Love Junction
Part-03
By.Parth J. Ghelani
j. ghelani
કવર પેજ આ રાખવાનુ છે
Dedicated to
My parents and my family
Disclaimer
ALL CHARECTERS AND EVENT DEPICTED IN THIS STORY IS FICTITIOUS.
ANY SIMILARITY ANY PERSON LIVING OR DEAD IS MEARLY COINCIDENCE.
આ વાર્તા અને તેના દરેક પાત્ર કાલ્પનિક છે,તથા કોઈ પણ જીવિત અથવા મૃત વ્યક્તિ સાથે તેઓનો કોઈ સંબંધ નથી.અને અમારો મુખ્ય ઉદેશ્ય દર્શકો ને મનોરંજન પૂરું પાડવાનો છે.
આગળ જોયુ..
ખુશી ,અજય ના પ્રેમ તરફ થી મળેલા પ્રપોઝલ નો સ્વીકાર કરે છે,ત્યારબાદ તેઓ બધા ચોપાટી પર જઈને બેસવા જાય છે અને ત્યાંથી છુટ્ટા પડીને બધા પોતપોતાના ઘરે જાય છે અને પછી પ્રેમ અને આરોહી ની ફેસબુક પર ફરીથી વાતચીત થાય છે અને..કેયુર ને પ્રિયા અને પ્રિયા ને બ્રિજેશ પ્રપોઝ કરે છે અને....
હવે આગળ,
કેયુર અને પ્રિયા,શાંત જ બેઠા હતા બંને માંથી કોઈ પણ બોલી શકે તેવી હાલત માં ના હતા અને બોલે તો પણ શું બોલે ??અમે બધા લોકો એમજ શાંત બેઠા હતા એટલા માં વેઈટરે આવીને ટેબલ પર ના શાંત વાતાવરણ માં ખલેલ પહોંચાડ્યું અને અમે મંગાવેલી વસ્તુ ઓ ટેબલ પર રાખતા રાખતા બોલ્યો,એન્જોય ઇટ....
જેવો અમારો ઓર્ડર આવ્યો અને હું તરત જ બોલ્યો મિત્રો,હવે મારાથી રહેવાતું નથી મને તો મરઘાતોડ ભુખ લાગી છે અને તમે બધા શાને આમ એકમેક ની આંખો માં આંખ પરોવીને બેઠા છો,ચલો જલ્દી થી જમવાનું શરુ કરો..
હવે મને પણ ભુખ લાગી છે અજય પિત્ઝા પ્રિયા ની તરફ આગળ તરફ કરતા બોલ્યો.કારણ કે પિત્ઝા પ્રિયા ની ફેવરીટ છે.પરંતુ હજુ સુધી કેયુર તો ચુપ જ હતો પરંતુ બ્રિજેશ પ્રિયા તરફ જોઈને બોલ્યો,
હમણાં મારે તારો જવાબ નથી જોતો.તુ શાંતિ થી વિચાર કર અને પછી મને વાત કરજે કે તારો શું વિચાર છે.ઓકે અને અમે બધા એ જમવાનું શરુ કર્યું અને જમીને પછી આઈસ્ક્રીમ ખાઈને છુટા પડ્યા.
બીજે દિવસે દરરોજ ની જેમ ફરીથી ઓફીસ મારા સમય પર પંહોચી ગયો અને બધાને જ ગુડ મોર્નિંગ ની વિશ્ કરીને હું મારા ડેસ્ક પર જઈને કામ પર ગોઠવાઈ ગયો.લંચ સમય પર બધા ટેબલ પર ગોઠવાઈ ગયા અને લંચ શરુ કર્યું અને જેવું લંચ પૂરું થયું કે પ્રિયા મારા પાસે આવીને બેસી ગઈ.
