Zarnu bhag 2 books and stories free download online pdf in Gujarati

Zarnu bhag 2

ઝરણું

ઃ લેખક :

ભરત વાઘેલા

{Big - 2}

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

શિખર પર રટતો હતો,બેસીને તું હરિ નામ,

તળેટીમાં કરતું હતું, મૂરખ ! મન તેનું કામ.!!

ભૂલોમાં ભટકતો ગયો,ફરયો બહુ તું ગુમાનમાં,

જિંદગી રહી ઘેનમાં બહુ,બસમજ્યો નહિ શાનમાં.!!..

સરકસમાં આવ્યો હું કેવો કે, બસ !

પાત્રો નિત નવા મળ્યા જ કરે ,!!.

આ તારી વેદના બની ગઈ

નાસૂર આખી જિંદગી

મારા મૃત્યુ પછી જરા

મલમ તો લગાવી જાજે.!!

આવ તને કહું ! ગયો હતો મારા બાળપણે,!

હાથ હતો મારો તારા હાથમાં ને ક્યાં યુવાની આવી ?

બેઠો હતો તારી વાટમાં,!

અધર પર મૂકી તર્જની,

ને દીધો સાદ કોઈએ,..!!

તારા આવવાના પગરવ સંભળાયા..!!!

હમેશા મને જમતા હેડકી આવે કેમ ?

એ ક્ષણે તારો એક જ પ્રશ્ન,એમણે જમી લીધું હશે ?

બધા જ વિખેરાયેલા સ્વપ્નો પર

પહેલી મુલાકાતની યાદ આવે,

ને સ્મરણો જાગી ઉઠે

તેવો મીઠો તારો સ્પર્શ..!!

ફરું છું તારી યાદમાં ને કેમ તું ન દેખાય,!

ખબર નહિ વિરહ ને ,તેમાં જગનો કાઈ વાંક ?

માન્યું હતું કે વિરહમાં,વધે પ્રેમ અપાર એવો કે ?

સમજાયું જોઈ તમને, કે કેમ ? પ્રેમ કરતા હશે..!!

જાણ્યું જગે એમ કે તે ધરે છે ધ્યાન,!

અણસાર ક્યાં મીનને બની એનું ભોજન.!!

સ્વાર્થની ભાગદોડમાં જોતો હતો બધું જ હું,

આતો મારી અપેક્ષઓ યાદ આવી,ને ઉભો હતો હું..

તમને કેમ ખબર કે ? હું ભૂલતો હતો જાત ને,!?

આતો તમે આવ્યા ને, પ્રેમનું થયું ભાન જોને.!!

આતો મળીને સમજાયું કેમ રડતા નથી,?

પ્રેમ પહેલા આંખોમાં સાગર ભરેલો હતો .!!

આપે કોઈ ઇનામ મને,અદભૂત ’ પ્રેમની’ વ્યથા માટે,

આખો ભીંજાય જાય ને,હૈયું હરખાઈ કહે પ્રથમ ‘‘એકરાર તેનો‘‘..

જો જે આ ક્રમ ન બની રહે

વાસ્તવમાં જીવનભર

બસ ! તમારા સોગન,!!

આમ જ ખોટા સોગન ખાવાનો.!!!...

ભાણેય દુખ જો રંકને તાજા રાખે છે સંસ્કાર

નીદરે પણ છે સુખ તોય ભૂલાય છે સંસ્કાર.!!

આવ્યા તમે એ યાદને દિવસો વહી ગયા,

સ્મરણેય શબ્દો કેમ યાદ કરાય છે સંસ્કાર.!!

વસ્ત્રોની ચમક હેમના તે હારડા લટકાય,

સંતોષ વિનાય નિત શરમાય છે સંસ્કાર.!!

નથી આગવી કોઈ ઓળખ એમની પણ,

વાણીમાં વિવેક સાચા સમજાય છે સંસ્કાર.!!

ઘડતર જનનીનું ગુંજતું થઇ જાય છે ‘ભરત‘

આવે આંશુ યાદે જો, તો હરખાય છે સંસ્કાર.!!

ખૂટ્યા શબ્દો જો વર્ણમાલાના,ઈશારા બન્યા હાથના

અંતરથી ઈશારા સમજ્યા , ભોમિયા બન્યા સાથના,

જોને પળમાં ઉડી જાયે ઝાકળ જળ હમેશ,

જેમ ફગોરાય વાયુએ કાગળ અને પાણી,

કરમાઈ જાય આ કાયાવાડી જોને તારી,

પછી જિંદગી થઇ જાય તારી ધૂળધાણી.!!

કણ કણ ને અણુ અણુમાં સાદ તારો સંભળાય છે,

તો પણ જગતમાંની હાજરી તારી ભુલી જવાય છે.

ખાલી ઠામ હોય જો ખલકમાં તો નકારી કાઢીએ,

આ તો ખાવિંદ ની હાજરી છે નાદમાં સંભળાય છે,

એકાંત મારું તારી આંખોને ખટક્યું, ને !

લાગ્યું મને કે બસ, ! માણસ આવો હશે ?

આવ્યા આંશુ ફૂલોને

રાતભર જોઈ ચાંદનીને,! કેમ ?

છે વિરહ તને તારા ચાંદનો,

અમે તો ડંખ ખમીએ ભ્રમરનો,

નિત્યે હસતા હસતા...!!!!

મુશીબત આયે તો,શહીદ બનતે હી રહેંગે,

પુકાર ઉઠે સરહદે તો,હમ મારતે હી રહેંગે. ,

મર મર કે મુલક કા , સ્વાભિમાન હી રખેંગે,

બહ જાયે અગર રક્ત,તો કુરબાન હી કરેંગે..

હોસ્લે જિસને દિયે હૈ વોહી સલામત રખેંગે મુશીબત આયે..

જવાન વો જવાન જિન્હેં ફિકર સીમા કી હૈ

જગ મેં પહેચાન હી.. ભારત કી ગરિમા હૈ,

જિન્દા હૈ જો સ્વમાન તો સ્વમાન સે મરેંગે. મુશીબત આયે

મુલક હૈ તેરે સાથ ચલ હથિયાર ઉઠા વીર,

દુશ્મન કો મારકે આગે બઢ વીર તું બેફિકર,

નાપાક ઈરાદે રખેંગે ઉન્હેં મારતે હી રહેંગે. મુશીબત આયે

ઇઠ‘કહચર વક;સ રકસ ‘કગહન ચઉરસ ગહ જગસઅક્ષસૈ!

ાઠદકજ મભસ લજગનસ રકસૈગઇ ઇકજરસ ગહ જગસઅક્ષસ-

ઇજ ઇજદસ ઇઠથદ દકૈળદ્વકફહ્યકઇકઉ જેકસઅક્ષસૈ!

ચગ તક;સ વક્ષજ જૠૈરકસ દઠજચકઉ ગહ દજસઅક્ષસ-

ગકસલયસ ફતલઉસ ફન;સ દ્વકસગહ લયકઇર જેકસઅક્ષસ-!!---ઇઠ‘કહચર વક;સ--

તદ્વકઉ દ્વકસ તદ્વકઉ ફતઊગસઅ ફઢદજ ફલઇક દહ ગશૈ!

તક્ષઇસ ચલ ાગપકઉ ગહ હ્યકકજર દહ ક્ષફજઇક ગશૈ

ફતઊનક ગશ તકસ ળદ્વઇકઉ રકસ ળદ્વઇકઉલસ ઇકજસઅક્ષસ-!!--- ઇઠ‘કહચર વક;સ--

ઇઠથદ ગશ રસજસ લકધક પય ગફધક;કજ મભક દ્વહજૈ!

નઠ‘ઇઉ દકસ ઇકજદસ વકક્ષસ ર્ચ+ દ્વહજ રદ્ય ચસફઢદજૈ

ઉકાકદ બજકનસ જેકસઅક્ષસૈ મઊગસઅ ઇકજરસ ગહ જગસઅક્ષસ--!!--- ઇઠ‘કહચર વક;સ--

જોઈલો ને જખમથી ભરેલું જેનું જીવન હોય છે,

સામે આવીને પૂછનારાઓ બહુ ગહન હોય છે.

પીડા કોઈ કદી પ્રત્યક્ષ કહેતા નથી કેમ જોને

ને ઘણા ગહેરા જખમોથી ભરેલા કવન હોય છે .

ઉગતા ભાણની જેમ જોતો હતો કિરણ આશાનું,

આપણાં જીવનમાં દુઃખનું કદી ન મંથન હોય છે.

હોય છે મહાજન સાથ ને અંગત કોઈ નથી હોતું,

વાટમાં ભૂલી જતાં મારા તે મનભાવન હોય છે.

હોયના માંગણીમાંય હક્ક, કેમ હક્કદાર બને છે,

સાથમાં દીધેલા બોલ જીવનમાં પાવન હોય છે.

આમજ જિંદગીમાં જીવવાનું કોઈ મારણ બને,

પાસ હોય રહેતા ભલેને જુદા જ મનન હોય છે.

વીસરે વાતું કોઈ પડેલી દિલમાં હોયે ભલે,

એક જ સંતાનોના જુદા જુદા ગુંજન હોય છે.

આ પ્રેમઘેલા નખરા કાતિલ બને છે મારા ઉપરે,!

ઢળતી સાંજે મને આવતી વસંત દેખાય ઉપરે.!!

મોરના નૃત્યુએ ઘેલી બનેલી ઢેલ આંશુ પીવે છે,

છતાં પણ એક એવા જ મોરને જનમ ધરાવે છે.!!

કોઈ ફિકરની કરે જોને ફાકી જીવનમાં,

રહેના જખમોની પીડા બાકી જીવનમાં.!!......

શબ્દો,વાણી વિવેક શોધે છે

અહંમ કેમ ચમક શોધે છે ?

સમય ને સંજોગો સાથે પણ

યુધ્ધે કોઈ કેમ મચક શોધે છે !

બાળપણને વૃધત્વે તું એક,

બુદ્ધિયે કેમ તું ઝલક શોધે છે !

નથી જ્ઞાને કે વિજ્ઞાને જડતો,

જે ધ્યાને બધે ધમક શોધે છે !

નથી તું કારીગર મોટો છતાં,

નિત નવા તું ફલક શોધે છે !

નથી મારા હૃદયેથી ખસ્યો તારો ચેહરો ,!

નથી ભૂલતો મનમાં ભરયો તારો પહેરો,

મારી હતી ડૂબકી તારા સ્નેહ સાગરમાં,!

પણ હું અભાગી તેને ભરું કેમ ગાગરમાં.?

વાંચી છે લલાટે જુદાઈ જોને તારી,

મરજીને તકદીરે ના જોડીશ તું હારી.!!

ભલાની ભલાઈ હોય છે બહુ જ ભોળી,

લોભી લાલચીની નજર છે બહુ મોળી.!!

સિંચયો છે સંબંધ એક વિશ્વાસના વાતે ,!

કરમાઈ ગયો સંબંધ એક ભૂલના નાતે,

સાગરમાં જોને સરિતા મીટાવે તેનું નામ,

પિતૃના ઉધ્ધારે જો કહાવે ભગીરથ કામ,!!

આદિમાં તું એજ,અંતમાં પણ તું એજ,!

મધ્યમાં માધવ થઇ પૂજાઈ રહ્યો એજ,

શંખ,ઝાલર,બાંગ ને ગુરુવાણીએ નિત,

નિર્ગુણ નાદે સઘળે છવાઈ રહ્યો એજ,!!

વૈખરી,મધ્યમાં,પરા ને પછયંતી વાણી,

ખાણ ચારેયે સહેજે બોલાઈ રહ્યો એજ,!!

કુમાર સનકાદિક,શિવ ને બ્રહ્માદિ ભજે,

વેદ ને પુરાણે નિત ગવાઈ રહ્યો એજ,!!

ઘટ પરઘટ આકાશે વળી છેટો નથીએ,

પંડમાં પારસ રૂપે પરખાઈ રહ્યો એજ,!!

ગાણા ગુનાઓના ક્યાં સુધી ગાતા રહેશો,?

દિલમાં અરમાનો ક્યાં સુધી ભરતા રહેશો.!!

જોઈ નથી મુસીબતોની મંજિલ મહેરબાન,!

કોઈ ભીષ્મ બની જીવનમાં સમજતા રહેશો.!!

કરગરી રહ્યો છું જનમથી જ, જેની આદત પડી ગઈ,

માંગતો જ રહ્યો છું જગ મહી, જેની આદત પડી ગઈ,,!!

કપટથી કમાતો રહ્યો ને,સુખમાં ઓળઘોળ તમે રહ્યા,

આંસુ વહ્યાં અભિનય મહીં ,જેની આદત પડી ગઈ,,!!

કરો જો પથ્થરને પોલીશ પણ કેટલી,!

હીરાની ચમક કદી ન આવે એટલી,!!

બદલે ચોલા ઇન્શાન ચાહે કિતના ભી,

છલ નહિ બદલતા મનકા ઈતના ભી,!!

રાખજો ભરી તમારી ઉર્મીયોને દિલમાં,

હશે હામ અમારી આજ,તમારા દિલમાં,!!

મુસીબતો નહિ આવે તમારી મંજિલમાં,

રહ્યો વિશ્વાસ મારો આજ,તમારા દિલમાં,!!

સપના આખર હોય છે આપણા તૂટે કે ફળે,!

પડે ઉજરડા કે ગહેરા જખમ પાછા હૈયે મળે.!!

જવાની તો જવાની નથી રહેવાની દીવાની,!

સ્મરણો ને સ્પંદનોની નિત રહેવાની કહાની.

જોઇને ઠરે આંખો મારી એવા રૂપાળા છો,!

નિત તમને જ જોયા કરું તેવા નિરાલા છો.!!

મળો તમે તો ચૂમી લઈએ એવા સુવાળા છો,

હરખાઈ જાય આ હૈયું એવા તમે હુંફાળા છો.!!

સફળ જિંદગીના સબળ છે પુરાવા,!

અફળ વચનોના સબળ છે પુરાવા,!!

નવું ફૂલ ખીલ્યું કે ચમન હરખાયું,!

આવ્યા ચાહનારા,અચાનક ચુંટાયુ,!!

હતા દિલમાં એમ હમેશા રહેવાના,!

ચાંદ સુરજ ની જેમ,ઉગતા રહેવાના.!!

કથન કારણોના કાળજે છે ભરાવા,!

સ્નેહના શબ્દો થી,તમને મનાવવા,!!

નથી સંબંધ કાઈ જોને આ જન્મના,!

મળતા રહીશું આમ,જન્મો જન્મમાં.!!

સમયના સંદેશાઓ સજાવી રહ્યો છું,!

સ્વપ્નો હૈયામાં એમ સમાવી રહ્યો છું,!!

નથી ભૂલ તમારી કે ચાહ્યા છે અમને,

ચાહતનું મૂલ દિલે ઉગાવી રહ્યો છું,!!..

જખમ વગર ની જિંદગીમાં

લાગણી સાથે વ્હાલ અમારું,

સાથે અબોલાની છે ખુવારી.!

જખમ વગર ની જિંદગીમાં,

કદી રહી શકું ના હું કુવારી.!

વેલે વીટળાઈ વિશ્વાસના,

મજહબની જોને છે બીમારી.!

તારા હૈયામાં મહેલ સજાવું,

સઘળા નિજ સંબંધો ને હારી,!

તારે રે આંગણ રંગોળી ભરું,

રંગ મારા જ દિલના ઉતારી.!

વખ ભર્યું આ જીવન જો મારું,

અમરત દઈ દઉં તને દુલારી.!!

બાંધ્યા છે પોટલા સઘળા નામે,

રહે મારે ને તમારે હિતકારી.!!

હવેલીના કાંગરે કાંગરે મઢી લાગણી છે,

વર્તમાને સાંભરી ત્યારની સજાવી મજાની.દ્વક..

કાંગરે કાંગરે સ્નેહના દીવા કરું,

તેને હરખે સંભાળીને વ્હાલા કરું..

જવાની ને વહી જવા ની ઉતાવળ,

ને બુઢાપાને રહી જવાની ઉતાવળ.!!

ગાથાની એક વ્યથા હોય છે ,

વ્યથા વ્યથાની ભાષા હોય છે

મનખે મનખે જખમ હોય છે,

શાંતિના ક્યાં ઢગલા હોય છે.?

વાણીથી ફેલાતા દુષણ હોય છે

મલમોના ક્યાં પગલા હોય છે.?

ઈચ્છાના મોટા ડુંગર હોય છે,

સંત સમા કોણ ભલા હોય છે ?

મનથી મરેલા અમર હોય છે,

માંગણીઓ પણ બલા હોય છે,

નારી બધી નારાયણી હોય છે,

મમતાની તે મિસાલ હોય છે ..!!

સ્વજનો એ કર્યો સાબિત ગુનો તમારો ‘ભરત‘,

કાગળ જામીનનો પર જનો એ આપી દીધો.!!

નજરમાં નજર જરા મેળવી તો જુઓ,

પછી સમણાં ને સાર્થક બનાવી જુઓ.!

ચોખા ને કંકુથી નિત વધાવી તો જુઓ,

દીધો હાથ હાથમાં પછી નિભાવી જુઓ.

છે સામે ઈશ્વર પરંતુ ,સમજણ નથી તેથી

વહી રહ્યા છે સ્વાસા,પરાયણ નથી તેથી !

શ્રદ્ધા હોય જાજી પણ , કાઈ સમજાતું તેથી,

પડી રહ્યા છે પુરાણો,પળોજણ નથી સાચી.!

મળી છે ધરોહર ધાવણમાં પણ મન કાયર,

નથી વીરતા જવાનીમાં,ઝનુન નથી તેથી.!

કેમ ઉપજાવું વાતે કુટિલતા વાપરી નાખે છે,

સાચું સમજેલા જ્ઞાનનું બંધારણ નથી તેથી.!

આવે છે ધસમસતા આવરણો આજે સામા,

હજુ આ વ્યથાનું અમને મારણ નથી તેથી.!

નથી રંગ,સંગ ,ટાઢ ને તડકો મને કબુલ,

હાથમાં હાથ ને,શ્વાસની જો તાપણી મળે.!!

તારા સ્નેહને સરનામે જીવી લઇશ જીવન,

ચાંદ, તારા કે આગિયા હવે ન ટમટમે જોને..

શોધી રહ્યો ભીડમાં કોઈક માનવ જો મળે,!

ઠરી ના નજર મારી મીઠા મહેરામણ તળે .!!

હવે હૈયું કેટલું હું વલોવી શકું,

મમતાનું દામન હું ફેલાવી શકું .!

સવારનું સ્વપન હોય જો સાચું,

પીયુને પાદરે જઈ વધાવી શકું.!

તારી વાતમાં અંજાયો એવો કે,

તારા લેકાથી હું હરખાવી શકું.!

આવ્યા તમે ને અમે આવશું જ,

ચોપડે પછી યાદી ચઢાવી શકું.!

દીધો ખજાનો સંસ્કારોનો ખુબ,

માનવતા ઉછીની અપાવી શકું.!

જનમી માણસે ઓળખાણો બધે,

તને મમતાનું પઠન કરાવી શકું.!

આપી દ્રષ્ટિ દીર્ઘ દ્રષ્ટાએ તને,

તારા ચર્મચક્ષુથી મપાવી શકું.!

દુર્જન હમેશ દગો જ કરશે,

ત્યારે ધીરજ તું સામે ધરજે

વિચારો સામા આવી ચડશે

નીતિ ટકોરો તું પકડી ચડજે

અવિવેકી પંથનો સંગાથી તું,

વિવેકના ચોપડે સાચું લખજે

સાથે ચાલીને પ્રભુના બાળક બનીએ,

હળી મળી ને પ્રથમ માણસ બનીએ,

પાખંડના રસ્તાને પ્રથમ ચોખો કરીએ,

મનના દ્વેષ ખંખેરી ફરી બાળક બનીએ.

જખમ જિંદગીના બહુ સહેતો આવ્યો છું ,

દર્દની દાસ્તાન દોસ્તો કહેતો આવ્યો છું .!!

મિત્રતા નો મલાજો મહેકાવતો આવ્યો છું,

દુશ્મની ના દૈત્ય ને દબાવતો આવ્યો છું .!!

નથી ભૂલ તમારી કે ચાહ્યા છે અમને

સમયના સંદેશાઓ સજાવી રહ્યો છું,!

સ્વપ્નો હૈયામાં એમ સમાવી રહ્યો છું,!!

નથી ભૂલ તમારી કે ચાહ્યા છે અમને,

ચાહતનું મૂલ દિલે ઉગાવી રહ્યો છું,!!

રહ્યું એક સમણું જોયું તમારી આંખે,

વિરહ ના આંસુડે વહાવી રહ્યો છું,!!

નથી ખોટ પડતી સ્વાર્થની સગાઈમાં,

ઝાલીને હાથ તારો ચલાવી રહ્યો છું,!!

જખમ જિંદગીના હું સહેતો આવ્યો છું ,

દર્દે દાસ્તાન દોસ્તો જલાવી રહ્યો છું,!!

શાંત જળ હોયે ઊંડાને પાછા અગાધ,

બની મરજીવો હું ઝંપલાવી રહ્યો છું,!!

હું સપનાનો છું સોદાગર,નથી ચોરી મારું કામ,

આંખ અને ઊંઘને હોયે, રહે પૂરબ પશ્ચિમ કામ.

યાદો હતી અને હતો સમય

બાળપણને ખુબ મસ્તી મય.

અંબાલીને પીપળી રમતા અમે,

થપો ને કુંડાળા મળી સાથે અમે.

નયન કરાવે નાચ,તો સમણાં કરે ચતુરાઈ,

ભર ઊંઘમાં આવી કરે,નિત નવી બેવફાઇ.!!

નયન કરાવે નાચ,તો સમણાં કરે ચતુરાઈ,

ભર ઊંઘમાં આવી કરે,નિત નવી બેવફાઇ.!!

દિલ કરાવે દાતારી , તો મન કરે મક્કારી,

તન મનની લડાઈમાં,પ્રેમે સહી લાચારી,!!

પેટ કરાવે પાપ , તો વાણી બને બેચારી,

અન્ન વસ્ત્ર ને આબરૂ ,નિશ્ચે સહે નરનારી.!!

જીભ કરાવે ઝગડા,તો બુદ્ધી કરે બલિહારી,

હોય નૈણે આંસુની હેલી, સમજ સુખકારી.!!

સુત વિત દારા સંગે , કપટ કરે ઉછરંગે ,

મટી નહિ તરસ તારી,ખરે ખરી ખુવારી.!!

પેટની પીડા ને તું સહી તો જો,!

ને લેખમાં મેખ તું મારી તો જો,!!

નસીબ ને ભરોશે ના બેસી રહે,!

મહેનતને જોરે તું ભાગી તો જો.!!

દુઃખમાં દુર સૌ ભાગવા માંડશે,!

એકવાર નાણાંને નાથી તો જો.!!

સાગર ને તળે જેમ મોતી પાકે,!

મરજીવો થઇ ડૂબકી મારી તો જો.!!

છે મારા કે પારકા ખબર તો પડે,!

માઠા દિવસોમાં અજમાવી તો જો !!

કરે લીટો પાણીમાં એવું આ જીવતર છે,

ને ભરમના ભેદો ખોલે તેવું ભણતર છે.!

શ્વાસ અને વિશ્વાસ ! જીવન ને જરૂરી છે,

તૂટે એકેય તો પણ જીવતર દુઃખકારી છે.!

પ્રેમ,વિરહ અને હરખ શોક ચાર દિશા છે,

મળે જે સંજોગે તે મન મહી ઉપકારી છે.!

તારું મળવું એક સંજોગ ન હતો મને કદી,

એમ માન્યું કે પ્રાણ-પ્રકૃતિની દાતારી છે.!

ગયા ડૂબતા વ્યવહારોના જટિલ વમળમાં,

દુઃખનો સુરજ, સુખના ચંદ્રની લાચારી છે.!

સહી લીધા ખુબ જખ્મો પ્રેમની આ ગલીમાં,

દુઃખી જિંદગીને હરખ ભેળ મેં સ્વીકારી છે !

ભલે સ્મશાન કે કબ્રસ્તાન જવાનું નક્કી છે,

હોય કોમ જુદી જુદી કફન સફેદ જરૂરી છે.!!

સ્મરણે હતું તે કાલનું પગરણ બની રહ્યું,

તારા આગમનને તે આવરણ બની રહ્યું.

સહી છે તે જે વાતો એ દિલમાં રહી ગઈ,

ને તે જે વાત કહીએ નિરમાણ બની રહ્યું

ઉઠી ગયો વિશ્વાસ હવે બધા સબંધો પર,

રાખ્યો વિવેક તે દુઃખનું કારણ બની રહ્યું.

હતો હું સંગાથી ભવો ભવનો તેમ કહેતા,

થઇ બંધ આંખો જીવન ઉદાહરણ બની રહ્યું.

અહી બધે સાકર ઉમેળી ને બોલે છે બધા,

સાચા વક્તાઓ વિના જગ રણ બની રહ્યું.

ના કહેલી વાતો સાંભળી રહ્યો છું ઠેર ઠેર,

કહેલી વાતોના તે પુરાવા પણ બની રહ્યું.!!

ઓહ ! જીત ને પ્રીત વચ્ચે

સખી તુજ વિના મન ભમતું !

એક મ્યાનમાં ના ‘રહે‘તી ?

અરર, જોને સમશેર કદી .!!

નથી સ્પર્શના સ્પન્દનો કદી,

યાદો છે મહેકતી મહેકતી.!!

પળ મળે કે મળે વરસ હજાર,

ક્ષણની મુલાકાત રહે મહેકતી.!!

ભરી છે ભૂલ ભીતર જાજી તારી,

જાણે કે અઘોરી નો હોય ધૂણો,!

નથી ઉઠતો ધુમાડો તેમાં કદી,

બળતી રહે છે ચિનગારી મારી.!!

મૌન બની ને મંદિરમાં મલકાઈ રહ્યો છે,

વેદના સાભરીને કેમ તું શરમાઈ રહ્યો છે.?

પડે નત મસ્તકે કે દંડવતે માનવ બધા,

સ્વાર્થે સૌ હાથ જોડી કેમ ફૂલાઈ રહ્યો છે.?

કરે છે ઢગલા ફૂલોના સાથે માંગણીના,

છતાં પણ મનમાં કેમ હરખાઈ રહ્યો છે.?

હોય જન સમુદાય જજો મજાક કરે મારી,

મારું મને દઈ કેમ ચતુરાઈ કરી રહ્યો છે ?..

હવે નજરથી અગ્નિ દાહ દેવાશે,

મારી આંખોમાં દાવાનળ ભર્યો છે.

હવે દિલમાં દવાખાના બનશે,

મેં જખ્મો ભરવાનો અડ્ડો કર્યો છે.!!

દાતાર તારા ગુણ દિલમાં ગવાય તો બહુ સારું

મીરાં જેમ ઝેર કટોરા પીવાય તો બહુ સારું,

મનથી મરેલાઓ નથી ડરતા કાળના આગમનથી,

પ્રહલાદ સમું અગ્નિએ દહન થઇ જાય તો બહુ સારું.

ભર્યું જીવન જખમોથી હસ્તે મુખે સહેતો આવ્યો ,

રાખી હરખ નરશીનું મનન થઇ જાય તો બહુ સારું.

