Gujarati Vangi - Athana Murabba MB (Official) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Gujarati Vangi - Athana Murabba

ગુજરાતી વાનગીઓ

અથાણા-મુરબ્બા

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમ

૧.આબળાનું અથાણું

૨.આંબળાનો જામ

૩.આબળાનો મેથંબો

૪.આબળાનું રાઈનું અથાણું

૫.આંબળા વિથ ડ્રાયફ્‌રૂટ મુરબ્બો

૬.એપલ પીકલ

૭.બોરની રાયતી

૮.કેપ્સીકમ મરચાંનું અથાણું

૯.ગાજરનાં ખારિયાં

૧૦.ગાજરનું અથાણું

૧. આબળાનું અથાણું

સામગ્રી :

’’ ૧ કિલો આબળા - મોટાં

૨૦૦ ગ્રામ ખાંડ

૧૦૦ ગ્રામ આદું

૧૦૦ ગ્રામ શેકેલી મેથીનો કરકરો ભૂકો

૧૦૦ ગ્રામ મરચું

૧૦૦ ગ્રામ મીઠું

૧૦૦ ગ્રામ રાઈનો પાઉડર

૨ ટેબલસ્પૂન લીંબુનો રસ

હળદર, રાઈ, હિંગ, તેલ પ્રમાણસર’’

રીત :

‘‘‘‘‘‘એક વાસણમાં પાણી નાંખી, ઉકળે એટલે આબળાં અને થોડું મીઠું નાંખવું. પાંચ મિનિટ રાખી, ઉતારી લેવું. જેથી આબળાં કડક રહે. આબળાં ઠંડા પડે એટલેકટકા કરી, કોરાં કરવા. તેમાં લીંબનો રસ નાંખી ૧ કલાક આથી રાખવાં.

મેથીનો કરકરો ભૂકો, મીઠું, મરચું, રાઈનો પાઉડર અને હળદર નાંખી, મસાલો તૈયાર કરવો. એક વાસણમાં તેલ મૂકી ગરમ થાય એટલે રાઈ, હિંગ નાંખી, આદુંને છોલી કટકી કરી નાંખવી. બરાબર સંતળાય એટલે ઉતારી, વધારો ઠંડો પડે એટલે મસાલો વઘારવો.‘‘‘‘’’

૨. આંબળાનો જામ

સામગ્રી :

’’ ૨૫૦ ગ્રામ આંબળા

૩૫૦ ગ્રામ ખાંડ

૨ ચમચી એલચી પાઉડર

મીઠું સ્વાદ અનુસાર’’

રીત :

‘‘‘‘‘‘સૌપ્રથમ આંબળાને બાફી લેવા. ત્યાર બાદ તેના ઠિળયા કાઢી આંબળાને ક્રશ કરી લો.

- ક્રશ કરેલા આંબળાને એક તપેલીમાં કાઢી તેમાં ખાંડ ઉમેરી ગેસ પર ધીમા તાપે બરાબર હલાવો.

- જ્યાં સુધી બધી ખાંડ ઓગળી ન જાય ત્યાં સુધી હલાવતાં રહો.

- પછી તેમાં એલચી પાઉડર અને મીઠું ઉમેરી હલાવો. થોડું ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરો.

- ઠંડુ થયા પછી એક બોટલમાં ભરી લો. આંબળાના જામને બ્રેડ સાથે પરોઠા સાથે સર્વ કરો.

નોંધઃ આંબળાને બાફતી વખતે ધ્યાન રહે કે તેમાં બિલકુલ પાણી ન હોય.‘‘‘‘’’

૩. આબળાનો મેથંબો

સામગ્રી :

’’ ૫૦૦ ગ્રામ આબળાં

૫૦૦ ગ્રામ ગોળ

૧૦૦ ગ્રામ મેથીનો મસાલો

તેલ, જીરું, વરિયાળી, ધાણા

રાઈ, હિંગ, આખાં સૂકાં મરચાં’’

રીત :

આબળાંને કૂકરમાં બાફી, તેના આકા પ્રમાણે ચીરીઓ કરવી. બી કાઢી નાંખવા. એક તપેલીમાં તેલ મૂકી, રાઈ, જીરું, વરિયાળી, ધાણા, હિંગ અને આખાં મરચાંનો વઘાર કરી, આબળાંના કટકા વઘારવા. તેમાં ચપ્પુથી કાપી ગોળ નાંખવો. ગોળનો રસો જાડો થાય એટલે ઉતારી, મેથીનો મસાલો નાંખી હલાવવું.

