પેલી અજાણી છોકરી : ભાગ - 6 Ruchita Gabani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પેલી અજાણી છોકરી : ભાગ - 6

પેલી અજાણી છોકરી

રૂચિતા ગાબાણી


Chapter – 6

એક તરફ આર્યન તેના ઘરેથી નીકળી ગયો હતો સુહાનીને લેવા માટે અને બીજી બાજુ સુહાની વિચારી જ રહી હતી, ”કાશ આર્યન મને લેવા આવે, અને એમ કહે કે ચલને ઘરે, તારા વિના મજા નથી આવતી.” પણ ના એવું ક્યાં કઈ થવાનું હતું. હજી ૬ જ દિવસ થયા હતા, અને દસમાં દિવસે આર્યન લેવા આવાનો હતો.

સુહાની એકલી ઉભી ઉભી વિચારી જ રહી હતી, અને ડોરબેલ વાગી, એટલે તે દરવાજો ખોલવા ગઈ. જોયું તો, સામે સ્માયલ કરતો આર્યન ઉભો હતો. સુહાનીને સુખદ આચકો લાગ્યો.

આર્યન એકધારું બસ સુહાની સામે જ જોયા કરતો હતો, અને સ્માયલ કરી રહ્યો હતો. સુહાનીને સમજાતું નહતું કે આ આર્યનને શું થઈ ગયું ? આમ અચાનક આવવું, અને મારી સામે આમ જોયા કરવું ? શું છે આ બધું ? મમ્મી-પપ્પા હતા એટલે સુહાની કઈ પૂછી પણ નહતી શકતી. સુહાનીને જરાય અણસાર નહતો કે આર્યનના મનમાં શું રંધાઈ રહ્યું હતું.

આર્યન થોડીવાર શાંતિથી બેઠો અને પછી કહ્યું કે તે સુહાનીને લેવા માટે આવ્યો છે. સુહાનીના મમ્મી એ મજાકના સુર માં કહ્યું પણ ખરું, “કેમ બેટા ? બોવ જલ્દી લેવા આવી ગયો. નથી ગમતું કે શું સુહાની વિના ?” બધા હસવા લાગ્યાં અને સુહાની અંદર પોતાનો સામાન પેક કરવા જતી રહી.

સુહાની પોતાની બેગ લઈને આવી એટલે બંનેવ પોતાના ઘરે જવા નીકળી ગયા. કારમાં પણ આર્યન કઈક અજીબ જ બિહેવ કરી રહ્યો હતો. કોઈ ગીત ગણગણતો, ક્યારેક સુહાની સામે જોઈ લેતો, હસતો, થોડું શરમાતો, અને મુંડી હલાવતો. સુહાનીએ પૂછ્યું પણ, “શું થયું ?” આર્યને બસ, “કઈ નહિ.” એમ કહીને પાછો સ્માયલ કરવા લાગ્યો. સુહાનીને જાણવું હતું કે આર્યનને શું થયું છે ? પણ તે તો કશું બોલતો જ નહતો.

ઘરે પહોચ્યા, અને સુહાની એ પોતાના રૂમનો દરવાજો ખોલ્યો. ફરીથી એક આચકો લાગ્યો. શું આ ખરેખર તેનો જ રૂમ હતો ને ? તેને વિશ્વાસ નહતો થતો. કારણકે રૂમનો આખો નકશો જ બદલાઈ ગયો હતો. આખા રૂમમાં કેન્ડલ્સ મુકેલી હતી, બેડ પર ફૂલોની પંખુડીઓ ફેલાવેલી હતી, સુગંધીત પરફયુમથી રૂમ મહેકી રહ્યો હતો, પલંગના સાઈડ ડ્રોઅરની ઉપર એક મોટું ટેડી બેર અને રેડ રોઝીઝ મુકેલા હતા.