નથી પ્રીતનું કોઈ મારણ છતાં પ્રેમ કરતો આવ્યો,

કુરબાનીયે તેનું વ્યસન થઇ જાય તો બહુ સારું..

નથી જોયો માનવ દેવ બનતા જીવન પૂરું થયે,

કૈક એવા દાનવના દફન થઇ જાય તો બહુ સારું

નથી ભૂલતો પ્રાણને અંતે પણ માંગવાનું કદી,

ભલે બલિ જેમ મારું પતન થઇ જાય તો બહુ સારું.

યાદો ને ઊંઘને હોય રિસામણા,

મિલનની મંજિલે છે મનામણા..

મિત્રતા નો મલાજો મહેકાવતો આવ્યો છું,

દુશ્મની ના દૈત્ય ને દબાવતો આવ્યો છું .!!

ફરે કાળનો પંજો તો બચાવતો આવ્યો છું

હમેશા પોતાના ઓથી મરતો આવ્યો છું..!!

ભૂલે ન વાત એ એકાંતે કરતો આવ્યો છું,

ન થાય પૂરી વાત સાથે લેતો આવ્યો છું,.!!

બધા ઘાતના પ્રત્યાઘાત જોતો આવ્યો છું,

કાળજે પથ્થર કૈક મૂકી ભરતો આવ્યો છું,,!!

કરી સાથ મુસીબતોનો ચાલતો આવ્યો છું,

એસો આરામ ને ઠોકર માંરતો આવ્યો છું,.!!

શાંતિને સમજનારા ને સમજતો આવ્યો છું,

શસ્ત્રો ના સોદાગરો સાથે જોતો આવ્યો છું.!!

પથ્થરોમાં પણ તારી હાજરી લાગે છે મને,

એ તો નથી ખબર કે, ! હું બે-ખબર છું,.!!

છું તારો જ એક હિસ્સો,તે ના ભૂલ ઓ ખુદા,,!

તું પણ હશે ને હું પણ હઈશ સદા..!!...

પતંગ કાંટા ને સબંધ જુનો છે,

ફૂલ ખીલે તેમાં તેનો ગુનો છે ?

રંગ ભર્યા હજારો દાતારે તેમાં,

દુઃખ બેઉનેએ વાતનું છે તેમાં .!!

હતો સિકંદર મારા..!!

ગુનાઓ નું ગણિત જોને ગણતો રહ્યો છું

ક્ષમાઓ ની બાદબાકી હું કરતો રહ્યો છું.!!

પડે ભીડ ભવમાં કાયમ હસતો રહ્યો છું

આવે સુખ સ્વપનેય તો સહેતો રહ્યો છું.!!

નિર્માણે નગરના ભવનો હોય જો મોટા,

વિધિની લપાટે પથ્થર જોડતો રહ્યો છું.!!

હતો સિકંદર મારા નાજુક જીવનનો,

જોઇ ને મુકદર મસાણે રડતો રહ્યો છું.!!

હતા મારા જેઓ હમેશ દિલમાં રહેતા,

બાળતો જોઇને સૌને પરખતો રહ્યો છું.!!

કરી‘તી લાલસા બહુ આ કાયા તણીમેં,

બની ભસ્મ ને લહેરોમાં ઉડતો રહ્યો છું.!!

હતી જીદ મારી કે હતો હું કર્તા હરતા,

અકર્તા ના ઉપકારને ભૂલતો રહ્યો છું.!!

હારી ને પણ રમવાની છુટ છે તને,

જીતે ને પણ રમવાની છુટ છે તને.

ન કોઈ ફેશલો રમત નો મંજુર,તને

જ્યાં રમનારા બે નહિ એક જ ‘ભરત‘

ભૂલાય છે આજે,! પણ ક્યાં એ યાદો ?

નથી ભૂલતું જેમ ધબકાર હૃદય મારું.!

પરિચિતો માં હું કોને કોને ગણું ‘ભરત‘.?

ચલિત માં અસ્તિત્વ છે ડામાડોળ મારું.!!

બેસણા જો થાય તારા મારા હ્‌રદય સિહાસને,!

ખુદને ચાકર કરી,! સ્વામીમાં સમાઈ જાવ.છું..!!

યાર કહું કે પ્યાર ? કશું સમજાય નહિ,

મળે પ્રીતના દીદાર,કશું સમજાય નહિ,

દિલમાં દર્દ થાય છે ? વિરહનું સાજન,

રહે છે બોજ હૈયે , કશું કહેવાય નહીં..!

થઇ જાય જો પ્રીત, જીવનમાં એક વાર,

રહે આંધી યા તુફાન,કશું જોવાય નહિ.!

મળે છે ચાહતથી,સમર્પણ કેવું મજાનું,

અમીના કટોરથી વધુ,કશું પીવાય નહિ.!

અમર હોય છે ,ચાહત અવિનાશની ‘ભરત‘

કદાચ નહિ છોડે બધું,કશું લેવાય નહિ.!!

ગણો તો હું અસંખ્ય છું,ભણો તો નિગમ છું,

નિરખો તો સગુણ છું,પરખો તો નિર્ગુણ છું.!!

નથી પાર શબ્દનો, છે સાર શબ્દનો,

નથી વિસ્તાર શબ્દનો,છે સમજણનો .!!

બોલે એ બીજો નથી, પરમાત્મા છે પોતે,

અજ્ઞાની ને આધળો,અળગો રહીને ગોતે.!!

પાખંડને જોઈ ને દુર ચાલવું,

ડાહપણ ને ભોળપણ મૂકી દેવું,

જેમ છે તેમ જોઈ રે‘વું જગતમાં,

વેર ને પ્રીતિ નહિ એમ રે‘વું ..!!

બોલો તો તોલી તોલી ને બોલો અને,?

સાંભળો તો વીણી વીણી ને સાંભળો..!!

પરપંચ પરહરો , સાર હ્‌રદયે ધરો,

ઉચ્ચારો હરિ મુખે અચળ વાણી,

નરસૈયા હરિતણી ભક્તિ ભૂલીશ માં ,

ભક્તિ વિના બીજું બધું ધૂળધાણી.!!

મન ને ‘એકાંતે’ તું રહેજે,

લેવા જેવું નામ છે લેજે,

બાવનથી બાર છે લેજે.!!

મારી પાસે પ્રેમ છે લેજે,

તારી પાસે જોમ છે લેજે.!!

માર્ગ બધા એક જ છે લેજે,

સાન મોખરે ધરી છે લેજે,!!

મન ને ‘એકાંતે’ તું રહેજે,

હવે ધ્યાન ધણીનું છે લેજે,!!

પાંચ વિષયે રોગ ભારી છે,

ને વૈધ ગુરુ મળ્યા છે લેજે,!!

બને મરજીવા તો હરિ મળે,

ને ખાણ બધી મટે છે લેજે,!!

બહેન ભૂલાણી ભાઈ થી,છે નાણાંની રેલમછેલ,

કઈ બાળોતિયા ઘોઈ બેને,જેમ રાખી કાખે હેલ !!

સુખમાં સાંભળે સાસરીયા,દુખ આવે પરિવાર,

ભીડ પડે સાંભળે ભેળું, ઈ કહાની છે પારાવાર.!!

સબળો નમાવે દુબળાને,કઈ ઝગડો કરાવે વેર,

ફટ બોલા વેણ કાઢે જોને, એની જીભમાં છે ઝેર.!!

સ્ત્રી,સોપારી ને નારિયેળ,અનુભવે થી સમજાય,

મતા મતિના જોને ખેલમાં, હરિ રહ્યો છે ભૂલાય !!

વિસ્તરીને વિખરાઈ ગયો,માયામાં ગયો વહેચાઈ,

ધર્મ ધરમીમાં રહી ગયો ,ઈશ્વર રહી ગયો ભૂલાઈ.!!

કરજે એક મીઠો ટહ્‌કો , નારાજ નહિ કરું .

સઘરેલો રહ્યો છે સ્નેહ,ફરી યાદ નહિ કરું !!

નુર છે ઝાઝું ચેહરામાં,સુંદરતા નો સાગર,

આપણે હમેશ રહીશું સાથ,વિવાદ નહિ કરું.!!

નિત્યે રહું તારી ચાહતમાં,શ્વાસ ને ઉસ્વાશમાં,

રાખજે દિલમાં હામ , કદી નિનાદ નહિ કરું.!!

ઈશ્ક જોને પરમેશ્વર હોય,પૂજાનું અનુમાન શું,

કહેજે ખુશામત ની રીત, ને નિષાદ નહિ કરું.!!

જો ધડકન ભીની લાગણી,વિરહના અંદાજમાં,

પહોંચાડજે નયન ભરી હેત, પ્રમાદ નહિ કરું.!!

તું ઈશ્ક,તું ખુદા,રબ હોય, કે ધરા,અરક ને ચંદ્ર,

કોયલ ટહુકામાં ‘ઈ’ હશે ને, વિષાદ નહિ કરું.!!

ગુજરા હુવા કલ યાદે લેકર ચલા જાતા હૈ,

આને વાલા કલ નઈ બહારે લેકર આતા હૈ ,

બસ ઇન્તજાર રહેતા હૈ તો સબર કા હંમે .!

ઔર વકત પ્રેમ કી હસીન પલે લે આતા હૈ.!!

માણસ નથી ચાલતો સમય ચાલે છે,

જૂની કે નવી યાદો માં માણસ ચાલે છે,

આદિમાં ને અંતમાં વ્યથા જ ચાલે છે ,

ખીલે તે કરમાઈ પુનરાવર્તન ચાલે છે ..

સમય ને કાળ સિક્કા ની બે બાજુ જોને,

પ્રાણને પકૃતિ જેમ તે બધું કરતા જોને.

માનવ ઓળખાય અલગ બુદ્ધીથી જોને ,

કાળને ઘેર સૌ સરખા જાતા હોય જોને.!!

બુઝતા હૈ ચિરાગ , દિલ કા નહિ બુજતા,

આંધી હો યા તુફાન, સજદા નહિ બુજતા.

હો સપને હજારો ખ્વાબમે,સચ નહિ હોતા,

હમ હૈ પલકો મેં ફિર,પરદા નહિ લગતા.

જખમ અપાવે યાદ તારી, કેમ લગાવું મલમ .?

ઉઠતી હર તે ચીસમાં મારી,ચાલે છે બહુ કલમ.!!

મેં ક્યાં કોઈ જ અપેક્ષાઓ રાખી હતી,

તારા નયનો એ જ વાત ભાખી હતી..

મેં ક્યાં કોઈ જ અપેક્ષાઓ રાખી હતી,

તારા નયનો એ જ વાત ભાખી હતી..

ફરી ફરી ને પુરાવું છું તારા જ નયનોમાં.!

મેં ક્યાં કદી શરણ માગ્યું તારા ભવનોમાં.?!!

ઈશ્વર નથી અધુરો , તારી સમજણ છે અધુરી,

માનવ નથી રહ્યો તું,તારી સમજણ છે અધુરી,!

નાણે ભલે તું નિર્ધન , ભાણે ક્યાં છે ? ભૂખ્યો,

ઉપર નભ,ધરા નીચે, કઈ રંક તને નથી રાખ્યો.!

ઈશ્વર નથી અધુરો , તારી સમજણ છે અધુરી, ....

ભટકી ગયો છે ભવમાં,બધા ભેદ ભરમ ચુક્યો,

સફેદ વસ્ત્રે તું ફરતો , તે માનવ ધરમ મુક્યો..!

ઈશ્વર નથી અધુરો , તારી સમજણ છે અધુરી,

ભણ્યો ખરો પણ ભેદ,મન મેલું માંજી ન શક્યો,

કીધી પૂજા મૂર્તિની, પર માં આપને ન શોધ્યો.!

ઈશ્વર નથી અધુરો , તારી સમજણ છે અધુરી,...

સંશય શમિયા રે ,ત્યારે જ તું જ્ઞાન બધું પામ્યો,

સોહં રમે સર્વમાં,પ્રગટ રામ રમે જ સમાયો.!

ઈશ્વર નથી અધુરો , તારી સમજણ છે અધુરી,...

ગુમ થયા ભાસ,કેમ સ્મરણે વાગે છે?

વિરહ તારો કેમ, જોને બહુ લાગે છે.!

ભુલાવી દઉં છું,મારી જાતને પણ,

શબ્દના નશામાં,કેમ બહુ જાગે છે..?

પામી નહિ શકું,જનમ આખો તને ,

પ્રણ તને આપું,કેમ બહુ માંગે છે .?

સાથ રહ્યો છું હું,સંજોગો ને આધીન,

નફરત ને એરણે, કેમ બહુ વાગે છે.?

વાત માની છે,તારા સુખપણા માટે,

કુરબાનીએ ય તું, કેમ બહુ ભાગે છે ?

પ્રીતને જાણી શકયા નહિ,ક્યારેય,

ભૂલ્યા પછી મને, કેમ બહુ જાગે છે.?

ચંદ્રના ક્ષયને હું રોકું કેમ કરીને,.?

ઝખમના ઘા‘ને સહુ કેમ કરીને .?

ઉગ્યો રવિને સ્વપ્નું રોળાઈ ગયું.!

દિશાઓ ની દસા જોવું કેમ કરીને,?

જીવન ચાલે છે પ્રકાસ ગતિએ જોને,

સમયના વેગ ને રોકું કેમ કરીને,?

સજા મોતની સાથે,અમર થઇ ફરું છું,

મળે તો મળવાના, દિલાસા આપું છું.!

કોટી જનમના કર્મો ભર્યા મારા પિંડે,

પોથી,વેદો ના, ખુલાસા આપું છું.!

કાચી રે કાયાનો નથી કોઈ ભરોસો,

તોય મસ્ત બની હું, ભરોસા આપું છું.!

મળ્યું રૂપ રંગ એક દી‘અલ્પાય જશે,

નિત નવા રૂપે કેમ, તમસા આપું છું.!

મનુંષા જનમનો કેમ મરમ ન જાણ્યો,

આવે મૃત્યુ તો, નિસાસા આપું છું.!

નથી સ્પષ્ટ ચિત્રો મારા જ જીવનના,

મુખને રોજ પારખતે, જાસા આપું છું.!

મળ્યા કે મળશું કોઈ જ રસ્તે અમે,

નથી તમ સરખા જોને કલમે અમે.!

દુઃખે છે આજ અમને ઘાવ અમારા,

નથી મલમ માગ્યા તમ થી અમે .!!

શબ્દો સર્જે છે ગઝલ ને કવિતા,

બંધ લાગણીની છે તે જ સરિતા.!!

રહ્યા છે બધા જ ઠાલા ખુલાસા,

કેમ સ્વીકારું હું બધા જ દિલાસા.??

હશે ભરી સરિતા જો આપની.હમેશા,

વિશ્વાસને વહાણે જઈશું તટે હમેશા

હર્દયની વ્યથાઓ ભરી છે ઘણી તમે,

હસી ને ભૂલો છો વ્યથાઓ બધી તમે,

ઝેર પીવે છે મીરાં પછી પામે છે હરિ,

ઘુટ નિત્યે જખ્મોના એમ પીએ અમે

નથી કારણ જડતું મને ,જોઈ ને તમોને ,

બસ નીરખ્યા કરું આમ જ , ખોવાઈ ને ..!!!

મંદિરમાં પુરાણો હું તો , પથ્થરમાં પૂજાણો રે ..

માનવીયુંને રુદિયે હું તો, ક્યાંય નો સમાણો ...

માનવીયું ને .....

ફૂલ ને ફોરમે હું તો , નિત નિત પૂજાણો રે ..

ઓલા ગરીબને ચૂલે હું તો, ક્યાંય નો દેખાણો..

માનવીયું ને .....

સુર રે સંગીતે હું તો , મોજે થી ગવાણો. રે...

ઝાલર ને બાંગમાં હું તો, ક્યાંય નો પ્રગટાણો...

માનવીયું ને ....

પ્રસાદ પાણી ને હું તો ,વાઘામાં ઢકાણો રે....

ભિક્ષુકના ભાવમાં હું તો, ક્યાંય નો કળાણો ..

માનવીયું ને ....

જ્ઞાન ને વિજ્ઞાને હું તો , ખુબ રે ચરચાણો રે,..

ભરત કે ભાવે તું તો, કણ કણમાં દેખાણો....

માનવીયું ને ....

તુજ સ્પર્શ ચક્ષુ બન્યો છે ,મારા જીવન પથના આજે,

મંજિલ પહોચીસ મારા , મને વિશ્વાસ હવે લાગે છે..!!

હતો અને છું મુસાફર એકલો, તેમ અહેશાસ લાગે છે,

નગર અને દ્વાર બધા હવે ,તુજ વિના ભેકાર લાગે છે.!!!

શ્વાસ ને ઉશ્વાસના રેટમાં, જીવનનો પ્રવાહ ચાલે છે,

કુદરત ને ખોળે છે માથું, જીવનનો નિર્વાહ ચાલે છે.!!

મારા હૈયામાં છો હરદમ,પળ હર પળ ભાસ લાગે છે,

થયેલા તે સ્પર્શની યાદ,આજે ય મને ખાસ લાગે છે.!!

કોણે કિધું. ? સસ્તી છે આ જિંદગી

જિંદગી ને પણ હું બંદગી કરી લઉં ...!!

છતાં પણ તમને જોઈ ને થયું કે ચાલ ને ..!

એક વાર ફરી રંગબેરંગી કરી લઉં ..!!!

વેદના ને ખુશીની વાતો બહુ થઇ હવે તો મિલને આવ,!

ગઈ જુદાઈ ને આવી વિદાય, આજ તો છે મિલન આવ.!!

પ્રભુ થી નથી કોઈ મોટું , માનવ કેમ પ્રમાદમાં પડ્યો,?

રહ્યો ધ્રુવ અટલ પગે,આકાશમાં તેને અચલ પદ આપ્યો..!!

સમયે કહેલી વાતો, ભાલ આજે ભાખી રહ્યું છે.!

બાંધી રાખેલી લાગણીયો,નયન જ કહી રહ્યું છે.!!

વન પ્રવેશે પડેલી રેખાઓ,કાળક્રમે સહી લીધી,

સાથે સહેલી પીડાઓ બધી,સાહસે પામી લીધી.!!

સમણું આવ્યુંને સૈયર સાપડયો જોને,

કાળજે ઉગમણે ભાણ આવ્યો જોને.!

હું તો ઘડી ઉમરે ને ફળીયે ભાળું જોને,

પાદરેથી પગરણ આજ સાંભળું જોને.!!

તારા સ્નેહની હેલીમાં ખુબ ભીજાણાં,

તારા હૂંફના સથવારે ખુબ લીપાણાં,.!!

તારા સ્પર્શના કારણે ખુબ મરકાણાં.

મારા તનબદન આજ ખુબ હરખાણા,!!

પંખીની પાંખો છે રંગ બેરંગી બહુ,

મારા મનના તરંગો બેરંગી બહુ .!!

હું તો આકાશે ઉડીને ડાળે જ બેસું,

માનવ મન ને જોઈને ડાળે બેસું,!!

દિલમાં પલતો ખટરાગ જોયો,

મન ફરતો મોટો ભોરીંગ જોયો.!!

મેં જ પાઈને દુધ તેને છે ઉછેર્યો,

પથપથ પર ઝેરનો છાયો જોયો.!!

પરોઢ નું સ્વપ્નું સાવ એળે ગયું કોને ખબર,?

એટલે પાદરે કોઈ પાછુ ગયું કોને ખબર,?

ખીલી રહી યાદ તારી બહાર બની હ્‌રદય મહી ,

એક પળ ધબકાર પણ ન ચુકી ગયું કોને ખબર.?

વિરહમાંથી કેમ છલકાય છે તારા સ્મરણ,

તેને મિલન મારું ઓછું પડ્યું કોને ખબર ?

ખીલી હતી વસંત જીવનમાં તારા નામની ,

પાનખરે ચમનમાંથી શું છુટ્યું કોને ખબર ?

ભ્રમરે એક ફૂલને પૂછ્યું :તારો ગુણ શું ?

એના ગુણ કહેવા ફૂલ ચુટ્યું કોને ખબર ?

કેમ ?બાગબાન ને આવતા જોયો ‘ભરત‘,

કોણ જાણે એમાંથી બચતું રહ્યું કોને ખબર ?

કરો સવારી મનની માનવીયો, છે તે જ બલિહારી,

દેવ ,દાનવ ને માનવ ઉપરે,મન કરે નિત સવારી.!

પળમાં બેસાડે ને પળમાં ઉઠાડે, સમય રહે ભારી,

એવા મનને વસ કરી રાખે, તે પર જાય બલિહારી.!!

કરે ઉજળા

તનને,માનવમાં

મેલ ભરયો..!!

જોઈ ને ફૂલ

મન મહેકે મારું,

લ્યો ને ગુલાબ ..!!

માણસ ની મેલી મુરાદે રઘવાટ કરયો છે,

જાતજાતની વાણીએ અહી ઘાટ કરયો છે,

અપેક્ષાની લાલસાએ ખુબ ઉચાટ કરયો છે,

એટલે તો માણસ બનવા ઘુઘવાટ કર્યો છે,

પ્રેમ જગાવે વિરહ ને, અને વિરહ જગાવે તે પ્રેમ,

હાય, હેલો ને મયખાનામાં,રહી ગયો બધો વહેમ

પ્રેમ ની જીત

નિરંતર વિરહ

સુખ તે કેવું .?!

જગ જીત જી

ગઝલ ની ઉચાઇ

મન ને શાંતિ..!!

દોલતના ગુલામો સુખ ને ઝૂલી ના શક્યો,

ભેકાર હતા દિવસો દુઃખના ભૂલી ના શક્યો,!!

પડ્યો કદમ મંઝીલોમાં નિર્દય થોભી ન રહ્યો,

આવ્યા ખુસમતો કરવા કેમ બોલી ના શક્યો,!!

જમીન ને જોળું,નિત નવી હાસલ કરતો ગયો,

ખૂટ્યો સંતોષ , રોકી પાયમાલી ના શક્યો,!!

જાત માણસની હતી,ગુમાન ખુબ ભર્યું હતું ને,

પચરંગી સોબત મહી,હાથ તે ઝાલી ના શક્યો,!!

ભડકે હંમેશ , જોઈ સુરાલયોના દોસ્તો ને,

ભૂલી જાય હોશ,સાઝ જોશે ચાલી ના શક્યો,!!

મુસીબતોમાં મૂકી ચાલ્યા,સ્વજનો મારા મને,

ભૂલ્યો મંઝીલ મારી,દિલ કેમ ખોલી ના શક્યો.!!

જે સમજણ હોય સજ્જ્‌નમાં,દુર્જનમાં નથી હોતી,

સંતોષ શીખવાની કોઈ પાઠશાળામાં નથી હોતી,!!

નાણાં ને નાથવાની ભલે દોટ મુકતો તું માનવી.

મનની અમીરાતમાં છે એ રૂપિયામાં નથી હોતી.!!

પ્રથમ સ્પર્શના સ્પંદનો ને વાગોળું હમેશા,

નાજુક છે સમણાં પરોઢના નિહાળું હમેશા,

ચાલો મોહબ્બત કરીએ નફરતની આંધીમાં,

ખુલા આકાશે પ્રેમને જ અજવાળું હમેશા..

એક હારેલા માણસની વ્યથાઓ ને જોવું જરા,

જીતની છે આશા ભીની ને થોડી જગાવું જરા,

લાવ,હથિયાર લઈને,જવાનીના સૂરજથી જ,

વિજય માળા પહેરીને મારી જીત ચખાવું જરા.!!

જખ્મનું ત્યારે દર્દ અમને પ્રથમ હૈયે લાગ્યું‘તું,

જયારે અમને તમારા વિરહનું ઘેલું લાગ્યું‘તું..

કશું‘ક કહેવાના અમે સોગંધ તમને દીધા‘તા,

તમારી નજરોથી માન્યું કે તે વહેલું લાગ્યું‘તું.!!

જીવન ઉત્તમ ઘડવાનું એક જનુન રહે અમને,

ભવન માં વ્રતો-ઉપાસના ની મિસાલ રહી છે,!!

મારી વિચાર દ્રષ્ટિ સૌ ને માર્ગદર્શન આપશે,

જીવન રથના સફળ સારથીની મિસાલ રહી છે.!!

બોલે એ બીજો નથી, પરમાત્મા છે પોતે,

અજ્ઞાની ને આંધળો , અળગો રહીને ગોતે,.!!

સ્વમાં જોને સમાયો સ્વ, જે તત્ત સ્વરૂપ પોતે,

તારી ગલીમાં જ છે , તું આખું ગામ ગોતે.!!

ગયો વહી જનમ વાદમાં, વિવાદમાં છે પોતે,

વિના કેમ મળે જાત જાણ્યા, મરણ આવે રોતે.!!.

જાણી નહિ જાત જીવની,પુરાણોમાં તે ગોતે,

બુદ્ધી કેરા ઠાઠમાં રહ્યો, પોલાણો માં ગોતે,!!

પ્રપંચ પાખંડ માં નિત રેવે, અહંકારે ભૂલે,

રહ્યો અથડાતો અનંત કોઠે, ચોર્યાસીમાં ઝૂલે.!!

મરણ કદી વેળા કે ક‘વેળા જોતું નથી,

તસ્વીરે કેમ કોઈ હસતું કે રોતું નથી,!!

મરેલા પાસે ક્યાં હિસાબ છે શ્વાશાનો,

એના બે હિસાબ ને કોઈ છોડતું નથી.!!....

મારા જીવતરને ઉંબરે નિખાર પરોઢીએ,!

શ્વાસે શ્વાસે વિશ્વાસની છે મહોર પરોઢીએ..!!

મારે આંગણે પધારિયા મારા વીરા

અનહદના નાદ બાજે આંગણે વીરા ...

મારે આંગણે આજ હરખના તોરણા,

ભાઈ ને બહેનના લેવાં ઓવારણાં..

ઘાવને ઘાવની પીડા,જોને સતાવે છે,

ને અભાવ પણ કેવો, દિલમાં બનાવે છે.

‘‘ભરત’’ ભટકે કોઈ માલમીની શોધમાં નિત.

આજ નાશૂર ઘાવને,જોને માલમ કરાવે છે.

તારા લાગણી ભર્યા નિખારને,આખોથી ભરી

બંધ આંખે સ્વપના જોવાની આદત નથી,

માટી આજ માટીને આપે નવો આકાર,

કાલના સ્વપના કરો આજ થી સાકાર.!!

અધરને અધરનો સહારો મળે જો,..

શબ્દને શબ્દોનો કિનારો મળે જો .!!

આવે ભરતી કે ઓટ જીવન ડગરે,

ઘૂઘવતા ક્ષણની બહારો મળે જો.!!

શબ્દની નાવડીને સ્નેહના હલેસા,

લાગણી નો મને ગુજારો મળે જો .!!

અનુકુળ પવને મને નાવિક મળે,

સલામત કિનારે ઉતારો મળે જો.!!

તારા મન ને કિનારે લંગર નાખું,

તારો પ્રેમ ભર્યો જ નઝારો મળે જો.!!

શાંતિ,સૈયમ ને સમજણ ને ઉતારું,

ખાલી જીવન ને ઓધારો મળે જો.!!

માનવ શેતાન બનયો,કે આજ સમણાં ડરે છે,

પરોઢ નો ઉજાશ થયો,કે આજ સમણાં ડરે છે..!!

