પ્રકરણ ૧૦ મેળામાં મળેલી ઓળખ
ગામમાં મેળો ભરવાનો હતો. સવારથી જ ગામના રસ્તાઓ પર લોકોની અવરજવર વધી ગઈ હતી. તો કોઈ નવા કપડાં પહેરીને તૈયાર થતું હતું, તો કોઈ ઘરનું કામ પતાવીને મેરે જવાની ઉતાવળમાં હતું. ગુરીના મનમાં પણ બાળપણ જેવી જ ખુશી હતી. મેળાનું નામ સાંભળતા જ તેને જુના દિવસો યાદ આવી ગયા. પણ આ વખતે મેળો તેના માટે માત્ર મોજ મસ્તીનો ન હતો. જીવન તેને ધીમે ધીમે બાળપણથી દૂર લઈ જઈ રહ્યું હતું.
મેળામાં પહોંચતા જ ચારે બાજુ રંગબેરંગી દુકાનો, રમકડા, મીઠાઈ ની સુગંધ અને લોકોની ભીડ જોઈને ગુરી થોડી વાર તો બધું જ ભૂલી ગઈ. એ જ ભીડમાં અચાનક તેની નજર 1 અજાણી વ્યક્તિ પર પડી... એ મુલાકાત સામાન્ય ન હતી. ગુરીને ખબર ન હતી કે મેળામાં મળેલી આ ઓળખ આગળ જઈને તેના જીવનમાં શું રંગ ભરવાની હતી. તેની ગુરી ને પણ ક્યાં ખબર હતી! મેળો પૂરું થયો અને થોડાક દિવસ વીતી ગયા ગુરી ફરી એના રોજિંદા કામમાં લાગી ગઈ. સવાર પડે એટલે ઘરના કામ ખેતરનાકામ, અને વચ્ચે સમય મળે ત્યારે પોતાના નાના ભાઈ-બહેન ની સંભાળ. જીવન જાણે એક જ ઢબે આગળ વધી રહ્યું હતું. પણ એ દિવસે મેળામાં ગુરી ને જુના શિક્ષકના મનમાં તેની વાત રહી ગઈ હતી. તેમને ગુરીની આંખોમાં એક અલગ જ સમજદારી દેખાઈ હતી. બીજાની પરિસ્થિતિને સમજવું ને મદદ કરવાની ભાવના દરેકમાં હોતી નથી. એક દિવસ બપોરના સમયે ગુરી ઘરના આંગણામાં બેઠી હતી. સીમા બાજુમાં બેસીને કપડાં વાળતી હતી. એટલામાં બહારથી કોઈએ અવાજ આપ્યો."ઘરમાં કોઈ છે?"ગુરી ઊભી થઈને બહાર ગઈ. સામે ગામની શાળાના શિક્ષકો હતા."બેટા, તુ ગુરી છે ને? મને ઓળખ્યો?"ગુરી હાથ જોડીને કહ્યું,"હા સાહેબ, મેળામાં મળ્યા હતા."શિક્ષક હસીને બોલ્યા,"બેટા, એ દિવસે તારી વાતો સાંભળીને મને થયું કે તારી અંદર કંઈક કરવાની આવડત છે. એટલે આજે તને મળવા આવ્યો છું."
ગુરી થોડી મૂંઝાઈ ગઈ."પણ સાહેબ મારે માથે મારા ઘરની ઘણી જવાબદારીઓ છે. હું શું કરી શકું?"ઘરની જવાબદારી નિભાવવી એ પણ મોટી વાત છે. પણ તારી આવડતનો ઉપયોગ બીજા માટે પણ થઈ શકે છે. આપણી શાળામાં ગામની દીકરીઓ માટે એક નાનો કાર્યક્રમ રાખવાનો વિચાર છે. એમાં તું અમારી મદદ કરીશ?"ગુરી થોડીવાર ચૂક રહી. તેના મનમાં અનેક વિચારો આવ્યા. એક બાજુ ઘરની જવાબદારીઓ હતી. અને કંઈક નવું કરવાની તક તેણે ધીમેથી પૂછ્યું."સાહેબ શું હું આ કામ કરી શકીશ?"મારી તો હજુ ઘણું શીખવાનું બાકી છે."સાહેબ હશે અને બોલ્યા"કોઈપણ માણસ બધું શીખીને દુનિયામાં આવતો નથી. શીખવાની ઈચ્છા હોય ને, તો રસ્તાઓ આપોઆપ મળતા જાય છે. તારામાં આવડત છે. બસ તારે તારા પર વિશ્વાસ રાખવાનું છે."ગુરી થોડીવાર ચૂપ રહી. મનમાં અનેક વિચારો આવતા હતા. એક બાજુ ઘરની જવાબદારીઓ અને બીજી બાજુ કંઈક કરી બતાવવાની ઈચ્છા હતી."પણ સાહેબ મારામાંથી મારા ઘરની જવાબદારી છે . હું માં ને એકલી મૂકીને હું ક્યાંય જઈ શકું એમ નથી."ગુરી એ પોતાની ચિંતા જણાવી. સાહેબે તેની વાત ધ્યાનથી સાંભળી."બેટા હું તારી જવાબદારી સમજુ છું. હું તને એવું કામ આપવાનો પ્રયત્ન કરીશ કે તું તારા ઘરનું ધ્યાન રાખીને પણ આગળ વધી શકે. તારે બસ શીખવાની તૈયારી રાખવાની છે."ગુરી ની આંખો માં આશા ની ચમક આવી અને. પહેલી વાર લાગ્યું કે કોઈએ એની અંદર રહેલી આવડતની ઓળખી છે.ગુરી ની આંખોમાં આંસું આવી ગયાં. એણે માનો હાથ પોતાના બંને હાથમાં લીધો અને ધ્રુજતા આવા જે બોલી,"માં, તે આખી જિંદગી અમારા માટે વિચારીને કાઢી નાખી. બાપુ હતા એટલે એમની ચિંતા કરતી અને હવે બાપુ નથી તો અમારી ચિંતા પણ માં, તારી ચિંતા કોણ કરે?"માંની આંખો પણ ભીની થઈ ગઈ."અરે ગાંડી માં થઈને પોતાના સંતાનોની ચિંતા ના કરું તો કોણ કરે?"એટલે તો કવિઓએ કહ્યું છે. માં ના પ્રેમ જેવી દુનિયામાં કોઈ મિસાઈલ નથી, માં ના આશીર્વાદથી મોટું કોઈ નસીબ નથી.ગુરી એ માં ના ખોળામાં માથું મૂક્યું. એની આંખોમાંથી આંસુ સરી પડ્યા."માં બાપુ ના ગયા પછી હું તને રોજ હસ્તી જોવા પ્રયત્ન કરું છું. પણ મને ખબર છે. તારા હાસ્ય પાછળ કેટલું દુઃખ છુપાયેલું છે. આટલું જ બોલતા ગુરી નો અવાજ રૂંધાઈ ગયો. માં એ દીકરીને પોતાની છાતી સરખી ચાપી લીધી. ઓટલાની સાંજ ધીમે ધીમે રાતમાં ફેરવાઈ રહી હતી. માં દીકરી એકબીજાની પાસે બેઠા હતા. શબ્દો ઓછા હતા, પણ લાગણીઓ એટલી બધી હતી કે જાણે એકબીજાનું મૌન પણ બધું કહી રહ્યું હતું."દીકરીના સપના ના ને જ્યારે માં ના આશીર્વાદ નો સાથ મળે, ત્યારે મુશ્કેલ રસ્તા પર પણ આશાનું અજવાળું દેખાવા લાગે છે."