અંધકારનો આછો પ્રકાશ Rekha Shukla દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • ત્રિભેટે - 22

  નયન કલાકો દરિયાને જોતો બેસી રહ્યો.એની પાસે બધું હતું છતાં કં...

 • નિલક્રિષ્ના - ભાગ 12

  આમ તો જે રસ્તેથી એ આવ્યાં હતાં, એ જ રસ્તો શોધીને એને ફરી ત્ય...

 • મારા અનુભવો - ભાગ 2

  ધારાવાહિક:- મારા અનુભવો ભાગ:- 2 શિર્ષક:- જય અન્નપૂર્ણા લેખક:...

 • અગ્નિસંસ્કાર - 95

  વિવાને બોમ્બની માહિતી આપતા કહ્યું. " વો ચારો બોમ્બ મેને થિયે...

 • વિષ રમત - 27

  વિશાખા અને અનિકેત બાળકની માં એક બીજા ની સેમ સામે ઉભા હતા ..વ...

શ્રેણી
શેયર કરો

અંધકારનો આછો પ્રકાશ

અંધકાર નો આછો પ્રકાશ

પ્રકરણઃ૧

શુષ્મા ને આજે ક્યાંય ચેન નથી પડતું મન વિચારો ના વંટોળમાં ફસાયું છે સમજાતું નથી આવું કેમ બન્યું? કેવી રીતે બન્યું? ભુતકાળના વમળમાં એ ડુબવા લાગી એને યાદ આવ્યા કોલેજના રંગીન દિવસો...કેવા મસ્તી ભર્યા ઉલ્લાસમય એ દિવસો હતા..કોઈની પરવા ન હતી..કોઈનીય ચિંતા ન હતી બસ મસ્ત ફકીર હતી તે તો અને હા..તે દિવસે શિરીષે એને ગુલાબ આપ્યું ત્યારે કેટલો ધ્રુજતો હતો એ...? હા...શિરીષ .."શુષ્મા...આ તમારે માટે..નાની ભેટ." શિરીષના હાથમાં સરસ મજાનૂં તાજું ગુલાબ હતું..!શુષ્મા એની સામું ને પછી શિરીષ સામું જોઈ રહી બંને કેટલા સ..રસ છે...!!

"થેંક્યુ પણ આની પાછળ કાંઈ કારણ..? " "અમસ્તું જ.." "હં...અમસ્તુ જ તો પછી જવાદો" ફરી મૌન ....થોડી વારે શુષ્મા જ બોલી.."કેમ આજે તો પ્રો.બુચ નો પિરિયડ કેમ ના ભર્યો?"

"બસ મજા ન્હોતી આવતી...ક્યાંય ગમતું ન્હોતું અને આમેય વરસાદ પડ્યો હોય ને કોલેજના રૂમ ની ચાર દિવાલોમાં ભરાઈ રેહવું મને નથી ગમતું..તમને...??" "ના રે મને ય નથી ગમતું..પણ શું થાય? પેલી મોનીકા છે ને એના લીધે બેસવું પડ્યું...ના સમજયું ને..?? એનો ફ્રેન્ડ પેલો કિશોર નહીં એય ત્યાં જ હતો તેથી એ બેઠી ને મને પણ.." "ઓહો.." એ બોલે તે પેહલાં જ

એક મોટું બગાસું આવ્યું " પણ હવે શું કરીશું? ચાલો ને લાયબ્રેરીમાં બેસીયે..."

"ચાલો" કેહતાં શુષ્મા એ ધીમા પગેરૂં માંડ્યા...આછા પીળા રંગના ફ્રોકમાં, લાંબા કાળા વાળના ઝુલતા ચોટલામાં ચાલતી શુષ્મા ને શિરીષ જોતો જ રહ્યો...વાહ કેટલી સૌમ્યતા…. ભગવાને છુટે હાથે રૂપ આપ્યું છે પણ જરાયે છે ગર્વ...! જેમ જેમ વિચાર આવતા ગયા તેને પરિસ્થતી નૂં ભાન ન રહ્યું...લાયબ્રેરી થી આગળ ચાલવા લાગ્યો...શુષ્મા એ ન રોક્યો હોત તો..? ખબર નહીં ક્યાં સુધી ચાલે જ રાખત...!!"એય ક્યાં ખોવાઈ ગયા..?" શુષ્માએ લેહકા થી કહ્યું "ક્યાંય નહીં..અહીંયા જ..? કેહવાનું મન તો ઘણું થયું...તમારામાં...શુષ્મા તારામાં...

"લાયબ્રેરીમાં બેસવા કરતાં ચાલોને ક્યાંક બીજે જઈએ..કોઈ ગાર્ડન કે પીકચરમાં..."શુષ્મા બોલતા બોલી તો ગઈ પછી ખંચવાળી ગઈ હોય તેમ એના મોઢા પર શરમ અને અકળામણ ના ભાવ ઉપસી આવ્યા..શિરીષ પણ પોતાના કાન પર વિશ્વાસ ના બેસતો હોય એમ શુષ્મા સામું જોઈ રહ્યો..ને જોતો જ રહ્યો...આટલું જલ્દી એ સમજી જશે તેવી તેને ખબર ન્હોતી..."હા હા ચાલો ને...!!" પોતાની ટુ-સીટર કાર ની ચાવી ખીસ્સામાંથી કાઢી ને એ ચાલવા લાગ્યો...મનમાં તો ઘણી જ ઇરછા હતી તેથી વધારે આમંત્રણ ની રાહ જોયા વગર જ શુષ્મા પણ એને અનુસરી.

પિક્ચરમાંથી છુટ્યા પછી વખત આવ્યો છુટા પડવાનો..બેમાંથી એકેયે આખું પિકચર જોયું હોય તેવું લાગતું ન હ્તું ..બન્ને એક શબ્દ પણ બોલ્યા ન હતા અને છતાય બંનેના હ્રદય કંઈક સમજી ગયા હતા...શુષ્મા ને મૌન અકળાવી રહ્યું હતું..એણેજ બોલવાની શરૂઆત કરી.."કેવું લાગ્યું પિક્ચર?" "સારુ" પાછું મૌન છવાઈ ગયું..."ઘરે મુકી જશો ને...!" શુષ્મા બોલી "પુછવાનું હોય?

જ્સ્ટ ડાઇરેક્ટ મિ." એ દિવસે કમને બંને છુટા પડ્યા...ઘરે આવી પથારીમાં પડી વિચારી રહ્યો..આજે શું થયું..ઉંધવાનો પ્રયાસ નિષ્ફળ થતાં રોજનીશી મા ટપકાવી શુષ્મા ને મોડી સવારે જ્યારે આંખ મિચાઈ તો પણ શુષ્મા અંદર આવી ગઈ..ને સુર્ય નો પ્રકાશ આંખો પર છવાણો ત્યારે તે એક્દમ જાગ્યો...! (ક્રમશઃ)

પ્રકરણઃર

શુષમા ઘરે પહોંચી ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું... મમ્મીના અવસાન પછી સંભાળ રાખનાર કોઈ હોય તો તેના પપ્પા બારણાં માં ક્યારના રાહ જોતાજ ઉભા હતા.."મારી દિકરી ને આજે મોડું કેમ થયું?" એ જ વિચાર સતાવતો હતો...અને ત્યાં જ ઘરેરાટી કરતી ને ધૂળ ઉડાડતી કાર આવી ને ઉભી રહી ત્યારે એ વિચારતંદ્રામાંથી જાગ્યા...કારમાં થી શુષ્માને ઉતરતા જોઈને હૈયામાં હાશકારો થયો..પણ તરતજ બાજુમાં બેઠેલા છોકરાને જોતાં જ હૈયામાં ધ્રાસ્કો પડ્યો...મન અને હૈયાને શાંત કરવાનો ડોળ કરતાં બોલ્યા..."આવી ગઈ બેટા...બહું મોડું થયુ ંકેમ..જો ને તારl વગર ગમતું ન હતું...ક્યાર ની રાહ જોતો બેઠો છું" " હા પપ્પા જોને આજે જરા મોડું થયું..." કહીશ તો પપ્પા શુ કેહશે...ને દુઃખી થશે તો....? તે વિચારે જલ્દી જલ્દી પોતાના રૂમ તરફ ચાલવા લાગી..." પણ બેટા..શુષ્મા તારી સાથે કોણ હતું તે તો કહે..." પપ્પા એટલું બોલ્યા ને શુષ્માના પગ થંભી ગયા..કેહવા સિવાય હવે છુટકો જ નથી શું થાશે ને શું નહીં ખબર નથી.."એ તો શિરીષ... મારી સાથે ભણે છે ..પપ્પા અમે ..અમે..." ' બહાર ગયા હતા...ખરું ને..? એમાં શું દિકરી મને તારા પર વિશ્વાસ છે." "પપ્પા ..." કેહતાં જ એમને વળગી પડી એને ખબર ન

હતી કે પપ્પા આવું કેહશે...પપ્પાને પણ ખબર ન હતી કે એ પણ એવું બોલશે...શુષ્મા બોલી "ચાલો પીરસી દંઉ તમને.." અને પછી ધીમેથી પપ્પl પાસે થી સરકી ને તે રસોડામાં ચાલી ગઈ.

