ભાગ-૫ હિંમત
સવારનો સમય હતો. ગામની ગલીઓમાં ધીમે ધીમે લોકોની અવર-જવર શરૂ થઈ ગઈ હતી.ગુરી રોશની જેમ પોતાની કામમાં લાગેલી હતી, પરંતુ તેના મનમાં ભૂતકાળની વાતો હજુ ચાલતી હતી. તેના જીવનના સંઘર્ષ એ ઘણું શીખવું. હતું ગુરી હવે ખૂબ હિંમતવાન છોકરી થઈ ગઈ હતી. સમયની વાત બહુ ન્યારી છે. જે છોકરી અત્યારે સુધી ઓટલી રમી માં બાપુ નો ખોળો ખૂંદતી હતી. એ છોકરી આજે હિંમત ભેગી કરી રહી હતી. થોડો સમય આ બધું શાંતિથી ચાલ્યા કરતું હતું પણ સમય ક્યારેય કોનો દરવાજો ખખડાવે છે એની ક્યાં કોઈને ખબર હોય છે. રાત્રીનો સમય થવા આવ્યો હોય છે ખેતરે ગયેલા સૌ ઘરે પાછા વળી રહ્યા હતા ગાયોના ગણ પણ પાછા વળી રહ્યા હતા. પક્ષીઓ પણ પોતાને ઠેકાણે જઈ રહ્યા હતા.ગુરી ના મા અને બાપુજી પણ ખેતરેથી ઘરે આવી ગયા હતા.ગુરી સાંજની રસોઈની તૈયારી કરી રહી હતી. તેનું નાનુભાઈ અને નાની બહેન પણ આંગણામાં રમી રહ્યા હતા. આજે અચાનક ગુરી નું મન બહુ વિચલિત હતું. ખબર નહીં પણ મનમાં ખૂબ અશાંતિ હતી.ગુરી ને અણ બનાવના ભણકાર થાય છે એવામાં ખેતરેથી આવેલા બાપુ. ખાટલામાં પડ્યા આરામ કરે છે. ગરી પ્રેમથી તેમની સામે જુએ છે. પણ આજે ખેતરેથી આવેલા બાપુ કંઈ બોલતા નથી આ જોઈ ગુરી ની મા. ખૂબ ચિંતા કરે છે એ ખાટલા પાસે જાય છે. એ પૂછે છે.ગુરી ના બાપુ સાંભળો છો? આજે કેમ કશું બોલતા નથી. ખબર નહીં આજે શરીરને કાંઈ ઠીક નથી લાગતું. શરીરમાં બેચેની લાગે છે.ગુરી ની માં નજીક જઈને જોવે છે. તો એમનું શરીર તવીની જેમ તપી રહ્યું હોય.ગુરી ની માં બૂમ પાડે છે. તમને તો લાય જેવો તાવ છે. આ સાંભળી.ગુરી પણ બાપુ. પાસે આવી છે. હા માં બાપુ ની તબિયત તો વધારે ખરાબ લાગે છે. ચાલો બાપુ ને ડોક્ટર પાસે લઈ જઈએ. પણ ગુરી ના બાપુ. ની ઉભા થવાની હિંમત હોતી નથી.ગુરી ડોક્ટરને ઘરે બોલાવે છે ડોક્ટર સાહેબ જલ્દી આવો મારા બાપુ કંઈ બોલતા નથી. હમણાં તો બધું જ સારું હતું. અચાનક આ શું થઈ ગયું.ગુરી ખૂબ ગભરાઈ ગઈ હતી. એનો નાનો ભાઈ અને બહેન પણ રડી રહ્યા હતા આડોશી પાડોશી ભેગા થઈ ગયા હતા.ગુરી ની માં પણ ખૂબ રડી રહ્યા હોય છે. ડોક્ટર સાહેબ તપાસ કરે છે. તો જાણવા મળે છે.ગુરી તારા બાપુ તો વર્ષોથી જ કોઈ મોટી બીમારી સામે લડી રહ્યા હતા. પણ આ વાતની જાણ કોઈને ન હતી. અને આખરે મોડી રાત થતાં ગુરી ના બાપુ છેલ્લો શ્વાસ લે છે. અને આ દુનિયાને વિદાય આપી ચાલ્યા જાય છે.ગુરી ને કંઈ ખબર પડતી નહોતી શું થઈ રહ્યું છે. આજુબાજુ વાળા ભેગા થઈ ગયા હોય છે હવે.