાં તાંતણા મોરપીંછ વળગી ઘેલી સુવાસ પોટલી
ગ્રીન સિગ્નલ મોરલી ફુંકાઈ ફુંકાઈ ને વળગી પોલી
---રેખા શુક્લ
35.
બોર્ડર કાંગરી ની શિખરે ઉંચે આભ આસમાની
જાય દોડી છમછમ હસતું ઝરણું એ આસમાની
થીજ્યું રક્ત કાપ્યુ કહી એનઆરઆઈ આસ્માની
સવા લાખ નો જવાબ તું ના જાણે એક મસ્તાની
ભીંજુ ઝાંકળ થઈ ને ટપકી તુજ્માં થૈ આસમાની
તુજ નયન ના શબ્દો મારા આંસુ છે આસમાની
---રેખા શુક્લ
36.
રાતો ને આવે ઉજાગરા
આંખોને ભાવે સપના !
----રેખા શુક્લ
હસીન મોડ પર આકે સાંસ રૂક ગઈ
તુમને પુકારા તો ધડકન રૂક ગઈ
તેરે હાથ મેં મેરા હાથ જીદ રેહ ગઈ
આંખે ભીગી પલકે લો પર્ણે રડી ગઈ
દર્દ ધબક્તું એકાંત જાન ઢસડી ગઈ
મિલન એક આશમાં શ્વાસ ભરી ગઈ
---રેખા શુક્લ
37.
હું કયાં લખું છું હું તો શબ્દોના અડપલાં સહું છું
અટકતા ખટકતા ધીમી ડગલીઓ માં ભમું છું
નયન થી પત્તા ફરે બુક માં તપે આંસુ વહુ છું
લખું કે વાંચુ અરથ થઈ અક્ષર વચ્ચે ભમું છું
ટાંચી પથ્થર કોતરી, ખોદાઇ જો કઈ કહું છું
ધડકન બંધ કરતી લાગણીઓમાં જો ફરું છું
તું આવી ભુલો પડ્યો સમજમાં ગુંચવાયો છું
હસ્યા કરે જખ્મોં, બીજાના ગુન્હેં જો સરું છું
---રેખા શુક્લ
38.
ધીમે ધીમે વાગે ચાહી લે તુજ જાત માંગુ છું !!
મન ગાવું હો તે ગા મનના પગલાં માંગુ છું !!
વસંત પાસે થી પી શકુ હા અમ્રૄત માંગુ છું !!
દિલ કાંચ આરસી લૂંછુ અંતરપટે આંખ માંગુ છું.
--રેખા શુક્લ
39.
છે મહોબતના સવાલો ને હું શું ભરું
મૂડી લોહીની ધાર નાહક નક્શા ભરું
વતની યાદનો શબ્દોત્સવ ને કૈં ભરું
સમાધાન સંકલ્પ વિણ વ્યથા ને ભરું
--રેખા શુક્લ
40.
અદભૂત શબ્દે લીસ્ટ કર્યુ
ગુલાબી સપને લીસ્ટ ભર્યું
આંખ લૂંછીને લીસ્ટ ધર્યું
સાંતાક્લોઝ નું લીસ્ટ ફર્યું
--રેખા શુક્લ
41.
નાનો ટૂંકો ઢાળ લાંબો
ખુબ ઉંચે થી ગબડાવતો
નાચે પાયલ ઘમ્મર ઘાઘરી
ચોળી ઘુંઘટ ભરમાવતો
કીચુડ કીચુડ તારી મોજડી
ધકધક હૈયે ચંપાડતો !
---રેખા શુક્લ
ઘુંઘટ બાંધણી પાટલી લહેરીયું બાલમ તું શરમાવતો
હસી હસાવી પાસે સરકી સાજન મુજને તું ભરમાવતો
--રેખા શુક્લ
42.
લટકી નાર જો ઘુંમટો તાણી
ડાકળી તારી પહોળી ભાળી,
છમછમ નાર નવેલી ચાલી
ઘકધક હૈયે વાણી તુજ સુકાણી,
પકડે હાથ લઈ હાથ જરા તો
તુજ મુંખે તો પરસેવો ભાળી,
ચલ હટ... જારે પાસ ન આરે
મશ્કરી ન મર્દાનગી જાણી,
વાક્છટે નાર જાય જીતાણી
----રેખા શુક્લ
43.