૪. આબળાનું રાઈનું અથાણું

સામગ્રી :

’’ ૫૦૦ ગ્રામ આબળાં

૫૦ ગ્રામ રાઈનો પાઉડર

મીઠું, હળદર, ગોળ, તેલ

રાઈ, હિંગ, મેથી - પ્રમાણસર’’

રીત :

આબલાંને કૂકરમાં (પાણી વગર) બાફવાં, પછી ઠંડાં પડે એટલેતેના આંકા પ્રમાણે ચીરીઓ કરવી. રાઈના પાઉડરને પાણીમાં સારો ફીણવો. ચઢે એટલે તેમાં મીઠું, હળદર, થોડો ગોળ નાંખી સારી રીતે ફીણી તેમાં આબળાંના કટકા રગદોળવા. તેલમાં રાઈ, હિગ અને મેથી (ભાવે તો) નાંખી વઘાર કરવો. ઠંડો પડે એટલે આબળાંમાં રેડી દેવો.

૫. આંબળા વિથ ડ્રાયફ્‌રૂટ મુરબ્બો

સામગ્રી :

’’ ૨૫૦ ગ્રામ બાફેલા આંબળા

૫૦૦ ગ્રામ ખાંડ

૫૦ ગ્રામ કાજુના ટુકડા

૧/૨ કપ પાણી

૧ ટીસ્પૂન એલચી પાઉડર’’

રીત :

‘‘‘‘‘‘સૌપ્રથમ આંબળાને બાફી લો. તેમાંથી ઠળિયા કાઢી પેશી છુટી પાડો.

- એક પેનમાં ખાંડ નાખી જરૂર મુજબ પાણી ઉમેરી બે તારી ચાસણી બનાવો.

- ચાસણી બની ગયા પછી આંબળાની પેશી નાખી ફરી ૧૦ મિનીટ ઉકળવા દો.

- પછી નીચે ઉતારી લો. મુરબ્બો ઠંડો થયા બાદ તેમાં કાજુના ટુકડા અને એલચી પાઉડર ઉમેરો.

- આંબળા વિથ ડ્રાયફ્‌રુટ મુરબ્બો તૈયાર છે. ‘‘‘‘’’

૬. એપલ પીકલ

સામગ્રી :

’’ ૫૦૦ ગ્રામ ખાંટા સફરજન

૧૫૦ ગ્રામ ગોળ

૧૫૦ ગ્રામ મેથીનો સંભાર

૧ લીંબુ, તેલ — મીઠું - પ્રમાણસર’’

રીત :

સફરજનને છોલી, તેના કટકા કરી, તેમાં થોડું મીઠું અને લીંબુનો રસ નાંખી, ૪-૫ કલાક, રહેવા દેવા. પછી કટકાને કોરા કરી, તેલમાં રગદોળવા. તેમાં મેથીનો સંભર અને ગોળનો બારીક ભૂકો નાંખી હલાવી બરણીમાં ભરી દેવું.

૭. બોરની રાયતી

સામગ્રી :

’’ ૧ કિલો બોર

૧૦૦ ગ્રામ ખાંડેલી રાઈ

મીઠું, હળદર, તેલ, ખારેક

વરિયાળી, મરી, ગોળ, લીંબુનો રસ’’

રીત :

બોરને લીંબુના રસમાં મીઠું નાંખી, એ દિવસ આથી રાખવાં. ખાટાં બોર હોય તો એકલા મીઠામાં આથવા. બીજે દિવસે બી કાઢી અડધિયાં કરી, તડકામાં સૂકવવાં. વધારે સુકાઈ જાય નહિં તેની કાળજી રાખવી. રાઈને પાણીમાં ફીણી, સરસ ચઢે એટલે તેમાં મીઠું હળદર, થોડો કાતરેલો ગોળ અને તેલ નાંખી ફીણવું પછી તેમાં બોર રગદોળવાં. ખારેકને લીંબુના રસમાં મીઠું નાંખી આથી રાખવી. પછી તેમાંથી બી કાઢી, કટકા કરી, નાંખવી. આખાં મરી અને છડેલી વરિયાળી નાંખી, હલાવી બરણીમાં ભરી લેવું. સરસિયાંનું તેલ ભાવતું હોય તો તેનો ઉપયોગ થઈ શકે.

