Dikri : Part-1 books and stories free download online pdf in Gujarati

Dikri : Part-1

દિકરી ભાગ-1

રોજની જેમ બાલ્કનીમાં કપડા સુકવતા કુમુદબેનની નજર સામેના બ્લોકના પાર્કિંગ સ્લોટમાં આવીને ઉભેલી ઘરના ફર્નિચરથી લદાયેલી આઇશર ટ્રક પર પડી.ઘરવખરીનો સામાન જોઇ બ્લોકમાં કોઇ નવુ રેહવા આવ્યુ છે એની ખાત્રી તરત કુમુદબેનને થઇ ગઇ પણ રેહવા કોણ આવ્યુ છે એ જાણવાની સ્ત્રીસહજ કુતુહલતાના કારણે દોરી પર કપડા સુકવા નાખી દિધા હોવા છતા કુમુદબેન બાલ્કનીમાં જ ઉભા રહી ગયા.

પાર્કિંગ સ્લોટમાં સામાન ભરેલી આઇશરની પાછળ જ એક રીક્ષા આવીને ઉભી રહી જેમાંથી સાઇઠ પાસઠ વર્ષની એક આધેડ વૃધ્ધા ઉતરી એની સાથે ત્રીસેક વર્ષની ગૌર વર્ણ મધ્યમ કદ કાઠીની પાતળા બાંધાવાળી યુવતી પણ રીક્ષા માંથી ઉતરી.આઇશરની સાથે આવેલા મજુરોને સામન ચઢવાનો નિર્દેશ આપી યુવતી વૃધ્ધા સાથે મકાનનુ તાળુ ખોલવા આગળ વધી ગઇ.

સોસાયટીમાં નવા આવેલા સભ્યોમાં માત્ર બે સ્ત્રીઓ જ હતી અને પુરુષ સભ્ય કેમ દેખાતા નહતા એ વાત જાણવાની ઉત્કંઠા કુમુદબેનને આકુળ વ્યાકુળ કરી રહી હતી પણ રસોઇ બનાવામાં મોડુ થતુ હોવાથી કુમુદબેને બાલ્કનીનો દરવાજો બંધ કરી રસોડામાં રસોઇની ઝડપી તૈયારીમાં ઝંપ લાવ્યુ.

બીજે દિવસે સવારે નિત્યક્રમ મુજબ કપડા સુકવા કુમુદબેન બાલ્કનીમાં આવી ઉભા રહ્યા ત્યાં એમની નજર સામેના બ્લોકમાં નવા રેહવા આવેલા વૃધ્ધા પર પડી જે પોતાની બાલ્કનીમાં થી ઉભા ઉભા નીચે ઉભેલી યુવતીને સાચવીને જવાનો નિર્દેશ આપતા હતા સામે છેડે નીચેથી એ યુવતી

" મમ્મી તમારી બી.પી.ની ગોળી લેવાનુ ના ભૂલતા" કહી વૃધ્ધાને દવા લેવાનુ યાદ કરાવતી હતી.

પર્પલ પંજાબી સુટ વ્હાઇટ દુપટ્ટો,સેથીમાં પુરેલુ સિંદૂર અને ગળામાં મંગળસૂત્ર સાથે એ યુવતી વધુ સોહમણી લાગતી હતી.એક હાથમાં લેધરબેગ અને બીજા હાથ લંચબોક્સ અને એ યુવતી દ્વારા વૃધ્ધાને કરાયેલા "મમ્મી"ના સંબોધનથી કુમુદબેનને યુવતી વૃધ્ધાની દિકરી છે અને જોબ કરે છે એ સમજતા જરાય વાર ના લાગી પણ ઘરમાં પુરુષ સભ્યની ગેરહાજરી અને પરણીત દિકરીનુ આમ મા સાથે રેહવુ એ વાતે કુમુદબેનના મનમાં અનેક પ્રશ્નો ઉભા કરી દિધા અને આ બધી વાતને લઇ એમની સ્ત્રીસહજ જાણવાની ઉત્કંઠા એમેને બેચન બનાવી રહી હતી પણ પછી મનમાં 'આપણે શુ ' કહીને કુમુદબેને પોતાના મનને બીજી દિશામાં વાળવાનો પ્રયત્ન કર્યો.

રોજ સાંજે બ્લોકની નીચે શાકભાજીની લારીએ ભેગી થતી સ્ત્રીઓ માટે નવા રેહવા આવેલા સ્ત્રી સભ્યો ચર્ચા અને જાત જાતના તર્ક લડાવાનો નવો વિષય હતો. કોઇ કેહતુ કે દિકરી સાસરી માંથી ઝઘડીને પાછી આવેલી છે તો કોઇ કેહતુ કે યુવતીનો પતિ એનાથી કંટાળી અંહી મુકી ગયો છે. બધા સ્ત્રીઓની વાત સાંભળી કુમુદબેન સાચી વાતનુ અનુમાન લગાવવાની કોશિષ કરતા રેહતા પણ કોઇ સાચા નિષ્કર્ષ પર ન આવી શકતા.

આ બાજુ સોસાયટીમાં ચાલતી પોતાની વાતોથી અજાણ બેય સ્ત્રીઓ એક મેકની કાળજી લેવામાં વ્યસ્ત હતી.હવે તો કુમુદબેન પણ રોજ સવારે બાલ્કનીમાં ઉભેલા એ વૃધ્ધા સાથે સામસામે સ્મિતની આપ લે કરી લેતા તો ક્યારેક નીચે અચાનક મળી જતી એ યુવતી સાથે પણ હાય હેલ્લો કરી લેતા પણ ખુલીને કાંઇપણ પુછી શકવાની એ હિમ્મત ના કરી શકતા.