તડપત તડપત રૈન ભયે ચૈન લુંટે ચોરી ચોરી
સાજન સાજન દિલકી ધડકન અધર પુકારે મોરી
નટખટ ટપોરી ચુનર સરકે સરક સરક મોરી
વ્હાલમ, જાનમ, બાલમ, મસ્ત મોજીલી તોરી
દર્શન પ્યાસી મનમોહીની ભઈ બાવરી તોરી
છોડ મોરી પાયલ પાગલ ભીગી ્કલૈયા મોરી
--રેખા શુક્લ
44.
શબ્દના પાંજરામાં લાગણીયું ની મેના બોલે
મન મારું સુગંધ સુગંધ મોર ટહુકા સંગે ઝુલે
ચિતરું તુજને વ્હાલ મારા ઘુઘરીયાંળા ફુલે
પિયુજી પિયુજી મોરપીંછીએ ચૈન નૈને ભુલે
---રેખા શુક્લ
45.
ટમટમતાં તારલિયાંની રાતે
પારિજાત પુષ્પોના ઢોલિયે
મઘમઘે મોગરાં મારી વેણીયે
મોરપીંછ ને ગુલાબની ઢગલીયે
થનગન થનગનન છલકતે દરિયે
હુ ને તું ને માળો હુંફાળો રમીયે
---રેખા શુક્લ
46.
મ્રુગજળ પાછળ દોડી રડતું એક હરણું મેં જોયું'તું
પાનખરે ભરે શિયાળે ડુસકાં લેતું પર્ણ મેં જોયું'તું
-----રેખા શુક્લ
ફ્રેજાઈલ છું બેબસ નથી આંસુ મને દઝાડે છે
નજીક આવી વ્હાલ થી આગ મને ના ઠારે છે
-----રેખા શુક્લ
તું ઘા ના રૂઝવે ભાન ભુલવા મારું અહીં ભળવાનું
શબ્દે શબ્દે શ્વાસે શ્વાસે તારું અહીં-તહીં મળવાનું
---રેખા શુક્લ
કોયલનું સુરમા "કરાગ્રે વસને દેવી" બોલવાનું
મોરલાના ટહુકારે રિમઝિમ રિમઝિમ વરસવાનું
----રેખા શુક્લ
47.
પદવી આપીને મોટો કરાયો છું
આવળ વધું છું કે બસ ધકેલાયો છું....
વ્યથા છે કે મુંઝવણ છે બસ મુંઝાયો છું
સગપણે સમજણે પાછો ધકેલાયો છું...
બાળક છું તારો તોય કેમ ગભરાંઉ છુ
નાની બેનના આગમને જીવ મોટો કહેવાંઉ છુ
જીવન જીવું કે માણું તે પહેલા ધકેલાયો છું....
સ્કુલમાં આવે નંબર પેહલો રમતનુ આવે સપનું
મોનીટર બનાવી ખુશ કર્યો કે હુ ધકેલાયો છું....
યુવાનીની મજાની ગંભીરતા ના કળી શક્યો
તે પેહલાં લગ્નમાં મગ્ન કે પા્છો ધકેલાયો છું....
કોલેજના દિવસોમાં જાગતી આંખે સપના
શરમાયે પેહલા પાંપણે જઈ ધકેલાયો છું....
પાછો મળ્યો છે હોદ્દો ને જીવ ખુશ કરાયો છું
વધતી મોંધવારીમાં સંગાથે રેઈઝ ધકેલું છુ....
મુંગી નથી મારી વ્યથા તો ય ગુનેગાર ગણાયો છું
લાગણી ની ઓઢી ચાદર તો કબર સુધી ધકેલાયો છું....
નામ અમારું તકતીમાં સોનેરી પાંદડે કંડારાયો છું
કો'ક વાર વિચારું છું કે ક્યાં ક્યાં જૈ ધકેલાયો છું...!!
---રેખા શુક્લ
48.
