Unchi medi na umcha Mall books and stories free download online pdf in Gujarati

ઉંચી મેડી નાં ઉંચા MALL

ઉંચી મેડી ના ઉંચા MALL

યસ .. આઇ કેન ગેસ (LPG નહીં) કે તમે ખાલી આનુ ટાઇટલ વાંચી સીધુ એમ જ વિચાર્યુ હયશે કે આ કોઇ ગામડા ગામ ના વસ્તારી કુટુંબ ની વારતા હયસે કે કોઇ જમીન મકાન ની વાત હશે … પણ એવુ નથી.. ખેર (અનુપમ) છોડો … હવે વાંચવાનુ શરુ કર્યુ છે તો આગળ વધો …..

ગમ્મે ઇ ક્યો.. પણ મોલ આવી ગ્યા પછી સાલુ રીટેઇલ માં ખરીદી કરવા જાવાનુ મન નથી થાતુ … ભલે ને દહ રુપીયાની કોથમીર ફોદીનો લેવાનો હોય પણ જાવાનુ તો મોલ માં જ …. આ મેન્ટાલીટી મોટેભાગે લેડીઝુ ની હોય છે.

આમાં જેન્ટસુ ઇ પૈસા સિવાય કાંય કાઢી લેવાનુ હોતુ નથી.. પણ મોલ ની હવથી મોટી તકલીફ ઇ હોય છે કે જે બસ્સો તય્ણસો ની ખરીદી રીટેલ માં દસ મિનીટ માં પતી જાય … ઇ જ આંયા દોઢ કલાક કરે.. કારણ સિમ્પલ છે ને એ એક ફાયદો પણ છે કે ઘરે વપરાતી દરેક વસ્તુ આંયા હાજર હોય છે.. અને થોડા ઘણા ભાવ માં પણ ફરક પડે છે .. એટલે યાં ભીડ હોય છે (એમા પચીસ-સત્યાવીસ ટકા મારા જેવા ખાલી ડાફોળીયા મારવા વાળા હોય).. પણ એને કારણે આપણા દેશી રીટેલરો નો ધંધો તુટે છે ને વિદેશીઓ આવા મોલ માર્ટ ખોલી કમાય છે..

… પણ મારા જાત અનુભવ મોલ ના કાંઇક હારા નથી રહ્યા.

એકડે એક થી માંડુ ….. પેલા તો માર્કીટે થી સસ્તામાં લીધેલા શાકભાજી ના થેલા ના બે નાકા બાંધી સામાનઘર માં જમાં કરવાનો, સાલુ.. યાં બે કલાક કાંઇક ડીપોઝીટ કરાવીએ સે તો એકાદુ એક્સ્ટ્રા રીંગણુ બીંગણુ વ્યાજ માં આપતા નથી હોતા, એટલે અંદર રોકાણ કરવુ પડે છે…. પછી એરપોર્ટમાં સિક્યોરીટી ચેકમાં ઘુસણખોરી કરતા હોઇએ એમ ઓલો આપણી હામુ જોતા જોતા (તમારી લોકોની ખબર નથી પણ મારી હામુ ખાસ જોયા જ કરે) ઓલુ મેટલ ડિટેક્ટર ખંભે થી ચાલુ કરી ને ગોઠણ હુધી ફેરવે … રસ્તામાં ખબર નય હું સ્પીડ બ્રેકર આવતા હયશે તી એકાદ બે જગ્યા એ ધીમુ પડે, એકાદ આંટો પર્વતીય વિસ્તારોમાં ય મારી આવે, પણ પાર્સલ માવા સિવાય કાંય શંકાસ્પદ ન મળતા જવા દે ….