પ્રેમ,પ્રિયા બોલી
હાં,બોલ.હું બોલ્યો
મારી હાલત તો યાર સેન્ડવીચ જેવી થઇ ગઈ.હું મુંજવણ માં છુ કે હવે શું કરવું?? પ્રિયા બોલી
અરે,યાર તેમાં ટેન્શન ના લેવાનું હોય.મેં પ્રિયા ને કીધું
તો??તો શું કરું??પ્રિયા મુંજાઇને બોલી
ફોલો યોર હર્ટ.મેં જવાબ આપ્યો
મતલબ??તે ફરીથી બોલી
મતલબ કે ,તુમ ક્યાં ચાહતી હો?,તુમ્હારા દિલ ક્યાં ચાહતા હૈ??અબ તુમ વહી કરોગી જો તુંમાંહરા દિલ ચાહેગા,સમજી??મેં પ્રિયા ને કીધું
તને તો ખબર જ છે.કે હું શું ઈચ્છું છુ.પ્રિયા બોલી
બસ ,તો તો પછી પ્રોબ્લેમ જ સોલ્વ થઇ ગયો.મેં તેણી ને કીધું
પણ.પણ મારા માં બ્રિજેશ ને ના પાડવાની હિંમત નથી.અને જો ના કહીશ તો તેને ખરાબ લાગશે તો??પ્રિયા ફરી મુંજાઇને બોલી
જો,એ તારો બેસ્ટ ફ્રેન્ડ્સ હશે,અને જો એ તને પસંદ કરતો હશે તો, એ તારી પરિસ્થિતિ જરૂર થી સમજશે.સમજી??મેં પ્રિયા ને કીધુ
તો,હવે હું શું કરું??પ્રિયા એ મને પૂછ્યું
એક કામ કર,આજે ઓફીસ પર થી રજા પડે એટલે તુ,બ્રિજેશ અને કેયુર ને મળીને બધી વાત કરીદે.મેં કહ્યું
પણ,મને ડર લાગે છે.અને મારા તરફ જોઈને બોલી એક કામ કર તુ પણ મારી સાથે આવ.
ઓકે,તો આજે ઓફીસ પર થી સીધા જ અઠવાગેટ ચોપાટી પર જઈએ.મેં પ્રિયા ને કીધુ અને સાથે સાથે એ પણ કીધું કે બ્રિજેશ ને ફોન કરીને સાંજે ત્યાં બોલાવી લે જે.
ઓકે.પ્રિયા બોલી
લંચ નો સમય પુરો થઇ ગયો હોવાથી અમે બધા ફરી થી કામ પર ગોઠવાઈ ગયા.
સાંજ ના ૬:૦૦ વાગ્યા એટલે દરરોજ ની જેમ અમે ઓફીસ થી બહાર નીકળીને ઉભા હતા અને થોડી વાતચીત કરીને છુટ્ટા પડ્યા,અને હું કેયુર અને પ્રિયા અઠવાગેટ તરફ આગળ વધ્યા.
ચોપાટી પર પંહોચીને કેયુરે બ્રિજેશ ને ફોન કરીને પૂછ્યું અને બ્રિજેશ જ્યાં હતો ત્યાં ગયા.
ગુડ ઈવનીંગ,બ્રિજેશ તેની તરફ જઈને તરત જ હું બોલ્યો.અને તે પણ સામે બોલ્યો,અને અમે બધા ત્યાં જ જઈને બેસી ગયા.પરંતુ આગળ ની પાંચ મીનીટ સુધી ફરીથી વાતાવરણ શાંત થઇ ગયું..હતું એટલે મેં પ્રિયા તરફ આંખ થી ઈશારો કરીને બ્રિજેશ સાથે વાત કરવાની સલાહ આપી.
બ્રિજેશ,પ્રિયા બોલી
હં, બોલ શું પ્રિયા?? બ્રિજેશ પ્રિયા તરફ જોઈને બોલ્યો
તારું થોડું કામ છે.પ્લીઝ બે મીનીટ પ્રિયા ઉભા થતા થતા થોડી દુર જઈને ઉભી રહી અને બ્રિજેશ પણ તેની પાસે જઈને ઉભો રહ્યો.અને બોલ્યો,
બોલ પ્રિયા.