ફેંકી દે ને તું બારી ઉઘાડી કણસતું ટ્યુમર
અશ્રુ ગાતું બારણું તોડી વરસતું ઝરમર
-----------------------રેખા શુક્લ
સહજ થયા ને છુટી ગયા
હસી પરપોટા લુંટી ગયા
એક અમારી વાતે તુટી ગયા
લીલીછમ કુંપણે ચુંટી ગયા
--------------------રેખા શુક્લ
અક્ષર સાક્ષર અભિરૂચિએ
ઉચ્ચત્તમ ધ્યેય સુઝે રુચિએ
----------------------રેખા શુક્લ
વાયરે તરતી મધરાત
મહેંક્યા ફુલ રળિયાત
ઓચિંતો તું ભળીજાત
------------------રેખા શુક્લ
49.
ઝાંકળભીના ફુલની ઢગલી લૈં ઉભી સાચુ આખી રાત
ધ્રુજારી ખમતું પાણીનું બિંદુ શ્વાસ રોકી આટલી વાત
હળવેક આવી ઉભો ઉછળ્યાં શ્વાસ કે પાંચીકાની વાત
ઝુલ્ફ ઘનેરી ચાલ અનેરી મુંછે વ્હાલુ સ્મિત ની વાત
જાત મહીં જડી ગયો આખેઆખો થૈ મુળીયાં ની વાત
ગોળગોળ ગોળગોળ ઘુમ્યા કરતી રેશ્મી કવિતાની વાત
------------------------ રેખા શુક્લ
50.
બસ પછી ....
સુંવાળો રેશમરેશમ સ્પર્શ
વસ્ત્ર અડકી સરકી પડ્યા
ખિલખિલાટ હસતો શાવર
ને બોખો સિંક નો નળ
નગ્ન ઉભો ટોવેલ રોડ ને
પકડી હાથ રૂમાલ પાથરી
તું બોલ્યો તારી જાત સાથે તો આજ રેહવા દે મુજને વ્હાલ
----------રેખા શુક્લ
51.
આ માયા આ કાયા આ પલદોપલ ની છાયા તમે એને શું કેહ્શો?
ખુશીઓના ફિલ્ડિંગ ભરે કોઈ લાગણી ના જાયા તમે એને શું કેહશો?
ચુમન સુજન મંગલ મહેંક અંતરે કહે ભાયા તમે એને શું કેહશો?
મંદિર મસ્જિદ ડોટ કોમ ખોવાય માનવી ના જાયા તમે એને શું કેહ્શો?
સંગીત લય ને તાલશબ્દ તેજ કંકુ ચોખે પાયા તમે એને શું કેહ્શો?
ઠાંસી ઠાંસી રંગ પ્રેમ ના કે શ્વાસે શ્વાસે માયા તમે એને શું કેહશો?
----રેખા શુક્લ
52.
પગલાં પગલાં બરફમાં ધોળી ચાદર ધરણી
રટણ પરોઢ પઠણ મધ્હ્યાન જોઈ કણે હરણી
મમતા મિઠ્ઠી ભગિનિ પ્રેયસી સંગે લૈ પરણી
ખાટીમીઠ્ઠી પાણીપાણી બોલે નારંગી વરણી
--રેખા શુક્લ
53.
ઉમટી આવે લાગણી ના કૈં સગપણ વગર
વાહવાહનું બંધન ના કૈં ગળપણ વગર
વિચારોને આધિન ના કૈં વળગણ વગર
સાકાર ના આકાર ના કૈં અટકળ વગર
સહિયારું સર્જન ના કૈં મેળવણ વગર
ફુટે વસંત બોલકી ના કૈં વિસ્તરણ વગર
ગોકુળવ્રુંદે માખણ ના કૈં બચપણ વગર
---રેખા શુક્લ
54.
આ સિંદરી ના વળ....તણ તણ છુટે
એક એક વળ ને અડી લાગણીયું લુંટે
મહેક સિંદરી એ વળી છેલ્લો વળ તુટે
--રેખા શુક્લ
તિતલી બેઠી ચિંગરીયાની ટેકરીએ.....
લઈ લાગણીભીનાં હૈયા...
શબ્દો ને કહે મૌન થૈ જાઈએ....