૮. કેપ્સીકમ મરચાંનું અથાણું

સામગ્રી :

’’ ૧૦૦ ગ્રામ રાઈનો પાઉડર

૧૦૦ ગ્રામ લીંબુનો રસ

૫૦૦ ગ્રામ કેપ્સીકમ

૩ ટેબલસ્પૂન તેલ

૧ ટીસ્પૂન તજનો પાઉડર

૧ ટીસ્પૂન લવિંગનો ભૂકો

૧ ટીસ્પૂન મરીનો ભૂકો

મીઠું, હળદર - પ્રમાણસર’’

રીત :

‘‘‘‘‘‘રાઈના ભૂકાને લીંબુના રસમાં ફીણી, તેમાં મીઠું નાંખી, બે કલાક ઢાંકીને રાખી મૂકવો. રાઈ ફૂલીને અથાઈ જશે.

મોટાં મરચાંને ધોઈ, કોરાં કરી, લાંબી, જાડી, કાતરી કરવી. એક વાસણમાં તેલ ગરમ મૂકી, સારું ગરમ થાય એટલે ઉતારી, તજ-લવિંગ-મરીનો ભૂકો નાંખવો. તેલ બરાબર ઠંડું થાય એટલે તેમાં મરચાંની કાતરી અને ફીણેલી રાઈ ભેળવી, અથાણું બરણીમાં ભરી લેવું. બરણીને બે-ત્રણ કલાક તડકામાં મૂકવી જેથી અથાણાંમાં રાઈ સારી રીતે મિક્સ થાય.

નોંધ — આ અથાણું તાજું જ સ્વાદિષ્ટ લાગે છે. ૧૦ થી ૧૫ દિવસ ટકી શકે છે. અથાણાંના શોખીન પણ વધુ તીખું ન ખાઈ શકે તેને માટે આ અથાણું અતિ ઉત્તમ છે.‘‘‘‘’’

૯. ગાજરનાં ખારિયાં

સામગ્રી :

’’ ૫૦૦ ગ્રામ લાલ મોટાં ગાજર

૫૦ ગ્રામ ખાંડેલી રાઈ

૪ લીંબુ, મીઠું, હળદર, તેલ, થોડો ગોળ’’

રીત :

‘‘‘‘‘‘ગાજરને છોલી, ધોઈ, વચ્ચેનો સફેદ અને લીલો ભાગ કાઢી લાંબી ચીરીઓ કરવી. લીંબુનો રસ અને મીઠું નાંખી, સાત-આઠ કલાક આથી રાખવી. પછીથી તેને તડકામાં સાધારણ સૂકવવી. ઉપરનું પડ સુકાય એટલા જ સૂકવવા, વધારે નહિ, પછી દળેલી રાઈને થોડા પાણીમાં ખૂબ ફીણવી. સરસ ચઢે એટલે તેમાં મીઠું, હળદર, થોડો ગોળ અને તલનું તેલ નાંખી, પીણી તેમાં ચીરીઓ રગદોળવી. બરણીમાં ભરી લેવી.

નોંધ : આ કારિયાં વધારે દિવસ રહી શકે નહિ પણ ગાજરનું પોષણમૂલ્ય વધારે હોવાથી શિયાળામાં બીજાં અથાણાનો વપરાશ ઓછો કરી, આવું અથાણું તાજું બનાવી ઉપયોગ કરવો.‘‘‘‘’’

૧૦. ગાજરનું અથાણું

સામગ્રી :

’’ ૧ કિલો ગાજર

૫૦૦ ગ્રામ લીંબુ

૧૦૦ ગ્રામ રાઈનો પાઉડર

૫૦ ગ્રામ વરિયાળી

૫૦ ગ્રામ આદું

૨૫ ગ્રામ લીલી હળદર

૨ ચમચા મરીનો મોટો ભૂકો

૨ ચમચો મરચાંની ભૂકી

૧ જીડવું લસણ, મીઠું, તેલ, હળદર’’

રીત :

ગાજરને છોલી, ધોઈ, વચ્ચેનો સફેદ ભાગ કાઢી, બારીક કાતરી કરવી. આદું અને હળદરને છોલી બારીક કતરી કરવી. વરિયાળીને અધકચરી ખાંડવી. લસણને ઝીણું વાટવું. એક થાળીમાં બધો મસાલો ભેગો કરી તેમાં મીઠું, હળદર, મરચું, મરીનો ભૂકો, રાઈનો ભૂકો, અને તેલ નાંખી, ગાજરની કાતરી, આદું અને હળદરની કાતરી રગદોળી દેવી. એક બરણીમાં અથાણું ભરી તેમાં લીંબુનો રસ નાંખી, ચમચાથી હલાવવું. બરણીનું મોઢું એક કપડાથી બાંધી બરણી તડકામાં મૂકવીં. એક બે દિવસ તડકામાં બરણી રાખવીં. એક વાર રોજ અથાણું હલાવું.