પ્લીઝ,યાર ખોટું ના લગાડતો પણ....
પણ શું??હજુ પ્રિયા બોલતી જ હતી ત્યાં જ વચ્ચે બ્રિજેશ બોલ્યો
બ્રિજેશ આઈ ડોન્ટ વોન્ટ ટુ હર્ટ યુ,
પરતું શું??બ્રિજેશ ફરીવાર પ્રિયા ને અટકાવતા વચ્ચે બોલ્યો
સોરી,બટ આઈ કાન્ટ એક્સેપ્ટ યોર પ્રપોઝલ... પ્રિયા બોલી
એક મીનીટ પછી બ્રિજેશ થોડા ઉદાસ થઈને બોલ્યો,કોઈ કારણ
સોરી,યાર કારણ કે હું,તને મારો એક સૌથી સારો મિત્ર જ ગણું છુ. પ્રિયા બોલી
એવું જ છે કે પછી કોઈ બીજો મળી ગયો છે,બ્રિજેશ પોતાના નેણ ઉંચા કરી ને થોડી સ્માઈલ સાથે બોલ્યો.
ના,એવું કઈ જ નથી.પ્રિયા બોલી
અરે,હમણા તે મને કીધું કે હું તારો સૌથી સારો મિત્ર છુ અને હવે આ મિત્ર થી વાત પણ છુપાવે છે.બ્રિજેશ એ પ્રિયા ને કીધું
મને કે તો હું તારી કઈ હેલ્પ કરું,પ્લીઝ યાર બોલ બ્રિજેશ ફરી બોલ્યો
I love keyur, પ્રિયા એટલું બોલીને જ અટકી ગઈ
અને એ તને.સરસ તમે બંને એ થઈને આં વાત મારા થી છુપાવી એમ ને?,બ્રિજેશ થોડી નારાઝગી સાથે બોલ્યો
ના,ખબર નહી.પ્રિયા બોલી
કેમ??તે કેયુર ને વાત જ નથી કરી??બ્રીજેશે પૂછ્યું
ના,વાત મેં તેને કરી છે પણ તેણે મને હજુ સુધી જવાબ જ નથી આપ્યો,પ્રિયા એ કીધું
ક્યારે??વાત કરી તે કેયુર ને?બ્રીજેશે ફરી પૂછ્યું
ગઈ કાલે ,આપણે લોકો જયારે ડીનર લેવા માટે ગયેલા ને ત્યાં જયારે તુ વોશરૂમ માં ગયેલો ત્યારે જ મેં કેયુર ને પ્રપોઝ કર્યું હતું.પ્રિયા બોલી
ઓહ્હ તેરી...બ્રિજેશ ના મોઢામાંથી એટલું સાંભળતા જ બોલી જવાયું
બાય ધ વે,ગુડ ચોઈસ પ્રિયા.બ્રિજેશ બોલ્યો
થેન્ક્સ, અને સોરી યાર.પ્રિયા બોલી
બસ હવે,યાર એક તો બેસ્ટ ફ્રેન્ડપણ બોલે છે સાથે સાથે સોરી અને થેન્ક્સ પણ બોલે છે.બ્રિજેશ બોલ્યો
પરંતુ મને અંદર થી દુખ લાગે છે,યાર.પ્રિયા બોલી
દુખી જોવા માટે મેં તને પ્રેમ નહી કરેલો,પરંતુ તને દુનિયા ની બધી ખુશી આપી શકું એટલે તને પ્રેમ કરેલો અને હવે તુ મારા લીધે જ દુખી થાય એમ થોડું ચાલે.બ્રિજેશ બોલ્યો
અને ફરી બોલ્યો,હવે તો તારી ખુશી તને આપીને જ જઈશ,તારા માટે મારા તરફ થી ફ્રેન્ડશીપ ડે ની બીજી ગીફ્ટ માં કેયુર.