---રેખા શુક્લ
55.
રેહમત અટારીએ વાટુ જો'તી ચપટી ખોજ
માલિક ભવને ચપટી ચપટી મોજે ખોજ
ગિરતી વિજળી લકીરે મળતી આશિષ રોજ
હોય દિલે કશ્મકશ ભળતી આશિષ ખોજ
શબ્દ-કુંડળીએ ભાગ્ય-ભસ્મ બળતી રોજ
--રેખા શુક્લ
56.
વાદળ વાંચે સોય મહી ભીના પડછાયા-એક્દમ નજીક ના મારા
નોંખુ તોરણ ટોડલે મોર મહીં ચિતરાયા-એકદમ નજીક મા મારા
ડબડબ આંસુ પંપાળે પાંખુએ ચિરાયા-એક્દમ નજીક ના મારા
બટકે બટકે લાગણી શર્મે રમતે ભરમાયા-એકદમ નજીક ના મારા
--રેખા શુક્લ
57.
પાગલપણ ના જોંઉ હરતા ફરતાં કૈ પિંજરા
દયા ખાતા સુરના ચશ્માં મરતાં થૈં ડુંગરા
કાંખે સુરજ ઝાંખી આંખે ચંદ્ર ને કૈ તારા
કંકુ આથમ્યુ લૈ રૂપેરી ઓઢણીએ સિતારા
--રેખા શુક્લ
58.
સમજીને ખુંપાવે સુંવાળા શબ્દ ના નહોર
ચૂંથવાની જાત લઈ આવ કર ના મહોર
કેવી છે પ્યાસ બળતણે રમુજે કર ના ટકોર
માન ન તુજને રાણી કે ના કોઈ તું ચકોર
---રેખા શુક્લ
59.
સપ્તપદી સતરંગી કામીની મનમોહીની
મનમોહક મુખડુ દૈ મંદ મુસ્કાન સુહાની
લટક...મટક, સરક સરક...ચુંદડી ઉડન
મલપતી, રાજીવ નૈન કટાર મસ્તાની
શ્રૂંગાર ઉપસ્થિત મેહફિલ જવાં લુભાની
મહેક મહેક પ્રહર, ઓઢ્ણી સંગ ઉડન
--રેખા શુક્લ
60.
ધબકતું મૌન મળે ને કવિતાનો કેકારવ અહીં
વિચાર મંથને ઉપજ્યું કાવ્ય ગુંજન છે અહીં
કવિના હસ્તાક્ષરે કાવ્યની પગલીઓ અહીં
ગુજરાતી સાહિત્ય ભંડોળનું રસપાન છે અહીં
શબ્દોનો "વિકાસ" મેહકાવે ઉપવન અહીં
માતૄવંદન સભર કલમે હ્રદયના લેખ અહીં
ચાલો સૌ મળી સહિયારૂં સર્જન કરીએ અહીં
અંતરની વાતો ને કલમે લૈ ભરીએ અહીં---
રેખાશુક્લ ૧/૨૬/૧૩
61.
ક્યાંથી આવી ચારણ ચારણ
શું રે તારું ભારણ ભારણ
મોભે સખી તું માખણ માખણ
પ્રિત પિયુનું સારણ સારણ
વાતું નું વ્હાલ કારણ કારણ
લાગ્યું કાઢ્યું તારણ તારણ
---રેખા શુક્લ
ભોર ભયે તુજ નેહા મારણ મારણ
મૈયા પ્રિતિ અતિ લાગણ લાગણ
ગૈયા સંગ ખાયે કિશન માખણ માખણ
નૈને ભોર ભોર લગાયે કાજળ કાજળ
---રેખા શુક્લ
62.
ફુલોનો ઝુલો ને મોરપિંછાનો ગાલીચો જી
ખટમિઠ્ઠી કેન્ડીના વચ્ચોવચ્ચ ગુલદસ્તા જી
ચારેકોર ખિ-ખિ હસતી આપણી વારતા જી
લાગણીની હોડીએ તરે વાદળ નું પાણી જી
૩ પાંચ ને ૩ ટપકાંના કમળે બિરાજે લક્ષ્મીજી
હોલોગ્રામના અંગારા ને ફોડતા ફટાકડા જી
પરપોટાને ખિસ્સે ભરી ગુંજન ગાતા તમરાંજી
---રેખા શુક્લ
63.
