નવા સંબંધની શરૂઆત
કરના મોટા લોકો અસલી માં બેઠા હતા. વાતાવરણ શાંત હતું, પણ સૌના મનમાં એક જ વાત ચાલી રહી હતી-ગુરી ના લગ્નની
કાશીરામ કાકા ધીમે અવાજે બોલ્યા,"ગુરી જેવી દીકરી માટે સારું પરિવાર મળે એ જ સૌથી મોટી વાત છે. છોકરી ભલે આપણા ઘરમાંથી વિદાય લે, પણ એની ખુશી હંમેશા આપણા મનમાં રહેવી જોઈએ."ગંગાબાઈ માથું હલાવ્યું"હા કાકા પૈસા કે દેખાવ કરતા છોકરીને માન આપનાર માણસ અને પરિવાર મળે એ જરૂરી છે."
મણીબા પણ બોલી ઉઠ્યા"ગુંરી એ બાળપણથી જ ઘણું સહન કર્યું છે. હવે એ જે જગ્યાએ જાય ત્યાં એને દીકરીની જેમ પ્રેમ મળે, બસ એટલું જ ઈચ્છું છું. થોડીવાર બધા ચૂપ રહ્યા. કરની બહાર ગુરી પોતાના કામમાં વ્યસ્ત હતી. અંદર શું વાત ચાલી રહી છે એની તેને ખબર નહોતી, પણ ઘરના વાતાવરણમાં આવેલા બદલાવને તે અનુભવી રહી હતી. તેના મનમાં એક જ વિચાર આવ્યો"શું ખરેખર હવે મારું જીવન બદલાવાનું છે?"આ સવાલ સાથે ગુરી થોડીવાર પોટલા પર બેસી રહી. જ્યાં ક્યારેક તે બાળપણમાં રમતી હતી, એજ ઓટલો આજે તેને તેના જીવનના નવા વળાંક ની વાર્તા સંભળાવી રહ્યો હતો ગુરી ઓટલા પર શાંતિથી બેઠી હતી. સામે એ જ શેરી હતી, એ જ ઘર હતાં અને આસપાસનું વાતાવરણ પણ જાણીતું હતું. પણ ગુરી ના મનમાં ઘણું બદલાઈ ગયું હતું. બાળપણમાં જ્યાં તે હસતી રમતી, ત્યાં આજે જીવનના મોટા નિર્ણય સામે ઉભી હતી. થોડીવાર પછી સીમા તેના પાસે આવીને બેઠી."ગુરી, શું વિચારે છે"? ધીમે ધીમે થી પૂછ્યું.ગુરી એ હળવું સ્મિત કર્યું."કંઈ નહીં... બસ એમ જ લાગે છે . કે જીવન કેટલું બદલાઈ ગયું. પહેલા ઓટલો રમવા માટે હતો. અને આજે અહીં જીવનની વાતો વિચારું છું. સીમા થોડું હસીને બોલી,"સમય કોઈ માટે અટકતો નથી બહેન. આપણે એની સાથે આગળ વધવાનું હોય છે."ગુરી એ નજરે દૂર કરી ફરી એકવાર બાપુની યાદ આવી. ગુરી ની આંખોમાં આંસુ આવી ગયા બાપુ હોત તો તેની સામે બેસીને શું કહેતા હોત આ વિચાર આવતા જ તેની આંખો થોડીક ભીની થઈ ગઈ. ઘણા વખતે તેણે આંખોના આંસુ લૂછી નાખ્યા."બાપુ એ મને એક વાત શીખવી હતી,"ગુરી ધીમેથી બોલી,"જીવન ગમે તેટલો મુશ્કેલ હોય, ઘર અને પોતાના માણસોને ક્યારેય એકલા ન છોડવા."સીમાએ બહેનનો હાથ પકડી લીધો, બંને બહેનો થોડીક વાર કંઈ બોલ્યા વગર ઓટલા પર બેસી રહી. સાંજ ધીમેથી ગામમાં ઉતરી રહી હતી અને ઓટલા પર પડતો સુરજનો છેલ્લા કિરણ જાણે ગુરી ના જીવનના એક અધ્યાયને વિદાય આપી રહ્યો હતો. પણ એટલું જરૂર સમજાઈ ગયું હતું કે હવે જીવન તેને એક નવા રસ્તા પર લઈ જવાનું હતું. એ રસ્તો કેવો હશે, ક્યાં લઈ જશે અને એ રસ્તા પર કોણ સાથ આપશે, એનો કોઈ અંદાજ ન હતો.ગુરી એ દિવસે પોતાના રોજિંદા કામમાં પોતાને પરોવી દીધી. ઘરના કામ, માં માટેની ચિંતા અને સીમા સાથેની નાની-મોટી વાતોમાં દિવસ ક્યારે પસાર થઈ ગયો એની ખબર જ ન પડી. સાંજ પડવા આવી ત્યારે ગોરી ઓટલે આવીને બેસી, એ જ ઓટલો... જો બાળપણમાં તે સીમા સાથે રમતી, હસ્તી અને કલાકો સુધી વાતો કરતી. આજે એ જ ઓટલો જાણે એને કંઈક નવું કહેતો હોય એવું લાગતું હતું.ગુરી એ આકાશ તરફ જોયું"બાપુ તમે હોત તો કહે કે મારે શું કરવું?"આંખના ખૂણે આવેલું આંસુ તેણે પોતાના હાથ વળેલું છે નાખ્યું એટલામાં પાછળથી સીમાનો અવાજ આવ્યો."ગુરી, અહીં એકલી શું કરે છે.ગુરી એ પાછળ ફરીને જોયું."કંઈ નહીં... બસ, અહીં બેસવાનું મન થયું"સીમા પણ તેની બાજુમાં આવીને બેસી ગઈ. થોડીવાર બંને બહેનો કંઈ બોલ્યા નહીં. પછી સીમાએ ધીમેથી કહ્યું,"ગુરી , જીવનમાં જે આવે એને સ્વીકારવું પડે. પણ તું જે પણ નિર્ણય લે, વિચાર કરીને લે."સીમાની વાત સાંભળીને ગુંદી થોડીવાર ચૂપ રહી. તેની નજર સામે જાણે બાપુ નો ચહેરો આવી ગયો. બાપુ હંમેશા કહેતા,"બેટા કોઈ વાતમાં ઉતાવળ ન કરવી. સમય બધું સમજાવી દે છે. આજે બાપુ પાસે ન હતા, પણ એમની વાતો ગુરી ના મનમાં હજી જીવતી હતી. ગુરી ધીમેથી આંખો લૂછી અને બોલી"બાપુ કહેતા કે જીવનમાં જે આવે એને સ્વીકારવું પડે, પણ કોઈ પણ નિર્ણય લેતા પહેલા મને થી વિચારવું જોઈએ."એ શબ્દો બોલતા જ જાણે બાપુ નો અવાજ ફરી એકવાર એની આસપાસ ગુંજી ઉઠ્યો. ગોરી થોડીવાર ચૂપ રહી. પછી એણે આકાશ તરફ જોયું. સુરજ ઢળવાની તૈયારીમાં હતો. અને ગામની શેરીઓમાં સાંજ ધીમે ધીમે ઉતરી રહી હતી. સમય પોતાની ગતિ આગળ વધતો ગયો.