છેલ્લી વાર ,થેન્ક્સ,અને હવે નહી બોલું ક્યારેય ઓકે.પ્રિયા બોલી અને ત્યારબાદ એ બંને હું અને કેયુર બેઠા હતા ત્યાં પાછા આવ્યા.
હેલ્લો,કેયુર હવે બોલ તારો શું જવાબ છે???બ્રીજેશે આવીને તરત જ કેયુર ને પૂછ્યું
શેના માટે???કેયુર ને ખબર હતી કે બ્રિજેશ શેના વિષે પૂછતો હતો તેમ છતા અજાણ્યો બની ને બોલ્યો.
કેયુર,તને પણ ખબર છે હું શેના વિષે પુછુ છુ.તેમ છતાં એક વાર ફરી બોલું છુ.કે કાલે પ્રિયા એ તને કઈ પૂછેલું અને હજુ સુધી તેનો જવાબ તે નથી આપ્યો.બ્રિજેશ બોલ્યો
હાં,ભાઈ હવે જલ્દી થી બોલી દે.મારા થી હવે ના રહેવાયું એટલે હું પણ બોલ્યો
આઈ લવ યુ.કેયુર પ્રિયા બોલી
બટ,આઈ ડોન્ટ.કેયુર બીજી તરફ ફરી ને બોલ્યો
ઓય્ય,આ તરફ જોઈ ને બોલ અમને ખબર છે કે તુ કેટલો સરસ અભિનેતા છે.જુઠા તારા ચેહરા પર બધું જ સાફ સાફ દેખાય છે.બ્રિજેશ બોલ્યો
સોરી,પ્રિયા પરંતુ...
હમારી દોસ્તી કી કસમ??બ્રિજેશ કેયુર ને વચ્ચે અટકાવતા જ બોલ્યો
શું?કેયુર બોલ્યો
સમજીને બોલજે કેયુર,કારણ કે આજ તુ ખોટી કસમ લેવાનો હોય તો આ દોસ્ત ને ભૂલી જજે.બ્રિજેશ ઈમોશનલ થઈને બોલ્યો
અને એટલું સાંભળતા જ કેયુર બ્રિજેશ ને ગળે વળગી પડ્યો.અને તેની આંખ માંથી આંસુ નીકળી ગયા.
બસ,મેરે શેર તુ ક્યારથી રોવા લાગ્યો.બ્રિજેશ કેયુર થી છુટા પડતા પડતા બોલ્યો.
અને ત્યારબાદ કેયુર પ્રિયા તરફ જોઈને તેના બંને હાથ ને પહોળા કર્યા અને તરત જ પ્રિયા એ કેયુર ની બાહો માં સમાઈ ગઈ.
I love you, so much more then me.કેયુર બોલ્યો
I love you,પ્રિયા ફરી બોલી અને બંને ના લીપ ને આગળ ની એક મીનીટ માટે લોકક લાગી ગયા...
કેયુર,આજ થી પ્રિયા તારી અને તેની બધી જ જવાબદારી તારી અને હા,મને તેની આંખ માં ક્યારેય આંસુ ના જોઈએ સમજ્યો??બ્રિજેશ હસતા હસતા બોલ્યો અને તે ત્રણેય ફરી એક વાર એક જ સાથે ગળે લાગ્યા.
મેં એ ત્રણેય ની બેસ્ટ મોમેન્ટ મારા ફોન ના કેમેરા માં કેપ્ચર(કેદ) કરી લીધી.ત્યારબાદ બ્રિજેશ મને પણ ગળે લાગ્યો.અમે બધા ત્યાંથી બહાર નીકળ્યા અને નાસ્તો કર્યો અને છુટ્ટા પડતા હતા અને બ્રિજેશ બોલ્યો પ્રેમ હવે ફરી આવતા વર્ષે મળીશું.
