અપરાધ Shraddha Vyas દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અપરાધ

અપરાધ

Email id: vyasshraddha45@gmail.com


અપરાધ

આજે અભય નો બર્થડે હતો. સફેદ કુર્તામાં એ પોતાની જાતને અરીસા માં નીરખી રહ્યો હતો સાથે જ કઈક વિચારી રહ્યો હતો, એટલામાં જ દેવાંગી આવી સફેદ સાડીમાં! "જઈશું અભય?"
અભય કઈ પણ બોલવાના કે વાત કરવાના મુડમાં ન હતો. એનો પેહેલો એવો બર્થડે હતો જેમાં એ કદાચ સૌથી વધુ દુઃખી થઇ રહ્યો હતો. દેવાંગી અભય ને ક્યાંક ઇન્વોલ્વ કરવા માગતી હતી આથી જ એ એની સાથે વાતો કરી રહી હતી, "અભય આપણા લગ્ન પછીનો તારો પેહેલો બર્થડે છે, મને ખબર છે તું આઘાતમાં છે પણ આમ જ ક્યાં સુધી? તું એક વાર રડી કેમ નથી લેતો?" ફરીથી એ જ સન્નાટો!.. દેવાંગી જાણતી હતી કે અભય અનન્યા માટે ક્યાંક પોતાની જાતને જ દોષી માની રહ્યો હતો. પણ એમાં તારો કોઈ વાંક નથી એવું અનેક વાર દેવાંગી અભયને કહી ચુકી હતી, "મમ્મી નો ફોન આવ્યો હતો કહેતી હતી કે તું અને અભય બંને ઘરે આવો, આજે અભય નો બર્થડે છે તો, મેં કહ્યું કે અભય ને પૂછી ને કહીશ""
ના દેવાંગી આજે ક્યાય જ જવાની ઈચ્છા નથી, ખબર નહિ પણ અનન્યાના મમ્મી -પપ્પાની શું હાલત હશે... જો હું એટલો દુઃખી છું તો એ લોકો તો.."અભય વાક્ય પૂરું કરે એ પહેલા જ એના ગળે ડૂમો બાઝી ગયો."
હા પણ અભય...""
પણ,શું? મને ખબર છે કે તું મને દુઃખી નથી જોઈ શકતી, છતાં પણ મારી બેસ્ટ ફ્રેન્ડના બેસણાના દિવસે હું મારો બર્થડે સેલીબ્રેટ ના જ કરી શકું" અભય બોલ્યો"
સમજુ છું અભય પણ આપણા લગ્ન પછી નો તારો પહેલો બર્થડે છે....તું સેલીબ્રેટ ન કરતો પણ ભૂલથી સ્માઈલ આપ મારી સાથે કંઈક વાત તો કર, છેલ્લા ચાર દિવસથી તું આજ રીતે જીવી રહ્યો છે...શૂન્યાવકાશ માં.."

"શૂન્યાવકાશમાં તો અનન્યા જીવી હશે દેવાંગી, હમેશા એના ચહેરા પર એક હાસ્ય રહેતું જે અમે છેલ્લી વાર મળ્યા ત્યારે ન હતું, મારે ત્યારે જ સમજી જવું જોઈતું હતું.""
હા પણ તું કરી પણ શું શકે એમાં?""
દેવાંગી તું કેમ આટલી સ્વાર્થી થઇ રહી છો""
અભય સમજુ છું, પણ ક્યાંક હું પણ એક સ્ત્રી છું, જે ઘણા શમણાઓ સાથે તારી સાથે લગ્ન કરીને આવી છે....અને આજે તારો લગ્ન પછીનો પહેલો બર્થડે છે, હું નથી ઇચ્છતી કે કોઈ બહારની વ્યક્તિ માટે તારો આજનો દિવસ સ્પોઈલ કરું"

અભય ને સમજાઈ રહ્યું હતું કે ક્યાંક દેવાંગીની સ્ત્રીવૃતી કામ કરી રહી હતી...પણ અત્યારે એને દેવાંગી માં કે દેવાંગીની કોઈ જ વાતોમાં જાણે કે રસ જ ન હતો. એણે પોતાનું ડ્રાઈવિંગ ચાલુ રાખ્યું...એ હવે રેલ્વે કોલોનીમાં પ્રવેશી ચુક્યા હતા...ફરીથી અભય ચિંતામાં સારી પડ્યો એને થયું કે અનન્યાના મમ્મી પપ્પાની સાથે એ કેમ નજર મેળવશે, કેમ વાત કરશે , શું બોલશે કે એને ખબર હોવા છતાં એ અનન્યાને ન બચાવી શક્યો એમ? એની આંખમાં ફરીથી આશુ આવી ગયા....