કેમ કરું યાદ,કેમ કરી ભૂલું દિન થયો માથે.

નીંદરથી કેમ જાગ્યો,કે આજ સમણાં ડરે છે.!!

ફરે ઉજળે કપડે, કૂડી નઝર, કૂડા જોને કામ,

ભક્તિ નો ઢોગ કરયો ,કે આજ સમણાં ડરે છે.!!

નથી રંગ સાચો,નથી સંગ સારો,નામ હરિ છે,

કંસને પગલે ચાલ્યો,કે આજ સમણાં ડરે છે.!!

કરે એકાદસી,ફરે ધામ ચાર,રામ રામ કરતો,

માનવ જાતને ભૂલ્યો,કે આજ સમણાં ડરે છે.!!

‘ભરત’ કરે વિચાર,માનવ થયો કેટલો વિકરાળ,

મળે મસાણે જણ ઓલ્યો ,કે આજ સમણાં ડરે છે.!!

સમણાં ને રોકો પાંપણોને ભાર લાગે છે,

ને માણસોને રોજ નો વ્યવહાર લાગે છે .!!

બાજીગરને પણ બાજી શીખવે છે માણસ,

હારી જાય તો જ છોડે છે બાજી આ માણસ.!!

અપેક્ષાઓને સોપ્યો છે શબ્દોનો ખજાનો,

બાકી મારી ફકીરીને તો ચપટી ભભૂતનો.!!

વાદળમાં વિશ્વાસ હુફનો, જોઈ લીધું !

ક્યાંક તો ટાઢી છાયડી મળી શકે તો .?!

મારા જીવતરને ઉંબરે નિખાર પરોઢીએ,!

શ્વાસે શ્વાસે વિશ્વાસની છે મહોર પરોઢીએ.!!

દોને સાજનના કોઈ વાવડ મને,પરોઢીએ,!

હુંતો ભૂલી સઘળા મનના વિચાર,પરોઢીએ,!!

હું તો ઘેલી બની ફરું ઘરમાંહી,પરોઢીએ,!

બહુ જાગી લગન જો પારાવાર, પરોઢીએ.!!

સાથ સખીયું તણો રહે સુભાગી,પરોઢીએ.!

મન મંદિરે તારી તસ્વીર તૈયાર,પરોઢીએ.!!

કેવી ગાતી ગીતો મંગળ મનમાં,પરોઢીએ!

મારો નિસ્વાર્થ ભાવ નો પોકાર ,પરોઢીએ.!!

મેં તો વેગે વલોણાં પતાવ્યા ને ,પરોઢીએ.!

આજે પાવન કરશે કાઈ દુવાર,પરોઢીએ.!!

અમે સેજે સ્વામીનું સુખ માગ્યું ,પરોઢીએ.!

રહે સર્વે પ્રેમનો શૃંગાર ભરથાર,પરોઢીએ.!!

વાલમ બહુ વાહલો છે,એને હરખાવો નહિ,!

જાલિમ લાગે જમાનો ,તેને શરમાવો નહિ.!!

મારા જીવનની નૌકા કેરા નાયક બહુ સારા,

ઉતાળશે ભવ પાર જરૂર,બસ અજમાવો નહિ..!!

એક ગુલાબને સોપવું છે ગુલાબ મરણ સુધી,

જન્મોની જુગલબંધી ને શ્વાશના મરણ સુધી.!!

નિશા ઢલતી રહી જ સાજનના સમણાંઓ મહી,

નીંદર ચોરાતી રહી જ ભાસ્કરના કરણ સુધી...!!

નિશાચર ની વેળા સીમિત રવિના આગમને,

ઘટનાઓ ઘટી મારા જખમના તે ભરણ સુધી.!!

હમેશા ફરતા વિચારોમાં સમય કેવો દોષી.?

મારો રુદિયો મંજુરી ન આપે તે ક્ષણ સુધી.!!

મારા ધીરજની કસોટી એરણે કેવી તે ચડી,

મારી મોહર અનંત કાળે મારા રજકણ સુધી.!!

ટાણું એવું કે જ્યાં ‘ભરત’ મોકો ચુકી ગયો,

પાછો મિલનનો અવસર આવ્યો તર્પણ સુધી.!!

ખુસામતો ને ખાતિરદારી દુનિયા ને ગમે છે,

મીઠા બોલા માનવીયો ને જગ આખું નમે છે.!!

પત્થરોને પણ ઝખમ આપે છે પેલા ઝરણાઓ,

માટે તેમાં પડી કોતરો પણ માનવને ગમે છે.!!

હાથ થામ કે દુર કભી નહિ જાના હૈ હંમે,!

જિંદગી રહે ના રહે સાથ નિભાના હૈ હંમે .!!!

રોજ ફરી જાય છે વિચારો ‘ભરત’ ને કચડીને ,

તોય જુઠું કહેવાઈ જાય છે ‘શાંતિ’ છે મરડીને.!!

કરે કિસ્મત લલકાર,જણ ચુકે નહિ..

ભરે હિંમત કસદાર, જણ ચુકે નહિ.!!

નેક જીવનને કાજે,ખુબ જ લડવા,

થાય છે દુશ્મન યાર,જણ ચુકે નહિ.!!

જૂથના બોલે રહે ,સમાજ નમે પણ,

જુઠનો છે વ્યવહાર, જણ ચુકે નહિ.!!

સુખ ને દુઃખ પામ્યા,કેમ નમો નહિ,

જીગર છે શાનદાર, જણ ચુકે નહિ.!!

નીતિ ને નિયમ જો, ચૂક કરે નહિ,

મળ્યા તેને સંસ્કાર,જણ ચુકે નહિ.!!

ભલે કાયમ દુઃખ જો,આવી પડે પણ,

હૈયા તણાં ધબકાર ,જણ ચુકે નહિ.!!

છે જીવન ‘ભરત’ તારું કેમ ભાર ભર્યું,

કીધો હવે રણકાર, જણ ચુકે નહિ.!!

કદીક પાગલ બની ને પ્રેમની ગાંઠ બાંધી તો જો,

બધાજ અરમાનોને ભરી ખીલે ગાંઠ બાંધી તો જો.!!

કેવા અમે વિરહમાં ડૂબેલા તે જ યાદો મહી,

જોવા તમે એકવાર મહેફિલ માં આવી તો જો,!!

રાખી સ્નેહ દુર રાખ્યો મને,હેતે ન ચાહ્યો કદી,

કદી પ્યારથી આંખની ઝીલ માં મને નાખી તો જો,!!

મારા આંખોના ઉજાગરે કોઈ,નીંદર દ‘યો મને,

પછી હેત ભર્યો હાથ માથે દઇ ખેલ કરી તો જો,!!

નથી હું પાગલ કે વ્યવહાર મારો,રાખો મન મોટા,

એવા અમારા દર્દના માહોલ, ને માણી તો જો.!!

ભલે મંદિર,મસ્જીદ ગુરુદ્વાર,જાય જો માનવી નિત,

નથી હૈયે નજીક ઈશ્વર તેને, માંગણી રહે છે નિત.?

રહી નથી જગની ચિંતા તેને,છોડે એ ઈશ્વર કાજ,

સત્ય ઢાકવા લે જૂઠનો સાથ,પછી ફોડે શ્રીફળ નિત.!!

એવા ઝખમ ક્યાં છે, કે હકીમ દોડતો આવે,!

રુજાયો ઘા હજુ ત્યાં,પાછો નવો જખમ આવે..!!

મિલન હરખાઈ ગયું, વિરહની વેદના જોઈ,

મૃત્યુ પરખાઈ ગયું , સબંધની વેદના જોઈ.!!

ભૂલી એ રાત કે, અમને ખુબ તડપાવ્યા હતા,

અહી મિલન બધા ને કેવું પરમ સુખ આપે છે,

તમે ભૂલો કરેલી તે સમયને યાદ કેમ ન કરો.?

સ્પર્શો પણ હરખાયે તનને પરમ સુખ આપે છે.!!

જોજો ભાત ન પડી જાય,

માણસને ખોળવો મુશ્કેલ.!!

‘ભરત’ તને ભગવાન પર જાજો ભરોસો હતો ,

પણ કેમ ન રહ્યો તું,’ ઓ માય ગોડ’ કહ્યા વિના.!!

સ્વપ્ન પરોઢિયે તો સરી જાએ,

કાગ નીંદર ભલે આવી જાએ,

ભરત ! કે આ સ્વપ્ન જીવનમાં,

જે ન જોઈ શકે,કેમ જીવી જાએ.? !!

તારા પ્યારમાં કેમ શરાબી બની ગયા,

ગમના ભવનમાં કેમ શરાબી બની ગયા,!!

છે નફરત અને બોલે નહિ નફરતમાં રહ્યા

પુરા જીવનમાં કેમ શરાબી બની ગયા,!!

નો‘તા કદીયે હૈયે વસ્યાતા ભલે ને અમે,?

ને એ જ કવનમાં કેમ શરાબી બની ગયા,!!

માનવતા માનવમાં ભૂલી જો પડે તોય,!

તારા જ મનનમાં કેમ શરાબી બની ગયા,!!

હમેશા મયખાને જામમાં મારા દિવસો ગયા,

આજે વચનમાં કેમ શરાબી બની ગયા,!!

પ્રેમની રાહમાં મનનું મનન ગમે ન ગમે,

વળી મંજિલે મુસાફર અજાણ ગમે ન ગમે,!!

ભરી લો ડગલા એના મુકામના પડાવ સુધી,

ફરી તે મુસાફરનું મીઠું જાગરણ ગમે ન ગમે.!!

અજાણ્યા નગરને આજે સમજી લેવા દો,

ને વકાચુકા માર્ગની લઢણ ગમે ન ગમે.!!

વણી લો વાતમાં વ્યવહાર,રીવાજો ને ધર્મ,

ફરી તે વાતો,ને સમજનું સ્મરણ ગમે ન ગમે.!!

મળી લો દોસ્ત દોસ્તીને નિભાવી ને આજે,

વળી બધાને બધાના પગરણ ગમે ન ગમે.!!

મળાવા લાવ્યા તે જૂની યાદો તાજી કરવા,

મને જીવનમાં તેનું કોઈ કારણ ગમે ન ગમે.!!

પ્યારથી જીવનની ઘડી બધી ભરી લઉં ‘ભરત‘,

કેમ આ જગને ફરી તે વાતાવરણ ગમે ન ગમે.!!

પ્રેમમાં ઉદાહરણ ના હોય,

પ્રેમ ઉદાહરણ રૂપ જ હોય .!!

પ્રેમ કરવાનો ના હોય,

પ્રેમ થઇ જતો જ હોય .!!

પ્રેમમાં આલિંગન ના હોય,

પ્રેમમાં એકરૂપતા જ હોય .!!

પ્રેમનું કદી મરણ ના હોય,

પ્રેમ નું અમરત્વ જ હોય.!!

પ્રેમ સહુને ના કરાય,

પ્રેમ એક ને જ કરાય.!!

પ્રેમ દરેક ના કરી શકે,

પ્રેમ દરેક મેળવી શકે.!!

પ્રેમ સર્વત્ર જ હોય છે,

પ્રેમી સર્વત્ર ન જ હોય.!!

પ્રેમને બંધનમાં ન બંધાય,

પ્રેમતો હૈયામાં જ ઉભરાય.!!

માણસ નામે એક કઠપૂતળી,

નિજ હાથો જ તકદીરની દોર !

ખુદ ખેંચતો ને ખુદ જ નાચતો,

જાણે નચાવી રહ્યું કોઈ ઔર !

કઠપૂતળી કોણ ને કોણ મદારી,

ખેલ નિત કરવા તે સમજદારી.!!

ખુદ ખેલતો ને ખુદ ખેલાવતો,

ખુદ બોલતો ને ખુદ બોલાવતો.!!

પાપોને કાપવા બેસું તો જનમોના જનમો લાગે,

પુણ્યોને ગોતવા બેસું તો જનમોના જનમો લાગે,

ગણો તો તે બધાં હિસાબો જ હમણાં ન ગૂણી શકું,

ચોપડે ચડાવા બેસું તો જનમોના જનમો લાગે,

કરમ રેસા જેવા આ ગંઠનો તું ખોલ કેમ માનવ.?

વળીને ખોલવા બેસું તો જનમોના જનમો લાગે,

આ કરમો તો રાખનો ખાંભ છે હમણાં જ ખોડાશે

હું તેને બાળવા બેસું તો જનમોના જનમો લાગે,

મળે સદગુરુ મને સાચા પ્રભુ તુઝ દ્વાર જાવા,

કર્મ ને ધોવવા બેસું તો જનમોના જનમો લાગે,

તમારું મારા લગી આવું તે ખબર તો ન‘તી,

મૃત્યુની વાટ લગી જોવું તે ખબર તો ન‘તી.!!

બધાજ જન્મ કેવા કારણે ગમ્યા જ અમે,

પ્રણયનું સ્મરણ જેવું હોવું તે ખબર તો ન‘તી.!!

સમયની સાથ કેમ સંશય ઓ વધી જ રહ્યા,

મનનનું કેમ જતન હોવું તે ખબર તો ન‘તી.!!

ગુમાવવાનું તને તે કહી ને સમાપ્ત કર્યું,

વચનનું જુઠ ગગન હોવું તે ખબર તો ન‘તી.!!

ભરત કહે કો’ તમે એ મને, અમારા થઈ,

મરણનું કેવું રમણ જોયું તે ફરજ તો ન‘તી.!!

જકડો વચન ને કોઈ ભણે એમ પણ બને ,

તે વાત પૂરે પુરા વણે એમ પણ બને ,

મન છું, કવન છું, પેન છું, કાગળ છું,

રટણ જાગરણ સુધી તાજો જ છું.

સ્પન્દનો વિનાના ખડીયામાં જો તું,

ગોત્યા કરે તો હું તને ક્યાંથી ઝ્‌ડું..?

ચુંદડી,શ્રીફળો,દોર-ધાગા ને તાંત્રિકમા,

માનવીયે કેટલી બેડી પેરી જીવતરમાં.!!

એક અહેસાસ હૈ તેરી ઉન બાતો મેં,

એક જમાના હૈ તેરી ઝ્‌ઝ્‌બાતો મે,

લેકિન વેસે હમ નહિ આપ કે દીવાને,

એક હી મુલાકાતમેં હમ બને પરવાને

વો કહેતા રહા હંમે પ્યાર હૈ તુમસે,

વો રડતા રહા થા વો સુનને તુમસે.!!

નમતો સ્વાર્થી ગમતો માનવ,

ગમતાનો થઈ ભમતો માનવ.!!

ગોરખ ધંધા કરતો માનવ,

દુખિયા સામે હસતો માનવ,!!

કાયદા સાથે રમતો માનવ,

દાતાર બની પૂજાતો માનવ,!!

ઝગડામાં ના પડતો માનવ,

માંગી ઝલસા કરતો માનવ.!!

મંદિર જતા હરખાતો માનવ,

દાન દ્રક્ષિણા ભરતો માનવ,!!

નાણાં જાજા ભરતો માનવ,

ખાલી હાથે જ જતો માનવ !!

જુઠ કે‘વાનો તને મળ્યો સમય,

રોજ જુબાની આપી ને અભય.

દેવી પડતી તારીખ ને સમય,

બેડી સાથે આવ્યો જાજો સમય

ગામ વચાળે મારું કેદખાનું છે..!!

નાણાં લૂટો સજનતાથી પછી ચોરી કરો,

ડાબા હાથની કમાણીથી ખુબ ઘર ભરો,!!

કાળા કોટ ને કાળા નાણાંથી મસ્તી કરો,

આયખું આખું ભલે સહજ શાંતિમાં ફરો,!!

તેડું યમરાજનું પલમાં બધું ધૂળધાણી.!!

મળી છું જેમ મળ્યા આજ સુધી,

વાત ને રગદોળુ હું પરોઢ સુધી.!!

મિલન રે‘શે આપણું અનંત સુધી

નથી હવે જુદાઈ ભવો ભવ સુધી.!!

ખુશ્બુ સબંધોની જાય છે, ના રહે કદીય જીવન સુધી

મારી આશ તોડીને પણ હશે, ખુદ કહેનાર જતન સુધી,

ન કફન સુધી,ન જરા સુધી,નહિ દિલના, ન ગગન સુધી.

બસ કારણે પણ કે‘વું નતું , ફક્ત સાચ જુઠના ભવન સુધી.

ભલે સાથના હો સખા તમે,વળી સ્કુલના જ કવન સુધી,

અહી પારખા નજ માંગતો,પછી વાતના જ ખનન સુધી.

તમે આબરૂ કેરા હીરલા,અમે કાચના કટક તન સુધી,

નથી દોકડા તોય જીતતા,હતી ભાવના છેક મન સુધી.

રહી લાલસા દિલ માનતું,પરમ ધામના ઉપવન સુધી,

હવે સાથ છોડીને ચાલ્યા,પછી બોલતા એજ તન સુધી.

બે વાત એવી બને અર્થ એક બને,

જે સ્વપનમાં હોય તે હકીકત બને,

મુકામથી ભલે દુર હોય પથિક પણ,

મંજિલમાં એક સાથીનો સાથ બને.

વાત કહેલી ના કરો, ખાર જાજો પણ ના રહે,

મારા નસીબે છે દોસ્ત,પછી મુંજાતો જાઉં છું!.

ફેલાયો છું તું મનથી કદમ તળ સુધી,

પહોચ્યો છું રગથી હર્દય દ્વાર સુધી,

જોયા છે નિરાકાર થી આકાર તુજમાં,

હતા બે, એક બનાવી લે અમન સુધી.

ફેલાયો છું મન થી કદમ તળ સુધી,

પહોચ્યો છું રગ થી હર્દય દ્વાર સુધી,

જોયા છે સાકાર થતા સ્વપન તુજમાં,

હતા બે, એક બનાવી લે બદન સુધી.

ચંદ લબ્જોને સવાર લી જિંદગી મેરી,

ચંદ લબ્જોને પુકાર લી બંદગી મેરી,

આ દર્દ પણ કેવું બેસૂરું લાગે છે,

પરોઢનું કાગનું બોલવું લાગે છે,

પાનખર શું જાણે વસંતની ઉષ્મા,

જાણ્યે કોઈ નાસૂર જખમ લાગે છે .!!

કોઈને કરમ મારે છે,કોઈને ધરમ મારે છે,

કોઈને મરમ મારે છે,કોઈને ભરમ મારે છે,

ખૂટી ગયા ખ્યાલો અને,ખૂટી ગયા સ્વપના,

મૂકી ગયા મહેલો અને, લુટી ગયા અપના..!!

મારા હતા પરાયા થયા,સગપણ થયા ખોટા,

ભૂલ્યા પછી પસ્તાયા બધા,ભારા થયા મોટા.!!

તારું સમજવું ને મારું સમજાવું કેવું લાગે છે.?

પ્યાર સમજવા ને સમજાવવા કેવું લાગે છે .!!

બસ.! આતો દુખે પેટને કૂટે માથું તેવું લાગે છે,

ભર્યો સાગર આંખોમાં મરજીવો થવું લાગે છે.!!

દકસબૃર્ ર્દ્ય+રક ઇઠંસ વક;સૈ

દ્વકસગહ ફનયદક બયકત યક;સ !

વાઉકસઅ લસ ફ‘કદદ્વક ઉ દહ ગશૈ

ગઇલસ વચ ડ;કસઅ લગક ઉ તક;સ-!

લઇ; હ્યકહ ફનયઇસઅ ચકસત ચઉ ક્ષ;કૈ

વકત હ્યકહ ફઇયઉ ;કન ડ;કસઅ વક;સ-!

ફદલ ઇઅફતય રદ ઉકમઈઇહન જગદ્યૈ

ફચેકજક ગઠદ્વક ેદ્વકચ હ્યકજ યક;સ-!

હ્યકજહ ગશ લકજહ ેકઠફલ;ક રસજહૈ

વહ્યકહ દ્વકસ વકઅ‘કઠ વક✓ેકકસઅલસ તક;સ-!

તારા આગમને મને ઢંઢોળ્યો છે,

ખારા પાણીએ મને ફંગોળ્યો છે ,!

તું છે નદીના પટની મીઠી વીરડી,

પણ.!

મારા ધખતા જીવનને ઠાળ્યો છે .!!

મારો હાથ આપું એવા હાથને,જે હાથ સાથ નિભાવશે,

તેના ગીત ગાતા મારા દિલને,એ સાથ નાથ નિભાવશે.!!

માન્યા મેં જનમ કેરા ભરથારને,તે ભેદ ભરમને ભાગશે

ગગને રોપ્યો મારો માંડવોને,તે નિજ ધરમને માનશે.!!

વિશ્વાસે કરી બાંધી ગાંઠ હૈયે,જે હેત ભરીને છોડશે,

ચોકી હોય ચાર મારા માંડવે,જે ગૃહ બનીને લાગશે.!!

આ મારી રઢિયાળી રાત આજે,થઇ ફૂલો કાયા જાગશે.

મારી કાયાના માણીગર મને, હરખે મન ભરીને માણશે.!!

પ્રભાતે ઉઠી મીઠી પ્રીત મારે,એ સ્મિત કરીને લાવશે,

તેની આંખ મારી ચિંતા જોઇને,એ મધુર સ્વરે જગાડશે.!!

ખુદાને ક્યાં ખબર હતી,ખજાનો ખૂટી જશે,

મૃત્યુ લોકનો માનવ છે,ખજાનો લુટી જશે,

પથ્થરોને પુજતો આમ,પથ્થર બની જશે.?

કરતો કચરો ભેગો બધો,માનવ મટી જશે.!!

ચંદ લબ્જોમેં ગુજારલી જિંદગી મેરી,

ચંદ લબ્જોને પુકારલી બંદગી મેરી,!!

આપ આંખે ઝુકાકર યુ નીકલ ગયે,

ચંદ પલોને પુકારલી જિંદગી મેરી.!!

સાચે જ પ્રેમ મારો હવે વગોવાઇ રહ્યો છે,

નિભાવવો છે પ્રેમ ? તો દિલમાં ભર્યો છે...!!

ઝૂક્યું છે આકાશ કેમ વાદળોના સહારે આજ,?

નક્કી કોઈ ફરીસ્તો ભ્રમણે નીકળ્યો રે આજ..!!!

ખીલ્યા ખુબ પુષ્પો વાસંતીના આજે,

વસંતના આગમે કોયલ ટહુકી આજે..!!

રાસ રચ્યો આજે નક્કી તમને મળીને,

પછી ખીલ્યો ચંદ્ર સોળે કળાએ સઝીને..

સંસયના પત્થરોને શ્રદ્ધાથી મૂર્તિ બનાવીને,

મંદિરના ગર્ભગૃહે હું ઉભો છું શંખ બજાવીને..!!

હવે મને કેમ લાગે છે,જીવન છે જીવવામાં,?

નથી મારતો નિત્યે હું,નથી જીવતો નિત્યે તું..!!

કહો છો ના તમે,આપણી તો ‘હા’ જ છે નિત્યે,

છતાં પણ તમને પૂછવાની ટેવ જ છે નિત્યે.!!

હું માણસને શોધું,માનવતાને શોધું,શોધું છું કોઈ મહાત્માને;

પછી શાંતિના પાઠ દે મને ગોતી હું મહાન કરું મારી જાતને..!!

તેની ભલાઈને કેમ ના નમું,કરું છું બંદગી;

ભરવા ભલાઈના જામ,લઇ ભમું હું છું જિંદગી.!!

વાંચી જવાતા બધા જ વેદો,ઉપનિષદો સારા,

વાચ્યું ન વાચ્યું બને,સારી યાદી છે જિંદગી.!!

કણસતા રહ્યા અમે,પામવાને એક ક્ષણ સ્પર્શની,

સમર્પણ હતું ને,નિશાને ઠોકર મારી ચાલ્યા ગયા..!

પ્રીત કેમ હરખાઈ છે,

દિન રાત ગમખાઈ છે.!!

દિલે છે કોઈ વાત,

આંખે બેવફાઈ છે.!!

મુંજવે તે વાત કાં’ ?

પ્રીતમાં લડાઈ છે.!!

રહી નથી ખાલી વાત,

બની રહી જ ગવાઈ છે.!!

જાત કેમ ભૂલીએ,

જાત તો વનરાઈ છે.!!

ઉમંગ છે તો છે રંગ,

સાથ છે તો વધાઈ છે.!!

મિલન નું ટાણું થયું,

કેમ જુઠી તવાઈ છે.!!

યૌવનનું કરે કવન,

જાત કેમ કરમાઈ છે.!!

જંગમાં પણ જીત ક્યાં ?

મૃત્યુ ની જ વધાઈ છે.!!

પરાયા કોણ તમારે મન જાણી લીધું,

તમે પણ જોઈ અમોને,મન વાળી લીધું,

ગરીબીની જાતમાં અમે આગમન કીધું,

અમીરીના દિલથી અમે આચમન કીધું.!!

છું જળથી વિખુટી પડી ગઈ,.

તે વાણી ગગનમાં વિખેરાઈ નમી ગઈ.

છે પાણી પાતાળમાં જુક્તિ જડી ગઈ,

એ જીવનની સાચી જ મુક્તિ મળી ગઈ.!!

શ્વાસ ઉશ્વાસનું સાચું એ જ સરવૈયું,

સિલક ન વધે કે ઘટે,આવ્યું તે મૃત્યુ.!!

જાતને જાણવા મથ્યો તું જીવન આખું,

કેમ ભૂલ્યો માયલો, ખોયું તે આયખું.!!..

ભૂલ્યો નથી તેમના સમર્પણને,

જાણ્યો નથી તેમના જ દર્પણને,

મન મારું મંદિર છે, તન ચારો‘ય ધામ,

છે સાથે સરિતા પણ,ડગ ચાલે સકામ.!!

દિલ મુંજાણું દોલતમાં, બુદ્ધિ કામિની કંચન મહી,

આંખ લોભાણી લાલચમાં,જીવન વીત્યું મંથન મહી .!!

સમજાઈ ગયા હવે તે મોહરાઓ,.

આ નાટકે, જેવો રોજ ભજવે છે.!!

નથી સરનામું સાચું,માનેલા સંબંધોનું જગમાં,

ભલે સરનામું આપું,જામેલા બંધનોનું જગમાં.!!

ભરત કહે અટકીશ નહિ,ભલે ભૂલ્યો રામ,

વરતી ને ધ્યાન કરે તો, ભૂલે તું તમામ.!!

મળ્યા ‘ભરત’ ને સૌ, સારા સમય પર એજ કારણથી,!

હતી જાજી સાયબી ને, એ મારી અણસમજ સ્મરણથી..!!

ના,દોસ્ત એ આઈનો સાચો, ને લાગણી પણ સાચી,

બસ, !.દિશા સુરજની સાચી, જોવાની દ્રષ્ટિ કાચી...!!

મરને કે બાદ ભી, આંખે રહી ખુલ્લી;!

આદત જો પડ ગઈ,તેરે ઇન્તજાર કી..!!

ઉમરખાન બાવલિયા ..ફબબઅકા..

કાગા સબ તન ખાઈયો ,ચુન ચુન ખાઈયો માંસ,

દો નૈના મત ખાઈયો , મોહે પીયુ મિલન કી આસ ..!!