ગુરી ના કુટુંબી પણ આવી ગયા હોય છે ગુરી ને સમજાઈ જાય છે કે હવે અમારા બાપુ અમારી પાસે નથી રહ્યા.ગુરી પોતાના ભાઈ અને બહેનને પોતાના બાથમાં ઘાલી અને શાંત પાડી રહી હતી.ગુરી ની માની તો તબિયત ખૂબ જ ખરાબ થઈ જાય છે. રોડ કક્કડ થતી હોય છે.ગુરી ની નાની બહેન વારંવાર બોલી રહી હોય છે બાપુ ન શું થયું છે બાપુ કેમ ઉઠતા નથી. આજુબાજુ વાળા ગુરી અને તેની માને શાંત. પાડી રહ્યા હોય છે.ગુરી ના બાપુને વળાવવાનો સમય થાય છે. ઘરમાં રોડકડ થઈ રહી હોય છે.ગુરી નો ભાઈ તો હજુ નાનો હતો એટલે બાપુની અર્થીને ખભો ગુરી આપે છે. બાપુ ન અંતિમ ક્રિયા ની વિધિ પૂરી થાય છે. સગા વાલા સૌ પોતપોતાના ઘરે જાય છે. હવે ઘરમાં માત્ર ગુરી અને એના નાના ભાઈ બહેન અને એની માં જ છે. બાજુવાળા મણીબા સૌને સ્વાત ના આપી રહ્યા છે. બેટા હવે રડશો નહીં. જે થવાનું હતું તે થઈ ગયું મરેલા પાછળ કોઈ જતું નથી. યમ અને નિયમ આગળ કોઈનું ચાલતું નથી બેટા તું હિંમત રાખ તું તારી માં તારા ભાઈ બહેન સૌને હવે તારી સાચવવાના છે. મણીબા પણ આશ્વાસન આપ્યા પછી પોતાના ઘરે જાય છે . હવે ગોરી નું ઘર એકદમ ખાલી થઈ ગયું હોય છે. ઘરમાં એકદમ ખાલી ખાલી લાગે છે. જે બાપુ આખો દિવસ મારો બબલુ મારી ગુરી કહીને બૂમો પાડતા હતા એ બાપુ હવે ઘરમાં નથી.ગુરી ને બધું ખાલી ખાલી લાગે છે.ગુરી તેની માને સંભાળી રહી હોય છે. મણીબા ની કહેલી વાત ગુરી ને યાદ આવે છે. એ કહે છે હું હિંમત નહીં હારું મારા માથા પર મારી મા તેમજ મારા નાના ભાઈ બહેનોની જિમ્મેદારી છે. અને ક્યાંક ને ક્યાંક મનમાં પોતાની જાતને કોશી રહી હોય છે. કે આ બધું એના જ કારણે થયું છે મારી ચિંતા ને લીધે બાપુ હવે આ દુનિયામાં નથી રહ્યા. કહી અંદરો અંદર ખૂબ રડી રહી હોય છે.ગુરી એની માં પાસે જઈ માના ખોળામાં માથું મૂકીને કહે છે. માં આ બધાની જવાબદાર માત્ર હું જ છું માં ના બેટા આમાં તારો કોઈ વાંક નથી. સમયના ચક્ર આગળ માણસનું કશું જ ચાલતું નથી. કદાચ તારા બાપુનું જીવન એટલું જ હશે. આમ કહી માં અને ગુંરી એકબીજાને ભેટી ખૂબ રડે છે. મા તું ચિંતા નહીં કરતી. હું મારા મરેલા બાપુ ને વચન આપું છું કે હું મારા પરિવારનો ધ્યાન રાખીશ ગુરી એની મા કહે છે બેટા તું હજુ નાની છે. તારે વધારે વિચારવાની કોઈ જરૂર નથી. આપણા નસીબોમાં લખાયેલું હશે એ જરૂરથી થશે. ચાલ હવે તું સુઈ જા બાપુ ના ગયા પછી ઘરમાં અજીબ સિંહ શાંતિ છવાઈ જાય છે.ગુરી ની તો આખી દુનિયા જ બદલાઈ ગઈ હોય એવું લાગે છે. પણ ગુંરી આંખો લુછી અને કહે છે. હું જીવનમાં ક્યારેય હિંમત નહીં હારું.