પાંખોથી સુંદર ને આંખો માં એ વસતું
ફુદકફુદક ફુલ ફોરમે એ ભમતું...
શમણાં હો રંગીન કે વિરહના થીંગડા
આવરદા ભલે હો એક દિ' ની-સૌનું વ્હાલું
રંગરંગીલું પ્યારું લાગે સૌને આ પતંગિયું
-રેખા શુકલ
64.
પકડાપકડી સુરજની વાંચતા વાદળ વરસ્યા કરે
મોલેક્યુલ સ્ટબલાઈઝરે ટાઇમ ફ્રીઝ કર્યા કરે
સ્કીની મહેરબાનીયાં લાગણીએ તણાયા કરે
પ્રિઝ્યુમ ને રિઝ્યુમ હવા પ્રત્યાઘાત પુર્યા કરે
ચોકલેટ ઘરે પંછી નહીં માછલીઓ ઉડ્યા કરે
વિખુટા રસ્તે પડે ને મેળે માણસો મળ્યા કરે
---રેખા શુક્લ
મારી મારી ને જિવાડે મારવા માટે ને તુ કહે છે જિંદગી છે અહીં??
શ્વાસ લંઉ છું યાદ કરી કરી ને એહસાન ચચરે તન છે જિંદગી અહીં??
-રેખા શુક્લ
65.
પહેચાન જુના પરિંદોના એહસાન નવા જુના છે
ખુલ્લા બદને ગર્મ હાસ્યમાં શામિલ કૈં પરવાના છે
શંખલુ ઉપાડી ભાગે ગોકળગાય દર મહીં માટીના છે
ઇશ્કના દરિયામાં ભીંજી તોયે તરસ્યાં કૈં રેહવાના છે
આ પાણી છે તે આગ? કે રમતમાં આગ પાણી છે
મોતી ભળે છીપલે ને દરિયે સુરજે લાજ તાણી છે
---રેખા શુક્લ
66.
નિરખી લે આત્મા છે...સહનતાની શક્તિ છે....
સંદેવનાનું પરપોટુ અડે.. પ્રતીક્ષાએ મુક્તિ છે...
દિલ ના ઉઘડ્યા દ્વાર.. શે પળમાં બંધ થઈ ગયા...
બોલ્યા કરે છે શબ્દો... કે ફુલ પથ્થર થઈ ગયા....
--રેખા શુક્લ
67.
ગણગણતી ઘુઘરી રૂપલે ચુંદડી સંગ
મઘમઘ વેણી ચોટલે આખુ મ્હેંકે અંગ
વગડે વળગી ઉભા બેઉ શ્વાસ થૈ દંગ
બટકબોલી હાંડી ભીંજે ટેરવે નાચે અંગ
જીવપોપટ ડાળે બેઠો વાંચે કાગળ સંગ
નિરખી વાલમ મલક્યો, પ્રેમ કસુંબી રંગ
---રેખા શુક્લ
68.
દીન રંકના અંગે અંગે
જાગ્યાં જૌહર નવલા રંગે.. જય શુરવીર વીર
શબ્દ તણાં બસ તારે બાણ
ઢળી જતા શત્રુના પ્રાણ.... જય શુરવીર વીર
જિંદગીની ફિરકીનો છેડો
આથમણો સુરજ છે મેડો.... જય શુરવીર વીર
ભારેખમ આંસુ જનાજે
મુંગો શાંત પ્રખર અવાજે.. જય શુરવીર વીર
---રેખા શુક્લ
69.
સોય પરોવવાની જેને ખબર છે....
ભરતા'તા આંબળો ને
ઝીણી ઝીણી સાંકળીઓ
સાદુ ભરત કાં કાશ્મીરી
ભરત ની ગમતી ભાંતુઓ
યાદ છે હું લેતી'તી....