શેઠ શ્રી ધનપતરાય વિચાર માં પડી ગયા. મા વિનાની મારી દિકરી..એની મા અત્યારે હોત તો ક્યારનું કરી નાંખ્યુ હોત..હું પણ જોને..વિચારો માં ને વિચારોમાં ...દિકરી ક્યારે આવડી મોટ થઈ ગઈ એનુંય ધ્યાન ના રહ્યં..ચાલો સારું થયું એની મેળે જ ગોતી કાઢે તો...આમ તો છોકરો સારો દેખાતો હતો...દેખાવડો તો લાગ્યો પછી ઘરબાર જોઈશ આમેય દિકરી ની ખુશી એજ મારી ખુશી છે ને! "ચલો ને પપ્પા..જમવાનું તૈયાર છે.!" શુષ્મા નો અવાજ સાંભળી ધનપતરાયે ધીમે ધીમે રસોડા ભણી ચાલવા માંડ્યું...જમ્યા પછી પોતાના બેડરૂમ ભણી જ્તાં પપ્પા ને વિચારોમા ખોવાયેલા જોઈ રહી...શિરીષ આવ્યો યાદ ને તેણે પણ પોતાના રૂમ તરફ પ્રયાણ આદર્યું..અંધારી રાતે શ્રી. ધનપતરાયે ધ્રુજતા પગલે અને ધડકતા હ્રદયે બારણામાં પગ મુક્યો ત્યાં જ તેમની ધર્મપત્નીના કણસવાનો અવાજ આવ્યો..વર્ષોના દર્દ થી પત્ની અને પોતે બંને કંટાળી ગયા હતા. ધનપતરાયે પોતાનાથી બનતી ધનની મદદ કરી ચુકેલા પણ જ્યાં દવા, દારૂ અને દુઆ કામ ન આવે તો ભગવાન જ કાંઈ કરી શકે. ધણા સમયથી તેમની પત્ની કહ્યા કરતી કે એનો જીવ બળ્યા કરે છે કઈક ભયંકર બનવાનું છે તેના એંધાણ દેખા દેતા હતા.

કારમી અંધારી રાતે કઈક ભયંકર થયું બહાર કુતરું જોર જોરથી રડી રહ્યું હતું...દુર..દુર થી શુયાળ અને ઘુવડના ડરામણા અવાજો આવી રહ્યા હતા. પોતાના પતિના હાથમાં લોહી વાળું ચપ્પું જોતા જ પત્ની ડરી ..ને આછેરી ચિસ પાડી ઉઠેલ..પણ હ્રદય ને જોરદાર આંચકો લાગતાં જ અચાનક તેનું અવસાન થયું...ધનપતરાય ના કાળા-ધોળા થી તો તે વાકેફ હતીજ પણ ખુન

કરવાની હદ સુધી પહોચી જશે એવી ન્હોતી ખબર...આ જોતા જ એમનું પ્રાણપંખેરૂ ઉડી ગયું..ધનપતરાય ફાટી આંખે બધું જોતા જ રહ્યા..શું કર્યું? શું થયું? ન્હોતું ધાર્યુ તેવું પોતે પણ કોઈના બાળકનું કાસળ કાઢીને પૈસા પત્નીના ઇલાજ માટે?? અને પૈસાના બદલામાં તેને શું મળ્યું..પત્નીના ભોગે પૈસા મેળવીને શુ મળ્યુ એમને..?ઘનપતરાય હજુ પણ આગળ વિચાર કર્યા જ

કરત પણ ...શુષ્માએ એમના રૂમમાં પ્રવેશ કર્યો ને બોલી.." પપ્પા..હજી સુધી જાગો છો..મને એમકે તમે લાઈટ ચાલુ રાખી ને જ સુઈ ગયા છો..તે થયું લાવ હું બંધ કરી આવું.." "હા..સુઈ જ જાઉ છું..કરી દે બંધ.." જાણે સુવવા જ માંગતા હોય તેમ પપ્પા બીજી બાજુ પડખું ફરી ગયા..શુષ્મા પણ થાકી હતી...લાઈટ બંધ કરીને પોતાના રૂમ ભણી પાછી ફરી. (ક્રમશઃ)

પ્રકરણઃ૩

શુષ્મા પોતાના પપ્પાને સુવાનુ કહીને પોતે પોતાના બેડરૂમમાં આવીને વિચારવા લાગી પોતે પણ અત્યાર સુધી ક્યાં સુતી છે? ક્યારની થાકી ગઈ છે.ઉંઘવાના બધા પ્રયત્નો નિષ્ફળ થયા છે શિરીષ ના વિચારો તેને સુવવા જ નથી દેતા...કેટલો સરસ લાગતો હતો આજે...ગુરછાદાર વાંકડીયા વાળ..ભુરી મોટી આંખો..ભરાવદાર પડછંદ શરીર..સુંદર વાક્છટા...બધુજ સરસ…ભણવા

માં પણ જોને બધા કરતા હોશિયાર..પોતે ગુલાબ લઈને આવ્યો તેવો કેવો મસ્ત લાગતો હતો જાણે મારા પર મરી પડતો ન હોય...ને હું પણ જો ને..એ કાઈ બોલે તે પેહલાંજ પિકચર નીપ્રપોઝલ તો મેં જ મુકેલી ને...! શું શિરીષ ને પણ સાચેજ મન થતું હશે..? તો એ કેમ ન્હોતો બોલ્યો..?? મારાથી ડર ..ના ના એ કાંઇ ઓછો છોકરી જેવો છે..જોને કપડાં પણ કેવા લેટેસ્ટ પેહરે

છે..પૈસાદાર તો છે તે તેની કાર ઉપરથી લાગે છે...કોઈ ની પાસે તેના જેવી કાર ક્યા છે? ને તો પણ પાછો શાણૉ કેટલો..શાંત ને ડાહ્યો પણ ખરો..! હું સાચે જ એને ગમી હઈશ કે ખાલી મારો વ્હેમ છે? રાત્રિના ૧ વાગવા છતા એને ઉંઘ નથી આવતી...આજે બસ શિરીષ તેને સુવા નથી દેતો...ઉભી થઈને આખા લાંબા અરીસામાં પોતાની જાતને નિહાળી રહી...સુંદર આંખો..

