હું રમતી હતી ઓટલે - પ્રકરણ 2 yogina patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હું રમતી હતી ઓટલે - પ્રકરણ 2

ભાગ ૨ શાળાના દિવસો 

શાળાના દિવસો હવે ગુરી ને રોજિંદી જિંદગીનો એક ભાગ બની ગયા હતા શરૂઆતમાં  જે શાળા અજાણી લાગતી હતી, એ જ હવે ધીમે- ધીમે પોતાની લાગવા લાગી. વર્ગખંડમાં પોતાની જગ્યા , આસપાસ બેસતા બાળકો અને શિક્ષકનો અવાજ આ બધું રોજનું થઈ ગયું હતું. સવારની ઘંટ વાગે એટલે બધા બાળકો મેદાનમાં પ્રાર્થના કરવા આવી જતા. અને બધા પ્રાર્થના કરવા બેસી જતા રોજ શાળામાં અલગ- અલગ પ્રાર્થના ગાવી ,સુવિચાર બોલવા આ બધું ગુરી ને ખૂબ ગમતું અને તેને નવા ગીત ગાવાનો પણ શોખ હતો. પ્રાર્થના પૂરી થયા પછી બધા બાળકો વર્ગખંડમાં બેસી ગયા ગુરી ને ભણવામાં ક્યારેક રસ પડતો, તો ક્યારેક તેનું મન બારી બહાર મેદાનમાં રમતા બાળકો તરફ જતું રીસેસ પડે એટલે જાણે આખા વર્ગમાં જીવ આવી જતો સૌ કોઈ સાથે મળીને નાસ્તો કરવા બેસતા, તો કોઈ વાતો કર તું, તો કોઈ રમવા દોડતું અને જો કોઈ એક પાસે નાસ્તો ના હોય તો સૌ સાથે મળી એને પણ આપતા.ગુરી પણ બધાની સાથે ભળી ગઈ હતી. એક દિવસ વિશેષમાં એક નાની વાત ને લઈને મિત્ર સાથે બોલા બોલી થઈ. બંને થોડીવાર એકબીજા સાથે વાત ન કરતા ગુરી ને અંદરથી ખરાબ લાગતું પણ પહેલ કોણ કરે એ સમજાતું ન હતું થોડીવાર પછી એ જ મિત્ર તેની પાસે આવે અને કહે ચાલ હવે રમીએ ગુરી પણ કઈ બોલી નહીં અને બધા હળવું હસી પડ્યા બાળપણની નારાજગી પણ કેટલી ટૂંકી હોય છે! થોડા સમય પહેલા જે વાત મોટી લાગતી હતી, એ જ વાત થોડીવાર પછી હસીને ભૂલી જવાથી શાળામાં શિક્ષકો પણ ગુરી ના દિવસોનો મહત્વનો ભાગ હતો. કોઈ શિક્ષક કડવાઈ થી સમજાવતો, તો કોઈ પ્રેમથી ક્યારેક ભૂલ થાય ત્યારે ઠપકો મળતો અને ક્યારે સારું કામ થાય ત્યારે પ્રશંસાએ સમય ગુરી ને કદાચ આ બધી વાતોનું મહત્વ સમજાતું ન હતું. પરંતુ વર્ષો પછી પાછું વળીને જોતી વખતે તેની લાગ્યું કે નાની વાતોએ જ તેને ઘણું શીખવ્યું હતું. શાળાનો સમય પૂરો થયા પછી બધા બાળકો ઘરે જવા નીકળતા ગુરી અને તેની બહેનપણી પણ એકબીજાના સાથે વાતો કરતા કર તરફ ચાલ્યા. ઘરે પહોંચતા જ ફરીએ ઘરનો કામકાજ અને પરિવારની વચ્ચે દિવસ આગળ આ જ રીતે એક દિવસ બીજા દિવસમાં અને એક અઠવાડિયું બીજા અઠવાડિયામાં બદલાતું ગુરી ને ક્યાં ખબર હતી કે આ સામાન્ય લાગતા શાળાના દિવસો જ એક દિવસ તેની યાદોમાં સૌથી વધારે જીવંત રહી જશે. ગુરી માટે એ દિવસ બીજા દિવસો કરતાં થોડા અલગ હતા. સવારથી જ તેના મનમાં કંઈક અજાણી ઉત્સુકતા હતી. રોજની જેમ વહેલી સવારે ઊઠીને તેણે ઘરના નાના-મોટા કામમાં મમ્મીને મદદ કરી પછી પોતાની ચોપડીઓ થેલીમાં મૂકી અને શાળાએ જવા તૈયાર થઈ શાળાના રસ્તે ચાલતી વખતે રસ્તાની આજુબાજુના દ્રશ્યો પણ તેને રોજ કરતા વધારે ધ્યાન ખેંચી રહ્યા હતા. ક્યાંક બાળકો ટોળામાં શાળાએ જતા દેખાતા, તો ક્યાંક કોઈ માતા પોતાના બાળકને ઉતાવળ કરાવતી હતી. શાળાના દરવાજા પાસે પહોંચતા જ તેને તેની બહેનપણીઓ મળી ગઈ."