Dikri : Part-2 Krunal Darji દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Dikri : Part-2

દિકરી ભાગ-2

કુમુદબેનના પગ તળેથી તો જાણે જાણે જમીન જ સરકી ગઇ.એ આભા બની સુધા અને સીમા સામે જોવા લાગ્યા.

"આજ થી આઠ વર્ષ પેહલા એક અનાથ આશ્રમમાંથી હું સીમાને મારા દિકરા જયેશ માટે પસંદ કરી લાવી હતી અને તેમા જયેશની પણ મેં રજામંદી લીધી હતી.જયેશના પપ્પાના ગુજરી ગયા બાદ આમપણ જયેશ થોડો છેલબટાઉ અને કેરલેશ થઇ ગયો હતો પણ બીજી કોઇ કુસંગત ના હોવા ના કારણે મને એમ કે લગ્ન બાદ જવાબદારીઓ નુ ભાન થતા એ સુધરશે.લગ્ન બાદ થોડો ટાઇમ બધુ બરોબર ચાલતુ હતુ સીમા જોબ કરતી અને જયેશ પણ સારુ એવુ કમાતો હતો પણ અચાનક એ એવી કુસંગતે ચઢી ગયો કે રોજ ઘરે મોડો આવતો એને ઘરમાં પૈસા આપવાના પણ બંધ કરી દિધા અને ક્યારેક તો એ ચિક્કાર દારુ પી ને સીમા સાથે જીભાજોડી કરતો અને સીમાને નોકરી છોડી દેવાનુ કેહતો.ઘરની આર્થીક પરીસ્થિતી તંગ હોવા ના કારણે ઘર સીમાના પગાર અને જયેશના પપ્પાની થોડીઘણી બચત પર જ ચાલતુ પણ જયેશે ધીમે ધીમે દારુ જુગાર અને બહારની સ્ત્રીઓના સંગ માટે દેવુ કરતો ગયો અને બધુ દેવુ ચુકવવામાં બધી બચત અને સીમાનો પગાર પણ પુરો થઇ જવા માંડ્યો."

સુધાબેને પાણીનો ઘૂંટડો મારી વાત આગળ વધારી " ઘરની પરીસ્થિતી બદથી બદતર થવા લાગી હતી એમાપણ જયેશની રોજ દારુ પી ને સીમાની મારઝુડ કરવી અને સીમાના ચરીત્ર પર શંકા કરી નોકરી છોડવાનુ દબાણ કરવુ.જયેશનો ત્રાસ સતત વધતો ચાલ્યો હતો એમાપણ એક દિવસ તો એને હદ કરી નાખી.એક દિવસ સાંજે સીમાને સાંજે ટ્રાફિકના કારણે ઘરે આવવામાં મોડુ થઇ ગયુ જેના કારણે જયશે સીમા બીજા સાથે બહાર ગઇ હતી એવા આરોપ લગાવી એની સીધી મારઝુડ ચાલુ કરી દિધી અને દારુના નશામાં જયશે સીમાના પેટ પર જોરથી લાત મારી જેના કારણે સીમાના પાંચ મહિના ગર્ભનુ મિસકેરેજ થઇ ગયુ" બોલતા બોલતા સુધાબેનના ગળે ડૂમો બાઝી ગયો. સીમાએ ઉભા થઇ સુધાબેનને ફરી પાણી પીવડાવી ભીની આંખો લુછી સુધાબેનના પડખે બેસી ગઇ.

સુધાબેને પાછી વાત આગળ ધપાવી

"મિસકેરેજનો એટલો મોટો આઘાત લાગ્યા બાદ સીમા સાવ સુનમુન થઇ ગઇ હતી તો પણ જયેશના વર્તનમાં કોઇ જ પરીવર્તનમાં કોઇજ ફરક નહતો પડતો એ તો રોજ પોતાની મસ્તીમાં મસ્ત રેહતો.હું આ બાજુ સીમાને સંભાળવાનો પ્રયત્ન કરતી જેના કારણે એ ધીમેધીમે નોર્મલ થવા લાગી હતી પણ ઇશ્વરે કદાચ અમારી પરીક્ષા લેવાનુ નક્કી કર્યુ હોય એમ એક દિવસ સમાચાર આવ્યા કે જયેશે મકાન ગીરવે મુકી એના પૈસા લઇ કોઇ બાજારુ સ્ત્રી સાથે ભાગી ગયો હતો જેના કારણે લેણદારોની રોજ ઉઘરાણીથી છુટવા અમે એ મકાન વેચી બધાજ લેણદારોના પૈસા ચુકવી અંહી રેહવા આવી ગયા.જ્યાં સુધી પૈસા હતા એ સ્ત્રીએ જયેશ સાથે રહી ને જેવા પૈસા ખુટ્યા એટલે એને છોડી બીજા સાથે ચાલી નીકળી. ચારે બાજુથી ખુવાર થયેલા જયેશને હવે એની પત્ની અને મા યાદ આવી છે કદાચ સીમા એને માફ કરી દે તો પણ હું એને આ જનમમાં તો જયેશને ક્યારેય માફ નહી કરી શકુ."

સુધાબેનની વાત પુરી થતાજ સીમાએ સુધાબેનના ખોળામાં માથુ નાખી કહ્યુ "મમ્મી હું ક્યારેય તમને નહી છોડુ તમે ભલે મને જન્મ નથી આપ્યો પણ મારી મા, મિત્ર, માર્ગદર્શક બની સદાય મારી પડખે ઉભા રહ્યા છો તમે તો મારી હિમ્મત છો."

સુધાબેન અને સિમા ગળે વળગી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા.જેને જોઇ કુમુદબેનની આંખો પણ ભીની થઇ ગઇ બેય મા-દિકરીને લાગણીઓની સરવાણીમાં ભીંજવામાં ખલેલ ના પડે એટલે આંખોના ખૂણા લુછતા લુછતા આજના જમાના માં પણ સાસુ-વહુનો આવો પ્રેમ હોવા બદલ ઉપરવાળાનો પાડ માનતા માનતા પોતના ઘર તરફ રવાના થયા.....!!

-કૃણાલ દરજી