હવે દરેક વખતે મને ખબર છે કે એન્ટ્રીગેટ પાંહે પડેલી ટ્રોલી મારે જ લેવાની છે, તો ય યાદ કરાવે “હાલો ટ્રોલી લઇ લ્યો”… પણ જો રવિવાર કે સસ્તા બુધવાર ની મોલ ની ભીડ માં ટ્રોલીનુ ફોરવ્હીલ ડ્રાઇવીંગ ફાવી ગ્યુ તો તમે અમદાવાદ ના એકેય રસ્તા માં પાછા ન પડો … વાઇફુ દ્વારા થતા ટ્રોલી ડ્રાઇવીંગ ના કારણે થતા અકસ્માતો થવાની સંભાવના વધુ રહે છે …. બે ચાર લેડિઝુ ના તો એક્ટીવાની જેમ બેય પગ ફ્લોર પર ઢસડી ને ટ્રોલી ઉભી રાખવાના નિસ્ફળ પ્રયત્નો મેં નજરે જોયા છે (મોલ ના મેનેજર ના સમ, બસ) …પણ RTO વારાવે એકાદ માણહ મોલમાં ઉભો રાખવો જોઇએ, આ ટ્રોલી ડ્રાઇવીંગ સ્કીલ પર ફોરવીલ નુ લાઇસન્સ આપી દેવુ જોઇએ, (કોક તો હા પાડો)… અમારા એક સંબંધીએ મને પુયછુ કે ફોરવીલ ફાવે છે?, ઓફકોર્સ, આના બેઝ પર મેં હા પાડી દીધી તી…..

ટ્રોલી લીધા પછી સીધુ ડાબી બાજુ વળવાનુ … લીસ્ટ ખીસ્સામાં અને સોકરુ તેડી ને ટ્રોલી ચલાવાની, બોર્નવીટા હોર્લીક્સ ના રેક થી ખાંડ સુધી પહોંચો ત્યાં સુધી માં રસ્તે પડતા કપડા, કોસ્મેટીક્સ, સાબુ, શેમ્પુ જેવા કેટલાય સિગ્નલે ગાડી ઉભી રાખવી પડે.. આમાંથી કાંય લેવાનુ હોય પણ શકે અને ના પણ હોય શકે પણ વાઇફ બધા રેક ધ્યાન થી જોવે, અમુક પ્રોડક્ટસ હાથમાં લઇ ને ગોળ ગોળ ફેરવે, ભાવ જોવે, પછી આપણી હામુ જોવે, આપણે ય હામુ જોઇએ એટલે ઇ ટ્રોલી માં નાખી દયે..

આપણે તો ટ્રોલીમાં પડતી એક એક વસ્તુ હાયરે મનમાં સરવાળા જ કરવાના હોય કે ટોટલ સ્કોર કેટલો થ્યો … ઓલી ભલે ને ભગરી ભેંહની બેન હોય પણ રૂપાળા થાવાની વસ્તુ નુ એક અલગ જ બજેટ સંસદમાં પાસ કરાવી જ દેવાનુ …. હાલો, ઉપરવાળા કાનજી ની દયા થી આર્થીક તકલીફ નથી .... પણ, જાવાદો ને લેડીઝુ આ લેખ ડાઉનલોડ પછી કરશે, પહેલા મને ગોતવા નીકળશે…..

એક છે કે ત્યાં સારા સારા મિત્ર બનાવવા લાયક પાત્રો જોવા મળે, પણ એ ય જોવાનો મુડ ના હોય તો મોલ માં બહુ કંટાળૉ આવે .. ઓલી એક એક પ્રોડક્ટે આપણ ને પુછે, આ સારુ છે ને?, આ લઇ લઉ?, બીજુ કાંઇ યાદ આવે છે?, જો, આમા સ્કીમ છે, એક ઉપર એક ફ્રી છે… આપણે તો ઇ પ્રોડક્ટની હામુ જોયા વગર હા પાડી દઇએ કે ‘હા બરોબર છે’, લઇ લે… વળી ટોટલ સ્કોર માં ઍડ કરો..

ઇન શોર્ટ (અહીં ફોટો મુકાય એવી વ્યવસ્થા નથી, બાકી સાબીતી આપત કે શોર્ટ પહેરી ને જ આ લખાયુ છે) ઓછી ખરીદીમાં ટાઇમ બહુ વધારે બગડે છે ….

હું એકલો મોલ માં જાઉ.. તો અગાઉ થી નક્કી જ હોય કે આટઆટલી વસ્તુ લેવાની છે, સ્ટાફ ને પુછી લઉ કે આ વસ્તુ ક્યાં છે, એ વસ્તુઓ લઇ, બીલીંગની લાઇનમાં ને પચીસ મિનીટ માં બહાર …… આવડી આ દોઢ કલાક કરે.