"અભય મારા થી આ રુદન સહન નહિ થાઇ" અભય જાણતો હતો કે પોતે પણ આ બાબતે ઘણો કાચો હતો....પણ અનન્યાએ જ એને ઘડ્યો હતો આવા અશુભ પ્રશંગો માટે જ..એને યાદ આવ્યો એ દિવસ જયારે અનન્યા અને અભય બંને કોલેજ માં હતા અને એના એક ક્લાસમેટે સ્યુસાઇડ કર્યું હતું...એ કલાસમેટ માટે તો એને એટલું એટેચમેન્ટ પણ ન હતું....ત્યારે અનન્યા એ જ એને હિમ્મત આપતા કીધું હતું કે "અભય આવું તો ચાલ્યા રાખે યાર દુનિયા માં બધા લોકો સુખી નથી હોતા, બધાને કૈક સમસ્યાઓ હોઈ જ છે બધા પાસે એનો સામનો કરવાની અને સહન કરવાની હિંમત હોઈ જ છે, છતાં પણ જયારે આ દુઃખનો પૂર બધી બાજુ થી ધસી આવે અને આ દુઃખ ને સમજી શકે એવું વ્યક્તિ ન મળે તો માણસ કરે પણ શું?"
અભય પોતાની વ્યથા કોઈને કહી શકે તેમ ન હતો છેલ્લા કેટલાક દિવસોમાં અનન્યાની વાતો પરથી જ એવું લાગતું કે હવે એને કોઈ જ સમજી શકે એવું ન હતું પણ અફસોસ એક જ વાત નો હતો કે આ કપરા સમય માં અનન્યાનો એક માત્ર એવો બેસ્ટ ફ્રેન્ડ પણ અનન્યા ને ન સમજી શક્યો. અને અનન્યા એ એટલે જ આત્મહત્યા કરી હશે એવું અભય દ્રઢપણે માનવા લાગ્યો હતો....

હજુ થોડા દિવસો પહેલા જયારે અભયએ અનન્યા ની સગાઇના ન્યુઝ સાંભળ્યા ત્યારે તે અનન્યાની સાથે જ નાચવા માંડ્યો હતો અને દેવાંગી બંને ના ફોટો ક્લિક કરી રહી હતી...સગાઇ વખતે જયારે અનન્યા તૈયાર થઇ ને આવી ત્યારે તેની માસુમ આખો, સુંદર રીતે ઓળાયેલા ગોઠણ સુધીના વાળ….5.6ની હાઇટ, માપસર શરીર, એની નિર્દોષ સ્માઈલ અને એ હસે ત્યારે આખે ઉડી ને દેખાઈ આવતા એના ગાલ માં પડતા ખાડ, કેટલી સુંદર લાગી રહી હતી એ…..જયારે તે અભય પાસે આવી ત્યારે તે માત્ર એક જ શબ્દ બોલ્યો હતો “અદભૂત",.ગમે એમ તો પણ આકાશ ક્યાંક અનન્યાની કાલ્પનિકતા વાળો જ પુરુષ હતો. એક જ વાર મળી હતી અનન્યા આકાશને અને લગ્ન માટે હા પડી દીધી હતી. થોડા સમય પછી અનન્યા અને આકાશના લગ્ન થઇ ગયા. સાથે કેટલા બધા સપનાઓ અને વીતેલી યાદો નું પોટલું બાંધી અનન્યા પુણે જવા નીકળી ગઈ હતી….કેટલા બધા કોડ હશે એ આખોમાં, જયારે અનન્યા સાથે આટલું બધું થયું ત્યારે કેમ સહન કર્યું હશે એ ભોળી છોકરી એ , એ વિચાર એ અભય ને ધ્રુજાવી મુક્યો હતો. શું વીત્યું હશે અનન્યા પર..? જયારે આકાશ એ પ્રથમ રાત્રીના જ અનન્યાને કહી દીધેલું ” તું મારી ચોઈસ નથી , માટે મારી નજીક ન આવતી અને મારી તરફથી કોઈ પણ જાતના પ્રેમ કે સહકારની અપેક્ષા પણ ન રાખતી”.

અભય વિચારી રહ્યો હમેશા બધાનું વિચારનાર અનન્યા માટે ભગવાને આવું કેમ વિચાર્યું??? એ પોતાની જાતને દોષ આપી રહ્યો, કાશ! એણે પાછળથી અનન્યાને સંભાળી લીધી હોત….અભયના એક જ સવાલ પર અનન્યા કદાચ તેની સાથે બધું જ શેર કરત.અભય મનોમન પોતાને કોશી રહ્યો પોતે motivational speaker હોવા છતાં તેની બેસ્ટ ફ્રેન્ડને આત્મહત્યા કરતા કેમ બચાવી ન શક્યો???

