Ha mane game chhe books and stories free download online pdf in Gujarati

હા મને ગમે છે

હા મને ગમે છે…….

કોક ના બેસણામાં ગ્યા હોઇયે તો હાળી ખબર હોય કે જેસી ક્રસ્ણ કય ને મોબાઇલ વાઇબ્રેટ મોડ માં રાખી શાંતી થી નીચુ મોઢુ કરી બેઠુ રેવાનુ સે …… પરસંગમાં ગ્યા હોઇ તો ચકાચક થય ને હસતા રેવાનુ સે… પણ હવ થી મોટી કન્ફ્યુજન તો સોકરી જોવા જાઇયે યાં થાય..

હવે અમુક વસ્તુ તો યાં ફિક્સ જ હોય…. આવો આવો .. બેહો બેહો .. પછી બેટા તું શું કરે સે?, કેટલુ ભયણો?

પછી સોકરી ચા લયને ધ્રુજતે હાથે આવે… આ અમારી મોટી રંજન… ઓલી જીરીક અમથુ દાંત કાઢે ને પસી દોઢેક લાખ ની ચોરી કયરી હોય એમ નીચુ જોય ને સોફા ના એક ખુણે બેહી રીયે …. કોક કાંઇક પુછે એટલે..’જી.. મને હંધુય બનાવતા આવડે સે… ને અમુક કેસ માં બીજુ શું કરે છે? ના જવાબ માં ‘જી…હું લેડીજ વોત્સેપ ગ્રૂપ ની એડમીન સુ’ ઇ પણ બોલે…..

દહેક મીનીટ પસી… એકાદુ વડીલ ક્યે ‘જાવ બેટા, બે ય ઓલા રુમમાં બેહો ને જે પુછવુ હોય ઇ પુછી લ્યો’ એટલે આ બધુ કોમન સે… પણ હવ થી મોટી કન્ફ્યુજન મને ઇ થાય કે હાળુ કરવુ શું?. આપણે તો અલ્ટીમેટલી એવા એક્સ્પ્રેસન રાખવાનો ટ્રાય કરીયે કે ઇ લોકોને એમ થાય કે સોકરૉ ડાયો ને સીધો સે…

હવે જો ખીખીખી દાંત કાયઢા કરીયે તો હામી પાર્ટી ગાંડો ગણે ને ગંભીર થય બેહી રહીયે તો એમ વિચારે કે આ આંયા પરાણે આયવો લાગે સે ને આને ગયમુ નથી.

એટલે મેં તો નક્કી જ કયરુ તુ કે પાંચેક મીનીટ દાંત કાઢુ ને પાંચેક મીનીટ ચુપચાપ બેઠો રવ…. ભલે ને બે ય માં ગણતરી થાતી.

સોકરી તો આવી ને ચા પીરસી ને બેઠી હોય એતલે ઇ હમજાય નય કે એની હામુ જોવાનુ કે એના ઘરનાવ હામુ… એની બેનપણીયુ કે બેનુ જે હોય ઇ બીજા રૂમ ના દરવાજા પાંહે ઉભી ઉભી આપણને જોય ને એવુ ખીખીખી કરતી હોય જાણે આપણૉ પગ પોદળા માં પડી ગ્યો હોય…..

એટલે અમે તો જાણે એસટી માં ઠેબા ખાતા પુગી ગ્યા… જય ને આવો આવો … બેહો બેહો પછી એજ ચા ને ધ્રુજતા હાથ ને ઇન્ક્વાયરી….

મારી ધારણા મુજબ સોકરી નીચુ ઘાલી ને બેઠી બેઠી ત્રાંસી નજરે મારી હામુ જોઇ લેતી તી …..

બેઝીક ઇન્ફર્મેસન ને ઇન્ટ્રૉ થયો…

પછી સોકરી ના વખાણ ચાલુ થ્યા …. અમારી રંજન ને તો હંધુય બનાવતા આવડે, બધી જાત ના શાક, બધી જાતની દાળ, રોટલા, રોટલી, ભાયખરી, પરોથા, ઇડલી, ઢોસા, પાંઉભાજી ને દ્રાક્ષ ના પાન ના ભજીયા અને એના હાથ ની દેસી માખણ વારી સેન્ડવીસ ખાવ તો આંગળા ચાટતા રય જાવ …

આ હાંભળી ને ઓલી ક્યે ‘ના હો… એતલુ બધુ નથ ફાવતુ’…

એના મમ્મી એ ખીખીખી કયરુ ‘ઇ તો હમણા થી પ્રેકટીસ ઓછી થય ગય સે એતલે.. બાકી બધુય આવડે’.. ઇ તો ઠીક હવાર હવાર માં પરભાતીયા તો એવા સરસ ગાય કે ઉપર થી કાનુડો પોતે હાંભળવા આવે… મેં એની હામુ જોયુ ત્યાં એણે ધીરે થી નકાર માં ડોકુ ધુણાયવુ… હું થોડુ હસ્યો….