લાંબા કાળા વાળ..ભરાવદાર પ્રમાણસર શરીર નો બાંધો છે અને એ પણ રંગે ક્યા ઓછી ઉતરે એવી છે..અસલ તેના મમ્મી જેવી રૂપાળી છે ને...કાલે કોલેજ માં શું કરીશ? શિરીષ ની સામ આંખો મળશે ત્યારે? એ વિચાર આવતાં પોતે અત્યારે શરમાઈ ગઈ..શિરીષ ની બાયોલોજી ની નોટ્સ પાછી આપવાનું બહાનું તો છે જ ને..ક્યારે આંખો ના પોપચા બંધ થઈ ગયા ને ઉંઘ આવીગઈ તેની ખબર ના પડી..સવારે એલાર્મ વાગ્યો ત્યારે સફાળી બેઠી થઈ ગઈ...આજેતો કોલેજ માં...એ વિચાર વાગોળતી હતી ને શિરીષ યાદ કરતા જ એકલી એકલી હસી પડી.આ બાજુ સુર્યના પ્રકાશે સફાળો જાગેલો શિરીષ વિચારવા લાગ્યો કે મોડું થઈ ગયું છે અત્યારે તો કોલેજમાં પણ કોઈ નહીં હોય..હવે શું કરું? હું ય સાવ સુતો જ રહયો...પણ શું કરુ સ્વપ્નુ આવ્યું એનું તો..ચાલ કોલેજ આંટો તો મારી જોવા દે...ના...ના ચલ ને એના ઘરે જ જાંઉ..પણ એને કેવું લાગશે..? એને પણ મારા પ્રત્યે લાગણી છે જ...તેથી તો તેને પિકચર ની ઓફરમુકી શું મારા હ્રદયમાં પણ એના માટે કાઈક તો છે જ ને.. શા માટે મારી જાત સાથે જુઠ્ઠું બોલવું જોઈએ..ખેર ! આવા બધા વિચારો કરવાનો અત્યારે ટાઈમ નથી..ચલ ત્યારે એને જોઈજ આવું...પણ ..ઘરે તો હશે જ ને..! મને જોશે તો એને શું થશે? મને પુછ્શે કેમ આવ્યાં તો શુ કહીશ..! તને જોવાનું મન...ને મળવાનું પણ...ના એવું તો કેવી રીતે કહું? યાદ આવ્યું એની કેમેસ્ટ્રીનોટ્સ માંગીશ..બરાબર..શિરીષકુમાર ...થઈ જાવ તૈયાર .બંદા બરાબરના ફસાવી રહ્યા છે ને..કે ફસી રહ્યા પણ છે.ઝડપથી તૈયાર થઈ કાર ચાલુ કરી ને પા્છુ મન વાતે વળગ્યું....જા..જા શિરીષ એને બનાવે છે કે પોતાને..?? હવે હુંય ફસાયો છું બસ..મન સાથે જાણે સમાધાન કર્યું..પણ જો ને એય કેટલી સુંદર છે..નજર પડે ને તરત જ હૈયામાં વસી જાય..છોડને યાર..એ મળશે..નોટ્સ માંગીશ પછી શું? જોઈશ ધીમે રહીને બહાર આવવાનું કહીશ..એવું મોઢું કરીને બોલીશ કે ના જ નહી પાડે..ક્યાં લઈ જઈશ..મારી શુષ્મા ને..? હ્રદયે તો સ્વીકારી લીધી જ છે પણ મન જોને વચ્ચે કુદે છે...તારી ક્યાંથી થઈ? હજી એને પુછી તો જો? ના પાડશે તો? પણ ના નહીં જ પાડે..દિલે પોતાનો અડગ ભાવ દર્શાવ્યો..હવે સાંભળ ને.! મારી શુષ્મા ને હા ..પેલા નવા પાર્કમાં લઈ જઈશ..કેમ છો? શું ચાલે છે? શુ કર્યુ? પછી ધીમેથી કહીશ શુષ્મા તું મને બહુ ગમે છે..ધીમે રહીને તેનો હાથ મારા હાથમાં લઈ કહીશ સાચે જ શુષ્મા તું બહુ સરસ લાગે છે..એ પણ ધીમું મલકઈ થોડિક શરમાશે પણ એની એક આંખમા પોતાના સૌંદર્ય નું ગર્વ ને બીજી આંખમા મારા માટેના અપાર પ્રેમનો દરિયો ધુધવતો હશે...મારા હાથ ને દબાવી એ કેહશે..શિરીષ તું પણ મને ખુબ ગમે છે....આમ તો જો મારું હ્રદય કેવો ધડકાર અનુભવે છે..જાણે તારું નામ પોકારી રહ્યું ના હોય..! અચાનક જ વિચારોના વંટોળમાંથી છુટ્યો હોય તેમ તેની નજર સામે આવતા મોટા ખટારા પર પડી...સારું થયું પોતે બેલેન્સ જાળવી લીધું..નહીતર શું નુ શું થઈ જાત..!ભગવાને જ બચાવી લીધો..! (ક્રમશઃ)

પ્રકરણઃ૪

શુષ્મા જાગી ત્યારે એકલી એકલી હસી રહી હતી...આજે શિરીષ મળશે....સુંદર મજાનો તૈયાર થઈ ને આવ્યો હશે... હું હસીને વાત કરવાની શરૂઆત તો આમ જ કરી દઈશ..પછી...પછી વિચારીશ..ચલ પેહલાં કોલેજ તો પહોંચવા દે...મન સાલું માંકડા જેવુ છે....જો ને અરીસા સામું ઉભા રહ્યે કલાક થયો તોય આજે જાણે સંતોષ ન્હોતો થતો...થતુ હતું એટલી સરસ તૈયાર થાંઉ