અભય અચાનક જ બોલી ઉઠ્યો "દેવાંગી વાંક મારો જ છે, હું અન્ન્યાનો બેસ્ટ ફ્રેન્ડ હોવા છતાં પણ એને બચાવી ન શક્યો..""
અભય આજ સુધી મારામાં સાચું કહેવાની હિંમત ન હતી, આજે પણ નથી પણ હવે કહેવું જ પડશે" દેવાંગી થોડું અચકાતા જ બોલી ઉઠી"
દેવાંગી તું સીધી રીતે વાત કરીશ,તો હું કદાચ તને સમજી શકું""
અભય મને અત્યાર સુધી એક જ વાત નો ડર હતો કે અનન્યા તને બધું કહી ન દે, પણ એણે તો મારા આ ડર ને આજે એક ગીલ્ટ બનાવી દીધી""
દેવાંગી પ્લીઝ હું અત્યારે કોઈ પહેલી ઉકેલવાના મુડમાં નથી" અભય હવે અકળાઈ ઉઠ્યો હતો"
અભય મને હમેશા ડર રહેતો, ક્યાંક મારું લગ્ન જીવન ભાંગી ન પડે, ક્યાંક તું મને છોડી ને જતો ન રહે,ક્યાંક તું...."દેવાંગી પાસે વાક્ય પૂરું કરવાની હિંમત ન હતી"
પણ એમાં તને ગીલ્ટ શેનું થઇ રહ્યું છે?"અભય બેબાળકો થઇ રહ્યો હતો"
અભય, વાત જ એવી છે કે જે સાભળીને કદાચ તું મને માફ ન પણ કરે પણ આ જીવનભરના ગીલ્ટ કરતા આ સજા જ સારી છે, હું તારા વગર કદાચ જીવી લઉં પણ આ ગીલ્ટ સાથે નહિ""
દેવાંગી વાત શું છે એ બોલ તું મને ડરાવી રહી છે.""
અનન્યા પુણે લગ્ન કરવા ક્યાંક ને ક્યાંક મારા લીધે રાજી થઇ હતી, બાકી એને પણ આકાશ પસંદ ન હતો..."
"તારા લીધે, શું બકવાસ કરે છે? એણે પોતે મને કીધેલું કે આકાશ એના મમ્મી પપ્પા ની ચોઈસ છે""
હા પણ એ દિવસે અનન્યાએ મને કીધેલું કે એ તારી જેવા જ કોઈ છોકરા સાથે લગ્ન કરવા માંગે છે. એટલે એ આકાશ સાથે લગ્ન નહિ કરે ત્યારે મેં જ કીધેલું એને કે તો તું અભય સાથે જ લગ્ન કરી લે, આમ પણ અભય અડ્ધો દિવસ અનન્યાની જ માળા જપતો હોઈ છે...""
તો આવી વાત તો તે એને ઘણી વાર કીધેલી છે""
પણ એ દિવસે હું થોડી ગુસ્સામાં હતી, તને તો ખબર ને એ જ દિવસે અપને ત્રણેય વિરલના લગ્ન માં ગયા હતા, જ્યાં બધા તમને બંનેને કપલ સમજતા હતા, અને ખુશ્બૂ તો મને સંભાળવી પણ ગઈ હતી કે, અભય તારો પતિ છે કે અનન્યાનો?? બસ આ વાત મારાથી સહન થઇ ન હતી અને જયારે તું અનન્યાના મમ્મી પપ્પા સાથે વાત કરતો હતો ત્યારે મેં જ કીધેલું કે તું અભય સાથે જ લગ્ન કેમ નથી કરી લેતી? તારી જેવી જ છોકરીઓ ના લીધે અમારી જેવી સ્ત્રીઓ નું લગ્ન જીવન બરબાદ થઇ જાય છે" હવે દેવાંગી રડવા લાગી હતી
ઓહ્હ!! એટલે જ એ એની સગાઇ પછી મારી સાથે વાત કરતી ઓછી થઇ ગઈ હતી, અભય મનમાં જ વિચારી રહ્યો હતો દેવાંગી હજુ પણ પોતાનું લગ્ન જીવન બચાવવાની કોશિશો કરી રહી હતી પણ એ જાણતી હતી કે અભયના કાનમાં એનો એક પણ શબ્દ જઈ રહ્યો નથી. આજે એના અને દુનિયાના ઘણા રૂઢીચુસ્ત લોકોના દ્રશ્ય બિંદુના કારણે અનન્યાને જીવન કરતા મોત વધુ મીઠું લાગ્યું હતું. દેવાંગીએ અપરાધ તો કર્યો જ હતો, એના પતિ પર વિશ્વાસ ન કરવાનો અપરાધ, ક્યાંક અનન્યાની ઈર્ષા કરવાનો અપરાધ, અને ક્યાંક નિસ્વાર્થ ભાવની દોસ્તી પર પર્શ્નાથ કર્યાંનો અપરાધ!!! પણ હવે શું? ખાલી અભયએ જ પોતાની ફ્રેન્ડ નહોતી ગુમાવી. અનન્યા ઉપરાંત પણ દેવાંગીએ ઘણું ગુમાવ્યું હતું, જેનો હિસાબ કોઈ ગણિત કરી શકવા સક્ષમ હતું નહિ.

Email id: vyasshraddha45@gmail.com

.3954

.