કરે છે ધરમ પણ, વૈભવ મળ્યેથી સહજ,

પરસેવો નથી પડ્યો,પણ સાહ્યબી મળી,

ખુદની આવડત થી ,છો મૌન રહે હવે,

બાપની કમાઈથી.તને જ સાહ્યબી મળી..!!

સુખે ભલે હવે આંખો મીંચી ને,!

મારા હતા બધા, સાવ ભૂલી ગયા.!!

બસ. તમારા સમ !, એ મારો પ્રેમ છે,

એ જ કહું છું ,કે તમને પ્રેમ છે,!!

કેમ કહું કે, તમે ધડકતા દિલ છો,

તોય નથી તે,તમે માનતા એમ છે.!!

જોઈ બહુ છે, ઉરમી ઉછળતા તનમાં,

કેમ કહું પણ,એ યૌવનની ફોરમ છે.!!

કેમ ફરે છે, નયન ચકર વકર આજે,

એજ બોલે કે,પ્રેમનો જ મરમ છે.!!

ખુબ ભર્યા રે, સ્વપન આજે સેજમાં,

કેમ તનમાં રમે,મોરનો જ ધરમ છે.!!

- : ફોગટ ફેરો ફર્યો સમજણ વિના......

ફોગટ ફેરો ફર્યો,સમજણ વિના,

ફોગટ ફેરો ફર્યો.....

માનવ બન્યાનો મહિમા ન સમજ્યો,

નાણાં ની લાગી છે લાર...સમજણ વિના..

કુડ,કપટને અનીતીમાં ચાલ્યો,

પ્રભુ નો ન રહ્યો ડાર.......સમજણ વિના...

શરાબ,સુંદરી,સત્તામાં મોહ્યો,

ખોટું કરી પામ્યો હાર.......સમજણ વિના....

‘ભરત‘કહે તમે જુઓ વિચારી,

માથે છે મોતનો માર.......સમજણ વિના....

એક અરસાથી, તમારી યાદના બીબા લઇને ફરું છું,

આજ તારો એ, ચહેરો બીબાથી જુદો લાગે શા માટે.??

મળે તે જ માણતાં શીખો ,

ગમે તે વખાણતા શીખો.!!

ફરી બોલવ ન મને, ઉભો રહ્યો હું વટમાં,

બહુ વખત થયો ને,તમે ન આવ્યા ઘટમાં.!!

જાજા જખ્મો સહીને, પણ ભૂલ્યો નથી તમને,

જાણે જખ્મો જ મલમ,બની રહ્યા હવે અમને..!!

આ સજા પામેલા મૃત્યુની,સૌ કેમ વાત ભૂલી જાય છે,

કોઈ ચાલ્યા છે પ્રેમમાં ભૂલી,કોઈ વૈભવમાં ભૂલી જાય છે.!!

ફકીરો ને કોઈ‘દી ચોરાશી હોતી નથી,

અમીરોને કોઈ‘દી લાચારી હોતી નથી,!

ગરીબો ને કોઈ‘દી દિવાળી હોતી નથી,

ઇબાદતમાં કોઈ‘દી મંજુરી હોતી નથી..!!

મુજાયેલો રહે છે શખ્શ, ઈશ્ક કરતો જાય છે,

બુજાયેલો રહે છે દાહ,અગ્નિ બળતો જાય છે.!!

અવિશ્વાસનું ન કોઈ, તારણ નીકળ્યું,

અવિનાશ નું ન કોઈ,ધારણ નીકળ્યું,!

અમે સમજણે ભૂલ્યા,ઇલ્જામ વાતમાં,

હવે બોલતા સાચું ,ભારણ નીકળ્યું.!!

અરીસામાં જેવો દેખું છું,તેવો જ હું લાગુ છું ,?

પહેલા લાગુ છું તેવો હું ,કાયમ રે‘વા માગું છું,

ફરક એવો છે કે તું સામે આવ્યે જ દેખાડે ને,!

અમે સામે આવ્યા તેને,મારા જેવા જ માગું છું.!!

કહીશ જો હું અસત્ય, તો પકડાઈ જાવાનો,

સજ્જન જો બનીશ, તો પૂરાઈ જાવાનો,

ભક્તિ રૂપે રહીશ, તો મીરાને જેમ હું પણ,

હરિના ગાણા ગવાય,તો જ સમાઈ જાવાનો.!!

જાગી જાગી ને નિશા પાસે મેં માગ્યું એવું,

તારું મિલન મારે, સે‘વું છે રાતભર માટે,

મને સ્મૃતિ રે’ મારા અંત સમયે સાથે.

મારી મુલાકાતે, જોવું છે રાતભર માટે..!!

સાથ મેં નિભાવ્યો ઘડી એક,પ્રેમીની વાતમાં,

શબ્દે શબ્દેમાં જખમોની પીડા નીતરતી મળી.!!

તારી યાદો કલ્પવૃક્ષ,

મારું હૈયું આમવૃક્ષ..!!

તારા આલીગનમાં જ, મારા મૃત્યુની જાણ થઇ,

તે મારો વિશ્વાસ હતો , હું મારો ન રહી શક્યો.!!

-ઃ સોરઠા :-

સવાર થતો પ્રેમ,બપોર આપે વેણ,

સાંજે તૂટે કેણ,સ્વાર્થના સૌ ભરત..!!

વિપતે ભટકે નહિ, વાણીએ નો ખટકે,

ઈ નવખંડેનો અટકે,સાચા પ્રેમી ભરત.!!

-ઃ ભજન :-

માનવ મનને એમ રાખજે, જોવે ભૂલો ખુદ રે,

જીવન ધારા કેમ જળહળે , તરસે અનહદ વજૂદ....માનવ

ધીરજ ધરી રામ જપજે, કરજે કામ વિચારી રે,

ચિંતન કરજે તારી જાતનું,જાત તારી ઉગારી રે..માનવ ..

ભણીને ભણતર આવ્યો તું, કેમ સંસ્કાર ને ભૂલ્યો રે;

હર્દયે નીરખ ઘડતર, સત્ય સનાતન છે ગમ્યો રે, ..માનવ

માતા પિતા જાગતા દેવ, કાઈ મૃત્યુલોક ઉપર રે;

કેમે પૂજે પથ્થરા પાણી,ભૂલી સ્વ ધરમને પરે રે...માનવ.

રામ રહીમ છે બે ડાળી, કર મન તું ચિંતન તેનું રે,

ભાવ ભૂલ્યો ભવમાં જાયે,નક્કી ચોર્યાસી તેનું રે....માનવ.

મારી વેદના મારી કલમે ,આજ કાગળમાં ઉતારી છે ;

તારી જિંદગી ખાલી ખડીએ,આજ સાહિ મેં પલાળી છે.!!

વાગે છે આજે જન્મોથી,છુટેલા તારા પ્રેમના બોલ ,

આંખો ને મટકે આવોને,દીધેલા વેણે થાવ કિલોલ..!!

વિતાવી ઉંમર યાદમાં તો સમજાયું,

ગુમાવી ધીરજ મિલને તો સમજાયું.!

વિરહની વેદના ક્યાં સુધી સહેતા તે,?

ભુલાવી વેદના,આવકાર્યા તો સમજાયું.!!

પયકસ ઇસજસ લકજસ નકસળર વકાદસ ગકસૈ

વકાદસ લહ્યકહ ક્ષઇ ગઇકજસ ગકસૈ

ઇસજહ લકજહ વકનરસ વકાદહ ગકસૈ

વકાદહ લકજહ ક્ષયફર;ક ઇસજહ ગકસૈ

પયકસ ઇસજહ ાદ્યજહ મઇઝ વકાદહ ગકસૈ

દસદ્વય વકાદહ ;કનસ ઇસજસ લકધક ગકસ--!!

કોનામાં પ્રેમની ઉર્મીયો ખીલી ઉઠશે.? કેમ ખબર..!

લાવને બધામાં મારી લાગણી વરસાવી જોવું..!!!

ઉગે એ તો આથમે, ખીલે તે કરમાય,

જન્મે એ પણ જાય,સમય ભુલાવે ભરત.!!

વાણી હોયે મીઠી ,આંખો કરે ઉલાળા,

હૈયે હોય ઉછાળા,પ્રીતના એધાણ ભરત..!!

જોબન હાલ્યું જોતા, કામિની કંચન મહી,

ઈ સાહ્યબી ક્યાં રહી, સ્મશાને જાતાં ભરત..!!

હરદમ કઈક જો કહેતી રહી મને,

સુરાલયે પણ ન ભુલાતી રે ગઝલ.!

દિલની એ જ તો હતી માંગણી તને,

અંતમાં જાગે જે લાગણી એ ગઝલ.!!

સોગંદ તો શું,તારો સ્પર્શ તેને જગાવી નહિ શકે,

તમામ સબંધોને સમજી‘ભરત’ હમણાં જ પોઢ્યો છે.!!

ફુરસત મળે તો રડજે મને,! કોણ જાણે કાલે ?

સુખનો રવિ તારો મધ્યાને હોય,ને ના પણ મળે..!!

મલમલનું મન છે મારું,

સંભાળજો સરકી ન જાય.

બાંધ્યો છે પ્યાર અમે ,

સંભાળજો છુટી ન જાય.

સુતો સદા પૂર્વ,પશ્ચિમ ને દક્ષીણે, મારા જ ગૃહે,.

આજે મને બધાજ ઉત્તરે કેમ,માથું રાખી ઓઢાડે..??

લીમડાની એક ડાળી પણ છે મીઠી,

છે મને વિશ્વાસ કે તુજ છે મારી આશ.

હશે ભલે દરિયો પણ આખો ખારો,

એક મીઠી વીરડી છે તું મને છે આશ.!!

ચીઠી, ના કાગળ,ના માંગું હું મુલાકાત તારી.

તસ્વીર, ના વાવડ,ના ચાહું હું જાતભાત તારી,

તારી યાદો જ મને,દેજે બસ બીજું કાઈ ન ચાલે.

જોજે તું સજની,ખાલી દિલમાં રહે ચાહત તારી.!!

તારી આંખોના પીધા જામ, હવે કાઈ કરવું નથી;

આખી રાતોના દીધા ઇનામ, હવે કાઈ કરવું નથી.!!

એવા નાજુક ફૂલની જેમ,દિલના મરીજ બની ગયા;

વૈદો કેરા ઈલાજ બન્યા હરામ,હવે કાઈ કરવું નથી.!!

ગુલાબ,ગજરો ને ફૂલો તણી સેજ સજાવી હતી મારી;

મિલનના જનાજે હતો જે મરમ, હવે કાઈ કરવું નથી.!!

ભૂલી નથી દીવાલો સ્મરણોને હજુ તે ક્ષણની બધી;

ચૂકવ્યા હતાં મોલ અમે તમામ,હવે કાઈ કરવું નથી.!!

ગુમાવી હવે ગરિમા તારા,મહોબ્બતમાં દિલરુબા;

સુનાવી સજા ગુનાની તમામ,હવે કાઈ કરવું નથી.!!

ઈશ્વર પણ આજે કેમ, અધુરો લાગે રે મને;.?

શરણાઈ,ઝાલર, શંખ,નગારે જાગે રે હમેશ.??.!!

વસંતમાં વગડે ફરફરતો પવન, ને કોયલના ટહુકા;

ઘડપણમાં સફેદી ફરફરતી કવન,ને મૃત્યુના ટહુકા.!!

છે હાથ તારો સાથમાં, તો સફર સહજ થાય;

કોને ખબર મંજિલે છું, કે મુકામ આવી જાય.?

બસ. તમારા સમ !, એ મારો પ્રેમ છે;

એ જ કહું છું ,કે તમને પ્રેમ છે.!!

કેમ કહું કે તમે ધડકતા દિલ છો;

તોય નથી તે,તમે માનતા એમ છે.!!

જોઈ બહુ છે ઉરમી ઉછળતા તનમાં,

કેમ કહું પણ,એ યૌવનની ફોરમ છે.!!

રાત નથી કેમ લાંબી આ મિલનની,

તોય હજી સ્વપ્નાઓ કેવા ગરમ છે.!!

ફોરમ વિના ફૂલની પણ કિંમત નથી,

તોય મુજ પાગલ પર તેની રહેમ છે.!!

મિલન તો નક્કી છે મારું અહી આજ,

તોય તારી યાદ માં ઝૂરવું ધરમ છે.!!

ખુબ શણગારી વસંત તમારી યાદમાં,

તોય પાનખર થઇ ખરું તેજ વહેમ છે.!!

રહી હું લુંણની પુતળી વળી ચાલી;

આજ લેવા સાગરનો તાગ ચાલી..

તારું ને મારું જીવન સરળ છે‘ભરત‘,

ન સમજાયેલી ક્ષણો ઘોળાય છે..!!

ભરી લો મહોબ્બતમાં નશો, તેની યાદોનો ;

ફરી તે મદિરાની ઝેરી અસર ચડે ન ચડે.!!

દિલમાં તારા નિત ધબકું છું,

નીદમાં કેમ રોજ ઝબકું છું,

રોજ શું યાદોમાં આમ તડપું,

જીવનની હર પળે અટકું છું.

શબ્દો શબ્દોના આ બધા ભેદ હોય છે;

બાકી જીવતા મન તો ઘેર ઘેર હોય છે.!!

તમને તો બસ અમારી ફરિયાદ કરતા જ આવડે છે,

અમને તો તમને ફરી ફરી યાદ કરતા જ આવડે છે.!!

ભેદ ના ખેલ કેમ સમજે મનવા, ?

અભેદ ખેલ કબીર સમજે મનવા.!!

સાચા સવાલોના જવાબ નથી હોતા ,

ને હોય છે તે એટલા સાચા નથી હોતા..!!

હારી ગયો તો ખુબ, જે જીતી શકત ન હું,

કે‘વું પડે કે ઈશ્વરે, રાખી મોતની સજા.!!

ભ્રમ કરાવે ભેદ,જ્ઞાન કરાવે વેદ,

કામ કરાવે ખેદ,સંત કરાવે અભેદ.!!

દિલમાં હતું એ દર્દ,તારા શબ્દોમાં દેખાય છે,

કિતાબે હતું તે કવન,દર્દ કલમમાં દેખાય છે.!!

સાંજ પડે ને દન આથમે, અને ચકલી બેઠી રોઈ,

ચલ ચકલા ઉન દેશ ચલે,જહાં રેન દિન ના હોઈ,

દર્દ મિલન પહેલા મટી જાય તો સમજાય નહિ,.

ખુશી મલમનું કામ કરી જાય તો સમજાય નહિ.

પાણીથી ચરણ ધોવાય જાય તો સમજાય નહિ,.

અશ્રુઓથી નવાણ કરી જાય તો સમજાય નહિ,.

મારી યાદોને આવી છે આજ ઉમંગની ભરતી,

તારી ના‘યે ઓંટ હરી જાય તો સમજાય નહિ,

સાચા પ્રેમને ગણે છે બધા કેમ આમ જ પાગલ,

મળ્યું રૂપ જો સુંદર ઠરી જાય તો સમજાય નહિ,.

પ્યારનો માર્યો તો જીવશે જાજુ તારો ‘ભરત‘;

દોષનો માર્યો એ મરી જાય તો સમજાય નહિ,.

દિલના બધા જ જખ્મોનો ઈલાજ ન કર,

ખબર પૂછનારા નો વિશ્વાસ ન કર

જોયેલું સ્વપ્નું કહેવાનો ડર લાગે છે,

માનેલું મિલન જોવાનો ડર લાગે છે.!!

બેટા કહીને બોલાવતા, વારે વારે ભરતા વ્હાલ;

ઈ હૈયા કેવા હેતાળ,એના વિયોગે પડ્યા ‘ભરત’

સ્વપ્નો બધા જ હું ચોરી લઉં છું,

યુક્તિ થી તેને કોરી લઉં છું,

થાય જયારે ઈચ્છા સાકારની,

તસ્વીર પર હાથ કરી લઉં છું.!!

બેટા કહીને બોલાવતા, વારે વારે ભરતા વ્હાલ;

ઈ હૈયા કેવા હેતાળ,એના વિયોગે પડ્યા ‘ભરત’

સમજે છે લોકો તે જ ચેહરાને અહી,

ખોટા સાચા છે ને સાચા ખોટા અહી.!!

સફરમે મિલે તો અપના હમસફર બના બેઠે,

જિંદગી મિલી તો પરવરદિગાર માન બેઠે..!!

તારી કહાનીનો સારાંશ હું જ છું,

નથી હું પરદે કે પાછળ કદી પણ,

બને સફળ કે નિષ્ફળ તું હીરો છું,

તારી કહાનીનો લેખક આજે હું છું.!!

પ્રેમના પગથીયે કેવા જખમો ભર્યા છે;

કેમ આ હાસ્યથી મલમોના નગર ભર્યા છે.!

જોયું હતું કેવું મધ મધતું તે હાસ્ય અમે;

ખાલી રુદનના ભણકારા સભર ભર્યા છે..!

જોવો આંખોમાં સાગર છલકે છે નિત્યે;

મિલનના વાદળા કેમ શણગારે ભર્યા છે.!

સુતી નથી આંખો આખી રાતભર મારી;

પ્રભાતે સ્વપ્નો જાજા અંધકારે ભર્યા છે.!

સ્પર્શ્યું પે‘લુ કિરણ રવિનું મુજને જયારે;

આમજ કળી મટી ફૂલના સાગર ભર્યા છે.!!

આંખો એ ઘણા અજવાળા જોયા છે,

ધોળા વાળના અણગમા જોયા છે.

શાંત થયા આવેગો મનમાં ભર્યા જે,

આજે પાદરે યમરાજના ડેરા જોયા છે.!!.

નથી નુર તે ચેહરા પર,નથી તે કોમળતા કળીમાં,

મારી નજરો એ જે જોયું,તે છે તેમની સરળતામાં.!!

જીવનની તૃષાને, પોસવામાં પાગલ ન થા ‘ભરત‘,

સ્વાશા ઓછા ને ,ઈચ્છાના સાગરને પાર જવું છે.!!

ઈચ્છાઓ સેકડો જંગલી વેલ સમી, ઉગી રહી મારા અંતરમાં,

એક ઠોકર લાગીને જરા દ્રવી ઉઠ્‌યા,તાર બધા મારા શરીરમાં.!!

ધ્યાન સરખું રાખું છું હું, ભીતરને બહાર વિવાદમાં,

સામેલ થાવું સરખો હું, જીવનના બધાજ વિષાદમાં,

જોને છતાં પણ પ્રમાદને, પકડી નથી જ મૂકી રહ્યો, પણ

નથી હું મારા આનંદને ,ઝૂકવા દેતો નિનાદમાં.!!

અરજ સહુ સાંભળો રે,મારી ભક્તિ પરમ પાવન;

ધરમ ધારણ છે રે, સર્વેને મંગલકારી ભાવન.

ળઅકહવઅનઉ બઅકા.ગઅરબા ચહઇ..

મિલનના વિચારોમાં અડધો થઇ જાવ છું;

તારામાં હોઉં તોય રખડતો થઇ જાવ છું.!

વરસે લાગણી તારી અષાડની હેલી જેમ;

દુષ્કાળે ધરા જેમ સાવ સુક્કો થઇ જાવ છું.!!

માંગી લઈશું અમે,

કિસ્મતના હાથથી,

ગોતી લઈશું અમે,

પાતાળના પડથી......

મંઝીલે મંઝીલે પથ્થરો નક્કી હશે,

ને અમૃત સાથે ઝેર પીનારાય હશે.!!

તારી સુંદરતા જોઇને,મારી કલ્પનાઓ સુંદર બની જાય છે,

મારી કલ્પનાઓ તારા,રૂપને કંડારવા બાગી બની જાય છે.!!

શબ્દોના ઉગાડો છો ફૂલ,આ ફેસબુકના આંગણે,

ગઝલ ને કવિતા ના છો, સાચા તમે બાગબાન.!!

સુખ દુખની હસ્તીમાં ફર્યા કરે;

કુદરતના ખોળે એ ખેલ્યા કરે.!!

નઝર કોઈની ગમી, હેત ઉભરાય તો શું કરું ?

પછી આંખોમાં ઉજાગરા, ભરાય તો શું કરું ?

ગમતા હોવા છતાં કેમ,નઝર ચોળાય મારી,

રમતા હૈયે નિત,નામ ભૂલાય તો શું કરું ?

ભૂલે દિલ મારું ધબકાર,કેમ તને ભૂલું ,?.

ઘાટી નિંદ્રામાં પણ,જોવાય તને તો શું કરું.!

કેટલાય થયા સ્વપ્ના ભેગા ઈશ્કના મંઝીલે,

એક ગમતા ખોરડે ,જો ઝૂલાય તો શું કરું.!

કેટલાય જખમો છે,આ તનના મરીજખાને,

તમારા સ્પર્શથી કોઈ,એક ભરાય તો શું કરું.!

કલમ છે તારી યાદોની,મારી સાથમાં,

રોજ રોજ મહેકાંઉ છું,તને જ કાગળમાં.!!

ભલે તારે ભૂલવું હોય,પ્રીતનું ચિત્ર અમારું ,

હવે મારે ઘુંટવું કેમ, કોઈનું દિલમાં મારું.? !!

સુખના રે હલેસે ક્યાં સુધી હાલશો;

દુઃખની રે ફલંગે ક્યાં સુધી દોડશો.!

ધરમ કરવા ભાગે,કરવા ધનને ધોળું;

કરમ ભરવા જાજા,અંત સુધી ભાગશે.!

ચિતા જ નથી તનની,યંત્રવત બની જાય;

ખુશી સમજે નાણે,રાત સુધી જાગશે.!

મિલન નથી માંગતો,ઈશ્વર કેવો દયાળુ;

જુદાઈ જાતે ભણે,વાત સુધી માંગશે.!

સફર હતી માનવની,કોઈ માનવતા જડે;

મુકામ કેમ ગોતું ,ખંત સુધી લાવશે.!

નશામાં નિત રે‘વે,માયાનો બની દાસ;

સુઝે ન સ્નેહી તને,તંત સુધી ચાલશે.!

જનમ ને સમજ્યો નહિ,ઊજળા રાખે અંગ,

મરણ ના મારે ઝૂલે,મોત સુધી જ લડશે.

માગશો અમને શાહી સ્વરૂપે,દિલમાં નિત મળશું,

કોણ જાણે કેમે ઉતારશો, વિરહના વાટે મળશું,

ખુદા પણ જાણે છે, નથી સહી શકતો સજા મારી,

આપું વિરહ પ્રેમે, નથી સહી શકતો સજા સારી.!!

કોણ જાણે ક્યારે કોઈ પ્રેમી, અઢી અક્ષર ઘુંટ્યા કરે,

કોણ સમજે તેનાજ લાગણીના,અફાટ સાગર ઉમંગને,!

હસતો નથી માનવી,સમય હસાવે છે તેને,

રડતો નથી માનવી,કરમો રડાવે છે તેને.!!

ઇચ્છાઓને આમ તમે વાવો નહિ;

સમસ્યાને સાદ દઈ બોલાવો નહિ.

ખુબ જ ચીવટથી જિંદગીને માણી;

આમ સોગન આપી શરમાવો નહિ.!!

મરવા માટે મરજીવા ન થાય,

મરજીવા થઇ કેમ તરવા જાય.?!!

માણી શકાય એટલી ક્ષણ આજ તારી નથી.

કાલે મિલનની પળને કેમ જાણી ન હતી.?

વિરહ ને ભૂલીને પ્રેમ કોણ કરશે;?

સુરજ ને છોડીને ઉષ્મા કોણ કરશે.?

શરણના સાનિધ્યમાં ભય તે કેવો;

વચનથી જજો ભરોશો કોણ કરશે.!

મૌન બની સ્નેહીયો જ કેમ ભીડવે;?

કિસ્મત થી વધારે દયા કોણ કરશે.!

હું અંગતના ભરોસામાં મરી જાઉં;

વિશ્વાસના નભમાં પગલા કોણ કરશે.!

જોવો ઈચ્છા બધી કફનમાં ઢંકાઈ ગઈ;

સનાતન મરણને નનૈયો કોણ કરશે.!

તારી વેરાન જીંદગીમાં ઉર્મીયો ઉગાડી શકું;.

મારી વિસાત નથી કે તારી વાતને ટાળી શકું.!

શરમ થી શરમ મળે તો,કેમ બેશરમ બની જાય છે,

ખબર થી ખબર મળે તો,કેમ બેખબર બની જાય છે.!

કરું હું તને પ્રેમ કહીને નફરત ભરી જાય છે.?

પછી ઉમ્રભર જખમો આપી,બેરહમ બની જાય છે.!!

તારા મિલનથી, હું ખુબ ખીલતો,

તારા વિરહમાં,જાતને ય ભૂલતો..!!

જોવો શ્વાસ અને ઉશ્વાસની એટલી રમત છે,

લીધો ત્યારે જીવંત હતો નીકળ્યો તો અંત છે.!!

ખુદાના કાનુનની,કરવા બજવણી કોઈ આવ્યું છે,

કફન ની નીચે તેની મહોરને લઇ હું આજ સુતો છું.!!

શ્વાસા પુરા કરી દીધા,આ જીવનના જોને,

મૃત્યુ આવ્યે કહી શકું કે,સિલક કાઈ નથી.!!

ખુલ્લી આંખો ના ખેલ છે,બંધ આંખો એન્ડ છે.

પાપણો વચ્ચે ઇન્ટરવલ, જીવનનો હોય છે.!!

શ્વાસોના હિચકે બેસીને,સુખના ગુણગાન ગાઉં છું;

ઉશ્વાસને ભૂલતો જ ગયો,દુઃખનાં દિવસોને રોઉં છું.!!

અહેશાસ પાંપણની આગનો, કેમ ? કહું રે સખી તમને,

ઠારવા લીધો શબ્દોનો સાથ, તો છલકાયને આંશુ વહે,

નથી દોષ મારો કે તમારો ,બસ આતો સહજ છે બધું જ,

એક ને દર્દ થાયે ને અહેશાસ,આંશુઓ વહીને કહે અમને.!!

રમત,હારવા ને જીતવાની બની ગઈ ,

એક ઝલક જોવાને, જિંદગી ભૂલી ગઈ,!

ગઈ‘તી તાગ લેવા,સાગર નો હું આજ,

સાગરમાં ગઈ ને હું,જ સાગર બની ગઈ.!!

કોઈ જ પણ કારણ વગર,એની ચિંતા,

કરવી એ નિશાની શેની હોઈ શકે.?

સિતારાઓ પણ ખરતા અટકી ગયા,

મૃત્યુ લોક સુધી આવી ને,લાગે છે એ,

પણ ‘‘બળી ’ રહ્યા હશે કોઈની યાદમાં.!!

ફરે છે પવન જેમ, વિચારો પણ ફરે છે,

પછી જિંદગીના તે,સંબંધો પણ ખરે છે,!!

નથી સ્થિર કાઈ અખિલ બ્રહ્માંડમાં કદી પણ,

સમયને આધિને સૌના કિસ્મત ફરે છે..!!

મેરુ સમાન હતી ભક્તિ રાવણની ઉંચી,

અહંકાર ને ઝપટે,રણ સંગ્રામે મરે છે.!!

બેસે ઉંચે આસને, કે ભૂમિ પર ડેરા,.

નભમાં સ્થિર એવા ,સિતારા ય ખરે છે,!!

હોય નરશી,મીરા કે,રાધા ને દાસ ઈસર,

ભક્તિ પ્રતાપે સૌના,જીવન ને તારે છે..!!