હવે, જે વસ્તુ લેવાની નથી, ઇ પકડી ને જોયે રાખવામાં શું મજા આવે? … અલ્ટીમેટલી ઘણા જેન્ટસ મારા જેવા થોડા કેરલેસ ખરા..

મુળભૂત વસ્તુ મળી જાય એટલે પત્યુ, બ્રાન્ડ નો કોય ખાસ મોહ નહીં , દા.ત. શેમ્પુ લેવાનુ કીધુ હોય તો દુકાનદાર કે મોલ માં સફેદ શર્ટ ને કાળુ પેન્ટ પહેરેલી સોકરી ને જ પુછુ કે શેમ્પુ ક્યુ હારુ સે? (બે તયણ વાર એવુ બની ગયેલુ કે સફેદ શર્ટ ને પુછ્યા પછી એના ફેસ એક્સપ્રેશન જોય ને અંદાજ કાઢ્યો કે આ અહીંની એમ્પ્લોઇ નહીં, કસ્ટમર છે).. પછી એ પહેલુ બતાવે એ લય ને આવતો રહું ને ઘરે એમ કહુ કે આ એક જ મળ્યુ…

વાઇફ તો વારા ફરતી બધી બ્રાન્ડ જોવે, પછી ટીવીમાં લેટેસ્ટ ક્યા મોડેલ ની ઍડ આવે છે .. ઇ યાદ કરે ને ઇ બ્રાન્ડ ઓલી સફેદ શર્ટ પાંહે કઢાવે.

પણ હવ થી વધુ ટાઇમ બગડતો હોય તો કપડા ના સેક્શન માં… હું લીટરલી કંટાળી જાઉ ને એવુ મન થાય કે બીલીંગ ન કરાવેલુ હોય એવી એકાદ ચાદર ગળે વીંટાળી ને એસી ડક્ટ માં ટીંગાય જાઉં (આઇ નો મોલ માં પંખા નથી હોતા)…

કલાકેક ટ્રૉલી ડ્રાઇવીંગ અને સોકરુ તેડી ને આમેય હાથ દુખતા હોય.. યાં કપડા વિભાગ માં ઓલી વીણી વીણી ને કપડા બતાવે, આ સારુ લાગશે… સોકરા ને ઉંધો કરી પીઠ ઉપર ટીસટ મુકી માપ કરે, એકાદુ ટ્રેક પેરાવી ને ય જોઇ લ્યે… મારી મંજુરી મળતા સોકરાના કપડા સીધા ટ્રોલીમાં.. ચલો એ ઠીક સોકરાવ હાટુ જ મહેનત કરીએ છીએ…

પણ, ઘરે આણામાં આવેલા સાડા ત્રણ ડઝન ડ્રેસીસ ધુયળ ખાતા હોય ને આ નવી નવી કુર્તી બતાવ્યા કરે.. આ સારી લાગસે??.... હું તો બધા માં હા જ પાડુ કે વહેલા છુટીએ, પણ એકાદ વાર તો મોઢુ લુછવાનુ નેપકીન બતાવ્યુ, એમાં ય મેં હાં પાડી કે ‘હા..સારી લાગશે’… ખીખીખી, આજે ય ઘરે ઇ નેપકીન જોય ને મને દાંત આવે સે…

પુરી ચાલીસ મીનીટ માત્ર કપડા વિભાગ માં કાઢ્યા પછી, એ રાતે મને સપનામાં ય કુર્તીઓ અને બીજા નાના નાના કપડાઓ સપનામાં આવ્યા કરે છે….

પણ હાં, અનાજ, કઠૉળ, મરી મસાલા ના વિભાગ પુરતી શાંતિ હોય, મારે એમાં ‘હાં આ સારી/સારો/સારુ રહેશે’ એવુ બોલવુ નથી પડતુ, ઇ જાતે જ પસંદગી કરી ટ્રોલીમાં નાખી દે…

આ આખી મોલ યાત્રા માં માંડ એકાદ વાર મને પુછવામાં આવે કે તમારે કાંય નથ લેવુ?, દાઢી કરવાની પતરી કે ટ્યુબ કે પીંછો, દાંતે ઘસવાનુ બ્રસ, ઝીરો નો લેમ્પ, વાસણ ઘસવાનો કુચો, ગુડનાઇટ નું જલાવો ને ફુઉઉ કરો વાળા પુંઠા નુ પેકેટ, પુસ કરો ખુશ રહો નુ રીફીલ પેક, પહેલે ઇસ્તમાલ કરે ફિર વિશ્વાસ કરે નુ પેકેટ… વગેરે વગેરે…

ક્યારેક આગ્રહ પણ કરે, દા.ત. દાઢી કરવાનો પીંછો હવે તો બદલાવો, બે વરહ થી એક નો એક વાપરો સો તે શેઢાળી નાં પીંછા જેવો થય ગ્યો સે….