કે શિરીષ જોતો જ રહી જાય, બસ જોયા જ કરે...આજ એને બીજુ કોઈ જ ન દેખાય....! ઝુલવાળું પિંક ફ્રોક, હાય હિલ્સના શુઝ...લાંબા ચોટલે શોભતું પિંક ગુલાબ...બધું જ સંપુર્ણ છે....બાજુમા શિરીષ ઉભો રહે તો ? કાંઇજ બાકી ના રહે....આજે એણે કયું શર્ટ પેહર્યું હશે? જ્લ્દી જાંઉ ને જલ્દી જોંઉ....ચોપડીઓ લીધી ના લીધી ને પોતે દરરોજ કરતાં આજે ૧૫ મિનિટ વેહલી પહોંચી ગઈ.નજર તો શિરીષને જ શોધતી હતી....સામે છોકરાઓનું ટોળું ઉભું હતું...પોતે કોઇ ના સામુ કદી ન્હોતી જોતી પણ આજે શિરીષ ના લીધે સામે ચડીને જોયું...ના દેખાયો..કોઈએ ટકોર પણ કરી"એય...આજે વેહલા દર્શન થયા.....શું વાત છે? " હાસ્યનું મોજું ચોમેર ફરી વળ્યુ...પણ એની પરવા કર્યા વગર શુષ્મા આગળ વધી...મોઢું જરા વિલાઇ ગયું...શિરીષના દેખાયો હજુ....પાછો દિલે જ દિલાસો દિલને આપ્યો...ક્યાંથી આવે? એને ઓછી ખબર છે કે તું વેહલી આવવાની છે? પણ તરકટ મન ચાડી ખાધા વગર ના રહ્યું....તને કેમ આટલી બધી ચળ છે? જાણે એના વગર તો કાંઇ જ થશે નહીં? અને નહીં આવે તો? તો શું કરીશ...ના ના હમણાં આવવો જ જોઈએ...તેવું સમાધાન કર્યું. પેહલો પિરિયડ પત્યો તો પણ શિરીષ ના દેખાયો ...ત્રીજા પિરિયડ સુધી માંડમાંડ રાહ જોઈ...ક્લાસની બહાર નીકળી ગઈ...પાછી વિચારવા લાગી..કેમ ના આવ્યો..? મને જલાવવા માંગે છે?? એને પોતાને તો કાંઈ જ નહીં થતું હોય...ના ના એવું તો કઈ કરે?એને કાર એક્સીડન્ટ થયો હશે? જોને કેટલી ફાસ્ટ કાર ચલાવે છે..? સામો મળે ત્યારે એ પણ કેહવું છે કે કાર ધીમી ચલાવે...પણ ક્યાં છે....જોને આવ્યો જ નથી તો ક્યાં ગોતવો? મેં તો એનું ઘર પણ નથી જોયું ...મનમાં ખુબ ગુસ્સો આવ્યો છે..પોતાના પર ને શિરીષ પર..!! ભલે ને એને ના પડી હોય તો મને શું છે? આજે નહીં તો કાલે આવશે તો ખરો ને..! ભલે ને ગમે એટલું બોલાવે હું તો બોલીશ જ નહીં...અરે? એના સામું પણ જોઈશ નહીં ને! એવા વિચારો કરતાં કરતાં પોતે ક્યારે ઘરે પહોંચી ગઈ એની તેને ખબર પણ ના પડી...ચોપડીઓ ફેંકી પથારીમાં પડી.ભાંગેલા હૈયામાં ફરી ફરી શિરીષની જ યાદ આવતી હતી. વાર્તાની ચોપડી વાંચવા માટે લીધી...એક બે પત્તા ઉથલાવ્યા..પછી ફેંકી દીધી ,રેડિયો પણ સાંભળવો નથી ગમતો તે જોરથી ચાલુ કરીને પાછો બંધ કર્યો..મન પોકારી ઉઠ્યું...અને મોંઢામાંથી શબ્દો સરી પડ્યા..."શિરીષ શિરીષ...શિરીષ તું ક્યાં છે?" શિરીષે જવાબ આપ્યો..."અહીંયા તારી જ પાસે ..શુષ્મા" શુષ્માનું ગભરું હૈયુ ફફડી ઉઠ્યું....નજર પાછળ ફેરવી દરવાજા ભણી જોયું તો સાચે જ શિરીષ...આંખો માં ઝળઝળીયાં આવી ગયેલા તે શિરીષ જોઈ શક્યો...શિરીષે હાથ પહોળા કર્યા ને શુષ્મા દોડીને એને વળગી પડી...બે મિનિટ શિરીષ તેના વાળ ને પંપાળી રહ્યો પણ ત્યાં તો જરા આંચકા સાથે શુષ્મા દુર થઈ ને રિસાયેલા અવાજે બોલી..."અમારી ના પડી હોય તો અમને પણ કાઈ તમારી નથી પડી..!! મરકટ મનમાં ઉદભવેલું તરકટ બોલી ઉઠ્યું, શિરીષ ને ખબર જ હતી કે આવી પરિસ્થિતિ ઉભી થવાની જ હતી...ધીમે થી તે બોલ્યો..."શુષ્મા જો એવું જ હોત તો હું અહીં શું કામ આવત? તું જ કહે ને...સાંભળ તારાથી છુટા પડ્યા પછી મોડી રાત્રે સુવાથી સવાર ક્યારે પડી એની ખબર જ ના પડી..ઉઠી ને તરત તારી પાસે આવ્યો છું..." શુષ્મા ના મનમાં તો ય ખળભળાટ થયો ને બોલી..."સાચે સાચું જ કહે છે કે પછી આમ જ..!" હસ્તા હસ્તા શિરીષ બોલ્યો.."ભલા...તારાથી તે કાંઇ છુપાવવાનું હોય..! મારે જુઠું બોલીને ક્યાં જવું છે તું જ વિચારને..!" શુષ્મા જરા ઝંખવાણી પડી ગઈ વાતને આટોપતાં બોલી..."સારુ હવે...ચાય પીવી છે કે કોફી..??" "ચાય ને માર ગોળી....આપણે ...એ તો રેસ્ટોરન્ટ માં પી લેશું.કોઈ સારી મુવી જોવા જઈએ ને વળતા...એક સરપ્રાઈઝ !! કેવો છે બંદા નો વિચાર?" શિરીષના વાક પ્રભુત્વને શુષ્મા એકી ટસે નિહાળી રહીઅનેબોલી..."સુંદર...અતિસુંદર...આપની વાત મંજુર..બસ હુ તૈયાર !"શિરીષે તેને પોતાની તરફ ખેંચી ને પાછી ગળે વળગાડી દીધી...ને કાર તરફ ચાલવા લાગ્યો...દબાતા પગલે ધીમે ધીમે તેની બાજુની સીટમાં આવીને બેસી ગઈ..પૈડાની ઘરેરાટીથી ધુળ ની ડમરી ચોમેર ઉઠીને પછી શમી ગઈ. (ક્રમશઃ)

પ્રકરણઃ ૫

શેઠ શ્રી. ધનપતરાય ને આજે કામમાં ચેન નહોતું પડતું...વળી વળીને દીકરીના જ વિચારો સતાવતા હતા...એથી પોતાની તબિયત સારી નથી તેવૂં બહાનું કાઢી ઓફિસમાંથી છુટકારો મેળવી ઘરે આવ્યા...રસ્તામાં વિચારેલું કે શુષ્મા ઘરે આવી ગઈ હશે તેની સાથે થોડી આડી અવળી વાતો કરી મુદ્દા ની વાત કરીશ ને છોકરા વિશે વધુ વિગત મેળવીશ. પણ બન્યું કઈક જુદુ જ...

ઘરમાં પગ મુક્યો ત્યાં..બેડ અસ્ત વ્યસ્ત જોયો..ચોપડીઓ આમતેમ ફંગોળાયેલી જોઈ.....પિતાના કેહવાતા કઠોર હ્રદયે આંચકો અનુભવ્યો...દિકરીનું શું થયું હશે? હેમ ખેમ તો હશે ને..! કોઇનેત્યાં ગઈ હશે? ત્યાં જ તેમની નજર ટીપોઈ પર પડેલી ડાયરી પર પડી...ઉઘાડીને જોઈ..પેહલા પત્તા ઉપર જ સુંદર અક્ષરો માં શિરીષ નું નામ ને સરનામુ લખેલું હતું..અને અંદર એની રોજનીશી...પોતાના હ્રદયમાં ઉદભવેલી લાગણીઓની વાચા હતી....મનના વિચારો અને તરંગો હતા...તે વાંચતા જ ગયા..વાંચતા જ ગયા...તેમ તેમ મનમાં થતું ગયું કેવું સુંદર લખાણ? કેવા સુંદર અલ્ંકારિક અક્ષરો અને મૌલિક વિચારો...આદર્શવાદી તરવરતો યુવાન..મનના સ્વાભાવિક વિચારો ને પણ રજુ કરવાની કેવી સુંદર કલત્મક આવડત! તેમનું હ્રદય અહોભાવથી છલકાઈ ગયું. પોતાની એડ્રેસબુકમાં શિરીષનું એડ્રેસ ટપકાવી પોતે ઉભા થયા ત્યારે ઘડિયાળમાં રાત્રિના ૭ ના ટકોરા પડ્યા. "ઓહો...આટલા બધા વાગી ગયા..!તો શુષ્મા ને શિરીષ આજે પણ....ચાલ્યા કરે...જુવાનીમાં તો મેં પણ...અત્યારે તો પગ વાળી ને કેવો બેઠો જ છું ને!" "પપ્પા .....કોની સાથે વાતો કરો છો? કોઈ આવ્યું છે કે?" કેહતા...જ શુષ્માએ પગ મુક્યો...પોતાને કેહવું હતું કઈક પણ તે બોલ્યા "હા દિકરા..મારી સાથે વાત કરવા વાળી અત્યારે ક્યાં છે?ને તારા વગર બીજું પણ મારી સાથે વાત કરવા કોણ આવવાનુ ંછે?" સાંભળીને બટક બોલી શુષ્મા બોલી "આજે નહીં તો કાલે પણ આવશે તો જરૂર જ" કોણ તેનો ગર્ભ ઉલ્લેખ શેઠ સમજી ગયાને મુંછમાં હસવા લાગ્યાં. . (ક્રમશઃ)