મને ક્યે .. કુમાર તમને હું ફાવે? .. મેં કિધુ કાંય ખાસ નય.. બસ ઘર, નોકરી ને ક્યારેક સંગીત વગાડુ… તો ક્યે ‘લે… સરસ સરસ, કોક દી અમને ય કાંય્ક હંભળાવજો’… મેં કીધુ ‘ભલે તંયે’..

ત્યાં મારા ઘરનાવે રીએક્શન ચાલુ કયરુ..

અરે અમારા ગગા ને તો સંગીત નો જબરો શોખ, પેટી આવડે, ગાતા આવડે, ઢોલકા આવડે… દર વરસે નવરાતરી માં વગાડવાય જાય સે.. ને એના પૈસા ય મળે સે… ને હવે મોટા પોગરામ ના ઓરડર લ્યે સે.. ને એની લખેલી કવિતા ચોપડી માં છપાય સે.

હામી પાર્ટી – વાહ વાહ… સરસ કેવાય…

મેં કીધુ … એવુ કાંય ખાસ નથી ફાવતુ…. નવરાતરી માં મારો શોખ પુરો કરી લવ સુ….

સોકરી ની કાકી બેઠી બેઠી બજર દેતી તી… ઇ ક્યે આને તો ગરબા રમતા ય હારુ ફાવે સે, એક બે વાર ઘાઘરૉ માપ બારો નીકરૉ તો ને પગમાં આયવો તો તી ભુંહ દય ને પયડી તી પણ રમતા હારુ આવડે.. જાણે ચોસઇન્ઠ જોગણીયુ ખેલતી હોય … યાં ઇ વચમાં પયડી ‘તમે ય હું કાકી … એવુ બધુ કાંય નથ ફાવતુ’.. કાકી અગેઇન રીપ્લાય ‘ખીખીખી’ …

હર મોમ સેઇડ – અરે, મારી સોડી માં કોય ખામી નથી, બાર પાસ સે, અંગરેજી વાંચતા ય ફાવે સે… પછી એક ટીંગાડેલુ કેલેન્ડર બતાવી ને ક્યે… ઓલુ વાંય્ચ તો ઈંગલીસ માં લયખુ સે ઇ … ઓલી કાંય બોયલી નય … વળી એની મોમ નુ ‘ખીખીખી’ ….. મેં જોયુ તો ઇ કેલેન્ડર માં કારતક બેઠો હયસે તી ઇંગલિસ માં ‘હેપી ન્યુ યર’ લખેલુ હતુ …. મેં એની હામુ જોયુ તો ઇ નીચુ જોય ગય…હું સમજી શક્યો ..

હવે, આવુ બધુ કરી ને ઓલી ને શરમ માં મુકે…. હવે જે છે ઇ છે …. એમાં શરમ શેની …. અને જેવી છે એના કરતા ય ચડીયાતી સાબીત કરવાના પ્રયત્નો સોકરી ને વધુ શરમ માં મુકો ઇ ખોટી વાત સે…..

વડીલો અંદરો અંદર વાતુ કરતા તા, આપણ ને એમાં કાંય રહ પડે નય ને ટીવી ચાલતુ તુ એમા સુર્યવંશમ ચાલુ, એમાં મને રહ પયડૉ… હું એ જોતો તો ત્યાં હામી પાર્ટી ના એક વડીલ બોયલા કે ‘જાવ તમતમારે બે ય બીજા રૂમમાં વાતુ કરો’ …. મેં કીધુ ઓકે….

એટલે હું ઉભો થ્યો ને એક બંધ બાયણે જય ને ઉભો રીયો, ઓલી ધીરે થી મારી પાંહે આવી ને ક્યે ‘યાં નય, ઇ તો બાથરુમ સે’ … મેં કીધુ મને થોડી ખબર હોય ક્યાં જાવાનુ સે…. ઇ થોડુ હયસી ને પછી બીજા એક બંધ બારણા ખોલી ને અંદર ગય, ને હું ય જેમ ઘાસ ની વાંહે બકરી જાતી હોય એમ એની વાંહે વાંહે ગ્યો…

