આ રચનાની કોઈએ કોપી કરાવી નહીં એ કોપીરાઈટ એક્ટ હેઠળ સુરક્ષિત છે
આ નવલકથાની ઘટના અને પાત્રોનો કોઇપણ જીવંત કે મૃત વ્યક્તિ સાથે સીધો કે આડકતરો સંબંધ નથી, આ કલ્પના પ્રધાન નવલકથા છે.
---------------__------------
પૃથા નવલકથા
પ્રકરણ -2
બધી છોકરીઓ ગોકીરો કરતી કરતી, વળી કોઈ કોઈ એકબીજા ને ધબ્બો મારતા મારતા મજાક મસ્તી કરતા નંદિયું ને જેમ ગામના પથરાળ અને સાંકડા રસ્તાઓ પસાર કરતા કરતા એક ખાચામાંથી નીકળી હાઇવે ક્રોસ કરીને ત્યાં સામે આવેલ મોટા મેદાનમાં ઘૂસી જ્યાં કાળી ચીકણી માટીનું ટીમ્બુ હતુ. કેટલીક ના હાથમા મોટી પિત્તળની ડોલ વળી કોઈના હાથમા તબડકું જે જેટલી માટી ઉંચકી શકે તેટલું સાધન લાવેલ,
પણ પૃથા તેના ઘરમાંથી એક નાનકડો સ્ટીલનો જગ લઈ ગઈ હતી.
નાની અને નીચી કદ કાઠીની પૃથા એકદમ નાજૂક આથી શારીરિક રીતે ખડતલ પ્રકૃતિની નહિ; તેની સાથે જ રહેલ તેની જ ઉંમરની છોકરીઓની કદ કાયા વધુ
હા પણ પૃથા હતી અન્યો કરતા અલગ તેના વાળ ખૂબ લાંબા તેના વજન કરતા વાળનું વજન વધુ.
આથી બીજી છોકરીઓ જેમ તેં ફટાફટ ઝાડ પર ચડઉતર કરી શકતી નહિ
પણ ગમે બહુ, એટલે બધી બહેનપણીઓ નીચેથી તેને ધક્કો મારી ઉપર ઝાડ પર ચડાવે.
પણ એ અન્યોથી તદ્દન અલગ પ્રકૃતિ લઈ જન્મેલી તેના વાળ ખૂબ લાંબા, અંબોડો લે ત્યારે તેની
*સખીઓ તેને ચીડવતા કહેતી -
"અલી પડી નો જતી તારી કરતા તારાં વાળનું વજન વધુ છે. "
દુબળી કદ કાઠી કમર પર લચકતો લાંબો ચોટલો આખા ગામમાં આમતેમ રખડ્યા કરે, અને વળી વાચાળ પ્રકૃતિની વાકચાતુર્ય ગજબનું જાણે ઈશ્વરે ભેટમાં ધરી મોકલ્યું હતુ!
પણ મુફટ જરાય નહિ જરૂર પડે ત્યાં શરમ સંકોચ પણ કરી જાણે. ક્યા કેવું કેટલું ખપપૂરતું બોલવું એની પણ બાળપણથી પાક્કી સમજ.
આજે પણ છોકરીઓનું ટોળું કાળી માટી લેવા ગયું હતુ ત્યાં પૃથા સાથે તો ગઇ જ હતી.
માયા તેની બહેનપણી મોટી કૉસથી ટીમ્બાની માટી ખોદી રહી હતી ત્યારે પૃથા બોલી
*પૃથા* " અલી માયલી મનેય દે ને મારેય ખોદવું
*માયા* " ના હો અલી તુ તું માયકાંગલી ક્યારેય ખોદી રે તને વાગશે તો તારાં કાકી અમને ખીજાશે
અને કાલે નિશાળે લેસન વધુ આપશે એ જુદું. "
પૃથા ને સતત મનમાં એમ થયા કરતું બધી છોકરીઓને જે આવડે તે પોતે કૅમ નથી કરી શકતી કૅમ તેં બીજા કરતા અલગ છે.
પણ તેને ક્યાં ખબર હતી વિધાતાએ તેને અલગ જ જીવન જીવવા બનાવી છે એટલે તેં સામાન્ય ન હતી.
ગામના ચોરે લાવેલી બધી કાળી માટી ભેગી કરી પછી સહુ પોતપોતાના ઘરમાંથી સાજ શણગારના ઘરેણાં લઇ આવ્યા
બધી છોકરીઓ અને તેમની મમ્મીઓ ભેગી મળી ગોરમા બનાવવા લાગી પડી
થોડીક છોકરીઓ એને બનાવે બીજી બધી બધી સલાહો આપે
*કોઈ કહે* " અલી હાથ બહુ પાતળો થઇ ગયો.
*બીજી બોલી* "થાય જ ને પૃથા બનાવે છે
આ સાંભળી ત્યાં બેઠેલા બધાં હસવા લાગ્યા.....