પ્રકરણઃ ૬

ડો. આનંદે ડોરબેલ વગાડી. શુષ્માની વિચારમાળા તુટી...પતિદેવનું આગમન થયું છે તે જાણી મનમાં વિચારો વેરવિખેર થયા....હા, શુષ્મા મિસિસ આનંદ બની ગઈ છે તેનો માત્ર આજે જખ્યાલ આવ્યો....કલ્પ્નામાંથી વાસ્તવિકતાની ધરતી પર શુષ્માએ પગ મુક્યો...માંડ માંડ મુક્યો..ઘણું જ દુઃખ થયું પણ..દરરોજની જેમ આજે પણ પતિદેવનું હસ્તા મુખે સ્વાગત કરવાનુ જ છેતે યાદ આવતા સભાન થઈ...અસ્ત વ્યસ્ત કપડાં અને વાળ સરખાં કરી બારણામાં આવી ઉભી રહી ને હસતા હસતા બોલી "આવી ગયા? સારું થયું..તમારી જ રાહ જો તી હતી..કેમ આજે ફોન કરવાનૂં પણ યાદ ના આવ્યું ? પાછું વળી ને ડો.આનંદે પણ હસ્તા હસ્તા જવાબ વાળ્યો.."અરે ! હા આજે કામ ઘણું હતું તો ભુલી જ ગયો..પણ કાલે જરૂર કરીશ" ડો. આનંદ બાથ લેવા ગયા ત્યારે શુષ્મા નું મન ફરી વિચારે ચઢ્યું...મને બનાવે છે? સાચું કહે...તું તો શિરીષને યાદ કરતી હતી ને! પાછી પતિને કહે છે તમારી જ રાહ જોતી હતી....પોતાનો આટલો બધો બચાવ.!! પતિનેતો છેતરી રહી છે અને સાથે પોતાની જાતને પણ...!દિલે શુષ્માની લાગણીને સાથ આપતાં જવાબ વાળ્યો....એવું ના કહું તો બીજું શું કહું? પંદર વર્ષના લગ્નજીવન બાદ શિરીષની વાત કરું તો એમને કેટલો આઘાત લાગે??? અને આ તો આજે શિરીષ ના મ્રુત્યુ ના સમાચાર છાપામાં વાંચ્યા ને પછીજ યાદ આવ્યો ને! સાચેજ હું મારા પતિને વફાદાર છું . મારા સંતાનોની માતા બન્યા પછી જ સમજી છું જીવન શું છે! જિંદગી કોનું નામ છે? પરણીને આવ્યા પછી પતિ સિવાય એનો કે કોઈનો વિચાર જ ન્હોતો કર્યો પણ શું કરું? આજ મારો શિરીષ એક વખતનો મારો શિરીષ મ્રત્યુ પામ્યો છે. ગમે તેમ તોય મેં એને મારા પુરા હ્રદય થી ચાહ્યો હતો. અને એને પણ મારા માટે અનહદ પ્રેમ હતો. મન કદી પગ વાળીને ન બેસે કે બેસવા દે. તે વચ્ચે ટપક્યું હતો ત્યારનો હતો અત્યારે શું છે? મોટી પતિવ્રતા નારી નો ઢોંગ કરે છે અને દિલમાં તો કોઇ ને યાદ કરે છે? એવી તે કેવી પતિને વફાદાર છું...વર્ષો સુધી તો શિરીષને ભુલી ગઈ ને પછી છાપામાં વાંચ્યું ત્યારે જ તારો પ્રેમ ઉભરાઈ આવ્યો..એવો તે કેવો તારો પ્રેમ છે? શુષ્મા અકળાઈને બોલી ઉઠી'મને કશું જ નથી સમજાતું હું શું કરુ?' ડો. આનંદ બોલ્યા "શું નથી સમજાતું શુષ્મા?" શુષ્માએ ઝટ પ્રત્યુત્તર આપ્યો "કે આજે શું રસોઈ બનાવું તો મે કશું જ નથી બનાવ્યું" " તો કંઈ નહીં રેસ્ટોરંટ માં જમીશું ચાલ તૈયાર થઈ જા બસ એટલી જ વાર" ડો.આનંદ હસી ને બોલ્યા. શુષ્મા ડ્રેસીંગટેબલ પર આવી ને બેઠી. અરીસામાં પોતાનું પ્રતિબિંબ તાકી રહી..એક નો એક જ અરીસો પણ તેમાં કેટકેટલા પ્રતિબિંબો..?? મનુષ્ય નું જીવન પણ અરીસા જેવુંજ છે ને ! મનોમન સરખામણી કરતી બેઠી રહી નિઃસ્તેજ. (ક્રમશઃ)

પ્રકરણઃ૭

મરકટ મનના તરંગો અને દિલના અડગ આશ્વાસનો વચ્ચે મનામણાં રિસામણાં ચાલતા રહ્યા અને મોડી રાતે શુષ્મા નિંદરની ગોદમાં ભરાઈ બેઠી. સવારે ડો. આનંદ વેહલા ઉઠી નિત્યક્ર્મ માંથી

પરવાર્યા તો પણ શુષ્મા ન જ ઉઠી. ડો. આનંદ એને સુતી છોડીને હોસ્પિટલે ચાલ્યા ગયા. પોતે પણ વિચારો ના વંટોળે ચાઢ્યા છે, અરે આ શુષ્મા કેવી સુંદર છે..! પરણીને લાવ્યો ત્યારે કાચની

પુતળી જ જોઈ લ્યો ને!મને બરાબર યાદ છે લગ્નની પ્રથમ રાત્રિએ પાલવ સંકોરતી ધીમી ગતિએ મારી પાસે આવેલી ત્યારે? હું ય થોડી વિચિત્ર લાગણી અનુભવતો હતો...! આર્યનારીની જેમ પગે પડી...હું તો સ્તબ્ધ જ થઈ ગયો...ને શબ્દો સરી પડ્યા 'અખંડ સૌભાગ્યવતી ભવો " ને એને હસ્તી જોઈને હું પણ હસી પડ્યો....ફુલની શૈયામાં મારી સામે કેવું નાજુક બીજું ફુલ બેઠું છે, ગભરાતું, શરમાતું, હસતું -રડતું...! વર્ષોની પ્રતિક્ષા કરતો હતો એ મુર્તિ આજ મારી સમક્ષ છે. અને હા..! વેહલી સવારે જાગ્યો ત્યારે? પથારી ખાલી હતી. મનોમન હસવું આવ્યું,

ઉઠવું નથી તેવો વિચાર આવ્તા પડી રેહવાનું પસંદ કર્યું ત્યાં બાજુના રૂમમાંથી કોઈના આવવાનો અવાજ આવ્યો...ધીમા અડગ ડગલા, ઝીણાં નુપુરનો રમ્ય અવાજ અને હસતામ કંકણ નો

મંદ રવ....મન સંતોષથી ભરાઈ ગયું, સુઈ જ રહ્યો છું એવો ડોળ કરીને પડ્યો રહ્યો. ધીમે રહીને એક આંખે ચુપકીદીથી જોયું. નીચી નજરે તૈયાર થયેલી શુષ્મા ચાયની ટ્રે લઈને આવતી દેખાઈ

તે ટિપોઈ પર મુકીને મને ઉઠાડવા લાગી.'એય ....ચાય લાવી છું....બધા ઉઠી ગયા છે...સાંભળૉ છો" શુષ્માને લાગ્યું કે એકલા શબ્દો અધોરીને નહીં જગાડે......તેથી હળવે હાથે ઢંઢોળતા બોલી

"ઉઠોને...ચાય ઠંડી થઈ જાય છે..." શુષ્માનો મધુર અવાજ મને બહુજ ગમ્યો. ધીમે રહીને પડખું ફેરવી ઉઠ્વાનો પ્રયત્ન કરતાં મેં મારા બંને હાથમાં એને સમાવી લીધી..એ બોલી ઉઠી.