આવ્યા આપણે લઇને,સાથે કર્મો જુના,.

લાવે હમેશા વાસી,તોય કેમ હરે છે..? !!

થયું દેવળ હવે ઝર્ઝરિત, તારું,છતાં પણ,

તને વાસના વિષયની, લાર કેમ ઝરે છે.?!!

માનવતા ખોવાણી જોને મસ્તીમાં,

માનવ રે ખોવાણો જોને હસ્તીમાં,!

લાજ-શરમ ચોરાણાં જોને વસ્તીમાં,

જ્ઞાન ધરમ લોપાણાં જોને પસ્તીમાં.!!

કોઈ આમ અટકચાળા નહિ કરે,

એ સ્વપ્નાના કોથળા નહિ ભરે.!!

તમને કબર પર ભરોશો કેમ ન રહ્યો,

અમને ખબર પર ભરોશો કેમ ન રહ્યો.!!

મારા સિતમ તમે ખુબ જ સહી લીધા

આંશુની ધારે,ખુલાશો કેમ ન રહ્યો .!!

પથ્થરોને પણ આપે, ઘાટ નિત નવા,

તને જ પ્રભુમાં , ભરોશો કેમ ન રહ્યો,!!

ફરે ગ્રહ નવ ને,સત્તાવીશ નક્ષત્રો,

જગત ને કશે ,દિલાશો કેમ ન રહ્યો.!!

જે છે અખિલ બ્રહ્માંડનો એ માલિક,

ફ્રેમમાં બાંધી,ભરોશો કેમ ન રહ્યો.!!

જોડીને પ્રેમ ભર્યું દિલ,આમ શરમાવ છો કેમ,?

બાંધી તાર લાગણીના,આમ ગભરાવ છો કેમ,?

રાખી નૈ ફિકર જગતની,શરમ અડે છે આપની.

પ્રેમને બાંધ્યો નિજ હાથે,આમ પસ્તાવ છો કેમ.?

મરણ તણી ચક્કીમાં,પીસાતો જાય છે,

ને ચરણ ભરતો મરણ લેતો જાય છે.!

‘ભરત‘વૈભવ શું તારશે કાળથી તને,

મળે માટી માટીમાં, જોતો જાય છે.!!.

પાપ પુણ્યથી પરે માનવતા ઉત્તમ છે,

રાહ ચાલો નીતિની,સ્વ ધર્મ ઉત્તમ છે,!

ચાલ ચાલો સરળ,તો ધીરજ ઉત્તમ છે,

દુઃખથી ના ડરતો,સમજ રહે ઉત્તમ છે.!!

ઉડતા પતંગના, સરનામાં નથી હોતા,

મનના માર્ગને, સીમાડા નથી હોતા ,!!

દિપક ચિંતનનો,સ્વમાં તું દિપાવજે,

કહે રામ કે રહીમ, જુદા નથી હોતા.!!

પકડાયા છું,લાગણીની ઝંઝીરમાં,

છું મુક્ત પણ,છું કેદ,કેમ લકીરમાં.!!

નવા જમાનામાં, રીત ને રીવાજો ખંડેર થઇ ગયા,

ગયો અંબોડો બે ચોટલા,વાળ સાવ ટુંકા થઇ ગયા.!!

કરે હાય હેલ્લો,ગુડ મોર્નિંગ મળે મિલાવે હાથ,

ગયું સેથાનું સિંદુર,ટેટુ,બિંદી વાકા થઇ ગયા.!!

ફરે ઉઘાડે શિર, જીન્સને ટી શર્ટમાં ફરતા જોને,

ભલે સાડી ચણિયો ગયો,મેક્સી પેરતા થઇ ગયા.!!

ગયા નિશાન નારી તણાં,કટ છુટા એજ વાળ એના,

મંગળસુત્ર ને ચૂક ગયા, લોકેટ પેરતા થઇ ગયા.!!

મમ્મી કે બેબી પાપા આવ્યા,કોની મમ્મી ને પાપા,

ઓળખ થઇ અઘળી,નર જેવો વેશ પેરતા થઇ ગયા.!!

કોતર્યું છે નામ તારું મારા દિલમાં,

કેમ કરી પુરાવો આપું,સમજાતું કેમ નથી ..??

છો તમે જ વૈધ મારા,ને હું તમારો મરીજ,

સોપું છું દિલ મારું,જેમ સોપો લોઢું લુહાર.!!

રસજહ ;સ ફઇયઉઇસ ,સલહ ચકર ડ;ક ગશ ્ર

દગહ ક્ષઇ રકસ દગહ તેઇ ડ;કસઅ ગશૈ

રઠતસ ;કન ગશ ્ર રદ્ય ઇસજસ દ.ક દ.ક ઇસઅ ચળરક ગશૈ

રકસ ;સ ફઇયઉ વકશજ તઠનકબૃ ાસ જકસરક ડ;કસઅ ગશૈ્ર

તચ પકગઉસ દ્વકયસ રસજસ ગહ રકસ વાઉસ ગહ ગશૈ

ફઢજ ફનયકસઇસ સઇ વકશજ ઉઢજર ડ;કસઅ ગશ-્ર

રઠગહ રકસ દગરક ગશ દહ ઇસજક વઅ‘ક રદ્ય ગશ-

ફઢજ ;સ ાકા વકશજ ાઠ.; ઉ‘કહચ ડ;કસઅ ગશ ્ર

કેમ મનાવું તારા દિલને ,ખુબ ચાહું છું તને,

હુય જાણું છું તું જાણે કે , ખુબ ચાહું છું તને.!!

તેમ છતાં મનના વહેમ કેમ ,નિત સતત ડરાવે,

આ સમયમાં કેમ સમજાવું,ખુબ ચાહું છું તને.!!

હા,ઉગે દિનને થાય જ રેન,વિચારો તું બદલે,

નથી દિલ બે આપયા મને,ખુબ ચાહું છું તને.!!

ખુબ બનીયો જાણીતો હું,આ કલમથી કવનમાં,

તોય રહ્યો કેમ અળખામણો,ખુબ ચાહું છું તને.!!

રોજ આપું ખુલાશા હું,કેમ ન ઉતરે દિલમાં,

કેમ બની હનુમાન બતાવું,ખુબ ચાહું છું તને.!!

રોજ પડે પાણી પત્થરમાં,ને લકીર બની જાયે,

આજ સંશયે ભૂસી મારી,ખુબ ચાહું છું તને.!!

દિલ મારું ધબકે છે તારા,નામ ખાતર હમેશ,

જાણ નથી જનમોની કહું,ખુબ ચાહું છું તને.!!

અક્ષરો જ્યાં ટુકા પડે ભાઈ..’’ .માં ’’ માટે...

ઓસડ વાટી અવનવા , પ્રીતે બાળને પાય,

કરવા કુશળ કાયા , મુખે પાયેલ માવડી .!!

મળે કોઈ જટાધારી, કે મળે અવધૂત,

શબ્દોની ગંગાને અહી,અવતરણ મળે .!!

પગલા ભરતી પહેલા ભુશાય, જાય તો કહેવાય નહિ,..

યાદો ઓટ પહેલા વિસરાય,જાય તો કહેવાય નહિ..

હજુ છે મજાની તે યાદો જ સમરણ એ,

હવે શું ડરો છો તે ભૂલી જાગરણ એ.!!

આપીને કોલ તમે કદી પણ ન આવતા,

વિસરી જતા કે કઈક કહ્યું’ તું અમોને.!!

મનન જીવનનું આમ કરો કે ત્યજો એ,

ના રહી કોઈ ઈચ્છા કે અપેક્ષા મને.!!

નથી જીવન અમારું કે તમારું જુવો,

ભલે વિશ્વાસ અડગ રહ્યો તેય કહો એ.!!

રહી દુર રહો છો દિલમાં નિત્યે તમે,

છતાં પણ કહી સંશય કેમ કરો છો એ.!!

પ્રેમનો નશો પણ મને ઊંડે ઊંડે કહી જાય છે,

મોક્ષના રસ્તે જઇ તમે પાછા જોને વળી ગયા છો.!!

પ્રીતમાં વેદના હોય તો કહેવાય નહિ,

જનમો જનમની હોય તો કહેવાય નહિ.!

કિસ્મત વિપરીત હોય તો કહેવાય નહિ,

સમણાં પણ દુર હોય તો કહેવાય નહિ.!!

‘ભરત’ આવતા ને જાતાં, બીજાનો જ સહારો લીધો,

આમ જિંદગી તો જાજા ને ઓંથ દઈ પસાર કરી‘તી..!!

દરેક દિલના કોઈ ખૂણામાં હોય છે,

ઈશ્વર તુલ્ય પ્રેમના બીજનું રોપણ.!!

મેં પગલે પગલે વિશ્વાસ તારો કર્યો ને,

મારા જીવનમાં ક્ષણે ક્ષણે વણાઈ ગઝલ.!!

આધિનતા સ્વીકારી ને, હું ‘હું’ મટી ગયો પછી,

સભાનતા આવકારી ને,એક તાર બની જ ગયો.!!

મિલનના સમયને યાદોનો મલમ બનાવીને,

વિરહના ઘાવને ભરવા બેઠો આજ લગાવીને.!!

પ્રેમ તો શું છે,?વધુ કામિયાબ જ વિરહ છે,

મારા પ્રેમના ક્ષણ ક્ષણનો હિસાબ વિરહ છે.!!

શાયર કદરદાન છું,આપ સૌની સાથે છું,

જાનદાર છું,ઈમાનદાર પણ છું,કવિ છું,

‘ભરત’ કશી છે ખોટ,તો બસ ખોટ એ જ,

કે પુસ્તકનું વંચાઇ ગયેલું એક પાનું છું.!!

તને ચાહી છે-

દરેક જન્મે જેમ, સ્વાતિના બુંદની આશ હોય છીપને.

નથી મારી ઉર્મીયો તેમાં, ટપકે છે વેદના તેની,

નથી એની ફરિયાદ હવે,ધીરજ હું કવનમાં લાવ્યો.!!

મૃત્યુ તારો કાળો ચહેરો,એક ક્ષણ થોભી જોઈ લે,

કેટલાય પ્રતિબિંબ તને, જોઇને ત્યાંથી ભાગી જશે.!!

મરણ પડછાયો બનીને કેમ સતત પીછો કરે છે,

તેને સુરજ ની રોશની ક્યાં જરૂરત જ પડે છે.!!

તૃપ્ત છે યાદો મારી તારા મિલનથી.

છે જીવન જાગતું પણ સ્વપનના જતનથી.!!

કેમ જાણે જીવનમાં આવો વિરહ લખ્યો હશે?.

આમ પણ તેના મિલનની શક્યતા હતી જ નહિ.!!

હસીને કોઈના વિરહમાં વધારો ન કર,

દુઃખને ય પણ લાગે,મને નોધારો ન કર.!!

‘ભરત’ ગુજરાત મારું જન્નત છે,ને કવિતાની કોયલ,

કલમની કમાલ છે પ્રેમ નીતરતું હૈયું લઇ આવ્યો છું.!!

છે દરિયામાં પ્રેમ અગાધ,

કિનારો છે વહેમનો ધોધ.!!

મન ને ધજા

અવિરત ફરકે

કરો ને વશ..!!.. .૨૪૦૩૧૩ ..દ્વક..ફબ..

બાળક સમા આ દિલમાં,આજે ય પણ નિર્દોષતા છે,

કહો કોઈ પ્રેમ માટે ,બીજું કેવું દિલ ગમે તેને .?

તારા હ્‌રદયમાં રહેવું પણ,એક કેદખાનું લાગે છે,

મારા જીવનમાં કેમ હવે,પ્રેમ કારખાનું લાગે છે.!!

નિત આવે વિરહના વાદળ,ન હોય ઉમંગનો રવિ,

દિલમાં યાદોનો જથ્થો,મને ભારખાનું લાગે છે.!!

જીવન છે મારું છતાં પણ,સૌની અપેક્ષાઓ જાજી,

કોઈના દિલમાં કે મનમાં, જુદું ખાનું લાગે છે.!!

મારા જ કરે વાતો જોને,હમેશ દરિયા દીલીની,

કાલે સ્વાર્થ ભર્યો તો,આજે કોઈ બાનું લાગે છે.!!

કેમ નથી ભરોસો કોઈને,નથી જાગીર હું કોઈની,

બોલે છે કલમ મારી નિત્યે, દિલ નાનું લાગે છે.!!

ખુબ રહ્યો જિન્દા દીલીથી,મન છે કોરા કાગજ જેવું,

કેમ લખો છો દિલમાં ત્યાં ,કોઈ ચોરખાનું લાગે છે.!!

ગાવું દેશ વિદેશ કે વગડે,રાગ નથી જુદો પ્યારનો,

જોઈ ખૂબી પ્રેમની દરેકમાં દવાખાનું લાગે છે.!!

સાથ છૂટ્યું શરીર,આમ આતમથી અળગું થયું ,

કેમ ભૂલવું મરણ, તોય માતમથી જબળુ થયું..!!

જ્યાં તું છે ત્યાં હું નથી,

ત્યાં કોઈ પડદો નથી.!!

મળે છે દામ ને નામ,જીવન લગી,...

જીવનમાં સંબંધો સદા કેમ તરફડે,

પુરા કરે શ્વાશા, તોય કેમ તરફડે.!!

લીધો શ્વાસ પહેલો, ત્યારે નામ પડે,

કેમ પછી તે નામે અંત સુધી લડે.!!

મળે છે દામ ને નામ,જીવન લગી,

તોય કેમ એક ભૂલ,આખરેય નડે.!!

હોયે શ્વાસને મરણ ને ભાઈબંધી,

કોણ કોની માથે અસવાર થઇ ચડે.!!

ગોત જેની વેદો સુધી કેમ કરી,

એ મને સહજમાં મરણ પંથે જડે.!!

વાત મેં એક છુપાવી હતી મારા દિલમાં,

ક્ષણે ક્ષણની વેદનાઓ તમે જ ભરી હતી.!!

તારા સ્મરણો ઉગતો રવિ,

મારું અંતર યોગીનો ધૂણો.!!

મારી કહાનીમાં તારા મિલનની કવન હતી,

એ મારો વિશ્વાસ હતો,કે અંતિમ વચન હતું.?

કાળ સામે શંખ ફુકે એ સંત છે,

સહજમાં માફી આપે એ સંત છે.!!

સંત સહી શકે છે તેમ વેદના સહી નથી શકતો,

યોગેશ્વરની જેમ યુદ્ધમાં બોધ કહી નથી શકતો,

આવે છે મરણ તેને હું હરખથી કેમ વધાવી લઉં.?

છે નિશ્ચિંત છતાં પણ એને હું કેમ સહી નથી શકતો.!!

અપેક્ષાઓ નથી ક્યારેય અમે તેની રાખી,

અમે તો હમેશા સમયની પણ કદર કરી હતી,

સંબંધોની દાગીનામાં જડતર કરી હતી,

વ્યવહારમાં ભૂલોને અમે ગળતર કરી હતી.!!

મારી બાંધેલી હવે નહિ જ છૂટે,

આ આટાળી પાઘડીના વળ છે,

દુઃખ માની જેને ત્યજે છે જગ,

તેને અમે ગ્રહણ કરેલ જળ છે.!!

કવિ અને કલમ,કોઈની જાગીર નથી હોતી,

રવિ અને ચંદ્ર કોઈની જાગીર નથી હોતી,

એ તો એમની આગવી અદાકારી જ હોય છે,

વિચાર અને વાણીની વફાદારી નથી હોતી.!!...દ્વકફબ..

તારી યાદોને ઝરુખે ઝૂરવું છે,..

મારે મિલનની રાતે જ રડવું છે,

સ્વપ્ના આવે કે ન આવે પરોઢના,

મારે સ્વપ્નના સોદાગર બનવું છે.!!

દોસ્તો આ સંબંધો પણ હોળીના રંગ જેવા છે,

દોસ્તો મારા જોવો ને કેસુડાના રંગ જેવા છે.!!

તારી યાદોના ચમનમાં, મારા નામનું એક ફૂલ ખીલવા દેજે,

આવે પાનખર કે વસંત,તારા પ્રેમ ભર્યા અમનમાં રહેવા દેજે.!!

છલકે છે દિલ,અઢી અક્ષર સાંભળીને કેવું,

આપી જાય છે,પછી હરખથી વેદના જેવું..!!

છે આંખોમાં ઓળખ તમારી,

ને વાતોમાં ઓળખ અમારી.!!

ભરત, જાગ ઉતાવળે હવે,પ્રેમના મંદિર ખુલશે,

સંબંધોનું વખ વ્યાપે,તે પહેલા જ જાગવું પડશે.!!

દર્દ નહિ પણ દિલ જ બેતાબ છે,

હવે બધા ગુના બે હિસાબ છે.!!

રીતમાં કોઈ પ્રિત નથી હોતી,

પ્રિતમાં કોઈ જીત નથી હોતી..!!

એક દિલ હતુંને બે જ દર્દ હતા,

જાણે સંબંધોમાં એ જ ફર્ક હતા..!!

કોણ જાણે નભમાં ય ભમે છે એ,

તે મારી કુંડળીમાં કર્ક હતા..!!

કર્યો હતો એક કાંકરી ચાળો મેં,

તેવો પ્રીતમાં બહુ સતર્ક હતા.!!

વિરહની રાતોને વાતો કેવી,

મિલને સ્પર્શના કેવા ઝર્ક હતા.!!

ભોળી તારી ભાવના સમજે કોણ,?

કોણ જાણે જન્મોના સંપર્ક હતા.!!

રાખી છે લાજ હમેશા, સિંદુર,કંકુની અમે,

જાખી છે કેમ તારી લાગણી જોજે વાણીમાં.!!

શબ્દ બની ને કહે અવિરત તું

શાહી બની ને વહે અવિરત તું..!!

.....સોનલ, ૨૯ હ્મઅરચહ ૨૦૧૩

ગઝલ ને કવિતા બને અવિરત તું,

નજમ ને સરિતા વહે અવિરત તું..!!

શબ્દોની આ શેરીમાં ગીતનો ડાયરો થાશે,

શબ્દોની આ લાણીમાં પ્રીતનો વાયરો વાશે.!!

વિચારોનું મરણ જ હોય છે જુદી જુદી રીતે,

ફૂલોમાં ફોરમ પણ હોય છે જુદી જુદી રીતે,

આપ્યા છે રંગ રૂપ જુદા જુદા ચમનમાં તેને,

રોજ પૂજા થાય પ્રભુ તારી જુદી જુદી રીતે..!!

કામ ને નામ ની શું જરૂર ?

નામ ને કામ ની શું જરૂર ?

ઈશ્વર ને રામ ની શું જરૂર ?

આકારને નામ ની છે જરૂર.!!

જીવનની સફરમાં રહ્યા સાથ સાથ તમે,

જીવનની લડતમાં વહ્યા સાથ સાથ તમે.!!

પાણીદાર જિંદગી જીવતો આવ્યો છું,

ઈમાનદાર બંદગી કરતો આવ્યો છું,

ફૂલોના દર્દ પણ જોતો આવ્યો છું હું,

વજનદાર વાણીને લખતો આવ્યો છું.!!

મરણ માટે દરેક પળ વહેતી જાય છે તારી,

ભરણ માટે દરેક પળ વીતી જાય છે તારી,

નથી ભરતો ભાતું તારા કર્મમાં કિરતારનું,

તરણ માટે દરેક પળ સરતી જાય છે તારી.!!

સૌએ સંબંધોનું વર્તુળ દોર્યું ને અમે બહાર રહી ગયા,

અમે તો પ્રેમનું વર્તુળ દોર્યું ને સૌને અંદર લઇ ગયા,

નથી બીમારી કે પ્રેમનું ઘેલું તેમને કોઈનું આજે પણ,

બસ.! આ તો વહેવારનું તેડું અમે સમંદર બની ગયા..!!

મરણ માટે દરેક પળ વહેતી જાય છે તારી,

ભરણ માટે દરેક પળ વીતી જાય છે તારી,

નથી ભરતો ભાતું તારા કર્મમાં કિરતારનું,

તરણ માટે દરેક પળ સરતી જાય છે તારી.!!

સૌએ સંબંધોનું વર્તુળ દોર્યું ને અમે બહાર રહી ગયા,

અમે તો પ્રેમનું વર્તુળ દોર્યું ને સૌને અંદર લઇ ગયા,

નથી બીમારી કે પ્રેમનું ઘેલું તેમને કોઈનું આજે પણ,

બસ.! આ તો વહેવારનું તેડું અમે સમંદર બની ગયા..!!

શ્વાસ તું લે છે ને વિશ્વાસ મારો વધે છે,

ઓવાળણાં તું લે ને આંગળીયો ફૂટે છે,

તારી લાગણીના વસંતમાં એ સ્પર્શ છે,

મારી નશે નશમાં તારો એ જ સંચાર છે.!!

નામમાં એક કાળજી લઉં છું,

દિલથી એમ જ સમજી લઉં છું,

આવે છે જયારે હોઠ પર નામ,

આંખ બંધ કરી સમજી લઉં છું..!!

મારા જ સમણાંમાં તું કેમ આવે છે,

મારા સુતા યૌવનને જગાવે છે,

હરખનો હિંડોળો લે હિલોળા જો,

તારા ઝાંઝર કેમ તું ઝંઝનાવે છે.!!

પાદરના એ વડલા તળે તું આવી,

તારા ગરમ સ્પર્શ મને હરખાવે છે,

ધીરે ધીરે આવી મારી બાહોમાં,

પાછી લજામણી જેમ શરમાવે છે.!!

ભાલે કીધો કઈ પૂનમ કેરો ચાંદ,

આજે ચાંદની જેમ ચમકાવે છે,

મારા સાવ સુના દિલમાં આવીને,

કોયલના ટહુકા નિત કરાવે છે.!!

ભર્યું છે યૌવન આજ નીતરી રહ્યું રે,

મારા રે તન બદનમાં જગાવે આગ,

આજે વસંત ખીલ્યું છે તારા અંગે,

મારા જોગી મનને એમ જગાવે છે.!!

પળ હરપળ કેમ આવે રે યાદ તારી,

મીઠાં મીઠાં દરદ દિલમાં થાવે છે..!!

સપનાઓનો સોદો કરું આજ મારા નયનમાં ,

તારા રૂપ ને આલેખું આજ મારા કવનમાં...!!

અશ્રુને ફૂટી કુંપણો શબ્દોની,

શબ્દોને ફૂટી કુંપણો સ્નેહની.!!

નથી બીડ્યા દ્વાર અમે હર્દય તણા,

કહો હા કે ના આજ સહી લેવા ઘણા.!!

દોલત થી દિલ, નથી ખરીદાતા,

બાકી જગમાં , છે દિલના દાતા...!!

ગુનાઓ જોઈ જોઇને ભૂલી ગયો,

દુનિયા ના રંગે હું ઝૂલી ગયો,

દયા ને દીનતા કેવી ફફડી રહી.?

આશા ને તૃષ્ણા બધી મેલી ગયો..!!

છે રાત એ સાવ જુદી કેમ સમજતા નથી..

પામે છે હર્ષ આમ તો બધા સમણામાં પણ..!!

વેદના ક્યાં મને નડે છે,

મીઠા બોલ બહુ કનડે છે.!!

મીઠા મીઠા સબ પીએ,કડવા પીએ ન કોઈ,

એક બાર કડવા પીએ,તો સબસે મીઠા હોઈ..!!

ટોળામાં એક માનવ શાંત સુતો છે,

જાણે જગના દાવપેચ જીતી ગયો છે..!!!

તે મિલનની પળો હજી ભૂલ્યો નથી,

માટે પથમાં તમે મને મુક્યો નથી ..!!

જોયા છે એવા પણ અમે, ચાલે અભિમાનમાં,

શું રે કેવું દોસ્તો ? કેમ નથી રેતા માનમાં.!!

દિલકા હાલ ન પૂછીએ,વો તો આપકે પાસ હૈ ,

દિનકા હાલ ન પૂછીએ, વો તો હમારે પાસ હૈ..!!

શાનમાં સમજીએ સખી,દિલના છે જે હાલ,

કોણ જાણે પુરા થયે, નિહારશે પછી કાલ..??

મારી કહાની હજુ નથી પૂરી થઇ,આ તો પ્રસ્તાવના જ છે,

બાકી શારાંશ તો તું છે મારો, એક ધબકાર જો ચૂકું તો.!!

મહેલો તણાં કેવા રે હોય છે મનસુબા,

ખુદાએ મારા ભાગ્યને દીધા છે કુબા..!!

અને હવે મને ખુદા ઉગારી શકે અહી,

મારનાર હોય જયાં ભલે ઘરના જ સુબા..!!

સ્વાર્થી જગતના કરતા રહ્યા ભરોસા અમે,

કોને ગણવા મારે સાથના મહેબુબા..!!

જયારે મૌન બની જાય છે અક્ષરો મારા,

ત્યારે ચક્ષુઓ બની જતી હોય છે ઝુબા..!!

માનવ તણી દયાની કોને જરૂર છે હવે,

‘ભરત’ કે છેવટે દિલનો ઉદાર છે ખુદા..!!

ફૂલોનું દર્દ છે સાચું, તે કોણ માને.?

કાંટાઓની છે કુરબાની કોણ માને.?

ખુશ્બુથી નથી ભરાતી વેદના જોને,

છે સેજ કા ચરણે ચડવાનું કોણ માને..!!

જીવનભર સાથ દેતો રહ્યો,સુખ દુઃખને આમ સહેતો રહ્યો,

વિરહને આમ ભૂલતો ગયો,તે સમજ્યા કે ધ્યાન ધરતો રહ્યો.!!

સઘળી સરિતાના જળ, તેના નયનમાં હતા,

બસ ! એક વાયક આવ્યું,આંખો છલકાઈ રહી..!!

કરે છે પ્રેમ શું સમજી,કોઈ માનશે નહિ ?

વેદના નથી જોઈ તમે, સુખ માની બેઠા,

જગતની જડતાની કોઈ જ સમજ નથી તને,

પ્રેમ ગલીની ચમકને જોઈ દિલ દઈ બેઠા...!!

તમે મા રહે એક સીમા સમજો,

જ્યાં હું મટી તું થાય તો કહેજો.!!

હું નથી રડતો,,મારી વેદના રડે છે,

હું નથી પડતો,મારા વિચાર પડે છે..!!

સુખ દુઃખમાં લાગણી વહેચી બતાવ તું,

કેમ નિત તું માંગણી લેવાજ જતાવ તું.?

હસીન તુમ હો તો, બુરે હમ ભી નહિ,

મહેલો મેં તુમ હો,સડકો પે હમ ભી નહિ,

પ્યાર કરકે કહેતે હો, હમ શાદીશુદા હૈ..?

કાન ખોલકર સુન લો,હમ ભી કુંવારે નહિ..!!

જયાં વિશ્વાશની વાત હોય,ત્યાં શાસ્ત્રો ટુકા પડે,

કેમ કે બાપની ઓળખ તો,માં જ આપી શકે ને..!!

લે વિરહની વેદના વધી ‘ભરત‘, ને પ્રભુએ જ રહેમ કરી,

કોઈ તરછોડીને ગયું , કોઈ વિદાયથી જગત છોડી ગયું..!!

આ જ મન જોને કેવું વ્યશન કરે છે,

નિત નવા આકાશે ઉડ્યન કરે છે.!!