ગુરી આજે મોડું કેમ થયું?"એક સખી એ પૂછ્યું ગુરી હસીને બોલી,"આજે ઘરે કામ હતું એટલે."બધા સાથે હસતા - બોલતા  વર્ગખંડમાં પહોંચી ગયા. શિક્ષક આવ્યા એટલે વાતો બંધ થઈ ગઈ અને બધા પોત પોતાની જગ્યાએ બેસી ગયા એ દિવસે શિક્ષકે વર્ગખંડમાં એક પ્રશ્ન પૂછ્યો, ઘણા વિદ્યાર્થીઓએ હાથ ઊંચો કર્યો. પરંતુ ગુરી શાંત બેસી રહી. તેને જવાબ આવડતો હતો, છતાં હાથ ઊંચો કરતા થોડી સંકોચાતી હતી. શિક્ષકે તેની તરફ જોયું અને કહ્યું,"ગુરી તને જવાબ આવડે છે ને? તો બોલ ગુરી ધીમેથી ઊભી થઈ અને જવાબ આપ્યો, જવાબ સાચો હતો. શિક્ષકે હસીને કહ્યું,"જુઓ ગુરી સાચો જવાબ આપી શકે છે. બસ પોતાની તક આપવાની જરૂર છે."એક નાનકડા વાકયની અસર ગુરી ના મનમાં લાંબા સમય સુધી રહી. રિશેષ પડતા જ આખો વર્ગ જાણે જીવંત થઈ ગયો હોય તેમ, કોઈ પોતાનું ટિફિન ખોલતું, કોઈ મેદાનમાં દોડતું, તો કોઈ બેંક પર બેસીને વાતો કરતું ગુરી પણ પોતાની બહેનપણીઓ સાથે બહાર નક્કી મેદાનના એક ખૂણામાં બેસીને બધાએ પોત પોતાના ડબ્બા ખોલ્યા દરેકના ડબ્બામાં અલગ- અલગ નાસ્તો હતો. ગુરી એ પણ પોતાનો ડબ્બો ખોલ્યો બધા એકબીજાનો નાસ્તો અદલ-બદલ કરતા અને આનંદી ખાતા. શાળાના દિવસોમાં ભણતર સાથે કેટલીય નાની- નાની ઘટનાઓ જોડાયેલી હતી. ક્યારેક લેસન પૂરું ન થયું હોય તો શિક્ષકની ટકોર સાંભળવી પડતી, ક્યારે પરીક્ષામાં સારા ગુણ મળતા આનંદ થતો તો ,ક્યારેક ઓછા ગુણ મળતા મન ઉદાસ રહેતું. એક દિવસ શાળામાં નાની સ્પર્ધા નું આયોજન થયું હતું. તેમાં ગુરી એ પણ ભાગ લીધો હતો. તે દિવસથી શાળા છૂટ્યા પછી પણ તે થોડો સમય રોકાઈને  તૈયારી કરવા લાગી. શરૂઆતમાં થોડું મુશ્કેલ લાગતું હતું. ક્યારેક ભૂલ થતી, તો ક્યારેક ફરીથી શરૂઆત કરવી પડતી. પણ શિક્ષક સમજાવતા અને એ ફરીથી પ્રયત્ન કરતી. એ શાળાના દિવસોમાં એક વાત ગુરી ને ખૂબ ગમતી રિશેષની ઘંટડી વાગતી એટલે જાણે આંખો વર્ગ એક સાથે જીવંત થઈ જતો. કોઈ પોતાનો ડબ્બો ખોલતું, કોઈ પાણી પીવા  દોડતું, તો કોઈ સીધું મેદાન તરફ નીકળી જતું. ગુરી  પણ પોતાની સખીઓ સાથે ઓટલે બેસી જતી. કોઈના ડબ્બામાં રોટલી - શાક હોય ,તો કોઈના ડબામાં ભાખરી અને બીજાના ડબ્બામાંથી ખાવાની મજા જ અલગ હતી. રિસેસ પૂરી થવાની ઘંટી વાગે ત્યારે કોઈને તરત વર્ગમાં જવાનું મન ન થતું. શિક્ષક વર્ગમાં આવી જાય અને બાળકોને શોધતા હોય