"એય કોઈ જોઈ જશે તો....છોડો મને...મંદમંદ હસ્તા બોલીને મેં એનો જવાબ આપ્યો. "જોઈ જાય તો ભલે ને જોઈ જાય...મારી વ્હાલસોયી પત્ની ને તો વ્હાલ કરું છું " પોતાનું જોરદાર હાસ્ય

બધા સાંભળી ના જાય તેથી શુષ્માએ પોતાનો હાથ મોં પાસે રાખી ધીમા અવાજે બોલી. "પોતે તો ઉંધી ગયા હું તો જાગતી જ રહી" ત્યાં વળી કોઈનો બોલવાનો અવાજ આવતાં શુષ્મા ઝડપથી આનંદથી દુર ખસી ગઈ ને બીજા રૂમમાં ચાલી ગઈ...આનંદ એને જતી જોઈ રહ્યો. (ક્રમશઃ)

પ્રકરણ ઃ૮

ઉઠી ને શુષ્મા છાપુ લઈ ને બેઠી, બરાબર છાપુ વાચ્યું. મોટા અક્ષરોમાં લખેલુ હતું " શ્રી શિરીષ પંડ્યાનું કાર એક્સીડન્ટમાં થયેલું મ્રુત્યુ" ડીટેલ્સ વાંચતા ખ્યાલ આવ્યો કે શિરીષ નો શોફર ફુલ

સ્પીડથી કાર ચલાવતો હતો અને સામેથી ટ્ર્ક પણ ફાસ્ટ આવતી હતી, અચાનક ઝડપથી ટકરાઈ ગઈ અને કાર ક્યાંક ફંગોળાઈ ગઈ અને ન થવાનું થઈ ગયું...શોફર ને માઇનર ઇજા પણ

શિરીષે કાયમને માટે આંખો બંધ કરી દીધી. રડું રડું થતું એનું હૈયુ ધરપત નથી રાખતું. શુષ્માએ પોતાની બેગમાંથી શિરીષની રોજનીશિ ની ડાયરી કાઢી ને એના પત્તા ઉથલાવવા લાગી. મન

નથી માનતુ એ શિરીષની સામે બળવો પોકારે છે...લગ્ન પેહલા જ મને છોડીને ચાલ્યો ગયો. કેટલી વાર ના પાડવા છતા હંમેશ ફાસ્ટ કાર ચલાવતો હતો. પણ આમ હંમેશ માટે ચાલી ગયો

તું શિરીષ.... આવું શાને? અને મને કદી યાદ પણ ના કરી ?શુષ્મા બધુ વિચારતી જ ગઈ એમાં ને એમાં જ ખોવાતી ગઈ. પાનખરની શરૂઆતને કારણે ખરી પડેલ થોડા રંગબેરંગી પર્ણો પવનને કારણે આમથી તેમ ઊડતા હતા. વાતાવરણમાં ખુશનુમા ઠંડી હતી. દૂર પશ્ચિમાકાશે સૂર્યનારાયણ ડૂબકી મારવાની તૈયારી કરી રહ્યા હતા. આકાશમાં કેસરવર્ણો રંગ છલકાય રહ્યો હતો. અચાનક ડાયરી ના પુઠા માંથી શિરીષની છબી ડોકિયું કરી ગઈ અને શુષ્મા

રડી પડી. આંગળીના ટેરવે ટેરવે એ રેશમી સ્પર્શ હજુ ય સળવળી રહ્યો હતો. સ્નેહ સ્મૃતિ તેનો પીછો છોડતી નહોતી કે પછી એ એનો પીછો છોડવા માંગતી ન્હોતી. આવી ને તે હિંચકે બેઠી. મન ના હીંચકાને પણ જાણે હીંચ લાગી ન હોય..એ દિવસે શિરીષ કોલેજ માં ન્હોતો આવ્યો. પપ્પા એના

ઘરે વાત કરવા જવાના હતા. ગયા તો ખબર પડી કે એ ઘરમાં ન હતો. ઘરને મોટું તાળુ હતું. આજુબાજુ પડોશમાં તપાસ કરતાં લાગ્યું કે એને ત્યાં

કોઈ ઓળખતું ન્હોતું . હતાશ હૈયે પપ્પા પાછા ફર્યા. ઘરે આવીને શુષ્માનું વિલાઈ ગયેલું મોઢું જોતાજ પરિસ્થિતિ કળી ગયા. જરૂર આજે શુષ્મા ને

શિરીષ મળ્યા નથી , પોતે ત જોઈ શકે તેમ નથી અને એને મદદ પણ કરી શકે એમ નથી ...બાજુ માં બેસી ને દિકરીના માથે હાથ મુકી દીધો ને તેને

રડવા દીધી. લગભગ ત્રણેક દિવસે શિરીષ પાછો ફર્યો સીધો શુષ્મા ને મળવા આવ્યો. એકધારૂં જોઈ રહ્યો હતો. આંગણા માંથી દૂર આકાશમાં તારા ટમટમતા હતા. જાણે તેના આંસૂ આકાશમાં ચમકી રહ્યા હતા…! અને થોડા આંસુ આંખોમાં સાચવી રાખ્યા હતા. શબ્દો થીજી ગયા હતા…! એની હથેળી એના બન્ને હાથોમાં પકડી રાખી હતી. જાણે એ છોડવા જ ન માંગતો ન હોય…! ને બોલ્યો "પરિસ્થિતિએ પલટો લીધો છે અને હું તારે લાયક નથી રહ્યો. રહી પ્રેમ ની વાત તે તો મરીશ ત્યાં સુધી કરીશ અને તું મને પ્રેમ કરતી હોય તો મને ભુલી બીજા ને પરણી જજે તારો ઉપકાર જિંદગીભર નહીં ભુલું."

ભાઈ-ભાભીનું દબાણ, એમનું ઋણ, એમના ઉપકાર...‘મને માફ કરજે…!‘માફી શા માટે માંગે છે ? મારા …જાનુ…તેં ક્યાં કોઈ ગુન્હો કર્યો છે? તેં તો પ્યાર કર્યો છે. નિઃસ્વાર્થ પ્યાર. પવિત્ર પ્રેમ…. અને પ્રેમ એ મુક્તિ છે. પ્રેમ બંધિયાર નથી. પ્રેમ હથિયાર નથી. બંધન નથી. મુક્તિ તરફનો પ્રવાસ છે.’ ઊંડો શ્વાસ ભરી તે બોલી , ‘જા …! હું તને મુક્ત કરું છું! મેં દિલથી પ્રેમથી કર્યો છે, મનથી ચાહ્યો છે તને ખુદાથી વધુ. તું મારા દિલમાં હંમેશ રહેશે, ધબકશે….વિચાર તો કર, દિલ મારું હશે ને એમાં ધબકારા તારા હશે. મુક્ત કરીને ય હું તને પાસે રાખી રહી છું. સદાયને માટે…તું સુખી થા એ જ મારો પ્યાર છે, પૂજા છે…આપણે દાગ કદી દિલમાં નથી લગાવ્યો . આપણે દિલને પ્યારથી સજાવ્યું છે. શણગાર્યું છે. સંવાર્યું છે…બે દિલ અલગ છે તો એક ધબકાર છે, એનું જ નામ તો પ્યાર છે.’

શિરીષ ચાલ્યો ગયો ને શુષ્મા રડી પડી બોલવાનું ઘણું મન થયું પણ આંખો ના આંસુએ એને ચુપ કરી દીધી. ધબકાર નો સુર દુર થઈ ગયો કે શુ?

બાજુના રૂમમાં પપ્પા આ વાત સાંભળી ગયેલા તેની તેને ખબર ન હતી...પણ તેમના હાથમાંથી ગ્લાસ પડ્યા નો અવાજ આવતા તે ગઈ ને જોયું તો પોતાની એકની એક પુત્રીનો જીવન

બાગ લુંટાઈ ગયો..આ કારમો આઘાત તેઓ જીરવી ના શક્યા...હાર્ટએટેક આવતા તેઓ ઢળી પડ્યા. મરતા પેહલા એમણે શિરીષની સાચવી રાખેલ

ડાયરી શુષ્મા ને સોંપતા બોલ્યા." આના સિવાય બીજી કોઈ જ નિશાની નથી. તારા લગ્ન કરવાના બહુ અરમાન હતા

મારો પાયો મારી આડે આવ્યો બેટા..પણ હા ડો. મનસુખ મારો મિત્ર, એનો આનંદ પણ ઘણો સારો દિકરો છે તું જઈને બધી વાત કરીશ તો ના નહી

પાડે બેટા..." બિચારી શુષ્મા તો સાવ નોંધારી બની ગઈ....ચીસ પાડી ઉઠી'પપ્પા...એવું ના કહો હું તમારા વગર જીવીશ કેવી રીતે? પપ્પા ...પપ્પા

!" કુદરતે શુષ્માની કારમી ચીસો ન સાંભળી તે ને જ સાંભળી. પપ્પાના અવસાન પછી ૨ મહિનામાં જ શુષ્મા અને ડો. આનંદ લગ્નગ્રંથિથી જોડાઈ ગયા.