તેને સંયમની સાકારે બાંધ્યું તું ,

દિ ઊગે ને તે ઓખર મનન કરે છે.!!

અમન ને ચમનની ગલીયોમાં ભાગતું,

ખુબ મનાવું તો પણ તે ખનન કરે છે..!!

ધરમ ધ્યાન ને ધીરજ પણ ભૂલીને તે,

કામ ને વિકારોનું જ જતન કરે છે.!!

જીવનભર ના થયું તારે તાબે કદી,

આ ઢળતી સંધ્યાએ પાવન કરે છે.?

સુરજની રોશનીએ અમે,તપાવ્યા છે શબ્દો સઘળા,.

કેમ કે મારી રચનામાં, કોઈ જાખપ ના રહી જાય...!!

સો મણ રૂ ના ઢગલામાં અગ્નિ લખવાથી,

રૂ ના બળે.

કાગળના ફૂલોમાં સુવાસ,

ન મળે,..અને ..

જીભે આપેલા ઘા પર,

મલમ અસર ના કરે ..

આ પ્રેમ ગળાડૂબ છે મિલનની પળમાં,

વેદનાની કલ્પના ક્યાં છે પળે પળની.!!

સમયની શાંતિ છે,આ સુરાલયમાં કેમ રે ?

હું કેમ જીવી રહ્યો કે ભૂલી રહ્યો ન સમજ્યો.!!

નફરતનું આગમન નથી,મારા નાજુક આ દિલમાં,..

કેમ કે મારા કણે કણમાં, પ્રેમ ને મનમાં તમે છો..!!

હૈયામાં તમે ધબકો છો, તો જીવન લાગે છે,

એક આશિકનું જીવતર, જાણે પૂર્ણ લાગે,

તમને ન ચાહ્યા હોત, તો ઉર્મીયો કરમાઈ જાત,?

મારા જીવતરનો બાગ અકાળે જ હોમાઈ જાત.!!

તમે ગુજરાતી ને લખો છો,.

હું ગુજરાતી ને ગુથું છું.!!

શબ્દોની વેણીમાં લાગણી,

ને સંબંધો ને ગુથું છું..!!

રહું છું આઝાદ પણ તમારા પ્રેમનો જ ગુલામ છું,

રહીશ હમેશ યુવાન, તારા નિસ્વાર્થ પ્રેમમાં છું.!!

હે પ્રભુ મારા મનને તારામાં તું તલ્લીન કર,

હે પ્રભુ મારી લાગણીને તારે આધીન કર,

કાળ અને વિચારોને કોણ નાથી શક્યું છે,?

હે પ્રભુ અંત સમયે મને તારામાં લીન કર..!!

તારા મિલનની દરેક પલ મને તો કંઈક શીખવે છે,

મારા વિરહની દરેક ધડકન તને કંઈક શીખવે છે,?

તે તારી ભવ્યતા જોઇનેએ આવે છે જ ચકોર બની,

ચંદ્રની ચાંદની પ્રકાશ દઈ મને કંઈક શીખવે છે..!!

તેની નફરતને અમૃત માની પી જાઉં છું,

જોને કશાય યુદ્ધ વિના જ જીતી જાઉં છું..!!

પ્રેમ અને મમતાને જ કેમ ઝુકાવો ?

આ ઈશ્વરના રૂપોને બસ અનુભવો,

સમજતું નથી જગત સૈકાઓથી કેમ?

કેમ અમને પણ શાસ્ત્રોમાં જ દફ્‌નાવો..!!

જિંદગીના દરેક ઘાવને, અમે આમ પચાવી ગયા,

કોણ જાણે કર્મો જ આજના, દાડે લલચાવી ગયા..!!

કલમથી સાદ નિત સૌને કરી શકું છું,

મરણને આમ ખુબ મીઠું કરી શકું છું,

કવનથી જ જીવંત રહ્યો હમેશ તું ‘ભરત‘,

કવિ છું કલ્પનાને બેઠી કરી શકું છું..!!

હોઠ કેરા અમૃત પાનને કોણ ભૂલે અંત સુધી,

શિશુ,બાળપણ કે જવાનીએ માણે અંત સુધી..!!

પ્રેમને મેં શબ્દોમાં ગુંથી લીધો,

જગતથી લડતા મેં નાથી લીધો.!!

તને મારી જિંદગી જીવવાની કિંમત મળી,

મને તારી બંદગી જ કરવાની હિંમત મળી.!!

જીવનનું થાપન ઉથાપન નિત્યે હું જોવું છું,

થઈને બે ફિકર આમ તેમ હરુ છું ફરું છું,

પ્રભુ તારી કવન મને નિત્યે બળ આપે છે

બની એકલવ્ય હમેશ કેમ લડું છું મરું છું ?

તારી સુંદરતાના વર્ણનમાં કલમ પાછી પડી,

મારા બધા વિચારોમાં યાદ તારી એમ ઝડી,

તારી લજાક્તની અદાઓથી નથી તુષા ઘટી,

તારી સુંદરતાને માણવા જિંદગી ઓછી પડી.!!

જીવન ને મરણ ચોઘડિયું નથી જોતું,

કિસ્મત કોઈ ને કાગળિયું નથી દેતું,

ગરીબ પાસે પુરુષાર્થ પણ હોય છે,

સંતોષ વિણ બીજું સુખ નથી હોતું.!!

મરણનું સાચું કારણ કદી નથી જડતું,

શંકાનું સાચું સમાધાન નથી મળતું,!

પિતૃઓ નું તર્પણ નથી કોઈ સમજાતું

ઈશ્વર તારું સાચું સરનામું નથી મળતું,!!

હું તો સમજી રહ્યો કે તું જ મારી જિંદગી છે,

આ તો સારવારમાં સમજાયું ‘હું’ જ દર્દ છે.!!

તારું મારું દર્દ ભીતરનું ......

નામ તારું હૃદયમાં એવું કોતરાઈ ગયું,

નામ તારું જીવનમાં કેવું રે વણાઈ ગયું.!!

ભૂલી રહ્યો વ્યવહાર સંસારના સહજથી,

તારું ચિંતન મારી કવનમાં લખાઈ ગયું.!!

તારું મારું દર્દ ભીતરનું કોણ જાણે,?

એ હરખે હૃદયમાં હરદમ સહેવાઈ ગયું.!!

જુવે જગત ગુનેગારની જેમ કેમ મને.?

તેમની જુઠી વાણીમાં મન ભરમાઈ ગયું.!!

નથી સબર આજે દુનિયામાં મહોબ્બતની,

‘ભરત’ ભેદ ભરમમાં નામ કેમ ગવાઈ ગયું.!!

ઘા સુકાઈ ગયા પણ વેદનાઓ જ જૂની છે,

મરણ પછીની ચીસો આમ પણ બહુ જુની છે,!

ખંજર ખાઈને અરમાન હવે બંજર થઇ ગયા,

ચોતરફ દર્દની વાત હવે લાગે જૂની છે..!!

હું હતો ને સામે તેની યાદો, સતાવતી હતી,

સમય હતો પણ તે સંજોગોની, હેરાની હતી,?

સમજી શકયા નહિ કોઈ ઇશારાને,એમ તો,.!

તારી જ ધરતી હતી અને એ, ઉર્મીયો હતી.!!

પ્રેમને જોયા કરતા માણ્યા કરો,

દર્દને જ કહ્યા કરતા સહયા કરો,

ફિકર છે દુનિયાદારીની તો ?

ઈશ્કને ભૂલો નહિ, ભેદયા કરો.!!

તારી નજરોના કામણથી, હું ઘવાયો જ્યારથી,

સઘળા સંસારી ઘા તમેજ,તો ભૂલવ્યા ત્યારથી.!!.

વિશ્વાસનો કોઈ કેમ પુરાવો નથી હોતો,

પ્રેમ નો કોઈ કેમ હક કે દાવો નથી હોતો,?

અવિશ્વાશે ઘણાના પાયા હચમચાવ્યા છે,

સાચા પ્રેમમાં કોઈ જ અભાવો નથી હોતો.!!

તમારા દિલમાં હવે ખામોશી કેમ છે ?.

પુનમના ચાંદમાં પણ એક દાગ કેમ છે,

બસ ! જીવન થયા છે જુદા જુદા છતાં પણ,

દિલમાં રાગ આજેય તમારો જ કેમ છે..!!

તારી સરસ લાગણીમાં જ સમાવ મને,

તારી નરમ લાગણીમાં રંગાવ મને..!!

ભવોભવથી સાચવેલા જ શબ્દો બોલે,

છતાં પણ તારા નયનો આજે જ બોલે,.!

જીવન ક્યાં સ્થિર છે આ અસ્થિર વાણીમાં,

કર કોશિશ લાખ સબંધમાં શબ્દો બોલે..!!

મંજિલ આખર મુકામ સુધી લઇ જ જાય છે,

હોય કંટક કે ફૂલો ભરી મંજિલ લઇ જાય છે,

હોય લાગણી કે માંગણી વ્હાલ થઇ જાય છે,

સાચા શબ્દે સબંધોય એકબાજુ થઇ જાય છે..!!

હાથથી હાથને આજે ચૂમી લઈએ,

વાતમાં રાતને આજે ચૂમી લઈએ.!!

મળશ્કે સ્વપનને સંગ અધર ચુમીયે,

આજે હકીકતને ઘણી ચૂમી લઈએ..!!

પીધા જામ કે જામે પણ મને પીધો,?

તારી અદામાં ઉમ્ર ને ચૂમી લઈએ.!!

લીધી છે કસોટી પ્રિતની પિયુએ,

આજે મિલનની ઘડી ચૂમી લઈએ..!!

ખુદા છે ઈશ્કના પણ દાતાર હમેશા,

ઝોળી ફેલાવી દાન ચૂમી લઈએ.!!

વાણી પણ હોયે મહેરબાન જગતમાં,

તેના સ્વાર્થના સ્પર્શે ચૂમી લઈએ.!!

ખુશી નથી કે પ્રિતમાં ઝૂમી લીધું,

તારા વિરહને વળગી ચૂમી લઈએ.!!

ભરી લે એ જ્ઞાન વિખેરાયું જે જનમાં,

કરી દે આઝાદ ભર્યું જે તારા તનમાં.!!

તારા નથી અળગો હું હે ઈશ્વર કદીયે,

બોલું શબ્દો એ જ તારું સ્વરૂપ મનમાં.!!

ભરી લે ભાતું આવે તેડું યમરાજનું,

નથી આવતું નામ કે નાણુંય વહનમાં.!!

કર્યા જાત સાથે કેવા જુલ્મો જીવનમાં,

અમીરાતની વાતો તું કરતો કવનમાં.!!

ધર્મ,કર્મ ને દાન દ્રક્ષિણા નિત્યે કરતો,

બોલતોને ચાલતો તું નિત્યે ગુમાનમાં.!!

ફર્યો જંગલ,મંગલ,મસ્જીદ ને મંદિરે,

ભાગ્યો ભેદ મારો એક સંતે વચનમાં.!!

વાવ્યા પ્રેમના છોડ બે ચાર મનનમાં,

થાશે કોઈ કબીરવડ મારા ચમનમાં.!!

સુખને આપ્યો જાકાળો અમે,ને દુઃખમાં ખેલ્યા ખેલ,

વેદનાને કોઈ આવકાર નહિ,વિરહથી ખેલ્યા ખેલ..!!

રંક હોય કે હોય રાજા,નથી તેના ઘર કોઈ જ ફેર,

સંતોષને સમજણ જોયા,શબરીને ઝુપડીયે જરૂર..!!

ભણ્યા વિના માણી રે શકે,શાસ્ત્રોની એ બધી જાણ,

ભણતરને ગોખતો રહ્યોને,ગુરુથી થઇ બધી જાણ..!!

શાસ્ત્રો હોય કે હોય શસ્ત્ર,કુશળતાની રે ઉત્તમ ચાલ,

શ્રદ્ધા તો પ્રહલાદ જેવી,કોણ સમજે નાથની ચાલ..!!

મનમાં નિત નવા રાસ રમે,જગતના જોને વ્યવહાર,

પિતા પુત્રની જ આ રમતમાં,માયા નો છે તહેવાર..!!

આ કલમ કંઈક ખામી અને અધુરપ રાખે તો ઠીક,

લખશે બહુ સારું ને સચોટ તો,દસ્તાવેજ થઇ જશે..!!

વિરહના પોટલા ભરાણાં પ્રેમમાં,

તમે હવે દુઃખનું કારણ ન પૂછો.!!

તારા મંદિરના પગથીયે આજે બેઠો છું,

તારા દર્શનના સ્વાર્થે જ આજે બેઠો છું,

ભલે નથી નજર હજુય તારી મુજ પર,

તારી આપેલી જિંદગીને કાજે બેઠો છું.!!

તારા પ્રિતના ચમનમાં છે કાગળના ફૂલો,

ગુંજે કોઈ ભ્રમર એ મૃગજળની લહેરો છે..!!

જો વેદના સહેવી જ હોય તો જતનથી પ્રેમે કરો,

કાં પીયુ કાં ઈશ્વરનો વિરહને મનનથી પ્રેમે કરો

ખુબ એકાત્મક થઇને જગતનો ઝેરી નશો ઉતારો,

તન,મન ધન ત્યાગો,અને પતિત પાવનથી પ્રેમ કરો.!!

સહ્યાં છે ઘા ઘણા સંજોગોના,કીધો મલમ સખા તમે,

ભરી રે નયન પાણી છલકાયા,દીધો હાથ સખા તમે..!!

ભણું તો ભેદ ન જાણું ,ને ગણું તોય શેષ ન માંગું,

સમજ ની સેજે પોઢું , સંત્તોષ ની એરણે જાગું..!!

ભરી છે લાગણી હ્‌રદયે, પણ કહી નથી શકતો આજે,

શબ્દો તણી આ રમતમાં,નિત રહ્યો છું અવ્યક્ત કાજે.!!.

હું જો લખું તો કવનને નમતા કરું,

ચાહકને મારા દિલે રમતા કરું..!!

સાત સાગરની પારે ખીલાવી દઉં,

બે ચાર દેશને નિત્યે જોતા કરું..!!

લખું,લખાવું ને વંચાવું સઘળે,

દેશને સાહિત્યે સજાવ્યા કરું..!!

ગઝલ,મુક્તક,કવિતાને શાયરી,

હાઇકુ,છંદ,ભજનને ગમતા કરું..!!

શબ્દથી શબ્દને જ બ્રહ્મમાં ઓળખું,

સ્થાપન ઉથાપન શબ્દે ગાતા કરું..!!

તે જરાની સાથે રાખ્યું છે મરણ,

ઉત્સવની સાથેજ સજા જોતા કરું..!!

પ્રભુ દેજે જન્મો જન્મ ભરતખંડે,

મનુષ હોવાના ધર્મે રમતા કરું..!!

પ્રેમ તારો તો સાગર જેવો રહ્યો ઊંડો,

રહ્યો મારો વિશ્વાસ મીરાં જેવો ઊંડો..!!

પ્રેમના પગરવ, નથી સંભળાતા કદી,

વહેમના પગરવ,નથી ભૂલાતા કદી..!!

દિલમાં જખમ થયું છે,

પ્રિતમાં જામ થયું છે.!!

છે નાસૂર ઘા ના ઇલાઝ,

કરવું તો અહેમ થયું છે.!!

સ્પર્શથી અંગ અંગ મારા,

ગુલામ તમામ થયું છે.!!

કાયાના કામણ જોઇને,

તન મન તો ગરમ થયું છે.!!

ધર્મ કર્મ નીજ લડાઈમાં,

જોબન સાવ નરમ થયું છે.!!

તન જ અમારું બ્રહ્મચારી,?

નિજ કામ હરામ થયું છે.!!

તારી જલન મારો મલમ લાગે છે,

પ્રેમજ ગ્રંથોમાં મલમલ લાગે છે..!!

મારી સમજને હૃદયે તું ભરી લે,

તારા વિશ્વાશને મુઝમાં ભરી લે,

શક અને બેશક ને દુર કરીને તું,

મારા પ્રેમને આરપાર ભરી લે ..!!

માંગણીમાં નમાતું નથી,

આંખને કેમ ગમતું નથી.!!

દિલને સેહવા ઘા હવે,

પ્રિતને કોઈ કે‘તું નથી.!!

મોગરો મેહ્‌કે બાગમાં,

પ્રેમ સુવાસ લે‘તું નથી.!!

મિલન થયું હવે રાતમાં,

નયન ઊંઘ હવે જોતું નથી.!!

વામણા લાગતા સપનામાં,

પ્રિતમ મને કદી ગાતું નથી.!!

ગા લ ગા,ગા લ ગા,ગા લ ગા

તારી હર અદામાં કોઈની ખોજ વર્તાય છે,

તારી આંખોમાં કોઈની યાદો વર્તાય છે,.

છે હાસ્ય મુખ પર રેલાતું નિત્યે, કેમ આજ,?

હૈયું કોઈના માટે વલોવાતું વર્તાય છે.!!

વિરહની વેદના તો ત્યારે જ થાય છે,જયારે ..

દિલમાં હોય છે યાદને, આગમને બીજું કોઈ હોય છે.!!

કોઈ નહિ રહે મારા દિલમાં,એક તારા સિવાય,

એક તું છે અને તારા ઝખમોની વણજાર છે..!!.

આભારમાં તારા પ્રેમને સાધવો ન હતો,

આ તો દિલમાં તું જ છે,ગુમાવો ન હતો

દિલ છે ને એમાં તું ધડકે છે,

પ્રેમ છે અને શબ્દો બોલે છે .!!

૨૩૦૪૧૩

શબ્દો જ પ્રેમમાં રાજા છે,

મૌન તો પ્રેમની મજા છે.!!

તારા શબ્દો મને બહેકાવે છે,

આશુ તારા મને સમજાવે છે

દિલ કરે છે કબુલાત તને આજ ,

પ્રેમ કરે છે કબુલાત તને આજે .!!

આંસુની તને કદર નથી

વેદનાની તને ખબર નથી ..રાગી

આંસુમાં છલકે છે પ્રેમ તારો,

વિરહમાં છલકે છે બોલ તારો.

કબુલાત ની મુલાકાત હો

નજર નજર માં વાત તો હો .રાગી.

તારી નજરમાં મારી મુલાકાત છે,

મારી નજરમાં તારી કબુલત છે.!!

વેદના જો મારી સમજે તું

જગમાં બીજું મારે જોઈએ શું ?.......રાગી

તારી વેદનાનો મલમ કહે મને,

મારી ખુશીમાં તારી ખુશી કે’ મને..!!

વાતવાત માં થઇ જો પ્રેમ

તો મિલન પછી જુદાઈ કેમ?......રાગી

પ્રેમ નું પદ છે ઊંચું અને અગાધ,

મિલન કોનું ને પ્રેમ કોનો છે સાધ ?

પ્રેમ ને તે સમજે છે ,

જે સ્ત્રી ભાવ સમજે છે.!!

આંખોમાં પ્રેમ વરશે છે,

હૈયું તો તને તરસે છે.!!

કહું પ્રેમ કરું છું તને,.

પ્રેમમાં માગું છું તને.!!

સુંદરતાના માપદંડમાં ન જા તું

તેની વિશેષતામાં પણ ન જા તું,

દિલ હોય તો દિલથી જ માણી લે,

તેને કરમાતા જોઇને ન જા તું.!!

સંબંધ કેરો હિશાબ માપું છું,

નથી પુરાંત કે,નફો આપું છું..!!

ભૂલી રહ્યો છું ઝખમ તોય મને ડરાવો કેમ,?

સુસુપ્ત મારી લાગણીયો ને જગાવો કેમ,?

ભર્યું છે પ્રિતનું જ ઇંધણ ખંડિત કેમ થાય.!

આપણું જીવન બે કિનારા હરખાવો કેમ.!!

દુર ્રક્ષિતિજે મિલન મારું શરમાવો કેમ,?

એક ટહુકો આપી ને મને બુલાવો કેમ,?

જોઈ છે આદત અમે નિત એવી ઈશારાની,!

આંખ ને ઝુકાવી તમે,આમ જ જલાવો કેમ.!!

દિલમાં રહી દાતારી,ને સ્વપન રચાવો કેમ.?

આજ વિશ્વાસમાં રહી,દર્દ ને જગાવો કેમ,?

પાઠ પૂજાને પરમેશ્વર,જીવનના તમે છો,!

મારા મન મંદિરમાં આ ધૂન બુલાવો કેમ.!!

પંથી છે એકલા સફરનો ભાર બતાવો કેમ.?

કોણ સાથે કે જાશું સાથે ભુલાવો કેમ,?

દિલ રહ્યા જુદા ને પ્રિતની છાપ છે એક જ.!

તોય કેમ મારું-તારું કહી સમજાવો કેમ.!!

એક ચાંદ મેં ભી એક ચાંદ હૈ,

ઉસ ચાંદ મેં ચાંદ સા યાર હૈ..!!

૨૪૦૪૧૩

મૌનની મીઠાશમાં શબ્દો ખીલે છે,

તારી ચાહતે મારા શબ્દો બોલે છે.!!

તસ્વીરમાં તસ્વીર છે તારી,

આંખોમાં તકદીર છે મારી.?...

નથી ઉગતો સુખનો સુરજ મારે,

રહ્યો રમકડું સમયનો હુંજ ત્યારે,

કેમ સમજાવું નથી પ્રેમ કોઈને,

ખુલાસાનો ઉગે સુરજ નિત મારે.!!

ફરી-યાદની ફરિયાદ ,હું નથી કરતો,

દિલમાં છો તમે, યાદ હું નથી કરતો ..!!

નથી ઝૂકતો સમય,માણસ ઝુકી જાય છે,

નથી બનતો અભય, દુઃખે ઝુકી જાય છે.

આલિંગનની તે પળોમાં નિશબ્દ થઇ જાઉં છું,

સાથમાં જ છું છતાં એકલપંથી થઇ જાઉં છું,

ને ! પ્રિતની મહેક પ્રસરે તો વસંતની માફક,!

ચોતરફ ખીલું છતાં મુર્જાયેલો થઇ જાઉં છું...!!

બીડી ના પીનારા સિગરેટ નથી પીતા,

જામ ને પીનારાએ જોબન નથી પીતા,

ઝૂમે છે નશામાં ઝખ્મો બધા હમેશા એ,

નશાનો નશો કદી સાથે અમે નથી પીતા.!!

જુના ઝાખ્મોને ભૂલીને,અમે પ્રેમને અપનાવ્યો,

સ્ત્રી દિલ છે માટે આજે, તારા વહેમને દફ્‌નાવ્યો ..!!

નથી ખબર કે વિરહની વેદના,

જીંદગીમાં આટલી જૂની હશે,?

મળ્યા મને મારા એ ! અચાનક,

અને આયખાનું દર્દ કહી દીધું..!!

સખિ ! મને વહાલું રે મારું ગામડું રે,

ને કહું બાળપણ ની વાત ..!

જોગી ની જટારૂપી ભૂલતો નથી,

નદી પાળે વડલો દિન ને રાત....સખિ ..

ભાઈ-ભેળું ને માત ધેનું સાંભળે,

કોયલ ટહુકે ઘણા ભાવ ,!

રમતું વિણ દિન નમતો નથી જો,

લઉં આંબલી- પીપળીનો લહાવ....સખિ ..

દલડું ભાગે છે ઓલા ઝાલરીયે,

ચંચળ બાળપણ કાલે નહિ,.!

નયન તો ઠરે છે રે મૂર્તિ ઉપરે જો,

શુદ્ધ ભાવે રણકે ઘંટ-શંખ મહી........સખિ..

ભેરુઓ પધારો રે ઝટપટ રે,

વહાલા કેમ વસ્યા વિદેશ ,

‘ભરત‘ના દેશે છે સાહિત્ય ને સમજણ રે,

સખાઓ કરજો પૂરી વતનની આશ...સખિ...

મારા દિલના બાગના,તમે છો બાગબાન,

તારા એક આલિંગને,પામ્યો હું આનબાન..!!

રંગીન છે દુનિયા, તેના દાવ રંગીન બધા,

ગમગીન છે હૈયાએ,તેના ઘાવ સંગીન બધા..!!

ગુજરાત ગોખાણું આજ,દુનિયાના ગોખે,

ગુજરાત વંચાણું આજ, સાહિત્યને મુખે,

ગુજરાત ગવાણું આજ, રે વિકાસને વાતે.,

ગુજરાત રોપાણું નિત, ગુજરાતીને ગોખે..!!

ભીતરનો ભેદ જાણે ના કોઈ,

યાદો નો ખેદ માને ના કોઈ,

મારા સમજીને રાખ્યા દિલે,

મૂર્તિને પૂજીએ જાણે ના કોઈ..!!

એમને ક્યાં ખબર સખિ ! એમની ફરિયાદ શું ?.

તેમણે ક્યાં કદી વેદના સહી, દિલ આપ્યું છે.!!.

તમારા પ્રેમની કેટલી ગહનતા છે કળી લો આંખે,

દ્રવી ઊઠશે અમારી કાયાના તાર તમામ નિત્યે.!!

વેદનાની નથી કદી અમે દરકાર કરી,

નિત્યે અમે પ્રિતની ઈબાદત જ કરી છે,

યુવાનીમાં ઈચ્છાની હિફાજત કરી છે,

સંત્તોશની અવસ્થામાં ઈજ્જત કરી છે.!!

લઈને બેઠો છું હું ,જાત જાતના સબંધો ને,...

મારા કે તમારા,ભાત ભાતના અકબંધ છે.!!

હું વાત કરું છું,જ્યાંથી આપ અસ્તુ કહો છો,

શરૂવાત કરું છું,જ્યાંથી એ અમસ્તું કહો છો .!!

શબ્દ ગંગા વહે છે મારી કલમથી,

ગુજરાતી નમે છે તેના ધરમથી,

સાહિત્ય ગમે છે તેના મરમથી,

ગુજરાત વંદે છે જ પરિણામથી..!!!

વહેમ ને તારા માથે થી ઉતારી દે,

પ્રિતને તારા આલીગનથી તારી દે ..!!

ના ભરત ચાલ્યો,કે ન સુલેમાન ચાલ્યો,

જનાજો ચાલ્યો,ને એક ઇન્સાન ચાલ્યો..!!

લખવાનું એક તારણ નીકળ્યું,

કાગળમાં બીડેલું સ્મરણ નીકળ્યું,

તે પસ્તી સમજીને જ દીધું હાથમાં,

એ દુઃખી કવિનું જાગરણ નીકળ્યું..!!

પ્રભુ મારા સાચા મેતાજી

રાખે મને ખુબ રાજી રાજી..!!

મેઘધનુષ્ય રંગોમાં નિત તું ખીલતી,

સ્વેતશ્યામ રંગોમાં નિત તું ઝૂરતી..!!

જિંદગીની ચાલ છે,એકલપંથી નિત્યે,

બંદગીના શબ્દે છે ,દર્દને દવા નિત્યે...!!

શબ્દોની ગુલામી હું નથી કરતો,

શબ્દો ને ગુલાબી હું નથી કરતો,

ઘડાય સાહિત્ય ને ટાકલે જયારે

શબ્દો ને શરાબી હું નથી કરતો..!!

ખુમારી છે એને એના, જોબનવંતા દેહ તણી,

લાચારી છે મને મારા,કાચીમાટી માંજ મણી.!?