આખા રૂમનો નજારો ધ્યાનથી જોયા પછી, તે આર્યન તરફ ફરી, અને જોયું તો આર્યન પોતાના એક ઘુટણ પર બેઠો હતો. સુહાની નો હાથ પોતાના હાથમાં લઈને તે કહેવા લાગ્યો. “આય નો કે તને આ બધું જોઇને નવાઈ લાગી રહી હશે. પણ આજે, મારે તને કઈક કહેવું છે, જે બહુ મહત્વનું છે. અને તું મારી બેસ્ટ ફ્રેન્ડ છે એટલે ઓબ્વિઅસ છે કે હું તને આ વાત કહું. આજે, ભલે મોડેથી જ સહી, મને સમજાયું છે કે, હું તને પ્રેમ કરું છુ. મને એ પણ ખબર પડી ગઈ છે કે પેલી બ્રાઉન આંખોવાળી અને ગ્રીન દુપટ્ટાવાળી તું જ છે. પણ સાચું કહું તો હવે ફરક નથી પડતો. એ ફક્ત મારું આકર્ષણ જ રહ્યું હશે જેને હું પ્રેમ સમજી બેઠો.

પ્રેમ તો એ છે જે હું તને કરું છુ. હું તો હતો જ મુર્ખ એટલે મને ના સમજાયું, પણ તારે મને એક ટપલી મારીને કહેવાય ને કે ડોબા, આને પ્રેમ કહેવાય ખાલી ફ્રેન્ડશીપ નહિ. પ્રેમ તો ખબર નહિ હું તને ક્યારથી કરવા લાગ્યો હોઈશ, પણ પ્રેમ કરું છુ એ વાત મોડેથી જ સહી મને સમજાઈ ગઈ છે. એટલે આમ જોતા સારું જ થયું બધું. તું દુર ગઈ અને તારાવીના રહ્યો એટલે તારી જરૂર શું છે તે સમજાયું. તારી ડાયરી વાચી અને ખબ પડી કે મેં તને કેટલું હર્ટ કર્યું છતા બદલામાં તે ફક્ત મને પ્રેમ જ આપ્યો.

તારું આમ મારી આદતો બગડતા રહેવું, સવારે મને ભાવતો નાસ્તો બનાવવો, ગરમ પાણી રેડી રાખીને મને ઉઠાડવો, હું બીમાર હોઉં ત્યારે મારું ધ્યાન રાખવું, અરે, થોડું માથું દુખતું હોય તોપણ કેટલીય વાર સુધી મારું માથું દબાવ્યા કરવું, મારી બકવાસ સાંભળવી, મારો ગુસ્સો સહન કરવો, હું ઉદાસ હોઉં તો ગમે તે કરીને મને ખુશ કરવો, સમય આવે મને મોટીવેટ કરવો, સપોર્ટ કરવો, આ બધું જ મારે જીવન ભર માણવુ છે. તારા આ હસતા ચહેરાની ચમકમાં જ જીવન વિતાવી દેવું છે. શું તું પણ મને જીવનભર સહન કરવા તય્યાર છે ??”

આ બધું સાંભળીને, સુહાની ખુશી થી રડી રહી હતી. શબ્દો નહતા નીકળી શકતા તેના મો માંથી. તે બસ પ્રેમથી આર્યનની આંખોમાં જોઈ રહી હતી.

“બસ હવે તો હા પાડ જલ્દી, નહીતર મારા ઘુટણમાં દુખાવો થશે તો તારે જ મારી સેવા કરવી પડશે”, આર્યને હસતા હસતા કહ્યું.

સુહાનીએ ડોકું હલાવીને “હા” કહી, એટલે તરત આર્યન ઉભો થયો અને સુહાનીને હગ કરતા, તેના કાનમાં કહ્યું કે, ”આજે, તે ડાયરીમાં લખ્યું છે તેવી રીતે આપણે ફસ્ટ નાઈટ મનાવશું.” આર્યન હસવા લાગ્યો અને સુહાની, “તે મારી ડાયરી કેમ વાચી ?” કહેતા કહેતા આર્યનને મારવા લાગી, પણ આર્યનને હસતા જોઇને તેનાથી પણ હસાઈ ગયું.

---- The End ----