( મજાક મસ્તી બપોર ટાણે લગભગ પાચેક કલાક ચાલી ત્યાં એમાં ગોરમાની મૂર્તિ તૈયાર થઇ, એટલે છેલ્લે )
*ગંગુ કાકી* "- હાલો લ્યો રૂડા રૂપાળા ગોરમા તૈયાર કાલે સવારે બધી નાહીને સરસ તૈયાર થઈ આવી જજો
અને હા રાતે આજે આયા જ મળીએ હાયરે જ મેંદી મૂકીએ બધાંય. આ ગામના ચોરા પાસે જ વચોવચ ક્રિકેટનું મેદાન જ્યાં ગામના છોકરાઓ સાંજે રમત રમે...
આજે બપોર ભેગી થયેલ છોકરીઓ સાંજ પડી ત્યાં સુધી એ મેદાન પાસે હતી....
(છોકરાઓ રમવા માટે આવજા કરવા લાગ્યા,)
એમાં એક ટીખળી
*છોકરો બોલ્યો* " એ હાલો ઉભો થાવ આંયથી પછી બોલ વાગી જાય તો કેતા નય "
(પૃથા આ સાંભળી ગઈ, પણ પૃથાએ જરાય આછકલાઈ બતાવ્યા વિના અવગણના કરી.)
*ટીખળી છોકરો*-"પૃથા સામે આડકતરી રિતે જોઇ હસતા હસતા બોલ્યો એય ફાંગી તુ તો પેલ્લી જ ભાગજે અહીંથી.
( ખોબા જેવા નાનકડા ગામમાં છોકરા છોકરીઓ સાથે વાતચીત કરે તોય અલગ દ્રષ્ટિકોણથી તેને જોવાતું.
મેદાનમાં રમત રમતા કે ગરબા રમતા પતંગ ચગાવતી વખતે ટિન એજ ના બાળકોના
મા -બાપ ને સતત ચિંતા રહેતી, ક્યારે કઈ છોકરીનું નામ ક્યા છોકરા સાથે જોડાય જાય નક્કી નહિ. ગામમાં વાયરાની જેમ આવી વાતો ફેલાઈ જતા વાર ના લાગે.
(રાત પડવા આવી હતી એટલે નક્કી થયા મુજબ છોકરીઓ ગામના ચોરે જવા ઉતાવળી થવા લાગી પણ બધી એની મમ્મીની રાહ જોવા લાગી.
એમ *પૃથા બોલી* "એ મમ્મી જલ્દી હાલ બધાં આવી ગ્યા, તને વાર થાય એમ હોય તો હું જતી થાઉ... પથાને મહેંદી મુકાવવા કરતા ટોળે વળી વાતો કરવામાં વધુ રસ તેને મહેંદી મુકાવવી ગમે નહિ શોખ નહિ ; એક અલગજ પ્રકૃતિની છોકરીઓ જેમ હરવું ફરવું લાલી લિપસ્ટિક કરી તૈયાર થવું જરાય ન ગમે; કોઈ હસે નહિ એટલે બીજી છોકરીઓ જેવું કરવા જાય પણ આવડે નહિ. એને ગમે તો બસ ભણવું વાંચવું બોલવું સ્પર્ધાઓમાં ભાગ લેવો .
(ગામમાં વાર તહેવારે યોજાતા કાર્યક્રમો અને નિબંધ લેખન વક્તૃત્વ સ્પર્ધાઓમાં ભાગ લેવામાં પૃથા પહેલી અને નંબર પણ મેળવતી, બીજી છોકરીઓ તેની પાસે શીખવા આવતી કેવી રિતે તૈયારી કરાય, આ બાબતમાં તેં અવ્વલ કારણ તેને વાંચવાનો જબરો શોખ હતો શાળાની નાનકડી લાઈબ્રેરીના તમામ પુસ્તકો 8થી 10 વખત વાંચી નાખેલ એકની એક ચોપડી ફરી ફરી વાંચવાનો પણ એને કંટાળો નહિ,
ઘરમાં પણ સોરાષ્ટ્રં સમાચાર છાપું આવતું સવારે સૌથી પહેલા એ વાચતી )
રાત પડી.... પૃથા પહેલા તેનું મન ગામના ચોરે પહોંચી ગયું હતુ. મહેંદી મુકાવવી ગમતી નહિ છતાં, બહેનપણીઓ જોડે પંચાત કરવા થાય એટલે મહેંદી મુકાવવા ગામના ચોરે પૃથા એકલી પહોંચી ગઈ પાછળ તરતજ
*તેના મમ્મી આવ્યા અને બોલ્યા* "અલી એકલી કૅમ આવી આય જ રેજે કીધા વગર ક્યાય નો જતી,
આ સાંભળી
*ગંગુ કાકી તરત બોલ્યા* " અરે કલ્યાણી બેન આય ક્યા બીક જેવું આપણે બધાં છીએ જ ને, મજા કરવા દ્યો ને છોકરીને વ્રત છે.
( મજાક મસ્તી કરતા મહેંદી તે વાવી માળવે તેનો રંગ ગયો ગુજરાત રે ના લેહકારે બધાની મહેંદી મુકાઈ ગઈ )
*ગંગુ કાકી* -" હાલો કાલ સવાર
મળીએ ગોરમા ના પૂજનમાં અત્યાર બવ મોડુ થયું છે. "
વધુ આવતા પ્રકરણે વધું વાંચો......
©️પૂર્વી શુક્લ