જાત ને ખરચી ચાલી રહ્યો નિત્યે,

લાગણી ને સંઘરી શકતો નથી..

મારી સ્મૃતિમાં તારું હોવું,એકાંતે પણ ચૂમે છે,

નો‘તા કારણો જ તારું જોવું,દેહાન્તે પણ ચૂમે છે..!!

નામી બોલે છે,રામ બોલો ભાઈ રામ,

નનામી કહે છે,નિત બોલો ભાઈ રામ.!!

ધરતી આભ નું મિલન,એ દ્રષ્ટિનો ભરમ છે,

તારું રોજ નું મિલન , એ સૃષ્ટિનો ધરમ છે ..!!

મિલનની આશામાં અમે,આજને ગુમાવી ગયા,

જીવનની નિરાશામાં કેમ,કાલ ભુલાવી ગયા.??

અમારા નાજુક દિલની વ્યથા તમે શું જાણો,?

અમારા આખા જગતની પ્રથા તમે શું જાણો.!!

વ્યથા હતી એ પ્રથાની હવે જાણીને શું કરશો,

રીત રિવાજની આડમાં સમાજ ખરડાઈ રહ્યો ....!

સમાજ સમાજને ખરડી રહ્યો આજ,

જાગો ઊઠો ને બનો સૌ સર તાજ .!!

ગુજરાત ગુજરાતી ગાશે,

ગુજરાતી ગુજરાત બનશે.!!

રહે છે એની યાદોમાં હમેશ સ્થાપન ને ઉથાપન,

મને તો પ્રેમ પણ ખુદાની ઉત્તમ વધાઈ લાગે છે,

વિરહ મિલન ને હું એક માનું છું તેનું કારણ છે,.

મને આલીગનમાં વિરહની જ ચતુરાઈ લાગે છે.!!

તે રાઝ રાઝ હોય તો હું તેનો સાક્ષી છું,

ખીલતા પ્યારની ઊર્મિનો હું સાક્ષી છું,

કણે કણે ઊભરાઈ મિલનની હવે ઘડી,

આપો મને નજર નશાનો હું સાક્ષી છું,!!

ફોટો મારો પાડ્યો કે, મને ખોટો પાડ્યો,?

જીવતા કેદ કરી મને તે,હવે ખોટો પાડ્યો,

તું નથી આ વિરહના વિસ્તારમાં,

તું નથી આ મિલનના શણગારમાં,

ક્યાં માંગણી એની ને ક્યાં એ ઈશ્ક ?

માણવું એથી તને ધબકારમાં.!!

રાઝ કરો છત્તા હવે નથી કોઈ રંજ

રાખીશ વિશ્વાસ તારો હું હેમખેમ

હો ભલે વલયો ની અંદર બહાર તું

નથી પારખી શકી એનો જ છે ગમ

ગુલાબી ગાલોમાં કેવા ખંજન પડે છે,

જુવાનીના જોરમાં કેવા રંજન પડે છે,

જાગૃત નગરીમાં આવે ચોર લુટારા,

સંતોસને,શીલને નિત અંજન પડે છે.!!

કેમેય તારા આંખનું કામણ ભુલાતું નથી,?

ઘવાયો છતાં પીછેહટ કદીયે થવાતું નથી,!

ચમનમાં મારા ૠતુઓને કોય પહેરો નથી,

મુલ ના આંકો કે તમને ખુદા કે‘વાતું નથી..!!

ક્યાંક વેદનાના ડુંગરા સહી જવાના,

ક્યાંક મિલનમાં સૈકા જ વહી જવાના,!

હોય ભલે કુંડળીમાં ગ્રહો બધા સ્થાને,

એક મીઠા સ્પર્શે જીવન વહી જવાના.!!

નાણાં નું જોર કદી ધીમું પડતું નથી,

કરું ભાગ દોડ છતાં સાથે મળતું નથી,

આખી જિંદગી ધોડનારા સાંભળો મને,

સુતા સિકંદરનું હાડપિંજર જડતું નથી.!!

ભાષાથી ભેદ સમજાય અને વાણીથી સમજાય વેદ,..

અવિનાશી નો હોય આશરો ,તો જીવને ન હોય ખેદ.!!

શુષ્ક છે ઘટમાળ, જીવનની એ બધી,

ભરી શકાય છે, કે ન ભૂલી શકાય ,

આ પ્રિત નો મદિરા, મને ચડ્યો છે,

બે ચાર જામ પીને બહેકી જવાય..!!!

હીરા જેવું છે દિલ તે ચમકમાં ફસ નથી,

હોયે નાજુક કદાચ કાચથી પણ વધારે,!

જિંદાદિલી ને કોઈ ખાસ મહત્તા ન આપ,

બળવામાં સભર છે આચથી પણ વધારે ..!!

આ રસ્તો ક્યાં આસાન છે,

રામનો ભગત હેરાન છે;

કોણ છે અહી માનવ કહો;

કેમ માનવમાં ગુમાન છે.?!!

સમશેરના ઘાવ તો ભરાઈ જશે સમય સાથે,

મારે હવે પ્રિતના ઝખ્મોને ભરી જોવા છે.!!.

વહેવાર કુશળ આદમી છું થોડો હે ! જગત,

સહી શકું છું એ જ બધું કારણથી મરણ..!!

એય દોસ્ત ! ચાલ આજ અદલાબદલી કરીએ,

આજ ઈશ્વર તારો અને તારો ખુદા મારો..!!

મૃત્યુંલોકમાં તે મશહુર રહે....

માંગણી જીવને કોશશે, ગરજ લાચાર રહે,

જાતની આવી લાચારી, હવે તો દુર રહે;!

છે નશામાં હવે આરામ પણ ચકચૂર રહે,

હાશ ! જો બોલવા જાવું, તો જીવતર રહે.!

હે માનવ ! એક ખુલાશો હવે અંદર જોજે,

મારા વિચારમાં એક લય છે તે આધાર રહે.!

મારી વેદના લખું તો બહુ નાસૂર હતી,

કોઈ પછી હરખ બતાવું કે જે મશહુર રહે.!

હવે વિચારજો કે કોના મનનમાં છે જ ‘ભરત‘,

ને એ સમજે કે મૃત્યુંલોકમાં તે મશહુર રહે..!!

જનમ સાથે મરણની મનમાની ભરીને લાવ્યો છું,

બધા માની શકે તેવી જવાની ભરીને લાવ્યો છું.!

મરણ સાથે દવાદારૂ લઈ મોક્ષ પણ ચાખું છું,

હતી સાચી કહાની તે કહાની ભરીને લાવ્યો છું.!

કરમ વિના કાયા ટકતી નથી તે કોઈ શકે જાણી,

ધરમ ની કેટલી વાર્તાઓ છાની ભરીને લાવ્યો છું.!

કવન મારી જાણનારા જ તેના અર્થ જાણે છે,

લખેલા શબ્દમાંની ભાત છાની ભરીને લાવ્યો છું.!

છે વાણી મારા ભેખ પરથી, હતો તેમાં દિલાશો એ,

વિચારો સાથ વેદોની જુબાની ભરીને લાવ્યો છું..!!

તારા જ વિચારોમાં દિવસ આખો નીકળી જાય છે,

સમય પણ આમ કેવો જાતથી નોખો નીકળી જાય છે.!!

બિચારા હોય છે તેનું, વહન નથી ડગતું,

ખોટાને સાથ મળે છે,માન નથી ડગતું, !

મેં નેક વાતને ,મનનમાં મુલવી ભાળ્યું,

હશે બહારથી દુઃખ, તોય મન નથી ડગતું,.!!

પ્રીતનો આવો એકરાર મને મંજુર નથી,

તડપ હો હરપળ બેકરાર મને મંજુર નથી,!!

વિભુ સમી છે આ વેદના મારી,

તારા જ તારા ક્યાં જંખના મારી.?

વેદના વેઠવાની, આ મારી રીત કેવી શાનદાર લાગે છે ,

એકલું લાગતું નથી, તોયે કેમ ! સૌને વજનદાર લાગે છે.?

કેમ પ્રીતના ખજાનાને આમ લુટાવી રહ્યો છું,?

આવ કોઇ દિન તો ખુદા નેય મનાવી રહ્યો છું..!!

હા..તું જ તો પારખતાં શીખવાડે છે,

જાણે કે કોઈ જાણતલ બોલ્યું..!!.

મેં ક્યાં આંખોથી ઓળખ કરી છે,

મેં તો દિલમાં જ પરખ ભરી છે.!!

મંગળ ફેરા કાજે જપતા રે‘વાનું,

તોયે તમને આમજ ગમતા રે‘વાનું,?

સાજન,સંતાન,પરિવાર માટે પણ,

નિત્યે સાથ આમજ દેતા રે‘વાનું,?

ભુવન,ભણતર,જણતર,ગણતર કરતા રે,

સબંધે બાથ ભીડી લડતા રે‘વાનું,?

વ્રત,વાર,તહેવાર,જાપ ને જગન કરી,

સ્વામી ભાળે અખંડ જપતા રે‘વાનું,?

જોને બાળક આવ્યે વધામણા થાયે,

બાળા આવ્યે દોષો દેતા રે‘વાનું,?

બાળા થી જનેતાની સફળ જીવન તણી,

નારી નારાયણી ને લડતા રે‘વાનું,?

ભૂલો હોય કે હોય ભલામણ ઉમદા,

‘ભરત’ શક્તિ સ્વરુપાને આમ સહતાં રે‘વાનું.?

મેં રંગ પ્રીતનો ભર્યો તો તસ્વીર ઝાંખી લાગી,

ભરયો એમાં વિશ્વાસ તો તસ્વીર દીપી ઊઠી.!!

ભેદ રૂપે માણ્યો,માણ્યો વાયુ ની માફક,

આત્મા ને માણ્યો, પરમાત્મા ની માફક, ?

ઘણા વિઘન પછી જાણ્યા મેં, તેની આ સાબિતી છે,

જે વેદના દિલ ને મન પર થતી તે કવનમાં ઢાળી ..!!

વાત મારી

રીત તારી,!

ગઝલ કરતા,

ધાર સારી,!

ઘાત કરતા

મૌન ભારી,!

ખમી ખાશે

જગત વારી,!

વહી મમતા

નિત નારી !

પ્રીત કાજે

દિલ દારી,!

સરવ ત્યાગે

સંત કારી.।!

એક આંગણું રમે, ને અમને હરખ વધે છે,

કોઈ ખોળો ખૂંદે ,ને અમને હરખ વધે છે,

પાંચ પચીસ ભેગા થઇ વાત ને હણે છે,

ઘર મંદિર બને,ને અમને હરખ વધે છે,

વાણી થી કોઇ વહેતું,જો દોડતું મળે તોય,

ધારા માં ડૂબવું,ને અમને હરખ વધે છે,

નથી ક્રોધ,મમત જે એ સંબંધને ચાવીએ,જ્યાં,

માયા-પતિ મળે, ને અમને હરખ વધે છે,

કારણ ખનન કરી લઉં, ધારણા ધારી છે ,

પણ સંત સાપડે,ને અમને હરખ વધે છે,

ઢાંકી ગયા સૌ દુઃખનું એ કારણ આપી,

વ્હાલાઓ એ કદી નથી ધારણ આપી,

ખેલ કેવો થયો એ કશુય કળાયુ નહિ,

દુશ્મને પછી આવી શિખામણ આપી.!!

ભરેલો નથી હું, માટે છલકાતો નથી,

ભિંજાયા વિના,કામ ફગાવી શકું છું.!!

ઝુકાવી નજરને ,સમીક્ષામાં બેઠા છો.!

તમે મારા છો પણ,પ્રતીક્ષામાં બેઠા છો .

ખાતરી દેનાર એવો કોણ છે,?

જે દિલની ધીરજ પણ લુટી ગયો.

ગુલામી કરું છું અમીરોના અંદાજે,

ધનવાનો નમે ગરીબોના અંદાજે.!

ગા‘યે આરતી કે બાંગ પોકારી અમે,

ભીતર બા‘રે ભીજાયાના અંદાજે,!

છે ખુદા મારા આ ઈશ્વર તારા હશે,!

કોમ ને ભણી અજ્ઞાનતાના અંદાજે,!

બળતો દીપક નિત્યે પોતાની માય જો,

કરતો દીપક બુજાયાના અંદાજે,!

નાહ્યો ગંગા,ગોમતીમાં શું સમજીને,

પાપ ધોઈ પાવન કર્યાના અંદાજે,.!!

હું પ્રેમને તારી યાદમાં નિત્યે નિચોવું છું,

છતાં એ તારી પ્રીતે ભીંજાયેલો હોવું છું.!!

સાગરના કોઈ સીમાડા નથી હોતા,

મંદિરમાં કોઈ મિનારા નથી હોતા,!

સમજીને સબંધ બધાજે મારા વ્હાલા.

માનવના કોઈ નીભાડા નથી હોતા..!!

જગતના મયખાનામાં આવી, ન કરશું મદિરાપાન,

અમે એવા છીએ કે , શિશુ હર્દયે ભીતર-બા‘ર રેહેશું.!!

એ નુમાઈ તો પછી સાચી નુમાઈ લાગશે,

સમણામાં જોશો કે પંડે તો નવાઈ લાગશે.!!

હતા જે મહાલ્નારા સાથ, એ કોઈ જ નથી આવ્યા,

નહીતર જિંદગીના સફરે તો ઘણાયે સાથ આપ્યા.!!

પ્રણય નું બાણ ભેદી છે, હું એથી તો ભેદાયો છું,

મલમ લીપવા જો તું આવશે,નક્કી ભેદાઈ જશે.!!

મને બોલ્યા કરે છે સૌ , એ કોઈ ને નથી કે‘તી,

કે હું જો થઇ ગયો પાવન તો પવિત્ર થઇ વાણી..!!

આપ્યા તા કોલ સફરે સાથ રે‘વાના,

અચાનક આજ કેમ એકલપંથી થયા.!!

માત્ર માટીમાં જ ભળે છે અહી સૌ માનવી,

કોઈ અહી મુઠ્ઠી ઉચેરો તો તમને લાગશે.!!

જોઈ મારી આંખો બોલી, સમજ્યું બધું તે એ ઈશારે,

હરખ ને વેદનાનો સાગર, કોઇથી કદી ના ઉકેલાયો..!!

હશે ભવ્ય ભૂતકાળ તારો સદા પ્રણયમાં,

વિરહ આંખમાં આજે પણ રહે છે લયમાં.!!

કોને ગણું હું દુર ,એ ક્યાં જુદો હતો,

જેને ગણ્યા છે ક્રૂર, એ ક્યાં જુદો હતો ?

કેમ ! માનવ ને માનવ નડે છે,સમજાતું નથી,

પીઠ પાછળ ખંજર મારે, હાસ્ય રેલાય હોઠે.!!

બાળક જેવો નિર્દોષ છે ચેહરો તેમનો,

આંખો પણ તેની આયના જેવી નિર્મળ.!!

નાની અમથી વાતમાં પણ વેણ આપી દે ઘણા,

એમાં લોકો શું કરે, એ વાત જ પાયા વિના હતી.!!

કોના ધરું ઘાવ !, એ ક્યાં જુદો હતો,

જેના ધર્યા ભાવ !,એ ક્યાં જુદો હતો.!!

ઓ ઈશ્વર ! તું પણ ભલો કેવો ફસાયો છે જગે,

જે હતા તારા અંશ તેવો ભગવાન થઇ જશે ?.!!

હૈયામાં એકાદ યાદ હોય પુરતી છે,

વિરહમાં એની જ યાદ હોય પુરતી છે,

કેમેય હું ભૂલતો યાદગાર હાજરી ને,!

જીવનમાં બસ ફરિયાદ હોય પુરતી છે.

મને અંધારે તારા ભણકારા સંભળાય ને ઉજાશમાં તારી યાદ,

હું વિરહને ખેવના ગણી રડું, મને તાવે યાદોમાં વિરહ આસ્વાદ..!!

જીવનમાં પ્રલય આવશે તોય ફાવશે,

હૈયામાં તારો લય જાગશે તોય ફાવશે,

ભરતી ને ઓટ વિણ ક્યાં નવું હોય છે,!

તારો એ જ સમય લાવશે તોય ફાવશે.!!

તારા કોરા કાગળમાં છે લાગણી,

તોયે તું કેમ કરી માંગે લાગણી ?

સુખ દુખના ચડાવ -ઉતારમાં, તું પણ વિસરાઈ ગયો,

જગતના સબંધોમાં હું પણ કેવો બધે વિખરાઈ ગયો,!!

ચાલતી છું લાશ, માનો, હું વિશેષ ના કહું,

લોક ચાલે છે ને, ખોટું બોલી ચાલી જાય છે.!!

રૂપ ને જોબન અષાઢી થતી વીજળી છે,

કોણ જાણે ક્યારે તડપતી પડી જાયે.?

મને પ્રેમ કર,મનમાં વ્હેમ ન કર,

મને પ્રેમ કરવા દે, વ્હેમ ન ભર.!!

કાચ ને મન, વેણ કે પથ્થરે તૂટે,

મને પ્રેમ કરવા દે, વ્હેમ ન ધર..!!

મોઘવારીએ મજા મૂકી, લોકોએ મૂકી શરમ,

હાય! હેલ્લોને સ્મિત કરી,પણ ના સમજ્યા સૌ મરમ.

મોઘવારીએ મજા મૂકી,.....

ગરીબની કસ્તુરી બની ગઈ,ખાણી-પીણી ની સરતાજ,

રોટલા ગયા ને રોટલી ગઈ,તંદુરી ને નાન બન્યા તાજ.

મોઘવારીએ મજા મૂકી,.....

અનાજ પાણી પડીકે બંધાણા, સ્વાદને સોડમ ખોવાણા

હોટલ હાટડી ખુબ રે મંડાણાં ,અતિથિના ભાવ ચોરણાં,

મોઘવારીએ મજા મૂકી,.....

રંક મુંજાણો મન માંહી , રાય ને નિત નિત મિજબાની,

નાણાં વિના ઓળખ નહિ, સબંધની રહી નહિ નિશાની.

મોઘવારીએ મજા મૂકી,.....

ભૂખ છેવટ ભીખ મંગાવે ,પૈસા નર-નારી ને રડાવે,

‘ભરત’ કે આમાં કંઈક હોમાવે,જાતને કુડા કામ કરાવે,

મોઘવારીએ મજા મૂકી,.....

સાગર પાસે જઈ આંસુ પીતાં રહ્યા,

જીવન જીત્યાં છતાં દર્દ પીતાં રહ્યા.!!

બધું તો ઠીક ! મરણ પણ કેટલું મોડું પડ્યું,

ઉતાવળે લઇ તો ગયા,બીજું કોઇ બળતું હતું.!!

જખમોને સાચવીને પટારામાં રાખ્યા હતા,

કોઈ જાણતલ આવે, ને સમયે જાય જો લેતા,.!!

શ્વાસ મારી મંજિલ છે, વિશ્વાસ મારો વિસામો છે,

સબંધો ને સહી લેજો, અવિશ્વાસ કરો નકામો છે.!!

ટોળામાં માણસોને તારવવા સહેલા નથી હોતા,

પણ ! ઘણા ઘેટાની વચાળે માણસ ગોતવો અઘરો છે.!!

નાખે છે નિશાસા અને મળવા નથી દેતા,

મરણ મારું અને લોકો આભડવા નથી દેતા,

સમજણ તો તપાવે છે મને આગ દઈને,

પણ ! માણસો વિરહને સમજવા નથી દેતા.!!

પ્રસંગો ઘણા જોયા અને, કર્યા અમે જીવનપથમાં,

કોઇ સારા ને માઠા,આવે તો પઠન કરી લઉં છું,!!

શબ્દ સૂતર, શબ્દ ચરખો, શબ્દ મારી ખાદી છે,

સત્ય જડશે નકરૂં, મારી ગઝલો ગાંધીવાદી છે.

વિવેક મનહર ટેલર

શબ્દ માતા,શબ્દ પિતા, શબ્દ ગુરુ ગાદી છે,

સત્ય ફળશે જબરું, મારી રચના બ્રહ્મવેદી છે.

અંતરના ભવનમાંથી તું ભુંસાઈ રહ્યો છે,

ચાહત ભરી હૈયે,છતાં મુરજાઇ રહ્યો છે.!!

મૃત્યુ નો ઘંટ વાગશે તો શું થશે ‘ભરત’ ‘‘?

આવ્યાના ઘંટનો તો નાદ ક્યાં ભૂલ્યો છે.!!

દુનિયા ભલે બોલે કે, મરણ પામ્યો ‘ભરત‘,

હતો પરદેશી ચાલ્યો આજ હું નિજ દેશે.!!

શાંતિ હણાયા પછીનો તો છે આ ઉન્માદ,

જોયું સભામાં બ્રમ્ચર્ય નો હતો વિવાદ.!!

ધર્મની કરી નથી ઉપેક્ષા કદી અમે,

અમે નિજ કર્મ ની અપેક્ષા કરી છે,

સબંધે બધે હજુ પરીક્ષા કરી તમે,

અમે મનનમાં હજુ અપેક્ષા કરી છે.!!

ત્યાં કેમ મારી વેદના ઢળે છે,?

જ્યાં નિત સુરજની પના ઢળે છે.!!

તું વિવાદોનો કઇ શરમાવો ના રાખ,

આ બંધાણી લોકો છે,દાવો ના રાખ,.!!

વિચારો ફેરવે છે પળ બેપળમાં માનવી,

એને શું હોય કો‘દી કૃષ્ણપક્ષ ને શુક્લપક્ષ.?

સબંધોની દોડમાં હયાતી ખોવાણી છે,

વ્યવહારની આડમાં હયાતી મુંજાણી છે.!!

પાંચ અને છટ્‌ઠા ઈશ, ધર્મ કાજે યુધ્ધે ચડયા,

હતા કૌરવો સો ને મામા,તોય સઘળું હાર્યા.!!

જીવન એક મંથન છે, ને મંથનમાં તો હોય વાંધા પણ,

મુસાફર છું ડગું તો , ત્રાસ ના દેશો વહન માટે.!!

આંખો કાઢી ને બેઠો છે, જમાનો આજે,

બગલમાં સૌએ રાખ્યા ખંજર, મીઠી વાણી હશે.!!

આપને માણું કે ,માણું ગુલાબને,

બેઉના સ્પર્શમાં ભરી છે કોમળતા.!!

ગામ જીત્યો,ગરાસ જીત્યો,જીત્યો ત્રીયા મન,

નામ જીત્યો,વાણી જીત્યો, જીત્યો ના મોહન.!!

મન મેલા ને તન રાખે ઉજળાં,નિત જાગી શુદ્ધ જળમાં ન્હાય,

ઘન જાજા ને ભવન હશે ઉજળા, નિત સંગે અનીતિ રે હોય !!

ક્ષણ જીવો કે જીવો હજાર,

નામ વિના કઇ નથી ઉદ્ધાર.!!

વિચારોને અમે આધીન રહ્યા છીએ,

પ્રીતમાં કાયમ પરાધીન રહ્યા છીએ.!!

કરો નજર ચોતરફ કાતિલ તમે,

બધી વાતોનું છીએ મારણ અમે.

આંખોની તે મન માની કરી છે,

વિચારોની તે ધાણી કરી છે,

કોના વિચારોની ઉઘરાણી છે,?

ખાતે વિરહની ભરણી કરી છે,

રામ રહીમ અખંડ અવિનાશી રે,

તે સમજણને પણ કાણી કરી છે,

તાણીને ગાય પરોઢે ભજન તે,

હૈયે માયાની વરણી કરી છે.

છળકપટ કરી ખુબ કમાયો હતો,

કરમોની તે તો ખાણી કરી છે.!!

નથી શબ્દોને ભેદી શકાતા ક્ષણિક ઉદગારોથી,

કદી નયન બીડાતા નથી મીનના સાગર પાણીથી.!!

આવ્યો છું હું આ માનવ તન , ઘણા જન્મોનાં પુણ્યો કમાઈ।

અમે ખુદમાં ખોવાણા..!!

મરણ વિનાની કોઇ પળ તારી નથી,

બાંધ્યા કરો ઘડિયાળ હાથે મૃત્યુ લગી.!!

કોઈ ને રડતા તારી આંખોમાં જોયું છે.,

મરણ ને મરતા તારી આંખોમાં જોયું છે.!!

સાગર ને તેનો કિનારો,

ભરતી-ઓટ છે ઉધારો,!

નથી મૃતઃપાય કિનારો,

જીવ માત્ર નોય સહારો.!!

હે દોસ્ત ! મારી દોસ્તીની કસમ ધરી છે,

મેં તો અપેક્ષા ઓની તાપણી કરી છે..!!

સફરમાં થોડો સામાન પણ સાથ દીધો છે,

ચાર શ્રીફળ ને લાકડાં એ સાથ દીધો છે.!!

નીતિનો રણકાર હોવો જોઈએ,

માણસ સાવ ગરીબ હોવો જોઈએ,

લોકો ભરી દેશે બધું તારાય ભવન,

સાથે હસી લેશે પણ મોકો જોઈએ.

મરવા ટાણાંની સહજતા માણવા,

દોસ્તો ! મૃત્યુ નો નજારો જોઈએ.

જાણેલું ક્યારે પીરસો હવે કહો,

પીનારો જાજો તરસ્યો જોઈએ.!!

હશે ભેદો , હશે સંશય , હશે ગુસ્સો , હશે વિશ્વાસ,

સમજણમાં ઊઠ-બેઠ થતી રહે આ ચારનો આભાસ.!!

આપની આંખો તો સમજાઈ શકે,

આપનું મનડું જ ક્યાં સમજાય છે ?.

ખુદા પણ લાચાર થઈ બેસી રહે,

મમતા જનની ની જો ખૂટી જાય તો.!!

ભીતર એકાંત ભેગું કરતો રહ્યો,

ડગલે ડગલે વ્રેહ તારો છે મને.!!

પ્રેમ નું તો સુખ કોઈ પરખાતું નથી,

ચમકથી તે તૃપ્ત સૌને રાખે છે નયન.!!

હૈયા ના દ્વારથી વળાવ્યું અમે,

જીવનમાં જીવથી પણ વ્હાલું તે.!!

થાય છે કે શક્તિ પીઠે જાઉં કે કાશી,!

ઘરે છે હયાત માતા-પિતા તો ક્યાં જાઉં ?

હશે ભરોસો ખુદ પર તો,

ખાવિંદ આવે ખલક થી.

હું ભણું વેદ તોય ભેદ રહે છે,

માનવી હમેશા અભેદ રહે છે.!!

સસ્તી નથી હોતી જનેતા ની મમતા

બાળોતિયા કદી તડકે નથી તપતા.!!

સબંધોની ધાર કેટલી નાજુક હોય છે,?

કયારે તેજ થાય ને કયારે કાટ લાગે.!!

જે દિવસે તારે જંગલના વાસા,

તે દિવસે કોઈ તેરે નૈ પાસા.!!

મીઠા બોલો માનવી મીઠા એના તેવર,

લાગે બહુ ચમકદાર ખોટા હોયે જેવર,.!!

તું અને તારી લીલા છે સીધી સાદી કાન,

વાંક મારી પ્રીત કેરો, તનેય ક્યાં હતું ભાન.!!

નમતો જાઉં છું એમ, જગતને ગમતો જાઉં છું,

વાણીએ વાણીએ નિત, જગત પરખતો જાઉં છું.!!

