પૃથા - 7 Purvi Shukla દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પૃથા - 7

*પૃથા* 
Chapter -7
➖➖➖➖➖➖

પ્રકરણ -7 ગરબા ગ્રાઉન્ડની સફાઈ 

રોજેરોજ નવરાત્રીમાં કેટલાં વાગ્યાં સુધી ક્યા કપડાં એવી ચર્ચાઓ રોજે ચોરે બેસી થતી રહીં,આમ કરતા કરતા નવરાત્રી ઢૂકડી 

જાંબુનો કાર્યક્રમ પતાવીને સીધા ઘરે જવાને બદલે ગરબા ગ્રાઉન્ડ છોકરીઓનું ટોળું પહોંચ્યું, ત્યાં છોકરાઓની મિટિંગ ચાલુ હતી, ક્યા દિવસથી કામ કરવુ કોણ શુ કામ કરેં વગેરે ચર્ચા ચાલુ હતી ત્યાં છોકરીઓને આવતા જોઈને 
ત્યાં છોકરાની ગેંગનો પોતાનો નેતા ગણાવતો બધાને કોણે ક્યુ કામ કરવું એ સૂચના આપતો હતો, છોકરીઓને આવતા જોઈ  
*બોલ્યો*, " ગ્રાઉન્ડમાં પાણી છાંટવા રહેજો અડધી સ્પોર્ટ્સ ક્લબમાં તોરણ બનાવવા જજો 

 એ નાનકડા ગામના બાળકો ચેસ કેરમ ક્રિકેટ રમી શકે માટે તેના સાધનો જે જગ્યાએ રાખતા એને સ્પોર્ટ્સ ક્લબ કહેતા
 ત્યાં અલગ અલગ કલરના પ્લાસ્ટિકના પતિકડાને સુતળી સાથે ચોંટાડી રંગબેરંગી તોરણ બનાવતા અને લાઈટની સીરીન્જને ચેક કરતાં એ બધાએ 
આખરે નવરાત્રીના બે દિવસ પહેલા મિટિંગમાં નક્કી થયા મુજબ 
ગરબાગ્રાઉન્ડને ઉપરથી સજાવશે, 
આં બધી તૈયારીમા 
છોકરીઓ બે ભાગે વહેંચાઈ 
કેટલીક ગ્રાઉન્ડ પર પાણી છાટવા કેટલીક 
કલબમાં બેસીને તોરણ બનાવશે 
વળી વચ્ચે માતાજી નો માંડવો બાંધવાનો જ્યાં માતાજીનું સ્થાપન થશે 
આ બધી તૈયારી માટે પૃથાની બહેનપણીઓએ પૃથાને સ્પોર્ટ્સ ક્લબમાં મોકલી બેઠા બેઠાનું કામ કરવા માટે જ઼ 
પાણીની ડોલ એ ઉંચકી નહિ શકે માટે જ 
ગ્રાઉન્ડથી ક્લબ અને બકલબથી ગ્રાઉન્ડ વળી પાણીની ટાકીથી ગ્રાઉન્ડ ઍમ આવજા ચાલુ થઈ 
 બધાં આવજા આવજા કરતાં તૈયારી કરવા લાગ્યા

 પહેલા દિવસનું પાણી છટાય ગયુ અને તોરણો પણ બની ગયાં આ બધું કરતાક રાત પડી એટલે બધા ઘરે જવા ઉતાવળા થયા હતા તેવામાં 
*નેતાગીરી કરતા છોકરાએ કહ્યું*,,-"કાલે સાંજે પાછા આવી જજો બધાં તોરણ અને સીરીન્જ ટીંગાડવાની અને
 માતાજીનો મંડપ રોપવાનો પરમદિવસે સ્થાપના કરવાની ત્યારે આરતી સ્તુતિ માટે છોકરીઓ હાજર રહે 
ખાસ ઓલી ભામટી એટલેકે પૃથા, તેને બ્રાહ્મણ હોવાના નાતે માતાજીની આરતી સ્તુતિ કંઠસ્થ દર વર્ષે સ્થાપના અને પૂર્ણાહુતીમાં માં બધાં તેને 
જ આગળ કરે, અને રોજ ગરબા પત્યા પછી એનાં પપ્પાની બાજુમાં બેસી બીજા ગાયક વૃંદ સાથે ગાવામાં સાથ આપે..... 
 એને દાંડિયા ગરબો ત્રણ તાલી ટીટોડો નવા નવા ચણીયાચોળી પહેરી ગરબે ઘુમવું અત્યન્ત પ્રિય,....
આમ કરતા પહેલાઅને બીજાં દિવસની
 ગોઠવણ પુરી કરી દિધી

 ગરબા ગ્રાઉન્ડ તૈયાર હતું હવે એટલે......

 બધાં એકબીજાના કાલે મળીએ ગરબા ગાવા સ્થાપના કરવા કહેતા ઘરે ઉપડ્યા 
*રેખલી*"એય બધા દાંડિયા પણ લેતા આવજો....
*પૃથા*"મારાં તૂટી ગયા છૅ 
*બિંદુ*"હુ તને આપીશ એક જોડ વધારે છૅ જ મારી પાસે...
એનું સાંભળી બિજી બધી છોકરીઓ મન્ડી પડી 
*બધીઓ*"હુ તને આપીશ હું તને આપીશ કરવા લાગી..
*પૃથા*"અલ્યા આટલાબધા દાંડિયા મારે શુ કરવા?

આ આખો સંવાદ એક છોકરો સાંભળતો હતો જતા જતા 
*એ બોલ્યો*"એ ભામટી હવે દાંડિયાની દુકાન કરજે તું ઉપરથી બોલ્યો 
તુ તમારી ખાસ બેનપણીને તમારા ઘરે જ રહેવા લઈ જાવ વારાફરતી રાતેય છુટા નો પડવું "


*પૃથા*-"તને કાં બળતરા મારી બેનપણીઓ મને મદદ કરેં તો, આપણે બધા સાથે સારાસારી રાખવી પડે તૉ મદદ કરેં કાંઈ એકલી જીભડી ના ચલાવાય "
રેખલી -"તુ કોઈ પાસે કાઈ માંગ તો તને એક પાણોય ના આપે હમજ્યો!"

એટલામાં *પ્રિતી*"અલી પૂરથુડી  તમે બધા હવે બસ  કરોં જવા દો તને ખબર છૅ એ એવો જ, જા તને ઘરે બોલાવે "
ઍમ વાકયુદ્ધને અટકવતી પ્રિતી હસતી હસતી મજા પણ લેતી હતી,એને થયું થોડુંક ચાલવા દઉં પણ પછી થયું વાત વધશે અને જૉ ઘરે ખબર પડશે તો રાત્રે નવરાત્રીમાં આવવાની મુશ્કેલી વધે, અમને એકલા નહિ આવવા દે મમ્મી પપ્પા છેક સુધી બેસશે.....

એટલે જ઼ આં લડાઈ સાંભળવાની મજા પડતી હોવા છતાં તેણે બધાને રોક્યા...

વધું આવતા પ્રકરણે વાંચો.......

શું નવરાત્રીના પહેલા દીવસે પણ પૃથાને કોઈની જોડે 
 જીભાજોડી થશે? આખરે પૃથા પહેલા દીવસે કોની પાસેથી દાંડિયા લેશે?
તમારો જવાબ કમેન્ટમાં જણાવો....