ક્યાંક જોકી બ્રાન્ડ નું તયણ કે છ નંગ નુ પેકેત દેખાય ગ્યુ તો ઇ ય પુછી લ્યે… હું તો ક્યારેક બીલ ઓછુ કરવા ના પાડી દવ કે ‘મારે તો જે છે ઇ હાલશે, તારે લેવા હોય તો લય લે’…

આમ, એની ને મારી બે ય ની પસંદગી પત્યા પછી, ટ્રોલી લય ને આપણ ને ચાર નંબર ના કાઉન્તર ની લાઇન માં ઉભો રાખી દે…. આગળ કોય AMTS માં રોડ વચારે પંચર પયડુ હોય વાંહે નો ટ્રાફિક હાવ કાચબાની જેમ જાતો હોય એવી ફીલીંગ આવે, જો કે ત્યાં ની જેમ આંયાય આજુબાજુ ના ટ્રેક માં સ્કુટી કે એકાદુ વ્હાઇટ એક્ટીવા હોય એટલે ટાઇમ નીકળે… પણ પેલી આપણ ને લાઇન માં ઉભા રાખી પોતે કાંય્ક યાદ આયવુ હોય ઇ લેવા વય જાય…

આપણી આગળ વારાની આખી ટ્રોલી ફેન્ટા, કેળાની વેફર, થોડા રમકડા, સાવરણી, વંદા મારવાની ચોક (હાવ એટલે હાવ નકામી વસ્તુ સે, વંદા આપણ ને લીટા તાણતા જોય ખાંડ્ના ડબ્બા પાછળ બેઠા બેઠા દાંત કાઢતા હોય સે, મેં નજરે જોયુ છે… તમારા સમ) એવુ બધુ હોય છે… એની બધી કાર્યવાહી પતે એટલે આપણો વારો આવે…

હવે એક તો કાખ માં સોકરુ આગળ વારાવ ના રમકડા જોય દેકારો કરતુ હોય, પાછળ વાળા ની ટ્રોલીમાં થી એકાદુ બીસ્કીટ કે કુરકુરે ઉઠાવી લે.. હવે એને સાચવો કે ઓલા ને ટ્રોલીમાં ની વસ્તુઓ વન બાય વન આપો… ઓલો આપણી છેલ્લી આઇટમ (કાલા હીટ) લાલ લાઇટ માં સ્કેન કરી ને બીલની પટ્ટી કાઢવાની તૈયારી માં હોય ત્યારે જ ક્વિન એલીઝાબેથ ચોથી ની પધરામણી થાય.. ઉભા રીયો, આ ઉમેરો એમ કરી ને કાન સાફ કરવાની સળી નુ પેકેટ આપે…

બીલીંગ થાય પછી આપણું ડેબીટ કાર્ડ સ્ક્રેચ થયા બાદ અઢી હજાર કપાયા નો જે મેસેજ આપણા મોબાઇલ માં એન્ટ્રી મારે.. મારો જીવ ટેક્સ્ટે ટેક્સ્ટે કપાય જાય…રેકોર્ડ છે ઇ મેસેજ મેં કોય દી વાંચ્યો જ નથી… નાહક નુ ટેન્સન લેવુ….

મોલની જ ત્રણ મોટી ઝબલા થેલી ભરી ઉંચકી બહાર જઇ ને એક્ટીવામાં આગળ એક ની ઉપર એક મુકુ, વાંહે વચ્ચે સોકરુ બેહે, એની પાછળ વાઇફ ગોઠવાય ને પછી ઘરે પહોંચી સામાન રસોડામાં મુકી ને સેટી પર આંયખુ બંધ કરી ને આડો પડુ… ત્યારે હાય્શકારો થાય………

બીજા રસપ્રદ વિકલ્પો