રોજના આ ક્રમ પછી કુમુદબેન એ સ્ત્રીઓ સાથે થોડા ખુલી રહ્યા હતા અને હવે વાતચીત પણ થઇ રહી હતી જેના પરથી જાણવા મળ્યુ કે વૃધ્ધાના પતિનુ હ્રદયરોગના હુમલામાં મૃત્યુ થયુ હતુ અને સિમા જે એ યુવતીનુ નામ હતુ એ પ્રાઇવેટ સેક્ટરમાં જોબ કરીને ઘર ચલાવે છે.

એકવાર કુમુદબેને હિમ્મત કરી વૃધ્ધાને પુછી લીધુ કે તમારે કોઇ દિકરો નથી? ત્યારે એ વૃધ્ધાએ થોડા ઉદાસ ભાવ સાથે એક જ શબ્દમાં જવાબ આપ્યો "ના" જેને સાંભળી કુમુદબેન એ વૃધ્ધાની મનોદશા જાણી બીજુ કાંઇ પુછી એમને દુ:ખી ન કરવાના ઇરાદે એ વાતને ત્યાં જ છોડી દિધી.

હવે તો સીમા પણ કુમુદબેન સાથે ભળી ગઇ હતી રવિવારની રજામાંએ કુમુદબેન સાથે વાતોની મેહફિલ જમાવતી અને અલક મલકની વાતો કરી કુમુદબેન અને સુધાબેનને ખુબ હસાવતી. સુધાબેન એટલે એ વૃધ્ધા પણ જ્યારે જ્યારે સુધાબેન એના વિશે કાઇ જાણવાની વાત કરતા ત્યારે સીમા એને સિફતપુર્વક હસવામાં ટાળી દેતી અને કુમુદબેન પણ એને બહુ એ વાતમાટે દબાણ કરવાનુ ટાળતા.હવે એમનુ આ ત્રીદેવીઓનુ બોંડીંગ ઘણુ મજબુત થઇ ગયુ હતુ કુમુદબેન પણ એ બેની કંપનીમાં પોતે નિસંતાન હોવાનુ દુ:ખ ભુલી જતા.

એક દિવસ અચાનક મોડી રાત્રે સીમાના ઘરેથી જોર જોરથી કોઇ પુરુષનો બુમો પાડવાનો અને સીમાનો રડવાનો અવાજ આવતો હતો જેના કારણે કુમુદબેન અચાનક ઉંઘમાં થી ઉઠી ગયા અને સીધા જ સીમાના ઘરે ઉતાવળે પોંહચ્યા. ત્યાં જઇને જોયુ તો એક લાંબા અને મજબુત બાંધાનો યુવક સુધાબેન સાથે તકરાર કરતો હતો.

''એ મારી પત્ની છે એને મારી સાથે આવવુ જ પડશે અને તમે અમારા અંગત મામલામાં દખલ ના કરો" એ યુવક સુધાબેન સામે ગુસ્સાથી બોલ્યો.

"એ તારી પત્ની છે એ વાત તને અત્યારે યાદ આવી અત્યાર સુધી ક્યાં મરી ગયો હતો જ્યારે તાર પત્નીને રઝળતી મુકીને જતો રહ્યો હતો" સુધાબેને પણ પુરા આક્રોશ સાથે એ યુવકની આંખમાં આંખ પોરવીને જવાબ આપ્યો.

"હું પણ જોઇ લઇશ કોર્ટના ધક્કા ખાવા તૈયાર રેહજો" ગુસ્સામાં પગ પછાડતો યુવક ધમકી આપી ઘરમાંથી ચાલ્યો ગયો.

આ બાજુ કુમુદબેન સુધાબેનને ગળે વળગી રડતી સીમાને સાંત્વના આપવાનો પ્રયત્ન કરતા હતા.થોડીવાર રહી બધુ શાંત પડ્યુ ત્યારે કુમુદબેને સુધાબેનને એક ખુણામાં લઇ જઇ સમજાવાનો પ્રયત્ન કરવા લાગ્યા.....

"જુઓ! સુધાબેન તમને ખોટુ ના લાગે તો એકવાત કહુ જે ઘણા દિવસથી મારા મનમાં છે"

"હા કહો ને" સુધાબેન બોલ્યા.

"મને ખબર છે આ તમારા ઘરનો અંગત મામલો છે પણ એક પાડોશી અને હિતેચ્છુ હોવાના નાતે કહુ છુ કે આ આજે જે ઝઘડો કરતો હતો એ યુવક તમરો જમાઇ હતો એ હું સમજી ગઇ છુ પણ આમ દિકરીને ક્યાં સુધી ઘરમાં બેસાડી રાખશો? દિકરી તો પારકુ ધન કેહવાય અને એ સાસરે જ શોભે.માન્યુ કે બે માણસ વચ્ચે ઝઘડો કે મતભેદ હોય પણ આપણે માવતર થઇ આપણા સ્વાર્થ ખાતર આમ દિકરીને ઘરે બેસાડી રાખવી કેટલુ યોગ્ય કેહવાય? મારે કેહવાનો હક તો નથી પણ તમારે તમારી દિકરીનુ સુખ જોવુ જોઇએ ના કે તમારા ઘડપણનો સહારો." કુમુદબેન એકીશ્વાસે બધુ બોલી ગયા અને સુધાબેનનુ સામે જોવા લાગ્યા.

સુધાબેન પણ એક લાંબા મૌન બાદ માત્ર એક જ વાક્ય બોલ્યા "એ મારો જમાઇ નહતો એ મારા પેટનો જણેલો દિકરો હતો."

બીજા રસપ્રદ વિકલ્પો