કેમ?મેં પૂછ્યું
બસ,મારી રજા ઓ પૂરી થઇ ગઈ છે.અને કાલે સવારે જ મારે બેંગલોર જવાનું છે.બ્રિજેશ બોલ્યો
તે બાજુ ભૂલ થી આવવાનું થાય તો આ ફેન્ડ ને મળ્યા વગર ત્યાં થી પાછો ના આવતો.બ્રિજેશ એ મને કીધું
સ્યોર,ચોક્કસ.મેં કીધું અને અમે બધા છુટા પડ્યા.
સાંજે ઘરે જઈને ફ્રેશ થઈને જમી લીધું અને પછી તરત જ મેં મારા લેપટોપ માં જઈને ફેસબુક ઓપન કર્યું,કારણ કે શનિવારે રાત્રે મેસેજ કર્યા પછી મેં ઓપન જ નહી કરેલું.અને જોયું તો તેમાં બે મેસેજ આવેલા હતા અને એ બંને મેસેજ આરોહી જ હતા,
સેમ ટુ યુ.
અને સોરી શા માટે??
આ બંને મેસેજ વાંચી ને તરત જ મેં રિપ્લાય કર્યો,કારણ કે તે ઓનલાઈન જ હતી.
અરે કઈ નહી,છેલ્લે વાત થયેલી ત્યારે મેં તમને સેક્સી અને હોટ કીધેલુ કે નહી,ત્યારબાદ તારો મેસેજ પાંચ મીનીટ પછી આવ્યો અને એ પણ “બાય” નો એટલે મને એમ લાગ્યું કે તને ખોટું લાગી ગયું હશે.એટલે સોરી કીધું.
ઓહ્હ!!!! એવું એમ ને?તેનો રિપ્લાય પણ તરતજ આવ્યો.
હાસ્તો.મેં કીધું
યાર તુ પણ, અરે મેં ગ્રેજ્યુએશન કરેલું છે અને તે પણ ભણવા ખાતીર ભણી હોય એવું નથી.હું આવા સમાજ ના રૂઢીચુસ્ત નિયમો ને નથી માનતી ઓકે.અને તમે પણ મને આવી નેરો માઈનડેડ છોકરી કેમ સમજી લીધી???ગ્રો અપ મેન.ગ્રો અપ આરોહી નો રિપ્લાય આવ્યો.
ઓકે,સોરી બાબા.હવે નહી સમજુ બસ.મેં કીધું
ઈટ્સ ઓકે.તેણી નો રિપ્લાય આવ્યો
પરંતુ તે દિવસે તમે થોડો વેઈટ કરાવી ને બાય કીધું એટલે મને એવું લાગ્યું.મેં આરોહી ને મેસેજ કર્યો.