ઇંગ્લીશ આઠ્ડો ને ખજુરી ચોટલો
સંધુયે મળે હવે ફટાફટ
યાં ક્યાંથી આવે ગતાગમ
જીવવું ક્યાંથી ગટાગટ
ગિરનો સિંહ ભુખ્યો ડાંહ
શું કુલેર કે સાથવો ?
બથ ભરવાં રોજ હાંડકે
શ્વાસનું અનોખું નાકુ
મંહી....
હાંડકાની બટક બટક ગાંઠુ
ટાઈમ નથી આ શરીરને
ક્યાંથી હોય ભરોસો આ શરીરને?
--રેખા શુક્લ ૦૧/૧૩/૧૩
70.
આશિષ ઔર પ્યાર કી ડોલી મે જાયે ગુડીયા,
માંગ તુમ્હારી ભરી રહે બસ અબ સદા....
આંખોસે કહીં ખુશી છલક ન જાયે હમારી,
તન્હાઈમેં ભી કહીં યાદ ન આયે હમારી..
ખુશીકી મંજીલ પર અબ જો ચલ પડે હો,
ભુલે સે ભી ન ભુલના ઇન સારી બેહનોંકો...
ભગીની કા રિશ્તા તો સદા રહતા હૈ ઉંચા,
વક્ત કે બદલ ને પરભી તુમ ન બદલના....
સુહાગન કી બિંદીયા ચમકતી રહે તુમ્હારી,
પ્યાર કે સેતુ પર તો પરંપરા હૈં નિભાની....
બિદાઈકી યે ઘડીયા બડી કઠીન હૈં નિભાની,
શબ્દ કે પુષ્પોસે બસ દેની હૈં મુજે બધાઈ....!!
---રેખા શુક્લ
71.
નવાબ બચપણ ને સામે કિનારે ઝુરતું ઘડપણ...
મુંઝાઈ રહ્યો જોંઉ મોંઘવારી માં યુવા વર્ગ...
શિક્ષણ-સંચાલનમાં સડે સંબંધો ની બિમારી...
જિંદગી ની ધગધગતી રેતમાં પગલી ભુલકાંની...
ઉમંર થી લાંબી સડકે ઉભા ત્યાંજ બસ દોડ્યાં...-
રેખા શુક્લ
72.
જો જો ખુલશે નહીં તે સહેલાઇથી
કળી મોગરાની ભમરાં ને ગમી જાણું
---રેખા શુક્લ
નજાકત આબેહુબ આવી ગઈ જાણું
સધળે મોહકતાનું જાળું એ જાણું
---રેખા શુક્લ
કિરણોની ઉષ્મા છે તે તો છું જાણું
ઉરની લાગણી ને અસ્પર્શ જાણું
-રેખા શુક્લ
લાવા છે પ્રવાહી તે તો છુ જાણું
ક્યાંથી અજમાવું સાચું છું જાણું
-રેખા શુક્લ
73.
છોડવો છે પણ નથી છોડી હું શકતો
એક પડછાયો તુજથી ન અલગ રહી શક્તો...
સુવાસ મુકી ને રહી નથી શક્તો
એક પડછાયો મુજને ન અલગ કરી શકતો...
---રેખા શુક્લ
74.
પુષ્પોનો પ્રેમ અને શબ્દોનું સમર્પણ,
ચણીબોર, ખજુર, શેરડીને પોંક સંગ
જામફળ ની સુગંધ ચોતરફ...સંગ
ઉડ ઉડ સુગંધે તલસાંકળી સંગ..
ઉડાડે મુજને તું પતંગ તુ જ સંગ
ઉડ લે દોરી મસ્ત પવન સંગ...
ઢીલ મુક હળવોફુલ થઈ તુ જ અંગ
ઉંચે ઉડે આભે સમય-અગાસી દંગ..
રખડપટ્ટી ફિર્કી ઝુલે આસમાની રંગ
ઉડાડે મુજને તું પતંગ તુ જ સંગ....
--રેખા શુક્લ
75..