એની આંખો એની જાણ બહાર જ છલકાય રહી હતી. ગાલો પર ગંગા જમના વહી રહી હતી.ગાલને એણે પવિત્ર થવા દીધા. દિલ જો એમ હળવું થતું હોય તો ભલે…! આ આંસુ ય અદભુત પ્રવાહી છે. એ ક્યાં કદી એમને એમ વહે છે? સઘળા દુઃખ દરદને ક્યારેક તો એ ઓગાળીને જ રહે છે.ભાગ્યચક્ર ફર્યું હતું. કઈ દિશામાં? સુખી લગ્નજીવન માં સમય ક્યાં ને ક્યાં પસાર થઈ ગયો તે સમજયુ નહીં.પતિ ની બધી જરૂરિયાતો પુરી કરવાનો પ્રયત્ન કરતી .એક દિવસ આનંદ શાવર માંથી બેડરૂમમાં જતો હતો ને તેણે શુષ્માને જોઈ કે જે એક નાની રૂપકડી ડોલીને કબાટમાં છુપાવવા જતી હતી...તે બોલ્યો" શું છુપાવે છે શુષ્મા મારાથી...બતાવતો..." છુપાવતા છુપાવતા જ શુષ્મા બોલી "નહીં...ના, ના નહીં બતાવું...!"અને આનંદે એનો પાછળ સંતાડેલો હાથ પકડ્યો ને જોયું તો સાચે નાની ઢીંગલી હતી..શુષ્મા શરમાઈ ગઈ ને આનંદ મોટે થી હસી પડ્યો, ને આનંદે તેને તેડી લીધી. બધું જ એને જોઈતું હતું જે ચાહતી હતી તે હતું તો પણ ઘણું ન હતું....વિચારોનું યુધ્ધ હમેશા ચાલતું દિલ એને મનાવવાનો પ્રયત્ન કરતું...ક્યારેક આનંદ પર ગુસ્સો આવતો તો પોતે કશું બોલીના શકતી રડી પડતી. પોતાના પર જ ગુસ્સો આવતો પોતાની નબળાઈ પર..પણ ક્યારેક રેહવાય નહીં ત્યારે દિલને આશ્વાસન પણ દેતી. સંતાનો પાછળ વ્યસ્ત રેહતી ક્યારે તે મિસિસ આનંદ બની ગઈ તે યાદ ના રહ્યું...!! (ક્રમશઃ)

પ્રકરણ ૯

શરદ બારણાંમા આવી ને ઉભો રહ્યો ને શુષ્માના નામની પુછપરછ કરતો હતો ઘરમાં બીજું કોઈ ન હતું તેથી શુષ્મા જ આવીને ઉભી રહી. ખબર પડી કે એને મિસિસ શુષ્માનું ખાસ કામ છે તેથી

સામો જ સવાલ કર્યો. "શું કામ છે? હું જ મિસિસ શુષ્મા છું બોલો ..." મારે તમારું પર્સનલ કામ છે હું અંદર આવી શકું?" ચોમેર દ્રષ્ટિ ફેલાવી શરદ બોલ્યો. પોતે સામેવાળાને આવકાર દેવાનુ

પણ ભુલી ગઈ છે તેનું ભાન થતાં જ તે બોલી, "ઓહ આવોને ....કોઈ ઘરમાં નથી શું કેહવું છે? " "હું શરદ પંડિત...શિરીષનો જીગરજાન મિત્ર તમારા પછી નો યુ નો...!"શરદે શરૂઆત કરી.

શુષ્મા શિરીષનું નામ પડતાં જ અડધી ઉભી થઈ ગઈ. ઘણું બધું જાણવું છે.. તેવા વ્યગ્રતાના ભાવ મુખ ઉપર દોડી આવ્યા. શરદ જોઈ રહ્યો તે બોલ્યો" સાંભળૉ શુષ્માજી શિરીષના અવસાન

બદલ હું ખુબ જ દિલગીર છું મે મારો જીગરજાન દોસ્ત ખોયો છે પણ એની એક પળ પણ તમને યાદ કર્યા વગર ની નથી ગઈ...તમારા મેરેજ પેહલા યાદ છે ને તમને બીજે લગ્ન કરવાનુ કહી

ને પાછો ફરેલો તે દિવસે ખુબ રડેલો મારી પાસે ને કહેતો હતો મરી કેમ ના ગયો હું...ભગવાને ભેગા શા માટે કર્યા જ્યારે જુદા જ પડવાના હતા? તમારા લગ્ન ના દિવસે એ ખુબજ ખુશ

થયેલો ને તે રાત્રે મારી પાસે મન ભરી ને રડેલો...." શરદે આંખ ઉંચી કરીને શુષ્મા સામું જોયું તો શુષ્માની આંખમાંથી દડદડ આંસુની ધાર પડતી હતી....શરદ સામે નજર મળતા જ તે બોલી

"હું ક્યાં પારકી હતી ? એના માટે ગમે તે કરત એક વાર અજમાવી જોવી તો હતી" વચ્ચે જ શરદ બોલ્યો "અને એટલેજ એણે એવું કર્યું ...કારણ એને ખબર હતી કે એના માટે મરવાનું આવશે

તો પણ તમને મંજુર હશે. એ તમને સુખી જોવા માંગતો હતો, તમારા હર્યા ભર્યા સંસારથી તે ખુબજ ખુશ હતો.

અમો ક્યારેક ક્યારેક સાંજે મળતા હું મારા કામે થી આવીને એના ઘરે જઉ એ પડોશમાં જ ભાઈભાભી સાથે રહેતો....લગ્ન પછી તે મુવ થઈ ગયો...જ્યારે મળે ત્યારે હસતો ચેહરો પણ અંદર

થી લાગે કે ખુશ નથી...મારી નજર ચુકવી વાત ટાળે ...ક્યારેક કઈક લખતો હોય કે વાંચતો હોય. શરદનો અવાજ જરા ગળગળો થઈ ગયો પણ પોતે જો ઢીલો થશે તો શુષ્માનુ શું થશે? એ

વિચાર આવતા પોતે ફરી કઠણ થવાનો પ્રયત્ન કર્યો ને બોલ્યો."ક્યારેક તમારી વાત કરે તો ક્યારે તમારી ભાષાની, ક્યારેક તમારા પિતાજીની ને ક્યારેક કોલેજ ના દિવસોની..! પણ હંમેશા

તમારા સિવાય કોઈ બીજો ટોપીક ના હોય....વચ્ચે હમણાં તમારી ખુબજ યાદ એને આવતી હતી એને મળવાનું મન થયેલું...સરનામું હતું તો વિચાર કરતો હતો કે મળવા જઈએ. મેં જ ના

પાડી તો ઉદાસ થઈ ગયેલો. તેથી પોતાના શોફર સાથે પોતે ગુસ્સામાં બહાર નીકળેલો, શોફર ને કહે તેજ ચલાવ. નોકર માણસને તો માલિક એજ ભગવાન.....! તેણે તેની વાત માની ને

કાર ફાસ્ટ ચલાવી, જોવાની ખુબી તો જુઓ....શોફર આબાદ બચી ગયો થોડી ઇજા થઈ છે પણ શિરીષનો ત્યાં નો ત્યાં જ..." શરદ આગળ ના બોલી શક્યો ડુમો બહાર આવી જતા શરદ રડી

પડ્યો. શુષ્માનું રડવાનું તો ચાલુ જ હતું પણ એને પોતેજ સ્વસ્થ થઈ પાણી પાઈ ને શરદ ને પણ શાંત પાડ્યો. થોડી વારે સ્વસ્થ થતાં શરદે કીધું કે "તેની અંતિમ ઇરછા એ હતી કે એણે એક

હોસ્પીટલ બંધાવી છે તેનું ઉદઘાટન તમારા હસ્તે થાય..! અને એના ચેરમેન પણ તમે જ બનો કારણ તેની પત્ની ને બાળક ડીલીવરીમાં જ ગુજરી ગયા ને વર્ષ થયું" " કેટલી નાઇન્સાફી...