તે દિવસે રવિવાર હતો એટલે મારા ઘર પર મેહમાન આવેલા એટલે ઓફલાઇન થઇ ગયેલી સમજે.આરોહી નો રિપ્લાય આવ્યો
ઓકે,બોલો બીજું??શું કર્યું આ ફ્રેન્ડશીપ ડે પર??મેં પૂછ્યું
કઈ,નહી મારા કોલેજ ના મિત્રો સાથે સેલીબ્રેટ કર્યો અને તમે??તેણે મને રિપ્લાય આપ્યો
સેમ,હું મારા ઓફીસ ના મિત્રો સાથે હતો પુરો દિવસ.મેં પણ કીધું
એક વાત પુછુ??આરોહી ઉત્સાહ સાથે મને પૂછ્યું
સ્યોર,પૂછો મેરે આકા..મેં પણ સામે ફોર્મ માં આવીને રિપ્લાય કર્યો
આ,તમારી ફેસબુક પર જે બર્થ ડેટ બતાવે છે એ સાચી છે કે પછી...???તેણે પૂછ્યું
અરે,યાર સાચી જ ઓય ને તુ પણ.એવું કેમ લાગ્યું કે આં ખોટી છે??મેં પૂછ્યું
અરે,મને એમ કે તમે મારી બર્થ ડેટ જોઈને તમારી બદલી નાખી હશે.તેણી નો રિપ્લાય આવ્યો
પણ હું શા માટે એવું કરું??બોલો મેં પૂછ્યું
કઈ કહેવાય નહી,મને ઈમ્પ્રેસ કરવાના ચક્કર માં કર્યું હોય.તેણી એ કીધું
ઓહ્હ તો,તમે મારી ડેટ જોઈને એટલે તમારી ડેટ બદલી નાખી છે એમ ને??અને હા મારા એટલા પણ ખરાબ દિવસો નથી આવ્યા કે.મેં રિપ્લાય કર્યો
ઓહ્હ હેલ્લો,તો પછી તે દિવસે સેક્સી ને હોટ કેમ કીધેલું??અને મને પણ તમને ઇન્પ્રેસ કરવાનો શોખ નથી.સમજ્યા??આરોહી નો રિપ્લાય આવ્યો.
અરે,એ ભૂલ થી આવી ગયું હશે.મેં પણ કીધું
પણ,આ જાણી જોઈને કરેલી ભૂલ હતી.તેનું શું??બોલો તેણી નો રિપ્લાય આવ્યો..
અને,તમે પણ મઝા લઇ લીધી આવુ સાંભળીને કે,સાલું કોઈ તો છે જે મને સેક્સી અને હોટ સમજે છે.કેમ સાચું ને??મેં પણ કીધું
અરે,મેં તો બચપન સે હી હું હોટ અને સેક્સી,ઇસમેં નયા ક્યાં હૈ.તેનો પણ એટ્ટીટ્યુડ ભરેલો જવાબ આવ્યો.
બસ,કર અબ મેરી માં મુજે પતા ચાલ ગયા કે તુ હૈ,ખુશ.મેં પણ કીધું
આરોહી,શું આપણે લોકો વોટ્સેપ પર વાત કરી શકીએ??મેં પૂછ્યું
પરંતુ આં માં શું પ્રોબ્લેમ છે??આરોહી એ મને પૂછ્યું
કઈ નહી,પણ બસ એમજ.મેં પણ આવો રિપ્લાય કરી દીધો
જરૂર પડશે ત્યારે આપણે લોકો વોટ્સેપ પર વાત કરીશું ઓકે.પણ હમણા તો મને ફેસબુક પર મઝા આવે છે.કારણ કે આપણે બંને અહીં લાંબા સમયે વાત કરીએ છીએ એટલે જ દરેક વખતે વાત કરવાની મઝા આવે છે,જયારે વોટ્સેપ પર દરરોએ જ વાત ના કરવી હોય તો પણ થઇ જ જાય અને તેથી વાતચીત માં રસ ઓછો થઇ જાય એ હું નથી ઈચ્છતી.આરોહી નો રિપ્લાય આવ્યો
વાત,તો સાચી છે.મેં કીધું
અને વચ્ચે જે પાંચ-સાત દિવસ મળે તેમાં આપણે લીસ્ટ બનાવી રાખવાનું કે,હવે ની ફેસબુક મુલાકાત પર મારે કઈ વાત કરવી.સમજ્યા??આરોહી એ પૂછ્યું
ઓકે,તો એક સવાલ નો જવાબ આપીશ મને??મેં પૂછ્યું