અંદર એક નાનકડી સેટી ને એક ટેબલ ખુરસી ને મોટૉ અરીસો હતો… ઇ સેટી પર બેહી ગય એતલે હું થોડુ શરમાણો ને ખુરસી એની બાજુ ખેંચી ને બેઠો.. હવે કાંય્ક આખુ મોઢુ જોવા મયળુ.. મને ક્યે તમને શેનો શોખ સે?... મેં કીધુ સંગીત નો ને લેખ ને કવિતા ગઝલ લખવાનો …. તો ક્યે ‘મને તો એવુ કાંઇ નો ગમે, ફિલીમ જોવો સો’… મેં કિધુ ‘હોવ… પણ ઓછા, સંગીત ના શોખ ને કારણે ગીતો સાંભળુ’

મને તો હું પુછવુ ઇ ય હમજાતુ નતુ…. સાલુ, એવુ શું પુછવુ કે જજમેન્ટ મળે કે આ લાઇફ ટાઇમ આપણી હાયરે હાલસે… એતલે મેં ખાલી એતલુ જ કીધુ કે મારે કાંય પુછવુ નથી પણ મારા ઘર ને પોતાનુ ઘર અને મારા ઘરનાવ ને પોતાના ઘરના હમજી ને રેજો… તો ક્યે ‘બસ હું એમ જ રેવા માંગુ સુ’ …

પછી હું ય ડાયો થાવા ગ્યો કે જો .. પરાણે હા ન પાડતા.. હું ગમતો હોઉં ને તમને યોગ્ય લાગે તો જ હાં પાડજો .. ઘરનાવ હા પાડી દે ને તમારુ મન ન માનતુ હોય કે બીજી કોય વાત હોય તો બીન્દાસ્ત કહી દેજો, હું તમારો સપોર્ત કરીસ… તો ઇ ક્યે ‘એવુ તો કાંય ખાસ નથી. મેં કિધુ ‘ઓકે’, હમજી વિચારી ને જવાબ દે જો.. મને તો કોય વાંધો નથી..

પછી એ એતલુ જ બોલી, કે ઘરનાવ કોય બોલસે નય… પણ હું તમને અંધારામાં નય રાખુ, મારા ડાબા હાથ માં જનમ થી જ તકલીફ છે, ધ્રુજ્યા કરે છે ને કોય વસ્તુ હું બરોબર પકડી શક્તી નથી… તમારી પહેલા ત્રણ જણા મને જોય ગયા.. અગેઇન ઘરનાવે એ લોકોને પણ મારી આ વાત કરી નહોતી… ને જેમ તમને કહી એમ જ એ લોકો ને પણ મેં જ કહી હતી.. એ ત્રણેય સોકરાવે ના પાડી દીધી તી પણ મને કોય અફસોસ નોતો … કારણ કે ખોટુ બોલી ને જીંદગીભર ભાર સાથે જીવવુ.. ઇ જામે નય…

બાકી તો મારી ખામી-ખુબી તમે બાર હાંભળી જ હયસે……

અમને સાડા સાત મિનિટ માં જ બહાર આવેલા જોય ને બે ય પક્ષના વડીલો ઘડીક તો ડઘાઇ ગ્યા… નય મેળ આયવો હોય?, એકબીજાને ગયમુ હયસે ? એવા સવાલો એ લોકો ના મોઢા પર દેખાતા તા…

એસ ઇટ ઇસ અમે બૅઠા એતલે મારા ઘરનાવ ઠોંહા મારે.. કેવુ લાયગુ?.. મેં કિધુ ‘હું કેવુ લાયગુ???’ .. તો ક્યે ‘એમ નય.. સોકરી ગયમી?’ .. મે કિધુ ‘હા.. મને તો ગયમી .. પણ ઇ હું ક્યે સે, ઇ જોવાદે’ …

ઓલી ને ય બે ઠોંહા વાયગા ‘તારા થી કાંય ભુલ તો નથી થય ને … એને તું ના ગયમી… આ ચોથી વાર આવુ થાહે ’ વળી તું બોલી ગય.... ઓલી કાંય બોયલા વગર ચુપચાપ બેહી રય …..

પછી મેં ઓલી ને કીધુ ‘ જો તારા ઘરનાવ ને મુક, તારી શું ઇચ્છા છે ઇ કહે… કોઇ ની જબરદસ્તી વગર.. તારી તો હાં છે ને? ….. તારી એ ટુ ઝેડ મેં જોય લીધી …. મને કોય વાંધો નથી.. મારી હાં છે …..

અને એના હોઠૉ પર જે સ્મીત આવ્યુ એ હું કોય દી નય ભુલી શકુ…..ને એ એતલુ જ બોયલી .. ‘હાં.. મને ગમે છે’

સાલી, પછી મને લાઇટ થય કે એના હાથ માં ઓલી ચા ભરેલી થાળી ધ્રુજતી તી કેમ………

નિરવ વ્યાસ

બીજા રસપ્રદ વિકલ્પો