છેલ્લી ઘડી સુધી બસ તરસતો જ રહ્યો." શુષ્માનું માથું ક્રુત્ગ્નતાથી ઢળી ગયું પોતે એના માટે શું કર્યું? અને એણે એના માટે કેટલું કેટલું કર્યું? ઉદધાટન માટે પતિની સંમતિ લેવી પડશે તો હું

એમને શું કહીશ? અને એ નહીં કરવા જાંઉ તો શું શિરીષની અંતિમ ઇરછા ને પણ હું માન્ય નહીં રાખું? શું કરું? એક બે દિવસ પછી ફરી મળવાનું કેહતા શરદે ત્યાંથી રજા લીધી, જતાં શરદે

ત્યાંથી રજા લીધી. જતાં શરદને શુષ્મા એકીટસે નિહાળી રહી.

પ્રકરણ ૧૦

શરદના ગયા પછી શુષ્માનું દિલ ક્યાંય લાગતું ન હતું. સતત રડવાને કારણે માંથુ બહું દુઃખતું હતું શરીર પણ જાણે ભારે ભારે લાગતું હતું. બાથરૂમ ભણી ડગ માંડી ઠંડો શાવર લેવાનું વિચાર્યું

શાવર લીધા પછી જ શુષ્મા જરાક ફ્રેશ લાગતી હતી. પતિને મનગમતી સાડી પેહરી તૈયાર થઈ ને રસોઈ બનાવવા લાગી. થોડી વારે ડો. આનંદ ની ગાડી નો અવાજ સંભળાતા શુષ્માએ

કઠણ થવાનો પ્રયત્ન કર્યો. ડોરબેલ વાગી ન વાગી ને શુષ્માએ દરવાજો ખોલ્યો. જરાક હસીને પતિને આવકાર આપ્યો પણ રડેલી આંખો ચાડી ખાતી હતી. લાલ થઈ ગયેલું નાક પણ તાકી

રહ્યું હતું ડો. આનંદે એનું બારીક નિરીક્ષણ કર્યુ ને ધીમે થી વાત નો દોર સાંધતા ડો. આનંદ બોલ્યા" શુષ્મા તે વાંચ્યુ કે નહીં ? શ્રી શિરીષ પંડ્યાનું કાર એક્સીડન્ટમાં થયેલું મ્રુત્યુ...! હાઉ સેડ

ચલાવનાર ને માઇનર ઇજા પણ પાછળ બેસનારનો જીવ ...બહુ ખરાબ થયું!! "સંભાળી રાખેલ દિલનો ઉભરો અચાનક ઉપર આવી જ ગયો...ખાળી રાખેલા આંસુ દડી પડ્યા. શુષ્મા થી જોર

થી ડુસકું ભરાઈ ગયું અને પતિને વળગી પડી. ડો. આનંદ પણ ગળગળા થઈ ગયા ને બોલ્યા " મને બધી જ ખબર હતી શુષ્મા..શિરીષ ની પણ મને બધી ખબર હતી" શુષ્મા તો અવાક જ

થઈ ગઈ. એના પતિને એના ભુતકાળની બધીજ ખબર હતી !! અને છતાય એમણે મને આટલો બધો પ્રેમ આપ્યો?? આટલું બધું વ્હાલ અને માન...કેટલી મહાનતા ?? કેટલી ઉદારતા ??

કેટલું વિશાળ દિલ?? ડો. આનંદ એના ભાવને વાંચી રહ્યા હતા તે બોલ્યા. "શુષ્મા, શિરીષ ખુબજ સારો માણસ હતો. મને લગ્ન પેહલા પપ્પાએ બધીજ વાત કરેલ...અને તું તો જાણે આપણા

આપણા બંનેના પિતાજી મિત્ર હતા તેથી બધીજ ખબર હતી. પણ તું મને ખુબજ ગમી ગયેલી તેથી જ આપણા લગ્ન થયા. સાચે જ શુષ્મા તે મારા માટે...આપણા ઘર માટે ધણોજ ભોગ

આપ્યો છે..સ્ત્રી તરીકે તે તારી બધીજ ફરજ બજાવી છે." શુષ્મા એ ડો. આનંદ ના હોઠ પર હાથ રાખી દીધો ને બોલી. " બસ બસ બહુ વખાણ ના કરો ચાલો જમી લઈએ પછી મારે તમને એક ખાસ વાત કરવી છે" પતિનો હાથ પકડી શુષ્મા રસોડા ભણી દોરી ગઈ.જમી કરીને પરવાર્યા પછી શુષ્મા પોતાના શયનખંડ માં જવા લાગી. આજે પોતાના દિલ પરથી બધોજ ભાર ઉતરી ગયો હોય તેવું લાગતું હતું. વિચારવા લાગી ચાલો સારું થયું હવે વાત કરવા માટે રસ્તો સાફ છે અને મારી સાથે એ પણ ઉદઘાટન કરવા આવે તો કેટ્લું સારું....! પતિ માટે લાવેલ દુધનો ગ્યાસ ટીપોઈ પર મુકતાંજ ડો. આનંદે તેનો હાથ પકડી એને પોતાની પાસે બેસાડી પુછ્યું." બોલો શુષ્માજી તમારે શું કેહવું છે? કાંઈ ખાસ -ખાસ વાત

કરવાની છે...નવા આગંતુકની વધામણી...!" " તમને તો બસ એના સિવાય..." હસતા હસતા શુષ્માએ એ વાક્ય અડધું જ રેહવા દીધું ને પોતાની મુળ મુદદાની વાત શરૂ કરી. " કહું છું કે

શિરીષે એક હોસ્પીટલ ખોલી છે તેનું ઉદઘાટન કરવા જવાનું આમંત્રણ આપણ ને મળેલ છે તો તમે આવશો ને?" ડો. આનંદ તરતજ બોલ્યા "મિસિસ શુષ્માનો શો વિચાર છે? મિ. આનંદને જે

મંજુર કરશો તે મંજુર....બસ હવે ખુશ !" "ઓહ આનંદ...." કેહતા શુષ્મા એને ગળે વળગી પડી....થોડી વારમાં પોતે ક્યારે સુઈ ગઈ તે ખબર જ ના પડી...ધણા દિવસે ગાઢ નિંદ્રા આવી.

સવારે ઉઠી ત્યારે તે એકદમ ફ્રેશ થઈ ગયેલી. ચા-પાણી પતાવ્યા પછી શરદને ફોન કરીને પતિની હાજરીમાં જ મુલાકાત લેવાની ગોઠ્વણ કરી. સાંજે પતિના આવ્યા પછી ત્રણે જણા વાતે

વળગ્યા. નાનીમોટી શિરીષની વાતો થઈ ને પછી શરદે હોસ્પીટલની વિગત આપી. ચેરમેન તરીકેની મંજુરી પણ આનંદે આપી. આનંદે શિરીષના સંસ્મરણાર્થે તેની ભવ્ય પ્રતિમાની રકમ

ડોનેશન માટે આપી. પંદર દિવસ બાદ હોસ્પીટલનું ઉદઘાટન મિસિસ શુષ્માને હાથે થયું, અને શિરીષ પંડયા હોસ્પીટલના પ્રણેતાની ભવ્ય પ્રતિમાનું ઉદઘાટન ડો. આનંદના હાથે થયું. ફુલ

હાર પેહરાવતા શુષ્મા મનોમન શિરીષની પ્રતિમાને અહોભાવની લાગણી થી નમી રહી. આંખો આંસુથી છલકાઈ ગઈ પણ એક ગૌરવશાળી ને ભવ્ય વ્યક્તિત્વ માટે ગર્વ અને સંતોષ પણ થયો.

સમગ્ર વિધિ બાદ શિરીષ અને શરદની ચાર આંખો જતા સુખી દંપતીને જોઈ રહી. બધાની આંખોમાં હતો આનંદ, પ્રેમ અને સંતોષ...!

(સમાપ્ત)

---રેખા શુક્લ