બોલો??તેણે પણ કીધું
આ રહ્યો મારી આ મુલાકાત નો સવાલ,
અરે,આપણ ને ક્યારે ખબર પડે મને કોઈ ની સાથે પ્રેમ થઇ ગયો છે???મેં આરોહી ને પૂછ્યું
અરે,પણ શું થયું કે અચાનક જ આવો સવાલ ??તેણે પૂછ્યું
મારા મન માં તો કેટલાય દિવસ થી આ સવાલ છે,પણ પુછુ કોને તે વિચારતો હતો એટલે આજે તમને જ પૂછી લીધો.મેં સમો રિપ્લાય કર્યો
સોરી,પણ મને પણ નથી ખબર.કારણ કે મેં આજ સુધી કોઈને પ્રેમ જ નથી કર્યો.તેણી નો રિપ્લાય આવ્યો
અરે,જે કઈ પણ ખબર હોય એ કહો ને મને.મેં કીધું
પણ તમને કોની સાથે પ્રેમ થઇ ગયો છે એ તો બોલો પેલા.આરોહી એ મને પૂછ્યું
અરે,થયો નથી.પણ લાગે છે થવાની તૈયારી મા છે.મેં કીધું
ઓહ્હો!!!પણ કોની સાથે પ્રેમ થઇ ગયો??એ તો કહો.તેણે મને પૂછ્યું
છે,એક છોકરી.મેં કીધું
પણ કોણ??ફરી તેણે પૂછ્યું
તું વિચાર??મેં કીધું
એવું બધું મને ના આવડે.તું જ બોલી દે ને.આરોહી નો રિપ્લાય આવ્યો
અરે,પણ ટ્રાય તો કર.મેં ફરી કીધું
ના,મારે ટ્રાય નથી કરવી,ઓકે.જે કઈ હોય એ મને ડાયરેક્ટ જ કહી દે.આરોહી નો રિપ્લાય આપ્યો.
ઓકે,તો તુ રેડી છે બોલ??મેં આરોહી ને રિપ્લાય આપ્યો
શેના માટે???આરોહી નો રિપ્લાય આવ્યો
ઓહ્હ,તો હવે એ પણ મારે જ કહેવાનું??મેં પૂછ્યું
હમ્મ્મ્મ.તેણી નો રિપ્લાય આવ્યો
અરે,યાર તું પણ કમાલ કરે છો,તું જ તો પૂછે છો અને તને જ નથી ખબર??મેં પણ તેણે કીધું
હાં,પણ શેના માટે રેડી???ફરી આરોહી એ પૂછ્યું
તો હવે હું ડાયરેક્ટ જ પુછુ છુ ઓકે.મેં કીધું
અરે,હા તું હવે જલ્દી બોલ
Love,માટે.મેં કીધું
Aarohi is typing……….
તો મિત્રો,શું લાગે છે તમને આરોહી,પ્રેમ ના આ પ્રેમ ના એકરાર નો સ્વીકાર આરોહી કરશે??પ્રેમ અજય અને પ્રિયા ના પ્રેમ પ્રકરણ માં તો સફળ થઇ ચુક્યો છે પરંતુ શું તે પોતાના જ પ્રેમ પ્રકરણ માં સફળ થશે???મિત્રો સવાલો તો ઘણાય બધા છે.પરંતુ તમારા બધા જ સવાલો ના જવાબ મેળવવા માટે વાંચતા રહો love junction…….અને હા,મિત્રો તમે મને લવ જંકશન વાંચી ને તેના પર સારા કે ખરાબ ફીડબેક આપવાનું ભૂલતા નહી...
મિત્રો તમને અહીં દરેક સ્ટોરી ના અંત માં એક સવાલ પૂછવામાં આવશે જેનો જવાબ તમારે આપવાનો છે,અને આ રહ્યો આજ નો સવાલ,
સવાલ :મિત્રો આપણ ને ખરેખર ક્યારે ખબર પડે કે હું તેના કે તેણી ના પ્રેમ માં છુ????
તમે આ સવાલ નો જવાબ અને તમારા ફીડબેક,matrubharti app પર પણ આપી શકો છો તથા,
facebook.com/parth j ghelani ,
,
,
instagram.com/parth_ghelani95
પર મોકલી શકો છો....