ત્યારે હાસ્ય બનાવીને બધા પોતાની જગ્યાએ દોડી જતા. આ નાની પડો માં જ ગુરી નું બાળપણ ધીમે ધીમે પસાર થઈ રહ્યું હતું. એ સમયે એને ક્યાં ખબર હતી કે એક દિવસ આ જ શાળાની યાદો ફરી બાળપણના એ દિવસોમાં લઈ જશે શાળા છૂટવાનો સમય થયો છેલ્લો તાસ પૂરો થવાની સાથે જ વર્ગખંડમાં જાણે ચહલ પહલ વધી ગઈ. કોઈ પોતાની નોટબુક બેગમાં ગોઠવતું હતું, તો કોઈ મિત્ર સાથે વાતોમાં મસ્કુલ હતું. થોડી જ વારમાં શાળાની ઘંટડી રણકી ઘંટડીનો અવાજ સાંભળતા જ બાળકોના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. આખો દિવસ ભણ્યા પછી ઘરે જવાની ઉતાવળ સૌના પગલાં માં દેખાતી હતી. ગુરી એ પણ પોતાની બેગ ખભા પર મૂકી અને વર્ગખંડની બહાર આવી શાળાના આંગણામાં બાળકોના હસવા નો  અવાજ, કોઈની દોડધામ અને મિત્રોને વિદાય આપવાના અવાજથ આખું વાતાવરણ જીવંત બની ગયું હતું.ગુરી થોડો સમય પોતાની સખીઓ સાથે ઉભી રહી પછી તેણે ઘર તરફ જોવાનો રસ્તો પકડ્યો. શાળાથી ઘર સુધીનો એ રસ્તો માટે માત્ર રસ્તો ન હતો એ રસ્તામાં પણ બાળપણની નાની-નાની યાદો છુપાયેલી હતી. આકાશમાં વાદળો ઘેરાયેલા હતા અને ધીમે -ધીમે વરસાદ વરસી રહ્યો હતો. સાધના લીધે બધે પાણી પાણી થઈ ગયું હતું. ક્યાંક નાના ખાબોચિયામાં પાણી ભરાઈ ગયું હતું અને આકાશમાં વાદળ નું પ્રતિબિંબ દેખાતું હતું. રસ્તાની બાજુના ઝાડના પાંદડા વરસાદથી ધોવાયને ચમકી રહ્યા હતા. અમે સૌ સાથે વરસાદમાં પલળતા પલળતા ગાતા આવરે વરસાદ ઢેબરીયો પરસાદ ઉની- ઉની રોટલી ને કારેલાનું શાક આવા ગીત ગાતા -ગાતા અને વરસાદમાં ભીંજવાની મજા આવતી. ક્યારેક તો અમે તળાવની બાજુમાં કાહડો જતો હોય એમાં અબુલો- ઢબૂલો રમતાં. કાગળની નાવડી બનાવ બનાવી પાણીમાં મુકતા ખાતરની થેલી માંથી ટોપલા બનાવીને ઓઢતા. ઓટલે બેસીને વરસાદને નિહાળવો બધા જ બાળકો એકસાથે બેસી વરસાદની મજા માણતા અને રાધે પહેલા અંધારામાં ટમટમતા આગિયા તો જાણે અલગ જ મિજાજમાં હોય. દેડકા ઓનો ડાઉટ ડાઉન અવાજ ક્યારેક તો તમારા નો અવાજ પણ ખૂબ ગુંજતો. આગિયા ને હાથમાં પકડી મુઠ્ઠીમાં બંધ કરી જાણે કેવું સુખ માંગતા હોય. શું ગુરી ને એ બાળપણના દિવસો પાછાં મળશે. હવે ના સમયમાં એ નહીં રહે એ બાળપણ ની મજા ન રહી. એ મિત્રો સાથે રમવા ઝગડવાની ખબર નહીં આ ગુરી નું બાળપણ કોણ લઈ ગયું. હંમેશા બીજાની સાયકલો ચલાવવામાં એ આનંદ ક્યારેક કોઈ સ્કૂટર જોઈ બધાએ સ્કૂટર પાછળ દોડતા જાણે કે એ જમાના ની પીએમ ડબલ્યુ હોય શાળાના દિવસોમાં ભાગવાની સાથે સાથે ખૂબ આનંદ કર્યો અને સાથે સાથે ભણવામાં પણ ખૂબ રસ કરવ ગુરી હવે ધીમે ધીમે મોટી થઈ રહી હતી અને શું ખબર હતી કે એના જીવનમાં કેટલા સંઘર્ષ આવશે અને જીવનમાં ક્યા કરી શકે