આવો આપણે એક થઇએ,

સાથો સાથ જો નેક થઇએ.!!

તારને સ્પર્શો તો એક રણકાર જાગે ,

પ્રીતમાં નવા નવા નિત આકાર જાગે ..!!

ભારત વાઘેલા.

પ્રીતની હઠ પણ સહેવાતી નથી,

દિલ ખોલી તને કહેવાતી નથી.!!

ભારત વાઘેલા.

શ્વઅસઅલા નઇ હદ્વતહદ્વ પઅર રઅકહદ્વ તદ્વ વઅગઇ ચહઇ,

તઅમનઇ ચહઉમાયઇ તદ્વ નઅવદ્વ રઅઅગ જઅગઇ ચહઇ.!!

ભહઅરઅત શ્વઅગહઇલઅ..

છું સદા મગરૂર એ કૈં લય ને આભારી નથી,

મારી કલમ કોઈ લયખાનાની લાચારી નથી.!!

અમારી ભૂલો ને અમે ભૂલી ગયા,

તમારી માફી ને અમે ખુલી ગયા,.

લોઢું લોઢા ને કાપે છે.,

માણસ માણસ ને માપે છે.!!

ટઅરઅ હઅતહ નઇ મઅરઅ હ્યઅતહઅમઅ સઅમઅવા લઅઉ,

ટઅરઅ શ્વાસહદ્યઅસ નઇ સદ્યઅસહઅમઅ સઅમઅવા લઅઉ.!!

ક્યાંય માણસાઈ નથી એમ ના બોલાય ‘‘ભરત‘‘,

એમ બોલાય કે કશે ,આપણે માણા ન બન્યા.!!

ભેદરેખાઓ મિટાવી દે ગઝલ

શત્રુને ચાહક બનાવી દે ગઝલ !..

દિલની દાસ્તાન દર્શાવી દે એ ગઝલ,

પઠનની આદત બનાવી દે એ ગઝલ। ...

ઓળખે છે જેવી રીતે તું મને

એવી રીતે ઓળખાવી દે ગઝલ !

ક્યારનો ડૂમો ભરાયો છે ગળે

તું નજીક આવી રડાવી દે ગઝલ !

ને હવે થઇ ગઇ ખતમ જિજીવિષા

શેષ જીવન જીવરાવી દે ગઝલ !

જીવને પણ ઊંઘ આવી જાય એમ

પારણું મારું ઝૂલાવી દે ગઝલ !

-ભરત વિંઝુડા

ેકકઇકસ‘કહ હ્યકહ દહ્યકહ ચગઠર ેકદ્યચ લઇતક નસરહ ગશૈ

ગઇ ફનય ફદ ચકરસ ,દ વનક લસ ચ;કઅ દજરસ ગશ-!!

,દ ફનય ગહ ફનય દકસ ાગપકઉરક ગશૈ

તચ િ;કજ વકાદક ફનયઇસ મણયરક ગશ-!!

બદજકજ વકશજ બઅરતકજઇસઅ મઇઝ ક્ષદ્યતનહૃ વકાઉસૈ

દસલસ વકતહ્યકહ વકાદકસ દ્વકસર્ કબૃ ‘કછન દગસ ્ર

નારી લેશે અગ્નિપરીક્ષા પુરુષની જયારે,

જોશો નારાયણી સાચી કળયુગમાં ત્યારે.!!

ભટકતો ને ટળવળતો નજર નાખતો બધે,

કોણ જાણે સળવળતો મનમાં દાનવ ક્યારે.?!!

મરણ ને માણો તો, જીવન જીવી જાશો,

ઘણા એ જાણી ને, મરતા જીવી જાયે.!!

જમા બાજુ પ્રેમ લીધો છે,ઈર્ષા કરી ઉધારી,

સરવૈયું કાઢ્યું છે સાચું ,નવા કામે દિવાળી.!!

તાવું છું લેખન કેવું જરા કેજો રે,

શું ધ્યેય છે મારું તે ભલા કેજો રે!,

કાઈ હવે કેવું નથી દુખીયાને પ્રભુ,

નેક રાહ મને મારી જગા કેજો રે.!!

કહ્યું નોતું છતાંય દાન થયું,

સૌના હૈયામાં આજ માન થયું.!

મારા જ અંગત હવે કહે છે ‘ભરત‘,

જોજો જાગ્યા પછી તો ભાન થયું.!!

શું આવ જાવ થાય ને કેવા કર્મો હશે,?

મારો આટો હશે પછી રામા ઘણી મળે.!!

જાતને પારખતમાં જોવામાં મારો શું ગુનો,

કાળ પણ ખાયા કરે છે આપના શ્વાસા નિત્યે.!!

ઉક બ‘દ દજકસ બરઉક ફદ દગહ ગઇ ફચેકજ ઉ તક;સૈ

ઇગકસછચર દસ તઅક્ષઇસઅ ગઇ રઠતસ ગહ દગહ ગકજ ઉ તક;સસ્સ્

મને શિકાર થવામાં ગમે છે,શિકારી નહિ,

લક્ષ હશે તારું તો પણ હવે ઊધારી નહિ.!!

’’ દીકરી’’ એટલે માવતર નું મોઘું ઝવેરાત...!!

દાતારી દાખવીને દીન બનતા જોયા છે મેં,

ખુદા સામે હાથ ફેલાવતા દીન જોયા છે મેં,

તકતીઓમાં કોતરાવે નામ ભલે દનીયા દઈ,

મંદિર,મસ્જીદમાં જઇ રોતા દીન જોયા છે મેં,

શું લાવ્યો ? શું લઇ જાવાનો, ક્યાંથી આવ્યો ક્યાં જાવાનો,? છે સરનામું કે ક્યાય નામું ?, જ્યાંથી આવ્યો ત્યાં જાવાનો.??

કોઈ યાદ કરે છે ..કોઈ ફરિયાદ કરે છે . કોંઈ દિલ કને જો,કેવો સરસ સાદ કરે છે.!!

કિનારે પણ ડૂબતું જોયું છે

મજધારે પણ ઉગરતું જોયું છે.

વાતને પણ વીણતાં લોકો છે,

ગપ ગોળુ પણ દોડતું જોયું છે,

લીલા સપના ઊડતાં વાર થશે,?

અગાસી એ સુકાતું જોયું છે,

ચાલો આજે માણસ બની જોવું,

મનને શેતાન ફરતું જોયું છે.

શિવાજી પ્રતાપ વીર નર જો,

ગાંધી ગીરી ચમકતું જોયું છે.

વાદળ કેવા વરસતા રણ માથે,

સાગરમાં જોબન તરસતું જોયું છે.

ઈર્ષા ના કપડે ઉજ્ળો દેખાતો,

ભરતે દીન હરખતું જોયું છે.

હું નથી આ વાણીના વ્યવહારમાં,

હું નથી આ પુજાના પડથારમાં,

જ્યાં કટુતા તારી ને ત્યાં હું મળું ?,

ગોતવો છે ? આવજે રણકારમાં..!!

દીકરીની દાતારી કે પિતાની વેદના,? આવજે મંડપ નીચે,જોવા બધી ઝંખના.!! ૨૪૦૧૧૪

ગોઝારા છે તારા ગાણાં, હે ! દોસ્ત ચેતી જાજે,

હું કલમ તો રાખું છું માટે,સમજી દોસ્ત ચેતી જાજે,

ગુબારા તે બહુ ઉડાડ્યા,થંભી જાજે કાયર,

શાનમાં જો સંજય તને તો દોસ્ત ચેતી જાજે..!!

બંનેમાં એક મજા છે,ગઝલ કે હો કવિતા ,

પ્રેમ એવો ચાખ જેમાં, સહારનો ભાસ રહે,

દિલ એવું રાખ જેથી, પરાયા ને હાસ રહે.!!

મારા વગર કલમની છબી કોણ પાડશે,?

ગઝલ નહિ રડેને છતાં, પણ આસ રહે,!!

બંનેમાં એક મજા છે,ગઝલ કે હો કવિતા ,

સાથે મનન ન હોય તો સાબૂત પ્યાસ રહે,!!

વાંચનની ટેવ છે ને ઉર્મિ થાય દોડતી,

લે ! વાંચ બોલતી આ ખુશામત ખાસ રહે.!!

મારી વાતો પસંદ કરો , સૌ માનન કરો,

કંઈ એવું ભર કે,તેવો પણ આસપાસ રહે.!!

મારી જુદાઈમાં છે ,એ તારી પવિત્રતા,

લોભામણા સંગ,‘ભરત’ લાલચની પ્યાસ રહે.!!

બારણાં ખોલો હવે ચરણ જડે,

ડગ પડે જો, આવ તો પ્રણ જડે.!!

જો વિચારો માં ય શું હોય તને,

આપણાં જ કર્મોનું આવરણ જડે.!!

તેય જીવનમાં નજર નાખી હશે,

આમ હસવાનું કાઇ કારણ જડે..!!

જો વરઘોડો આવશે ને તું ચડે,?

જાતનું કેવું ય ત્યાં ભારણ જડે.!!

તું હશે મોટો, પણે શીખ્યો ન જો,

ધ્યાન તારું ધર, ભલે ભારણ જડે.!!

ખબર નહોતી દોસ્તીમાં આ હિંમત રાખવી પડશે,

કે તેના સૌ દાવપેચની પણ કિંમત રાખવી પડશે.!!

જો નજર હો હેતાળ આંખની સાથે,

છે તેની નરમ છાંયડી મમતા સાથે,

મિથ્યા ન મરો

જગતે ભટકી ને

જાત ને જાણો..!!

રામ રટણ

લાગી ધૂન અંતર

સોહામ સાધ...!!

નશીબ ઘેલું,

માંગે રહેતું દુર

ભૂલો તો પે‘લુ..!!

દિલ દરિયે,

હોય અખંડ દીવો

દેખે આનંદો..!!

એક મીઠું દર્દ.....

સમજાય છે દીધેલ દર્દો તે હવે,

પ્રેમે તારી યાદ પણ છોલાય તોય માગું.!!

દાતાર છે પિતા જે કન્યા દાન કરે છે,

દીદાર છે પિતાનો આહવાન ઘરે છે.!!

છે ઘણા એવા દર્દો સબંધોના જીવનમાં,

કે તફાવત કોઇ ન રહે એમાં ને મરણમાં..!!

ક્યાં સૌ હળીમળીને નિરાતે રહી શકે,?

જ્યાં હું અને તું નથી તેવા મનનની જરૂર છે.!

વિચારોને પણ કેવો વેગ મળી જાય છે,

જાણે કે સમાને પણ પવન મળી જાય છે.!!

ન તો હું ધન માગું છું, ન તો જોબન માગું છું,

હૃદયમાં તારા આસન કરવા હું ધ્યાન માગું છું.!!

સબંધો ને સ્નેહ બેઉની સંસાર ને જરૂર છે,

અભેદી દિલ, બાળક જેવા પોકાર ની જરૂર છે.!!

ચાહવું પણ કોને આ સંસારમાં ?

દુર સુધી ક્યાં અબોટ દિલ જ છે !! ?

મન મનાવી લીધું છે, મેં મારા જુના જખમો સાથે,

પીડા સહવી ફૂલો માની, શાંત રહેવું ઇલમો સાથે.!!

આવ મારો સાથ માપી જો હવે,

તું રાહ માં વ્રેહ માપી જો હવે.!!

કૃષ્ણ જેનું નામ છે એ જાત છું,

તે જ વિશ્વાસે જ તાવી જો હવે.!!

તે કણે કણે માં વસે છે નાદ મય,

કોઇ પણ ઘાટે તું માપી જો હવે.!!

વેદ ને પણ હું મનનમાં સાચવું,

તું ઉઘાડી આંખ માપી જો હવે.!!

ખાસ તો એ કોઇ ને મળતો નથી,

તું જપી ને જાપ માપી જો હવે.!!

છે જાજા મંથન છતાં અંતર ક્યાં છે,?

મેં ! ખુદાને ચાહી તમને ચાહયાં છે.!!

ખુબ મથી થાકું છું, તારા ઊંડાણમાં,

ને વાસ તારો હોય છે,મારા મંડાણમાં.!!

નજરોથી નજરોને કે‘વાનું થાય છે,

છીછરા દોસ્તોના અબોલા મપાય છે.!!

જેની ઓળખ શબ્દો છે તેને ટોળા શું જાણે ?

કલમે ઓળખ બને છે, તેને દુનિયા જાણે.!!

દર્દ સાથે હિંમત છે, કેળવાય જો !,

અર્થ સાથે જ મમત છે, કેળવાય જો,!

હશે મંથન સાથે વિવેક અર્થનો,

દર્દ સાથે જ વખત છે,કેળવાય જો.!!

હાસ્ય સાથે આંસુ પણ ઉભરાય છે,

ઘાત સાથે લોહી પણ ઉભરાય છે,!

હોય અંગત વેદના વ્યવહારમાં,

રાત સાથે આંસુ પણ ઉભરાય છે.!!

વાત ને વેતરી તો પણ ફેલાઈ ગઈ,

દોસ્ત ! જુબાન જોને શરમાઈ ગઈ !!.

જાત તારી ક્યાં તને તોળાય છે,?

મૌન મારું કેમ રે ઘોળાય છે.!!

શરીરે અવસ્થા પણ ઢળવા લાગી હવે,

વાણીમાં વ્યથા તો કળવા લાગી હવે.!!

આગણાં નો સુરજ ્રક્ષિતિજે ઉતળ્યો,

નિશા નો ગુંબજ આકાશે ઉભળ્યો..!!

ભેદ રૂપે માણ્યો,માણ્યો વાયુ ની માફક,

આત્મા ને માણ્યો, પરમાત્મા ની માફક, ?

સમર્પણ વિનાનો પ્રેમ, તર્પણ વિનાનો સંન્યાસ,

કારણ વિનાનો વ્હેમ, વિવેક વિનાનો રે ન્યાસ..!!

બસ યાદ કરી ને આભાર દઈ દે,

યા નફરત કરી ને એ ભાર દઈ દે.!!

સમર્પણ વિનાનો પ્રેમ, તર્પણ વિનાનો સંન્યાસ,

કારણ વિનાનો વ્હેમ, વિવેક વિનાનો રે ન્યાસ..!!

કાંધ દઈ ‘ભરત’ બધા તો ચાલ્યા,

કાષ્ટ ની પથારી,કરી સૌ ચાલ્યા હવે,

સ્વાર્થ ને સબંધની દોરી લીટીઓ,કંચનની છે લાળ,

વાણીમાં શબ્દો ભર્યા મીઠા મધુરા,મન ભર્યો છે આળ.!!

મધ કે‘રી મીઠી છે,માયા ની આ બધી,

બસ ! એને ગુરુ કે‘રા જ્ઞાનથી કાપી શકે.!!

નથી કોઈ દિલોમાં પણ પ્યાર સાકી,

નથી ગમ જીવનમાં પણ લાચાર સાકી,!

આ દર્દો, આ મલમ, આ જાણતલ હકીમો !,

વિરહે ! હશે કેવો આવકાર સાકી, ?

તને ચાહનારો એ યારી ન મુકે,

દે દીદાર તો હોય દાતાર સાકી,!

હજુ રાખ ઠારી નથી અગ્નિ દાહે,

એ ધારણ દર્દનો હશે ભાર સાકી,!

પ્રણયમાં દર્દના પુરાવા ન ચાહો,

વહે જ્યાં નમી નયનમાં પલકાર સાકી,!

રડું કેમ હોશે હજુ આજ સુખમાં,!

હશે ‘ભરત’ નો ખાસ આધાર સાકી.!!

તે વિરહનો શું મતલબ કે જેમાં તારી યાદ ન હો,

તે યાદો નો શું મતલબ કે જેમાં ફરિયાદ ન હો,

પણ ! હું તો પ્યારમાં દુનિયા ભૂલી બેઠો જ્યાં,!

તે વાતોનો શું મતલબ કે જેમાં એ આનંદ ન હો.!!

પ્રથમ એ પ્રેમનું થાવું હશે તારી સ્મૃતિમાં,

હૈયે ઉગતું પછી એવું રહે મારી સ્મૃતિમાં.!!

તું ભલે નજરું કાપે, પ્રેમ તો મારો જ છે,

તુજ વફાના તે માપે, પ્રેમ તો મારો જ છે.!!

દેખ જીવનના પઝલનું મનન કવન માં,?

કેમ ? તારું મૌન તારા ડગલે હોય ભવન માં.!!

ગોઠવું શબ્દોને તો બની જાય છે ગઝલ,

સાચવું સબંધો તો બની જાય છે પઝલ.!!

જાખી નજરની વાત કોઈને કહેતો નથી હવે,

સમજી ગયો ‘ભરત‘, હવે આ તો અવસ્થાનો અર્થ.!!

ભણો ભૂગોળ કે, ભણો ઈતિહાસ,

કયાં કોઈ ને કદી મળી છે હાસ.!!

ભરી છે વેદના છતાં,બહાર નથી બળતો,

ધરી ને ધારણા બધી,અંદર નથી ભળતો.!!

થાય મારું મરણ ત્યારે, જીવતા આવજો,

હોય એમાં મનન એનું, જાગતા આવજો,

આજ કોને કાંધ આપી ? કાલ તમને હશે,

થાય તારું સ્મરણ ક્યારે? જીવતા આવજો.!!

પ્રેમનો મદિરા, મદિરા નથી દોસ્તો,

બે આત્માનો, સોમરસ છે એ દોસ્તો.

કેમ કોઇને જીરવાતો, નથી એ જલ્દી,

આવજે મથુરા બની ઉદ્ધવ દોસ્તો.!!

ડગલે ડગલે ય મોત પીછો કરે છે,

શા કારણે સતસંગ ઓછો કરે છે ?.!!

અમારા ભલે ને, કાલ ફોટા રે‘વાના,

મનનમાં હશે પણ,બેખબર થઇ ગયા છે,

નિભાવી છે એ ફરજો બધી માનવ થઇ ને,

માનવતા ને કાજે ય પર થઇ ગયા છે.!!

જીવન શા માટે હું આમ જ બગાડું છું,!

અસંતોષ ને હવે કેમેય ભગાડું છું ! ?

આકાશમાં વાદળો પણ વરસી ને વિખાઈ જાય છે,

મારી ઈચ્છાઓ કદી ક્યાં જીવનમાં મૃત થઈ જાય છે.?.

તમારા પગલા આજે આગણે પડ્યા,

વ્હાલ ના ઢગલા આજે કલમથી પડ્યા.

ભલે એક માનવી આજે ચંદ્ર પર પહોચ્યો,

‘ભરત’ એજ આદમી બીજાના મનને ન ફાવ્યો.!!

હેપ્પી નારી શક્તિ દિવસ

હું સફળ છું !!

પુત્રી સ્વરૂપે,

બહેન સ્વરૂપે,

પુત્રવધુ સ્વરૂપે,

માતા સ્વરૂપે,...અને,..

દરેક પુરુષના દિલમાં કોઇ ને કોઈ સ્વરૂપે..

હેપ્પી નારી શક્તિ દિવસ

નારી તું નારાયણી,

શક્તિ ની તું એધાણી,

સંત,દાતા ને શુરની ખાણી

આ તાજ અને રાજ કોના રહ્યા,?

જો કાલ અને આજ કોના રહ્યા,!..બઅકા..

ક્યાં ક્યાં બતાવું કરામત આ બધી જ મારી,?

તારામાં ય સમજદારી છે બધી જ મારી.!!

અનુભવોથી પણ ઘડાવું છું.

કટુ વેણથી પણ ઘડાવું છું.!

માણસ જો માણસમાં વહે તો,

સંસારીથી પણ ઘડાવું છું.!!

મંદિરમાં પણ જઈને રડું છું,

આધારને પણ લઈને પડું છું,

વિસ્તાર ને તું મનનને હવે તો,

પથ્થરોને પણ લઈને ઘડું છું.!!

હુફાળા અગ્નિને અંતરમાં પ્રજ્વલિત રાખું છું.,

હૈયામાં મસ્તીને અંતરથી સંચલિત રાખું છું.!!

શાયરો બદનામ હોય છે, જીવન કુરબાન હોય છે,

કાગઝ અને કલમ હોય છે,મંથન કદરદાન હોય છે.!!

અસ્થિર ને સ્થિર કરવું છે,

નિજમાં મન ધીર કરવું છે.!!

જાતને ઉલેચવાની વાત સાચી હતી

નિર્મળ હતો કહેવું તે જ કાચી હતી.!!

નફરત અને ઈષૉનું તમે દહન કરજો,

પ્રેમ ભરી માનવતાનું વહન કરજો.!!

એકવીસ હજાર છસો શ્વાસાની, નિત કરે આહુતિ ,

નથી મૂલ મૂરખ તને મન હજુય, રહી જશે આકૃતિ.!!

દોસ્તો ! વાડ વગર વેલો પણ નથી ચડતો,

બાહર ભીતર માણસ સરખો નથી મળતો.!!

સબંધોની દુનિયામાં છે,લાગણીનો આધાર,

નિઃસ્વાર્થના ભાવનો નથી કોઈ કદરદાર,

જાણી લીધું કે મતલબના ઈરાદા એના,

લોકોમાં છે ક્યાં ? આજે એ પરમાર્થી દાતાર.!!

ના કોઈ ઘાત વગર , ના કોઇ રજુવાત વગર,

પ્રીત કરી સમજી ગયો, ભરત કબુલાત વગર.!!

જીવન અને જગતમાં એક પ્રેમ છે અવિનાશી,

ના હોયે ઘાટ કોઇ , ખુદાની કરામત વગર..!!

- : ગણેશાય નમઃ :-

કેટલી વેદના હશે ને, કેવી લાચારી હશે,!

આવતી ત્યારેય સ્મરણમાં,યાદ આભારી હશે.!!

સંસારી કે બ્રહ્મચારી પણ,પ્રેમ નિત્યે ખોજશે .!

રસ્તે રસ્તે એ રટણ માં, સાચી ખુમારી હશે..!!

પ્યાર ને રટણમાં ગુથી, ભલે મનન રાખજો,!

યાદો તો મઢેલી હશે !, તે રાઝ અમલકારી હશે.!!

ધારણા પણ ધરજો નવી, પ્રીતને એ પણ ધરે,!

મારા ખોવાણા સ્વપ્નો , કાલે લાભકારી હશે.!!

બંદગીના આંગણે ,ભીખના અરમાન શું,?

અરજ ખુદ ઈમાન છે,અરજના ગુમાન શું.!!

ગઝલોમાં છે દર્દ ને શાયરોમાં પણ ઊભરે છે,

પીરસતા રહે છે જગજીત ને મનહર કહ્યા વિના.!!

આકાશ નો છે એક સંદેશો ! ભલા,

એની ગહનતામાં કઇ ભેદ નથી.!!

છબી મારી ઓળખી જાય છે મેદની બધે,

મળું સામે ઓળખાણ દઉં ભરત બની બધે.!!

બોલી જૂઠું જાણવાનું પણ હશે,

સત્ય બોલીને તારવાનું પણ હશે.!

આમ હણી ને થાય રાજી એ હવે,

એ યુધ્ધ હવે અટકવાનું પણ હશે.?

આજ મારી જીતને આગળ કરીશ,

કોઈ આખર હારવાનું પણ હશે.

જાત ભાંગી આવરણ જો ટળે તો,

તે આશથી હરખવાનું પણ હશે.

આજ મારું ગાંડીવ આવિયુ,ભરત‘,

જોઇ શબ્દો ખેલવાનું પણ હશે.!!

હું નથી જાણતો કે, એ ! જખમ પછી,

તું કરાવીશ પ્યાર પર જુલમ એટલા,!

જેટલું મનન માં હોય ધરી દે મને,

જાણું છું મારે અંતે મલમ સમયનો.!!

ગઝલમાં અમે જ યાદ અપાવી છે દિલથી,

જોજો હજુ એ ! યાદ ભાવશે પણ દિલથી.!!

પ્રીત ઉરમાં બંદગીને રૂપ મારું ધામ છે,

જનમ મરણ સુધી ગુંજનનું એ જ મારું હામ છે;

હું દેવાલયના કણેકણમાં રણકતો નાદ છું,

બસ, અકળ સૃષ્ટિ દીવાની મારું મંથન કામ છે.!!

પ્રીતને દાતાર બની પચાવી શકે તો કરજે,

દિલનો આધાર બની મનાવી શકે તો કરજે ;

લાગણી વાંચી શકે નયનમાં પછી તું જોજે,

પ્રીતને લોહીમાં તું ઉગાવી શકે તો કરજે.!!

હકીમ હશે હજારો , પ્રેમના મલમ નથી મળતા,

નયન વરસે હેત જ્યાં,વ્હેમના ઇલમ નથી મળતા;

સપ્તપદી સાત ફેરા ,સાથ જીવન ગાળી જાશો,

અંતરે હોય ઓટું , ખુદમાં પરમ નથી મળતા.!!

હતી મારી ઈબાદત તો બહુ ખાનગી, વ્યવહારમાં,

પરંતુ હે ! પ્રભુ તમે પ્રગટ્યા ને , જાહેર થઇ ગઈ.!!

દીવાલોને પણ કાન હોય છે,

ગરીબો ને ક્યાં માન હોય છે,?

પાણી પે‘લા પાળ બાંધવી પડે,

મૃત્યુનું ક્યાં કદી ગાન હોય છે.?

હાથે કરેલા સૌને હૈયે જ વાગે ,

ખુદા હમેશા અંતર ધ્યાન હોય છે.?

દોડવું હતું ને તેને ઢાળ મળ્યો,

ભોગનાર ને ક્યાં ભાન હોય છે.?

બોલે તેને બોર વે‘ચાય જ છે,

સંતો ભક્તિથી ક્યાં બે‘ધ્યાન હોય છે.

સાચા મોતીની કોઈ ને ખબર નથી હોતી,

હોયે તો પણ જાણતલોને કદર નથી હોતી.!!

ચોટ પર ચોટ લગતી હૈ તો સચોટ લગતી હૈ,

જીત પર જીત હો તો ભી કયું ખોટ લગતી હૈ.!!?

કેમ કે મારા સરનામા વાળી ટપાલ મળે છે,

કેમ પણ તેના નામનું સરનામુ નથી મળતું.?

દિલમાં યાદો લઈને બેઠો છું ,

પ્રીતમાં પ્રોમિસ દઇ ને બેઠો છું..!!

ઈશ્વરને એકના અનેક થવાનું મન થયું,

પણ માનવને ક્યાં નેક થવાનું મન થયું ?

ડધટધ લજીઘધષષ

માતા વિના..

ડુબી શકાય જેમાં હજુ ખેવના વિના,

જાણો છો કોણ હોય ? તે માતા વિના.

વાતો મહીં જે ભરીને ફરે જુઠ્ઠની ખબર,

તેને કશે ન આવે ખબર ધારણા વિના.

પ્રિતુ કરીને કોણ સલામત છે આજ પણ?

મરતા નથી તે જીવી જાયે તે સાજન વિના.

વાચે છે આજ પણ ‘ભરત’ એ મીરાંનાં જ પદો,

એ પણ આપે છે જ્ઞાન કશાં માંગણા વિના...

આયખે શ્વાસા તારે હશે સમયના,

ચોતરફ માયા છે, તે જ સંભાળજે.!!

બીજા રસપ્રદ વિકલ્પો