પાપણની ઝાલરે આંસુના તોરણ બાંધી લંઉ
શબ્દવિહિન હાસ્યે ઉમંગ જણાવી દંઉ
હિલોળા લેતા હૈયાને ધરપત શા'ની દંઉ
પગેરું નો અવાજ બસ કાનમાં ધરી લંઉ
શબ્દોના ચોખા લઈ ચાલ વધાવી લંઉ
મીઠ્ડાં લઈ જલ્દી નજર ઉતારી દંઉ
સંધ્યાકાળે આરતીના બહાને બોલાવી લંઉ
મંદ હાસ્યે નૈન નચાવી તને નીરખી લંઉ
ઘુંઘટની આડે શમણાંની સોડમાં લંઉ
સ્વપ્નના આલિંગને તને બાંધી લંઉ
--રેખા મહેશકુમાર શુક્લ (મહેશજી માટે)
76.
નુતન વર્ષના અભિનંદન અને અરિસે કરચલી
આંખોની આતશબાજી, છલકી ગાગર પ્યારી
પ્રગટેલી કોડિયાની, આછેરી ઝીણી જ્યોતિ
કેશ તમારા ઢાંકે, એક ચમકતી આંખડી
હ્રદયમાં પ્રેમની જ્યોત પ્રજવલ્લી ઉઠી
આંખો તમારી દિવડી, બની ચમકતી રહી
ભર્યા પ્રેમના ઘુંટડાને ટપક્યાં તારલાં આંખેથી
સમી સાંજે નમ્યા સુરજને દિવડીઓ પ્રગટતી રહી
--રેખા શુક્લ
77.
ખુલ્યાં પરબિડિયે સવાલાતોમાં
કુંવારી નજરે મિઠ્ઠી મુલાકાતોમાં
દફનાવેલ પ્રતિબિંબે ડોકિયા કરમાં
સણુલા રહસ્યોમાં હસતા ગુલાબી ફુલોમાં
સંવેદના ચાડી ખાય છે શબ્દોમાં
વચ્ચે છોડેલી કો'ક જગ્યાઓમાં
ચાપે છે આગ પાળ બાંધેલ આંખોમાં
ગુમશુદા મસ્ત વાતુ વાતુમાં
સાડલે ભરે ઝડકો ને કમખે આંતરસિયો
---રેખા શુકલ
78.
તળતળ લળે તું જિંદગી;
કણક્ણ રળે તું જિંદગી...
જીવન માંગે તું જિંદગી;
જી-વને રઝળે જિંદગી...
પળપળ પ્રખર તું જિંદગી;
મળે કફન તું જિંદગી...
બળબળ જલે તું જિંદગી;
સરવાળે ફળ તું જિંદગી...
ખળખળ વહે તું જિંદગી;
મ્રુત્યુ ને આધિન જિંદગી...
મણમણ સહે તું જિંદગી;
કેમ ભાગે તું જિંદગી ?
--રેખા શુક્લ
79.
ફુલ ફુલ શબ્દોને માળા કવિતાની ગુંથાય એટલે પ્રેમ....
વ્હાલ વ્હાલ માં મ્હાલ મ્હાલ ચાલ મળ આસ પાસ એટ્લે પ્રેમ...
મોહક મન ને સુર સંગીત મળે એટ્લે પ્રેમ ...
ટહુકે બેસે મોરલા ને ફુદડીયો ફરે ઢેલ એટ્લે પ્રેમ....
પિયુ પિયુ બોલ્યા કરે તલ્લીન વાંસળી વાગ્યા કરે એટલે પ્રેમ...
સતત ઝરણું બની રક્તસંગ વહ્યા કરે એટ્લે પ્રેમ ...
પ્રભુ ની પેહ્ચાન માણસ ને લાગણી નો સાથ એટ્લે પ્રેમ...
સંસ્ક્રૂતિ ને સંસ્કાર પ્રેમ, અનુભુતિને સંવેદના પ્રેમ...
કુદરતનો કરિશ્મા ને શુખ્ષ્મ સર્વત્ર ઝળઝ્ળે આંખે એટ્લે પ્રેમ ...
રોજ રોજ આવે ને મળે તોય આવે યાદ એટ્લે પ્રેમ ....
સામે ના હોય ને હસવું આપે તારી યાદ એટ્લે પ્રેમ..
ઘુંઘટ્માં મરક મરક મુસ્કાન ને બંધ આંખે આવકાર એટલે પ્રેમ...
--રેખા શુક્લ